Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 422
________________ શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને કારણે સર્જાય છે. વૈક્રિય શરીર - વિક્રિયા એટલે ફેરફાર. દેવો તથા નારકીને વૈક્રિય શરીર હોય છે. તેમને શરીરમાં વિક્રિયા કરવાની શક્તિ હોવાને લીધે વૈક્રિય કહેવાય છે. તેઓ પોતાનાં શરીરને નાનું મોટું કરી શકે છે, સુરૂપ કે કુરૂપ બનાવી શકે છે, ખેચર, કે ભૂચરમાં ફેરવી શકાય છે, આમ ફેરફાર કરવાની વિવિધતાભરી શક્તિ તેમનામાં હોવાથી તેમનાં શરીર વૈક્રિય કહેવાય છે. તેમનાં શરીરમાં હાડકાં હોતાં નથી. - વૈરાગ્ય – વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની ભાવના, સંસારના ભોગ ઉપભોગમાં જવાના ભાવની મંદતા. વ્યવહા૨નય - રોજિંદા જીવનની પ્રવૃત્તિની અપેક્ષા. શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને શાંત કરવા તે શમ. શાતાવેદનીય - શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે. આ સુખમાં પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવાતા પૌદ્ગલિક સુખોની ગણતરી કરવામાં આવી છે. જીવની સુખની માન્યતા પ્રમાણે સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા વેદનીય. શિક્ષાવ્રત – જે વ્રત પાલનમાં સમજણ વધે છે તેવા ચાર શિક્ષાવ્રત શ્રાવકનાં બાર વ્રતમાં ગણાયાં છે. ૧. સામાયિક વ્રત ૨. દેશાવગાસિક વ્રત (રોજેરોજની હરવાફરવાની મર્યાદા) ૩. પૌષધ વ્રત (એક દિવસનું સાધુજીવન) ૪. અતિથિસંવિભાગ વ્રત (પૂર્વે જણાવ્યા પરિશિષ્ટ ૧ વિના આવેલા સાધુ કે શ્રાવકનો આદર સત્કાર કરવો). શુક્લધ્યાન - આત્માની નિર્વિકલ્પ સ્થિતિ. શોક નોકષાય - રડવું, દિલગીર થવું, ગમગીની લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે, અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે. ૩૮૯ શ્રુતકેવળીપણું - સમ્યજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું આવે છે. આ જાણકારીમાં સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ તો શ્રી કેવળીપ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન શ્રુત તથા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું કહેવાય છે. શ્રુતજ્ઞાન - શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર તે શ્રુતજ્ઞાન. શ્રેણિ - આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણી કહેવાય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીના દરેક સ્થાને જીવ વધુમાં વધુ અંતર્મુહૂર્તકાળ સુધી રહે છે અને ઓછામાં ઓછો એક સમય ટકે છે. શ્રેણી બે પ્રકારે કહી છેઃ ઉપશમ અને ક્ષપક. સકામ નિર્જરા પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી પશ્ચાતાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. - સચેત પરિગ્રહ – સચેત પરિગ્રહ એટલે કુટુંબીજનો, દાસ, દાસી, અનુચરો, પશુપંખીરૂપ પરિવાર

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442