________________
ભ-મહાપદ્મ કથા
૩૭૫
પદ્મ (મહાપદ્મ) તેમની કણિમાં ઉત્પન્ન થશે ત્યારે આ ચૌદ સ્વપ્નો જોઈને લાગશે. મહાપદ્મ તીર્થકરનું ચ્યવન ઉત્તરાફાલ્ગની (હસ્તોત્તર) નક્ષત્રમાં થશે.
ચૈત્ર સુદ–તેરસના દિવસે જ્યારે ઉત્તરાફાલ્વની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થશે નવમાસ અને સાડાસાત અહોરાત્ર પૂર્ણ થશે, ત્યારે સુકુમાર હાથ–પગવાળો, પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીર અને ઉત્તમ લક્ષણ, વ્યંજનયુક્ત એવો – યાવત્ – સ્વરૂપવાનું પુત્રપણે જન્મ લેશે. જે રાત્રિએ તે પુત્રરૂપે જન્મશે, તે રાત્રિએ શતદ્વાર નગરની અંદર અને બહાર ભારાગ્ર અને કુંભાગ્ય પ્રમાણ પદ્મ અને રત્નોની વર્ષા થશે. તે કાળે તે સમયે વિવિધ પ્રકારના આશ્ચર્યકારી રત્નો અને વસુધારાની વૃષ્ટિ થશે. ગગનમાં ગંભીર–મધુર શબ્દોનો દુંદુભીનાદ થશે. ઉર્ધ્વ, અધો, તીછલોકની દિકકુમારીઓ વિમાનમાં આરૂઢ થઈ (જન્મકલ્યાણક મનાવવા) આવશે. દેવ-દેવીઓના યાન–વિમાનની પ્રભાથી તે રાત્રિ પણ દિવસ જેવી લાગશે. ઇત્યાદિ જન્મમહોત્સવ (ભ,મહાવીર કથા મુજબ) જાણવો.
દૂષમ–સૂષમ કાળના (ત્રીજા આરાના) ત્રણ વર્ષ અને સાડા આઠ માસ વીત્યા બાદ મહાપદ્મ તીર્થંકર થશે. જે અંતર ભમહાવીરથી ૮૪,૦૦૭ વર્ષ પાંચ માસ તીર્થોદ્ગાલિત પયત્રામાં જણાવે છે. ત્રિલોકને સુખ આપનારા એવા ભગવંત મહાપાનો જન્મ થશે ત્યારે સપરિવાર દેવ-દેવીઓ હર્ષિત–સંતુષ્ટ થશે. હર્ષના વશથી રોમાંચિત થયેલો દેવગણ ભગવંતને ત્યાં ઉત્તમ પધ, રત્ન, સુવર્ણ વસ્ત્રોને લાવીને મુકશે. ૦ મહાપદ્મ નામકરણ :
તે ભગવંતના માતા-પિતા પુત્ર જન્મના અગિયાર દિવસો ગયા બાદ બારમે દિવસે તે બાળકનું ગુણ સંપન્ન એવું મહાપા નામ પાડશે, કેમકે તે બાળકનો જન્મ (ચ્યવન) થયો ત્યારે શતદ્વાર નગરની અંદર અને બહાર કુંભ અને ભાર પ્રમાણ પા અને રત્નોની વર્ષા થયેલ હોવાથી તે પુત્રનું મહાપદ્મ એવું નામકરણ કરવું એમ વિચારી તે બાળકના માતાપિતા તેનું મહાપદ્મ નામ રાખશે.
તે જિનેશ્વરના કાળમાં ભરતવર્ષક્ષેત્ર ઋદ્ધિ આદિથી સમૃદ્ધ હશે. દેવલોક સદૃશ વિશેષ કરીને અતિશયવાળું હશે. ગામનગર આદિ દેવલોક તુલ્ય થશે. રાજા વૈશ્રમણ સરીખો હશે. લોકો ભાંગફોડ અને ત્રાસ રહિત હશે. વિવિધ ભય અને દંડથી રહિત હશે. પર શાસન, રોગ, ચોર આદિથી વર્જિત હશે. સંમુતિ રાજાની સંગમાં દાસ, દાસી, પીઠમર્દક આદિથી પરિવરેલો તે બાળક કાળક્રમે વૃદ્ધિ પાળશે. તેના નયનો મનોહર હશે, હોઠ બિંબફળ જેવા હશે. દાંતની પંક્તિ શ્વેત હશે. ઉત્તમ પદ્મ સમાન ગૌર અને કમળના પુષ્પ જેવા શ્વાસોચ્છવાસવાળા થશે. તે ભગવંત જાતિસ્મરણ જ્ઞાનવાળા હશે. ત્રણ જ્ઞાનથી સંયુક્ત હશે. મનુષ્યો મધ્યે તે અધિક કાંત, બુદ્ધિવાન્ હશે. આઠ વર્ષે તેને અલંકૃત્ કરી લેખાચાર્ય પાસે માતા–પિતા ભણવા લઈ જશે. ભ૦મહાવીર કથાનક પ્રમાણે શક્ર ભગવંતને શબ્દ–લક્ષણ આદિ પૂછી ભગવંતનું વિશિષ્ટ જ્ઞાનીપણું સાબિત કરશે.
સાધિક આઠ વર્ષના થશે ત્યારે કૌતુક, અલંકૃત્ આદિ કરી માતા-પિતા તેનો રાજ્યાભિષેક કરશે, ત્યાર પછી ભ મહાપદ્મ ગુણવાનું રાજા-મહારાજાની સમાન – કાવત્ - રાજ્યનું શાસન કરશે. તે ભરતક્ષેત્રના (તે ઉત્સર્પિણી કાળના) હાથી, ઘોડા, રથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org