________________
કેવળી પ્રભુનો સાથ
કષાયને ઉગ્ર કરે એવાં વાણી વર્તન કલહમાં થતાં હોવાથી બંનેને મોહનીય કર્મ જોરદાર અને લાંબા ગાળા માટેનું બંધાઈ શકે છે. કલહ કરતી વખતે ઇરાદાપૂર્વક અન્ય વ્યક્તિને દુઃખ તથા કષ્ટ આપવામાં આવતાં હોવાથી, અને એમ કરવામાં કલહ કરનાર વ્યક્તિને શાતા લાગતી હોવાથી અર્થાત્ અશુભમાં શાતાની માન્યતા રહેતી હોવાથી તે વ્યક્તિને બળવાન જ્ઞાનાવરણ બંધાય છે. એક જીવ બીજા જીવને કલહ કરતી વખતે અશાતામાં ખેંચી જઈ, અશુભભાવમાં લઈ જવારૂપ દૂભવણી કરી, હિંસામય પ્રવૃત્તિ કરી દર્શનાવરણ કર્મ પણ બાંધે છે. વળી, કલહ કરનાર બે કે બેથી વધારે વ્યક્તિઓ એકબીજાને સ્વરૂપથી વિમુખ થવાય એવી જ પ્રવૃત્તિમાં રાચતા હોવાથી અંતરાય કર્મ પણ ઉગ્રતાથી બાંધે છે. આમ કલહ પાપસ્થાને ક્રોધ, માનાદિ પાપસ્થાનો કરતાં વિશેષ ઘાતીકર્મો જીવ બાંધતો હોવાથી કલહને સ્વતંત્ર પાપસ્થાનક ગણાવી તેનું ઉગ્રપણું દર્શાવ્યું છે. કલહમાં જીવ ઇરાદાપૂર્વક અન્ય સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સાથે અશુભ વેરબંધ કરે છે, જે તેને ભાવિમાં બળવાન અશાતા વેદનીય રૂપે ભોગવવું પડે છે. આવી અયોગ્ય પ્રવૃત્તિ કરવાથી અશુભનામકર્મ તથા નીચગોત્ર બંધાય તે સમજી શકાય તેવું છે. આમ એક પક્ષીય ક્રોધ, માન, માયા કે લોભ કરવા કરતાં કલહ પાપસ્થાને જીવ વધારે બંધ કરી શકે છે, તેથી તેનાથી ખૂબ સાવચેત રહેવા જેવું છે.
આ પાપસ્થનાકનો સ્પર્શ મુખ્યતાએ સંશી પંચેન્દ્રિય જીવો કરતા હોય છે, અસંજ્ઞીને સમજપૂર્વક ભાવ કરવાની શક્તિ જ ન હોવાથી કલહ કરવાની આવડત તેઓમાં રહેતી નથી. નરકમાં જીવો પોતાના ક્રોધને વ્યક્ત કરવા માટે સતત કલહની સ્થિતિમાં જ જીવતા હોય છે, તિર્યંચ યોનિમાં તો અમુક અમુક પશુપંખી વચ્ચે જન્મજાત કલહની સ્થિતિ પ્રવર્તતી જોવા મળે છે, તેથી આ બે ગતિમાં કલહનું જોર વધારે દેખાય છે. મનુષ્ય ગતિમાં ઘણાખરા જીવોને આ પાપસ્થાનકને સ્પર્શવાનો પ્રસંગ જીવનમાં આવે છે, પણ આ ગતિમાં સંજ્ઞા ખૂબ ખીલેલી રહેતી હોવાથી, તેના દુરુપયોગના પ્રસંગે તેનું ઉગ્નરૂપ થાય છે, અને સદુપયોગના પ્રસંગોમાં કલહની શાંતિ ત્વરાથી થતી જોવા મળે છે. એટલે એ મનુષ્ય ગતિમાં કલહનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના
૩૪૬