________________
૧૦૬
આગમ કથાનુયોગ-૧
ખિન્ન મનથી, આનંદરહિતપણે, અશ્રુભરી આંખોવાળા થઈને તીર્થકર યાવત્ ગણધરની ચિતાઓમાં વાયુને વિકુર્તી અગ્નિ પ્રજ્વલિત કર્યો. માંસ અને લોહીને જલાવ્યા – યાવત્ – ધ્યામિત કર્યા.
ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ અનેક ભવનપતિ – યાવત્ – વૈમાનિક દેવોને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! જલદીથી તમે તીર્થકર યાવત્ મુનિવરોની ચિતાઓમાં અગરુ, તુષ્ક, ઘી, મધુને અનેક કુંભ પ્રમાણ અને ભાર પ્રમાણ લઈને નાંખો અર્થાત્ સિંચન કરો. ત્યારે તે દેવોએ પણ શક્રેન્દ્રની આજ્ઞાનું પાલન કર્યું.
ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ તીર્થંકર આદિના શરીરમાંથી હાડકાં સિવાયની બધી ધાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેઘકુમાર દેવાને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે જલ્દીથી તીર્થંકર યાવત્ મુનિવરોની ચિતાને લીરોદક વડે બુઝાવી દો – શાંત કરી દો. ત્યારે મેઘકુમાર દેવોએ તીર્થકર યાવત્ મુનિવરોની ચિતાને બુઝાવી.
ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ તીર્થકર ભગવંતની જમણી તરફની ઉપરની દાઢા (સન્થિ) ગ્રહણ કરી, દેવેન્દ્ર દેવરાજ ઇશાને ડાબી બાજુની ઉપરની દાઢા (સક્ટ્રિ) ગ્રહણ કરી. અસુરેન્દ્ર અસુરરાજ ચમરે નીચેની જમણી દાઢા લીધી અને વૈરોચનેન્દ્ર વૈરરાજ બલિએ નીચેની ડાબી દાઢા લીધી. શેષ ભવનપતિ – યાવત્ – વૈમાનિક દેવોમાંથી કોઈએ જિનભક્તિથી તો કોઈએ પોતાનો પરંપરાગત આચાર સમજીને, વળી કોઈએ તેમનો ધર્મ છે તેવું વિચારીને યથાયોગ્ય અવશિષ્ટ અંગોપાંગોની અસ્થિઓને ગ્રહણ કરી. નરેશ્વર આદિએ તેની ભસ્મ ગ્રહણ કરી. બાકીના લોકોએ તે ભસ્મ વડે તિલક આદિ કર્યા. કોઈ તે રાખના છાર વડે ડોંગરા બનાવી શ્રદ્ધાપૂર્વક ઘેર લઈ ગયા.
ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ અનેક ભવનપતિ – યાવત્ – વૈમાનિક દેવોને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી સમગ્રરૂપે રત્નમય દર્શનીય મહા આલયવાળા ત્રણ ચૈત્યસ્તૂપો બનાવો. એક તીર્થકરની ચિતા પર, બીજો ગણધરની ચિતા પર અને ત્રીજો બાકીના મુનિવરોની ચિતા પર. ત્યારે તે અનેકાનેક દેવોએ ચૈત્યસ્તૂપોનું નિર્માણ કર્યું.
ત્યાર પછી તે અનેકાનેક ભવનપતિ - યાવત્ – વૈમાનિક દેવોએ તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કર્યો મહોત્સવ કરીને નંદીશ્વર દ્વીપ આવ્યા. દેવેન્દ્ર દેવરાજ શક્રએ પૂર્વ દિશાના અંજનક પર્વત પર આઠ દિવસનો મહોત્સવ કર્યો. દેવેન્દ્ર દેવરાજ ઇશાને ઉત્તર દિશાના અંજનક પર્વત પર આઠ દિવસનો મહોત્સવ કર્યો. ચમરેએ દક્ષિણ દિશાના અંજનક પર્વત પર અને વૈરોચનેન્દ્ર બલિ એ પશ્ચિમ દિશાના અંજનક પર્વત પર આઠ દિવસનો મહોત્સવ કર્યો. તે ચારે ઇન્દ્રોના પ્રત્યેકના ચાર-ચાર લોકપાલોએ દધિમુખ પર્વતો પર અષ્ટાલિકા મહોત્સવ કર્યો.
ત્યાર પછી શક્ર આદિ દેવો અને અનેકાનેક ભવનપતિ, વાણવ્યંતર આદિ દેવો કે જે દેવોએ પણ અષ્ટાલિકા મહોત્સવ કરેલો તે સર્વે પોત-પોતાના વિમાનમાં પાછા ફર્યા. તેઓ પોત-પોતાના વિમાનના પોત-પોતાના ભવનમાં પોત-પોતાની સુધર્માસભામાં ગયા. માણવક ચૈત્યસ્તંભ પાસે ગયા. ત્યાં વજરત્નમય ગોળ ડબ્બાઓમાં જ્યાં ભગવંતના અસ્થિઓ પધરાવે છે, તેમાં ઋષભદેવ પ્રભુના અસ્થિને પધરાવ્યા. પછી ઉત્તમ અને ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org