________________
૩૩૨
આગમ કથાનુયોગ-૧
ભગવંત વડે મોટી ચીસ પડી ગઈ. જે મહાભયંકર અવાજ વડે આખું ઉદ્યાન તથા દેવકુળ શબ્દમય બની ગયું. પછી સંરોહણ ઔષધિ વડે પ્રભુના બંને કાન તત્કાલ રૂઝવી લોહી બંધ કરી દીધું, જખમ પણ ભરી દીધો. પછી પ્રભુને વંદન–નમસ્કાર કરી વૈદ્ય અને વણિક બંને ક્ષમાયાચના કરી ત્યાંથી ગયા. વૈદ્ય અને વણિક તીવ્ર વેદના આપવા છતાં શુદ્ધભાવ યુક્ત હોવાથી કાળક્રમે મૃત્યુ પામી સ્વર્ગે ગયા અને ગોવાળ સાતમી નરક ગયો.
ભગવંતને થયેલા ઉપસર્ગોમાં દુર્વિષહ ઉપસર્ગો ક્યા હતા ? જણાવે છે કે, ભગવંતને થયેલા ઉપસર્ગોને ત્રણ ભાગમાં વહેંચીએ તો જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારના ઉપસર્ગો થયા, તેમાં કટપુતના વ્યંતરીએ કરેલો શીત ઉપસર્ગ જઘન્યમાં ઉત્કૃષ્ટ હતો, સંગમદેવે મૂકેલ કાલચક્ર એ મધ્યમ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ હતો અને કાનમાંથી શલ્યનો ઉદ્ધાર કર્યો. તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ હતો. એ રીતે ગોવાળથી ઉપસર્ગનો આરંભ થયો અને ગોવાળથી જ ઉપસર્ગ પૂરા થયા.
૦ ઉપસર્ગનો અંત – આ રીતે ભગવંત મહાવીરે દીક્ષાનો સ્વીકાર કર્યા પછી બાર વર્ષથી પણ વધારે સમય સુધી પોતાની કાયાને વોસિરાવી દઈને, દેહના મમત્ત્વ ભાવનો ત્યાગ કરીને શરીર પરત્વે બિલકુલ ધ્યાન ન આપ્યું. તે દરમિયાન જે કંઈ ઉપસર્ગો દેવ, મનુષ્ય કે તિર્યંચો દ્વારા કરાયા તે સર્વે અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો નિર્ભયપણે અને સમ્યક્ પ્રકારે સહન કર્યા, ક્રોધ રહિતપણે ખખ્યા અને દીનતા રહિતપણે તેમજ કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. (જો કે ભગવંત મહાવીરને કેવળજ્ઞાન પછી પણ ગોશાળાએ છોડેલ તેજોલેશ્યાને કારણે લોહી ખંડવા થયેલો તે ઉપસર્ગ આશ્ચર્યરૂપ ઘટના હતી જે અમે ગોશાળાની કથામાં નોધેલ છે.) ૦ ભગવંતનું અણગાર સ્વરૂપ :
એક (કલ્પસૂત્ર-૧૧૮ આ વર્ણન ઉપસર્ગની પછી આપેલ છે.
આવશ્યક પૂર્ણિ–૧–પૃ. ૩૦૨ ઉપર સંગમકૃત્ ઉપસર્ગ પૂર્વે શક્ર દ્વારા સૌધર્મસભામાં દેવ-દેવી મધ્યે શક્ર દ્વારા કરાયેલ પ્રભુની પ્રશંસા-સ્તુતિ સ્વરૂપે આપેલ છે.)
(અહીં આ વર્ણન કેવળજ્ઞાન પ્રાપ્તિની પૂર્વભૂમિકારૂપે અમે નોંધેલ છે.)
(આ રીતે ઉપસર્ગો સહન કર્યા પછી) શ્રમણ ભગવંત મહાવીર અણગાર થયા. તે આ રીતે – ઇર્યાસમિતિવાળા (ચાલતી વખતે કોઈપણ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક્ પ્રવૃત્તિ – ઉપયોગવાળા), ભાષાસમિતિવાળા (નિર્દોષ વચન બોલવામાં ઉપયોગવાળા), આદાનભાંડ માત્ર નિક્ષેપણા સમિતિવાળા (વસ્ત્રપાત્ર આદિ ઉપકરણોને ગ્રહણ કરવા અને મૂકવામાં પ્રમાર્જનાદિ કરવા દ્વારા જયણા પાલનના ઉપયોગવાળા), ઉચ્ચાર પ્રશ્રવણ, ખેલ, સિંઘાણ, જલ્લ પારિષ્ઠાપનિકા સમિતિવાળા (વિષ્ઠા, મૂત્ર, કફ, શ્લેષ્મ, મેલનો પરિત્યાગ નિર્દોષ ભૂમિમાં કરવાના ઉપયોગવાળા) જો કે છેલ્લી બે સમિતિ ભગવંતની પ્રવૃત્તિમાં સંભવ નથી પણ પાઠની અખંડિતતા માટે સૂત્રકારે તેની નોંધ કરી છે.
મનસમિતિવાળા, વચનસમિતિવાળા, કાયસમિતિવાળા (શુભ મનોયોગ, વચનયોગ, કાયયોગને પ્રવર્તાવનારા), મનોગુતિ, વચનગુપ્તિ, કાયગતિવાળા (અશુભ મનોયોગ, વચનયોગ, કાયયોગને રોકનારા), ગુપ્ત (સર્વ અશુભ વ્યાપારને રોકનારા), ગુપ્ત ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org