________________
તીર્થકર ચરિત્ર-ભ૦મહાવીર–કથા
૨૬૩
પ્રકારની અશુચિ નિવારણની જન્મક્રિયાઓ સમાપ્ત થઈ ગયા પછી બારમો દિવસ આવે છે.
– તે બારમે દિવસે પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ પ્રમાણે ચાર પ્રકારના આહાર તૈયાર કરાવે છે. કરાવીને મિત્ર, જ્ઞાતિજન, નિજક–સ્વકીય પુત્ર પૌત્રાદિ, સ્વજન, પરિજન, દાસ-દાસી, જ્ઞાતકુલના ક્ષત્રિયો આદિને ભોજન માટે આમંત્રણ આપે છે. આમંત્રીને પછી પ્રભુના માતાપિતાએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, તિલકાદિ કૌતુક અને દહીં–અક્ષત આદિ મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા. ભોજનમંડપમાં પ્રવેશને યોગ્ય સ્વચ્છ અને મંગલને સૂચવતા એવા ઉત્તમ વસ્ત્રો પહેર્યા. થોડાં પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરની શોભા વધારી, આવા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી ભોજન વેળાએ ભોજન મંડપમાં આવીને ઉત્તમ આસને સુખપૂર્વક બેઠા.
- પછી ભોજનને માટે નિમંત્રેલા એવા મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, જ્ઞાત-ક્ષત્રિયો આદિ સાથે પૂર્વે તૈયાર કરાવેલા એવા વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા અને ભોજન કરતા એવા તે સિદ્ધાર્થ ક્ષત્રિય અને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વયં ભોજન કરે છે અને બીજાને કરાવે છે. એ રીતે જમણ–ભોજન કર્યા પછી વિશુદ્ધ જળથી કોગળા વગેરે કરીને દાંત તથા મુખને સ્વચ્છ કરે છે. એ રીતે પરમ વિશુદ્ધ બનેલાં માતા–પિતા, મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, જ્ઞાત-ક્ષત્રિયોનો પુષ્કળ પ્રમાણમાં પુષ્પ, વસ્ત્ર, સુગંધી ચૂર્ણ, ફૂલની માળા અને વિવિધ પ્રકારના આભૂષણો વડે સત્કાર અને નમ્રવચનો થકી સન્માન કરે છે. તેમ કરીને તે જ મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન અને જ્ઞાતકુલિન ક્ષત્રિયો પાસે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીએ આ પ્રમાણે કહ્યું ૦ નામકરણ :
(આયા. પ૧૦, કલ્પ ૧૦૬, આવ.નિ. ૧૦૯૧, આ ચૂ.૧– ૨૪૫)
હે દેવાનુપ્રિયો ! જ્યારથી શ્રમણ ભગવંત મહાવીર અર્થાત્ અમારો આ બાળક ત્રિશલા ક્ષત્રિયાણીની કુલિમાં ગર્ભરૂપે આવ્યો ત્યારે અમોને આવા પ્રકારનો આત્મવિષયક થાવત્ ચિંતિત પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે, જ્યારથી આપણો આ બાળક ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો છે, ત્યારથી આરંભીને આપણે (આ કુળ) હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, માણિજ્યથી, મોતીઓથી, શંખ (ખીતાબ)થી, શીલથી, પ્રવાલથી, વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી અને સ્વજનોએ કરેલા સત્કારથી અતિશય–અતિશય પરિ–વૃદ્ધિ પામીએ છીએ. વળી સીમાડાઓના રાજાઓ વશ થયા છે. તેથી જ્યારે આપણા આ બાળકનો જન્મ થશે ત્યારે આપણે આ બાળકનું તેના ગુણને અનુરૂપ, ગુણ નિષ્પન્ન એવું વર્તમાન નામ રાખીશું.
અમોને ઉત્પન્ન થયેલા મનોરથની સંપત્તિ આજે સફળ થઈ છે, તેથી અમારા આ કુમારનું નામ “વર્તમાન” થાઓ. એ રીતે વર્તમાન' નામ રખાયું.
માના ગર્ભમાં હતા ત્યારે જ્ઞાતકુલ વિશેષે કરીને ધન વડે વૃદ્ધિ પામ્યું. તેથી તેનું નામ “વર્ધમાન' રખાયું એ વિશેષાર્થ અને સામાન્યથી તેઓ ઉત્પત્તિથી આરંભીને જ્ઞાનાદિ વડે વૃદ્ધિ પામે છે માટે “વર્ધમાન' કહેવાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org