________________
કેવળી પ્રભુનો સાથ
ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયનું સેવન કરે છે, અને એ વિષય તથા કષાયના તરતમપણાના સુમેળથી જીવનું તીવ્ર કે મંદ મિથ્યાત્વ બંધાતું રહે છે. દેહસુખની આ વાસના તે મૈથુન છે.
આવી વાસના એકેંદ્રિય જીવોથી શરૂ કરી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના સર્વ જીવોમાં ભરી પડેલી જોવામાં આવે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં આ વાસના કેટલી જોરદાર રીતે વ્યક્ત થાય છે અને તેનાથી કેવી ખાનાખરાબી સર્જાય છે તેની જાણકારી લગભગ જીવોને હોવા છતાં, તેઓ તેનાથી બચી શકતા નથી. આવી દેહસુખની વાસનાની પૂર્તિ અર્થે કેટલાંય મોટાં મોટાં યુધ્ધો સર્જાયાં છે અને ઘાતક સંહાર પણ યોજાયા છે. આવી જ સ્થિતિ તિર્યંચો અને દેવોમાં પણ બનતી જોવામાં આવે છે. વાસના માટે તિર્યંચોમાં ઘણા પ્રકારે લડાઈ થાય છે, અને કોઈને કોઈ માર્યું પણ જાય છે. દેવોમાં પણ દેવીઓના હરણ થાય, દેવો સ્ત્રીનું હરણ કરે, રાક્ષસો સ્ત્રીને અનેક પ્રકારે વાસના સંતોષવા રંજાડે વગેરે પ્રસંગો સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં વર્તતું વિષયનું જોર બતાવે છે. આ વિષયને કારણે કષાય પણ ઉગ્રરૂપ ધારણ કરી વૈર વિરોધના વમળમાં જીવને ઢાંકે છે.
આવી વિષયવૃત્તિ માત્ર સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં જ છે, એવું નથી, તેનો આવિષ્કાર સર્વ અસંજ્ઞી જીવોમાં પણ પડેલો છે. ફરક એ છે કે મોહ તથા મિથ્યાત્વનું જોર અસંજ્ઞીપણામાં એટલું બળવાન છે કે તે જીવો પોતાના વિષય કષાયને સાચા રૂપમાં પ્રગટ પણ કરી શકતાં નથી, સંજ્ઞી જીવો એ લાગણીને પ્રગટપણે વ્યક્ત કરી શકે છે. આમ શ્રી પ્રભુના જણાવવા પ્રમાણે સંજ્ઞી જીવો કરતાં અસંજ્ઞી જીવોમાં વિષયકષાયનું જોર વધારે રહેલું છે. અસંજ્ઞી જીવો અભાનપણાની સ્થિતિમાં પણ મૈથુનસેવન કરે છે. એકેંદ્રિય જીવને અનુકૂળ સ્પર્શાદિની પ્રિયતા જે અવ્યક્તપણે છે તે મૈથુનસંજ્ઞા છે. આ જ રીતે અન્ય ત્રણ વિકસેન્દ્રિયની બાબતમાં સમજી શકાય તેમ છે.
દેહસુખની જે બળવાન વાસના જીવનમાં પ્રવર્તે છે, તેને આધારે જીવ સ્વઆત્માનો જ નકાર કરે છે; સદૈવ, સદ્ગુરુ અને સત્કર્મ પ્રતિ અશાતનાથી ભરેલી પ્રવૃત્તિઓ કરે છે. પોતાની દેહવાસના સંતોષવા કોઈ પણ પ્રકારનાં અકાર્ય કરતાં કે ગમે તેવા
૩૨૨