________________
તીર્થકર ચરિત્ર–ભઋષભકથા
૫૩
કરાવી કે જેને મારી સાથે વેપાર કરવા આવવું હોય તે ચાલે, તેના ખાવા-પીવાની, વસ્ત્રપાત્રની દવા વગેરેની બધાં જ પ્રકારની સગવડો હું આપીશ. ઘણાં બધાં લોકો તેની સાથે જવા રવાના થયા. ' ધર્મઘોષ આચાર્યને શિષ્યો સહિત વસંતપુર પધારવાનું હતું. વિકટ સંકટમય રસ્તો હોવાથી સાર્થ વિના જવું મુશ્કેલ હતું. ઉનાળાનો કાળ હતો. તેઓએ પણ શ્રેષ્ઠી સાથે જવા ભાવના વ્યક્ત કરી. શ્રેષ્ઠીએ પણ પોતાના ભાગ્યની પ્રશંસા કરતા તેઓને અનુમતિ આપી. સાધુ ભગવંતો તેમની સાથે ચાલ્યા. માર્ગમાં જંગલ આવ્યું. વર્ષાઋતુ શરૂ થઈ. સાર્થવાહે પણ અતિ દુર્ગમ પંથ જાણી ત્યાંજ પડાવ નાંખ્યો. આખું ચોમાસુ ત્યાંજ પસાર કરવા વિચાર્યું. આખો સાથે પણ ત્યાં રોકાઈ ગયો.
સાર્થની ખાદ્યસામગ્રી સમાપ્ત થઈ ગઈ. ભૂખની પીડાથી સાર્થના લોકો કંદમૂળ આદિનું ભોજન કરવા લાગ્યા. ત્યારે સાધુઓ આહારના અભાવે દુઃખી થવા લાગ્યા. કદાચ કંઈ યથાયોગ્ય મળી રહે તો તેઓ ગ્રહણ કરતા હતા. એ રીતે સમય વીતવા લાગ્યો, ચોમાસાનો થોડો કાળ બાકી રહ્યો. ત્યારે ધન્ય સાર્થવાહને વિચાર આવ્યો કે આ સાર્થમાં કોણ દુઃખી છે ? ત્યારે તેને યાદ આવ્યું કે મારા સાર્થમાં સાધુ ભગવંતો છે તેને કંદમૂળ ખપતા નથી. તે તપસ્વીઓ ઘણાં દુઃખી છે. કાલે સવારે જઈને તેમને વિનંતી કરીશ કે અમારું આમાંથી કંઈ લઈ શકો તો આપ આહાર ગ્રહણ કરો. આચાર્ય મહારાજે તે સાર્થવાહને કપ્ય-અકથ્ય આહારની સમજણ આપી કહ્યું કે, અમારા નિમિત્તે કંઈ કરવુંકરાવવું અમને ન કલ્પે. જો કોઈ ર્નિગ્ધ પદાર્થ કે કંઈ તૈયાર વસ્તુ હોય તો અમે ગ્રહણ કરી શકીએ.
ધન્ય સાર્થવાહે ત્યારે વિપુલ પ્રમાણમાં અને નિર્દોષ એવું ઘી નું દાન કર્યું. શુદ્ધ ભાવનાના ફળ રૂપે તેને ત્યાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. આ હતો ઋષભદેવનો (સમ્યકત્વ પ્રાપ્તિથી) પહેલો ભવ.
(૨) યુગલિક મનુષ્ય :- ધન્ય સાર્થવાહનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને દાનના પ્રભાવે ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક–મનુષ્ય થયો.
(૩) સૌઘર્મદેવલોક :- (ઋષભદેવનો જીવ) દેવકુરુમાં યુગલિક મનુષ્યનું આયુ પૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો.
(૪) મહાબલ :- ત્યાંથી ચ્યવીને (ઋષભદેવનો જીવ) આ જ જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહની ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વત ગાંધાર જનપદમાં ગંધસમૃદ્ધ વિદ્યાધર નગરમાં અતિબલ રાજાના દોહિત્ર શતબલરાજાનો પુત્ર મહાબલ થયો. તે રાજા બન્યો.
મહાબલ રાજા પોતાના મહેલમાં નાટક-પ્રેક્ષણ આદિમાં વિશેષ રત રહેતો હતો. તે વખતે તેના પરમમિત્ર અને શ્રાવક એવા સુબુદ્ધિ અમાત્યએ રાજાને ધર્મ સમજાવ્યો. (રાજાએ દીક્ષા ગ્રહણ કરી) શેષ આયુ બાકી રહ્યું ત્યારે બાવીસ દિવસનું ભક્ત પ્રત્યાખ્યાન કરી સમાધિ મૃત્યુ પામી, આયુ પૂર્ણ કર્યું.
(૫) લલિતાંગ દેવ :- (ઋષભદેવનો જીવ) ત્યાંથી ઇશાન કલ્પમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાંગ દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં સ્વયંપ્રભા દેવીમાં અત્યંત આસક્ત બન્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org