________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા.
૨૪૭
વૃક્ષના પુષ્પોની બનેલ માળાઓ સહિતનું છત્ર ધારણ કર્યું. તેની બંને બાજુ ઉત્તમ એવા શ્વેત ચામરો વીંઝાવા લાગ્યા. તેમને નિહાળતાં જ લોકો “જય-જય” એવા માંગલિક શબ્દો ઉચ્ચારવા લાગ્યા.
- આ પ્રમાણે અલંકૃત્ થઈને અનેક ગણનાયકો (ગણના સ્વામી), દંડનાયકો (–પોતાના દેશની ચિંતા કરનારા), રા–ઈશ્વર (ખંડિયા રાજા અને યુવરાજો), તલવર (રાજાએ સંતુષ્ટ થઈને પટ્ટાબંધ વડે વિભૂષિત કરેલા), મડંબના સ્વામી, કૌટુંબિકો (—કેટલાંક કુટુંબના સ્વામી), મંત્રી અને મહામંત્રીઓ, ગણગ (જ્યોતિષી), દ્વારપાળો, અમાત્ય (–વજીરો), ચાકરો, પીઠમર્દક, નગરજનો, નિગમ (વણિકજનો), શ્રેષ્ઠીઓ, સેનાપતિ, સાર્થવાહ, દૂત (–સંદેશવાહકો), સંધિપાલ (-સંધિ કરાવનારાઓ) આ બધાં વડે ઘેરાયેલ સિદ્ધાર્થ રાજા શ્વત મહામેઘમાંથી નીકળતા ચંદ્રની જેમ બહાર નીકળ્યા. તે ગ્રહ–નક્ષત્ર અને તારા ગણોની મધ્યે શોભતા ચંદ્રની જેમ શોભાયમાન હતા. એવા તે પ્રિયદર્શનવાળા નરપતિ સ્નાનગૃહથી બહાર નીકળ્યા.
સ્નાનગૃહથી બહાર નીકળતો એવો તે રાજા મનુષ્યોમાં ઇન્દ્ર સમાન, પુરુષોમાં વૃષભ સમાન, પુરષોમાં સિંહ સમાન એવો અતિશય રાજતે જરૂપ લક્ષ્મી વડે દીપી રહ્યો હતો. આવા રાજા (પૂર્વોક્ત ગણનાયક આદિથી પરીવરેલો) ખાનગૃહમાંથી નીકળીને બહાર સભાનું સ્થાન છે ત્યાં આવીને સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખી બેસે છે.
ત્યારપછી પોતાથી ઇશાન ખૂણામાં શ્વેત વસ્ત્રોથી ઢંકાયેલા અને સરસવ આદિ વડે માંગલિક ઉપચાર કરાયેલા એવા આઠ ભદ્રાસન ગોઠવાવે છે. તે પછી બહુ દૂર નહીં, બહુ નિકટ નહીં એ રીતે સભાના અંદરના ભાગમાં એક પડદો (યવનિકા) બંધાવી. આ પડદો વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી જડિત, અધિક દર્શનીય, મહામૂલ્યવાનું, ઊંચી જાતના વસ્ત્રો જ્યાં વણાતા હોય તેવા શહેરમાં બનેલો, બારીક રેશમમાંથી તૈયાર થયેલો, સેંકડો ચિત્રોથી ચિતરાવાયેલ અને મનને અચંબો પમાડે તેવો હતો. તે પડદા (યવનિકા)માં વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગરમચ્છ, પંખી, સર્પ, કિન્નર, રરમૃગ, સરભ, ચમરીગાય, હાથી, વનલતા, પઘલતા વગેરેના મનોહર અને આશ્ચર્યકારી ચિત્રો ચિતર્યા હતા. આવા પ્રકારની અત્યંતર યવનિકા અંતઃપુરને બેસવા માટે બંધાવી.
જ – તે પડદા (યવનિકા)ની અંદર વિવિધ પ્રકારના મણિ અને રત્નો વડે આશ્ચર્યકારી ભદ્રાસન મૂકાવ્યું. તે ભદ્રાસન ઉપર કોમળ રેશમી ગાદી પથરાવી, ગાદી ઉપર સફેદ વસ્ત્ર બીછાવ્યું. આવા અતિશય કોમળ અને શરીરને સુખાકારી સ્પર્શવાળું સુંદર સિંહાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મૂકાવ્યું. તે ભદ્રાસન મૂકાવ્યા બાદ કૌટુંબિક પરષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્ર અને અર્થના પારગામી, વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવો.
– ત્યાર પછી તે કૌટુંબિક પુરુષો સિદ્ધાર્થ રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું, ત્યારે હર્ષિત થયા, સંતોષ પામ્યા – યાવત્ – પ્રફૂલ્લિત હૃદયવાળા થઈને બે હાથ જોડી યાવતુ. સિદ્ધાર્થ રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળે છે. નીકળીને કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સ્વપ્નલક્ષણ પાઠકોના ઘર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org