________________
કેવળી પ્રભુનો સાથ
તેથી તેઓ ઉપર મુજબની સૂચના શ્રી પ્રભુ પાસેથી સાંભળે તો, પોતાની મોહબુદ્ધિને પંપાળવા મનગમતો અર્થ કરી પ્રવર્તે તેવી સંભાવના થઈ હતી. પ્રભુએ સ્ત્રીઓના નાચ જોવાની ના પાડી છે, પણ પુરુષોની ગરબી જોવાની ક્યાં ના કહી છે? આમ વિચારી ઇન્દ્રિયસુખ માણવા અર્થે પુરુષોની ગરબી જોવા રૂપ અંતરંગ સ્વછંદથી રાચતાં તેઓ અચકાય નહિ, અને કર્મબંધનમાં વિશેષ જકડાય. આ શક્યતા ટાળવા શ્રી મહાવીર પ્રભુએ અપરિગ્રહ માટે બે મહાવ્રત કડક નિયમો સાથે સૂચવી શિષ્યો પર મહદ્ મહદ્ ઉપકાર કર્યો હતો. આવા જ રાગબંધનમાં જીવ ન પડે તેવાં કારણે પૂર્વકાળમાં વપરાતાં રંગીન વસ્ત્રોને બદલે મુનિ માટે સફેદ વસ્ત્રો જ ધારણ કરવાનો નિયમ શ્રી મહાવીર પ્રભુએ આપ્યો હતો. આ વિચારણાનો આધાર લેતાં આપણને સમજાય છે કે બાવીશ તીર્થંકર પ્રભુના શાસનકાળમાં ચાર મહાવ્રત અને બે તીર્થકર પ્રભુના શાસનકાળમાં પાંચ મહાવ્રતની રચના શા માટે થયેલી છે.
કોઈ પણ ઘાતકર્મને વધારનાર પ્રવૃત્તિ પાપસ્થાનક તરીકે ઓળખાય છે. અને તે પ્રવૃત્તિનું સંયમન કરનાર આરાધનને શ્રી પ્રભુએ મહાવ્રતના પાલન તરીકે સમજાવ્યું છે. જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા સમર્થ બને તે મહાવ્રત અને મહદ્અંશે ક્ષીણ કરવા સમર્થ થાય તે અણુવ્રત કહેવાય છે. અણુ એટલે નાનું. અને ઘાતકર્મને ખૂબ ઉપ્ત કરે તે પાપસ્થાનક.
આ અપેક્ષાથી શ્રી પ્રભુએ આપેલા – વર્ણવેલા પાંચ મહાવ્રતનો આપણે અભ્યાસ કરીએ તો ચારે ઘાતકર્મ બાબત આપણે નીચે પ્રમાણે તારણ કાઢી શકીએ. આત્માના અનંત દર્શનગુણને આવરનાર દર્શનાવરણ કર્મ છે. તે તેની તરતમતા સાથે સંસાર ભજવાના આરંભકાળથી જીવની સાથે જોડાયેલું જ છે. તે કર્મનું વધવા ઘટવાપણું જીવ કઈ માત્રામાં હિંસા આચરે છે તેના આધારે નક્કી થાય છે, અને તેનું પૂર્ણ નિવારણ કરવા માટે પહેલું અહિંસાવ્રત છે. આત્માનાં અનંતજ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણ કર્મ છે. તે કર્મ પણ તેની તરતમતા સાથે સંસારના આરંભકાળથી જીવની સાથે જ જડાયેલું છે. આ કર્મની હાનિવૃદ્ધિ જીવ કઈ માત્રામાં મૃષાનો – અસત્યનો આશ્રય કરે છે તેના આધારે નક્કી થાય છે. તેથી તેનું પૂર્ણ નિવારણ સર્વ અપેક્ષાએ
૨૯૪