________________
કેવળી પ્રભુનો સાથ
કરી અંતરાય કર્મની ગાંઠ મજબૂત કરતો જાય છે. આ પ્રકારે અશુભ ભાવોની બોલબાલામાં જ જીવ રાચતો હોવાથી અશાતા વેદનીયના બંધનથી કોઈ પ્રકારે બચી શકતો નથી. તેના પરિણામમાં અશુભ નામકર્મ તથા નીચ ગોત્ર કર્મ ગાડીના ડબ્બાની જેમ જોડાઈ જાય છે.
આ બધાનો વિચાર કરીએ તો સહેલાઇથી સમજાય એવું છે કે કલહ પાપસ્થાનક કરતાં અભ્યાખ્યાન પાપસ્થાનક વધારે જોરદાર છે. આ કષાયમાં ક્રોધ અને માન કષાયની સાથે મૃષાનો આશ્રય વધતો હોવાથી જ્ઞાનાવરણના બંધની માત્રા પ્રમાણમાં વધી જાય છે. કલહમાં કષાયો પ્રગટ થાય છે ત્યારે તેનાં કારણો સત્ય વા અસત્ય હોઈ શકે છે, પણ અભ્યાખ્યાનમાં તો મૃષાના આશ્રય સાથે જ કષાયો તેની વિશેષતાવાળું રૂપ ધારણ કરે છે એ અપેક્ષાએ આ પાપસ્થાનક જીવને સ્વરૂપ પ્રતિ ન જવા દેવા માટે વિશેષ સફળ થાય છે.
અભ્યાખ્યાન પાપસ્થાનકનો સ્પર્શ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ કરી શકે છે, અને તેમાં પણ મનુષ્ય પોતાની ખીલેલી સંજ્ઞાનો દુરુપયોગ કરી અગ્રસ્થાન લઈ શકે છે નારકી જીવો પોતાનાં દુ:ખથી એટલા બધા ત્રાસેલા હોય છે કે અન્યની પ્રવૃત્તિ વિશે ટીકા ટીપ્પણ કરવાનો અવકાશ તેને ઓછો રહે છે. તિર્યંચોમાં એ પ્રકારની બુદ્ધિ પ્રમાણમાં ઓછી હોય છે અને સાથે સાથે પોતાનો ખોરાક આદિ મેળવી લેવા માટે તેનો મોટાભાગનો સમય વપરાઈ જતો હોવાથી આવી પ્રવૃત્તિમાં ઓછા જાય છે. તો દેવોને શાતાના નિમિત્તો ઘણા હોવાથી, શાતામાંથી બહાર નીકળી આવી કષ્ટકારી પ્રવૃત્તિમાં જવાની ઇચ્છા તેમને ભાગ્યે જ થતી હોય છે. ત્યારે ધન, સત્તા કે કીર્તિલોભની લાલસામાં મનુષ્યને આ પાપસ્થાનકનો સ્પર્શ અવારનવાર થતો રહે છે.
આ પાપસ્થાનથી બચવું હોય તેણે વિવેકપૂર્વક ધીરજ ગુણ ખીલવવો જરૂરી બને છે. જો પોતા પર આળ આવ્યું હોય તો તે પ્રસંગને ધીરજથી વિવેકપૂર્વક હલ કરે તો સત્ય પ્રગટ થઈ આવેલા આળથી બચી શકે છે. અને જો તેને બીજા પર આળ ચડાવી
३४८