________________
૩૨૬
આગમ કથાનુયોગ-૧
ભગવંત ત્યાંથી શ્રાવસ્તીનગરી પધાર્યા. ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં લોકો સ્કંદપ્રતિમા મહોત્સવ કરતા હતા. તે વખતે શક્રએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. તેણે જોયું કે, લોકો ભગવંતનો આદર કરતા નથી. પણ સ્કંદ પ્રતિમાની પૂજા કરી રહ્યા છે. તેથી તે દેવલોકથી નીચે આવ્યા. તે વખતે લોકો સ્કંદ પ્રતિમાને અલંકૃત્ કરી રથમાં લઈ જતા હતા. ત્યારે શક્રએ તે પ્રતિમામાં પ્રવેશ કર્યો. જ્યાં ભગવંત હતા ત્યાં ગયા. લોકો આશ્ચર્યથી અને સંતુષ્ટ થઈને બોલ્યા, અહો દેવ પોતે પધારી રહ્યા છે. શક્રએ પ્રતિમામાં રહીને પ્રતિમા દ્વારા ભગવંતને વંદન કર્યું. ત્યારે લોકોએ પણ તેનું અનુકરણ કર્યું “આ તો દેવના પણ દેવ છે.” એમ સમજી ભગવંતનો મહિમા પ્રવર્તાવ્યો.
ભગવંત ત્યાંથી કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં સૂર્ય અને ચંદ્રએ પોતાના વિમાનસહિત પ્રભુને વંદના કરી. પ્રભુનો મહિમા વધાર્યો. સુખશાતા પૂછી.
ત્યાંથી ભગવંત વારાણસી પધાર્યા. ત્યાં શક્રેન્દ્રએ આવીને સુખ શાતા પૂછી. ત્યાંથી ભગવંત રાજગૃહી પધાર્યા. ત્યાં ઇશાનેન્દ્રએ આવીને સુખશાતા પૂછી.
ત્યાંથી ભગવંત મિથિલા નગરી પધાર્યા. ત્યાં જનક રાજાએ તથા ધરણેન્દ્રએ આવીને ભગવંતની સુખશાતા પૂછી. ૦ ભગવંતનું અગિયારમું ચાતુર્માસ – વિશાલા નગરીમાં :
ભગવંત વિહાર કરીને વિશાલા નગરી પધાર્યા. ત્યાં ભગવંતે અગિયારમું ચોમાસુ કર્યું. ( આ અભિપ્રાય આવશ્યકવૃત્તિ અને કલ્પસૂત્ર વૃત્તિનો છે. આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ૩૧૫ ઉપર નિર્યુક્તિ-પ૧૭ની ચૂર્ણિમાં જણાવે છે કે, ભગવંતનું અગિયારમું ચાતુર્માસિ મિથિલામાં થયું. ત્યાં ભગવંતે ચોમાસી તપ અને ધ્યાન સાધના સાથે ચાતુર્માસ પસાર કર્યું) વિશાલાનગરીએ નાગકુમારના ઇન્દ્ર ભૂતાનંદે આપીને સુખશાતા પૃચ્છા કરી, પ્રશ્નોના ઉત્તર આપ્યા.
ત્યાંથી વિહાર કરી ભગવંત સુંસુમારરપુર ગયા. ત્યાં અમરેન્દ્રનો ઉત્પાત થયો. (આ ઘટના દશ આચર્યામાં પણ આવે છે. ભગવતી સૂત્ર–૧૭૦ થી ૧૭૭માં વિસ્તારથી આપેલી છે. અમે પૂરણ તાપસના કથાનકમાં તેની વિસ્તૃત નોધ કરી જ છે. જુઓ અન્યતીર્થિક કથા વિભાગમ પૂરણ તાપસની કથામાં) પ્રભુ સુસુમારપુર પધારીને ત્યાંના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે અમરેન્દ્ર ગર્વ કરીને શક્રને જીતવા સૌધર્મ દેવલોકે ગયો. તેથી શક્રએ રોષપૂર્વક તેના પર વજ છોડ્યું. વજથી ભયભીત ચમરેન્દ્ર પ્રભુના ચરણ કમળ આવીને શરણું સ્વીકારી રહ્યો. તેથી બચી ગયો.
ત્યાંથી વિહાર કરી ભગવંત ભોગપુર પધાર્યા. ત્યાં માહેન્દ્ર નામનો ક્ષત્રિય ભગવંતને જોઈને ખજૂરીનો કંડક વડે મારવા દોડ્યો. તે વખતે સનતુ કુમારેન્દ્ર ત્યાં આવ્યા. તેણે માહેન્દ્ર ક્ષત્રિયને અટકાવ્યો. ત્રાસ આપીને કાઢી મૂક્યો. પછી ભગવંતની સુખશાતા પૂછી. ત્યાંથી ભગવંત નંદીગ્રામ પધાર્યા. ત્યાં નંદી નામે ભગવંતના પિતાનો મિત્ર હતો તેણે ભગવંતનો મહિમા કર્યો. ત્યાંથી ભગવંત મેંટિકગ્રામ પધાર્યા. ત્યાં કૂમરગ્રામની જેમ ગોવાળ દોરડું લઈને ભગવંત મારવા દોડ્યો. ત્યાં એ જ રીતે શક્રેન્દ્રએ તેને અટકાવી, ત્રાસ આપી કાઢી મૂકયો.
ત્યાંથી ભગવંત કોસાંબી પધાર્યા. ત્યાં શતાનીક નામે રાજા હતો. તેની પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org