________________
કેવળી પ્રભુનો સાથ
જીવ નવાં કર્મો બાંધતો જાય છે. આમ નિર્જરા તથા આશ્રવ સતત ચાલતા હોવાને કારણે જીવનું પરિભ્રમણ પણ સતત ચાલ્યા કરે છે. આત્મા તથા કર્મનો સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવે છે. જેમ સોનું તથા પત્થર ખાણમાં એકરૂપ થઈને પડયાં હોય છે, તેમ આત્મા અને કર્મની બાબતમાં છે. પણ સુવર્ણ તથા માટીનું વિશુદ્ધિકરણ કરવાથી સુવર્ણ સુવર્ણરૂપ થાય છે અને માટી કે પત્થર જુદાં થઈ જાય છે. એ જ રીતે કર્મ તથા આત્માની એકરૂપતા છોડાવવા માટે તેનું વિશુદ્ધિકરણ જરૂરી બને છે. જે સાધનથી આત્મા નવાં કર્મ સ્વીકારતો નથી તે સંવર કહેવાય છે, અને જે સાધનથી જીવ પૂર્વ સંચિત કર્મોને ત્વરાથી ભોગવી કાઢતો જાય છે તે નિર્જરા કહેવાય છે. અમારી અને આપની વચ્ચે રહેલા અંતરને સંવર તથા નિર્જરાના ઉપયોગથી ઘટાડવું છે.
હે જિનદેવ! આપના તથા ગુરુજીના બોધથી અમને આ બધું માર્ગદર્શન મળે છે તે માટે ખૂબ ભક્તિભાવથી ઉપકાર માની આપના ચરણારવિંદમાં વંદન કરીએ છીએ. આપની કૃપા થકી અમને સમજ મળી છે કે, અમે કર્મ ભોગવવા માટે મળેલાં મન, વચન અને કાયા સાથે પોતાપણું કરીને અનેક નવાં કર્મો આત્મા પર લાદ્યા છે. આ લાદેલા કર્મોને કારણે જ અમે તમારાથી વિખુટા થઈ ગયા છીએ. આ વિખુટાપણું છેદવા અને બે વચ્ચેનું અંતર ઘટાડવા તમે અમને ઉપાય સૂચવ્યો છે કે, અમારે મન, વચન, કાયા સાથેનું ઐક્ય છોડી, આત્માના મૂળભૂત ગુણો સાથેનું ઐક્ય વિકસાવતા જવું જોઈએ. અને જ્યારે તે ત્રણે સાથેની એકતા પૂર્ણપણે નીકળી જશે ત્યારે અમે પણ તમારી માફક પરમાત્મસ્વરૂપ અનુભવી શકીશું.
પા એટલે કે કમળ જેમ પાણીમાં અનેક પ્રકારની ગંદકીની વચ્ચે પણ નિર્લેપ રહે છે, એ ક્યારેય પણ કાદવને પોતાની પાંખડીઓને સ્પર્શવા દેતું નથી, તેવી રીતે અમે પણ સંસારના કોઈ પણ પદાર્થમાં મારાપણું અનુભવ્યા સિવાય રહી શકીએ તો જ આત્મશુદ્ધિ મેળવી શકીએ. હે પદ્મપ્રભુ! આવો અમૂલ્ય બોધ અમને આપના થકી મળે છે, આ બોધને ઊંડાણથી સમજી શકીએ અને આચરણમાં ઊતારી શકીએ એવા