________________
અઢાર પાપસ્થાનક
પ્રવૃત્તિ તે માયામૃષાવાદ. આ પ્રકારની પ્રવૃત્તિ જીવને કર્મના બળવાન સકંજામાં લઇ જાય છે. જે મૂળ સ્વરૂપ હોય તેનાથી જુદું કે વિપરીત સ્વરૂપ છળનો આશ્રય કરી બતાવવું તે માયા. વાસ્તવિક સત્ય સ્વરૂપને ગોપવી તેનાથી વિપરીત રુપ પ્રગટાવી તેની પરંપરા સર્જવી તે માયા. આવી માયા કરવામાં ગૌણપણે મૃષા કે અસત્ય તો હોય જ છે, પણ તેની સાથે બળવાન જૂઠાણાનો આશ્રય કરવામાં આવે છે ત્યારે તે માયામૃષાવાદનું રૂપ ધારણ કરે છે. સંસારી પદાર્થોની પ્રાપ્તિની તીવ્ર આકાંક્ષા હોય ત્યારે તેને પૂર્ણ કરવા જીવ માયામૃષાવાદનો આશ્રય કરે છે ત્યારે તે આત્માર્થે પોતાનું બળવાન અહિત સાધે છે. માયા મોહનીયને અને મૃષા જ્ઞાનાવરણને ખૂબ બળવાન કરે છે. આ બંને પ્રકારો સાથે મળતાં બંનેની અહિતકારી પ્રવૃત્તિની માત્રા ઘણી વધી જાય છે. જેમ એક તોફાની બાળક તોફાન કરે અને તેમાં બીજું તોફાની બાળક તોફાન કરવામાં ભળે તો તેમનાં તોફાન બેવડા નહિ પણ ચાર ગણા થઈ જાય છે, તેવું જ કંઇક બે જુદા જુદા ઘાતી કર્મો એક પ્રવૃત્તિ કરવામાં બળવાનપણું પામે ત્યારે તેનાથી નુકશાન થવાની બાબતમાં પણ બને છે. ધર્મરાજાને દુત રમવાનું આમંત્રણ આપતી વખતે કૌરવો તરફથી માયામૃષાવાદનું આચરણ થયું હતું. માયામૃષાવાદમાં કષાયની તીવ્રતા ઘણી વધી જાય છે, અને ચારે ઘાતકર્મો બળવાનપણે બંધાય છે. માયા તથા મૃષાના તીવ્ર ભાવ સામે માન આદિ ગૌણપણે રહી તેને વિશેષપણે વકરાવે છે તે સમજાય તેવું છે. ખાલી માયા કે ખાલી મૃષા જીવનું જેટલું અહિત કરે છે તેનાથી અનેકગણું અહિત આ બે ઘાતકર્મો સાથે મળવાથી થાય છે માટે આ પાપસ્થાનકથી ચેતવા જેવું છે એમ પ્રભુએ કહ્યું છે.
આપણે જાણીએ છીએ કે એક ઘાતકર્મની જીવને વિશેષતા હોય, ત્યારે તેના અનુસંધાનમાં બીજા ઘાતકર્મો બંધાય જ છે, અર્થાતુ વધતી ઓછી માત્રામાં ચારે ઘાતકર્મ સાથે જ બંધાય છે, એક બંધાય અને બીજાં ન બંધાય એવું ક્યારેય બનતું નથી, તો પછી આ પાપસ્થાનકને જુદું જણાવવા પાછળ શ્રી પ્રભુનો શો હેતુ હોઇ શકે ? આ પ્રશ્ન ઉદ્ભવે છે. શ્રી પ્રભુની જ અસીમ કૃપાથી સમજણ આવે છે કે આ પાપસ્થાને એક સાથે બે પ્રવૃત્તિની ઉગ્રતા થતી હોવાથી જીવ તીવ્ર પરિણામથી ઘાતકર્મ
૩પ૭