________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૧૫
મૂકી શકને આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો. શકે કુદ્ધ થઈ તેના તરફ જાજ્વલ્યમાન વજ છોડ્યું. તેથી ભયભીત ચમરેન્દ્રએ તુરંત પ્રભુ વીરના ચરણકમળનું શરણું લીધું. શક્રએ પણ તીર્થંકરની આશાતનાના ભયથી વજને સંહરી લીધું – આ રીતે ચમરેન્દ્રનું ઉર્ધ્વગમન તે આશ્ચર્ય જાણવું.
| ( આ ઘટના અહીં કલ્પસૂત્ર-૧ની વૃત્તિ આધારે નોંધી છે. તે સંક્ષેપમાં ઠાણાંગ સૂત્ર૧૦૦૨ની વૃત્તિમાં પણ છે. વિસ્તારથી વર્ણન ભગવતીજી સૂત્ર ૧૭૦ થી ૧૭૭માં છે. જે આ કથાનુયોગમાં પૂરણ તાપસ"ની કથામાં “અન્ય તીર્થિક” વિભાગમાં નોંધાયેલ છે. શેષ કથન “અસુરેન્દ્ર” નામથી– દેવદેવી વિભાગમાં પણ છે.) ૦ આશ્ચર્ય-૯-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ :
ભગવંત ઋષભદેવ, ભરત સિવાયના તેમના ૯૯ પુત્રો અને ભારતના આઠ પુત્રો એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા (-૫૦૦ ધનુષની કાયાવાળા) ૧૦૮ એક જ સમયમાં સિદ્ધ થયા. તે અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણીએ થયેલ આશ્ચર્ય. કેમકે ઉત્તરાધ્યયન સૂત્ર૧૫૧૭માં જણાવે છે કે, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયે બે સિદ્ધ થઈ શકે (પણ ૧૦૮ સિદ્ધ ન થાય) મધ્યમ અવગાહનાવાળા હોય તો એક સમયે ૧૦૮ સિદ્ધ થઈ શકે.
આવશ્યક નિર્યુક્તિ–૪૩૪માં જ ૧૦,૦૦૦ મુનિ સાથે ભગવંત ઋષભદેવ મોક્ષ ગયા તેમ જણાવે તે પૃથક્ પૃથક્ સમયાદિ કારણે જાણવા. ૦ આશ્ચર્ય–૧૦–અસંયતિઓની પૂજા :
આરંભ–પરિગ્રહમાં આસક્ત જે અસંયમી બ્રાહ્મણ આદિની પૂજા નવમા અને દશમાં તીર્થંકરની વચ્ચેના કાળમાં થઈ. પૂજા સંયતિઓની થાય. પણ આ અવસર્પિણીમાં જે અસંયતિઓની પૂજા થઈ તે આશ્ચર્ય.
આ દશ આચર્યો અનંતો કાળ ગયા બાદ આ અવસર્પિણીમાં થયા. એ રીતે કાળના તુલ્યપણાથી બાકીના ચાર ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પ્રકારાંતરે દશદશ આશ્ચર્યો સમજી લેવા.
આ દશ આશ્ચર્યોમાં – ૧. ઋષભદેવ તીર્થમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધો થયા. ૨. અસંયતિઓની પૂજા સુવિધિનાથના તીર્થમાં થઈ. ૩. શીતલનાથના તીર્થમાં હરિવંશ કુળની ઉત્પત્તિ થઈ. ૪. સ્ત્રી તીર્થકર મલ્લિનાથ તીર્થે થયા. ૫. નેમિનાથના તીર્થમાં કૃષ્ણનું અપરકંકામાં ગમન થયું અને બાકીના પાંચ આશ્ચર્યો – ગર્ભાપહાર, અમરેન્દ્રનો ઉત્પાત, સૂર્ય-ચંદ્રનું મૂળ વિમાને આવવું, અભાવિત પર્ષદા અને ઉપસર્ગ ભ૦મહાવીરના તીર્થમાં ઉક્ત ક્રમમાં થયા. ૦ દશ આશ્ચર્યો પછી–આગળ–શક્રેન્દ્ર વિચારે છે કે :
નીચ ગોત્ર” નામનું જે કર્મ – જેની સ્થિતિનો ક્ષય થયો નથી. જેનો રસ વેદાયો નથી. જેના પ્રદેશો જીવપ્રદેશ થકી નાશ પામ્યા નથી. (અર્થાત્ પ્રકૃતિ બંધરૂપે રહેલ નીચ ગોત્રકર્મ – સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધથી ક્ષીણ થયું નથી). એવા નીચ ગોત્રકર્મના ઉદયથી–
(ભ,મહાવીર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે. તે નીચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org