________________
કેવળી પ્રભુનો સાથ
તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા રહે છે તે લોભ કષાય છે.
વચનયોગ – ગ્રહણ કરેલા વાચાવર્ગણાના પરમાણુના ઉદયથી બોલવાનો યોગ આવે તે વચનયોગ છે. વચનગુપ્તિ - અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય તે રીતે વાણીનો ઉપયોગ કરવો, જરૂર વિના બોલવું નહિ તે વચનગુપ્તિ.
વાસના - ઇન્દ્રિયોના સુખને મેળવવાની અદમ્ય કે મંદ ઇચ્છા તે વાસના.
વિનિવર્તના - મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધના.
વિપાકોદય – વિપાકોદય એ સંસારી સ્થિતિમાં કર્મના ઉદયને ભોગવવાનો પ્રકાર છે. વિપાકોદય એટલે કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી આત્માથી ભોગવાઈને ખરે તે. તેમાં નવાં કર્મબંધન થાય છે.
વિશુદ્ધિ – જેમ જેમ કષાયો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય છે, અને નિર્જરા વધતી જાય છે. આથી જ્યારે આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે ઘાતીકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ નહિ પણ પૂર્વસંચિત થાતીકર્મો સર્વથા નિર્જરી જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ વધતી જાય છે. વિશુદ્ધિ એટલે પવિત્રતા. વિષય(વિષયસુખ) વિષય એટલે ઇન્દ્રિયનું સુખ, ઇન્દ્રિયોને જેનાથી શાતા લાગે તે વિષય કહેવાય છે.
વિસંયોજન
જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને ચારિત્રમોહની અન્ય પ્રકૃતિરૂપ
-
પરિણમાવી અનંતાનુબંધીની સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. વીતરાગતા – વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ પ્રતિ રાગદ્વેષરહિતપણું. વીતરાગી આત્મા સંસારી પદાર્થોના ભોગવટાની રતિથી પર હોય છે, તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષી શકતા નથી, શુભાશુભ કર્મના ઉદયમાં નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત હોય છે અને સર્વથી અલિપ્ત રહી આત્મા આત્મરસમાં રમમાણ રહે છે.
૩૮૮
વીર્ય - વીર્ય એટલે શક્તિ. વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે.
-
વીર્યંતરાય - પોતામાં શક્તિ ખીલી ન હોય અથવા શક્તિ હોવા છતાં તેનો યથાર્થ ઉપયોગ ન થઈ શકે તે વીર્યંતરાય.
વેદકતા - અનુભવવાપણું.
વેદક સમ્યક્ત્વ - ક્ષાયિક સમકિત લેતાં પહેલાના અનંતર સમયે જીવ મિથ્યાત્વનાં છેલ્લાં પુદ્ગલો ભોગવી લે છે અને એક પણ મિથ્યાત્વનું નવું પરમાણુ ગ્રહણ કરતો નથી અને તે પછીના જ સમયે તેને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એક સમયના મિથ્યાત્વના માત્ર ભોગવટાના કાળને વેદક સમ્યક્ત્વ કહે છે.
-
વેદનીય કર્મ - વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુ:ખનો અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી