________________
તીર્થકર ચરિત્ર–ભષભકથા
૧૦૭
સુગંધિત પદાર્થો અને પુષ્પ માળા વડે તેની પૂજા કરવા લાગ્યા. –૦- ભરત ચક્રી દ્વારા જિનાલય નિર્માણ :
- જ્યારે ભગવંત ઋષભનું નિર્વાણ થયું ત્યારે ભરત ચક્રી પણ દુઃખ સંતપ્ત મને, પગે ચાલતો જ અષ્ટાપદ પર્વત ગયો હતો. દેવો પણ ત્યાં આવેલા હતા. ભરતે ભગવંતને ઉદ્દેશીને વર્ધકીરત્નને એક યોજન લાંબુ, ત્રણ ગાઉ ઊંયુ. સિંનિષદ્યા આકારનું એક જિનાલયનું નિર્માણ કરવા કહ્યું. જેમાં એકસો સ્તંભ મુકાવ્યા. પછી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જે રીતે વૈતાય પર્વત પરના સિદ્ધાયતન (જિનાલય)નું વર્ણન આવે છે અથવા જીવાજીવાભિગમમાં જે રીતે જિનપ્રતિમાનું વર્ણન આવે છે તે રીતે એક સુંદર જિનાલયનું નિર્માણ કર્યું.
પૂર્વે જ્યારે ભારતે સમવસરણમાં પૂછેલું ત્યારે ભગવંતે તેને જણાવેલ હતું કે, આ અવસર્પિણીકાળમાં આ ભરતક્ષેત્રમાં મારા પછી બીજા ત્રેવીશ તીર્થંકરો થશે (આવર નિર્વવિત્ત ૩૭૦-૩૭૧) અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભુ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મતિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને છેલ્લા વર્ધમાન. ભરતે તે – તે તીર્થકરના સ્વ-સ્વ વર્ણ - પ્રમાણ યુક્ત એવા ચોવીશ તીર્થકર ભગવંતની પ્રતિમાને (જીવાજીવાભિગમમાં ઉક્ત એવા પરિવાર સહિતની) સ્થાપવાનું નક્કી કર્યું.
- જિનાલયની ચારે દિશામાં એક-એક હાર મૂકાવ્યું. ત્યાંના ચૈત્યસ્તૂપ, મણીપીઠિકા, અષ્ટમંગલ, ચંદન કળશો, મુખમંડપ, વનમાલા, પ્રેક્ષાઘર મંડપ, અફાટક, સિંહાસન, ઇત્યાદિ સર્વ વર્ણન શાશ્વત ચૈત્ય અને શાશ્વતી જિનપ્રતિમાઓના વર્ણન અનુસાર જાણી લેવું.
ચોવીશે જિનવરોની પ્રતિમાને તેમના શરીરના વર્ણ (માન) પ્રમાણે ત્યાં સ્થાપન કરી. જેમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દશ અને પૂર્વ દિશામાં બે, એ પ્રમાણે ચોવીશ જિનપ્રતિમાનું સ્થાપન કર્યું. તે તીર્થની રક્ષા માટે દંડરત્ન વડે અષ્ટાપદ પર્વતને છેદીને એક–એક યોજનાનું એક એવા આઠ પગથીયા બનાવ્યા. લોઢાના યંત્ર પુરુષનો દ્વારપાલ બનાવ્યો. ત્યાં પૂજા મહિમાદિ કરી સ્વસ્થાને પાછો ફર્યો. (નાવય નિશ્ચિત મતે ભગવંત અને નવાણું ભાઈ મુનિઓના સ્તૂપ પણ બનાવ્યા, સાવરચવ Hષ્યમાં પણ જણાવ્યું છે કે, સો ભાઈઓના સ્તૂપ અને ચોવીશ જિનવરના વર્ણ પ્રમાણેની ચોવીશ પ્રતિમાયુક્ત જિનપ્રાસાદ કરાવ્યો હતો – વ્યવહારમાં જિનપ્રતિમા ચોવીશે જિનવરના દેહ પ્રમાણ બનાવ્યાની વાત પ્રસિદ્ધ થઈ છે. પણ અહીં “વર્ણ–પ્રમાણ” શબ્દ જ મુકેલ છે.) ભગવંત ઋષભ કથાનકના મુખ્ય આગમ સંદર્ભ :
(૧) જંબૂ. ૪૧ થી ૪૬, ૨૧૨ થી ૨૪૪ + વૃ. (૨) આવનિ ૧૭૦ થી ૧૯૭ + વૃ. ૨૦૯ થી ૩૯૦ મધ્યે, ૧૦૭૯; (૩) આવ.ભા. ૩ થી ૩૭ + વૃ. (૪) આવ યૂ.૧–પૃ. ૧૩૧ થી ૧૮૨; (૫) કલ્પ. ૨૦૪ થી ૨૨૮; અન્ય સંદર્ભ – (૧) આયા.નિ. ૧૯ ની વૃ. (૨) આયા.યૂ.પૃ. ૪; (૩) સૂય. યૂ.પૂ. ૬૫; (૪) ઠા. ૧૧૬, ર૭૩, ૪૭૩ + વૃ. ૭૬૩, ૭૬૮, ૭૭૨, ૭૭૬, ૭૭૮, ૭૮૦; (૫) સમ. ૫૩, ૧૬૨, ૧૬૩, ૨૬૩, ૩૦૯;
(૬) જી.ભા.ર૧રપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org