________________
૧૭૮
આગમ કથાનુયોગ-૧
- યાવતુ – અભિનિષ્ક્રમણ કરવા ઈચ્છતા અરિહંત ભગવંતોને સંબોધિત કરવા એ લોકાંતિક દેવોનો પરંપરાગત આચાર છે. તેથી આપણે જઈએ અને ભમલિ અર્વતને સંબોધિત કરીએ. એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને ઇશાન ખૂણામાં ગયા. જઈને વૈક્રિય સમુઘાત કર્યો. સમુદૂઘાત કરીને સંખ્યાત યોજન પ્રમાણના દંડનું નિસ્સરણ કર્યું અને શેષ કથન જંભક દેવોની માફક જાણવું – યાવત્ – જ્યાં મિથિલા રાજધાની, કુંભરાજાનું ભવન અને મલ્લિ અર્વન્ત હતા ત્યાં આવ્યા.
– આવીને ઘુંઘરૂઓથી યુક્ત પંચરંગી વસ્ત્રાભૂષણોને ધારણ કરીને અંતરિક્ષમાં ઊંચે ઊભા રહીને બંને હાથ જોડી – દશ નખ ભેગા કરી – મસ્તકે અંજલિ કરી, આવર્ત કરી ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર સ્વરોથી આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! લોકના નાથ! બોધ પામો, ધર્મતીર્થનું પ્રવર્તન કરો, જે જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ્કર થશે. એ પ્રમાણે કહીને બીજી વખત, ત્રીજી વખત પણ એ પ્રમાણે કહ્યું. પછી ભમલિ અર્પતને વંદના કરી, નમસ્કાર કર્યો. કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
ત્યાર પછી લોકાંતિક દેવો દ્વારા સંબોધિત થયેલ ભગવતી મલિ અર્વન્ત તેણીના માતા-પિતા પાસે આવ્યા, આવીને બંને હાથ જોડી – દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, અંજલિ કરી આ પ્રમાણે બોલ્યા – હે માતાપિતા ! હું આપની આજ્ઞા લઈને, મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગારત્વ રવીકાર કરવા ઉત્સુક છું (દીક્ષા લેવા ઈચ્છું છું). એ વાત સાંભળી તેઓએ કહ્યું, જેમ સુખ ઉપજે તેમ કરો. હે દેવાનુપ્રિયા ! વિલંબ કરશો નહીં.
ત્યાર પછી કુંભરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે ૧,૦૦૮ સુવર્ણ કળશો – યાવત્ – ૧,૦૦૮ માટીના કળશોની તથા અન્ય મહાર્થક, મહાર્દૂ, મહા-ચોગ્ય અને વિપુલ એવી તીર્થંકરના અભિષેકને યોગ્ય સામગ્રીને શીઘ ઉપસ્થિત કરો. તેઓએ પણ – યાવત્ – તે પ્રમાણે કર્યું.
તે કાળે, તે સમયે ચમરેન્દ્ર અસુરેન્દ્ર યાવત્ અટ્યુતકલ્પ સુધીના ઇન્દ્રો અભિષેક મહોત્સવ કરવાને માટે આવ્યા. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને એ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી ૧,૦૦૮ સુવર્ણ કળશો – યાવત્ – ૧,૦૦૮ માટીના કળશોને તથા તીર્થકરના અભિષેકને યોગ્ય એવી અન્ય મહાર્થક, મહામૂલ્યવાનું, મહા-ચોગ્ય અને વિપુલ સામગ્રી ઉપસ્થિત કરો. તેઓએ પણ – યાવત્ – ઉપસ્થિત કરી, પછી તે (દિવ્ય કળશોનો કુંભરાજાના કળશોમાં) પ્રવેશ થઈ ગયો (બંને કળશોને એકમાં ભેગા કરી દીધાં).
ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર અને કુંભ રાજાએ ભ૦મલિ અર્પત્તને પૂર્વાભિમુખ કરીને સિંહાસન પર બેસાડ્યા, બેસાડીને ૧,૦૦૮ સુવર્ણ કળશો વડે – યાવત્ – તીર્થંકર અભિષેક વડે અભિસિંચિત કર્યા. આ પ્રકારે જ્યારે ભ૦ મલ્લિ અન્તનો અભિષેક થઈ રહ્યો હતો. ત્યારે કેટલાંયે દેવો મિથિલાની અંદરબહાર – યાવત્ – ચારે તરફ અહીં તહીં દોડવા લાગ્યા, ઉછળકૂદ કરવા લાગ્યા. ત્યાર પછી કુંભ રાજાએ બીજી વખત ઉત્તરાભિમુખ કરીને ભમલિ અન્તિને સિંહાસન પર બેસાડ્યા – યાવત્ – સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org