________________
કેવળી પ્રભુનો સાથ
તેમ છતાં કોઇ કારણસર લેનાર વસ્તુ લઇ શકે નહિ તે લાભાંતરાય કર્મ છે. આદિનાથ પ્રભુને એક વર્ષ સુધી ગોચરી મળી ન હતી કે ઢંઢણમુનિને ગોચરીમાં કંઈ મળ્યું ન હતું તે લાભાંતરાયનો પ્રકાર છે. (૧૫૫)
ભોગાંતરાય જે વસ્તુનો ભોગવટો એક જ વખત કરી શકાય તે ભોગ કહેવાય છે. ખોરાક, મિઠાઈ, વિલેપનની વસ્તુઓ, પુષ્પ આદિ ચીજો ભોગવવાની છે. આવી વસ્તુ મળવા છતાં ભોગવી ન શકાય તે ભોગાંતરાય કર્મ છે. ધનધાન્યની સમૃદ્ધિ હોવા છતાં રોગને કારણે માણી ન શકે તે ભોગાંતરાય કર્મ છે. સારાં ફળ ન ભાવે, ઉત્તમ વસ્તુઓ ન જચે તે પણ ભોગાંતરાય કર્મ છે. ઇત્યાદિ. (૧૫૬).
ઉપભોગાંતરાય જે વસ્તુનો એક કરતાં વધારે વખત ઉપયોગ કરી શકાય છે તે ઉપભોગ. વસ્ત્ર, પાત્ર, ઘરેણાં, ઘરબાર આદિ ઉપભોગ કરવાની વસ્તુઓ છે. તે વસ્તુઓની પ્રાપ્તિ હોવા છતાં ભોગવટો ન કરી શકે એ ઉપભોગાંતરાય કર્મ ગણાય. અથવા આવી વસ્તુઓ વિના ટળવળવું પડે એ પણ અંતરાય કર્મનો જ ઉદય કહી શકાય. (૧૫૭) વીર્યંતરાય પોતામાં શક્તિ જ ન હોય અથવા શક્તિ હોવા છતાં તેનો યથાર્થ ઉપયોગ ન થઈ શકે તે વીર્યંતરાય. પોતે બળવાન હોવા છતાં બીજા પાસે શક્તિ ખુલ્લી કરી શકે નહિ, તે વીઆંતરાય. જે અણસમજુ શક્તિનો ઉપયોગ કરી શકે નહિ તે બાળવીઆંતરાય અને મોક્ષાર્થે પોતાની શક્તિનો ઉપયોગ કરી ન શકે તે પંડિત વીઆંતરાય ગણાય છે. ગૃહસ્થ પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે નહિ તે બાલપંડિત વીર્યંતરાય ગણાય છે. (૧૫૮)
અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની હોય છે.
૨૫૬