________________
અઢાર પાપસ્થાનક
બંને પ્રકાર સમાઈ જાય છે. આ સાથે જીવ ઇષ્ટનો વિયોગ થશે તો, અનિષ્ટનો યોગ
થશે તો એવી ભયસંજ્ઞા સતત વેદતો હોવાથી રિત-અરિત નોકષાયમાં ભયસંજ્ઞા સતત બંધાય પણ છે અને અનુભવાય પણ છે. આમ ભય એ ધ્રુવબંધી, ધ્રુવોદયી તથા ધ્રુવસત્તાએ રહેનાર કષાય છે. વળી ઇષ્ટના વિયોગથી અને અનિષ્ટના યોગથી જીવ અરિતના વેદન સાથે શોક, અને જુગુપ્સા (ઘૃણા) પણ વેદતો હોય છે. જ્યારે ઇષ્ટનો વિયોગ કે અનિષ્ટનો યોગ થાય ત્યારે તે દુ:ખ અને ગમગીની વેદે છે, જે શોક કષાય તરીકે ઓળખાય છે. વળી, કેટલાક પદાર્થો પ્રતિ જો૨દા૨ અણગમો થાય ત્યારે તે ધૃણા કે જુગુપ્સાનું રૂપ ધારણ કરે છે, આથી અતિના પેટાવિભાગમાં આ કષાય પણ સમાઈ જાય છે. આ રીતે વિચારતાં રતિ-અતિ એ બેમાં બાકીના ચાર કષાય સમાય છે, અને ત્રણ વેદ મિથ્યાત્વને ઉદ્દીપ્ત કરતા હોવાથી દર્શનમોહના ભાગમાં જાય છે. ક્રોધ, માન, માયા તથા લોભનું મંદ સ્વરૂપ તે રતિ-અતિ. અન્ય પદાર્થ પ્રત્યેના ગમા-અણગમાના ભાવ માયા, લોભ, માન તથા ક્રોધને મજબૂત કરે છે. તેથી મંદકષાયો પણ આગળના વિકાસમાં અવરોધ કરતા હોવાથી તેને પણ પાપસ્થાનકમાં ગણાવી તેનાથી છૂટવાનું પ્રભુજીએ બોધ્યું છે. અને તે માટે યોગ્ય પુરુષાર્થ કરી કષાય નિવૃત્તિ કરવા ભલામણ કરી છે.
રિત-અતિથી મૂળ ચારે કષાયો વર્ધમાન થતા હોવાથી મોહનીય કર્મ બંધાય છે. ગમા-અણગમાના ભાવ દ્વારા પરમાં સુખબુદ્ધિ થતી હોવાથી જ્ઞાનાવરણના બંધ થાય છે. એ રિત-અતિથી અન્યની દુભવણી થયા વિના રહે નહિ તેથી દર્શનાવરણ કર્મ તેની પાછળ આવે જ છે. અને આ બધા ભાવો સ્વપરના આત્માને સ્વરૂપથી વંચિત કરતા હોવાથી ધ્રુવબંધી અંતરાય કર્મ પોતાનો ભાગ ભજવ્યા વગર રહે જ નહિ. આ પ્રકારે ચારે ઘાતી કર્મો બંધાવાથી તેના અનુસંધાનમાં અઘાતી કર્મો જોડાઈ જાય છે.
રિત-અતિથી બંધાતા કર્મોથી છૂટવા માટે સંતોષ ગુણ જીવને ખૂબ મદદ કરે છે. જીવમાં જો સંતોષ પ્રગટે તો સામાન્ય ગમા તથા અણગમાથી ત્વરાથી પર થઈ શકે છે, અને ભાવની અતિ તીવ્રતા નોકષાયમાં ન હોવાને લીધે જીવ સંતોષ ગુણથી ઘણા બધા પાપબંધથી છૂટી જાય છે.
૩૫૫