________________
ભઋષભકથા
૫૭
અને ધ્યાનનું સેવન કરવું. સતત સંવેગભાવ અને ધ્યાનાસેવન કરવું તે. ૧૪. તપ :- યથાશક્તિ બારે પ્રકારનો તપ કરવો, તપમાં સતત રતિ હોવી તે. ૧૫. ત્યાગ :- વિધિપૂર્વક છોડવું તે. (કાંતપ્રિય એવા ભોગ પ્રાપ્ત થાય ત્યારે
તેના તરફથી મુખ ફેરવી લેવું તે). ત્યાગમાં અતિ પ્રીતિ હોવી તે. દ્રવ્યથી
આહાર-ઉપધિન્શય્યા આદિનો અને ભાવથી ક્રોધ આદિનો ત્યાગ કરવો. ૧૬. વૈયાવચ્ચ :- વૈયાવચ્ચ, સેવાભક્તિમાં અતિ પ્રીતિ હોવી તે. આચાર્ય,
ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુળ, ગણ અને સંઘ
આ દશેની પ્રત્યેકની અન્ન, પાન, આસન આદિ વડે ભક્તિ કરવી તે. ૧૭. સમાધિ :- ગુરૂ ભગવંતો આદિનું કાર્ય કરવા દ્વારા તેમને સ્વસ્થતા અને
સમાધિ પહોંચાડવી તે. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ :-- અપૂર્વ ઉત્સાહપૂર્વક જ્ઞાનાભ્યાસ કરવો તે. ૧૯. શ્રુતભક્તિ – કૃતનું બહુમાન હોવું તે. ૨૦. પ્રવચન પ્રભાવના :- યથાશક્તિ માર્ગની દેશના આપવી. પ્રવચનના વિવિધ
અર્થોને પ્રકાશવા તે. | (ઉક્ત વીશ સ્થાનક વ્યાખ્યા અમે આવશ્યક નિર્યુક્તિ તથા નાયાધમ્મકા–અભયદેવસૂરિ કૃત વૃત્તિ આધારે લીધી છે.)
આ વીશ સ્થાનો (કે તેમાંનું કોઈ પણ સ્થાન) આરાધવાથી તીર્થકર નામકર્મનો બંધ થઈ શકે છે. વજનાભ મુનિએ આ વીશે સ્થાનકોની આરાધના કરેલી હતી.
વજનાભ આદિ પાંચે પોત-પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળ કર્યો.
૧૨. સર્વાર્થસિદ્ધ :- (બારમે ભવે શ્રી ઋષભદેવનો જીવ) વજનાભ તથા બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ એ પાંચે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય)વાળા દેવરૂપે ઉત્પન્ન થયા.
૧૩. ઋષભદેવ :- સર્વાર્થસિદ્ધ વિમાનેથી સર્વ પ્રથમ ઋષભદેવનો જીવ દેવાયું પૂર્ણ કરીને ત્યાંથી ઍવ્યો. આ અવસર્પિણીનો સુષમસુષમા અને સુષમા આરો પૂર્ણ થયો હતો. ત્રીજો સુષમદુષમા આરો, તે પણ ઘણો ખરો પૂરો થયો હતો. તે પૂરો થવામાં ચોર્યાશી લાખ પૂર્વ અને નેવ્યાસી પક્ષ બાકી રહ્યા હતા. ત્યારે અષાઢ વદ ચોથના (ગુજરાતી જેઠ વદ–૪) દિવસે, ચંદ્રના ઉત્તરાષાઢા નક્ષત્રના યોગમાં મધ્યરાત્રિએ નાભિ કુલકરની મરૂદેવા પત્નીની કૃષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
કાળક્રમે બહુ મુનિનો જીવ વૈયાવચ્ચના પ્રભાવે ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી રૂપે જમ્યો. સુબાહુમુનિ વિશ્રામણાના પ્રભાવથી વિશિષ્ટ બાહુબળથી યુક્ત એવા બાહુબલી નામે ઋષભદેવના પુત્ર થયા. પીઠ–મહાપીઠે માયાદોષથી બાંધેલ સ્ત્રીવેદને લીધે ઋષભદેવના પુત્રી બ્રાહ્મી અને સુંદરી થયા. (સારથીનો જીવ ઋષભદેવના પૌત્ર શ્રેયાંસકુમાર નામે ઉત્પન્ન થયો.)
ભગવંત ઋષભદેવ જ્યારે મરૂદેવા માતાની કૃષિમાં ગર્ભપણે અવતર્યા ત્યારે તે મતિ-મૃત-અવધિ ત્રણ જ્ઞાનોથી યુક્ત હતા. તેમનું દેવવિમાનથી ચ્યવન થવાનું હતું ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org