Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha
Catalog link: https://jainqq.org/explore/034409/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૧ સરયુ રજની મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર વર્ધમાન સ્વામી Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૧ સરયુ રજની મહેતા પ્રકાશક શ્રેયસ પ્રચારક સભા મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ ૪૦૦ ૦૩૮. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રેયસ પ્રચારક સભા વતી શ્રી જે. બી. મોદી મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ 400038. અને વકીલ્સ, ફેફર એન્ડ સાયમન્સ પ્રા. લી. વતી શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025. મુદ્રક : વકીલ એન્ડ સન્સ પ્રા. લી. વતી શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025. ISBN No. : 978-81-87111.98-6 પ્રથમ આવૃત્તિ : ઈ. સ. 2007 પ્રત : 3000 કિંમત : રૂા. ૫૦/ પ્રાપ્તિસ્થાન : શ્રેયસ પ્રચારક સભા મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ 400 038. ફોન : 91-22-22615587 શ્રી યોગેશ જૈન સતયોગ, સ્વામી વિવેકાનન્દ મારગ, રામકૃષ્ણ મીશન પાસે રાજકોટ 360 001 ફોન : 91-281-2366420 ડો. નિમુબેન ઝવેરી સનફલાવર, 4th ફલોર, રાજાવાડી પાસે, ઘાટકોપર, મુંબઈ 400 077. ફોન : 91-22-2516 3461 શ્રી દિલિપભાઈ જે. સંઘવી ૫૦-બી સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા રોડ, અમદાવાદ - 380 013 ફોન : 91-079-27552957; 079-27552256 Shree Chandubhai S. Parekh (50-51) Guide Bldg., 13th Floor, L. D. Ruparel Marg, Off. Nepean Sea Road, Mumbai 400 006 Ph: 91-22-23697288/23625806 Shri Jayesh J. Doshi 3-4, Mihir Park Society, Old Padra Road, Vadodara 390 020 Ph: 91-265-2340850 Hareshbhai C. Sheth 27 Woodfield Center, Princeton, N. J. 08540. USA (H): 732-422-8385 (C): 609.510-8760 Anurag H. Thakor 6885 Baird Dr. Plano, TX 75024. USA (H): 972-491-7551 (C): 469-644-8965 Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પ્રાકથન xix આત્મવિકાસની યાત્રા ................ xxviii પ્રકરણ ૧: ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ ........... ૧. ૨. ૩. શ્રી આદિનાથ પ્રભુ .... સંસારનું પરિભ્રમણ - ૨; સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધીનો વિકાસ - ૨; સુખ મેળવવાની અને ઉત્તમ સાથે જોડાવાની ભાવના - ૩. શ્રી અજીતનાથ પ્રભુ ..... અંતવૃત્તિ સ્પર્શનો પ્રભાવ - ૩; વિશેષ વિકાસ કરવાની જીવની ઇચ્છા - ૪. શ્રી સંભવનાથ પ્રભુ સન્માર્ગે વિકસવાનો સંભવ - ૫; દોષમુક્ત કરવા માટે તથા સદ્ગુરુ મેળવવા માટે પ્રભુને વિનંતિ - ૬. શ્રી અભિનંદન સ્વામી ....... પ્રભુનાં દર્શનની દુર્લભતા - ૭; સદ્ગુરુ મેળવવાની અગત્ય - ૮; પ્રભુદર્શનની ઝંખના - ૮. શ્રી સુમતિનાથ જિન ........ પ્રભુદર્શનની ઝંખનાનું પ્રગટીકરણ - ૯; બહિરાત્મભાવની સમજણ - ૧૦; સુમતિ આપવા માટે પ્રભુને વિનંતિ - ૧૧; ગુરુ પ્રાપ્તિની ઇચ્છા – ૧૧. ૪. Page #7 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૬. શ્રી પદ્મપ્રભુજી પ્રભુનો પરમાત્મભાવ અને સાધકનો બહિરાત્મભાવ ૧૧; ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર વધારનાર કર્મ પ્રકૃતિ ૧૨; આત્મા સાથેનું કર્મનું જોડાણ ૧૩; સદ્ગુરુની પ્રાપ્તિ થકી અને તેમના બોધથી ભક્ત ભગવાન વચ્ચેનું અંતર ઘટે છે ૧૪; સદ્ગુરુના બોધથી જળકમળવત્ રહેવાની શીખ અને ચાવીની પ્રાપ્તિ - ૧૪; ઉપશમ સમિત સુધીનો વિકાસ - ૧૫. ૭. શ્રી સુપાર્શ્વ જિન પ્રભુની કૃપાથી માર્ગપ્રાપ્તિ માટે ઉપાદાનની તૈયારી - ૧૬; ઉપાદાન સાથે નિમિત્તની જરૂરિયાત - ૧૭; ઉપાદાન તથા નિમિત્તના સુમેળથી થતી સંસારની અલ્પતા - ૧૭; સમકિતની પ્રાપ્તિ થતાં પ્રભુની સાચી ઓળખ - ૧૭. પાન ક્રમાંક ૮. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી સમ્યક્દર્શનની પ્રાપ્તિ ૧૮; પ્રભુનાં દર્શન કરવાથી થતી જીવનની સાર્થકતા - ૧૯; વર્તમાન સ્થિતિ સુધી રહેલો પ્રભુદર્શનનો અભાવ - ૧૯. – ૯. શ્રી સુવિધિનાથ સ્વામી જ્ઞાન, દર્શન, તથા ચારિત્રની વિશુદ્ધિ કરવાથી થતો આત્મવિકાસ ૨૧; ઘાતીકર્મો વિશુદ્ધિ થતાં અટકાવે છે - ૨૧; દર્શનની વિશુદ્ધિ કરવાનો ઉપાય તથા તેની વિધિ - ૨૨,૨૩. ૧૦. શ્રી શીતલનાથ પ્રભુ આત્માની શાંતિ તથા શીતળતા વધારવા માટે પ્રભુને વિનંતિ - ૨૬; જ્ઞાનાવરણ તોડી માર્ગનાં રહસ્યો પામવાની ઇચ્છા - ૨૬; મળેલાં જ્ઞાનના પ્રભાવથી પ્રભુમાં દેખાતાં વિરોધી તત્ત્વોનું સમાધાન -૨૭ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન ઘાતીકર્મો બંધાવાની સમજ- ૩૧; ચારિત્રને વિશુદ્ધ કરવાનો ઉપાય - ૩૨. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી દેવોની સમૃદ્ધિ - ૩૬; સમૃદ્ધ દેવોને પણ પૂજનીય એવા પ્રભુની મહત્તા – ૩૬; માનવદેહનું સાર્થકપણું - ૩૭; માર્ગપ્રાપ્તિમાં રહેલાં વિઘ્નો - ૩૮; વિઘ્નોને દૂર કરી માનવજીવન સાર્થક કરવાની અભિલાષા - ૩૯. vi ૧૧ ૧૫ ૧૮ ૨૦ ૨૫ ૩૧ ૩૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક ૪૦ ૧૩. શ્રી વિમલ જિનદેવ ...... આત્માને મળરહિત કરવાની તમન્ના - ૪૦; પ્રભુનાં દર્શન કરવાથી થતી તૃપ્તિ - ૪૧; ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ - ૪૧; સિધ્ધ પ્રભુનાં દર્શન - ૪૩; પ્રભુ તરફથી એમના જેવા થવાનું અભયવચન - ૪૩. ૧૪. શ્રી અનંતનાથ જિન શેષ ઘાતકર્મોનો નાશ કરવા માર્ગદર્શન માગવું - ૪૪; આજ્ઞામાર્ગ - ૪૫; તે માર્ગે ચાલવામાં અનુભવાતી કઠણાઈ - ૪૫; કઠિનાઈથી બચાવવા માટેની વિનંતિ – ૪૭. ४४ ४८ ૧૫. શ્રી ધર્મનાથ પ્રભુ સ્વછંદ ટાળવા માટે પ્રભુને વિનંતિ - ૪૮; પાંચમા ગુણસ્થાનની પ્રાપ્તિ - ૫૦. ૫૨ ૧૬. શ્રી શાંતિનાથ પ્રભુ પ્રભુકૃપાથી થતી શાંતિની વૃદ્ધિ - ૫૩; મન, વચન તથા કાયાની સોંપણી પ્રભુને કરવાથી છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ - ૫૪; મનથી મૌનતા - ૫૫. ૫૫ ૫૯ ૭. શ્રી કુંથુનાથ સ્વામી ........... મન પર સંયમ લેવાની કઠણાઈ - ૫૬; દુરારાધ્ય મનને નાથનાર પ્રભુની વશેકાઈ - ૫૭; મનને વશ કરવા માટે સહાય આપવા પ્રભુને વિનંતિ - ૫૮. શ્રી અરનાથ પ્રભુ ......... વ્યવહારનયમાંથી નિશ્ચયનય તરફ પ્રગતિ - ૬૦; તેનાથી મળતી મનને નાથવાની ચાવી – ૬૧; નિર્વિકલ્પતાની અંશે પ્રાપ્તિ - ૬૨. ૧૯. શ્રી મલ્લિનાથ જિન .... નિર્વિકલ્પતાની વૃદ્ધિ - ૬૩; ઉજાગર દશા - ૬૪; તે દશાના જીવનું વર્ણન – ૬૫. ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી નિર્વિકલ્પતા અને નિર્વિચારતા - ૬૭; સવિકલ્પ દશામાં ઇચ્છનીય ભાવો - ૬૮; ગ્રહણ કરેલા ઋણની ચૂકવણી – ૬૯; આજ્ઞાપાલનનું ફળ – ૭૦; અનેકાંતવાદની મહત્તા - ૭૧. ૬૨ ............ ... ૭૨ ૨૧. શ્રી નમિનાથ પ્રભુ ... જઘન્ય તથા ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું – ૭૨; તેનાથી જાગતો પદર્શન વિવેક – ૭૪. Page #9 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક ૨૨. શ્રી નેમિનાથ પ્રભુ .... વ્રતપાલનના આધારથી શ્રેણિની તૈયારી – ૭૭; આત્મશુદ્ધિ કરવાની નેમ - ૭૮; નેમપ્રભુનાં જીવનમાંથી મળતો બોધ - ૭૮. ૨૩. શ્રી પારસનાથ પ્રભુ પ્રભુની જીવને પોતા સમાન કરવાની સિદ્ધિ - ૮૧; સર્વજ્ઞપણાની જાણકારી – ૮૨. ૮૧ ૨૪. શ્રી મહાવીર વર્ધમાન સ્વામી ...... કેવળ પ્રભુની અંતરદશા - ૮૫; જીવનાં વીર્યના ત્રણ પ્રકારો - ૮૬. ૮૯ ૯૦ પ્રકરણ ૨: સમ્યકત્વ પરાક્રમ સંસારી જીવની સ્થિતિ.. જીવને દયનીય સ્થિતિમાંથી બચાવનાર પંચપરમેષ્ટિ ભગવંત ........ સમ્યક્દર્શનનો મહિમા. તેની પ્રાપ્તિમાં રહેલું પરાક્રમ ........ તેની પ્રાપ્તિ માટે ઉપાદાન તથા નિમિત્તનો સુમેળ જરૂરી......... આત્મશુદ્ધિ કરવા માટે જરૂરી ભાવો . જીવનું પહેલું સોપાન અંતવૃત્તિસ્પર્શ. ........................... નિશ્ચયથી વ્યવહાર સમકિતની પ્રાપ્તિ તે બીજું સોપાન ....... યથાપ્રવૃત્તિકરણ....... તે પછી પ્રગટતી ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ અને પ્રાયોગ્ય લબ્ધિ...... કરણલબ્ધિ પ્રાપ્ત કરનારને અવશ્ય સમકિત થાય છે ........... ................ કરણલબ્ધિના ત્રણ ભેદ – અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ...... ૧OO ૧૦૨ ૧૦૨ vili Page #10 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વકરણમાં થતાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ ....... અંતરકરણ.. ઉપશમકરણ, સંક્રમણ, ઉદ્દીરણા, નિધ્ધત, ઉર્તન, અપવર્તન, નિકાચના.. પ્રથમ ઉપશમ સમકિત . ઉપશમ સમકિત સમ્યક્ત્વ પરાક્રમનું ત્રીજું સોપાન . સદ્ગુરુની સાચી ઓળખ. પ્રાર્થના, ક્ષમાપના, અને મંત્રસ્મરણની જાણકારી આવવી અનંતાનુબંધી ચોકડી અને મિથ્યાત્વનું અલ્પત્વ કરવું.. ક્ષયોપશમ સમકિત એ સમ્યક્ત્વ પરાક્રમનું ચોથું સોપાન. ક્ષાયિક સમકિત આ સિદ્ધિનું પાંચમું સોપાન. વેદક સમ્યક્ત્વ. જીવનાં લક્ષણ છઠ્ઠું ગુણસ્થાન એ સમ્યક્ત્વ પરાક્રમનું છઠ્ઠું સોપાન સાતમું ગુણસ્થાન એ સમ્યક્ત્વ પરાક્રમનું સાતમું સોપાન. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનની પ્રશ્નોતરી છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને પૂર્ણતા મેળવવા જીવે કરવાની તૈયારી સમ્યક્ત્વનાં સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપારૂપ ચાર અંગો. સમ્યક્ત્વનું મુખ્ય અંગ શમ આલોચના... નિંદા ગઈ ix અનુક્રમણિકા પાન ક્રમાંક ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૬ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૩ ૧૧૫ ૧૧૬ ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૧૨૨ ૧૨૪ ૧૨૫ ૧૨૭ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક છે આવશ્યક સામાયિક.. ચોવિસંથો....... વંદણા .... પ્રતિક્રમણ. કાયોત્સર્ગ ....... ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૧ ૧૪૨ પ્રત્યાખ્યાન ...... ૧૪૩ સ્તુતિમંગલ .. કાળની પ્રતિલેખના . ૧૪૩ ૧૪૫ પ્રાયશ્ચિત..... ક્ષમાપના... ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ સ્વાધ્યાય . વાચના પ્રતિપ્રચ્છના .. પરાવર્તના અનુપ્રેક્ષા . ૧૫૧ ૧૫૨ ૧૫૩ ધર્મકથા , , , , , , ૧૫૩ ૧૫૪ શ્રતનું આરાધન મનની એકાગ્રતા ૧૫૫ સંયમ ...... ૧૫૬ ૧૫૭ તપ વ્યવદાન ........ ૧૫૭ ૧૬૦ સુખશાતા .......... અનાસક્તિભાવ ...... ૧૬૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક ૧૬૧ વિવિક્ત શયનાસન .... વિનિવર્તના ... ૧૬૨ નવ પ્રકારનાં પ્રત્યાખ્યાન ............ ૧૬૪ ૧૬૯ ૧૭) ૧૭૧ પ્રતિરૂપતા અને વૈયાવૃત્ય સર્વગુણસંપન્નતા તથા વીતરાગતા ક્ષાંતિ અને મુક્તિ ઋજુતા તથા મૃદુતા, ભાવસત્ય, કરણસત્ય, યોગસત્ય મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ ૧૭૨ ૧૭૩ ............. ૧૭૪ મન, વચન તથા કાયાની સમાધારણા ......... ૧૭૬ ૧૭૭ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સંપન્નતા સયોગી કેવળીપણું એ સમ્યકત્વ પરાક્રમનું આઠમું સોપાન ...... ૧૮૦ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ ......... ૧૮૦ ચાર કષાયનો જય ......... ૧૮૨ ૧૮૩ યોગનો નિરોધ આત્માની સિદ્ધ અવસ્થા એ સમ્યકત્વ પરાક્રમનું નવમું અને અંતિમ સોપાન............. ૧૮૪ ૧૮૭ પ્રકરણ ૩: અષ્ટકમ કર્મબધ્ધ આત્મા એટલે જીવ ... ૧૮૭ જીવનાં દશ પ્રાણ ........ ૧૮૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક જીવનાં કર્મબંધનાં પાંચ કારણો . મિથ્યાત્વ.. અવિરતિ....... પ્રમાદ કષાય .... ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯) યોગ .... ૧૯૦ કર્મબંધના પ્રકાર - પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ..... ૧૯૧ આઠ પ્રકારનાં કર્મ ........ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૨. ૨૧૩ તે કર્મની ૧૫૮ (કે ૧૪૮) ઉત્તર પ્રકૃતિનો કોઠો..... ૧. જ્ઞાનાવરણ કર્મ ..... તેનાં પાંચ પ્રકાર : મતિજ્ઞાન ૧૯૭; શ્રુતજ્ઞાન - ૨૦૧; અવધિજ્ઞાન - ૨૦૭; મન:પર્યવજ્ઞાન - ૨૧૦; કેવળજ્ઞાન - ૨૧૧. દર્શનાવરણ કર્મ તેનાં નવ પ્રકાર : ચક્ષુદર્શનાવરણ - ૨૧૫; અચક્ષુદર્શનાવરણ - ૨૧૫; અવધિદર્શનાવરણ - ૨૧૫; કેવળદર્શનાવરણ - ૨૧૫; નિદ્રા - ૨૧૬; નિદ્રા નિદ્રા - ૨૧૭; પ્રચલા - ૨૧૭; પ્રચલા પ્રચલા - ૨૧૭; થિણદ્ધિ – ૨૧૭. ૩. વેદનીય કર્મ ..... તેનાં બે પ્રકાર : શાતા વેદનીય - ૨૧૮; અશાતા વેદનીય - ૨૧૯. મોહનીય કર્મ તેનાં બે પ્રકાર: દર્શન મોહનીય -૨૨૨; ચારિત્ર મોહનીય -૨૨૪. દર્શનમોહનાં ત્રણ પ્રકાર - ૨૨૨; ચારિત્રમોહનાં પચ્ચીસ પ્રકાર -૨૨૪. આયુષ્ય કર્મ તેનાં ચાર પ્રકાર : દેવાયુ -૨૩૧; મનુષ્યાય -૨૩૨; તિર્યંચાયુ -૨૩૨; નરકાયુ - ૨૩૨: નિરુપક્રમ અને સોપક્રમ આયુ - ૨૩૩. ૨૧૮ ૨૨૧ ૫. ૨૩૧ xii Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક ૨૩૫ નામકર્મ તેનાં ૯૩ કે ૧૦૩ પ્રકારઃ ચોદ પિંડપ્રકૃતિઓ - ૨૩૫; ચાર પ્રકારે ગતિનામ કર્મ - ૨૩૫; પાંચ પ્રકારે જાતિ નામકર્મ - ૨૩૬; પાંચ પ્રકારે શરીર નામકર્મ - ૨૩૬; ત્રણ પ્રકારે અંગોપાંગ નામકર્મ - ૨૩૮; પાંચ કે પંદર પ્રકારે બંધન નામકર્મ - ૨૩૮; પાંચ પ્રકારે સંઘાતન નામકર્મ - ૨૩૯; છ પ્રકારે સંહનન નામકર્મ - ૨૪૦; છ પ્રકારે સંસ્થાન નામકર્મ - ૨૪૧; પાંચ પ્રકારે વર્ણ નામકર્મ – ૨૪૨; બે પ્રકારે ગંધ નામકર્મ - ૨૪૨; પાંચ પ્રકારે રસ નામકર્મ - ૨૪૨; આઠ પ્રકારે સ્પર્શ નામકર્મ - ૨૪૩; ચાર પ્રકારે આનુપૂર્વી નામકર્મ - ૨૪૩; બે પ્રકારે વિહાયોગતિ નામકર્મ - ૨૪૪; આઠ પ્રત્યેક પ્રકૃતિ - ૨૪૪; પરાઘાત નામકર્મ – ૨૪૫; ઉચ્છવાસ નામકર્મ - ૨૪૫;આપ નામકર્મ - ૨૪૫; ઉદ્યોત નામકર્મ - ૨૪૫; અગુરુલઘુ નામકર્મ - ૨૪૬; તીર્થકર નામકર્મ - ૨૪૭; નિર્માણ નામકર્મ - ૨૪૭; ઉપઘાત નામકર્મ – ૨૪૭. નામકર્મની ત્રસદશક અને સ્થાવરદશક પ્રકૃતિઓ – ૨૪૭; ત્રસ અને સ્થાવર નામકર્મ - ૨૪૮; બાદર અને સૂમ નામકર્મ - ૨૪૮; પર્યાપ્ત અને અપર્યાપ્ત નામકર્મ - ૨૪૯; પ્રત્યેક અને સાધારણ નામકર્મ - ૨૫૦; સ્થિર અને અસ્થિર નામકર્મ - ૨૫૦; શુભ અને અશુભ નામકર્મ - ૨૫૧; સુસ્વર અને દુસ્વર નામકર્મ - ૨૫૧; સુભગ અને દુર્ભગ નામકર્મ - ૨૫૨; આદેય અને અનાદેય નામકર્મ - ૨૫૨; યશકીર્તિ અને અપયશ નામકર્મ - ૨૫૨. ગોત્રકર્મ તેનાં બે પ્રકાર : ઉચ્ચ ગોત્ર - ૨૫૩; નીચ ગોત્ર - ૨૫૪. અંતરાય કર્મ તેનાં પાંચ પ્રકાર : દાનાંતરાય - ૨૫૫; લાભાંતરાય - ૨૫૫; ભોગાંતરાય - ૨૫૬; ઉપભોગાંતરાય - ૨૫૬; વીઆંતરાય - ૨૫૬. કર્મ પ્રકૃતિનો ક્રમ ••••••• કર્મની મુખ્ય દશ અવસ્થાઓ બંધ - ૨૬૧; ઉદય - ૨૬૧; ઉરિણા - ૨૬૨; સત્તા - ૨૬૩; ઉદ્વર્તન - ૨૬૩; અપવર્તન - ૨૬૩; સંક્રમણ - ૨૬૪; ઉપશમન- ૨૬૪; નિસ્બત - ૨૬૫; નિકાચિત - ૨૬૫. કર્મની ૪૨ પુણ્યપ્રકૃતિ ૨૫૩ N ૨૫૪ ૨૫૭ ૨૬૧ ૨૬૬ xiii Page #15 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક ૨૬૬ ૨૬૮ કર્મની ૮૨ પાપ પ્રકૃતિ અંતરાયના ક્ષયનો ઉપાય જ્ઞાનાવરણના ક્ષયનો ઉપાય દર્શનાવરણના ક્ષયનો ઉપાય .... ••••••........... ૨૬૯ ૨૬૯ મોહનીયના ક્ષયનો ઉપાય ....... ૨૬૯ ૨૭૩ પ્રકરણ ૪: અઢાર પાપસ્થાનક ઘાતી અઘાતી કર્મની મૂળ આઠ પ્રકૃતિ અને ઉત્તર ૧૪૮ કે ૧૫૮ પ્રકૃતિ .................... ૨૭૩ કર્મબંધનાં કારણો ....... ૨૭૭ મિથ્યાત્વ ........ ૨૭૭ અવિરતિ .............. ૨૭૮ પ્રમાદ ૨૭૮ કષાય .............. ૨૭૯ યોગ .... ઇન્દ્રિયો વધતાં જીવના યોગ બળવાન થાય છે ... ૨૮૦ ૨૮૨ આઠ પ્રકારની પુદ્ગલ વર્ગણાઓ ................ પુદ્ગલ વણાઓથી થતો પ્રદેશબંધ ............... ૨૮૪ જીવને પાપબંધમાં લઈ જનાર અઢાર પાપસ્થાનક ........... ૨૮૭ જીવ ચારે પ્રકારનાં ઘાતકર્મો કેવી રીતે બાંધે છે? .......... ૨૮૮ - - - - - - - - - - - - - , ચાર ઘાતકર્મોનો નાશ કરવા ચાર ઉત્તમ ગુણોની ખીલવણી ...... ૨૯૨ XIV Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં પાંચ મહાવ્રત અને વચ્ચેના બાવીશ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત .. ૨૯૨ ૨૯૬ પહેલું પાપસ્થાનક હિંસા . એકથી ચાર ઇન્દ્રિયોવાળા જીવોની હિંસાથી દર્શનાવરણ કર્મ બંધાય - ૩૦૦; તેના અનુસંધાનમાં બાકીનાં કર્મનાં બંધન થાય - ૩૦૦; દર્શનાવરણ કર્મની સમજ - ૩૦૧; તે કર્મ વિનાશવા ક્ષમાનો ગુણ વિકસાવવો – ૩૦૩. ૩/૪ બીજું પાપસ્થાનક મૃષાવાદ .... મૃષાનો અર્થ – ૩૦૪; મૃષા આચરવાથી જ્ઞાનાવરણ કર્મ બંધાય - ૩૦૫; તેના થકી બાકીનાં કર્મનાં બંધન થાય છે - ૩૦૬; જ્ઞાનાવરણ કર્મની સમજ - ૩૦૭; આ કર્મ તોડવા ત્યાગની ખીલવણી – ૩૦૯. ૩૧૧ ત્રીજું પાપસ્થાનક ચોરી જીવ ચોરી કરવા ક્યારે પ્રેરાય? - ૩૧૨; ચોરી કરવાથી અંતરાય કર્મ બંધાય - ૩૧૨; અંતરાયના અનુસંધાનમાં બાકીનાં કર્મબંધન પણ થાય છે - ૩૧૨; અંતરાય કર્મની સમજણ - ૩૧૩; અંતરાય કર્મનાં બંધનથી બચવા દયાનો ગુણ ખીલવવો જરૂરી - ૩૧૭. ૩૧૯ ચોથું પાપસ્થાનક મૈથુન - અબ્રહ્મ... આ પાપસ્થાનમાં ખેંચી જનાર મોહનીય કર્મની સમજ - ૩૧૯; જીવનાં મિથ્યાત્વને પુષ્ટિ આપનાર વેદોદય - ૩૨૪; તેના ઉદયથી મોહનીય અને અન્ય કર્મોનાં થતાં બંધન - ૩૨૪; નવવાડ વિશુધ્ધ બ્રહ્મચર્ય - ૩૨૬; તેનો ભંગ થતાં મોહનીય તથા અન્ય કર્મ બંધન - ૩૨૮: આ પાપસ્થાનકથી બચવા વૈરાગ્યની વૃદ્ધિ કરવી - ૩૨૮. ૩૨૯ પાંચમું પાપસ્થાનક પરિગ્રહ ........ સંસારના પદાર્થોની આસક્તિ તે પરિગ્રહ - ૩૨૯; સચેત તથા અચેત પરિગ્રહ - ૩૩૦; પરિગ્રહની વૃદ્ધિ માટે જીવ ચારે પ્રકારના કષાય વેદે છે - ૩૩૦; મોહનીયની પ્રકૃતિમાં અમુક ધુવબંધી અમુક અધુવબંધી - ૩૩૨; આ પાપસ્થાનક તોડવા વીતરાગતાનો ગુણ વધારવો - ૩૩૪; પહેલાં પાંચ પાપસ્થાનક ચાર ઘાતી કર્મોની પ્રવૃત્તિ સૂચવે છે - ૩૩૪; ચારિત્રમોહ વધારનાર ચાર કષાય - ૩૩૫. XV Page #17 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક ૩૩૭ છઠું પાપસ્થાનક ક્રોધ; સાતમું પાપસ્થાનક માન; આઠમું પાપસ્થાનક માયા; નવમું પાપસ્થાનિક લોભ.. ચારે કષાયનું સ્વરૂપ અને દરેકનાં ચાર પ્રકાર - ૩૩૯; કષાયોનું ધ્રુવબંધીપણું, ધ્રુવોદયીપણું તથા ધ્રુવસત્તાપણું - ૩૪૧; શાંતિથી ક્રોધ જીતવો, દીનત્વથી માન તોડવું. સાક્ષીભાવથી માયા છોડવી, ઉદારતાથી લોભને જીતવો - ૩૪૧ ૩૪૨ દશમું પાપસ્થાનક રાગ, અગ્યારમું પાપસ્થાનક ષ .. લોભ તથા માયાનું મિશ્રણ તે રાગ - ૩૪૨; ક્રોધ અને માનનું મિશ્રણ તે દ્વેષ – ૩૪૩; રાગ વિના દ્વેષ ઉત્પન્ન થતો નથી – ૩૪૩; રાગદ્વેષથી કર્મબંધન વધે - ૩૪૪; રાગને પ્રેમમાં પલટાવો, સમતાથી દ્વેષને જીતવો - ૩૪૪. ૩૪૫ બારમું પાપસ્થાનક કલહ કલહમાં ક્રોધ કષાયની મુખ્યતા - ૩૪૫; આ પાપ જીવ એકલો કરી શકતો નથી - ૩૪૫; તેનાથી ચારે ઘાતી કર્મો બંધાય છે - ૩૪૬; આ પાપાનક મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સ્પર્શે છે - ૩૪૬; આ પાપથી બચવા મૈત્રીભાવ વિકસાવવો – ૩૪૭. उ४७ તેરમું પાપસ્થાનક અભ્યાખ્યાન ક્રોધ અને માનના સંયુક્ત ઉદયથી આ પાપાન સેવાય છે - ૩૪૭; બધા પ્રકારના કર્મબંધ થાય છે - ૩૪૭; સંજ્ઞી પંચેન્દ્રિય જીવોજ મુખ્યતાએ આ સ્થાનને સ્પર્શે છે – ૩૪૮; તેનાથી બચવા ધીરજગુણ ખીલવવો જોઇએ - ૩૪૮. ૩૪૯ ચૌદમું પાપસ્થાનક પૈશુન્ય પરની ચાડીચુગલી કરવી તે પૈશુન્ય - ૩૪૯; ક્રોધ અને માનમાં માયા ભળવાથી આ પાપસ્થાનક બને છે – ૩૫૦; તેનાં કારણે સાત કે આઠ કર્મનાં બંધન - ૩૫૦; તેનાથી બચવા ગુણગ્રાહીપણું કેળવવું જરૂરી – ૩૫૧. ૩૫૨ પંદરમું પાપસ્થાનક પરપરિવાદ ..... ચારે કષાયના સરવાળાથી આ પાપસ્થાનકનો ઉદ્ભવ – ૩૫૨; તેના થકી મોહનીય ઉપરાંત અન્ય કર્મો બંધાય - ૩પ૨; આ પાપસ્થાનકથી બચવા ગુણાનુવાદ કરવો – ૩૫૩. xvi Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક ૩૫૪ સોળમું પાપDાનક રતિ-અરતિ .. હાસ્યાદિ નોકષાયના મિશ્રણથી આ પાપસ્થાનક બને છે - ૩૫૪; તેને લીધે ઘાતી અને અઘાતી બધાં કર્મનાં બંધ થાય છે - ૩૫૫; તેનાથી છૂટવા સંતોષ ગુણ ખીલવવો - ૩૫૫. ૩૫૬ સત્તરમું પાપસ્થાનક માયામૃષાવાદ ... બે અલગ ઘાતકર્મના મિશ્રણથી આ પાપસ્થાન નીપજે છે - ૩પ૬; તેથી સર્વ કર્મ બંધાય - ૩૫૮: તેનાથી બચવા સત્યનો આશ્રય કરવો - ૩૫૯. ૩૬૦ અઢારમું પાપસ્થાનક મિથ્યાદર્શનશલ્ય ........ ......... મિથ્યાદર્શનની સમજ - ૩૬૦; આ પાપસ્થાનનો વિસ્તાર એટલે આખો સંસાર - ૩૬૩; ક્યો જીવ ક્યા પાપસ્થાનને સ્પર્શે - ૩૬૪; પાપસ્થાનના સેવનથી છુટવા માટેના ઉપાયો - ૩૬૫. પારિભાષિક શબ્દોનો કોષ ... ૩૭૧ આરાધક માટે વિષયવાર સૂચિ ૩૯૩ xvii Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અર્પણ આત્મમાર્ગનો શ્રેષ્ઠતાએ અનુભવ કરી, અન્યને અનુભવ કરાવનાર શ્રી રાજપ્રભુને કોટિ કોટિ વંદના હો, વંદના હો. આ ગ્રંથને સમુચિત બનાવનાર, સાહે ચલાવી લખાવનાર, શ્રી રાજપ્રભુને વંદના સહિત, ખૂબ જ વિનમ્રભાવ સાથે અને કર્તાપણાના ભાવથી રહિત બની આ ગ્રંથ અર્પણ કરું છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન મારી નવદશ વર્ષની નાની વયથી હું શા માટે જીવું છું, મારું જીવન શા માટે છે, મારા જીવનનું ધ્યેય શું છે, એવા એવા કેટલાય સવાલો મને મુંઝવતા હતા. અને આ સવાલોના જવાબ મને ક્યાંયથી મળતા ન હતા. આમ કરતાં મારી તેર વર્ષની વયે મને “શ્રીમદ્ રાજચંદ્ર”ની પાંચમી આવૃત્તિના બે ભાગ વાંચવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. તે વાંચતા તેમાંથી ઘણી ઊંડી સમજણ તો નહોતી મળી; પણ તેમનાં અવધાનશક્તિ, કવિત્વશક્તિ, સ્મરણશક્તિ તથા જ્યોતિષિક શક્તિ મારાં આકર્ષણનો વિષય થઈ ગયા. વળી, આ બધી શક્તિઓનો જનસમાજને પરિચય કરાવવાનું તેમણે તેમની અઢાર-ઓગણીસ વર્ષની નાની વયે ત્યાગી દીધું, એ હકીકતે એનું કારણ જાણવાનું મારું કુતૂહલ વધારી દીધું. જે શક્તિઓ જનસમાજમાં ભાગ્યે જ જોવા મળે છે તે તેમને સહજતાએ બાળવયથી મળી હતી, તો તેનું જીવોને દર્શન કરાવવાનું કેમ છોડયું? વળી, આ શક્તિઓનો લોકોને લાભ આપવાથી કીર્તિ, સત્તા તથા ધનની પ્રાપ્તિ સહેજે થાય; જેની પ્રાપ્તિ માટે આખું જગત મથે છે, તો આ બધાંનો ત્યાગ તેમણે કેમ કર્યો? એની જાણકારી મેળવવા મારું મન ખૂબ જ તલપાપડ થઈ ગયું. સાથે સાથે મારા મનમાં દઢ નિશ્ચય થયો કે આ શક્તિઓ કરતાં પણ ઊંચા પ્રકારની કોઈ સિદ્ધિ તેમને પ્રાપ્ત થઈ છે જેના પ્રભાવથી આ દુન્યવી સિદ્ધિનો મોહ તેમને રહ્યો નથી. પણ આ સિદ્ધિ કઈ? તેનું જાણપણું જ આવતું ન હતું. છતાં અંતરમાં એવો દઢ વિશ્વાસ થઈ ગયો કે મારા સવાલોના જવાબો તેમની પાસેથી જ મળવાના છે. પરિણામે તેમનાં જીવન અને કવનનો અભ્યાસ કરવાની તાલાવેલી મનમાં શરૂ થઈ. આમ ઇ.સ. ૧૯પરમાં શરૂ કરલું કૃપાળુદેવનાં વચનોનું વાંચન ચાલતું રહ્યું, પણ વ્યવસ્થિત અભ્યાસ કરી મારા સવાલના જવાબો મેળવવાનો યોગ ઇ.સ. ૧૯૬૩ સુધી આવ્યો નહિ. પણ નિયમિતપણે થતાં તેમનાં વચનોનાં વાંચનથી મને મારું જીવન ખૂબ સુધારી, તેમના જેવા થવાના ભાવ ધીરે ધીરે ક્રમથી વધતાં ગયા. xix Page #21 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વધતા જતાં મારા જીવન સુધારવાની ભાવના પરિપાકરૂપે ઇ.સ. ૧૯૬૪-૬૫ના વર્ષમાં તેમનાં જીવન તથા કવનનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો યોગ સાંપડ્યો. આ બે વર્ષમાં એમનામય બની ખૂબ જ પુરુષાર્થ કરી ઈ.સ. ૧૯૬૫ના સપ્ટેમ્બર મહિનામાં “શ્રીમદ્ રાજચંદ્ર- એક અભ્યાસ” નામક મહાનિબંધ પૂરો કર્યો. આ કાળ દરમ્યાન ઘણાં આધ્યાત્મિક અનુભવો થયા, પ્રભુનો સાથ કેવો હોય તેનો પ્રત્યક્ષ પરિચય થયો, અને સાથે સાથે તેમની વર્તમાન દશાનો લક્ષ પણ આવ્યો, જે દશા મને ખૂબ અદ્ભુત અને આશ્ચર્યકારક લાગી હતી. રાજપ્રભુનાં જીવન અને કવનના અભ્યાસકાળ દરમ્યાન મારી અંતરંગ સૂઝ વધતી ગઈ, ન સમજાય ત્યાં તેમના તરફથી યથાર્થ માર્ગદર્શન આવતું ગયું, સમજણની ગૂંચો તેનાથી ઉકેલાઈ જતી હતી, પરિણામે આત્મમાર્ગની દિશાસૂઝ વધતી ગઈ અને જીવનનું ધ્યેય શું હોવું જોઇએ, અને એ ધ્યેયને સફળ કરવા માટે અમૃતમાર્ગ ક્યો હોઈ શકે તેની જાણકારી પણ આવવા લાગી. પરિણામે તેમના પ્રતિનાં મારા પ્રેમભાવ, પૂજ્યભાવ, અહોભાવ તથા આદરભાવ સતત વધતા ગયા, તેમની સાથેનું આત્મીયપણું સતત અનુભવવા લાગ્યું અને જીવન ભર્યું ભર્યું તથા સંતોષમય બની ગયું હોય તેવું વદન મને રહેવા લાગ્યું હતું. આ રીતે તેમના પ્રતિના મારા પ્રેમભાવ તથા પૂજ્યભાવ સતત વધતા ગયા હોવાથી તેમના પ્રતિનું મારું આજ્ઞાધીનપણું સહજતાએ વધતું ગયું. તેમની ઇચ્છા પ્રમાણે જ, જેમાં મારું કલ્યાણ હોય એ જ રીતે વર્તવું છે તેવા નિર્ણયની દઢતા થતી ગઈ. તેનાં ફળરૂપે મને તે પછીનાં વર્ષોમાં તેમનાં વચનોનાં રહસ્યો આપોઆપ મળવા લાગ્યાં, જીવનની સુધારણા કેમ કરવી, સંસારી પ્રસંગોમાં તેઓ કેવી રીતે વ્યવહાર શુદ્ધિ જાળવી આત્મશુદ્ધિ વધારતા ગયા હતા તે સર્વની વિવિધ રીતે જાણકારી મળતી ગઈ, પરિણામે જીવનને કેમ સુધારવું, કેવા ભાવ કેળવી આત્મા પરનો કર્મનો બોજો હળવો કરવો, સહુ જીવ સાથે કેવી રીતે મૈત્રીભાવ તથા ક્ષમાભાવ કેળવવા તે સર્વ માટે વાસ્તવિક જીવનમાં પ્રસંગોમાં માર્ગદર્શન મળતું હતું. રોજબરોજનાં જીવનમાં પણ ક્યાં કેવો ઉપયોગ રાખી વર્તતાં શીખવું તે પણ તેમની જ કૃપાથી આવડતું ગયું. અને આ રીતે પ્રભુ તથા ગુરુ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન પ્રતિ કેવી રીતે આજ્ઞાધીન થતાં જવું તેની શીખામણ તેઓ મને વાસ્તવિક અનુભવ કરાવતાં કરાવતાં આપતાં ગયા. આમ મારી મારા જીવનને સુધારવાની, આત્માને કર્મમળથી હળવો કરવાની ભાવના ક્રમે ક્રમે સાકાર થતી ગઈ, જેથી આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ લક્ષ આવે એટલી માત્રામાં પ્રગટ થયાં. આત્મમાર્ગનાં રહસ્યો પણ મારામાં સહેલાઈથી ખૂલતાં ગયાં, અને મારું અંતર્મુખપણું પણ વધતું ગયું. આવા સંજોગોમાં ઇ.સ.૧૯૬૮ના અંતભાગમાં મને અંતરંગથી જાણે કે કૃપાળુદેવ ચીંધતા હોય તે પ્રમાણે સતત ઊઠવા લાગ્યું કે ભાવિમાં મારે એક મોટો ગ્રંથ લખવાનો છે. એ ગ્રંથમાં પ્રભુએ આત્મમાર્ગનાં જે જે રહસ્યો બતાવ્યાં છે કે બતાવવાનાં છે તે મારે ખુલ્લાં કરવાનાં છે, કેમકે એ બધુ ઉપલબ્ધ શાસ્ત્રોમાં સ્પષ્ટરૂપે જણાવેલ નથી. અને આ રહસ્યોની જાણકારી ઇચ્છુક જીવોને ખૂબ ઉપકારી થાય તેમ છે. થોડા મહિના પસાર થયા પછી મને આવ્યું કે, “તારે ‘શ્રી કેવળી પ્રભુનો સાથ” એ નામથી ગ્રંથ રચવાનો છે. અને તેમાં પ્રભુનો બોધેલો કલ્યાણમાર્ગ તારે વર્ણવવાનો છે. તે જ્યારે જીવનસિદ્ધિ લખી ત્યારે તને પ્રભુનો અદ્ભુત સાથ મળ્યો હતો, તેવો જ અદ્ભુત સાથ તને આ ગ્રંથ લખવા માટે પણ મળશે. માટે તારી પાત્રતા વધાર. અને જેમ જેમ માર્ગનાં રહસ્યોની તારી જાણકારી વધતી જાય તેમ તેમ તેની નોંધ તારે કરતા જવી, કે જેથી ગ્રંથરચના કરતી વખતે એ ટાંચણ તને ઉપયોગી થાય.” આ આજ્ઞાનુસાર મેં કાચી નોંધ રાખવાનું શરૂ કર્યું. તેના અનુસરણમાં મેં નિર્ણય કર્યો કે પ્રભુની આજ્ઞા આવે અને પ્રભુ લખાવે ત્યારે જ ગ્રંથનું લખાણ કરવું, તે પહેલાં સ્વચ્છેદથી કંઈ કરવું નહિ. માત્ર જીવન સુધારવું, આત્મલક્ષે જીવવું, શ્રી રાજપ્રભુ પ્રતિનું આજ્ઞાધીનપણું વધારવું અને તેમનાં માર્ગદર્શન અનુસાર મારે મારાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની શુદ્ધિ તથા ખીલવણી કરતાં જવાં. આત્માને આ કાળે વધુમાં વધુ જે દશાએ પહોંચાડી શકાય તે દશાએ પહોંચાડવાનો પુરુષાર્થ જારી રાખવો. આમ સંસારમાં રહેવા છતાં આત્માને સંભાળવાનું કાર્ય અંતરંગથી સતત થયા કરતું હતું. એ અરસામાં કેટલાંક મુમુક્ષુઓના આગ્રહને કારણે ઇ.સ.૧૯૭૭ના મે માસથી, કૃપાળુદેવની આજ્ઞા સ્વીકારી દર ગુરુવારે મેં કૃપાળુદેવે લખેલા સૌભાગભાઈ પરના xxi Page #23 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પત્રોનું વાંચન શરૂ કર્યું. એ શરૂ કરતી વખતે મેં નિર્ણય કર્યો હતો કે ઘરની ચાર દિવાલ સિવાય જાહેરમાં વાંચવાની પ્રવૃત્તિ કરવી નહિ, કેમકે તે માન તથા સંઘર્ષનું નિમિત્ત છે. બલ્ક, જે માર્ગે પૂ. કૃપાળુદેવ ચાલ્યા હતા, તે જ માર્ગે મારે પણ ચાલવું. ક્યારેય પણ વાંચન વિશે જાહેરાત આદિ કરવાં નહિ. જો કે અંતરંગથી આવો બોધ કરવાની મને ક્યારેય ઇચ્છા થઈ નહોતી, અને તે પણ નહિ. વળી, મને સમુહમાં બોલવાનો મહાવરો પણ ન હતો અને કૃપાળુદેવની ઇચ્છાનુસાર જ વર્તવાના ભાવ બળવાન હતા. તેથી વાંચન કરવા વિશે મેં ઘણા મહિના સુધી નકાર કર્યો હતો. પરંતુ જ્યારે કૃપાળુદેવે મને વચન આપ્યું કે, “તેઓ મારાં વાંચન વખતે હાજર રહી સતત માર્ગદર્શન આપશે, કે જેથી હું સ્વછંદ કે માનભાવમાં જાઉં નહિ”, તે વચન મળ્યા પછી મેં મુમુક્ષુજનો સમક્ષ વાંચવાનું શરૂ કર્યું. એ વાંચન કરતી વખતે મનમાં એ ભાવ રમે છે કે, “આ વાંચન માટે બોધ લેવા માટે છે; જે બોધ મને કૃપાળુદેવ આપે છે તે મારે મોટેથી બોલવાનો છે. તેમાં મારે મારાપણું કરવાનું નથી. શ્રોતામાંથી જેને જેટલું ગ્રહણ કરવું હોય તે રહે. પણ કોઈ ખોટું ન રહે તેવી હે પ્રભુ! કૃપા રાખજો.” આવા ભાવને કારણે કોણે શું રહ્યું, શું ન રહ્યું તે વિશે મને સતત નિસ્પૃહભાવ અનુભવાય છે. વળી વાંચન શરૂ કરતાં પહેલાં દરેક વખતે પ્રભુને પ્રાર્થ છું કે, “પ્રભુ! મને યોગ્ય માર્ગદર્શન આપી, માર્ગનાં રહસ્યો ખોલી મને યોગ્ય બોધ આપજો. આ સાંભળી કોઈ અશુભભાવમાં ન જાય તેવી કૃપા કરજો. મેં પૂર્વકાળમાં કોઈ પણ શ્રોતા સાથે અશુભભાવ બાંધ્યા હોય તો તેની પશ્ચાતાપ કરી ક્ષમા માંગું છું, અને તે વાંચનકાળ દરમ્યાન ઉદયમાં ન આવતાં ક્ષીણ થઈ જાય એવી કૃપા માંગું છું.” આ ભાવની પ્રાર્થના આજ દિન પર્યંત ચાલુ છે અને તેનું સલ્ફળ પણ અનુભવાય છે. આ રાહે વાંચન કરતાં કરતાં ઇ.સ.૧૯૭૭ના પર્યુષણ આવ્યા. પર્યુષણમાં ક્યો વિષય લેવો? તે માટે પ્રભુને ખૂબ પ્રાર્થના કરી. તેમના તરફથી “કલ્યાણમંદિર સ્તોત્ર” લેવાનું સૂચન થયું. આ અનુભવના આધારે પ્રત્યેક પર્યુષણ વખતે પ્રભુ જણાવે તે જ વિષય લેવો, કંઈ જ સ્વચ્છેદે નક્કી કરવું નહિ એવો મેં નિર્ણય લીધો. અને વરસોવરસ | વિષયો મળતા ગયા; કાર્ય થતું ગયું. ઇ.સ.૧૯૯૬માં “સમકિતનો મહિમા' નામે વિષય XXii Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્કથન આવ્યો. સાથે સાથે તેનું થોડું ટાંચણ કરવાની સૂચના મળી, તે રીતે કરેલી નોંધનો આધાર લઈ પર્યુષણ પર્વનું આરાધન કર્યું. આ સર્વ વરસો દરમ્યાન પર્યુષણના આઠ પંદર દિવસ પહેલાં વિષયની જાણકારી આવતી, અને તે વિશે હું તૈયારી કરતી. આ તૈયારી કરતાં છેલ્લાં છેલ્લાં વર્ષોમાં એવા ભાવ પ્રવર્તતા હતા કે, “પ્રભુ ! તમે મને એવો વિષય આપો કે જેથી ચાતુર્માસની શરૂઆતથી જ તેની તૈયારી માટે મારે ખૂબ આરાધન કરવું પડે.” મારા આ ભાવ જાણે પ્રભુ પૂરા કરતા હોય તે રીતે મને ગુરુપૂર્ણિમા પહેલાં વિષયની જાણકારી આવવા લાગી. તેથી તે વિષયનાં ગૂઢ રહસ્યો મેળવવામાં, વ્યવસ્થિત ગોઠવવામાં મારો પુરુષાર્થ ઘટ્ટ બન્યો. આવેલાં અને મળેલાં રહસ્યોનું યોગ્ય ટાંચણ ક૨વામાં ગુરુપૂર્ણિમાથી પર્યુષણપર્વ સુધીનો સમય પુરુષાર્થથી સભર બનતો ગયો. આ આરાધનથી મળતા આનંદને કારણે ‘આખું વર્ષ આ રીતે પસાર થાય તો કેવું સારું!' એ ભાવ જોર કરતા ગયા. અને મારા આશ્ચર્ય વચ્ચે પર્યુષણપર્વ માટેના વિષયો ઘણા વધારે અગાઉથી જણાવા લાગ્યા; અને મળેલા વિષયનું ઊંડાણ તથા રહસ્યનો તાગ મેળવવામાં મને પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ તથા સ્વાધ્યાયનો સાથ ખૂબ ઉપયોગી નીવડયો. મારા આવા ભાવને કારણે ઇ.સ. ૧૯૯૮ પછીનાં પર્યુષણના વિષયો સૂક્ષ્મ, ગંભીર તથા રસપ્રદ બનતા ગયા, એટલું જ નહિ પ્રત્યેક વર્ષનો વિષય પૂર્વના વિષયના અનુસંધાનમાં જ હોય એવું બનવા લાગ્યું. આ રીતે ઇ.સ. ૨૦૦૫ની સાલના પર્યુષણ સુધી ચાલ્યું. ઇ.સ. ૨૦૦૫ના પર્યુષણમાં આજ્ઞા આવી કે પૂર્વમાં મેં જે છૂટાછવાયાં લખાણ કરેલાં છે તેને વ્યવસ્થિત કરવાં. આ કાર્ય કરવામાં એક વર્ષ પસાર થઈ ગયું. અને ઇ.સ. ૨૦૦૬નાં પર્યુષણમાં સમજ આવી કે મારે આ બધાં લખાણને, પર્યુષણ પર્વ માટે થયેલાં લખાણ સહિત એકત્ર કરીને તેનો નીચોડ ઠાલવવાનો પુરુષાર્થ ગ્રંથ૨ચના માટે કરવાનો છે, જે “શ્રી કેવળીપ્રભુનો સાથ” બનવાનો છે. આ વિશે ડીસેંબર ૨૦૦૬માં અંદાજે સાંકળિયુ તૈયા૨ કરી લખાણ શરૂ કર્યુ. તે પહેલાંનો કાળ લખાણને વ્યવસ્થિત કરવાની વિચારણામાં પસાર થયો. આ રીતે પહેલાં ચાર પ્રકરણથી “શ્રી કેવળીપ્રભુનો સાથ”નો પહેલો ભાગ તૈયાર થયો છે. આ ગ્રંથ પૂરો કરતાં બીજા ત્રણ કે ચાર ભાગ થશે એવો અત્યારે અંદાજ લાગે છે. xxiii Page #25 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આટલાં વર્ષોનાં આરાધનથી એ સ્પષ્ટતાએ સમજાયું છે કે પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના કરવાથી કેવું સુંદર ફળ મળે છે. એ અનુભવનું મહાભ્ય તો અલૌકિક જ છે. વળી, પ્રત્યેક આધ્યાત્મિક ગ્રંથરચના માટે સર્જક મહાપુરુષોને વંદન કરી, વિનાવિને ગ્રંથ પૂરો થાય એવી પ્રાર્થના કરે, એવી પ્રણાલી આપણે ત્યાં પરાપૂર્વથી ચાલી આવે છે. આ રીત અનુસાર આરંભમાં કલ્યાણમાર્ગમાં આપણને આગળ વધારે તેવી વિનંતિ વાળી ચોવીશે તીર્થકર પ્રભુને પ્રાર્થનાઓ કરી છે. સાથે સાથે તેમાં આખો મોક્ષમાર્ગ સંક્ષેપમાં ગૂંથી લેવાનો પ્રયત્ન પણ કર્યો છે. તેમાં મોક્ષ સુધી પહોંચાડવાની પ્રાર્થના પ્રત્યેક પ્રભુને થયેલી છે. મોક્ષને સિધ્ધ કરવાની ભાવના ત્યારે જ સિધ્ધ થાય કે જ્યારે જીવ તેનાં પાયારૂપ સમકિતને સમજે, આરાધે અને પ્રાપ્ત કરે. અવર્ણનીય કલ્યાણમૂર્તિ સમકિતને મેળવવા, સંસારની માયાજાળથી છૂટવા જીવે કેટલાં અને કેવાં પરાક્રમ કરવાં જરૂરી છે તેની જાણકારી, જે પ્રભુકૃપાથી અનુભવાઈ છે તે “સમ્યકત્વ પરાક્રમ” નામના બીજા પ્રકરણમાં આપી છે. સમ્યકત્વ મેળવવામાં અને આત્માનું શુદ્ધિકરણ કરવામાં આડા આવતાં, વિદનરૂપ થતાં કર્મોની જાણકારી, અને તે વિપ્નમય કર્મોથી ત્વરાથી છૂટવાના ઉપાય વિશેની પ્રભુદષ્ટ વિચારણા ત્રીજા પ્રકરણ “અષ્ટ કર્મ”માં કરી છે. તેમાં આઠ મુખ્ય કર્મો, તેની ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓ અને તેના વિસ્તારમાં અનંત કર્મો કેવી રીતે બંધાય છે તેની સમજણ આપવાનો પ્રયત્ન શ્રી પ્રભુનાં માર્ગદર્શનથી ચોથા “અઢાર પાપસ્થાનક નામનાં પ્રકરણમાં કર્યો છે. જે જીવને છૂટવું છે, સંસારનાં બંધનોથી મુક્ત થવું છે તેણે આ સમજણનો ઉપયોગ કરવાનો છે. અને તે સમજણની સહાય લઈ, પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં આગળ ને આગળ વધવાનું છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કેવી રીતે ઉપયોગી થાય છે, તે સર્વના આશ્રયે પુરુષાર્થ કરવાથી આત્માનો દબાયેલો અપૂર્વ સ્વભાવ કેવી રીતે પ્રગટ થાય છે, અને આવો સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ xxiv Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્કથન ભગવંત એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીજી કેવી રીતે સહાય કરી આપણા પર નિર્વ્યાજ ઉપકાર કરે છે તેનો ચિતાર “શ્રી કેવળી પ્રભુનો સાથ, ભાગ-૨” માં મૂકવા ધારણા રાખી છે. પ્રભુકૃપા બળ ઔર છે. અત્યાર સુધીનાં ચિત્રણ પરથી એ તો સ્પષ્ટ રીતે સમજાયું હશે કે આ બધી તૈયારી અને લખાણ કરવામાં સહુથી મોટો અને બળવાન ઉપકાર તો શ્રી રાજપ્રભુનો જ છે. તેમણે જે દિવ્યવાણી પ્રકાશિત કરવા ધારી હતી, તેને સાકાર કરવા પ્રભુએ મને નિમિત્ત બનાવી જણાય છે. બાકી, આ બધું લખાણ આદિ કરવું એ તો સાવ મારા ગજા બહારની જ વાત છે. તેમની આવી અલૌકિક કૃપાને કારણે જ મને વારંવાર જરૂરિયાતના સમયે માર્ગદર્શન અને જાણકારી મળતાં રહ્યા છે. મને વિશ્વાસ છે કે આ પછીનાં ભાગનાં લખાણમાં પણ મને પ્રભુ આવી જ સહાય કરશે. અહીં પહેલા ભાગમાં વ્યક્ત થયેલી કેટલીક રહસ્યમય વાતો એટલા ઊંચા પ્રકારની છે કે જે મને રાજપ્રભુ પાસેથી મળેલી છે, અને તેમની સહાયથી જ લખી શકાઈ છે, માટે આ ગ્રંથનું કર્તાપણું રાખવાની મને કોઈ ભાવના કે અભિલાષા નથી જ. તે ગ્રંથના સાચા કર્તા અને પ્રણેતા છે શ્રી રાજપ્રભુ. હું તો નિમિત્ત માત્ર છું. રાજપ્રભુના ઉપકારનો અતિ અતિ વિનમ્રભાવે આભાર માની, તેમને અહોભાવ અને પૂજ્યભાવથી કોટિ કોટિ વંદન કરું છું. શ્રી રાજપ્રભુના કલ્યાણભાવથી પ્રભાવિત થયેલાં મારાં માતાપિતા સ્વ. સુશીલાબેન શેઠ તથા સ્વ. ભોગીલાલ ગિ. શેઠનો મારા ઉપરનો ઉપકાર કંઈ નાનોસૂનો નથી. મને જન્મતાંની સાથે નિયમિતપણે વૈરાગ્યભરિત કાવ્યો, પદો, તથા તીર્થંકર પ્રભુની સ્તુતિ આદિ તેઓ સંભળાવતાં હતાં, અને એ દ્વારા મારા જીવને ધર્મસન્મુખ ક૨વાનો ભવ્ય પુરુષાર્થ પણ તેમણે કર્યો હતો. મને તેમના નિર્મળ પ્રેમથી નવડાવી જગતની સર્વ કસોટીઓમાં ટકવા માટેના વીર્યનું દાન પણ તેમણે આપ્યું હતું. થીસીસ લખવાના કાળ દરમ્યાન વ્યવહારિક અને આધ્યાત્મિક સુવિધાઆ આપવામાં તેઓએ લેશ પણ પાછીપાની કરી ન હતી. તેમજ રાજપ્રભુનાં જીવનને તથા કવનને જાણવા, સમજવા તથા અનુભવવા માટે યોગ્ય સાથ પણ આપ્યો હતો. XXV Page #27 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ ઉપરાંત જે કંઈ આધ્યાત્મિક જાણકારી મને મળતી હતી તે બધાંને આપી શકાય તે માટે તેઓ ઉત્સુક હતા જ. મારાં કમભાગ્યે જ્યારે આ ભાવ સાકાર કરવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે તેઓ બંનેમાંથી કોઈની પ્રત્યક્ષ હાજરી નથી, કેમકે પિતાજીનો વિયોગ થયાં છવ્વીસ વર્ષ અને માતાના વિયોગના દશ વર્ષ વીતી ચૂક્યાં છે. તેમ છતાં એ અનુભવ જરૂર થાય છે કે તેઓ જ્યાં છે ત્યાંથી મને પ્રેરણાનાં પિયુષ મોકલ્યાં જ કરે છે. આ જ રીતે મારા આ જન્મના જીવનસાથી શ્રી રજનીકાંત મહેતા તરફથી મને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવામાં ઘણી સુવિધા મળી હતી. કૃપાળુદેવના પત્રોનું વાંચન કરવાનું શરૂ કરવા માટે તેમનો સાથ અને ઉત્સાહ અનેરો હતો. અમારા ત્રીસ વર્ષના સહવાસના કાળમાં થયેલા આધ્યાત્મિક અનુભવો અમારા સહજીવનને સમૃદ્ધ કરવામાં ખૂબ મદદરૂપ થયા હતા. તેઓ પણ થયેલા અનુભવો અને સિદ્ધાંતનું લખાણ આદિ કરાવવા માટે ખૂબ ઉત્સાહી હતા; છતાં પ્રભુની આજ્ઞા વિના કંઈ કરવું નથી એવા મારા ભાવને એટલા જ પ્રેમથી અનુમોદતા હતા. તેમના હૃદયની આ વિશાળતા, આ લખાણ કરતી વખતે મને સતત પ્રેરણા આપતી રહી છે. કેમકે એ કાળમાં થયેલા અનુભવો અને જાણવા મળેલા સિધ્ધાંતો વિશે હું મારા માતાપિતા, જીવનસાથી તથા મારી ભત્રીજી ચિ. ભારતી મ. શેઠ સાથે સહજતાથી ચર્ચા શકતી હતી તથા માણી શકતી હતી. સાથીદારના વિયોગને આજે દશ વર્ષ થયા છે, પણ તે વિશે એ ભાવ ૨મે છે કે આત્માનું આગળનું આરાધન તેમની સાથે રહી ક૨વામાં હવે દશ વર્ષ ઓછાં થઈ ગયા છે. અને દિવસે દિવસે ફરીથી શુભભાવથી મળવાનું નજીક નજીક આવતું જાય છે, આમ આ ત્રણેનો ફાળો ગ્રંથરચનાની દૃષ્ટિએ પરોક્ષ બન્યો છે, છતાં તેની મૂલ્યવત્તા જરા પણ ઓછી નથી. આ ઉપરાંત મારા સર્વ કુટુંબીજનો તરફથી પણ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવા માટે ઘણો સાથ સહકાર મળતો રહ્યો છે તે નોંધનીય છે. આ ગ્રંથની રચનામાં આધ્યાત્મિક દૃષ્ટિએ મને પુત્રવત્ ચિ.નેહલ વોરાનો સાથ ખૂબ મદદરૂપ થયો છે. વળી, આત્મિક અને વ્યવહારિક સુવિધા મને ચિ.પ્રકાશ તથા અમી તરફથી, મુ.અજીતભાઈ અને નલીનીબેન તરફથી તથા ભા. કિશોરભાઈ તથા xxvi Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન રેણુબેન તરફથી સારી રીતે મળેલ છે. આ ઉપરાંત બીજા અનેક મુમુક્ષુઓનો સાથ વિવિધ રીતે પ્રાપ્ત થયો છે. આખા ગ્રંથનું કંપોઝીંગ અને પહેલું પ્રુફ રીડીંગ મારી ભાણેજ અમી ઠાકોર તથા અનુરાગ ઠાકોરે ખૂબ જ પ્રેમથી નિર્માનીપણે કર્યું છે. અને આ ગ્રંથની છપાઈ, બાઈન્ડીંગ વગેરેનો ભાર વર્ષોના પરિચિત તથા નીકટના સ્નેહી એવા અરુણભાઈ મહેતા તથા સુધાબહેને પ્રેમથી ઉપાડયો છે. સાથે સાથે ગ્રંથનું અતિ ઉપયોગી એવું છેલ્લું વાંચન મારી સહાધ્યાયી અને સખી ડો. કલા શાહે ખૂબ જ ઉત્સાહથી અને ચીવટથી કર્યું છે. મળેલાં સાથ અને સહકાર માટે તે સહુનો અંતરંગથી આભાર માનું છું, અને તેઓ પ્રતિ કંઈ દોષ થયો હોય તો શ્રી પ્રભુની સાક્ષીએ સપશ્ચાતાપ ખમાવું છું. હું શ્રી પ્રભુને પ્રાર્થ છું કે તેઓ સહુનો આત્મવિકાસ ખૂબ જ સરળતાથી અને સુવિધા સાથે વધતો જાઓ. પ્રભુની નિરંતર વરસતી કૃપાનો અમૂલ્ય લાભ સહુ જીવોને અવિરતપણે મળતો રહો. આ ગ્રંથને પ્રસિધ્ધ કરવામાં આર્થિક યોગદાન આપનાર, સ્વેચ્છાએ આ કાર્યમાં પ્રેમથી સાથ આપનાર સહુનો આભાર માનું છું. તેમણે ઇચ્છેલા દ્રવ્યદાનથી જે જ્ઞાનદાનની લહાણી થશે તેનો લાભ તેમને ત્વરાથી આત્માર્થે પ્રાપ્ત થાય એ જ શ્રી પ્રભુને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. - આ ગ્રંથમાં કેટલાક મુદ્દાઓ, કેટલાક સિધ્ધાંતો પ્રકરણે પ્રકરણે પુનરાવર્તન પામ્યા છે; તે વાંચતી વખતે વાચકના લક્ષમાં આવ્યા વિના રહેશે નહિ. તેમ કરવાનું કારણ એ છે કે એ જગ્યાની અપેક્ષા સમજવા એ મુદ્દા મુકવાથી સમજવાની સરળતા રહે. આવી સ્થળ સ્થળની સમજવાની સરળતા સાચવવા પુનરુક્તિદોષ વહોરીને પણ કાર્ય કર્યું છે. તે માટે વાચક ગણની ક્ષમા ચાહું છું. મુંબઈ તા. ૧૫.૯ ૨૦૦૭ સંવત્સરી. ભાદરવા સુદ ૪; ૨૦૬૩. ૐ શાંતિ. સરયુ રજની મહેતા. xxvii Page #29 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસની યાત્રા “શ્રી કેવળીપ્રભુનો સાથ, ભાગ-૧”નું આમુખ લખવાનું કાર્ય મને સોંપ્યું તેને હું મારું અહોભાગ્ય સમજું છું. શ્રી ચોવીશે તીર્થંકર ભગવંતને મારી કોટિ કોટિ વંદના. થોડીક અંગત વાત તથા થોડાંક સંસ્મરણો મૂકવાની રજા લઉં છું. લગભગ પંચાવનેક વર્ષ પહેલાંથી સરયુબેનના ઘરે ‘મોરબી હાઉસ' જવાનું ઘણીવાર થતું. હું તથા સરયુ સહાધ્યાયી હતા, તેથી શાળામાંથી નીકળી, બપોરના સમયે હું તેને ત્યાં ઘણી વા૨ જતી. એ દિવસોની મીઠી મધુર યાદો મેં મારાં હ્રદયની ગઠરીમાં સંગોપી રાખી છે. સરયુના વાત્સલ્યમૂર્તિ માતા પ.પૂ. સુશીલાબેન અને ૫.પૂ પિતાશ્રી ભોગીલાલભાઈનાં નિર્ભેળ સ્નેહ અને મમતા માણવાનું સદ્ભાગ્ય મને સાંપડયું હતું. તેમની પાસેથી મને માતાપિતા તરીકેનો સ્નેહ મળતો રહ્યો હતો. તેઓ બંનેને મારાં હ્રદયની ભાવપૂર્વકની વંદના હો. એકવીસમી સદીનાં ગ્લોબલ સંસ્કૃતિનાં આક્રમણવાળાં, પશ્ચિમનાં પવનનાં પ્રદુષણવાળાં, વર્તમાન જીવનમાં મચી રહેલી અફડાતફડીવાળાં, અશાંતિ, આતંક, રાગદ્વેષ અને વેરની ભાવનાથી ભરેલા વાતાવરણમાં ફસાયેલી આ માનવજાતને જરૂર છે, ‘આત્મા’ને જાણવાની, ઓળખવાની, સમજવાની અને માણવાની. આત્માને જાણવાથી શરૂ કરી માણવા સુધીનો વિકાસ ક૨વા માટે શ્રી તીર્થંકર પ્રભુએ મહામૂલો ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશને શ્રી ગણધર પ્રભુનાં માર્ગદર્શન નીચે આચાર્યોએ ગ્રંથસ્થ કર્યો હતો; જે ‘આગમ સૂત્ર’ તરીકે જૈન દર્શનમાં ઓળખાય છે. તે જૈન તત્ત્વજ્ઞાનનો અખૂટ અને વિપુલ મહાસાગર છે. અનેકાનેક સાધુ ભગવંતોએ એ મહાસાગરને ખુંદી શ્રુતજ્ઞાનરૂપી મોતીનો પરિચય આપણને કરાવ્યો છે. તત્ત્વનાં ઊંડાણને પામવાનો માર્ગ બતાવ્યો છે. અલબત્ત, સામાન્ય જનોને માટે એ માર્ગ કઠિન, અગમ્ય અથવા અસુલભ રહ્યો છે, તેમ છતાં જેને એ પ્રાપ્તિની અદમ્ય ઇચ્છા જાગે છે તેને તે માર્ગ અવશ્ય મળે જ છે. ઘણીવાર શ્રી તીર્થંકર પ્રભુની શાંત મુદ્રા સહિતની પ્રતિમા કે છબી જોઈને આપણાં અંતરમાં ભાવ ઊઠે છે કે, “હે પ્રભુ! અમે તારા જેવા ક્યારે થઈશું? અસાર એવા સંસારમાંથી, તેનાં બંધનોમાંથી અમને મુક્તિ ક્યારે મળશે? અલ્પમતિવાળા તથા પામર એવા અમે તમારા જેવા થવાની ઝંખના રાખીએ છીએ, તે ક્યારે સફળ થશે? વગેરે.” xxviii Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસની યાત્રા આપણા આ પ્રશ્નોના ઉત્તર, થતી મુંઝવણ માટે માર્ગદર્શન આપણને મળી રહે છે. પૂ. સરયુબેન રચિત “શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ-૧માંથી. ત્રણ શબ્દનાં આ શીર્ષકમાં સરયુબેન પોતાના આત્માનુભવની અનુભૂતિ શબ્દસ્થ કરતા હોય એવી લાગણી થાય છે. અને આત્માનુભવની યાત્રા કરવા તેઓ આપણને નિમંત્રણ આપતા જણાય છે. કેવું સરસ, સરળ અને મનભાવન શીર્ષક છે! “શ્રી કેવળી પ્રભુનો સાથ”! ચાલો આપણે સહુ આ યાત્રામાં જોડાઈ જવાનો પુરુષાર્થ કરીએ. આ ગ્રંથનું પ્રથમ પ્રકરણ “ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ' છે. જૈન દર્શન અનુસાર વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરામાં ચોવીશ તીર્થંકર પ્રભુ થયા છે. આ ચોવીશ તીર્થકર વિશે જૈન સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં ખેડાણ થયું છે. છેલ્લાં પાંચસો વર્ષના ગાળામાં જૈન સાધુકવિઓએ ચોવીશે તીર્થકર વિશે અનેક પદ્યરચનાઓ કરી છે. ચોવીશીનું ખેડાણ અમૂલ્ય છે. ચોવીશી એટલે ચોવીશે તીર્થંકર પ્રભુના ગુણોની સ્તવના; જેમાં ભક્તકવિ ભાવપૂર્વક પોતાનાં હૃદયની પ્રભુમિલનની ઝંખના, વિયોગની વેદના, પ્રભુ પ્રત્યેનો સમર્પણભાવ, દાસભાવ ઇત્યાદિ વ્યક્ત કરે છે. અરે! કેટલીકવાર તો કવિ પ્રભુને ઉપાલંભ પણ આપતા હોય છે. જૈન સાહિત્યમાં અવધૂત કવિ ‘આનંદઘનજીની ચોવીશી' એટલે પ્રેમલક્ષણાભક્તિ, જ્ઞાન, ધ્યાન અને યોગનો સમન્વય. શ્રી ઉપાધ્યાય યશોવિજયજીની ચોવીશી એટલે નિર્ભેળ પ્રભુભક્તિ અને પ્રભુના ગુણોની સ્તવના, શ્રીમદ્ દેવચંદ્રજીની ચોવીશી એટલે દ્રવ્યાનુયોગનું નિરૂપણ. આમ ઘણા સાધુમુનિઓએ શ્રી તીર્થકર પ્રભુ વિશે કાવ્યરચનાઓ કરી જનસમાજ પર ઘણો ઉપકાર કર્યો છે. પરંતુ સરયુબેન ‘ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ'માં ગદ્યકાવ્ય રચે છે. અહીં તેઓ સરળ રીતે તીર્થંકર પ્રભુનાં નામનો વિશેષ અર્થ સમજાવે છે, ત્યાર બાદ શ્રી પ્રભુને વંદના કરી, પ્રભુના ગુણોની વિશેષતા જણાવી, પોતાની અલ્પતાનું ભાન કરાવે છે. આ ભવાટવિમાં, ભવભ્રમણમાં ભમતા જીવે અજ્ઞાનપણામાં ભોગવેલી વેદનાને વાચા આપે છે. શ્રી તીર્થકર પ્રભુ કે જેઓ જીવનની સાર્થકતાના જ્ઞાતા છે, તેમની કૃપા, તેમનું માર્ગદર્શન મેળવવાની પ્રાર્થના કરે છે, અને આ પ્રાર્થનામાં પ્રભુ પાસે સન્માર્ગનું દાન તેઓ માગે છે. આ પ્રકરણમાં લેખિકા પ્રથમ તીર્થંકર પ્રભુ શ્રી આદિનાથથી શરૂ કરી ચોવીશમાં તીર્થકર પ્રભુ શ્રી મહાવીર સ્વામી સુધીના કાળનો પરિચય પણ કરાવે છે. અને xxix Page #31 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્મવિકાસનાં સોપાન એક પછી એક ચડવા માટેની સજ્જતા કેળવવાની શક્તિ શ્રી પ્રભુ પાસે આદ્રહ્રદયથી અને ભક્તિસભરતાથી માંગે છે. શ્રી કેવળીપ્રભુના માર્ગમાં પ્રયાણ કરવા માટે સમ્યક્ત્વ પરાક્રમ તો કરવું જ પડે. સમ્યક્ત્વ પામ્યા વિના માર્ગ પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી બીજા પ્રકરણ “સમ્યક્ત્વ પરાક્રમ”માં લેખિકા એ વિશે પ્રકાશ પાડે છે. તેઓ લખે છે કે, “આત્માનાં શુદ્ધિ અને શાંતિ વધા૨વા સતત પ્રયત્નવાન રહેવામાં જીવ વીર્ય વાપરે છે ત્યાં તેનાં ખીલેલાં વીર્યનો સદુપયોગ થાય છે. અને જેમ જેમ તે મળેલાં વીર્યનો સદુપયોગ કરતો જાય છે, તેમ તેમ તેને સત્પુરુષો તરફથી વધારે ને વધારે શુભ વીર્યની ભેટ મળતી જાય છે, મળેલાં વીર્યનો સદુપયોગ કરવો તે સમ્યક્ત્વ છે; અને તે વીર્યને સન્માર્ગે વાપરીને ક્રમિક આત્મશુદ્ધિનાં પગથિયાં ચડતાં જવાં તે ‘સમ્યક્ત્વ પરાક્રમ’ કહી શકાય.” જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા પરાક્રમ કરવું પડે છે, તે માટે અનેક પ્રકારનાં વિઘ્નો પાર કરવાં પડે છે, સમ્યક્દર્શન મેળવ્યા પહેલાં જીવની દશા કેવી હોય છે તેનું હ્રદયસ્પર્શી તાદશ આલેખન લેખિકા કરે છે. સજાગ ન રહે તો સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્યા પછી પણ જીવ અસંશીપણામાં ધકેલાઈ જાય છે, અને સાધુપુરુષોનો કલ્યાણભાવ પામતા જવાથી ફરીથી સંક્ષીપંચેન્દ્રિયપણું જીવ મેળવે છે. તે પછી સત્પુરુષોના અને સાધુપુરુષોના સમાગમને પામી સભ્યષ્ટિ મેળવી તેનું સતત વિશુદ્ધિકરણ કરવા તે પ્રેરાય છે. તે ચિત્રણ દ્વારા લેખિકા કર્મક્ષય કરવા માટે સદ્ગુરુના માર્ગદર્શનની મહત્તા સ્પષ્ટ સ્થાપે છે. ત્યારબાદ લેખિકા સમ્યક્ત્વ પરાક્રમ કરવાનાં સોપાનની સૂક્ષ્મ સમજ સરળભાષામાં આપે છે. અને વર્તતી અંતરાયોને દૂર કરવામાં સદ્ગુરુ તથા પ્રભુનો સાથ કેવો ઉપયોગી છે તે તથા પૂર્વકૃત દોષોની ક્ષમા માંગવી કેટલી જરૂરી છે તેની સમજ આપે છે. સાથે સાથે ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કરતા જઈ ચૌદમાં ગુણસ્થાને પહોંચવા માટે જીવે કઈ રીતે વિકાસ સાધવો તે તેમણે સમજાવ્યું છે. છટ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિઓએ કર્મક્ષય કરવા કેવા આચાર પાળવા તેનું વિવેચન “ઉત્તરાધ્યયન સૂત્ર”ના આધારે સરળ શૈલીમાં રજૂ કર્યું છે. સમ્યક્ત્વ પરાક્રમનાં બધાં સોપાન સિધ્ધ કરવા માટે અષ્ટકર્મનો ક્ષય કરવો આવશ્યક છે. આત્મા પર વર્તતા વિભાવને કારણે કર્મનો જમાવ થાય છે, અને તેના મૂળ ગુણો પર આવરણ બંધાય છે. કર્મ એ સૂક્ષ્મ પુદ્ગલની બનેલી વર્ગણા છે. આવા કર્મથી લેપાયેલો XXX Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસની યાત્રા આત્મા “જીવ' તરીકે ઓળખાય છે. ત્રીજા પ્રકરણ “અષ્ટ કર્મ'માં લેખિકા કર્મબંધનાં મુખ્ય પાંચ કારણો – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ – ની વ્યવસ્થિત સમજ આપે છે. કર્મનાં પ્રકાર, તેની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધની વિસ્તારપૂર્વક સમજણ આપે છે. તે ઉપરાંત કર્મની અવસ્થા પ્રકૃતિ આદિ વિશે સામાન્ય જનને સમજાય તેવી સરળ શૈલીથી તેનું નિરૂપણ કર્યું છે. જીવને આ સંસારમાં રખડાવનાર આઠે કર્મોની પેટા પ્રકૃતિ વર્ણવી, તે પ્રકારોમાં જીવ કેમ અટવાય છે તેનું દર્શન ચોથા પ્રકરણ “અઢાર પાપસ્થાનક”માં કરાવ્યું છે. આઠે પ્રકારનાં કર્મોથી મુક્ત થવા માટે જીવે અઢારે પાપસ્થાનકોનો ત્યાગ કેવી રીતે કરવો તે વિસ્તૃત રીતે સમજાવ્યું છે. અને તેમ કરવા માટે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણની જરૂરિયાત પણ તેમણે બતાવી છે. આ ગ્રંથનાં ચારે પ્રકરણની તર્કબધ્ધતા સમજવા જેવી છે. આત્મવિકાસની યાત્રાના પ્રારંભમાં જીવે ‘ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ કરવી, તેમના જેવા બનવા માટે “સમ્યકત્વ પરાક્રમ' કરવું, આ પરાક્રમની સિદ્ધિ કરવા “અષ્ટ કર્મનો નાશ કરવો અને તે કર્મોનો નાશ કરવા માટે ‘અઢાર પાપસ્થાનક'નો ત્યાગ કરવો એટલો જ જરૂરી છે. સરયુબેનની કલમ વિશે લખવાની લાલચ હું રોકી શકતી નથી. તેમની શબ્દશૈલીમાં, તેમનાં આલેખનમાં ક્યાંય શબ્દાડંબર નથી. તેમાં છલકે છે માત્ર સાદગી, સરળતા, વિષયનું ઊંડાણ અને અભિવ્યક્તિમાં વાચકને તરબતર કરી દેવાનું કૌવત. આ બધાં કરતાં સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ લખે છે ત્યારે કોઈ ભારભડકમ વાતો નથી લખતાં, પણ તેઓ વ્યક્ત કરે છે, “આત્માનુભૂતિનો આનંદ' – આત્મવિકાસનાં સોપાન અને મોક્ષમાર્ગની ડગર પર ડગ માંડવા – યાત્રામાં જોડાવા આપણે કેવી પાત્રતા કેળવવી જોઇએ તેનો અંગુલિનિર્દેશ પણ કરે છે. શ્રી કેવળીપ્રભુનો સાથ, ભાગ-૧'. જૈનદર્શનનાં ક્ષેત્રે સરયુબેનનું અનોખું પ્રદાન છે. લખાણમાં ક્યાંય કશી ભૂલચૂક થઈ હોય તો ક્ષમા યાચું છું. ડો. કલા શાહ, એમ.એ., પી.એચ.ડી. xxxi Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્મરૂપી વેરીનો પરાજય કર્યો છે એવા અહેતુ ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેનાં આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન; દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુભગવાનને હું પરમભક્તિથી નમસ્કાર કરું છું. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીરપર્ધત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું. – શ્રીમદ્ રાજચંદ્ર, આંક ૭૫૭. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ વર્તમાન અવસર્પિણી કાળમાં શ્રી આદિનાથ પ્રભુથી શરૂ કરી શ્રી મહાવીર પ્રભુ પર્યંતના ચોવીશ તીર્થકર ભગવાન થયા છે, જેમણે જગતના તમામ જીવો માટે ઉત્તમ કલ્યાણભાવ વેદી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી આત્માને પૂર્ણ શુદ્ધ કરવાનો મહામાર્ગ પ્રકાશ્યો છે. તેમણે પોતાની કેવળીપર્યાય દરમ્યાન ઉદયકાળ પ્રમાણે ૐ ધ્વનિરૂપ દેશના આપી જીવોને બોધ્યા છે અને માર્ગનું જાણપણું કરાવ્યું છે. એ માર્ગનું જાણપણું સ્વીકારી, પાળી, પોષી, આરાધી અસંખ્ય આત્માઓ સિધ્ધભૂમિમાં આત્માના અનંત અવ્યાબાધ સુખને ચિરકાળ માણવા સદ્ભાગી થયા છે. તે સર્વ તીર્થંકર પ્રભુની અસીમ કૃપાથી જે કંઈ આત્માર્થે જાણકારી મળી છે, તેનો લાભ ઇચ્છુક જીવો વર્તમાનના પંચમકાળે લઈ શકે, એ અર્થે શ્રી પ્રભુની આજ્ઞા લઈ તેમની સ્તુતિ કરવારૂપ આ પ્રકરણ રચી “શ્રી કેવળી પ્રભુનો સાથ' ગ્રંથનો આરંભ કરીએ છીએ. અને આ ગ્રંથરચના શ્રી પ્રભુની અસીમ કૃપાથી વિના વિઘ્ન પૂર્ણ થાઓ એ જ પ્રાર્થીએ છીએ. ૧ શ્રી આદિનાથ પ્રભુ – શ્રી ઋષભદેવ સ્વામી ! હે પ્રભુ! આ સંસાર અટવીમાં અમે અનાદિકાળથી મૂઢ થઈ રખડતા આવ્યા છીએ. સંસારમાં અમે એકથી પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિ અપ્રાપ્તિની માયાજાળથી ફસાયેલા છીએ. ક્યારેક માત્ર એક જ ઇન્દ્રિય – સ્પર્શેન્દ્રિયના સહારાથી જ જીવવું પડ્યું હતું, ક્યારેક તેમાં રસના વધવાથી ત્રસકાયપણું પ્રાપ્ત થયું હતું, તેમાં ક્યારેક ધ્રાણેદ્રિયનો સાથ મળ્યો, વળી ચક્ષુ ઇન્દ્રિય વધતાં આશા વધી, તો ઘણા ઘણા અલ્પકાળ માટે શ્રોત્રંદ્રિય અને સંજ્ઞા સહિતના પંચેન્દ્રિયપણાની સુવિધા વેદી. ચાર ઇન્દ્રિય Page #35 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સુધીના અસંજ્ઞીપણામાં અનંતકાળ વીતાવ્યા પછી, ૯૦૦ ભવ જેટલા અલ્પકાળ માટે સંજ્ઞીપંચેન્દ્રિયપણું મળ્યું હતું. એ સમયે પણ કર્મના ધક્કાનુસાર અમારે ચારે ગતિમાં ભમવું પડ્યું. તે વખતે શક્તિ ફૂરાયમાન થઈ હોવાથી, તેના આધારે કંઈક જીવોને દુભવ્યા, હણ્યા અને તેમને અનેક પ્રકારે કષ્ટો આપવામાં આનંદ માન્યો, પરિણામે દુઃખોની વણઝાર ચાલી. દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી જિંદગીઓ વીતાવી. એવા સમયે અમે કષાયોના ઉગ્ર સ્વરૂપના આશ્રયે રહયાં, અને અમારું સંજ્ઞીપણું જાળવી ન શકતાં, ફરીથી અસંજ્ઞીપણામાં સરી પડયા. આવી જાતનું સંજ્ઞી અસંજ્ઞીપણું અમને વારફરતી આવતું ગયું. આમ કરતાં કરતાં અત્યાર સુધીનો કાળ વહી ગયો. અહો ઉદાર હૃદયી પ્રભુજી! આપની અનંત અનંત કૃપા થતાં અમને વર્તમાનમાં સંજ્ઞીપંચેન્દ્રિયપણું તથા બીજી અનેક સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે. અમારું આ અમૂલ્ય સંજ્ઞીપંચેન્દ્રિયપણું હવે છીનવાઈ ન જાય તે માટે અમારે આ જીવન સાર્થક કરવું છે. જીવનની સાર્થકતા કઈ રીતે થાય તેની જાણકારી અમારી પાસે નથી. પરંતુ આપ તેના પ્રખર જાણકાર છો, એવી ભાવના અમારા હૃદયમાં ઊગી આવવાથી, અમે આપની - ઋષભની – ઉત્તમની સાથે જોડાવા, આપની કૃપાને ઉત્તમતાએ ગ્રહણ કરવા પ્રવૃત્ત થયા છીએ. સંસારમાં સહુ એકબીજાની કૃપા ઇચ્છયા જ કરે છે, અને મળતી કૃપા કે અવકૃપાના અનુસંધાનમાં ક્ષણિક સુખ કે દુઃખ વેદ્યા જ કરે છે. અત્યાર સુધી અમે પણ આ પ્રક્રિયાથી બચી શક્યા નથી. તે જિનદેવ! તમે તો અનંત સુખનાં ધામ છો. એક વખત તમને સાચા અર્થમાં પ્રાપ્ત કર્યા પછી, જીવની પાસે દુ:ખ આવી શકતું નથી; એમ અમે સાંભળ્યું છે. તો અમને કષ્ટ માત્રથી ઉગરવાનો માર્ગ બતાવો. સાથે અમને શાશ્વત સુખ મેળવવા માટે માર્ગદર્શન આપો. આ સંસારની પ્રીતિ તો ક્ષણિક છે, નાશવંત છે, અથાગ પ્રયત્ન કરવા છતાં પણ અમે આ સંસારમાંથી પરિભ્રમણ કરવા સિવાય કશું જ મેળવી શકયા નથી. હવે તો સંસારભ્રમણ છૂટે તે માટે સન્મતિ અને સન્માર્ગનું અમને દાન આપો! Page #36 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ શ્રી ઋષભ – ઉત્તમ સાથે જોડાવાના ભાવના પરિપાક રૂપે જીવ અંતવૃત્તિસ્પર્શ પામે છે – એક સમય માટે દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરી મિથ્યાત્વના ઉદયને તોડે છે, અને અભવિપણું ત્યાગી તે ભવિપણું અંગીકાર કરે છે. તે પ્રાપ્તિ સહુ પાત્ર જીવો મેળવો. ભરતક્ષેત્રના આ અવસર્પિણીકાળમાં, લગભગ ૯ ક્રોડાક્રોડી સાગરોપમ કાળ વીત્યા પછી, જગતજીવોને આપનાં દર્શન થયાં! અનેક જીવો આપના નિમિત્તથી સંસારસમુદ્ર તરી ગયા. નિત્ય નિગોદમાંથી નીકળ્યા અનંતકાળ વીત્યે અમે આ શુભ ભાવ આપની કૃપાથી ભાવી શકયા છીએ. તે ભાવના જરાય નિષ્ફળ ન જાય તેવી મહતી કૃપા હે દયાનિધિ! તમે અમારા પર કરો! ૨ શ્રી અજીતનાથ પ્રભુ ! હે ભગવન્! શ્રી આદિનાથ પ્રભુની અનંતી કૃપાથી અમે અંતવૃત્તિ સ્પર્શવા બડભાગી થયા. એક સમય માટે દેહ તથા આત્માની ભિન્નતા અનુભવવાનો લાહવો લઈ, અમારું અભવીપણું ટાળી ભવીપણું મેળવ્યું. તેથી કોઇ ને કોઇ કાળે અમે મોક્ષની સિદ્ધિ મેળવવાનું અભયવચન પામ્યા. જો કે એક સમયનું જ્ઞાન અમને વર્તતું ન હોવાથી, તેનો સ્પષ્ટ અનુભવ ન થયો છતાં પ્રભુની અને ધર્મના સાતત્યની ઘેરી છાપ આત્મામાં પડી ગઈ, જે ધર્મશ્રધ્ધા કરવામાં ભાવિમાં ખૂબ જ ઉપયોગી થાય તેમ હતું. આમ અમારા અભવીપણાને ભવીપણામાં પલટાવી શ્રી આદિનાથ પ્રભુએ પોતાનું બિરુદ સાર્થક કર્યું. તેમની કૃપાથકી અત્યંત સૂક્ષ્મપણે અમને મોક્ષમાર્ગનું આદિપણું પ્રાપ્ત થયું. આ ઉપકારાર્થે સર્વ તીર્થંકર પ્રભુજીને અમારા કોટિ કોટિ વંદન હો. હે કરુણામય પ્રભુ! ભૂલોની પરંપરામાં અટવાયેલા અમારા આત્માને આવા અભુત કાર્યની કોઇ સમજણ મળી નહિ, કેમકે અસંખ્ય સમયવર્તી જાણકારીવાળાને એક સમયની જાણકારી કયાંથી આવે? પ્રભુનો અમારા પરનો આ ઉપકાર ગુપ્ત જ રહયો. આ બિનજાણકારીના કારણે અમે તેનો સાચો લાભ, તરતમાં લઈ શકયા નહિ, માર્ગનો વિકાસ વધારી શકયા નહિ, જેથી પરિભ્રમણની પરંપરાનું સાતત્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચાલ્યા જ કર્યું. અનાદિકાળથી વેદાતું આવેલું અભવીપણું દૂરભવીપણામાં પલટાયું, અમે તે પરમ ઉપકારનો લાભ યથાર્થ રીતે લઈ શકયા નહિ. અમારી મૂઢમતિને કારણે ધર્મમય જીવન તરફ પ્રગતિ કરવાને બદલે અમે બાહ્યભાવથી જ ધર્મ આરાધન તરફનો દૃષ્ટિકોણ સેવતા રહયા, ધર્મને સમજવા માટે અમે ચર્મચક્ષુનો જ ઉપયોગ કરતા રહયા, અને સંસારની ભૂલભૂલામણીમાં વિશેષ વિશેષ અટવાતા ગયા. પરિણામે અમારો આત્મવિકાસ નહિવત્ રહયો હતો. હે જિનજી ! તમે સર્વ પ્રકારના અવગુણોને જીતીને અનંત ગુણોના ભોકતા બન્યા હોવાથી ખરેખરા અજીતનાથ છો. તમને હવે કોઇ પણ અવગુણ જીતી શકે તેમ નથી. સંસારનાં કોઇ પણ પ્રલોભનો, શાતા, સમૃદ્ધિ આપને જીતી શકે તેમ નથી. તમારી સર્વ શક્તિએ એવી અદ્ભુતતાથી ખીલેલી છે, કે તમે ઉત્તમ અર્થમાં અજીત થયા છો. પૂર્ણતાએ સ્થિર છો. પણ પ્રભુજી ! અમારી પરિસ્થિતિ તો આપનાથી સાવ જ વિપરિત છે. સંસારના પ્રત્યેક પ્રલોભનો અમને સહેલાઇથી ઠગાવી જાય છે; અમને સ્થિર થવા જ દેતા નથી. સ્થિરતા કેળવવા માટે અમે શાસ્ત્રો, તર્ક વિચા૨, લૌકિક પુરુષોની પરંપરાના વચનો આદિનો આશ્રય લીધો હતો, અને તેનાથી ખૂબ ગોથાં ખાધાં હતાં. સ્વમતિકલ્પનાને લીધે અમને શાસ્ત્રો શસ્ત્રરૂપે પરિણમ્યા હતા, ગુરુગમ તો હતી જ નહિ, તેથી સાચા અર્થ કે ગુઢાર્થનું સ્વપ્નું પણ મળ્યું ન હતું. વળી વારંવા૨ તર્ક ને બદલે કુતર્કના ફંદામાં ફસાઇ જતા હતા. સત્ અસત્નો સદ્વિવેક અમારામાં પ્રગટયો ન હોવાના કારણે લૌકિક પુરુષોએ અમને પોતાના માનાદિ કષાયને પોષવા ગેરમાર્ગે દોર્યા, અમે તેમ દોરવાયા. આમ અમે અનેક પ્રકારની વિચિત્ર સ્થિતિમાંથી પસાર થયા, ઓઘે ઓથે ધર્મ કરી કેટલીક વખત દેવલોકનાં સુખને ભોગવી આવ્યા, પરંતુ ખરી આત્મશાંતિ અનુભવી શકયા નહિ. હે અજીત ગુણધામ ! આવી હારેલી દશામાં, અમે આપને હ્રદયથી વિનંતિ કરીએ છીએ કે અમે ત્વરાથી સન્માર્ગને પામી શકીએ એવી દિવ્યદ્રષ્ટિ અમને આપો. ઓઘ ૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ દૃષ્ટિનો ત્યાગ કરી, સત્યના માર્ગે અમે આગળ વધીએ એવી અમારા પર કૃપા કરો. અમારા ભાવોને આત્મશુદ્ધિના માર્ગમાં પ્રગતિ થાય એવી શ્રેણિમાં લાવી મૂકો કે જેથી સંસારના દુઃખની પરંપરાથી અમે છૂટી જઈએ. અહો! ગુણગુણના ભંડાર પ્રભુજી! અનંતકાળના પરિભ્રમણ પછી અમે અનુભવેલી એક સમયની દેહ-આત્માની ભિન્નતા વધારવામાં તમારો અનન્ય સાથ જોઈએ છે. અમને લક્ષ આવે છે કે આ ભિન્નતા વધારવામાં સમય ઘણો પસાર થઈ જાય છે, કેમકે શ્રી આદિનાથ પ્રભુ પછી, આપનું આ અવનિ પરનું અવતરણ લગભગ ૫૦ લાખ કરોડ સાગરોપમ પસાર થયા પછી થયું. અને આપ પ્રભુએ ભરતક્ષેત્રના અનેક આત્માઓને સન્માર્ગે વાળવાનું ઉત્તમ કાર્ય પણ કર્યું. આપના એ સુંદર કાર્યને અમારા કોટિ કોટિ વંદન હો. આદિનાથ પ્રભુથી શરૂ થયેલા મોક્ષમાર્ગમાં આગળ વધવા તમે ઉપકાર કરી સાથ આપો અને આત્માના વિકાસક્રમમાં પ્રવેશ કરાવી અમને આભારી કરો. ૩ શ્રી સંભવનાથ પ્રભુ! અહો શ્રી સંભવ જિન! અમારા આપને કોટિ કોટિ વંદન હો. અમારા આત્માના વિકાસને સ્પષ્ટ આકાર આપનાર શ્રી જિનપ્રભુ! આપને અમારા ભક્તિસમેતના વંદન હો. શ્રી આદિનાથ પ્રભુની અસીમ કૃપાથી અંતવૃત્તિસ્પર્શ થતાં અમારું ભવીપણું પ્રગટ થયું, શ્રી અજીતનાથ પ્રભુની છાયામાં વિકસ્યું, અને આપ પ્રભુની નિશ્રામાં તે સ્પષ્ટતા ધારણ કરે એ માગીએ છીએ. હે જિનેશ્વર દેવ! આપની અનન્ય કૃપાથી, અનાદિ અનંત એવા આ સંસારમાં રખડતા અમારા આત્માને સન્માર્ગે જવા માટે સંભવ – અવકાશ પ્રાપ્ત થયો છે. અત્યાર સુધી અમારા આત્માએ સતત પરિણામની ચંચળતા જ ભોગવી છે, અત્યાર સુધીમાં કયારેય સ્પષ્ટ અનુભવાય એવી શાંતિ અમારા આત્માએ વેદી નથી, વળી, અન્ય જીવોની બાહ્ય સુવિધાઓ – બાહ્ય પરિગ્રહાદિ શાતાના નિમિત્તો જોઈ અમારા આત્માએ ઈષ કરી છે, અને તેથી પોતાની અશાંતિ વિસ્તૃત કરી છે, તે ઉપરાંત અમારા આત્માને Page #39 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પોતાની જ ભૂલોના કારણે જે અરુચિકર તત્ત્વોનો મેળાપ થયો છે, તેને માટે સતત દ્વેષ અનુભવી પોતાના જ માટે વિપરિત પરિસ્થિતિ ઊભી કરતા આવ્યા છીએ, એટલું જ નહિ પણ, આત્માની શાંતિ કે પવિત્રતા વધારવા માટે ઉદ્યમ કરવાનું નિમિત્ત આવે ત્યારે તેમ કરવાનો અમે થાક વેદ્યો છે, અર્થાત્ સ્વસુખ માટે અત્યાર સુધી નિરૂદ્યમી જ રહ્યા છીએ. આવા અનેક પ્રકારનાં અનંત દોષોથી ભરપૂર અમારા આત્માને દોષથી છોડાવવા માટે, તેને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત કરાવવા માટેનો અવકાશ અમને આપની પાસેથી મળી શકે તેમ છે; એવી સંભાવના ઉત્પન્ન થઈ છે. તો હે જિનદેવ! તમો સર્વ ઇન્દ્રિયોને જીતી શુધ્ધ થયા છો, એ શુધ્ધતા પ્રતિ પ્રગતિ કરવા અમને માર્ગદર્શન આપો. આપની અસીમ કૃપા થકી જ અમે બાહ્યથી છૂટી અંતર્મુખ થવા પુરુષાર્થ કરી શકીશું. અમારા સર્વ પાપોનો નાશ કરવાના પુરુષાર્થમાં અમને સહાય કરી શકે, પ્રેરણા આપી શકે એવા સપુરુષનો યોગ ત્વરાથી કરાવો. ઉત્તમ સગુરુનો પરિચય કરાવી તેમના ઉત્તમ સથવારાનો લાભ આપો, એમનાં સુવચનોનું વારંવાર શ્રવણ કરવાનું સદ્ભાગ્ય આપો, કે જેથી યોગ્ય આરાધન કરી શકવાની સંભાવના અમને મળે. હે જીવનરક્ષક પ્રભુ! અત્યાર સુધી અમે સ્વમતિકલ્પનાએ જ ચાલી શ્રેય કરીએ છીએ, એવી વિપરિત માન્યતાથી વર્તતા હતા. એના કારણે અમારા ભવભ્રમણનું એક ચક્ર પણ ઘટયું નહિ, તેથી, આપની અનન્ય કૃપાને કારણે હવે અમને સમજાય છે કે અમારે સાચા માર્ગદર્શક સદ્ગુરુની ખૂબ જ આવશ્યકતા છે. તેમની સહાય વિના અમારું યથાર્થ કલ્યાણ સંભવિત જ નથી, તેથી પરમ સગુરુ મેળવવાની અમારી ઝંખના સફળ કરો, એ અર્થે અમે આપને કોટિ કોટિ વંદન કરીએ છીએ. તથા સદ્ગુરુને મેળવવા માટે અમારા પૂર્વે બાંધેલા જે કોઈ અંતરાય કર્મ વિઘ્નરૂપ થતા હોય તેની ક્ષમા યાચી, તમારા શરણથી તેને તોડવા પ્રાર્થીએ છીએ. અમારામાં પ્રવર્તતા દોષોનો ક્ષય કરવા તે સર્વ દોષોની પશ્ચાતાપ સાથે આપની સાક્ષીએ ક્ષમા યાચી, દોષમુક્તિ માંગીએ છીએ. વર્તતાં દોષો દૂર થતાં અમે નિશ્ચયથી વ્યવહાર સમકિતના અર્થાત્ ૮ સમયથી વધારે સમય માટે અને પાંચ મિનિટથી ઓછા કાળ માટે દેહ આત્માની ભિન્નતાનો સ્પષ્ટ અનુભવ કરવા અધિકારી થશું તેવું આપનું વચન સત્ય હો. Page #40 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ શ્રી સંભવ જિન! આપશ્રીએ શ્રી અજીતનાથ પ્રભુના નિર્વાણ પછી ૩૦ લાખ કરોડ સાગર વીત્યે, આ ભરતક્ષેત્રે નિર્વાણ માર્ગનો સંદેશો આપવાનું કાર્ય કર્યું. એ પરથી અમને સમજાય છે કે અંતવૃત્તિસ્પર્શ કર્યા પછી, નિશ્ચયથી વ્યવહાર સમકિત સુધી પહોંચતાં જીવને લાંબો ગાળો પસાર કરવો પડે છે. આમ છતાં અનાદિ અનંત કાળના પડછામાં આ ઘણો અલ્પ કાળ કહી શકાય. હે પ્રભુ! અમારી માર્ગની સમજને વિશેષ વિશેષ વિશુધ્ધ કરતા રહો એ જ આગ્રહભરી અને આનંદસહિતની નમ્ર વિનંતિ છે. ૪ શ્રી અભિનંદન સ્વામી ! નિશ્ચયથી વ્યવહાર સમકિત પ્રાપ્ત થતાં, માર્ગપ્રાપ્તિનો સંભવ વધે છે, અને અનંતકાળનું પરિભ્રમણ છૂટી મર્યાદિત કાળનું પરિભ્રમણ બને છે. એ પરિભ્રમણને વધારે સિમિત કરવા હે અભિનંદન પ્રભુ! અમે આપનાં દર્શનને અભિનંદીએ છીએ, ઇચ્છીએ છીએ. આ દર્શનને અમે મનથી પણ અનુમોદીએ છીએ. આ દર્શન થતાં, અમારો સંસાર ઘણા અંશે નાશ પામી જશે. હે પ્રભુજી! આ સંસારમાં કરેલી રખડપાટને આધારે અમે કહી શકીએ એમ છીએ કે, “હે પ્રભુ! તમારાં દર્શન થવાં એ ખૂબ દુર્લભ છે.' તમારા દર્શન કઈ રીતે થાય તે વિશે કોઈને પણ પૂછવા જતાં અમારે પાછા પડવું પડ્યું છે. તે જીવે પોતાના અહંપણાને લીધે તથા ભ્રાંતિને કારણે પોતાને જ “પરમાત્મસ્વરૂપ ગણાવી અમને તેના શિષ્ય થવા લલચાવ્યા હતા. પરિણામે અમે તેની જાળમાં ફસાઈ અમારું જ અહિત કર્યું હતું. કેમકે અમે તો અનેક પ્રકારનાં મદથી ઘેરાયેલા હતા, તે ઉપરાંત સાચા ખોટાનું કે સારાનરસાનું સાચું વિશ્લેષણ અમારાથી થઈ શકતું ન હતું. આથી બાહ્યદ્રષ્ટિથી વતી અમે ઉન્માદમાં ઘણું ઘણું ગુમાવ્યું હતું. વળી હે પ્રભુ! સામાન્ય પ્રકારે પણ તમારા દર્શન ખૂબ દુર્લભ ગણાયા છે, તો પછી આત્માની વિશુદ્ધિ વધારનાર દર્શન વિશેષ વિશેષ દુર્લભ હોય તો તેમાં નવાઈ શું હોઈ શકે ? Page #41 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્માર્થે આગળ વધવા અમે અનુમાનથી, તર્કથી કે નયના આધારે તમને સમજવા જઈએ છીએ તો અમને ઘણી ઘણી મુશ્કેલીઓ જણાય છે. આગમ શાસ્ત્રોના આધારે પણ તમને સમજવા જતાં એવા જ હાલ થાય છે, કારણ કે સત્ય અર્થ અથવા તો ગૂઢ રહસ્ય સમજાવે – બતાવે તેવા સદ્દગુરુની પ્રાપ્તિ અમને હજુ સુધી થઇ નથી. આ અપ્રાપ્તિ અમને સદ્ગુરુના રક્ષણથી વંચિત કરે છે. બીજી બાજુ અમારા આત્માના ગુણોનો ઘાત કરનારા કેટલાય ઘાતિકર્મો રૂપી પર્વતો અમને તમારી પ્રાપ્તિથી દૂર રાખે છે આ ઘાતકર્મો રૂપી પર્વતો ઓળંગવા હિંમત કરી અમે આગળ વધવા જઈએ છીએ તો માર્ગદર્શક ભોમિયાના અભાવે અમે કર્મોની ગીચ ઝાડીમાં અટવાઈ પડીએ છીએ. આમ તમારાથી વિમુખ રહેવા જેવા હાલ અમારા થયા છે! હે દયાળુ અભિનંદન સ્વામી! કૃપા કરી અમને સાચા માર્ગદર્શક ભોમિયા રૂપ સગુરુની ભેટ આપો. તમારી યથાર્થ ઓળખાણ કરાવે તેવા સગુરુનો ભેટો કરાવો, જેમની સહાયથી અને આપની કૃપાથી અમારો આત્મા અભિનંદનને પાત્ર થાય. અત્યાર સુધી અમારી ઝંખનાને પૂરી કરનાર સગુરુ મળ્યા ન હતા, તે મેળવીને અમારો આત્મા ધન્ય બની પુલકિત થાય. હે જિનરાજ! તમારા દર્શન કરવાની રઢ અમને લાગી છે. આ ઝંખનાને કારણે અમે તમારા દર્શન કરવાની પિપાસાથી ચારે બાજુ ફરીએ છીએ, અમારી આ દશા જંગલમાં મૃગજળ પાછળ પાણીની શોધમાં દોડતા હરણ જેવી જ છે; કારણ કે અમૃતપાનની પિપાસાથી હાથ લંબાવતા, હાથમાં તો વિષનો પ્યાલો જ આવે છે! ઝંખનામાં ને ઝંખનામાં તમારા દર્શન મેળવવાનો માર્ગ જેને પૂછીએ છીએ, તે પોતપોતાની વડાઈ કરી અમને ગેરમાર્ગે દોરે છે, અને તમારા દર્શનથી વંચિત રહીએ તેવો ઘાટ ઘડાય છે. અમારી શક્તિઓ યથાયોગ્યપણે ખીલી ન હોવાને કારણે અમે આ બધા ગૂંચવાડા તથા ભૂલભૂલામણીમાં અટવાઈ જઈ અનેકવિધ કષ્ટ ભોગવીએ છીએ. અહો કલ્યાણમૂર્તિ જિન! આ ભૂલભૂલામણીના આટાપાટાથી અમે તો જ છૂટી શકીએ, જો તમે અમને અભિનંદો – અમારા પર કલ્યાણભાવ રૂપ કૃપાની વર્ષા કરો. ક્ષણે ક્ષણે ભયના ઓળા નીચે વસનાર એવા અમારા પર કૃપા કરી, અમને તમારા Page #42 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ દર્શનથી અલંકૃત કરો, તમારા દર્શન કરવાના અમારા અભિલાષને તમે પૂર્ણ કરો તો અમને જીવન કે મૃત્યુ કોઈ પ્રકારનો ત્રાસ આપી શકશે નહિ. તમારા એ કવચથી - દર્શનની ઉષ્માથી અમને જીવન અને મૃત્યુ પીડા કરી શકશે નહિ. અમને તમારા શુધ્ધ સ્વરૂપનાં દર્શન એવી રીતે કરાવો કે અમે જીવન તથા મૃત્યુથી નીપજતા ત્રાસથી છૂટી જઈએ. શ્રી સંભવનાથ પ્રભુના નિર્વાણ પછી દશ લાખ કરોડ સાગરોપમ કાળ વીત્યે ચોથા શ્રી અભિનંદનસ્વામીએ આ ભરતક્ષેત્રમાં તીર્થ પ્રવર્તાવ્યું હતું. પ્રત્યેક બે તીર્થકરની ઉપસ્થિતિ વચ્ચે ઘટતો જતો ગાળો એ જ સૂચવે છે કે જેમ જેમ જીવ સમજણો થતો જાય છે, શુચિ વધારતો જાય છે તેમ તેમ તેનો આત્મવિકાસ ઝડપથી થતો જાય છે. અંતવૃત્તિસ્પર્શ કરવાના પહેલાં પગથિયે પહોંચતા જીવનો અનંતકાળ પસાર થઈ જાય છે; નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવવાના બીજાં પગથિયે પહોંચતા જીવને તેનાથી નાનો કાળ જાય છે અને તે પછીનાં પ્રત્યેક વિકાસનાં સોપાને જતાં સમયગાળો ઘટતો જાય છે. તેથી ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત અને એથી આગળની દશાએ જવામાં ઓછો ઓછો સમય લાગે છે તેનું મુખ્યતાએ કારણ જીવની પોતાની પુરુષાર્થ કરવાની શક્તિ વધે છે, અને સાથે સાથે સમર્થ ગુરુનો સાથ સ્વીકારવાની માત્રા પણ વધે છે. સામાન્યપણે આમ હોવા છતાં ઉપાદાન કે નિમિત્ત બેમાંથી કોઈ નબળું હોય તો આગળ વધવામાં વધારે સમય પસાર થઈ શકે છે. ૫ શ્રી સુમતિનાથ જિન ! શ્રી અભિનંદન સ્વામીએ અમારા આત્માને અભિનંદ્યો – અમારા આત્મા પર કૃપા વરસાવી, તેથી હે શ્રી સુમતિનાથ જિન! અમારા આત્મામાં આપનાં દર્શન કરવાની, પ્રભુદર્શન કરવાની બળવાન ઝંખનાને પ્રગટ કરી શકવા જેટલી સુમતિ પ્રાપ્ત થઈ છે. આમ છતાં અમને આત્માના સાચા સ્વરૂપનો અનુભવ કે લક્ષ થતો નથી. આત્માનાં શુદ્ધ સ્વરૂપને કેમ પ્રગટાવવું તથા વર્ધમાન કરવું તેની જાણકારી અમને યથાર્થ રીતે આવી નથી. આવા સંજોગોમાં અમને અમારા શુધ્ધ સ્વરૂપની જાણકારી આપે, Page #43 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્વરૂપને વિશુધ્ધ કરવામાં સહાય કરે તેવા યોગ્ય ભોમિયાની – માર્ગદર્શક ગુરુની ખૂબ જરૂરિયાત છે એનો લક્ષ અમને આપે આપેલી સુમતિ કરાવે છે. અત્યાર સુધી અમારી મતિ એવી અવળી ચાલતી હતી, અમો એમ માનતા હતા કે અમને કલ્યાણ કરતાં આવડે છે, અમે અમારી જાતે કલ્યાણ કરી લઈશું, અમારું કલ્યાણ થઈ જશે; પરંતુ અમારા પર વરસેલી કૃપાને લીધે અમે અમારી ભૂલ સમજી શકયા છીએ. અમને મળેલી સુમતિના આધારે અમે કરેલી આ સર્વ ભૂલોની આપની સમક્ષ ક્ષમા માગીએ છીએ. ' હે દેવાધિદેવ! અત્યાર સુધી તો અમે બાહ્ય આત્મામાં જ રમતા હતા, બાહ્યથી જ ધર્મપ્રવૃત્તિ કરતા હતા, તેમાં જ કલ્યાણ છે એવી વિપરીત માન્યતામાં રાચી, અમે ઓથે ઓથે બાહ્યથી વ્રત, નિયમ, પચ્ચખાણ, શાસ્ત્રપઠન, જપ, તપ, અભ્યાસ વગેરે કરતા હતા, પણ આત્માને શુદ્ધ કરવાના લક્ષથી આ બધું જ કરવાનું અમને સૂઝયું પણ ન હતું. આપની અણમોલ કૃપા થતાં અમને અમારી આ ભૂલો સમજાઈ છે. અત્યાર સુધી સેવેલી આ ભૂલોની પરંપરાને અમારે તોડવી છે. આપની કૃપામાં આપના આશ્રયે રહી, સન્માર્ગે ચાલી અમારે આત્મકલ્યાણ કરવું છે. આપે વરસાવેલી કરુણાને કારણે અમને સમજાય છે કે બહિરાત્મભાવ એ આત્માનું સાચું સ્વરૂપ નથી. આ ભાવથી છૂટી અમારે અંતરાત્મા તરફ વળવાનું છે, અને અંતમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. દેહાદિ પરપદાર્થોમાં પોતાપણું કરી રાચનાર જીવ બહિરાત્મા છે. એવી વૃત્તિઓમાં જ અમારો સર્વ ભૂતકાળ પસાર થયો છે. પણ તમે આપેલી સ્મૃતિના આધારે સમજાય છે કે તે વૃત્તિઓથી પર બની, દેહાદિ પદાર્થો અને પ્રવૃત્તિમાંથી પોતાપણાની બુદ્ધિ છોડી દઈ, તેના સાક્ષી રૂપે રહેતાં શીખવાથી અંતરાત્મા થવાય છે. ત્યારે, જ્ઞાનના આનંદથી ભરપૂર, પરમ પવિત્ર, કર્માદિક ઉપાધિથી રહિત, ઇન્દ્રિયોથી પર, અને ગુણોના સમૂહરૂપ આત્માનો સતત અનુભવ એ પરમાત્મસ્વરૂપ છે, તે પ્રાપ્ત કરવાનું હવે લક્ષ બંધાતું જાય છે. આપની વરસી રહેલી અનન્ય અને અપૂર્વ કૃપા થકી અમારી મતિ સવળી થતી જાય છે; તેથી અમે જાણી શકીએ તથા અનુભવી શકીએ એટલા કાળ માટે અમે અમારા દેહ તથા ૧૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ ઇન્દ્રિયોથી છૂટા પડી શકીએ છીએ. જે સ્થિતિ ઉપશમ સમકિતમાં સંભવે છે. આપની આ કૃપા આપવા માટે આપને અમારા કોટિ કોટિ વંદન હો. હે સુમતિનાથ વિભુ ! ઉપશમ સમકિત પ્રાપ્ત થવાથી, જાગૃત થવા માંડેલી અમારી સુમતિને તમે એવી વિકસાવો કે તમારી કૃપા થકી જ અમે બહિરાત્મપણું ત્યાગીને અંતરાત્મામાં મગ્ન થઈ જઈએ, અને “પરમાત્મસ્વરૂપ' પ્રાપ્ત કરવાનું અભયવચન મેળવી લઇએ. હે જિનદેવ! અમારી તમારા દર્શન કરવાની ઝંખનાને પોષણ આપી સફળ કરાવે તેવા ઉત્તમ ગુરુના યોગમાં વસવાની અમારી અભિલાષા સાકાર કરાવો. આપના તરફથી આવતી આ સર્વ કૃપા માટે આપને અત્યંત ભક્તિ સહિત વંદન હો. શ્રી અભિનંદન પ્રભુના નિર્વાણ પછી નવલાખ કરોડ સાગર જેટલો કાળ વીત્યો ત્યારે શ્રી સુમતિનાથ પ્રભુએ ભરતક્ષેત્રમાં તીર્થ પ્રવર્તાવ્યું હતું. આમ બે તીર્થકર વચ્ચે ઘટતો જતો આંતરો સૂચવે છે કે આત્મશુદ્ધિના કાર્યમાં આગળ વધતો જીવ ક્રમે ક્રમે ઓછા કાળમાં વિકાસના પગથિયાં ચડતો જાય છે, કારણ કે પ્રાપ્ત થયેલા સગુરુના સાથથી જીવને ઘણી મદદ મળે છે. ૬ શ્રી પદ્મપ્રભુજી ! અહો શ્રી વીતરાગ દેવ! શ્રી સુમતિનાથ પ્રભુની કૃપાથી અમારી અવળે ગાડે જતી મતિ સવળી થઈને સન્માર્ગે આવતી ગઈ છે. આ સન્મતિના આધારે અમારો આત્મા દેહ તથા આત્માની ભિન્નતાને અમુક ક્ષણો સુધી માણી, આત્મસુખનો અનુભવ કરી શકે છે. આ પ્રસંગે હે પદ્મપ્રભુ સ્વામી! અમને એ સ્પષ્ટપણે સમજાતું નથી, કે આ સુખને વધારવા અમારે શું પુરુષાર્થ કરવો જોઈએ. વારંવાર આ અનુભવમાં સરકવા માટે અમારે શું કરવું જોઈએ? આપ પ્રભુ સમગ્ર કાળ માટે આત્મસુખમાં નિમગ્ન છો, ત્યારે અમે એ સુખની ક્ષણો મેળવવા માટે તલસીએ છીએ. તો આપના અને અમારા વચ્ચે રહેલા વિશાળ અંતરને તોડવા શું કરવું જોઈએ? આપશ્રી પરમાત્મસ્વરૂપે સ્થિતિ કરી, સ્વસ્વરૂપમાં રમમાણ બની, અનંત અવ્યાબાધ સુખને માણી રહયા છો, તેની ૧૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સામે અમારો આત્મા બહિરાત્મભાવમાં રુચિ રાખી સંસારના પરિભ્રમણમાં ખૂંપી રહયો છે. આપણા વચ્ચે રહેલું આત્મસુખ બાબતનું અંતર કેમ ઘટાડવું, અને વર્તતો વિરોધ કેમ તોડવો એ પ્રશ્ન ઉદ્ભવેલી સન્મતિ વિકસતાં જટિલ લાગી રહયો છે. આપની અને અમારી વચ્ચે રહેલા આ વિશાળ અંતરને તોડવાનો ઉપાય શોધવા જતાં શ્રી સગુરુ પાસેથી સમજવા મળે છે કે આપણા બે વચ્ચેનું અંતર આટલું મોટું થવાનું કારણ અમારા દુષ્ટકર્મોનો પરિપાક છે, અંતરાય કર્મનું જોર છે. અમારા આત્મામાં જાણતાં કે અજાણતાં, ઉદયપ્રાપ્ત સંજોગોમાં જે જે ભાવો પ્રવર્તે છે – શુભ કે અશુભ, તેના પ્રમાણમાં અમને સંસારપ્રાપ્તિ તથા મોક્ષવિમુખતા થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશનાં સંયોજનને આધારે કર્મના બંધ આત્મપ્રદેશો પર પડે છે. જે પ્રકારના ભાવ હોય તે પ્રકારના શુભાશુભ પરમાણુઓ આત્માના પ્રદેશો પ્રતિ આકર્ષાય છે; સારા ભાવના અનુસંધાનમાં શાતાકારી શુભ પરમાણુઓ આત્મપ્રદેશને ચીટકે છે અને શુભ ફળ આપે છે; એ જ પ્રમાણે ખરાબ ભાવના અનુસંધાનમાં અશાતાકારી અશુભ પરમાણુઓ આત્મપ્રદેશને ચીટકે છે અને અશુભ ફળ આપે છે. જે પ્રકારના પરમાણુઓ ગ્રહણ કર્યા તે પ્રકારનું ફળ અપાવે તે ‘કર્મ પ્રકૃતિ' કહેવાય છે. જે ભાવના આધારે કર્મ પરમાણુઓ અમુક કાળ સુધી આત્માના પ્રદેશ પર ચીટકીને રહયા પછી, અમુક કાળ સુધી તેના પ્રકાર અનુસાર શાતા કે અશાતાનો અનુભવ કરાવે છે. આ ચીટકવાનો તથા ફળ આપવાનો સમયગાળો તે ‘કર્મ સ્થિતિ' કહેવાય છે. આ સમયગાળો અંતમુહૂર્તથી શરૂ કરી ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીની તરતમતાવાળો સંભવે છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે, અન્ય સર્વ કર્મ તેનાથી અલ્પકાળના છે. શાતા કે અશાતારૂપ ફળની તીવ્રતા કે મંદતાનો આધાર ભાવને કારણે ગ્રહણ કરેલા કર્મપરમાણુના પ્રકાર પર રહેલો છે. તીવ્ર રસથી ભાવ વેદ્યા હોય તો તીવ્ર ફળ મળે છે અને મંદરસથી ભાવ વેદ્યા હોય તો મંદતાવાળું ફળ મળે છે. આવા તીવ્ર મંદતાની તરતમતાને “અનુભાગ-રસ' કહે છે. ગ્રહણ કરેલા કર્મપરમાણુઓ આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશથી શરૂ કરી અસંખ્ય પ્રદેશ (ચક પ્રદેશ સિવાયના) સુધી ચીટકી શકે છે. જેટલા પ્રદેશ પર આ Page #46 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ કર્મના પરમાણુઓ ચીટકયા હોય તેને “પ્રદેશ બંધ' કહે છે. આ ચારેની તરતમતાના સંયોજનના પ્રમાણમાં કર્મબંધ થાય છે, તેનાં તરતમતાને કારણે અનંત પ્રકાર થઈ જતા હોવાથી અનંત પ્રકારનાં કર્મબંધનું અસ્તિત્વ છે. કર્મના અનંત પ્રકારમાં મુખ્ય આઠ કર્મ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર તથા વેદનીય. પ્રથમના ચાર કર્મો ઘાતી કર્મ છે, બાકીના ચાર કર્મો અઘાતી કર્મ છે. જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે અને જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત ન કરતાં, અશાતા કે શાતા રૂપ થાય છે તે અઘાતી કર્મ તરીકેની ખ્યાતિ ભોગવે છે. જ્ઞાન તથા દર્શન એ બે આત્માના મૂળભૂત ગુણો છે. તેમાં જ્ઞાનગુણને જે છાવરે છે, હણે છે તે કર્મ જ્ઞાનાવરણ કહેવાય છે, એટલે કે તે આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા દેતું નથી; આ જ રીતે જે કર્મ આત્માના દર્શનગુણને છાવરે છે, હણે છે તે દર્શનાવરણ કર્મ કહેવાય છે અર્થાત્ આ કર્મ આત્માના દર્શનગુણ પર છવાઈ જઈ દર્શનને પ્રગટવા દેતું નથી. જે કર્મ આત્માના સ્વાનુભવને રોકે છે, સ્વને ઓળખવાની શક્તિને મૂચ્છિત કરે છે અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે તે મોહનીય કર્મ છે. જે કર્મ આત્માના વીર્યબળને – શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ છે. આ ચારે ઘાતિ કર્મોને તપ, ચારિત્ર, ધ્યાન આદિથી પ્રદેશોદય દ્વારા ભોગવી ત્વરાથી એકસામટો ક્ષય કરી શકાય છે. આમ આ ચારે કર્મોને આત્મા સાથે સીધો સંબંધ છે. બાકીના ચાર કર્મો - આયુષ્ય, નામ , ગોત્ર તથા વેદનીય જીવ દેહ દ્વારા ભોગવે છે અને તેને આત્મા સીધા પ્રદેશોદયથી વેદી નિવૃત્ત કરી શકતો નથી, તેને વિપાકોદય દ્વારા ભોગવવા પડે છે. તે કર્મો આત્માના ગુણનો સીધો ઘાત કરતા નથી. કારણ કે આ ચારમાંથી એક પણ કર્મ આત્મગુણને છાવરતા નથી, એટલે કે આ કર્મ વેદતી વખતે આત્મા પોતાને પ્રગટેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર કે વીર્યનો ભોકતા રહી શકે છે. આમ અઘાતી કર્મોને મુખ્યતાએ દેહ સાથે અને પરંપરાએ આત્મા સાથે સંબંધ છે. આત્મા સાથે આ સર્વ કર્મોનું જોડાણ અનાદિ કાળથી ચાલ્યું આવ્યું છે. પૂર્વનાં કર્મો ભોગવાઇને ખરતાં જાય છે, અને તે ભોગવતી વખતે વિભાવભાવમાં ઊતરી ૧૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવ નવાં કર્મો બાંધતો જાય છે. આમ નિર્જરા તથા આશ્રવ સતત ચાલતા હોવાને કારણે જીવનું પરિભ્રમણ પણ સતત ચાલ્યા કરે છે. આત્મા તથા કર્મનો સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવે છે. જેમ સોનું તથા પત્થર ખાણમાં એકરૂપ થઈને પડયાં હોય છે, તેમ આત્મા અને કર્મની બાબતમાં છે. પણ સુવર્ણ તથા માટીનું વિશુદ્ધિકરણ કરવાથી સુવર્ણ સુવર્ણરૂપ થાય છે અને માટી કે પત્થર જુદાં થઈ જાય છે. એ જ રીતે કર્મ તથા આત્માની એકરૂપતા છોડાવવા માટે તેનું વિશુદ્ધિકરણ જરૂરી બને છે. જે સાધનથી આત્મા નવાં કર્મ સ્વીકારતો નથી તે સંવર કહેવાય છે, અને જે સાધનથી જીવ પૂર્વ સંચિત કર્મોને ત્વરાથી ભોગવી કાઢતો જાય છે તે નિર્જરા કહેવાય છે. અમારી અને આપની વચ્ચે રહેલા અંતરને સંવર તથા નિર્જરાના ઉપયોગથી ઘટાડવું છે. હે જિનદેવ! આપના તથા ગુરુજીના બોધથી અમને આ બધું માર્ગદર્શન મળે છે તે માટે ખૂબ ભક્તિભાવથી ઉપકાર માની આપના ચરણારવિંદમાં વંદન કરીએ છીએ. આપની કૃપા થકી અમને સમજ મળી છે કે, અમે કર્મ ભોગવવા માટે મળેલાં મન, વચન અને કાયા સાથે પોતાપણું કરીને અનેક નવાં કર્મો આત્મા પર લાદ્યા છે. આ લાદેલા કર્મોને કારણે જ અમે તમારાથી વિખુટા થઈ ગયા છીએ. આ વિખુટાપણું છેદવા અને બે વચ્ચેનું અંતર ઘટાડવા તમે અમને ઉપાય સૂચવ્યો છે કે, અમારે મન, વચન, કાયા સાથેનું ઐક્ય છોડી, આત્માના મૂળભૂત ગુણો સાથેનું ઐક્ય વિકસાવતા જવું જોઈએ. અને જ્યારે તે ત્રણે સાથેની એકતા પૂર્ણપણે નીકળી જશે ત્યારે અમે પણ તમારી માફક પરમાત્મસ્વરૂપ અનુભવી શકીશું. પા એટલે કે કમળ જેમ પાણીમાં અનેક પ્રકારની ગંદકીની વચ્ચે પણ નિર્લેપ રહે છે, એ ક્યારેય પણ કાદવને પોતાની પાંખડીઓને સ્પર્શવા દેતું નથી, તેવી રીતે અમે પણ સંસારના કોઈ પણ પદાર્થમાં મારાપણું અનુભવ્યા સિવાય રહી શકીએ તો જ આત્મશુદ્ધિ મેળવી શકીએ. હે પદ્મપ્રભુ! આવો અમૂલ્ય બોધ અમને આપના થકી મળે છે, આ બોધને ઊંડાણથી સમજી શકીએ અને આચરણમાં ઊતારી શકીએ એવા Page #48 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ આશીર્વાદ ઈચ્છીએ છીએ, જેના આધારે અમે અમારી આત્મશુદ્ધિ અને આત્મસ્થિરતા કેળવવા ભાગ્યશાળી થઈએ. શ્રી સુમતિનાથ પ્રભુના નિર્વાણ પછી ૯૦ હજાર કરોડ સાગર વ્યતીત થયા, ત્યારે શ્રી પદ્મપ્રભુ સ્વામીએ ભરતક્ષેત્રમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. ઉપશમ સમકિત મેળવ્યા પછી ક્ષયોપશમ સમકિત મેળવતાં પહેલાં જીવે ઘણી ચડઉતરમાંથી પસાર થવું પડે છે. યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને જીવ અનેક વખત પાછો પડી જાય છે. યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક કર્મને (આઠે કર્મને) એક ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિથી ન્યૂન કરવા. આ સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી શકે છે. પણ કર્મના દબાણને કારણે, પોતાના પ્રમાદને કારણે કે અન્ય કોઈ ખામીના કારણે યથાપ્રવૃત્તિકરણ સુધી આવી જીવ પાછો પડી જાય છે, અને સમ્યકત્વ મેળવી શકતો નથી. આમ ઘણી વખત પુરુષાર્થ કર્યા પછી, એક વખત ખૂબ બળવાન બની, મોહને તોડી, ઉપશમ સમકિતને વર્ધમાન કરતો જાય છે. આમ ઉપશમ સમકિત વર્ધમાન કરતાં તે મોહનો ઉપશમ – દબાવ કરે છે. અને થોડા કાળમાં મોહનો ઉદય આવતાં તે પાછો નીચે ઊતરી આવે છે – પહેલા ગુણસ્થાન સુધી. શુદ્ધિકરણની આ પ્રક્રિયા અમને આપના ‘પદ્મ' નામથી સૂચવાઈ, તે માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. હે પ્રભુ! આવા શુદ્ધિકરણની વૃદ્ધિ માટે આપની શક્તિ અને પ્રેરણાનું દાન અમને આપજો . ૭ શ્રી સુપાર્શ્વ જિન ! શ્રી સુમતિનાથ પ્રભુની કૃપાથી થયેલી સવળી મતિએ અમારા આત્માને ઉપશમ સમકિતનો ભોક્તા બનાવ્યો. પ્રભુજી! તે પછી અમારા આત્માએ ઘણાં ઝોલાં ખાધાં. દેહથી ભિન્ન થઈ શાતા તથા શાંતિ પામવાનો અમારો જે અનુભવ હતો, તે અનુભવ અમારા આત્માને વારંવાર એ બાજુ દોરતો હતો, અને બીજી બાજુ સંસારના અનેક પ્રલોભનો, સંસારની શાતાના નિમિત્તો અમને પોતા તરફ ખેંચતા હતા. તેમાં પૂર્ણ અનુભવના અભાવમાં અમારો આત્મા આવરણના કારણે બે શાતા વચ્ચેનો ફરક ૧૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ યથાર્થતાએ પકડી શકતો ન હતો, અને વારંવાર સંસારની શાતા તથા આત્મશાંતિનો ભેદ ન પરખાતાં અમારો આત્મા સંસારશાતા પ્રતિ દોરવાઈ જતો હતો, એટલું જ નહિ પણ, વીર્યના બળવાનપણાના અભાવને કારણે અમારો આત્મા સંસારના શાતાના ઉદયોના આકર્ષણમાં પડી પરમાર્થની મંદતામાં સરી પડતો હતો. વળી નિમિત્ત મેળવી સાચો પુરુષાર્થ કરવા પ્રવૃત્ત થતો હતો. આવી ચડઉતરની દ્વિધાવાળી સ્થિતિમાં કેટલોક કાળ વીતતાં, પરમકૃપાળુ શ્રી પદ્મપ્રભુજીએ અમને ખૂબ ખૂબ સાથ આપ્યો. તેમણે સમજાવ્યું કે, જળની અંદર રહેલું કમળ પાણી, વૃક્ષ, માછલી આદિ અન્ય સુંદર આકર્ષણના પદાર્થોમાં લેશ માત્ર લેપાયા વિના રહી, પોતાની પાંખડીઓને સાવ નિર્મળ રાખે છે, કોઈ પણ પ્રકારના કાદવ કે અન્ય પદાર્થને પોતાની પાંખડી પર ચીટકવા દેતું નથી, તેવી જ રીતે તમે સંસારના અગણિત પ્રલોભનોમાં લલચાયા વિના, આત્મશુદ્ધિને ધ્રુવકાંટો રાખી જીવશો તો તમે ઘણા ઘણા ઉત્તમ તત્વને મેળવશો. આ સમજણ વિશદતાથી આપી, પ્રભુજીએ અમને પ્રલોભનો સામે ટકવા સક્ષમ તથા ખૂબ મક્કમ બનાવ્યા. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ! આ બધા પુરોગામીઓની સહાયથી અને તેમના આધારથી જ અમે આજે તમારી સમક્ષ ઊભવા ભાગ્યશાળી બન્યા છીએ. તેઓ બધાની સહાયથી જ અમારા આત્માની મોક્ષમાર્ગ પામવાની પાત્રતા વધતી ગઈ છે, બીજી રીતે કહીએ તો અમારા આત્માનું માર્ગપ્રાપ્તિ માટેનું ઉપાદાન તૈયાર થતું ગયું છે. એમાં આપના તરફથી યોગ્ય નિમિત્ત – યથાયોગ્ય માર્ગદર્શન મળવાથી અમને અત્યંત લાભપ્રાપ્તિ થઈ છે. પાર્શ્વ એટલે બાજુ, સુપાર્શ્વ એટલે બંને સારી બાજુ. સુપાર્શ્વનો મેળાપ થતાં, અર્થાત્ ઉપાદાન અને નિમિત્તરૂપ બંને સારી બાજુ એકઠી થતાં ઉત્તમની પ્રાપ્તિ શક્ય બની. અમારા આત્માની સંસા૨થી છૂટવા માટેની તૈયારી થતાં, તેને આપ પ્રભુનો નિમિત્તરૂપ યોગ આવી મળ્યો. ભૂતકાળમાં કેટલીયે વખત ઉત્તમ નિમિત્ત તો મળ્યાં જ હતાં, પણ પાત્રતાના અભાવે તે નિમિત્તનો ઉત્તમ લાભ લેવામાં અમે નિષ્ફળ ગયા હતા. હવે અમે પાત્રતા આવતાં નિમિત્તનો સદુપયોગ કરવા ભાગ્યશાળી બન્યા છીએ. ૧૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ આ અનુભવથી અમને સમજાયું કે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે ઉપાદાન તથા નિમિત્તની જરૂર છે, પરંતુ એ બેમાં વિશેષ મહત્વ ઉપાદાનને આપવું યોગ્ય છે. જીવની જો પાત્રતા તૈયાર થાય તો તેને વિકસાવવા નિમિત્ત ગમે ત્યાંથી આવી મળે છે, અને જીવમાંથી શિવ થાય છે; પરંતુ જો પાત્રતા જ ન આવી હોય તો ઉત્તમમાં ઉત્તમ નિમિત્ત પણ નિષ્ફળ જાય છે, એટલું જ નહિ પણ ક્યારેક તો તે મહાબંધનનું કારણ પણ બની જાય છે. ઉદા. મહાવીર તથા ગોશાળાનો થયેલો મેળાપ. અહો! શ્રી સુપાર્શ્વ પ્રભુ! આપની કૃપાથી ઉપાદાન તથા નિમિત્તનો સુમેળાપ થતાં, અમારાં જન્મમરણનાં અનેક કષ્ટો કપાઈ ગયાં છે. અમારું પરિભ્રમણ ઘણું મર્યાદિત થયું છે. આપ સહુની ઉત્તમ કૃપા થકી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવનો સંસાર અમારે બાકી રહયો છે. વળી આપના અનંતે ગુણોનો એક એક અંશ અમને મળ્યો છેઃ સર્વ ગુણાંશ તે સમ્યકત્વ. આને લીધે તમારા અદ્ભુત ગુણોનો લક્ષ અમને આવે છે. અને સ્પષ્ટ સમજાય છે કે તમે જ (તીર્થંકર પ્રભુ જ) સાચી સુખસંપત્તિ પ્રાપ્ત કરવાના કારણરૂપ છો, ભવસાગર તરવા માટે તમે ઉત્તમ સેતુરૂપ છો, તમે જ અમૃત જેવા શાંતરસના સમુદ્ર છો, તમે શિવ છો – અશુભનો નાશ કરી કલ્યાણના કર્તા છો, તમે શંકર સદા સુખ આપનાર છો; જ્ઞાનાનંદસ્વરૂપ છો, તમે જ વીતરાગ, સ્થિરયોગવાળા, પરમાત્મસ્વરૂપ, પરમ દેવ, વિશ્વને કૃપાથી ભરનાર, હ્રશિકેષ (શિક – ઇન્દ્રિયના ઈશ – સ્વામી) ઇન્દ્રિયોના સ્વામી, જગતના નાથ, અઘ અર્થાત્ પાપના હરનાર, અઘમોચન – અર્થાત્ પાપથી છૂટેલા, મુક્તિ મેળવવામાં સાથ આપનાર છો. ઈત્યાદિ. આપના આવા અનેક ગુણોનો અમને અનુભવ થાય છે. – = શ્રી સુપાર્શ્વ જિન! આપનું આવું કલ્યાણકારી અનન્ય શરણ પ્રાપ્ત થવાથી, તથા તમારા અવર્ણનીય ગુણોનો પરિચય થવાથી, અમારાં કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ અને મિથ્યાત્વ એ સાત ભય દબાઈ ગયા છે; અને તે બધાનો પૂર્ણતાએ ક્ષય થવાનો જ છે, તે માટે આપનું અભયવચન અમને મળી ગયું છે. ૧૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હે જિનદેવ! તમે કરેલી આ અનન્ય કૃપા માટે કયા શબ્દોથી આભાર માનીએ ? આ માટે આભાર માનવા સર્વ શબ્દો ફીકા લાગે છે. આ કૃપાના બદલામાં અમારા આત્મા તરફથી શું આપીએ? અહો અહો શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું? આત્માથી સહુ હીન, તે તો પ્રભુએ આપીઓ, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. શ્રીમદ્ રાજચંદ્ર (આત્મસિદ્ધિશાસ્ત્ર) આપનો અનન્ય ભક્તિભાવે ઉપકાર માની કોટિ કોટિ વંદન કરીએ છીએ. શ્રી પદ્મપ્રભુ સ્વામીના નિર્વાણ પછી નવ હજા૨ કરોડ સાગરોપમ વીત્યે, શ્રી સુપાર્શ્વ જિને ભરતક્ષેત્રમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, યથાર્થ આત્મધર્મ પ્રવર્તાવ્યો હતો. ८ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ! અહો શ્રી ચંદ્રપ્રભુ સ્વામી! આપ સહુ તીર્થંકર પ્રભુના ઉપકારના પરિણામે અમારો આત્મા સમ્યજ્ઞાન તથા સમ્યક્દર્શન મેળવવા ભાગ્યશાળી બન્યો છે. દેહાત્માની ભિન્નતાના યોગ્ય અનુભવ પહેલાં અમારાં જ્ઞાન તથા દર્શન અસમ્યક્ હતાં, તે આપની કૃપાથી અનુભવગમ્ય બની સમ્યક્ત્વને ધારણ કરી ચૂક્યાં છે. જે જે ગુણો આપ સર્વજ્ઞ પ્રભુમાં પૂર્ણતાએ પ્રકાશ્યા છે, તે પ્રત્યેકનાં અંશો અમને પ્રાપ્ત થયાં છે; તેની પ્રતીતિરૂપે અમને આપના વીતરાગ તથા નિર્મળ સ્વરૂપનાં દર્શન થયાં છે. આ દર્શનથી અમે આપની પવિત્રતા, પ્રસન્નતા અને વીતરાગતાનો પરિચય કરી ધન્ય બન્યા છીએ, કારણ કે આપની આ સ્વરૂપસ્થિતિમાં કેટલું અદ્ભુત સુખ ભરલું છે તેની ઝાંખી અમને આવી છે. આ દર્શનનું અમને એવું આકર્ષણ થયું છે કે જેથી ચિત્તાકર્ષક, ૧૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ મનોહર અને અદ્ભુત શાંતિ પ્રસારિત કરનાર મુખારવિંદનું સતત પાન કરવાની અમારી ભાવના નિશદિન વધતી જાય છે. શુદ્ધ આત્માની ચંદ્ર જેવી શીતળ કાંતિ એ મુખમાં એવી સુંદર રીતે પ્રતિબિંબિત થઈ રહી છે કે એ તેજ જોતાં તથા ઝીલતાં અમારી આંખો ધરાતી જ નથી. આપના મુખારવિંદના ઉત્તમ દર્શન થતાં અમારા બધાં દુઃખહંતો નાશ પામી ગયા હોય એવી હળવાશની અદ્ભુત અનુભૂતિ અમને વર્તે છે. આપનાં દર્શન થવાથી હે પ્રભુજી! અમને અમારો જન્મ સાર્થક થયો જણાય છે, આ દર્શન મેળવવા કરેલી અનેક ભવોની તપસ્યા સફળ થઈ જણાય છે. આ દર્શન મેળવવા અમારે કેટકેટલા ભવોની તપસ્યા કરવી પડી હતી! પરંતુ સફળતા મળતાં જ અમારો આત્મા ખૂબ ધન્યતા, આનંદ, શાંતિ તથા વિશેષ પુરુષાર્થ કરવાનો ઉત્સાહ અનુભવી રહયો છે. અહો દયાનિધિ જિન! નિત્યનિગોદમાંથી નીકળ્યા તે અરસામાં આપના દર્શન કરવાનો કોઈ અવકાશ જ નહોતો; સુક્ષ્મ નિગોદ તથા બાદર નિગોદના પૃથ્વીકાયમાં, અપકાયમાં, તેઉકાયમાં, વાયુકાયમાં કે વનસ્પતિકાયમાં અમારો આત્મા એકેંદ્રિયરૂપે અનંત કાળ સુધી રખડયો, છતાં તેવે વખતે તમારાં દર્શન થયા નહિ, દર્શન કરવાની શક્યતા પણ એક અંશે નહોતી. આમ એ સર્વ કાળ નિષ્ફળ પરિભ્રમણ કરવામાં અને દુ:ખ વેદવામાં પસાર થયો હતો. તે પછી પણ અમારો જીવ બે ઇન્દ્રિયપણે, ત્રણ ઇન્દ્રિયપણે, ચાર ઇન્દ્રિયપણે અને અસંજ્ઞીપંચેન્દ્રિયપણે જળમાં કે સ્થળમાં ઘણા કાળ પર્યત રખડયો, ત્યાં પણ તમારા મુખારવિંદના દર્શનનો અણસાર પણ અમને મળ્યો ન હતો. એ મળવાની કોઈ શક્યતા પણ ન હતી, કેમકે સંજ્ઞીપંચેન્દ્રિયપણા વિના સમ્યકજ્ઞાન તથા સમ્યક્રર્શનની પ્રાપ્તિ અસંભવિત છે. જીવ અસંજ્ઞીપણામાં છૂટવાના ભાવ જ કરી શકતો નથી, તેથી તે કાળમાં આવેલું આપનું નિમિત્ત આત્માર્થે નિષ્ફળ થયું હતું, તે કાળે આપની કૃપાથી ઇન્દ્રિય પ્રાપ્તિ વધી હતી, તે જ આપના નિમિત્તનો અમને મળેલો લાભ હતો. અહો કલ્યાણમૂર્તિ પ્રભુ! જ્યારે આપ સમર્થ પ્રભુની કૃપાથી સંજ્ઞીપંચેન્દ્રિપણું પ્રાપ્ત થયું, ત્યારે તમારાં દર્શન કરી શકવા માટે અમારામાં અંશે પાત્રતા આવી. તે ૧૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વખતે અમારો જીવ અવળી મતિએ ચાલી, દેવ, તિર્યંચ, નરક કે અનાર્ય મનુષ્યગતિમાં મૂઢ બની રખડતો રહયો. આથી પર્યાપ્ત કે અપર્યાપ્ત દશામાં અમે આપનાં દર્શન પામી શક્યા નહિ. પરિણામે કર્મવશ બની, અમે અજ્ઞાની તરીકે પરિભ્રમણ કરતા રહયા; અભાનપણે કરેલા આ પરિભ્રમણનું હવે થયેલું ભાન અમને પશ્ચાતાપની ખીણમાં લઈ જાય છે. આપ જેવા કરુણામય જિનવરના દર્શન કર્યા વિના અમારો અભાગી જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરિવર્તનમાં રખડતો રહયો, તે માટે અત્યંત પશ્ચાતાપી થઈ આ જીવ દ્રઢત્વ કરે છે કે, માંડ માંડ અતિ પ્રયત્ન આપનાં દર્શન થયાં છે તો તેનો પૂરો લાભ લેવો છે. હવે સંસારવૃદ્ધિ પ્રતિ ડગ ભરવા નથી, પરંતુ આપની નિર્મળ સેવા કરી, સાચી ભક્તિ કરવી છે કે જેથી આપના દર્શનનો લહાવો ક્યારેય પણ વિલાય નહિ, એટલું નહિ પણ અમારા ગુણોને ખીલવવામાં મદદ કરનાર અવસ્થાની ભેટ તમારી પાસેથી લઈ, મોહનીય કર્મનો વિશેષ વિશેષ ક્ષય કરવા ભાગ્યશાળી થઈએ. અહો જિનવર દેવ! આપતો કલ્પવૃક્ષ સમાન છો. ભક્તની સહુ ઈચ્છા પૂરી કરનાર છો. તો અમારી ઉપર જણાવેલી ભાવના બળવાન કરાવો, કે જેથી તમારા તેજસ્વરૂપ મુખચંદ્રના દર્શન અમને સદાય સન્માર્ગે દોરતા રહે. આપ સમર્થ પ્રભુ પ્રતિ વિનંતિ છે કે, “પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એજ, સંગરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દેજ.” શ્રી સુપાર્થપ્રભુના નિર્વાણ પછી નવસો કરોડ સાગરોપમ વીત્યા પછી, શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ધર્મરાજ્ય આ ભરતક્ષેત્રમાં પ્રવર્યું હતું. ૯ શ્રી સુવિધિનાથ સ્વામી! બે સારા તત્ત્વનો યોગ કરાવનાર શ્રી સુપાર્શ્વપ્રભુની કૃપાથી અમે સમ્યક્જ્ઞાન મેળવવા સદ્ભાગી થયા, વળી ચંદ્ર સમાન શીતળ છાયા પાથરનાર શ્રી ચંદ્રપ્રભુ સ્વામીની કૃપાથી અમને સમ્યદર્શન લાવ્યું. જેથી અમારો સંસાર ઘણો પરિમિત થઈ ગયો ૨૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ છે. અહો ! આત્મશાંતિ આપનાર વિભુ! આપની કૃપા થકી, મોક્ષમાર્ગમાં આગળ વધવા સાચી વિધિ પ્રાપ્ત કરવા અને ઉત્સુક થયા છીએ. તો હે સુવિધિનાથ પ્રભુ! કૃપા કરી અમને સાચી વિધિ જણાવો. સમ્યજ્ઞાન તથા દર્શન પ્રાપ્ત થવાથી અમારા અંતરમાં ખૂબ ઉલ્લાસ પ્રવર્તે છે. હવે અમે આપનામય બનવા તલપાપડ થયા છીએ. બાહ્યાંતરે અમારી વિશુદ્ધિ વધતી જાય, મનની એકાગ્રતા કેળવાતી જાય એ અર્થે અમને સન્માર્ગ સમજાવો, અને અમે સત્ય પુરુષાર્થ કરતા રહીએ એવી અમારા પર પરમ કૃપા કરો. હે સુવિધિનાથ જિન! આપની ખૂબ કૃપાને કારણે અમે જાણી શક્યા છીએ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિશુધ્ધિ કરતા રહેવાથી મોક્ષમાર્ગમાં પ્રગતિ થતી જાય છે. આ માટેની વિધિનું જ્ઞાન આપ અમને કરાવશો એ વિશ્વાસથી અમારા હૃદયમાં પ્રસન્નતા પ્રવર્તે છે. આપની કૃપા મળવા માટે ખૂબ ઉપકાર માની, અમને યોગ્ય દોરવણી આપતા રહેવા વિનંતિ કરીએ છીએ. હે જિનેશ્વર! આપનો આશ્રય કરતાં અમને સમજાયું છે કે અમારા આત્માની વિશુદ્ધિ થતી રોકનાર તથા સંસારમાં ભમાવનાર મુખ્યતાએ ચાર ઘાતકર્મો છે: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય તથા અંતરાય. ચારેમાં સહુથી બળવાન કે સમર્થ અંતરાય કર્મ છે. તે સિવાયના ત્રણે ઘાતી કર્મોને, તેની અંતરાય તૂટે નહિ ત્યાં સુધી તોડી શકાતા નથી. આથી સૌ પ્રથમ અંતરાય કર્મ તોડવું જરૂરી બને છે. આ કર્મ જીવ પોતે ધારે કે પોતાની રીતે તોડવા પુરુષાર્થ કરે તો તૂટતું નથી, પરંતુ જેના નિમિત્તે અંતરાય દોષ પડ્યો હોય તેની પાસે ક્ષમાયાચના કરવાથી તે અંતરાય કર્મ જલદીથી તૂટે છે. પરમાર્થ માર્ગમાં આગળ વધવામાં આડી આવતી અંતરાય જ્ઞાનીભગવંતની અશાતના કરવાના કારણે ઉત્પન્ન થઈ હોય છે, તેથી પરમાર્થ માર્ગનાં અંતરાય તોડવાનો સચોટ ઉપાય સમર્થ જ્ઞાનીના શરણે જઈ ક્ષમા માગવાનો છે. તે સિવાયના અન્ય ઉપાયો કામયાબ નીવડતા નથી, કારણ કે જેમ એક જ્ઞાનીની અશાતનામાં અનંત જ્ઞાનીઓની અશાતના સમાયેલી છે, તેમ એક જ્ઞાનીના વિનયમાં અનંત જ્ઞાની ભગવંત ૨૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રત્યેનો વિનય સમાયેલો છે. આમ અંતરાય કર્મ તોડવા માટે જીવે જ્ઞાનીના શરણે જવા સિવાય બીજો કોઈ સ્વતંત્ર પુરુષાર્થ કરવાનો રહેતો નથી. માટે જેણે જ્ઞાનીનું અનન્ય શરણ સ્વીકાર્યું છે તેને માટે અંતરાય કર્મ સહુથી નિર્બળ થઈ જાય છે. બાકીના ત્રણે (અંતરાય સિવાયના) ઘાતી કર્મો જીવે પોતે પુરુષાર્થ કરીને તોડવા પડે છે. આ ત્રણમાં સૌથી બળવાન મોહનીય કર્મ છે, અને તેને કારણે ઘાતી અઘાતી કર્મો બંધાતા રહે છે. જ્યાં સુધી મોહનીય કર્મનો યથાર્થ નાશ થતો નથી ત્યાં સુધી અન્ય કર્મો બંધાતા જ રહે છે, પુરુષાર્થ કરી તેને હળવા બનાવવામાં આવે છતાં મોહની એક ઝાપટથી તે પાછા બળવાન થઈ જાય છે. શાસ્ત્રના વાંચન આદિ ઉપાયોથી મેળવેલી સમજણ મોહનું મોજું ફેલાતા વિલિન થઈ જાય છે. આવા જ હાલ દર્શનાવરણ કર્મ માટે પણ થાય છે. પરંતુ જે જીવ પુરુષાર્થ કરી મોહનીય કર્મ ક્ષીણ કરતો જાય છે તેને, તેના અનુસંધાનમાં જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિ ખીલતી જાય છે. જ્ઞાનાવરણ કે દર્શનાવરણ કર્મ તોડવાથી એના અનુસંધાનમાં મોહ તૂટતો નથી, પણ મોહનીય તોડતાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ક્ષીણ થતાં જાય છે, માટે મોહનીય કર્મનું બળવાનપણું સમજાય છે. આપ શ્રી જિનેશ્વર પ્રભુની અસીમ કૃપાથી અમારો સંસારી પદાર્થો પ્રતિનો મોહ ઘટવા લાગ્યો છે, અને અમારાં મિથ્યાજ્ઞાન તથા મિથ્યાદર્શન સમ્યક્તાને પામ્યાં છે. અજ્ઞાન અવસ્થામાંથી પ્રગતિ કરી જીવ જ્યારે જ્ઞાનાવસ્થામાં આવવા ઈચ્છે છે ત્યારે તેને સહુ પ્રથમ સાચી સમજણની જરૂર છે. જો સમજણ સવળી ન હોય તો જીવ સાચી પ્રવૃત્તિ કરી શકતો નથી. તેથી સમ્યક્ સમજણ અનિવાર્ય છે. પ્રાથમિક ભૂમિકામાં, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ મોહનાશ સાથે થાય છે અર્થાત્ દેહાત્માની ભિન્નતાનો અનુભવ સમજણ સાથે થાય છે ત્યારે જીવને સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે. સાથે સાથે અનુભવ રૂપ શ્રધ્ધાનના દઢત્વથી સમ્યક્દર્શન પ્રગટ થાય છે. દર્શન” શબ્દ બે કર્મ સાથે જોડાયેલો છે, જ્યારે તે દ્રષ્ટિ સાથે અનુસંધાન પામે છે ત્યારે તે “દર્શનાવરણ” કર્મ બને છે; અને જ્યારે તે શ્રધ્ધાન સાથે અનુસંધાન પામે છે ત્યારે મોહનીયના “દર્શનમોહ” નું સૂચવન કરે છે. આત્માનું સાચું દર્શન ન થાય તે દર્શનાવરણ અને આત્મા પ્રતિની સાચી શ્રધ્ધા થવા ન દે તે દર્શનમોહ કર્મ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ દર્શનમોહ દબાવાથી જીવને સમ્યજ્ઞાન તથા સમયદર્શન મળવા લાગે છે. પ્રાથમિક ભૂમિકામાં સમ્યકુજ્ઞાન પછી સમ્યક્રર્શન આવે છે, તે પછીની વિકાસ ભૂમિકાઓમાં તે બંનેનો ક્ષયોપશમ લોમવિલોમ રૂપે થતો રહે છે; એથી “જ્ઞાન, દર્શન, ચારિત્ર કે ‘દર્શન, જ્ઞાન, ચારિત્ર' નો ક્રમ રહે છે. ક્યારેક જ્ઞાન અગ્રસ્થાને હોવાથી જ્ઞાનથી દર્શનશુદ્ધિ થાય છે અને ક્યારેક દર્શન અગ્રસ્થાને આવતું હોવાથી દર્શનથી જ્ઞાન શુદ્ધિ થાય છે. અને અંતિમ શુદ્ધિ વખતે, કેવળજ્ઞાનના બીજા સમયે કેવળદર્શન પ્રગટે છે. તે પરથી લાગે છે કે મૂળ ક્રમ ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર' નો હોવો જોઈએ. જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ્ઞાનવિશુદ્ધિ થાય છે, દર્શનાવરણના ક્ષયોપશમથી દર્શન વિશુદ્ધ થાય છે અને મોહનીયના ક્ષયોપશમથી ચારિત્ર ખીલતું જાય છે. આમ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરવા માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા મોહનીય કર્મને એક સાથે છતાં અલગ અલગ ક્ષીણ કરવાં પડે છે. કર્મનાશ કરવાની વિધિ આપ પ્રભુ બતાવી રહયા છો તે માટે અમે ઉપકાર માનીએ છીએ. આપની કૃપાને લીધે અમારા હૃદયમાં એટલી બધી પ્રસન્નતા વ્યાપી રહી છે કે આપને માટે અમે શું કરીએ તે જ સમજાતું નથી. હવે તો આપના કહયામાં રહી, અમારા ચિત્તની પ્રસન્નતા જાળવવા ચારે પ્રકારે પૂજા કરી અમે ધન્ય થવા ઈચ્છીએ છીએ. હે પ્રભુ! આપના પ્રતિક સમાન પ્રતિમા પર કુસુમ, ધૂપ, કેસર, નૈવેદ્ય, ફળ આદિથી અંગપૂજા (અંગ પર ચડાવીને કરવામાં આવે તે અંગપૂજા કહેવાય. ઉદા. કેસર, ચંદન વગેરે) તથા અગ્રપૂજા (પ્રભુ સમક્ષ રાખીને કરવામાં આવે તે અગપૂજા ઉદા. ફળ, ધૂપ વગેરે) ભાવથી કરીએ છીએ તે સ્વીકારશો. તમે અમારા રખડતા આત્માને મોક્ષના અક્ષય સુખ તરફ વાળ્યો છે તે તમારી અત્યંત કરુણા અને કોમળતા દર્શાવે છે. આપની આ કોમળતા અમને અત્યંત સ્પર્શી ગઈ છે, તે કોમળતાના પ્રતિક રૂપ ફૂલો આપના ચરણમાં ધરીએ છીએ. આપના ઉત્તમ ગુણોની સુવાસ અમારા સુધી પહોંચી છે, તે પ્રસાદી અમને પ્રાપ્ત થઈ છે, તેની પ્રસન્નતા જણાવવા ઉપલબ્ધ ઉત્તમ સુગંધી ધૂપથી આપને વધાવીએ છીએ. આપ કલ્પવૃક્ષ સમાન છો, તેથી આપની સેવા કરવાથી અમને અનેક ગુણો તથા મોક્ષસુખ ફળ રૂપે પ્રાપ્ત થાવાનાં છે, તે સમજણ ૨૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મળી છે તેના પ્રતિકરૂપે વૃક્ષોના ઉત્તમ ફળો જેવાં કે શ્રીફળ, કેરી, સફરજન, સંતરા વગેરેનું નૈવેદ્ય આપને ધરીએ છીએ. આ બંને અંગપૂજા તથા અગપૂજા કરતી વખતે આપના ગુણોની સ્તુતિ કરીને, સ્તવના કરીને, આપનું નામસ્મરણ આદિ કરીને અમે ભાવપૂજા કરી અમારી દુર્ગતિ અને દુર્ભાગ્યનો છેદ કરી શકીશું, એ સાચી વિધિ જણાવવા માટે અમે આપના ખૂબ ઋણી છીએ. વળી આપના ઉપદેશ પ્રમાણે અમારા જીવનનું ઘડતર કરી, પ્રતિપત્તિ પૂજાનો આશ્રય લઈ અમારું શુભ ભાવિ કરવાની ભાવના ભાવીએ છીએ. અમારે આપની કૃપાથી અપુનબંધક્તા, માર્ગાનુસારિતા, સર્વવિરતિપણું, ક્ષપક શ્રેણિ, ક્ષીણમોહ ગુણસ્થાન, યોગી કેવળીપણું વગેરે જેમ બને તેમ ત્વરાથી મેળવવાં છે. કૃપાળુ જિનપ્રભુ! અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા તથા પ્રતિપત્તિ પૂજા દ્વારા અમે તમારા પ્રતિનું શ્રદ્ધાન તથા શુદ્ધાત્મા પ્રતિનું શ્રધ્ધાન ખૂબ વધારી શકીશું એમ જણાય છે. આપના ઉત્તમ ગુણોનો પરિચય વધારી, શ્રદ્ધા મજબૂત કરી અને દર્શનાવરણને ક્ષીણ કરતા જઇશું. વળી જે અજ્ઞાનભાવથી અન્ય પદાર્થોમાં મારાપણું કરતા હતા, તે પદાર્થોને આપના ગુણોના પ્રતિકરૂપે નિહાળવાની દૃષ્ટિ જેમ જેમ બળવાન થતી જશે તેમ તેમ તે પદાર્થોનો ભોગવટો કરવાની અમારી લૌકિક બુદ્ધિ ઘટતી જશે, એ પદાર્થોનો ભોગોપભોગ છૂટતો જશે અને એ દ્વારા હિંસાદિ પ્રવૃત્તિ અલ્પ થતી જશે. એથી દર્શનાવરણ તૂટશે કેમકે આપની કૃપાથી અમને સમજાયું છે કે એકથી ચાર ઇન્દ્રિયવાળા જીવોની હિંસાને કારણે દર્શનાવરણ કર્મ બંધાય છે, તે હિંસા સાથેનું ભાવનું તાદાભ્યપણું છૂટતાં, તેની સાથે જડાયેલું દર્શનાવરણ કર્મ પણ નીકળતું જાય છે. આત્માના દર્શનગુણને ખીલવવાની આ ચાવીનો ઉપયોગ કરી શકીએ એવા આશીર્વાદ માગી ખૂબ ભક્તિભાવથી વંદન કરીએ છીએ. પ્રભુ! અમે દર્શનાવરણ કર્મ ઘટ્ટતાથી ન બાંધીએ તે માટે અમે સર્વ પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરી શકીએ અને અયત્નાથી બચતા જઇએ એવી કૃપા કરશો. શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના નિર્વાણ પછી ૯૦ કરોડ સાગરોપમ કાળ વીત્યે શ્રી સુવિધિનાથ પ્રભુનું ધર્મરાજ્ય પ્રવર્યું હતું. એ સૂચવે છે કે સમ્યક્દર્શનની પ્રાપ્તિ ૨૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ કર્યા પછી માર્ગનું જાણપણું લેવામાં ખૂબ લાંબો ગાળો જતો નથી. વળી ક્ષયોપશમ સમકિતનો ઉત્કૃષ્ટ કાળ છાંસઠ સાગરોપમનો છે, એ કાળ સુધીમાં જો ક્ષાયિક સમકિત ન થાય તો સમકિત વમાઈ જાય છે. સકિત વમવાના માર્ગે ન પ્રવર્તવું હોય તેણે વિકાસ કરવા પ્રભુ પ્રતિનું શ્રદ્ધાન દઢ કરતા જઇ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ કરતા જવું જોઇએ. ૧૦ શ્રી શીતલનાથ પ્રભુ ! અમારા આત્મામાં શીતળતાની અને સુખની લહેરી પાથરનાર શ્રી શીતલનાથ પ્રભુ! આપને અમારા કોટિ કોટિ વંદન હો. અત્યાર સુધી જે કંઈ આત્માનુભૂતિ અને આત્મમાર્ગ અમને પ્રાપ્ત થયાં છે, તેના ફળ રૂપે આપની આશ્ર્ચર્યકારક કૃપાથી અમારા અંતરમાં શીતળતા ઠંડક પ્રસરી રહી છે. જે જે અનુભવ થયા છે, જે જે માર્ગદર્શન મળ્યું છે તેની ઉત્તમતા અને મહત્તા અમને જેમ જેમ સમજાતી જાય છે, તેમ તેમ તેની સ્મૃતિ અમને અમૃતમય શીતળતાનો અનુભવ કરાવે છે; ઉપરાંત વિશેષ આગળ વધવા અમને ખૂબ પ્રોત્સાહિત કરે છે. શ્રી સુવિધિનાથ પ્રભુ પાસેથી અમને મોક્ષમાર્ગ કોને કહેવાય, તથા તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનું પ્રાથમિક માર્ગદર્શન મળ્યું. બીજી રીતે કહીએ તો માર્ગમાં ચાલવાની પ્રવૃત્તિ, માર્ગાનુસારીપણું ક્યારથી કહેવાય તેની થોડી જાણકારી મળી, જેના થકી અમારી એટલી પાત્રતા વધી. અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી સમ્યક્દર્શન તથા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ જીવને થાય છે. મોહનીય કર્મના બે ભાગ – દર્શનમોહ અને ચારિત્રમોહ છે. દર્શનમોહની ત્રણ પ્રકૃતિ – મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય તથા સમ્યક્ત્વ મોહનીય છે, અને ચારિત્ર મોહની પચ્ચીસ પ્રકૃતિ છે – ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયની અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખાની અને સંજ્વલન એ ચાર પ્રકૃતિ ગણતાં સોળ પ્રકૃતિ બને, અને તે ઉપરાંત આ કષાયોને ઉદ્દીપ્ત કરનાર નવનોકષાય છે. જે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને ત્રણ વેદ તરીકે ઓળખાય છે. આ મોહનીયની અઠ્ઠાવીસ પ્રકૃતિમાંથી ૨૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દર્શનમોહની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીનો (કુલ સાત પ્રકૃતિનો) ક્ષયોપશમ થાય ત્યારે ક્ષયોપશમ સમકિત જીવ પામે છે. સર્વ સમર્થ પ્રભુની કૃપાથી અમને આ સમકિતની પ્રાપ્તિ થવાથી અમારા આત્મામાં ખૂબ આનંદ તથા ઠંડક (શીતળતા) વેદાય છે, એ કારણે ઉપકારબુદ્ધિ ગ્રહણ કરી આપને અમે વંદન કરીએ છીએ. સમકિત ગ્રહણ કરી જીવ ચોથા ગુણસ્થાને આવે છે અને માર્ગાનુસારી બને છે. તે પછીથી પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરતાં કરતાં જીવ આત્મમાર્ગે પ્રગતિ કરે છે. દર્શનાવરણનો નાશ કરવાની અમુક વિધિ અમને શ્રી સુવિધિનાથ પ્રભુની કૃપાથી જાણવા મળી છે, અને અમે આપની કૃપાથી જ્ઞાનનાં આવરણો ક્ષીણ કરવાનો માર્ગ આત્મસાત કરવા માગીએ છીએ. પ્રભુજી! કૃપા કરી અમારી મહેચ્છા સફળ થાય તે મા અમને દોરતા રહો, કે જેથી અમારા આત્માનાં આનંદ તથા શીતળતા વર્ધમાન થતાં જાય. જ્યાં સુધી જીવનાં સમ્યHજ્ઞાનને આવરણ વર્તે છે, ત્યાં સુધી તેનાથી સાચી દશા પકડી શકાતી નથી. પરિણામે મોહની અલ્પતા થવાથી જે કાંઈ અનુભવ તેને થયા હોય, જે આત્મદશા પ્રાપ્ત થઈ હોય તેની સાચી સમજણ કે કાર્ય તેની ઓળખમાં આવતાં નથી. તેથી થયેલા અનુભવનો આનંદ કે મોહની અલ્પતાથી પ્રગટ થતો સહજાનંદ જીવ યથાર્થ રીતે માણી શકતો નથી. પરિણામે તે લૌકિક અનુભવો કરતાં આત્માનુભવની ક્યા પ્રકાર તથા કઈ જગ્યાએ વિશેષતા રહેલી છે તે નક્કી કરી શકતો નથી, એટલું જ નહિ, પણ તેના અનુસંધાનમાં ઘણી વખત તે પ્રત્યક્ષ દેખાતા બાહ્ય લૌકિક સુખના શતાવેદનીયમાં અટવાઈ જાય છે. આમ થવાથી તેની આત્માર્થની પ્રગતિ રૂંધાય છે, જોઈતી ત્વરાથી તે વિકાસ કરી શકતો નથી. પોતાની સમજણ અસ્પષ્ટ હોવાના કારણે તે યથાર્થ વર્તન કરવાને બદલે, અનાદિકાળના અભ્યાસના જોરથી આત્મરંધક વર્તન કરી બેસે છે. અમને જાણ થઈ છે કે આ બધું જીવનાં જ્ઞાનાવરણને જ આભારી છે. હે સર્વજ્ઞ વીતરાગ! અમારે આપની અમૂલ્ય કૃપાથી અમારાં જ્ઞાનાનાં આવરણો ક્ષીણ કરવાં છે; અમારી સમજણને વિશુદ્ધ કરતાં જવી છે, કે જેથી અમારી આત્માની ૨૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ પ્રગતિમાં કોઈ વિશેષ અવરોધો કે નડતર આવી શકે નહિ, તે ઉપરાંત અમે અમારા આત્માના ગુણો જાણી શકીએ તથા માણી શકીએ. આમ આપને વરેલી ઉત્તમોત્તમ શીતળતાના અંશો અનુભવતાં અનુભવતાં અમે તેની વૃદ્ધિ કરતા જઈએ. તમારામાં અનેક વિરોધી દેખાતા ગુણો એક સાથે કેવી રીતે રહી શક્યા છે તે અમારી અલ્પમતિના કારણે તથા જ્ઞાનાવરણના દોષથી અમને સ્પષ્ટ થતું નથી. તો અમારા પર વિશેષ કૃપા વરસાવી અમને સમજણની સ્પષ્ટતા આપો. અહો સર્વશ્રેષ્ઠ વિભુ! સુજ્ઞ મુનિજનોએ આપનો પરિચય આપતાં અમને જણાવ્યું છે કે – ૧) તમારામાં કરુણા – કોમળતા, તીક્ષ્ણતા તથા ઉદાસીનતા એક સાથે વસે છે. (૨) ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા તથા ત્રિભુવન પ્રભુતા નિર્ચથતા રહિતપણું એ ત્રણે આપમાં એક સાથે રહેલાં છે. (૩) વળી આપ યોગી, ભોગી તથા યોગભોગ રહિત છો સાથે સાથે (૪) તમે વક્તા, મૌની છતાં વક્તામોનીપણાથી મુક્ત છો! વગેરે. અમારી અર્ધવિકસિત બુદ્ધિથી વિચારવા જતાં અમને આ ગુણોમાં પરસ્પર વિરોધ દેખાય છે અને અમારા મનમાં પ્રશ્નોની મોટી હારમાળા ઊભી થાય છે. (૧) બીજાનું દુઃખ દૂર થાય એવા ભાવ તે કરુણા, સાથે દુઃખ દૂર કરવા પ્રયત્ની થવું તે કોમળતા, એમ સમજાય છે. વળી બીજાનું દુઃખ જોઈ રાજી થવું તે તીક્ષ્ણતા, અને અન્યના દુ:ખ પ્રતિ નિષ્ક્રિય કે તટસ્થ રહેવું તે ઉદાસીનતા. આ ત્રણે વિરોધી તત્ત્વો આપમાં એક સાથે કેવી રીતે રહે છે તે જરા પણ સમજાતું નથી. (૨) વળી તમારામાં ત્રિભુવન પ્રભુતા એટલે કે ત્રણ જગત (દેવલોક, મનુષ્યલોક તથા નરક) પરનું આધિપત્ય છે, નિર્ગથતા એટલે સર્વસંગ પરિત્યાગ છે અને એ જ વખતે આ બંનેથી રહિતપણું છે; આ ત્રણમાં જણાતા વિરોધનું સમાધાન અમને મળતું નથી. (૩) તમે યોગી છો અર્થાત્ આત્મઆરાધક છો, સાથે ભાગી એટલે સર્વ ભોગવટો કરવા યોગ્ય પદાર્થોના ભોક્તા પણ છો, એટલે કે યોગનો ત્યાગ અને ભોગમાં આસક્તિ છે તે સાથે કેમ હોઈ શકે? એટલું જ નહિ પણ તમે યોગભોગથી મુક્ત પણ છો. આ વિધાન ખૂબ મુંઝવણ આપે છે. (૪) આપ વક્તા છો – ઉપદેશ આપો છો, સાથે મૌની અર્થાત્ મૌન પણ ૨૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રાખો છો, અને વળી વક્તામૌનીપણાથી રહિત પણ છો. એ અમારી સમજણમાં ખૂબ મુશ્કેલી ઊભી કરે છે. સર્વ જિજ્ઞાસાનું સમાધાન આપનાર જિનદેવ ! તમે તો કરુણાના મોટા સાગર છો. તો પરમ કૃપા કરી અમારી સમજણને વિશુદ્ધ કરી, ભેદ રહસ્ય ખોલી અમને ઉપકૃત કરો. અમે સંગ્રહિત કરેલા સર્વ આવરણ માટે ખૂબ પશ્ચાતાપ કરી ક્ષમા માગીએ છીએ, આપના શરણે રહી અમારા આવરણો ત્વરાથી ક્ષીણ કરાવવા હ્રદયપૂર્વક વિનંતિ કરીએ છીએ. હે શાસનપતિ! અમારા જ્ઞાનના આવરણો જલદીથી તોડવાની તાલાવેલી અને ઝંખના વધતાં જાય છે. જે વર્તનાથી અમે આ આવરણો બાંધ્યા હોય તે સર્વ વર્તનદોષની ફરી ફરી ક્ષમા માગીએ છીએ અને આવાં આવરણો ફરીથી બાંધ્યા ન કરીએ તે માટે સમજણની વિશુદ્ધિ યાચીએ છીએ. પ્રભુજી! આપની કૃપા થતાં એટલું તો સમજાય છે કે જીવ જ્યારે આત્મા સિવાયના પરપદાર્થમાં સુખબુદ્ધિ કરે છે, એટલે કે પરમાં સુખ રહેલું છે એવી ભાવનામાં રાચે છે ત્યારે વર્તતી પરની સુખબુદ્ધિને કારણે સાચી સમજણ પર આવરણ ચડે છે. આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં સુખ રહેલું છે એવી વૃત્તિમાં જવાથી આત્મસુખની બુદ્ધિને આડશ અપાય છે, અને તે સમ્યક્ત્તાનને આવરણરૂપ બની જ્ઞાનાવરણના બંધમાં વધારો કરે છે. આ સમજણ લાધતાં અમે બાંધેલા જ્ઞાનાવરણ તોડવા ઉત્સુક થયા છીએ; પરિણામે કરેલી ભૂલ માટે અમને ખૂબ પશ્ચાતાપ વર્તે છે, અને આવાં નવાં આવરણો બાંધવા નથી એ નિર્ણય દૃઢ થતો જાય છે. તો પ્રભુ! અમને શરણમાં રાખી આત્મસાધક પુરુષાર્થ કરાવો. કલ્યાણમૂર્તિ જિન ! આપની કૃપાથી જ્ઞાનનાં આવરણ હળવાં થતાં જાય છે, અને જેમ જેમ સમજણ શુદ્ધ થતી જાય છે, તેમ તેમ અમારા પ્રશ્નોરૂપ કોયડા ઉકેલાતા જાય છે. તમારામાં વિરોધી જણાતા ગુણો વિરોધ વિના કેવી રીતે સમાઇ શકે છે તે સ્પષ્ટ થતું જાય છે, અને તે માટે આપનો ખૂબ ઊંડા ભાવથી ઉપકાર માની વંદીએ છીએ. ૨૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ (૧) આપ પ્રભુએ શત્રુ કે મિત્રના ભેદભાવ વિના તમામે તમામ જીવોનું કલ્યાણ ઈચ્છયું છે, તેમ કરવું કરુણા અને કોમળતા વિના શક્ય જ નથી. વળી સર્વ કર્મોનો ક્ષય કરવામાં તમારા જેવું કોઈ કઠોર નથી, એ તમારી તીક્ષ્ણતા છે. આમ તમે કુસુમ (ફૂલ)થી પણ કોમળ હોવા છતાં વજથી પણ કઠોર છો એ અનુભવાય છે. વળી અપ્રમત્ત ભાવથી તમે કેવળીરૂપે કે સિદ્ધાવસ્થામાં જગતના સર્વ પદાર્થોને તટસ્થપણે – રાગદ્વેષ રહિત રહી જોયા કરો છે તે તમારી ઉદાસીનતા છે. બીજી રીતે વિચારીએ તો તમે સર્વ સંસારી જીવોને અભયદાન આપો છો અર્થાત્ દ્રવ્યથી અને ભાવથી નિર્ભય કરો છો તે તમારી કરુણા અને કોમળતા છે. આ કરુણાને લીધે બીજાને પોતાનાં કર્મક્ષય કરાવવામાં તમે મદદરૂપ થાઓ છો, આ કર્મમલ ક્ષય માટે જ્ઞાનાદિ ગુણોપણે તમે આત્મપરિણતિમાં લીન રહો છો તે તમારી ઉપયોગની તીક્ષ્ણતા છે, અને બીજાની પ્રેરણા વિના આપનો આત્મા સહજ સ્વભાવે આત્મપરિણતિમાં વસે છે તે તમારી ઉદાસીનતા છે આમ અમને આપની કૃપાથી દેખાતા વિરોધનું સમાધાન મળે છે. (૨) તમારામાં આત્માના બધા જ ગુણો ખીલેલા હોવાથી ત્રણ ભુવનનું સ્વામીપણું એટલે ત્રિભુવન પ્રભુતા રહેલી છે, શક્તિ પૂર્ણતાએ ખીલી હોવાથી, સર્વ શક્તિમાન બની તમે ત્રિભુવન જયી છો. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતારૂપ વ્રતને ધરવાથી તમે નિર્ગથ થયા છો, અર્થાત્ કર્મનું ગ્રંથિરહિતપણું તમને મળ્યું છે. જે અભવિ કે દૂરભવિ જીવો છે તે પ્રભુની – તમારી સત્તા સ્વીકારતા નથી તે અપેક્ષાએ તમે ત્રિભુવન પ્રભુતા રહિત છો. વળી તમે અષ્ટ પ્રતિહાર આદિ ૩૪ અતિશયરૂપ ઋદ્ધિના ભોક્તા હોવાથી તથા સ્વગુણમાં રમણતા રૂપ મમતા હોવાથી તમે નિર્ગથતા રહિત લાગો છો. (૩) તમારું મોક્ષ સાથે જોડાણ હોવાથી તમે યોગી છો. સમગ્ર આત્મગુણોના ભોક્તા હોવાથી તમે ભોગી છો. વળી મન, વચન અને કાયાના યોગ ન હોવાથી તમે યોગરહિત છો, તથા તમારે દુન્યવી ભોગનો સર્વથા ત્યાગ હોવાથી તમે ભોગરહિત પણ છો. ૨૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ (૪) વળી તમે સર્વ જીવોને કલ્યાણરૂપ થાય એવી દેશના આપતા હોવાથી વક્તા છો, તેમ છતાં તમે સદા આત્મભાવમાં રહેતા રહેતા જ દેશના આદિ આપતા હોવાથી મૌની પણ છો. આત્મામાંથી સ્વછંદ સંપૂર્ણપણે નીકળી ગયો હોવાથી, સર્વ ક્રિયા આજ્ઞાધીનપણે જ થતી હોવાથી તમે મૌની છો. આપ દેશનામાં જે કંઈ જણાવો છો તે પૂર્વોક્ત છે એટલું જ નહિ પણ તે આજ્ઞાધીનપણે જ જણાવો છો તેથી અવક્તા છો, તેમ છતાં દેશના આપતા હોવાથી તમે અમૌની પણ છો. હે દેવાધિદેવ! અમારાં જ્ઞાનનાં આવરણો તૂટતાં, સમજણ વધવાથી અમને સ્પષ્ટ થાય છે કે વિરોધી જણાતા ગુણો પણ વિરોધ છોડી તમારામાં કેવી રીતે એકરૂપ થઈ જાય છે. આપના શુભ ભાવના પ્રભાવથી પરસ્પર વેર ધરાવતા જીવો પણ જન્મજાત વેર ત્યાગી આપની પાસે આવી નિર્વેરથી રહે છે. આપના આવા ઉત્તમોત્તમ ગુણોનો લક્ષ તથા અનુભવ થવાથી અમારી જગતના પદાર્થો પ્રતિની સુખબુદ્ધિ ક્ષીણ થતી જાય છે. અને અમારો જ્ઞાનની વિદ્ધિ કરવાનો ઉત્સાહ વધતો જાય છે. અમને સમજાયું છે કે માત્ર મોહ તોડવાથી જ આત્મસ્વરૂપને યથાર્થ માણી શકાતું નથી, તેથી અમે સાથે સાથે જ્ઞાન તથા દર્શનનાં આવરણને ભસ્મીભૂત કરવા પ્રવૃત્ત થયા છીએ. જેમ જેમ આવરણો ઘટતાં જાય છે, તેમ તેમ ક્ષીણ થયેલા મોહનો સ્પષ્ટ અનુભવ અમને તેની જાણકારી આપી, આત્મામાં શીતળતા ફેલાવતો જાય છે. બીજી રીતે કહીએ તો આત્મદર્શનથી પ્રગટતા સુધારસની જાણકારી અમને મળતી જાય છે. આ ઉપકાર અમારા પર કરવા માટે તમને ભક્તિભર્યા કોટિ કોટિ વંદન હો. શ્રી સુવિધિનાથ પ્રભુના નિર્વાણ પછી નવ કરોડ સાગરોપમ કાળ વીતતાં આપ શ્રી શીતલનાથ પ્રભુએ જગતપિતા તરીકેની પ્રવૃત્તિ આદરી હતી. તે વિશે વિચારતાં અમને સમજાય છે કે મોહનો નાશ કરતા જવાથી દર્શનની વિશુદ્ધિ જલદીથી થઈ શકે છે, અને તેની છાયામાં જ્ઞાન પણ વિશુધ્ધ થતું જાય છે. અલબત્ત, તે માટે આવશ્યક પુરુષાર્થ કરવો જરૂરી છે. સામાન્ય રીતે જગતના જીવોને જ્ઞાનાવરણ તોડવા કરતાં દર્શનાવરણ તોડવું સહેલું લાગે છે, કેમકે વર્તનમાં સ્થૂળ હિંસાથી નિવર્તવું તે જગતના પદાર્થોની સુખબુદ્ધિથી નિવર્તવા કરતાં સહેલું છે. આ હેતુથી પ્રથમ દર્શનાવરણ ૩૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ તોડવાનો રસ્તો શ્રી સુવિધિનાથ પ્રભુએ બતાવ્યો જણાય છે, અને તે પછી આપ શ્રી શીતલનાથ પ્રભુએ જ્ઞાનાવરણ તોડવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. આપ સહુ ઉપકારીને અમારા કોટિ કોટિ વંદન હો. ૧૧ શ્રી શ્રેયાંસનાથ જિન ! શ્રી સુવિધિનાથ પ્રભુએ પરમ કૃપા કરી ત્યારે અમે હે જિન! દર્શનને વિશુધ્ધ કરવાની અગત્ય સમજી શક્યા; અને તેને વિશુદ્ધ કરવાની રીત પણ જાણી શક્યા. જો સાચી વિધિ કરતાં આવડે, યથાયોગ્ય રીતે રહેતાં આવડે તો જ દર્શનાવરણ ન બંધાય અથવા તો અલ્પતાએ બંધાય. એક થી ચાર ઇન્દ્રિયોવાળા અસંજ્ઞી જીવોની જાણતાં કે અજાણતાં થયેલી હિંસાથી દર્શનાવરણ બંધાય છે; જેટલું યત્નાપૂર્વક વર્તવામાં આવે તેટલું દર્શનાવરણનું બંધન અલ્પ થાય; યત્નારહિતપણે ગમે તેમ વર્તવાથી હિંસાદિ પ્રવૃત્તિ વધે છે અને દર્શનાવરણ ઘટ્ટ થાય છે. સાથે સાથે આ હિંસાદિ પ્રવૃત્તિ જીવ મોહને જ કારણે કરતો હોય છે તેથી દર્શનમોહ અને ચારિત્રમોહ પણ જીવ વધારે બાંધે છે. સામાન્ય રીતે જીવ પોતાની શાતાની ઇચ્છાના લક્ષથી સર્વ પ્રવૃત્તિ કરતો હોય છે, તેથી સર્વ ક્રિયામાં તે મમપણું રાખી, મોહનીય બાંધે છે અને હિંસાદિ પ્રવૃત્તિને લીધે તે દર્શનાવરણ બાંધે છે. પણ જેટલો સમય જીવ દેહલક્ષ છોડી, આત્મલક્ષે પ્રભુની પૂજા, અર્ચના આદિ કરે છે તેટલો સમય બાહ્યથી ક્રિયા થતી હોવા છતાં, તેમાનાં ભાવોનું લક્ષ અલગ હોવાથી તેને મંદગતિએ બંધ પડે છે. ભાવરહિત થવું તે ઉત્તમ છે; પરંતુ જ્યાં સુધી તે શક્ય નથી ત્યાં સુધી શ્રી પ્રભુના અવલંબનથી શુભભાવ અને શુભપ્રવૃત્તિમય રહેવાથી કર્મબંધની માત્રા ઘણી ઘટી જાય છે. તેથી ચાર પ્રકારની પૂજા દ્વારા દર્શનને શુદ્ધ કરવાની વિધિ સુવિધિનાથ પ્રભુ આપે જણાવી તે અર્થે, આપે કરેલા નિષ્કારણ ઉપકારને ઝીલવા અમે આત્મવિનયથી વંદન કરીએ છીએ. આ કૃપામાં શ્રી શીતળનાથ પ્રભુએ વૃદ્ધિ કરી અમને જ્ઞાનાવરણ તોડવાનો ઉપાય જણાવ્યો. સાચી સમજણ આવતાં, અમને અમારી વર્તના સુધારવા માટે પુષ્કળ શ્રદ્ધાન વધ્યું. વધેલા શ્રધ્ધાનના અનુસંધાનમાં સાચી પ્રવૃત્તિ કરતાં અંતરમાં શીતળતાના રેલા Page #65 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચાલ્યા કરે છે. જે પ્રવૃત્તિ આત્માને શીતળ કરે છે, શાંત કરે છે અને એ શાંતિ તથા શીતળતાને દેહવ્યાપી બનાવે છે તેનો પરિચય વધારવા માટે અમને ઉત્સાહ મળ્યો. શ્રી પ્રભુમાં પરસ્પર વિરોધી જણાતાં તત્ત્વો પણ એકસાથે મિત્રરૂપે કેવી રીતે રહી શકે છે તેની જાણકારી થતાં, અમારી અનુભવાતી શીતળતા અને આનંદમાં ઉછાળો આવ્યો. આત્મા જેમ જેમ પવિત્ર અને શુધ્ધ થતો જાય છે તેમ તેમ તે શાંત અને શીતળ થતો જાય છે, અને ક્રમે ક્રમે તે વધતાં વધતાં દેહવ્યાપી પણ થઇ શકે છે એ અનુભવ મૌક્તિક મળ્યું, સાથે સાથે જ્ઞાનનાં આવરણો તૂટતાં આ અનુભવને જીવ સારી રીતે માણી પણ શકે છે, એ સુંદર અનુભવમૂલક સમજણ આવતાં, આ શીતળતા તથા શાંતિના ગુણો અમારા જીવનમાં પ્રગટાવવા તથા વર્ધમાન કરતા જવાની અભિલાષા અમારામાં શ્રી શીતલનાથ પ્રભુની કૃપાથી જાગી, તે માટે શ્રી પ્રભુ! આપને અમારા વિનયભક્તિ સહિતના અગણિત વંદન હો, વંદન હો. આ બંને પ્રભુજીએ વરસાવેલી કૃપા સાથે, અહો શ્રી શ્રેયાંસનાથ પ્રભુ! આપની કૃપાનો ત્રિવેણી સંગમ માણવા અમે ખૂબ જ આતુર બન્યા છીએ. આપે સ્વીકારેલા ઉત્તમ આચરણના સર્વ શ્રેયકારી તત્ત્વોના અંશો અમને કૃપા કરીને આપ્યા, તેથી અમે ધન્યતા અનુભવીએ છીએ. જે ચારિત્રનું તમે પૂર્ણતાએ પાલનો કરો છો, તેના અંશોનું પાલન કરવાની શક્તિ અમને આપીને અમને કૃતાર્થ કર્યા છે. આપે અમને સંસારી – અસંસારી વચ્ચેનો ભેદ પ્રત્યક્ષ કરાવી, સત્ય આચરણના પંથે વાળ્યા છે, તે ઉપકારને અમે હવે કદી પણ વિસરશું નહિ. આપ પ્રભુજીને અમારા આત્મભાવથી કોટિ કોટિ વંદન હોજો . અહો જિનવરદેવ! જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિનો ત્રિવેણી સંગમ કેવી રીતે કરી શકાય તેનું સ્પષ્ટીકરણ અમને તમારી પાસેથી મળ્યું છે. સમજણને સમ્યક કરવાથી, શુધ્ધ કરવાથી અજ્ઞાન જ્ઞાનસ્વરૂપ પામે છે; તેના અનુભવથી દર્શન – શ્રદ્ધાન ચોખ્ખું થાય છે, પરંતુ આત્માને અજવાળવાનો માર્ગ જાણ્યા પછી પણ તેનું પાલન કરી શકાય નહિ તો, આત્મશુદ્ધિ યથાર્થતાએ થઇ શકતી નથી; આ પરથી અમને ચારિત્રની મહત્તા સમજાઈ છે. માર્ગનું યથાર્થ પાલન કરવું એ જ સાચું ચારિત્ર, એ વિશેની યોગ્ય ૩૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ સમજણ તમે સંસારી – અસંસારી વચ્ચેનું ભેદરહસ્ય ખૂલ્લું કરીને આપો છો, અને તેમ કરવામાં અમને સુધરવા તમે ખૂબ મદદ કરી છે. આપ અંતર્યામી હોવાથી અમારા શ્રેય માટે જે જે તત્ત્વોની જાણકારી જરૂરી છે તેની સમજણ આપીને અમને ધન્ય ક્ય છે, તેથી અમે આપના ખૂબ ઋણી થઇ ભાવપૂર્વક વંદન કરીએ છીએ. અહો, યથાખ્યાત ચારિત્રના ધર્તા વિભુ! તમે આત્મામાં સતત રમણ કરનાર છો, અને આત્માને પૂર્ણ વિશુદ્ધ કરી મુક્તિગતિને પામનાર છો. બીજી બાજુ સર્વ સંસારી જીવો પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયોમાં રાચનારા છે, દેહ તથા દેહેંદ્રિયની સુખાકારી મેળવવામાં તેમની સર્વ પ્રવૃત્તિઓનો સાર સમાઈ જાય છે. વળી, ભવોના ભવો માત્ર દેહસુખ કે ઇન્દ્રિયસુખ મેળવવા પાછળ એ જીવો ખર્ચી નાખે છે, તેમ છતાં તેઓ સુખ પામી શકતાં નથી, એટલું જ નહિ પણ દેહ કે ઇન્દ્રિયોને પોતાનાં કરી પણ શકતા નથી. જે મુનિજનો છે તેઓ તો આત્મામાં રમનારા છે. આત્મરમણતા કરનારનું મુખ્ય લક્ષણ એ છે કે તેઓ દેહ કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે નિરાસક્ત હોય છે. જે સુખ ક્ષણિક છે તેનાથી અલિપ્ત રહી તેઓ શાશ્વત સુખની ખોજમાં લાગેલા રહે છે, અને શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ એ જ અધ્યાત્મ માર્ગ છે. તેનાથી વિપરિત તે સંસાર માર્ગ છે. સંસારમાર્ગમાં જુનાં કર્મો ભોગવાઇને ખરતાં જાય છે અને સંસાર વધે તેવાં નવાં કર્મો બંધાતા જાય છે. આપની કૃપાથી અમને અધ્યાત્મ માર્ગે જવાનો બોધ તથા પ્રેરણા મળતાં, તે માર્ગની ઉત્તમતાની અમને પ્રતીતિ થાય છે. જે જ્ઞાનથી સમજણ આવી, દર્શન વિશુદ્ધિથી તેની શ્રધ્ધા થઈ, તેનું યથાર્થ પાલન કરવાનો સંદેશો તમ પાસેથી મળતાં અમારો આનંદ ખૂબ વધ્યો છે. આત્માના આનંદસ્વરૂપની સિદ્ધિ અમને મળતી જાય છે. આ ઉપકારનો બદલો અમે ક્યારે વાળી શકીશું? શ્રેયના – કલ્યાણના અંશો આપીને તમે સ્પષ્ટ સમજાવ્યું કે માત્ર ધર્મ સમજવાથી, કે બાહ્યભાવથી ધર્મપાલન કરવાથી જીવનું સાચું કલ્યાણ થતું નથી. જે કંઈ કરીએ તે સાચી સમજણથી, સારાસાર વિવેક સાથે અને અંતરના ઊંડા ભાવથી કરીએ તો જ સાચું અને સારું ફળ પ્રાપ્ત થાય છે. સમજણ ગયા પછી તેનો ઉપયોગ કરવામાં ન આવે તો અમુક કાળ પછી તે સમજણ પણ વિલિન થઈ જાય છે. ઓઘદૃષ્ટિથી જો ૩૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ધર્માચરણ કરવામાં આવે તો સંસારી પુણ્ય ઉત્પન્ન થાય છે, સ્વર્ગનાં સુખ મળે છે, પણ આત્માનું સુખ આવતું નથી. પરંતુ સમ્યક્ દૃષ્ટિથી, અલૌકિક ભાવથી, પોતાના ગુણો સાથેનું જોડાણ વધારતાં વધારતાં ધર્મનું આચરણ કરવામાં આવે તો સંસારનો ક્ષય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્રિવેણી સંગમનો આવો મહિમા અમને સમજાવીને અમારા ઉપર અવિસ્મરણીય ઉપકાર તમે કર્યો છે. તેથી માર્ગના સર્વ રહસ્યો, આત્મદશાની વૃદ્ધિ સાથે પામતા જવા, અને રત્નત્રયનું આરાધન યથાર્થતાએ કરીને ત્વરાથી નિર્વિકલ્પ દશા પામવા અમારો આત્મા ઉત્સાહીત બન્યો છે. મોહનીય કર્મના નાશ કે ઉપશમ કરવા સાથે જો જ્ઞાનાવરણ કે દર્શનાવરણનો ક્ષયોપશમ જીવ કરી શકતો નથી, તો મળેલી શાંતદશાનું જાણપણું કે અનુભૂતિ જીવ જાળવી શકતો નથી. પરિણામે સાનુભવ દશાભાન જીવને આવતું નથી. તે સ્થિતિ આત્માના માર્ગ પ્રતિનું શ્રદ્ધાન નિર્બળ કરી નાખે છે. વળી કેટલાંક શાસ્ત્રો ગેરસમજને કા૨ણે અધ્યાત્મ માર્ગ બતાવે છે તેવી ભૂલભરેલી માન્યતામાં જીવને ખેંચી જઈ અવળે માર્ગે દોરે છે. હે પ્રભુ! આ સર્વથી અમને બચાવજો. અમને તો અનુભવ સહિતનો બોધ હોય તેવા જ શાસ્ત્રોના પરિચયમાં રાખજો. એટલું જ નહિ પણ અમે મોહનો નાશ કરવા સાથે જ્ઞાન-દર્શનનાં આવરણો ઘટાડતાં જઈએ અને શુદ્ધ ચારિત્ર ખીલવતા જઈએ એવી કૃપા અમારા પર કરજો. હે જિનદેવ ! શાસન સમ્રાટ! અમને યોગ્ય સમજણ આપી, જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સાથે સાથે ખીલવણી કરવા પ્રેરણા આપી છે, તે ઉપકાર અમે ક્યારેય ભૂલીશું નહિ. અમને સન્માર્ગે આગળ વધારશો, અને અમારી સમજણ વિશદ કરાવતા જશો. અહો જિનજી ! આપના ચરણમાં વસવાથી અમને અનુભવ થાય છે કે સમ્યક્દર્શન મેળવ્યા પછી, જીવ પુરુષાર્થ કરે તો તે મોહનીયની સાથોસાથ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ પણ ક્ષીણ કરતો જાય છે. આમ તેને ચારિત્રની ખીલવણી કરવી સહેલી ૩૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ થતી જાય છે, પરિણામે સંસાર વધારનાર નવાં કર્મો ઓછા બંધાય છે, એટલું જ નહિ, ભવિષ્યમાં પરિષહ અને ઉપસર્ગ રૂપે ભોગવવા પડે તેવાં કર્મબંધ નહિવત્ થઈ જાય છે. આમ શ્રી સુવિધિનાથ પ્રભુ! શીતલ જિન! તથા શ્રી શ્રેયાંસનાથ વિભુ! આપની કૃપાથી જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરતા જવા માટેના ઉપાયો અમને મળ્યા તે માટે આભારવશ બની, ઉપાયોનું યોગ્ય પાલન કરીએ એવા આશીર્વાદ માગી, વિનયભાવથી વંદન કરીએ છીએ. - શ્રી શીતલનાથ પ્રભુના નિર્વાણ પછી એક કરોડ સાગરોપમમાં સો સાગરોપમ ઓછા રહયા ત્યારે શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ધર્મરાજ્ય પ્રવર્યું હતું. બે પ્રભુજી વચ્ચેના ઘટતા જતા અંતરથી આપણે સમજી શકીએ છીએ કે જ્ઞાન દર્શનની વિશુદ્ધિ થતાં પુરુષાર્થી જીવને ચારિત્રની વિશુદ્ધિ કરવામાં શ્રમ ઓછો થાય છે, ઉચ્ચ તત્ત્વોની પ્રાપ્તિ થતાં, તેનાથી ઉતરતી કક્ષાનાં તત્ત્વોનું આકર્ષણ ઘટતું જાય છે, તેથી અલાભકારી તત્ત્વોનો ત્યાગ જીવ પ્રાપ્ત થયેલા સારાસાર વિવેકને કારણે સહેલાઈથી કરી શકે છે. આત્માના અનંત સુખની અભિલાષા પાસે સંસારી સુખનો ભાવ ત્વરાથી ગૌણ બનતો જાય છે. ૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી ! શ્રી વાસુપૂજ્ય દેવ! આપને અત્યંત ભક્તિથી અમારા કોટિ કોટિ વંદન હો. આપ પ્રભુ સર્વ ઇન્દ્રોને પણ પૂજનીય બન્યા છો, એ આપનું અનન્યપણું પ્રગટ કરે છે. દેવગતિમાં અનેકાનેક સુવિધાઓ રહેલી છે. દેવોને કોઈ જાતના રોગ હોતા નથી, અવધિ કે કુઅવધિ જ્ઞાન હોવાથી તેમને પૂર્વ કે ભાવિ ભવોની ઝાંખી મળ્યા કરે છે. સહુ દેવોને પોતાનાં સ્વતંત્ર ભુવનો હોય છે, સર્વ ઈચ્છાઓ પૂરી કરવા માટે અનેક કલ્પવૃક્ષોની હારમાળા હોય છે. કેટલાંક વૃક્ષો આહાર પૂરો પાડે છે, કેટલાંક વૃક્ષો વસ્ત્રો પૂરાં પાડે છે, કેટલાંક વસ્ત્રાભરણ આપે છે, કેટલાંક રત્નાદિ આપે છે, કેટલાંક વૃક્ષો વાજિંત્ર આદિ સાધનો આપે છે ઇત્યાદિ. ટૂંકાણમાં કહીએ તો પ્રત્યેક પ્રકારની શાતા અને સુવિધા આપનાર જાતજાતનાં અને ભાતભાતનાં કલ્પવૃક્ષોથી ૩૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દેવભૂમિ સુશોભિત રહે છે. વળી, અનેક પ્રકારે શાતાનો ભોગવટો કરવાનાં સાધનો દેવોને ઉપલબ્ધ હોય છે. જાતજાતનાં મનોરંજન માટેના સાધનોનો ત્યાં તૂટો નથી. આમ અનેકવિધ સુવિધાથી ભરપૂર આ દેવભૂમિ છે. ત્યાંના પુણ્યવંતા દેવો ઘણા લાંબા આયુષ્ય સાથે આવા સુખથી ભરપૂર વાતાવરણમાં રહે છે, અને જગતમાં પ્રાપ્ત થતી ઉત્તમોત્તમ સુવિધાઓ માણે છે. આવા દેવગતિના સામ્રાજ્યમાં રાજા સમાન જે દેવો છે તે ઇન્દ્ર કહેવાય છે. વાસુ એટલે ઇન્દ્ર. આ ઈન્દ્રોની સમૃદ્ધિ અન્ય દેવો કરતાં ઘણી ઘણી વધારે હોય છે. એ પરથી ઈન્દ્રોની રિદ્ધિ સિદ્ધિની તો કલ્પના જ કરવાની રહે છે. વળી, જેમ જેમ ઊંચા લોકના દેવો હોય તેમ તેમ તેમની સમૃદ્ધિ વધતી જાય છે. આવા ઈન્દ્રો સામાન્ય રીતે પોતપોતાના નાચગાન અને સુખસમૃદ્ધિના ભોગવટામાં સમય પસાર કરે છે. આવા સમૃદ્ધિવાન ઈન્દ્રોને પણ પૂજનીય એવા વાસુપૂજ્ય સ્વામી! તમારું આવું અનન્યપણું અમારી પાસે મનુષ્યપણાનું શ્રેષ્ઠત્વ પણ પ્રગટ કરે છે. આપે જ્યારે સર્વકાળ માટે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતા કરી અપૂર્વ એવું કેવળજ્ઞાન પ્રગટાવ્યું ત્યારે દેવલોકમાં રહેલા સર્વ ઇન્દ્રોએ જ્ઞાનકલ્યાણક ઉજવ્યું હતું, તે અમને સમજાવે છે કે તેમને મળેલી રિદ્ધિસિદ્ધિ કરતાં તમારી જ્ઞાનરુદ્ધિનું મહત્વ તેમને ઘણું વિશેષ હતું. તમારા આત્મિક સુખ આગળ તેમને પોતાનું ભૌતિક સુખ ઘણી ઊતરતી કક્ષાનું લાગતું હતું. તેથી તેઓ અત્યંત વિનયભાવથી આપનો બોધ મેળવવા બધું છોડીને દોડી આવ્યા અને પોતાના હજાર હજાર મુખ વિકુવ, પ્રત્યેક મુખદ્વારા આપની ગુણગાનભરી સ્તુતિ કરવા લાગ્યા. આ ઈન્દ્રોને પોતાના હજાર મુખ પણ તમારી સ્તુતિ કરવા માટે ઓછા લાગવા લાગ્યાં. આ પરથી અમને તમારા અદ્ભુત મહાત્મયની જાણ મળી છે. આવો સુંદર જ્ઞાનોત્સવ ઉજવ્યા પછી, જ્યારે જ્યારે તમારી દેશના પ્રકાશ પામવાની હોય ત્યારે ત્યારે તેઓ મહામંગળમય એવા સમવસરણની રચના કરે છે. જેમાં અશોકવૃક્ષ, સુવર્ણનું સિંહાસન, અર્ચત પુષ્પોની વૃષ્ટિ, દેવદુંદુભિનો નાદ, તથા રૂપાનો ગઢ અને સોનાનાં કાંગરા, સોનાનો ગઢ અને રત્નનાં કાંગરા, રત્નનો ૩૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ ગઢ અને મણિરત્નના કાંગરાવાળા સમવસરણની રચના આદિ દેવો કરે છે. આ સમવસરણમાં ચતુર્વિધ સંઘ તમારી દેશના સાંભળી આત્મમાર્ગે વિકાસ કરે છે. આવા અષ્ટપ્રતિહાર્ય સહિતના ૩૪ અતિશયો તે ઈન્દ્રો તથા દેવો આપની સેવામાં પ્રગટ કરે છે. ઉદા. ત. આપને ચામર ઢોળવા, આપની આગળ ધર્મધજા ચલાવવી, ત્રણ લોકનું આધિપત્ય જણાવનાર ત્રણ છત્રની રચના તમારા પર છાયા કરવા કરવી, આપના પ્રત્યેક પગલે સુવર્ણકમળની રચના કરવી વગેરે અતિશયોથી તમારા પ્રતિનો અત્યંત પૂજ્યભાવ વ્યક્ત કરવા આ ઈન્દ્ર દેવોની સહાયથી તમને નવાજે છે. આમ તમારા પ્રતિનો બળવાન પૂજ્યભાવ તેઓ પ્રેમપૂર્વક વ્યક્ત કરે છે. પ્રભુજી! આપનો આ વૈભવ જોઇને, અને તેના પ્રતિનું તમારું વીતરાગપણું જોઈને અમને ખૂબ જ આનંદ આવે છે. અમારી વિચારણા સસ્પંથે જ રહેવા દઢ બને છે. જે દેવો આવી ઉત્તમ સંસારી શાતા માણે છે, તે દેવોને પણ પૂજનીય એવા તમારું સુખ કેવું ઉત્તમ હોવું જોઈએ એ સમજણ અમને અચરજ પમાડે છે. સમૃદ્ધિવાન દેવો આપને પ્રાપ્ત થયેલા વીતરાગપણાથી પ્રભાવિત થઈ આપને ખૂબ ભક્તિભાવથી વંદન કરે છે, એ પરથી અમને સમજાય છે કે વીતરાગપણું – જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતાથી આવતું નિસ્પૃહપણું દેવલોકનાં સુખ કરતાં ઘણું વધારે મૂલ્યવાન હોવું જોઈએ, તથા મેળવવામાં વિશેષ પરિશ્રમ લાગતો હોવો જોઇએ. આપે મેળવેલી અવસ્થા મહાપુણ્યવાનું દેવોને પણ સુલભ નથી, તેઓ પણ આપની વીતરાગી દશાના ઈચ્છુક બની તમારા પવિત્ર ચરણકમળની સેવા માગે છે, એ પરિસ્થિતિ અમને સમજાવે છે કે સર્વાર્થસિદ્ધ વિમાનના સુખો ભોગવવા કરતાં પણ મન, વચન, કાયાની એકતાથી નિષ્પન્ન થતું, આત્મામાંથી જ જન્મતું અનુભવ સુખ ઘણા ઊંચા પ્રકારનું છે, અને તે માટે વિશેષ પ્રકારનાં ઉત્તમ પુણ્યનો જથ્થો હોવો જરૂરી છે. આ બધી વિચારણા પર એકાગ્ર થવાથી અમને માનવ જન્મની કૃતાર્થતા સાર્થકતા કયાં છે તે અને માનવદેહની અગત્ય જણાય છે. મનુષ્યપણાનું અનન્યપણું અમારી પાસે આકાર ધારણ કરે છે. ચારે ગતિમાં દુ:ખની બહુલતા વાળી નરક અને તિર્યંચ ગતિ અશુભ હોવાથી ઈચ્છવા યોગ્ય નથી. બાકીની મનુષ્ય અને દેવગતિમાંથી સામાન્ય ૩૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રીતે જીવ દેવગતિનું વિશેષ આકર્ષણ વેઠે છે, કારણ કે ત્યાં નીરોગીપણું અને ભૌતિક શાતાની બહુલતા રહેલી છે. વળી, મનુષ્યગતિમાં ઉપસર્ગ, પરિષહ સહિત અનેક પ્રકારનાં કષ્ટોનો અનુભવ જીવને થાય છે તેથી તેનું જીવને સામાન્યપણું થઈ જાય છે. પરંતુ જ્યારે આત્મશુદ્ધિથી મળતાં સુખનો અનુભવ વિચારવામાં આવે છે ત્યારે મનુષ્ય જન્મની અનેકવિધ શ્રેષ્ઠતા સમજાતી જાય છે. આપની કૃપાથી અમે એટલું તો સમજી શક્યા છીએ કે આત્મવિશુદ્ધિના માર્ગે જવું હોય તો જીવે ઓછામાં ઓછું સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરવું જ જોઈએ. કોઈ પણ અસંજ્ઞી જીવ શ્રી વીતરાગ પ્રભુના માર્ગમાં સકામપણે – ઇચ્છાપૂર્વક ચાલી શકતો નથી. વળી, પાંચમાંથી એક પણ ઇન્દ્રિયનો પૂર્ણ ઘાત થયો હોય તો પણ આત્મવિકાસના માર્ગમાં પ્રગતિ થઈ શકતી નથી. અલબત્ત, નબળી ઇન્દ્રિય હોય તો ચાલે પણ ઇન્દ્રિયરહિતપણું વિકાસ કરવા દેતું નથી. આમ કલ્યાણમાર્ગ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવો માટે જ ખુલ્લો છે, અર્થાત્ સંખ્યાત્ જીવો જ આ માર્ગનો લાભ લઈ શકે છે. સંશી પંચેન્દ્રિયપણામાં ચાર ગતિ સંભવે છે, તેમાંની નરક તથા તિર્યંચ એ બે અશુભ ગતિમાં આત્મકલ્યાણ ક૨વા જોઈતી સુવિધાઓ ભાગ્યે જ જીવને મળે છે, તેથી કલ્યાણ થવું અતિ કઠિન થઈ જાય છે. કોઈ અપવાદ રૂપ જીવો જ પરમાર્થ સમકિત · ક્ષયોપશમ સમકિત આ ગતિમાં લઈ શકે છે. પરંતુ આ બંને ગતિમાં દુ:ખની બહુલતા અને સન્માર્ગની સુવિધાના અભાવે તે પછીનો વિકાસ શક્ય બનતો નથી. દેવગતિમાં જીવો શાતાની બહુલતાના ભોગવટામાં રત રહેતા હોવાથી, ક્ષયોપશમ સકિતથી આગળ વધી શકતા નથી. જ્ઞાન, દર્શન, ચારિત્રનું વિશુદ્ધિકરણ કરી તેને એકરૂપ કરવાની પ્રક્રિયા ચારિત્રપાલન દેવો કરી શકતા નથી. તેથી તો મનુષ્ય ગતિમાં જે આત્મા જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતા કરી વીતરાગતા પ્રગટાવે છે તેમને દેવો અનેક પ્રકારનાં સ્તુતિ વચનોથી વધાવે છે; અને કરેલાં કાર્યોનો મહિમા ગાય છે. ૫રમાર્થ સમકિત પછીના પ્રત્યેક વિકાસ માટે મનુષ્ય ગતિ હોવી જરૂરી છે. માત્ર તિર્યંચ ગતિમાં પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય છે, તે સિવાયનો કોઈ પણ વિકાસ કોઇ પણ અન્ય ગતિમાં સંભવિત થતો નથી, આ જ માનવભવનું મહત્વ છે. — - ૩૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ પૂર્ણ વીતરાગતા કે પૂર્ણ કર્મરહિતપણું તો માત્ર મનુષ્ય દેહમાં જ મેળવી શકાય છે એ મનુષ્ય જીવનની મહતી દશા દેવોના રાજા ઈંદ્રને પણ પૂજનીય છે, તે સમજણ અમને હે વાસુપૂજ્ય સ્વામી! આપની કૃપાથી પ્રાપ્ત થઈ છે. અને તે સમજણને આધારે અમે અમારા મનુષ્ય જીવનને સફળ કરવા ઉત્સુક છીએ. અમને મહદ્ મહદ્ પુણ્યના ઉદયથી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણું, પાંચે ઇન્દ્રિયોની સુવિધા, સદ્ધર્મનું શ્રવણ, સદ્ધર્મની શ્રદ્ધા મળ્યાં છે, ત્યારે સાચો પુરુષાર્થ કરી આ મહામૂલા જન્મને અમે સાર્થક કરી લેવા ઇચ્છીએ છીએ. કોઈ એક ઇન્દ્રિયનો ઘાત પામી અને વિકાસ કરતાં અટકી જઈએ એવી સ્થિતિ અમારે ન આવે તેવી હે જિનરાજ! અમારા પર કૃપા કરજો, અમને દોષ કરતાં અટકાવી દેજો. અમારે તો અમારા ગુણો ખીલવતા જ જવા છે, જે ગુણોનો લાભ પામી અન્ય જીવો પણ અમારો નિર્મળ પ્રેમ અનુભવી શકે. અહો કલ્યાણમૂર્તિ! અમારી આ પુણ્યસિદ્ધિ અમે અનુભવીએ છીએ, પણ હવે આગળ વધતાં અટકવું જ નથી, પૂર્ણ વીતરાગ અવસ્થા અને નિર્વિકારી સ્થિતિ સુધી પ્રગતિ કરવી જ છે. આ માટે વર્તમાનના મનુષ્ય જન્મનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે. હે પ્રભુ! આ માટે અમને ખૂબ સાથ આપો, વિમાર્ગે જતા રોકી અમારું રક્ષણ કરો. - હે જિન વીતરાગ! આપની કૃપાથી અમને સમજાય છે કે અમને સંસારમાં જે કંઈ સુખદુ:ખનું વદન થાય છે તે તો અમે અજ્ઞાનાવસ્થામાં બાંધેલા કર્મોના ફળરૂપે છે, પણ તટસ્થ રીતે નિશ્ચયથી જોતાં તો આત્મા આનંદસ્વરૂપ છે, અને તે આનંદ માણવામાં એકરૂપ થવું તે કર્તવ્ય છે. આ ક્ષણિક સુખદુ:ખથી પર બની અમારા આનંદ સ્વરૂપમાં લીન રહેવા અમે ક્યારે ભાગ્યશાળી થઈશું? અમારો આત્મા તો એકલો આવ્યો છે અને એકલો જવાનો છે, તો અન્યમાં તે લિપ્ત ન થાય તેવું એકત્વનું દઢત્વ ક્યારે આવશે? અમે કોઈના નથી, અન્ય કોઈ પદાર્થ અમારા નથી, ઋણાનુબંધ સહુ મળ્યા છે, ઋણ ચૂકવાઈ જતાં સહુ પોતાના પંથે ચાલ્યા જવાના છે, એવું અન્યત્વપણાનું સાકારપણું ક્યારે થશે? અહો હૃદયસ્વામી! મનુષ્ય જન્મની અમૂલ્યતા જાણ્યા પછી અને અનુભવ્યા પછીથી આત્મશુદ્ધિ વધારવામાં થતો વિલંબ અમારાથી ૩૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વેઠાતો નથી. હે વાસુપૂજ્ય જિન! આપ પ્રત્યેનો અમારો અનન્ય ભક્તિભાવ અમને આપનાં ચરણકમળમાં વાસ આપી, આપના સતત સાનિધ્યના અધિકારી બનાવે એ જ પ્રાર્થના કરી વંદીએ છીએ. શ્રી શ્રેયાંસનાથ પ્રભુના નિર્વાણ પછી ૫૪ સાગર વીતતાં, શ્રી વાસુપૂજ્ય પ્રભુએ ચતુર્વિધ સંધનું નેતૃત્વ કર્યું હતું. મનુષ્ય જન્મની સફળતા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની ખીલવણી ખૂબ લાભકારી છે એ મળેલી સમજણ માટે ઉપકાર માની શ્રી પ્રભુને ભાવથી વંદન કરીએ છીએ. ૧૩ શ્રી વિમલ જિનદેવ! આત્મવિશુદ્ધિના માર્ગમાં આગળ વધવામાં સહાયરૂપ થના૨, વિશ્વને પવિત્રતાથી ભરપૂર કરનાર, તથા પોતાના શુભ્ર તેજથી વિશ્વને પ્રકાશિત કરનાર હે શ્રી જિનપ્રભુ! આપને અતિ વિનમ્રભાવે અત્યંત ભક્તિ સહિત કોટિ કોટિ વંદન હો. આપ સર્વજ્ઞ વીતરાગની કૃપાથી અમારા આત્માએ સંજ્ઞી પંચેન્દ્રિયપણું મેળવ્યું, માનવદેહ મેળવી અમે મોક્ષમાર્ગમાં પ્રવેશ કર્યો, મિથ્યાત્વનો નાશ કરવાનો પુરુષાર્થ કરતાં કરતાં ક્ષાયોપમિક સમ્યક્ત્વના ભોક્તા થયા. જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ દ્વારા રત્નત્રયની આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કરી, મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, એવી માર્ગની સમજણ અમને પ્રાપ્ત થઈ, તેથી મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય કરવાની અમારી તાલાવેલી વધતી ગઈ છે. આ સર્વ ભાવ પ્રાપ્ત કરવામાં નિમિત્તરૂપ હે અરિહંત! આપના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. આ ઋણને યથાર્થ રીતે ચૂકવવાની પાત્રતા અમે કેળવીએ એ ભાવને સફળ કરવા અમે આપને હ્રદયથી વિનવીએ છીએ. હે વિમલ જિન! આપ પ્રભુ પૂર્ણતાએ કર્મમલ રહિત બન્યા છો. આપની આ પવિત્રતા અમને ખૂબ આકર્ષી રહી છે; તેથી અમે પણ અમારો આત્મા જલદીથી મળરહિત થાય એવી ભાવના દ્રઢ કરી રહયા છીએ. અમારાં ખૂલવાં લાગેલાં આંતરચક્ષુ આપની કૃપાથી પૂર્ણ શુધ્ધ થાય એ ભાવ બળવાન થતો જાય છે. આ વિમળતા મેળવવાની એવી લગની લાગી છે કે એ સિવાય અમારો આત્મા બીજે ક્યાંય પણ ૪૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ સ્થિર થઈ શકે એમ નથી. આ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અમારો આત્મા હળવા મને રહી શકે એમ નથી. અંદરમાંથી જ એવો વેગ આવ્યા કરે છે કે સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં મન લાગતું જ નથી, તેનાથી અળગું ને અળગું જ રહ્યા કરે છે. આ મન વિમળતા મેળવવાની રઢ સિવાય બીજે ક્યાંય જોડાઈ શકતું નથી. આત્મવૃત્તિમાં એકાકાર થવાની ભાવના સિવાયના બીજા સર્વ ભાવો પરાયા લાગે છે. પ્રવૃત્તિ તો બધી થયા કરે છે, પણ તેમાંથી મારાપણું નીકળી ગયું છે. અને “પૂર્ણ થવું છે, પૂર્ણ થવું છે, આત્મશુદ્ધિ વધારવી છે, આત્મશુદ્ધિ વધારવી છે” એ રટણ ચાલ્યા કરે છે. એ રટણમાં જ આનંદ અનુભવાય છે, અને એમાં જ આત્માને પોતાનાં જીવનનું સફળપણું વેદાય છે. આ આત્મા તે રટણમાં અને ભાવમાં વિશેષ વિશેષ એકાકાર થતો જાય છે. અહો ! ભવભંજન વિભુ! આ રટનામાં થોડો કાળ અત્યંતપણે એકાગ્ર થતાં, કંઈક અદ્ભુત અનુભવ અમને પ્રાપ્ત થયો છે. આપના આશ્રયે રહી, કર્મ સામે લડવાથી અમારા કર્મોનો અનંતગમે સંહાર થયો છે, પરિણામે અમારા આત્માએ સિદ્ધિનું એક સોપાન સર કર્યું છે, જેના પ્રભાવથી અમને આપની આંતરદશાના અદ્ભુત દર્શન કરવાનું ૫૨મ સૌભાગ્ય મળ્યું છે. અહો પવિત્રતાના પિંડ! અમે આપને આંતરચક્ષુની સહાયથી જોઈ લીધા છે. તમારા શુધ્ધ સ્વરૂપના સાક્ષાત્ દર્શન થયાં છે, અને તેનો અદ્ભુત તથા અલૌકિક મહિમા પણ સમજાયો છે. આપના દર્શનથી અમારા સર્વ મનોરથો સફળ થયા છે એવો તૃપ્તિનો ભાવ અમે અનુભવ્યો છે. આ દર્શનથી અમારાં દુઃખ અને દુર્ભાગ્ય નાશ પામતાં જાય છે, એટલું જ નહિ પણ સુખની સંપત્તિ સાથેનો અમારો મેળાપ વધતો જાય છે. અમને ખાતરી થઈ ગઈ છે કે હવે ભાવિમાં અમારે કોઈ દુર્ગતિ નથી. મહાબળવાન પરમાર્થના અંતરાયો આપના સાથથી ભસ્મીભૂત થતાં ગયાં છે, પરિણામે આત્માનું સહજ સુખ અનુભવવાની અને માણવાની પાત્રતા ખીલતી ગઈ છે. અર્થાત્ અમે ધારીએ ત્યારે તમારા દર્શન કરવા શાંત થઈ શકીએ એવી કેળવણી અમારા આત્માને મળવા લાગી છે, જે પરમ પરમ સુખનું કારણ છે. અમારો આત્મસંપત્તિ ૪૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મેળવવાનો આરંભ થઈ ચૂક્યો છે, કારણ કે આપના જેવું બળવાન છત્ર જેને હોય તે મામુલી કર્મોથી થોડો જ હાર પામે? આપના આશીર્વાદ અને આપની કૃપાના સાથથી અમે આ જગતનાં ભૌતિક સુખોની લાલચથી બચી જઈશું એનું દઢત્વ થયું છે. અત્યાર સુધી આપે પ્રાપ્ત કરેલા શાશ્વત સુખની અમને ઓળખ નહોતી, આપનાં શાશ્વત રહેણાંકનો અમને પત્તો ન હતો, તે હવે મળી જતાં, તે સ્થાને પહોંચવાની અમારી તાલાવેલી એવી વેગવતી બની છે કે આ જગતનાં ક્ષણિક એવાં ભૌતિક સુખો અમને કોઈ પણ પ્રકારે આકર્ષી શકશે નહિ. આપના આ ઉપકારને અમારા સમય સમયના વંદન હોજો. અમારી મિથ્યાષ્ટિનો અને અનંતાનુબંધી ચોકડી (ક્રોધ, માન, માયા, લોભ) નો ક્ષય થવાથી અમે જોઈ શકીએ છીએ કે આપ સમર્થ પ્રભુના ચરણમાં ત્રિભુવનની શોભારૂપ પારમાર્થિક ભાવલક્ષ્મી વસી છે. લક્ષ્મી સમુદ્રપુત્રી છે, વળી કમળ પણ કાદવમાં રહેવા છતાં પવિત્ર જ રહે છે, તે ગુણના કારણે આકર્ષાઈને લક્ષ્મી પવિત્ર કમળના ફૂલ પર આસન સ્વીકારે છે, આમ લક્ષ્મીનું સ્થાન પવિત્રતાની સાથે રહેલું છે. એ જ રીતે કેવળલક્ષ્મી સમલ અને અસ્થિર એવા કમલાસન કરતાં નિર્મળ, નિષ્પાપી તથા સ્થિરતાવાળા આપ પ્રભુના પવિત્ર ચરણકમળથી આકર્ષાઈ ત્યાં જ સ્થિરતા કરીને રહી છે, તે તમારાથી અંશ માત્ર દૂર જતી નથી. અમારી દૃષ્ટિ શુદ્ધ થઈ હોવાથી અમને તમારા અદ્ભુત ગુણોની સુગંધ મળતી રહી છે. આ ગુણોની સુગંધથી આકર્ષાઇને અમારો આત્મભમર તમારા ચરણકમળમાં એવો લીન બન્યો છે કે સુવર્ણમય મેરુપર્વત, ઈદ્ર, ચંદ્ર, નાગેંદ્ર પણ તેને આકર્ષ શકવાના નથી. આપનાં ચરણકમળમાં વસેલી કેવળલક્ષ્મી કરતાં અન્ય સહુની સમૃદ્ધિ સાવ તુચ્છ છે, રાંક છે એની પ્રતીતિ અમને વધતી ગઈ છે. પરિણામે અમારું મન તમારામાં એવું એકાકાર થયું છે કે ત્યાંથી છૂટા થવાનું જરાય રુચતું નથી. અમારું એ પરમ સૌભાગ્ય છે કે પરમ ઉદાર, સામર્થ્યવાન અને આત્માના વિસામારૂપ આપને અમે મેળવી શક્યા છીએ. તમારી વિમળતાના દર્શન થયા પછી, અમને અમારા સ્વરૂપની શુદ્ધિ કરવામાં કોઈ સંશય બાકી રહયો નથી; તમે પૂર્ણ છો, ૪૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ તમારું જ્ઞાન અનંત છે, તમારું દર્શન અનંત છે, તમારું ચારિત્ર અનંત અને તમારું વીર્ય પણ અનંત છે, આમ તમે અનંત ચતુષ્ટયના ભોક્તા છો, એની ખાતરી અમને થઈ ગઈ છે. તમારા પૂર્ણ શુધ્ધ સ્વરૂપનાં દર્શન થવાથી, શંકાઓ કેવી રીતે બચી શકે ? જેમકે મહાતેજસ્વી સૂર્યનાં કિરણો ફેલાતાં જગતમાં અંધકાર ક્યાંથી વ્યાપે! આપનાં શુધ્ધસ્વરૂપનાં દર્શન થવાથી અનુભવાયું છે કે આપની આકૃતિ – મૂર્તિ શાંતરસમાંથી જ ઘડી હોય તેવી અમૃતરસથી ભરપૂર છે. આ અમૃતભરેલી મૂર્તિને વર્ણવવા માટે જગતના કોઈ પણ પદાર્થની ઉપમા આપી શકાય તેમ નથી. આ અમૃતમય શાંતરસથી ભરપૂર મૂર્તિના દર્શનથી અમારા સમગ્ર દેહમાં શીતળતાના રેલા ચાલી રહયા છે, અર્થાત્ શીતળતા દેહવ્યાપી બની ફેલાઈ રહી છે. આ શીતળતાની સહાયથી અમે શેષ કર્મોનો ક્ષય કરવા કટિબધ્ધ થયા છીએ. વળી, આપની આ શાંતમૂર્તિના દર્શન અને સતત કરતા જ રહીએ અને એનો અદ્ભુત આનંદ માણ્યા જ કરીએ એ ભાવ અમારામાં પ્રધાનતાએ વર્તે છે. આ કાળ પહેલાં, પૂર્વ કાળમાં ક્યારેય અમને સિધ્ધ પ્રભુનાં દર્શન થયાં ન હતાં, તે દર્શન થવાથી, ભાવિમાં થોડા કાળે એ સ્થિતિએ પહોંચવાનું અભયવચન અમને તમારી પાસેથી મળી ચૂક્યું છે. આવા અદ્ભુત દર્શન થયા પછી મુક્ત થવામાં ત્રણ ભવથી વધારે ભવ લાગતા નથી. અને સંસારને આથી પણ વિશેષ પરિમિત કરવો સંભવિત છે, તે સમજાયું છે, જો યોગ્ય પુરુષાર્થ કરવામાં આવે તો. આવી આંતરિક સમજણ અને આત્મદશા આપવા માટે આપની નિષ્કારણ કરુણાને વંદીએ છીએ. હે પરમ કરુણાના સાગર! શાંતમૂર્તિ! હવે અમને એ જ ભાવ વર્તે છે કે આપના ચરણની સતત સેવા અને અક્ષયપદ અમને આપો. જેથી અમને અનુભવાતી ધન્યતામાં અનેકગણી ભરતી આવે. શ્રી વાસુપૂજ્ય સ્વામી નિર્વાણ પામ્યા પછી ત્રીસ સાગરોપમ કાળ વીત્યા પછી શ્રી વિમલ જિને ધર્મરાજ્યની સ્થાપના કરી અને ચતુર્વિધ સંઘને બોધ આપી સન્માર્ગે આગળ વધવામાં સહાય કરી હતી. જ્ઞાન, દર્શન, ચારિત્રની – ત્રિવિધ વિશુદ્ધિ કરવાથી જીવનો આત્મવિકાસ જલદીથી થતો જાય છે. ૪૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧૪ શ્રી અનંતનાથ જિન! શ્રી વિમલજિન પ્રભુની કૃપાથી અમારા આત્માની પવિત્રતા વર્ધમાન થઈ. શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થવાથી અમારો સંસાર ઘણો પરિમિત થઈ ગયો. સિદ્ધપ્રભુનાં વિમલ રૂપનાં દર્શન થયાં તેથી અમને એવું અભયવચન મળ્યું કે હવે ત્રણ ભવથી વધારે ભવ નથી. યોગ્ય પુરુષાર્થ કરવામાં આવશે તો એકાવતારીપણું પણ આવી શકશે. મિથ્યાદ્રષ્ટિના નાશથી અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લોભના ક્ષયથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય રૂપ અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરવાનો પરવાનો જીવને મળે છે. શ્રી વિમલનાથ પ્રભુની કૃપાથી અમને પણ એ પરવાનો મળ્યો, અને આપની કૃપાથી શક્ય તેટલા ટૂંકા ગાળામાં બાકીનાં સર્વ ઘાતી કર્મોનો ક્ષય કરવા અમારો આત્મા તત્પર રહે તે માટે આશીર્વાદ ઈચ્છી આપ સર્વને ભક્તિભર્યા વંદન કરીએ છીએ. શ્રી અનંતનાથ પ્રભુ! આપની કૃપા અપરંપાર છે, તે કૃપા થકી જ અમને સમજાય છે કે શેષ રહેલાં ઘાતકર્મોનો ક્ષય કઈ રીતે કરવો; અને નવાં કર્મોને આવતાં કઈ રીતે અટકાવવાં. જે કર્મો અમે ભૂતકાળમાં બાંધી ચૂક્યા છીએ, તેને કાઢવા માટે પશ્ચાતાપ કરવા જેવું બળવાન બીજું કોઈ સાધન નથી, કરેલી ભૂલો માટે પશ્ચાતાપ વેદવાથી કર્મની પ્રદેશોદયથી નિર્જરવાની ગતિ ઘણી વધી જાય છે, અને ઉદયમાં આવેલા કર્મો પણ ભોગવાઈને ખરતા જાય છે. આમ અમે પ્રદેશોદય તથા વિપાકોદય એમ બે રીતે કર્મો ભોગવીને એક સાથે ખેરવતા જઇશું. સાથે સાથે અમે અમારા સ્વછંદને ત્યાગીને આપની આજ્ઞાએ વર્તીએ તો નવાં આવતાં ઘણા કર્મોને રોકી શકીશું. તમે પૂર્ણ વીતરાગી છો તથા પૂર્ણતાએ જ્ઞાતાદ્રષ્ટા છો, વળી સહુનું કલ્યાણ ઈચ્છનારા છો, તેથી આપ જે માર્ગદર્શન અમને આપો તે પૂર્ણતા અને કલ્યાણભાવથી ભરેલું જ હોય, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આથી અમે જો આપના માર્ગદર્શન પ્રમાણે વર્તીએ તો ઘણા ઘણા નવા બંધ કરતાં બચી જઈએ. અમારા બંધન વધે એવી કોઈ આજ્ઞા અમને તમારા તરફથી આવે જ નહિ, કારણકે નિબંધ હોય તે બંધનકારક પ્રવૃત્તિ કરાવે નહિ. વળી, તમે તો છૂટવાના કામીને બાંધો નહિ અને બંધાવાના કામીને છોડાવો ४४ Page #78 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ નહિ એવી પ્રકૃતિના ધારક છો, તેથી જેમની માગણી ન હોય તેમને તમે માર્ગદર્શન આપતા નથી. પ્રભુજી! પણ અમારી બાબત જુદી છે. હવે અમારે બંધાવું જ નથી, અમારે ત્વરાથી છૂટવું જ છે. તો અમારી હૃદયપૂર્વકની તમને વિનંતિ છે કે છૂટવા માટે અમને યોગ્ય માર્ગદર્શન જરૂર આપતા રહેશો. અહો! શાસનપતિ! તમારી આજ્ઞાએ યથાર્થ ચાલવું એટલે આપની યથાર્થ સેવા કરવી. આપની આજ્ઞા સમજવામાં અમને અમારા જ્ઞાનાનાં આવરણો વિઘ્ન કરે છે, તેથી આપના આપેલા માર્ગદર્શનને યથાર્થતાએ અમે સમજી શકતાં નથી, અને અમે સ્વચ્છંદી વર્તન કરી બેસીએ છીએ. તો પ્રભુ અમારી આ વિનંતિને માન્ય કરો કે અમારી સંસારી સુખબુદ્ધિ ત્વરાથી ક્ષીણ થઈ જાય. અને તમારી આજ્ઞાને સમજવામાં તેમજ પાળવામાં કોઈ પ્રકારે વિપ્ન પ્રવર્તે નહિ. હે અનંતનાથ પ્રભુ! આજ્ઞા મળ્યા પછી તેનું પાલન કરવા જતાં અમને સમજાય છે કે જિનપ્રભુની સેવા કરવી અર્થાત્ તેમની આજ્ઞાએ ચૂક વિના ચાલવું એ તલવારની ધાર પર ચાલવા કરતાં પણ ઘણું વિકટ કાર્ય છે. તલવારની ધાર ઉપર વિવેકપૂર્વક ચાલી, ઇજા વગર નાચ કરનાર નટો આ જગતમાં મળી આવે છે, પરંતુ પ્રભુસેવા રૂપ તલવારની ધાર પર ચાલવામાં દેવો પણ સફળતાથી ટકી શકતાં નથી. પ્રભુનાં પ્રત્યેક કલ્યાણકો ઉત્સાહથી ઉજવનાર દેવો તેમની આજ્ઞાનુસાર ચારિત્રપાલન કરી શકતા નથી. તેઓથી પણ ભૌતિક સુખોના ભોગવટામાં એકરૂપતા અનુભવાઈ જાય છે. તેથી અમને સ્પષ્ટ સમજાય છે કે યથાર્થ ચારિત્રપાલન, આત્મા જે રૂપે છે તે રૂપે કરવા માટે વર્તમાન સુખ કે દુઃખરૂપ સંજોગોમાં અત્યંત તટસ્થપણું રાખવું તે ઘણું ઘણું કઠિન છે. બીજી બાજુ આવા શુદ્ધ ચારિત્રપાલન વિના મુક્તિ સંભવિત નથી. તો પ્રભુ! અમારે કેમ કરવું? વળી, આ કઠણાઈનો વિચાર કરી, સંજોગોને વશ થઈ વર્તવામાં આવે તો પણ જીવને ઘણું નુકશાન થાય છે. જ્ઞાન શુદ્ધ કર્યા પછી જો અણસમજથી વર્તવામાં આવે તો કરેલી ભૂલ માટે એવો મોટો દંડ થાય છે કે તેને કેવળજ્ઞાન લેતાં પહેલાં તેણે બળવાન પરિષહ કે ઉપસર્ગ રૂપે ભોગવવો પડે છે. જેમ જેમ દશા ઊંચી થતી જાય ૪૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેમ તેમ ચારિત્રશુદ્ધિ કરવી જરૂરી બને છે. સંસારમાં જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તેની જવાબદારી વધતી જાય છે. જે વ્યક્તિ આ જવાબદારી સંભાળે નહિ, તે પરિણામે વધારે કષ્ટ ભોગવે છે. એવું જ પરમાર્થમાં છે. જેમ જેમ આત્મવિશુદ્ધિ અને સમજણ વધતાં જાય, તેમ તેમ તેનું વર્તન પણ સુધરીને શુધ્ધ થતું જવું જોઈએ. જો વર્તન ક્રમથી શુધ્ધ થતું ન જાય તો એક જ પ્રકારની ભૂલ માટેનો દોષ, દશાના વર્ધમાનપણી સાથે મોટો થતો જાય છે, અને તે ભવિષ્યના પરિષહ કે ઉપસર્ગ રૂપે સાકાર થાય છે, આ પરિષહ કે ઉપસર્ગ ભોગવતી વખતે જીવે અત્યંત બળવાનપણે સમતાભાવ કેળવવો પડે છે, તેમ ન કરે તો નવાં ગાઢબંધનમાં જીવ પડે છે. જો આવી પ્રક્રિયામાંથી પસાર થવું ન હોય તો વર્તમાનનું વર્તન ક્રમે ક્રમે શુદ્ધ કરતાં જવું જોઈએ. તો હે જિન! આપ કૃપા કરી અમને એવાં બળ અને શક્તિ આપો કે જેથી અમે વર્તન સુધારી, સમભાવ કેળવી ભાવિના અનેક કષ્ટો નિવારી શકીએ. કલ્યાણમૂર્તિ પ્રભુ! પ્રયત્ન કરતાં અમને સમજાય છે કે આપની આજ્ઞાનુસારનું સંયમી વર્તન કરવું, તે તલવારની ધાર પર ચાલવા કરતાં પણ ઘણું વિશેષ કઠિન છે; કારણ કે અમારો અનાદિકાળનો અભ્યાસ અમને અસંયમી બનાવે છે, તથા સંજોગોને વશ બની અસંયમથી જ વર્તવાની ટેવના આધારે વર્તમાનમાં અમે એ રીતે દોરવાતા હોઇએ તો હે તરણતારણ પ્રભુ! અમને અટકાવી દેજો, અમને સાચા માર્ગે દોરી એમાંજ રાખજો. આવું ચારિત્રપાલન માત્ર મનુષ્ય જન્મમાં જ શક્ય છે, તેથી વર્તમાન મનુષ્ય જન્મને સાર્થક કરવાની અમારી નેમને આંબવા અમને સહાયરૂપ થજો. અમને આજ્ઞા આપતા રહેવા આપને અમારી વિનંતિ છે. વિનંતિ માન્ય કરજો. કોઈ જીવ એમ ધારે કે જિનસેવા કરવી તે તો સાવ સહેલું કાર્ય છે, તો જીવ તેમાં ભૂલ ખાય છે. પૂર્વ દિશામાં જવું હોય અને પશ્ચિમ દિશામાં ચાલવાથી, ચાલવાની મહેનત કરવા છતાં નિયત સ્થાને પહોંચી શકાતું નથી. એવી જ રીતે વિશુધ્ધ થવા માટે અશુદ્ધ થવાય તેવી ક્રિયા કરવામાં આવે તો વિકાસ થઈ શકે નહિ. જો વિકાસ કરવો હોય તો સન્માર્ગની જાણકારી મેળવવી એ અત્યંત આવશ્યક છે. આ માટેની પાત્રતા શુદ્ધ જ્ઞાન મળ્યા પછી ત્વરાથી આવે છે; કારણ કે એ જીવ માર્ગમાં ચાલવા Page #80 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ લાગ્યો છે-માર્ગાનુસારી બન્યો છે. તેનાથી વિશેષ વિકાસ કરી તેણે માર્ગ પામેલો બનવાનું છે. તેણે માર્ગની અંતરંગ ભેદ સહિતની જાણકારી મેળવવાની છે. અંતરંગ ભેદ સહિતની જાણકારી મેળવ્યા વિના જીવ શુભ પ્રવૃત્તિ તો કરી શકે છે, પણ આવી ધર્મપ્રવૃત્તિ કરવામાં જીવના અંતરમાં ઐહિક સુખની વાસના ભરેલી હોય છે, તેથી તેમાંથી જન્મતા પુણ્યના પ્રભાવથી તેઓ કલ્પવાસી કે ગ્રેવેક દેવલોકના સુખ મેળવી શકે છે, પણ મોક્ષનું સુખ મેળવી શક્તા નથી. જો ધર્મપ્રવૃત્તિ કરતી વખતે તેમાંથી પોતાનું કર્તાપણું ખેંચી લે અને ઐહિકસુખની વાસના છોડી, મોક્ષપ્રાપ્તિની અભિલાષા તીવ્ર કરે તો તેઓને ઇચ્છિત પ્રાપ્ત થાય છે. આ અંતરંગ ભેદજ્ઞાન જે આપની કૃપાથી સહજતાએ પ્રાપ્ત થાય છે, તેને જગતમાં શોધવામાં આવે તો જીવને ઘણી ઘણી કઠણાઈઓનો સામનો કરવો પડે છે. જગતમાં અનેક પ્રકારનાં ધર્મ, પ્રત્યેક ધર્મના અનેક વિભાગ જોવા મળે છે. વળી જ્યાં તપાસ કરવામાં આવે ત્યાં પોતાનો સ્વાર્થ પોષવા, અનેક પ્રાપ્તિની મોટી મોટી વાતો કરીને જીવને અવળે માર્ગે દોરવામાં આવે છે. તેને લીધે તથ્ય પ્રાપ્ત કરવામાં ઘણી કઠણાઈ ઊભી થાય છે, પરિણામે ઉભય પક્ષે નુકશાન થાય છે. આપની આજ્ઞાથી વિપરીત વર્તન કરનાર તથા બોધનાર મહા મોહનીય અને અન્ય ઘાતી કર્મો ઉપાર્જન કરે છે. આવા મોહનું સામ્રાજ્ય વિસ્તૃત થાય ત્યારે જ ગચ્છમાં ભેદ વધતા જાય છે. તો આત્મરક્ષક પ્રભુ! અમને આવા સ્થિતિ સંજોગથી બચાવજો. આપની આજ્ઞાનુસાર વર્તન કરનાર અને બોધનાર બંનેને લાભ થાય છે. આપના ઉપદેશાનુસાર ઉપદેશ આપવો અને વર્તન કરવું તેનું નામ શુદ્ધચારિત્ર, તેનાથી વિરુદ્ધ વર્તન કરવું તે પાપનો પોટલો બાંધવો. આ સિદ્ધાંતને લક્ષમાં રાખીને જે જીવ વર્તે તે આપ અનંતનાથ પ્રભુની કૃપાથી સુખનું અનંત સામાન્ય ભોગવી શકે છે. હે પ્રભુ! અમે આ અનંતસુખની પ્રાપ્તિના અભિલાષી છીએ. તેથી અમારા પર અનંત કૃપા વરસાવી અમને સન્મતિ તથા સદ્વર્તન પ્રદાન કરો. કોઈ પણ પ્રકારના મોહમાં પડ્યા વિના, અમે કરેલી સર્વ શુભ પ્રવૃત્તિઓના ફળ રૂપે મોક્ષ માગતા રહીએ, એવી અમારી વૃત્તિ સબળ કરતા જશો. આપની આજ્ઞામાં સતત રહેવાની અમારી ૪૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વૃત્તિને પોષણ આપી ‘સ્વચ્છંદ’ નામના મહાબળવાન રાક્ષસી શત્રુથી અમારું રક્ષણ કરજો. આપની આ માટેની કૃપા મેળવવા ઉપકાર માની વંદન કરીએ છીએ. શ્રી વિમલનાથ પ્રભુના નિર્વાણ પછી નવ સાગર વીત્યે શ્રી અનંતનાથ જિને ભરતક્ષેત્રે ધર્મચક્રી બની કલ્યાણ ક્ષેત્ર દીપાવ્યું. શુદ્ધ સમકિત પામ્યા પછી શદ્ધ ચારિત્ર કેળવવાની તૈયારી કરવી સુલભ અને સરળ થતી જાય છે તે બે જિનેશ્વરના ઘટતા જતા આંતરાથી આપણને અનુભવાય છે. ૧૫ શ્રી ધર્મનાથ પ્રભુ! શ્રી વિમલનાથ પ્રભુની કૃપાથી અમને નિર્મળ આંતરચક્ષુ પ્રાપ્ત થયાં, અર્થાત્ ક્ષાયિક સમકિત અમારું સાથીદાર થયું. શ્રી અનંતનાથ પ્રભુની કૃપાથી અમારી સત્ય ધર્મ પાળવાની વૃત્તિ બળવાન થઈ. તો ધર્મનાથ પ્રભુજી! અમારા સ્વચ્છંદને ડામવામાં અમને સહાય કરો. અમે અમારી આત્મદશા પ્રમાણે યોગ્ય વર્તન કરતા રહી ધર્મને આધારે જીવીએ એવી સન્મતિના ધારક કરો. તમે તો ધર્મના નાથ છો, ધર્મના મૂળભૂત પાયારૂપ છો, આપ થકી જ અમને સાચું ધર્મ આરાધન મળે તેમ છે, તે આરાધન યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સમજવા તથા પાળવા માટે સુપાત્ર રહીએ એવી કૃપા કરો. આ અહોભાગ્યને માણવા હે પ્રભુ! આપના ગુણોનું ગાન કરવા ઉત્સાહીત થયા છીએ. હવે સાચી ધર્મઢઢતા આવતી ગઈ છે, તેથી અમને કોઈ તમારાથી વિખૂટા ન કરે એ જ માગીએ છીએ. તમે તો હવે અમારા હ્રદયમાં આવ્યા છો, અમારા મનમંદિરમાં તમારો પ્રવેશ થયો છે, તેથી ભાવિમાં તમારા સ્થાને અન્ય કોઇનો પ્રવેશ શક્ય જ નથી. આ અમારા ભક્તકુળની પરંપરા છે. તે પરંપરા સાચવવા માટે આપના ગુણગાન કરવામાં કોઈ જાતનો ભંગ-કચાશ આવે નહિ તેવી કૃપા કરજો. હે જિનરાજ! અમારા હ્રદયમંદિરમાં તમારી સ્થાપના કરી, તે સ્થાન અન્ય કોઈને આપવું નહિ એવી ભક્ત કુળની રીત જાળવી, અમે ધન્ય થવા ઇચ્છીએ છીએ. બીજી રીતે જણાવીએ તો એમ કહેવાય કે આપને છોડી બીજા કોઈના પણ શરણે જવા અમે ૪૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ તૈયાર નથી. આપને અમારા ગુરુપદે રાખ્યા પછી, એ સ્થાનમાં અમે બીજા કોઈને પણ, ક્યારેય સ્થાપવાના નથી. એમાં જ અમારી શોભા અને અમારું કલ્યાણ છે; એમ અમને સમજાય છે. ભૂતકાળમાં જ્યાં સુધી અમને સદ્ગુરુની પ્રાપ્તિ થઇ નહોતી, ત્યાં સુધી અમારું સંસાર પરિભ્રમણ અટકતું નહોતું. મહત્ પુણ્યના યોગથી સદ્ગુરુ મળ્યા પછી સમ્યક્ત્વ આવતાં અમારું પરિભ્રમણ પરિમિત થઈ ગયું; તે અનુભવથી અમને સદ્ગુરુનું અદ્ભુત મહાત્મ્ય સમજાયું હતું. સમર્થ ગુરુના આશ્રય નીચે આત્મ વિશુદ્ધિનું કાર્ય થયા જ કરે છે. તેમાં આપ જેવા સમર્થ પ્રભુનો ત્યાગ કરી અન્ય જીવનાં શરણે જવાની વૃત્તિ આવે તો અમારા જેવું કૃતઘ્ની કે દુર્ભાગી બીજું કોણ કહેવાય ? એવું કરવાથી મહા અપરાધી બની અમારે કેટલું ભટકવું પડે? અમારે આવા દુષિત માર્ગે જવું જ નથી. અમારે તો આપે કરેલા અનેકાનેક ઉપકારથી મળેલા લાભના વર્ણનરૂપ ગુણગાન કરી જીવનને આનંદમય કરવું છે. આપના ગુણગાન ગાઈ, હસતાં રમતાં અમારે અમારાં સર્વ કર્મ ખપાવી દેવાં છે, અને આપના સ્વરૂપમાં સમાઈ જવું છે. એ માટે વંદન કરી કૃપા માગીએ છીએ. આ જગતમાં ઘણા જીવો ‘હું ધર્મ કરું છું’, ‘હું ધર્મ કરું છું' એવાં વચનો બોલતાં બોલતાં ફર્યા કરે છે. પરંતુ ધર્મનું સાચું રહસ્ય કે મર્મ તેઓ પામી શકતાં નથી. તેઓ માત્ર બાહ્ય દૃષ્ટિથી કે ઓઘદૃષ્ટિથી વર્તે છે, અને હારબંધ ધર્મક્રિયાઓ કરતા રહે છે. રહસ્ય કે મર્મભેદ જાણ્યા વિના ક્રિયા કરતાં કરતાં તેઓ શું કરે છે તથા શા માટે કરે છે તે પણ સમજતા નથી. સમજણ વિનાની પ્રવૃત્તિ ઉત્તમ કે યોગ્ય ફળ આપતી નથી, કારણ કે એ પ્રવૃત્તિ કરતાં કરતાં કેટલાયે અટિત દોષો થતા રહેવાથી કેટલાંયે નવાં કર્મનાં બંધન તેમને થતાં રહે છે, અને સંસાર ક્ષય થવાને બદલે વધતો જાય છે. અહો ધર્મનાથ સ્વામી! આપના હ્રદયપ્રવેશથી અમે સાચા ધર્મના રહસ્યો મેળવવાના અધિકારી થતા જઈએ છીએ, અને જેમ જેમ ધર્મનું ઊંડાણ અમને સમજાતું જાય છે તેમ તેમ નિશ્ચય થતો જાય છે કે અમને લાધેલા સાચા ધર્મશરણાને કારણે અમારા નવીન ઘાતિકર્મોના બંધન ઓછા થતા જવાના છે. આપનું અનન્ય શરણ મળવાથી, તમારા તરફથી અમને માર્ગદર્શન મળતું રહેવાનું છે કે કઈ રીતે વર્તવાથી કર્મક્ષય થાય, અને ૪૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કઈ રીતે વર્તવાથી કર્મવૃદ્ધિ થાય, ક્યા ભાવની વૃદ્ધિ કરવાથી કર્મોથી નિપજતા ભયથી રહિતપણું આવે, કયા ભાવની ઉત્પત્તિ કરવાથી કર્મોથી ઉપજતો ભય વધતો જાય વગેરે વગેરે. આમ આપના શરણે આવવાથી આપના તરફથી જાણકારી મળવાની શરૂઆત થઈ ગઈ છે. તેથી સમજાય છે કે જેટલા અંશે અમે આજ્ઞા પાળી શકીશું એટલા અંશે અમે તમારું લીધેલું શરણ સાર્થક કરી શકીશું. આંશિક આજ્ઞાપાલનનો આનંદ વેદાતાં આપના શરણમાં પૂર્ણતાએ આવવાના ભાવ વિકસિત થાય છે, સાથે સાથે જોરદાર પણ થતા જાય છે. તેથી અમે અમારા પ્રવર્તતા સ્વછંદને પૂર્ણતાએ તોડવા તત્પર થયા છીએ. આ સ્વચ્છંદને ક્ષીણ કરી, આજ્ઞાધીન બનતા જવાથી તમારી કૃપાથી અમને દિવ્યખંજન મળશે, જેના થકી અમે મોક્ષમાર્ગના ભેદરહસ્યોની જાણકારી મેળવી કેવળજ્ઞાનદર્શનરૂપી ઉત્તમ ખજાનો જાણી શકવાની અને જોઈ શકવાની શક્તિ મેળવી શકીશું. આવાં ભેદરહસ્યો મેળવવાની પાત્રતા તો જ આવે જો મેરુપર્વત જેટલા મહિમાવાળા અર્થાત્ અપરંપાર મહિમાવાળા શ્રી ધર્મનાથ પ્રભુને અમારા હૃદયમાં પૂર્ણતાએ પ્રસ્થાપિત કરી શકીએ. એ માટે સ્વચ્છંદનો ત્યાગ કરી શ્રી પ્રભુને અમારાં મન, વચન તથા કાયા આજ્ઞાધીન કરવા ઇચ્છીએ છીએ. એમ કર્યાથી મોક્ષમાર્ગના ભેદો-રહસ્યો શ્રી પ્રભુની કૃપાથી ત્વરાથી મળવા લાગશે. શ્રી પ્રભુને ભક્તહૃદયમાં સ્થાપવાની ક્રિયા કરવામાં શ્રી સદ્ગુરુનો ફાળો સહુથી અગત્યનો છે, કેમકે તેમના જ યથાર્થ બોધથી અને ઉપદેશથી જીવ આ કરવા યોગ્ય કાર્યનો અણસાર તથા આજ્ઞા પામી શકે છે. શ્રી સદગુરુ તરફથી માર્ગદર્શન ગ્રહણ કરીને તે ધર્મનાથ જિન! તમને અમારા હૃદયમાં સ્થાપવાની ક્રિયા કરવાથી અમે અમારું ભાગ્ય ખીલવી લીધું છે. શ્રી ગુરુજીના સબોધનો સાથ લઈને મનની જેવી ગતિ છે તેવી શીધ્ર ગતિથી અમારે મોક્ષમાર્ગમાં આગળ વધવું છે, ગુરૂગમનો જો સાથ ન હોય તો માર્ગના અજાણપણાને લીધે અમારે પતિત થવાનો સંભવ થાય છે, તેથી આ માર્ગના ઉત્તમ ભોમિયારૂપ શ્રી સદ્ગુરુના સબોધનો સાથ ઘણો જરૂરી છે, તે નિશ્ચય અમને વર્તે છે. આ નિશ્ચયથી અમે શ્રુત Page #84 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ ન થઈએ, આદરેલું કાર્ય અપૂર્ણ ન છોડીએ એ જ અમારી વિનંતિ તથા પ્રાર્થના હે અધ્યાત્મ યોગી! પૂર્ણ કરજો . શ્રી સદ્ગુરુના બોધથી આંતરદૃષ્ટિ કરતાં અમે આપને અમારા હૃદયમાં પ્રકાશ સાથે બિરાજતા દેખીએ છીએ. એ પ્રકાશમાં આપને પ્રસ્થાપિત જોતાં આપની અને આપના ગુણોની ઓળખ અમને થવા લાગી છે. અને તેના અનુસંધાનમાં અમને આપણા વચ્ચેનો ભેદ પ્રત્યક્ષ થતો જાય છે. અમે રાગી છીએ, મોહાદિમાં ફસાયેલા છીએ, ત્યારે તમે નિરાગી, નિર્વિકારી અને નિર્બધ છો. અમારાં મન, વચન, કાયાની આપને આ રીતે આંશિક સોંપણી થતાં, પાંચમાં ગુણસ્થાને આવતાં, આંતર્ સન્મુખ થવાની પ્રક્રિયા ઉદિત થવાથી અમને આપણા બે વચ્ચે રહેલો આ ભેદ સ્પષ્ટ રીતે જણાય છે, આપણા વચ્ચે રહેલું આ અંતર અમને ખૂબ સતાવે છે, અને આ જુદાઇ તોડવાનો પુરુષાર્થ કરવા અમને પ્રેરે છે. હે દીનાનાથ! અમને નિશ્ચય થયો છે કે સહુ જીવોના હૃદયમાં જ આત્મગુણોનો ભંડાર સચવાયેલો હોય છે, પણ તેના તરફ દુર્લક્ષ સેવીને, સ્વચ્છેદથી વર્તીને જગતજીવો તેને ઓળંગી જાય છે – ઉલ્લંઘી જાય છે; કારણ કે પરમાત્મારૂપી પ્રકાશ વિના એ ખજાનો જોયોજાયો જતો નથી. જ્યાં સુધી આ પરમાત્મજ્યોતિ પ્રકાશતી નથી, ત્યાં સુધી એક આંધળા પાછળ બીજો આંધળો દોડે અને મૂળ ચૂકાઈ જાય તેવા હાલ થાય છે. પરંતુ આપ જેવા અદ્ભુત દીનબંધુની ઓળખ થતાં અમે આવા બેહાલથી બચી ગયા, એ સદ્ભાગ્ય મેળવવા માટે આપનો ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા આ સદ્ભાગ્યને વર્ધમાન કરી, આંશિક અર્પણતાને પૂર્ણ અર્પણતામાં પરિવર્તિત કરવા માટે વેગવાન પુરુષાર્થ કરાવો એ વિનંતિ સાથે ખૂબ ભાવથી આપને વંદન કરીએ છીએ. શ્રી અનંતનાથ પ્રભુનાં નિર્વાણ પછી ચાર સાગરોપમ કાળ વ્યતીત થતાં આપ શ્રી ધર્મનાથ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મરાજ્ય સ્થાપ્યું હતું. પ્રભુમાં જે ઝડપથી શ્રદ્ધા વધતી જાય છે, તે ઝડપથી જીવ ગુણસ્થાન ચડતો જાય છે તેની સમજણ પ્રત્યેક તીર્થંકર પ્રભુ વચ્ચેના આંતરાનો ગાળો વિચારતાં સ્પષ્ટ થતી જાય છે. ૫૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧૬ શ્રી શાંતિનાથ પ્રભુ! પૂર્વે કદી પ્રાપ્ત કરી નહોતી તેવી અપૂર્વ શાંતિ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થનાર શ્રી શાંતિનાથ પ્રભુને કોટિ કોટિ વંદન હો. હે શાંતિદાતા પ્રભુ! મન, વચન તથા કાયા સાથે સ્વચ્છંદથી જોડાઇને અમારો આત્મા રાગદ્વેષની અનેક ઉઝ પરિણતિમાંથી પસાર થયો હતો, અને પરિણામે સંસારનું પરિભ્રમણ અનેક ગમે વધાર્યું હતું. તે પરિણતિમાંથી સર્વ સમર્થ સર્વજ્ઞ પ્રભુની અત્યુત્તમ કૃપાથી અમારો આત્મા વ્યાવૃત્ત થવા લાગ્યો છે. અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વનો નાશ થતાં, અમારો માર્ગ સ્પષ્ટ થયો છે, ચોખ્ખો થયો છે, અને માર્ગની વિસ્તૃત તથા ઊંડી જાણકારી મેળવવા માટે અમારી અભિલાષા ઉપ્ત થઈ રહી છે. તે અભિલાષાની પૂર્ણતા માટે, આપ પ્રભુની કૃપાથી અમે વિશેષ સ્થિરતા મેળવવા મથી રહયા છીએ. - શ્રી ધર્મનાથ પ્રભુની કૃપાથી ધર્મ એટલે શું અને તેનું પાલન કઈ રીતે કરવું જોઇએ તેની કેટલીક સમજણ અમને મળી છે, એનું પાલન કરવામાં અમને જીવનનું સાર્થકપણું જણાયું છે. આ જાણકારી લઈને અમે અમારું આચરણ સુધારવા ઇચ્છીએ છીએ. શ્રી ધર્મનાથ પ્રભુના આશીર્વાદથી અમે વ્રતનિયમોનું આંશિક પાલન કરતા થયા છીએ, તેનાથી મળતી શાંતિ અમે માણી શકીએ છીએ. અમારાં મન, વચન તથા કાયાની આંશિક સોંપણી થતાં, જેટલી માત્રામાં સોંપણી થઈ છે તેટલી માત્રામાં વિપરિત ઉદયકાળની વચ્ચે પણ અમારો આત્મા શાંતિ અનુભવી શકે છે, આ અનુભવ મન, વચન તથા કાયાની આપને પૂર્ણતાએ સોંપણી કરવા અમને દોરી રહ્યો છે. મન, વચન તથા કાયા સાથેનું સ્વપણું છૂટતું જતું હોવાથી, આપની આજ્ઞાએ સર્વથા ચાલી શકવાની શક્યતા આવી છે. આપ વીતરાગ પ્રભુ એવા કરુણાસભર છો કે એક વખત અમારા જીવનના સંચાલનની દોરી તમને સોંપવામાં આવે તો અમારે જરાપણ તમારી આજ્ઞાબહાર જવાનો પ્રસંગ આવતો નથી, એટલું જ નહિ પણ કેટલાય અશુભ નવીન કર્મબંધનથી બચી જવાય છે, સાથે સાથે માર્ગનાં રહસ્યોની જાણકારી વિસ્તૃત તથા ઊંડાણભરી થતી જાય છે, પરિણામે “માર્ગાનુસારી કક્ષામાંથી માર્ગ પામેલા' ની કક્ષામાં અમારો આત્મા આગળ વધતો જાય છે. પર Page #86 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ સંજ્ઞી પંચેન્દ્રિય થયા પછી અમારા આત્માને સ્વતંત્રતા મળી, તેમાં પણ મનુષ્ય જન્મની પ્રાપ્તિ સાથે એ સ્વતંત્રતાએ ઉત્કૃષ્ટતા ધારણ કરી હતી; મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરવાને બદલે અમારો આત્મા સ્વચ્છંદે ચાલી, દુરુપયોગ કરી જન્મમરણના અનેક ફેરા વધારી ચૂક્યો, ભવભ્રમણ કરતો રહ્યો હતો. આ જન્મમાં અમારી સમજણે સમ્યક્ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી, હવે કોઇપણ ભવ વર્ધક પ્રવૃત્તિ કરવામાં અમારે જવું નથી, સાથે સાથે જો કોઈ પ્રવૃત્તિ અમારે પૂર્વકર્મના ઉદય પ્રમાણે કરવાની હોય તો તે સર્વ આપની આજ્ઞાનુસાર જ કરી શકીએ એ માગીએ છીએ, જેથી અનેક નવાં કર્મબંધનથી અમે બચી જઈએ. હે નીરાગી ભગવંત! અમે આપને વિનંતિ કરી છે તે આપ સ્વીકારો. અને અમે આપની આજ્ઞાનુસાર જ વર્તી શકીએ એવું માર્ગદર્શન અમને આપશો. હે વીતરાગ! ભૂતકાળમાં સ્વચ્છેદથી વર્તી, પ્રત્યેક પ્રવૃત્તિમાં અમારા આત્માએ ‘મારાપણું અનુભવ્યું હતું, સાથે સાથે તેમાં જ ખોટો ‘અહંભાવ” પણ ગૂંથ્યા કર્યો હતો. આમ અનેક રીતે સ્વચ્છેદથી વર્તી અમે નવાં નવાં બંધ બાંધી સંસાર વધાર્યો હતો. અહો દીનદયાળ! આ સ્વચ્છેદથી પૂર્ણતાએ છૂટવાનો ઉપાય અમને આપો. આપે આપેલી સમજથી અમે કહી શકીએ છીએ કે જો અમે આપની આજ્ઞામાં રહીને ચાલીએ, આપના માર્ગદર્શન અનુસાર વર્તાએ તો અમારા વર્તનમાં “મારાપણું આવતું નથી, તેમજ તેમાં “અહંભાવ' ગૂંથાતો નથી. આજ્ઞાધીન બનવાથી “આ મેં કર્યું “આ મારું છે' એ પ્રકારનાં કર્તાપણાના ભાવનો લોપ થતો જાય છે. કર્તાપણાના ભાવથી છૂટતા જવાથી નવાં કર્મબંધ ઘટતા જાય છે, તેમજ જૂનાં કર્મો ભોગવાઈને નિર્ભરતા જાય છે. આ પ્રકારે આત્મા કર્મથી છૂટી હળવો થતો જાય છે. આવી હળવાશ મેળવવા, સંસારી પ્રવૃત્તિમાં અલિપ્તતા કેળવવા અમારે શું કરવું તે બાબત અમને ત્વરાથી માર્ગદર્શન આપવાની અમારા પર કૃપા કરો. એ માર્ગદર્શનને યોગ્ય રીતે આચરી શકીએ એવા પાત્ર બનાવો. અમારાથી જે કોઈ દોષ થયા હોય, થતા હોય કે થવાના હોય તેની આપની સાક્ષીએ પશ્ચાતાપ વેદી ક્ષમા માગી, વંદન કરીએ છીએ. પ્રભુજી! આપની કૃપા અને માર્ગદર્શનની ખૂબ આતુરતાપૂર્વક અમે રાહ જોઈએ છીએ. કૃપાના ધોધમાં સ્નાન કરાવનાર હે વિભુ! અમને સમજાયું છે કે “જીવને પ૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સંસારથી છૂટવાની ભાવના જાગવી' એ શાંતિ પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે. સંસાર ભ્રમણથી છોડાવનાર શ્રી પ્રભુ પ્રતિ પ્રેમ જાગવો, ભક્તિ જાગવી એ શાંતિ મેળવવા માટેનું બીજું પગથિયું છે. “શ્રી પ્રભુની ઓળખ કરાવનાર, સમ્યક્દર્શી, સંવરના આરાધક, પવિત્ર અનુભવના આધારરૂપ એવા શ્રી ગુરુની પ્રાપ્તિ થવી' તે શાંતિ પ્રાપ્ત કરવા માટેની ત્રીજી અવસ્થા છે. ‘શ્રી ગુરુના બોધની પ્રાપ્તિ તથા તે બોધનું આત્મામાં ઉતારવું એ શાંતિને આત્મા સાથે જોડનાર ચોથું સોપાન છે. દુષ્ટ જનોની સંગત છોડી, સદ્ગુરુને ભજે તથા પોતાના સર્વભાવો પ્રભુને અર્પણ કરી વર્તે તો શાંતિ મેળવવાનું એક નવું સોપાન સિધ્ધ થાય છે. ઉત્તમ ગુણોના ધારક પ્રભુજી! આપને અમારા મન, વચન તથા કાયાનું સમર્પણ કરવાથી અમને કેટલો મોટો લાભ થયો છે! અર્પણતા કરવાથી અમારાં સ્વચ્છેદ અને અહંમનપણું છૂટતાં જાય છે, તેને લીધે આ જગતનાં પદાર્થો પ્રત્યેના રાગદ્વેષના ભાવો લુપ્ત થતા જાય છે, અને સમભાવ પ્રગટતો જાય છે. વળી લાભ-અલાભ, માન-અપમાન, સુવર્ણ-પથ્થર, વંદક-નિંદક વગેરે દ્વતો વચ્ચેનો ભેદ ટળતો જાય છે, જગતનાં સર્વ જીવો-શત્રુ કે મિત્ર પ્રતિ પણ સમભાવ પ્રગટતો જાય છે. જેની અંતિમ સિદ્ધિ રૂપે સંસાર અને મુક્તિ વચ્ચેનો ભેદ પણ નીકળી જાય છે. આવું અપૂર્વ સમભાવપણું અને અલિપ્તપણું પ્રગટાવવાના અને કામી બન્યા છીએ. ઓ રાગરહિત પ્રભુ! આવી ભાવના કરતાં કરતાં કોઈ અભુત ક્ષણે તમારા અંતરંગ સ્વરૂપનાં અમને દર્શન થયાં. ત્યારે અમારા સર્વ મનોવાંછિત ભાવ સિદ્ધ થયા હોય તેવો તૃપ્તિનો આનંદ અને અનુભવ્યો. એ ક્ષણે અમારા આત્મામાંથી મન, વચન તથા કાયા સાથેનું મારાપણું છૂટી ગયું, અને તે ત્રણે યોગ તમને અર્પણ કરી દેવા અમે ભાગ્યશાળી થયા-સફળ થયા. આ ‘મારાપણા' નો બોજ અમારા આત્મામાંથી નીકળી જતાં, અમને ખૂબ હળવાશ, અત્યંત આનંદ અને અવર્ણનીય શાંતિ અનુભવાય છે. આવાં અભુત તત્ત્વોનું દાન આપનાર આપનો મેળાપ અમને થયો, એ મિલન અમને ધન્ય ધન્ય કરે છે, કૃતાર્થતા આપે છે. આપના જેવા શુધ્ધાત્મા થવાનો અમારો અભિલાષ હવે થોડા કાળમાં પૂરો થશે એ જાણકારીથી અમે આપના શુદ્ધાત્માના ૫૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ ચરણમાં સહજાસહજ નમી પડીએ છીએ. આમ બહુલતાએ નથાયેલા અમારા મનને પૂર્ણતાએ નાથવાનું કાર્ય અમારે કરવાનું છે, તે સમજ અમને આગળ વધવા ઉત્સાહ આપે છે. પરિણામે અમે પૂર ઝડપથી આગળ વધવા અને આપની પ્રેરણા ઝીલવા તત્પર બન્યા છીએ, અને મળેલી શાંતિનો આનંદ માણીએ છીએ. આપને અમારું મન સોંપવાથી, તેમાંથી સ્વચ્છંદ નીકળી જતાં અમે મૌન થયા છીએ. આ મૌનનો સાચો આનંદ અમે માણી શકીએ છીએ. તેથી પૂર્ણતાએ પહોંચેલા મૌનનો આનંદ માણનાર આપ કેવી અવર્ણનીય સ્થિતિમાં બિરાજો છો તેની ઝાંખી અમે હવે કરી શકીએ છીએ અને એને જ અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ. શ્રી ધર્મનાથ પ્રભુના નિર્વાણ પછી, ત્રણ સાગરોપમમાં પોણા પલ્ય ઉણા જેટલો કાળ વ્યતીત થયા પછી શ્રી શાંતિનાથ પ્રભુ સંસાર ચક્રી તેમજ ધર્મચક્રી તરીકે પ્રવર્યા. અનેકનું કલ્યાણ કરી પરમ શાંતિપદને પ્રાપ્ત કરવાનો માર્ગ તેમણે નિરાવરણ કર્યો. ધન્ય તે શાંતિ! ધન્ય તે આનંદ! ધન્ય તે આત્મન્ ! ૧૭ શ્રી કુંથુનાથ સ્વામી ! અમારાં મન, વચન તથા કાયાની સોંપણી શાંતિદાતા શ્રી શાંતિનાથ પ્રભુની કૃપાથી વીતરાગ પ્રભુને થઈ, આ સ્વછંદ જતાં અમારા આત્મામાં અવર્ણનીય આનંદ પ્રવર્તે છે, શાતા પણ ઘણી વેદાય છે. અંદરમાંથી અમને ઘણી હળવાશ લાગે છે, અને અમારી સર્વ પ્રવૃત્તિ તમારી આજ્ઞાનુસાર જ, પૂર્વ કર્મથી નિવૃત્ત થવા માટે હવેથી થાય એવી ભાવના મજબૂત થતી જાય છે. શ્રી કુંથુનાથ પ્રભુ! આપની કૃપા ઝીલતાં અમને જણાય છે કે જો અમારે પૂર્ણતાએ તમારી આજ્ઞા અનુસાર રહેવું હોય તો અમારે અમારાં મન, વચન તથા કાયાનું એકપણું તમારી સાથે કરવું જોઈએ. જ્યાં સુધી આત્મા પરમાત્મા વચ્ચેનો ભેદ ટળતો નથી ત્યાં સુધી સંસાર વધારે તેવા ભાવોનો – મુખ્યતાએ શુભ ભાવોનો બંધ પડયા કરે છે, જે પૂર્ણપદની પ્રાપ્તિમાં અંતરાયરૂપ રહે છે. પપ Page #89 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વીતરાગ પ્રભુ! તમારી સાથે એકરૂપ થવા માટે મન, વચન, તથા કાયા પર યથાર્થ સંયમ કેળવવો જરૂરી છે એ અમને સમજાય છે. જ્યારે અમે આ સંયમ કેળવવા જઈએ છીએ ત્યારે એનું દુર્ઘટપણું અમને અનુભવાય છે. કાયા પર સંયમ લઈ શકાય છે, બળ વાપરીને સંયમ રાખી શકાય છે, વચન ઉપર પણ થોડું વધારે જોર કરવાથી સંયમ સાધી શકાય છે. પરંતુ જ્યાં મનને નાથવા જઈએ છીએ ત્યાં અમે અમારો અનેકવિધ પરાભવ અનુભવીએ છીએ. આખા શરીરના કદના પ્રમાણમાં મન ઘણું નાનું અને સુક્ષ્મ છે, તેથી તેને નાના કંથવા જેવું કહીએ તો પણ ચાલે એમ છે કુંથુજિન! અમને જણાય છે. પરંતુ જ્યાં મનની પ્રવૃત્તિ પર ચોકીપહેરો રાખવા જઈએ છીએ ત્યાં મનની દોડના અનેક વમળમાં અમે સપડાઈ જઈએ છીએ. જ્યાં પવનની ગતિ નથી એવી જગ્યાએ પણ અમારું મન ફરી આવે છે. આવા અતિ ચંચળ મનને વશ કરવા હે જિન! અમારે શું કરવું જોઈએ? એ માટે માર્ગદર્શન મેળવવાની અમને ખૂબ જ આતુરતા છે. મન, વચન અને કાયાનું અધિપત્ય તમને સોંપ્યા પછી, અમારા મનને પૂર્ણતાએ નિર્વિચાર કરવા, તમારી સાથે એકરૂપ થવા અમે અનેક પ્રવૃત્તિ આદરી. તેનો અહેવાલ આપ કરુણાળુ પ્રભુ જાણો તો અમે કેવી કેવી મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ તેનો ચિતાર આપી અમે હળવા બની શકીએ. જો કે તમારાથી કંઈ જ અજાણ્યું નથી, તો પણ, અમે મનને વિચાર રહિત કરવા જતાં કેવી ફજેતીમાં ફસાયા હતા તે જણાવતાં પણ અમને અકળામણ થાય છે. જ્યારથી અમને સંજ્ઞાની – મનની પ્રાપ્તિ થઈ છે ત્યારથી તે મન એક સમય માટે પણ નવરું રહ્યું નથી, સતત કોઈ ને કોઈ વિચાર કે ભાવ કરતું જ રહ્યું છે. કાર્યથી વિરામ પામી, આ મને એક સમયની પણ શાંતિ વેદી નથી, આવા દુરારાધે મનને અમારે તમારી સહાયથી સદાકાળ માટે શાંત કરવું છે. તે કારણે મનને શાંત કરવા અમે જે જે પ્રવૃત્તિનો સહારો લીધો છે, તેમાંથી આ મન કેવી કેવી રીતે છટકી ગયું છે, અને અમને નાચ નચાવતું રહ્યું છે, તે અમારી શરમગાથા આપને નિવેદન કરી, મનના ચંચળપણાથી છૂટવાનો ઉપાય મેળવવો છે. પ૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ અમારું મન ક્યાંય આડુંઅવળું ભટકે નહિ તે માટે, અમે ખૂબ ખૂબ તકેદારી રાખી હતી. અમે મનને આપની ભક્તિ, સ્મરણ આદિમાં રોકી રાખવા જોરદાર પુરુષાર્થ કરતા હતા, પરંતુ મને અમારા વશમાં ન રહેતાં, લાગ ગોતી દિવસે કે રાત્રે, વસ્તીમાં કે ઉજ્જડ વેરાનમાં પણ ભટકવા નીકળી પડતું હતું. આમ આડેધડ ભટકવાથી અમને સંસારવૃદ્ધિ સિવાય કંઈ જ મળ્યું નહીં, તેમ છતાં તે પોતાની ભટકવાની આદત છોડતું જ નહિ. તેથી તેને વશ કરવા, મુક્તિને મેળવવાના અભિલાષી બની અમે તપ આદર્યા, જ્ઞાન અને ધ્યાનના અભ્યાસમાં લીન રહેવા મથ્યા, તો તે વખતે મને એવું વિચિત્ર વર્તન કરવા માંડ્યું કે મુક્તિ તો દૂર રહી, પણ સંસાર વધી જાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. શાસ્ત્રોના જાણકાર થઈને મનને વશ કરવા જતાં પણ તે વશમાં આવતું નહોતું. ચારે બાજુથી ભીડો લઈને એને દબાવવા જતાં તે સાપની જેમ વાંકુચુકુ થઈને છટકી જતું હતું, પણ સંયમમાં રહેતું નહતું. અને આવું સ્વછંદી મન, વચન અને કાયાને પણ સ્વચ્છંદી કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવતું હતું. આમ આ મન અમને ચારેબાજુથી પરેશાન જ કરતું રહ્યું હતું. આરંભમાં અમને એમ હતું કે મનને વશ કરવું એ તો સાવ સહેલું હોવું જોઈએ; કારણ કે તેતો નપુંસકલિંગ વેદવાળું છે. તે બિચારું અમને શું કરી શકવાનું છે? પરંતુ અમને થતો અનુભવ તો તેનાથી સાવ વિપરિત રહ્યો. તે મન માટે ઊંડાણથી વિચારણા અને ખોજ કરતાં અમને જણાયું કે તેણે તો અનેક મોટા મોટા પુરુષોને હરાવી દીધાં છે. કંઈ કેટલાય મોટા મોટા પુરુષો મનને જીતી શક્યા નથી, બલ્લે તેઓ મનથી જીતાઈ ગયા છે. આવા વણનાથ્યા મનને નાથવાનો ઉપાય અમને આપો. આવા અનાથ્યા મનને આપ સમર્થ પ્રભુએ નાથી લીધું છે! એક કલ્પનાનો જય કોટિ કલ્પ કરવો પણ દુર્લભ ગણાયો છે, તેવી કોટિ કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે આપે સમાવી દીધી છે. આવું આપનું અદ્ભુત સામર્થ્ય અમને આપના ચરણકમળમાં સતત વાસ કરવા પ્રેરણા આપ્યા કરે છે. તો હે વીતરાગ પ્રભુ! અમારા અનાચ્યા મનને તમે નાથી આપો, તમારો એ ઉપકાર અમે કદી નહિ વિસરીએ. આપના સાચા સામર્થ્યની અમને સહાય આપો. પ૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સંસાર ભજવાના આરંભકાળથી અમારો જીવ ક્યારે પણ નિર્વિચાર થઈ શક્યો નથી. જ્યારે જ્યારે અમારા જીવને સંજ્ઞાની – મનની પ્રાપ્તિ થઈ છે ત્યારે ત્યારે તે લેશ પણ વશમાં રહ્યું નથી, એટલું જ નહિ બળવાન સ્વચ્છેદથી વર્તી અમારા જીવને સંસાર પરિભ્રમણની વૃદ્ધિમાં ધકેલ્યા છે અને તે સ્વચ્છેદના ઉત્કૃષ્ટપણામાં અમને ફરીથી અસંજ્ઞીની દશામાં ઊતારી મૂક્યા હતા. તેની સામે તમે તો સદાકાળ માટે તમારા મનને નાથી ચૂકયા છો. આ સંજોગોમાં અમારે તમારું ચરણસેવન કરી, મનને નાથી, સિદ્ધિ મેળવવી છે. તો પરમ કૃપા કરી અમારા મનને નાથવાનો ઉપાય આપો. શ્રી પ્રભુને આત્માર્થે મન, વચન, કાયાની સોંપણી કરી છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા પછી જીવને માર્ગની અને તેનાં ભેદ રહસ્યોની પ્રાપ્તિ થતી જાય છે. અને તેના સંદર્ભમાં સંપૂર્ણ શાંત થવાની-નિર્વિકલ્પ થવાની અર્થાત્ સાતમા ગુણસ્થાને પહોંચવાની તાલાવેલી જીવને લાગે છે. સતત વિચારને કારણે જ જીવ અશાંતિ ભોગવે છે તે સહુ અનુભવી શકે એવું સત્ય છે. જે કંઈ વિચાર વિકલ્પ પ્રવર્તે છે તે સ્થિર-શાંત આત્માને અસ્થિર અને અશાંત કરી મૂકે છે. તેથી સ્થિરતા ગ્રહણ કરવા મનને જીતવું અનિવાર્ય જણાય છે. તો હે જિતેંદ્રિય પ્રભુ! વિચાર વિકલ્પથી રહિત નિર્વિચારપણાના સ્વામી ! અમને પણ આગળ વધારો, અમારા મનને પૂર્ણતાએ વશ કરી સ્થિરપરિણામી થવા સમર્થ કરો; જેથી અમે પણ તમારા જેવી ઉત્તમ શાંતિ અને શાતાનો અનુભવ કરવા ઉદ્યમી બની, ભાગ્યવાન થઈએ. શ્રી શાંતિનાથ પ્રભુ સિધ્ધવાસી થયા પછી અર્ધપલ્ય કાળ વીતતાં શ્રી કુંથુનાથ જિન ધર્મચક્રીપણું વર્તાવ્યું. એમના સામ્રાજ્યમાં અનેક ઉત્તમ આત્માઓએ મનને નાથવાની કળા સિધ્ધ કરી. આ સિદ્ધિને પ્રાપ્ત કરવા હે દેવ! અમે સતત તમારું શરણ સેવીએ એવા ભાવુક અમને બનાવો. અમને દોષોથી છોડાવી સગુણી કરો; એમાં જ અમે અમારું કલ્યાણ જોઈએ છીએ. મનને વશ કરી, અમારા ચારિત્રનું ઉત્તમ ઘડતર કરી અમે શુધ્ધ થવા પુરુષાર્થ ઇચ્છીએ છીએ. આ ચારિત્રઘડતરમાં અંતરાયરૂપ બનતાં અમારાં મનને અમારે આપની કૃપાથી અવશ્ય નાથવું છે. ૫૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ ૧૮ શ્રી અરનાથ પ્રભુ ! હે વીતરાગ પ્રભુ! મનનાં વિપરિત આચરણના અનેક ઉત્પાતોમાંથી અમારે સતત પસાર થયા કરવું પડ્યું છે. મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અનેક ઉધામા કરી, ઉત્પાત મચાવી અમને સંસારના પરિભ્રમણમાં ડૂબાડવાનો સફળ પુરુષાર્થ કરી, ત્રાહિમામ કરી નાખે છે. આ નાનકડા કંથવા જેવું, છતાં સતત ઉદ્યમી મન અત્યાર સુધી અમારા વેરીની જેમ જ વર્તે છે. આવી વિચિત્ર રીતે વર્તનાર મનને વશમાં લાવી, સવળું કરીએ તો જ અમને આત્મશાંતિ અનુભવાય એમ દેઢતા થઈ છે. તો શ્રી અરનાથ પ્રભુ! આવા અટકચાળા મનને ત્વરાથી સ્વવશ કરવાનો ઉપાય અમને આપો. અમારી સ્થિતિ તો છે: નાચ્યાં વરાળ વીજળી, મન તો અનાચ્યું, આંધ્યા ગ્રહો, નિજનું અંતર તો અજાણ્યું, આ માનવોદ્ભવ તણી મહતી પ્રવૃત્તિ! તું ગીત એ ગણીશ વા કરુણપ્રશસ્તિ! મન, વચન અને કાયાની સોંપણી થવાથી જાગતું આનંદનું ગીત, મનને વશ કરવા જતાં કરુણપ્રશસ્તિમાં રૂપાંતરિત થઈ ગયું છે. તેને સરખું કરવા હે પ્રભુ! અમને સહાય કરો. મનરૂપ અરિને વશ કરવાનો પરમ ધર્મ – મહામાર્ગ અમે કેવી રીતે પામી શકીશું? સર્વ અરિને વશ કરનાર, અરિના નાથ થનાર શ્રી અરનાથ પ્રભુ! કૃપા કરી અમને માર્ગદર્શન આપો, અમને સન્માર્ગમાં ત્વરાથી આગળ વધારો. હે જિનેશ્વર ! આપના શુભ આશીર્વાદની સહાયથી અમે આત્મવૈભવ માણવાની પાત્રતા વધારતા જઈએ છીએ, એ માટે અમે આપના ખૂબ ઋણી છીએ. આ ઋણનો યથાર્થ રીતે સ્વીકાર કરી, અમે આપના કહ્યા પ્રમાણે વર્તીશું. આપના થકી જ અમે જાયું છે કે શુદ્ધ આત્માનો સતત અને સાક્ષાત્ અનુભવ એ સ્વસમય અથવા સ્વભાવ છે, અને આત્મા સિવાયની અન્ય વસ્તુઓ સાથેનું જોડાણ અથવા પરની પ્રતિચ્છાયા ૫૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઝીલવી તે પરસમય છે. મનનું જોડાણ આત્મા સિવાયના કોઈ પણ પદાર્થ સાથે થાય છે ત્યારે તે પરસમયમાં રહે છે. મનને પરભાવથી છોડાવી આત્મા સાથે જોડવાથી સ્વસમય કે સ્વભાવ પ્રગટ થાય છે. જેમ તારા, નક્ષત્ર, ગ્રહ અને ચંદ્રનો શીતળ પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે, અર્થાત્ તારા આદિ પદાર્થો સૂર્ય પાસેથી પ્રકાશ મેળવી પ્રકાશિત થાય છે, તેમ સર્વ ભાવો શુદ્ધાત્મામાં વિલિન થઈ જાય છે. આવો ભાવ પ્રકાશ આત્મામાંથી પ્રકાશિત થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતારૂપ આત્માનું સ્વસ્વરૂપ છે. જ્યાં સુધી આ એકતા આવતી નથી, ત્યાં સુધી વિભાવને કારણે આત્મા અનેક પ્રકારના ભાવોમાં રમતો રહે છે. જેવો વિભાવ ભાવ વિલિન થાય છે તેવો સ્વભાવ પ્રગટે છે. સુવર્ણનો વિચાર કરીએ તો તે ભારે, પીળું, ચીકણું, એમ અનેક રૂપે દેખાય છે, પણ તત્ત્વરૂપે તો એક સુવર્ણ જ છે. અર્થાત્ સુવર્ણ પર્યાયને લીધે અનેક રૂપે જણાય છે, પણ તત્ત્વરૂપે અભેદ છે. એ જ રીતે આત્મા પર્યાયથી અનેક સ્વરૂપે દેખાય છે, છતાં દ્રવ્યરૂપે તો તે એક જ છે. અલખરૂપ વાળો આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે જુદી જુદી અપેક્ષાથી અનેક રૂપવાળો ભાસે છે, પરંતુ જ્યારે શુધ્ધ દ્રવ્યનું ધ્યાન ધરવાનું હોય છે, નિર્વિકલ્પ સ્થાનનો રસ પીવાનો હોય છે ત્યારે તે જ આત્મા શુદ્ધ રૂપે અને નિરંજન રૂપે જણાયા વિના રહેતો નથી. હે જિનરાજ! મનને નાથવા માટે વિચારણા કરતાં સમજાય છે કે માત્ર વ્યવહાર દૃષ્ટિથી વર્તવાથી મનને પૂરેપૂરું નાથી શકાતું નથી. જો મનને વશ કરવા માટે શુદ્ધ નયનો – નિશ્ચય નયનો આશ્રય લેવામાં આવે તો તેને સહેલાઇથી વશ કરી શકાય છે. જ્યાં સુધી અમારા જીવ અજ્ઞાની હતા અને વ્યવહારમાં ગળાબૂડ રહેતા હતા, ત્યાં સુધી અમારા જીવ માત્ર અશુદ્ધ વ્યવહાર નયથી વર્તતા હતા, તેથી અનેક નવાં કર્મો ઉપાર્જન કરી, અમારું સંસારનું પરિભ્રમણ વધારતા હતા. પરંતુ આપ સર્વજ્ઞ પ્રભુની કૃપાથી જ્યારે અમે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન મેળવ્યું, ત્યારે અમે શુદ્ધ વ્યવહાર નથી વર્તવાની શરૂઆત કરી. આ નયના આશ્રયે શુદ્ધ વ્યવહાર નયથી વર્તન સુધારતાં સુધારતાં અમે છઠ્ઠા ગુણસ્થાન સુધીનો વિકાસ કરી શક્યા એ જ નયના આશ્રયથી Page #94 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ આગળ વધવા જતાં મનની અવળચંડાઈને કારણે અમે ઘણી વિટંબણા વેઠી. તેથી અમને અમારી ભૂલ આપ પ્રભુની કૃપાથી સમજાઈ. જે દશાએ જે યોગ્ય છે તેનું આચરણ કરતા જવાથી વિકાસ થાય છે, તથા વિપરિત રીતે આચરણ કરવાથી નુકશાન થાય છે, તેવો અનુભવ અમને મનને જેર કરવા જતાં અનેક વખત સાંપડયો. તેથી અમને નિર્ધાર થયો કે તમારી સાથેનું એકપણું કરવા માટે શુદ્ધ વ્યવહાર નયથી આગળ વધી નિશ્ચય નયના આશ્રયે જવું જરૂરી છે. નિશ્ચયનયમાં વ્યવહારનયની અપેક્ષાઓનો ત્યાગ હોય છે, સાથે સાથે શુદ્ધ સ્વરૂપે આત્મા કેવો છે તેની વિચારણા અને અનુભવરૂપ નિર્ણયનો આશ્રય હોય છે. આ પ્રકારે, મનને યોગ્ય રીતે વાળવાથી, અન્ય સર્વ જગ્યાએ ભટકવાથી કંઈ વળવાનું નથી, અને સ્વમાં જ સાચું સુખ સમાયેલું છે એમ તેને સમજાવવાથી તે (મન) અંકુશમાં આવતું જાય છે. પર સાથે જોડાવા કરતાં સ્વ સાથેનું જોડાણ વિશેષ સુખ આપે છે, એવો અનુભવ કરવા યોગ્ય છે; એવી સમજણ દૃઢ કરવાથી મન, પરભાવ ત્યાગી, આત્માને સ્વભાવમાં સ્થિર થવા દે છે. આ રીતે બાહ્ય અવલંબનો છોડતા જવાથી અને અંતરંગનો આશ્રય કરતા જવાથી શુદ્ધ વ્યવહારનયનું સ્થાન પ્રારંભિક નિશ્ચયનય લેતો જાય છે. જ્યારે નિશ્ચયનયનો આશ્રય છૂટે છે ત્યારે જીવ શુદ્ધ વ્યવહારનયમાં આવી સવિચારવાળી – શુભવિચાર વાળી અવસ્થા ગ્રહણ કરે છે. અહો શ્રી અરનાથ પ્રભુ! આપની સવિશેષ કૃપાથી મનને નાથવાની ચાવી અમને મળી, તે માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પરંતુ જ્યાં સુધી અમે તમારી સાથેનું એકપણું અનુભવી શકીશું નહિ ત્યાં સુધી અમારી પ્રીતિ એક પક્ષીય ઠરવાની છે, કારણ કે ત્યાં સુધી ભગવાન અને ભક્ત વચ્ચેનો ભેદ ભૂંસાતો નથી. તમે પૂર્ણતાએ નિર્વિચાર છો અને અમે મુખ્યતાએ સવિચાર છીએ તેથી તમારી સાથેની એકતા અમે લઈ શકતા નથી. આપણી વચ્ચેનો જો આ ભેદ ભૂંસાય, અર્થાત્ અમે પણ અમુક ક્ષણો માટે નિર્વિકલ્પપણું અનુભવી તમારી દશાને માણી શકીએ તો જ અમારો પુરુષાર્થ અને તમારી કૃપા સાર્થક થઈ ગણાય. માટે હે અરિહંત! તમે અમારા Page #95 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અભિલાષ પૂર્ણ કરો. અમારી તમને પ્રાર્થના છે કે – પૂરવે સૂરજ ઊગિયો, આવ્યું ન કેવળજ્ઞાન, કાં રે આ બાળકને ટટળાવો, શું એ ભૂલ્યું ભાન? ગુનાઓ સરવે માફ કરો, જલદી પ્રગટાવો જ્ઞાન, હવે નહિ સહેવાતું મુજથી, આ જુદાઈનું ભાન. પ્રભુજી, કેટલી કરું વિનંતિ, કાં ન ધરતા ધ્યાન? પ્રભુજી! આપોને જલદી હવે જલદી શુક્લધ્યાન. “જાગો હે જીવો, મોહ કરો પરો.” “પ્રભુજી! મોહ કરાવો પરો.” પરમ કરુણાળુ શ્રી વીતરાગ પ્રભુ! અમારી આવી સ્થિતિ છે, તો બનતી ત્વરાએ અમને શુદ્ધ વ્યવહાર નય તથા નિશ્ચય નય ભણી પ્રગતિ કરાવો, નિર્વિચાર થવા માટે સાનુકૂળ સંજોગો આપી અમને ખૂબ ખૂબ સાથ આપો. શ્રી કુંથુનાથ પ્રભુ સિદ્ધાલયમાં બીરાજમાન થયા તે પછીથી પા પલ્યોપમ કાળમાં એક કરોડ એક હજાર વર્ષ ઉણા આંતરે શ્રી અરનાથ પ્રભુ ધર્મચક્રી થયા, અને ભરતક્ષેત્રમાં એકચક્રી રાજ્ય કરી અવશ મનને વશમાં આણવા માટે ઉત્તમ ઉપાય પ્રકાશિત કર્યો. તેમની એ નિષ્કારણ કરુણાને અમારા કોટિ કોટિ વંદન હો. ૧૯ શ્રી મલ્લિનાથ જિન! કર્મરૂપી અરિનો નાશ કરવા માટે આત્માને મલ્લ જેવો બળવાન એટલે કે ખૂબ વીર્યવાન કરવાની જરૂર છે, એવો સુંદર સંદેશો શ્રી અરિહંત દેવ! અમને તમારા તરફથી મળ્યો છે. કર્મનાશ કરવાનું મહાભાગ્ય પ્રાપ્ત કરવા અમે ખૂબ આતુર છીએ. વળી, તમારા શરણમાં રહી, તમારી આજ્ઞાએ સત્પથનું આરાધન કરી, જલદીથી વીર્ય પ્રગટાવી, કર્મને હઠાવવા અમારે મહાબળવાન થવું છે. ૬૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ પરમ શ્રી અરનાથ પ્રભુની કૃપાથી, અમારા આંતર શત્રુઓને મહદ્ અંશે દાબી દેવા, અમુક ક્ષણો માટે અમે સફળ થયા, અમુક સમય માટે અમે નિર્વિકલ્પ થઈ શક્યા. એ વખતે ઘાતિ કર્મોનો – ખાસ કરીને મોહનીય કર્મનો અતિ અતિ સૂક્ષ્મ ઉદય હોવાને લીધે લગભગ પૂર્ણ કહી શકાય એવી શાતા વેદન અમારો આત્મા અનુભવી શક્યો. એવામાં સત્તાગત કર્મનો ઉદય ભળતાં એ શાતાનું વેદન છૂટી ગયું, નિર્વિકલ્પપણું પણ છૂટ્યું, અને પાછું મન, વચન, કાયા સાથેનું અમારા આત્માનું જોડાણ ચાલુ થઈ ગયું. આ જોડાણમાં જવા છતાં, આત્માને પૂર્વમાં વેદેલી શાતાની સ્મૃતિઓ ઠંડક આપતી રહી, જેના કારણે ફરીથી અને વારંવાર એ પ્રકારની વિચારરહિત અવસ્થા માણવાની ભાવના દઢ થતી ગઈ, એથી પ્રભુજી! અમે આપને સવિનય વિનંતિ કરીએ છીએ કે જે સ્થિતિ આપ અખંડપણે માણી રહ્યા છો, તે સ્થિતિ સુધી અમે ન પહોંચી શકીએ ત્યાં સુધી ટુકડે ટુકડે પણ આવો અનુભવ અમને વારંવાર થતો રહે એવી કૃપા કરતા રહેશો. આ વીતરાગી અવસ્થામાં કર્મની નિર્જરા ઘણી મોટી માત્રામાં થાય છે તથા લગભગ નિર્વિકલ્પ દશા હોવાને લીધે નવા કર્મોનો બંધ પણ અતિ અલ્પ માત્રામાં થાય છે, તેથી જીવને કર્મથી છોડાવવા માટે છબસ્થ સ્થિતિમાં આ અપ્રમત્ત દશા ખૂબ ઉપકારી છે, તે અમને સ્પષ્ટપણે સમજાયું છે. તેને લીધે અમે અમારી સવિચાર દશામાં ભાવ કરીએ છીએ કે, “હે જિનવર! આવી અપ્રમત્ત અવસ્થા અમને વારંવાર આપો. સાથે સાથે અંતરંગનું એવું બળવાનપણું અમને આપો કે જેથી અમે શાતાની સુખબુદ્ધિ ત્યાગી, જેટલા વધુમાં વધુ ઘાતકર્મો કાઢી શકાય તેટલાં વિશેષ કર્મોનો નાશ કરવા સદ્ભાગી થઈએ. એટલું જ નહિ અમારો નિર્વિકલ્પ રહેવાનો કાળ ક્રમથી વધારતા જઈએ. આમ અપ્રમાદને અમારું મુખ્ય લક્ષણ બનાવી અમે પ્રવર્તીએ, અને તે પછીની સવિચાર દશામાં પણ મુખ્યતાએ અપ્રમાદથી વર્તી અલ્પાતિઅલ્પ કર્મ અને તેમાં પણ શુભ પ્રકારનાં કર્મ સ્વીકારતા રહીએ. અહો! કરુણાનિધિ! અમને ખૂબ સાથ અને સહકાર આપી, અમારાં કર્તવ્યમાં અમે એકનિષ્ઠ રહી વર્તતા રહીએ એવા શક્તિવાન અમને બનાવજો !” ૬૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શ્રી મલ્લિ જિનેશ્વર! આપની કૃપાથી અમારો આત્મા વીર્ય પ્રગટાવતો જાય છે, તેથી અનુમાન કરી શકીએ છીએ કે, આપના આશ્રયથી અને અમારા વીર્યની ખીલવણીથી શેષ કર્મોનો ક્ષય કરવો સહેલો થતો જવાનો છે. આપ સમર્થ ભગવંતે જિનદીક્ષા ગ્રહણ કર્યા પછી, માત્ર બે જ પ્રહરમાં કેવળજ્ઞાન પ્રગટાવ્યું હતું, એ હકીકત તમારાં ખીલેલાં વીર્યની સાક્ષી આપે છે; અને અમને એવું ઉત્તમ વીર્ય ખીલવવા પ્રોત્સાહિત કરે છે. અહો મલ્લિનાથ પ્રભુ! સર્વજ્ઞપણાની પ્રાપ્તિ કર્યા પહેલાં જે ક્રોધ, માન, માયા, લોભ આદિ તમારા સાથીદાર તરીકે, સેવક તરીકે રહી તમારી સેવા બજાવતા હતા, સંસારના આરંભકાળથી જે સતત તમારી સાથે જ રહ્યા હતા, તેમનો તમે શા માટે અનાદર કર્યો? અન્ય સંસારી જીવો પણ જેને આદરથી સાચવે છે, તેનો અનાદર તમે કેમ કર્યો? પ્રભુ! આપની કરુણાથી અમને સમજાતું ગયું છે કે તે સાથીદારો ગેરમાર્ગે દોરનારા હતા. તેનો સંગાથ કરવાથી જીવ આ સંસારમાં સતત દુ:ખનું વેદન કરતો હતો અને શાતાની છાયા પણ પામતો ન હતો. તે સહુનો સંગ છૂટી જવાથી આપનો આત્મા પરમ શાંતિપદને અનુભવતો થયો છે, તેની ઝાંખી અમને પણ એ ચારે કષાયને દબાવવાથી થઈ છે, તે પરથી અનુમાન કરી શકીએ છીએ કે ચારે કષાયને પૂર્ણતાએ ક્ષય કરીએ તો કેટલી શાંતિનું વેદન હોય ! આ ભાવની કલ્પના પણ ઘણી શાતા આપી જાય છે. ચાર કષાયનો પૂર્ણ ક્ષય થવાથી તમારું મૂળભૂત જ્ઞાનરૂપ તમને મળી ગયું, કે જે સ્વરૂપને ક્રોધ, માન, માયા અને લોભની ચોકડીએ આવિર લીધું હતુ. મૂળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ પ્રગટતાં અજ્ઞાનદશા શરમાઈને પલાયન થઈ ગઈ. સંસાર પરિભ્રમણના સમય દરમ્યાન નિદ્રા, સ્વપ્ન તથા જાગૃત એ ત્રણ અવસ્થામાં જીવ રહેતો હતો તેના બદલે ચોથી તુરિય અવસ્થા-ઉજાગર અવસ્થા આવી. (ઉજાગર અવસ્થા એટલે પૂર્ણ જાગૃત સ્વભાવમાં ૨મવારૂપ સ્થિતિ) આથી નિદ્રાદિ ત્રણે અવસ્થાથી આત્મા પર બન્યો. પરિણામે શુદ્ધ સમકિત સાથેનો તમારો સંબંધ ખૂબ ગાઢ થયો અને તમે મિથ્યામતિને આત્માના પ્રદેશો પરથી સાચો દેશવટો આપ્યો. આમ હે સર્વશ વીતરાગ! કેવળજ્ઞાન પહેલાંની અને પછીની અવસ્થા વચ્ચે રહેલું મહાઅંતર તમારી ૬૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ કૃપાથી અમને સમજાતું જાય છે. કેવળજ્ઞાનના અંશરૂપ શુક્લધ્યાનનો અંશે અનુભવ થતાં અમને અનેક ખુલાસા મળતા જાય છે. આ શુક્લધ્યાનના અનુભવમાં રહેવાથી અમને જણાતું જાય છે કે હાસ્ય, રતિ, અરિત, શોક, ભય, જુગુપ્સા, ત્રણ વેદ એ નોકષાયના (કષાયની ચોકડીને ઉદ્દીપ્ત કરી, બહેકાવવામાં સહાય કરે તે) હાલ બેહાલ થતા ગયા છે. તેને ઊભા રહેવાની જગ્યા પણ ન રહેવાથી તેઓ દબાતા ગયા છે, અને છેવટે ક્ષીણ થઈ જવાના છે. રાગ (માયા તથા લોભનું મિશ્રણ), દ્વેષ (ક્રોધ અને માનનું સંયોજન) અને અવિરતિવાળી પરિણતિ એ ત્રણે ચારિત્રમોહ વતી લડનારા યોદ્ધા ગણાયા છે. પરંતુ જ્યારે અમારી નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે એ સર્વ લડવૈયા યુદ્ધભૂમિ છોડી, અમને સંસારમાં ખેંચવાનો પુરુષાર્થ અપૂર્ણ રાખીને નાસી જતાં દેખાયા છે. એ દશામાં અમારો વેદનો ઉદય શાંત થઈ જાય છે, ઇચ્છાઓ લુપ્ત થઈ જાય છે; એટલે કે સાતમા ગુણસ્થાને રહીએ તે કાળ માટે અમને પોતામાંથી નીપજતી શાંતિનું અદ્ભુત વેદન વર્તતું હોય છે. આમ અમારા આત્માનું વીર્ય વિશેષતાએ ખીલ્યું હોય છે ત્યારે અમને પરેશાન કરનાર, અમને દુ:ખની ઊંડી ગર્તામાં ખેંચી જનારા તત્ત્વો શુદ્ધિ અનુભવતા અમારા આત્માથી ભયભીત બની, રણસંગ્રામમાંથી નાસી જતાં દેખાયાં છે. તેથી કેવળજ્ઞાનમાં વર્તતી પૂર્ણ સુખના અનુભવની ઝાંખી અમને સાતમા અપ્રમત્ત ગુણસ્થાને વર્તીએ ત્યારે મળવા લાગી છે. આ ઉપરાંત, જે જે કર્મો અમને સંસારમાં ખેંચી જનારા છે તેનો ક્ષય અમે આ ગુણસ્થાને કરી શકીએ છીએ એવો અનુભવ થયો છે. પહેલાં અમારું પાપ ભસ્મીભૂત થવા લાગે છે, અને તેનાં પડછામાં આત્મસુખની અનુભૂતિને કારણે અમને સંસારી શાતાનો પણ નકાર વેદાતો હોવાથી સંસારી પુણ્ય પણ બળતું જાય છે; પરિણામે અમે પ્રત્યેક અનુભવ વખતે શુદ્ધતા તરફ ગમન કરી શકીએ છીએ. આપની કૃપાથી આપની સાથે થયેલા એકપણાના આ અનુભવને લીધે અમારે જ્યારે મન, વચન, કાયા સાથેના જોડાણવાળા ઉદયમાં રહેવાનું થાય છે, ત્યારે પણ, અમે ઉપયોગ પૂર્વક વર્તી, અલિપ્તભાવથી વર્તી, અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય તેવા ઉદ્યમથી પ્રવૃત્તિ કરી શકીએ છીએ. પરિણામે કર્મના ઉદયોનું જોર નરમ પડતું જતું હોવાથી, ૬૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અપ્રમત્તદશાનો અનુભવ અમને નાના ગાળે મળતો રહે છે. વારંવાર આવો અનુભવ થવાનું કારણ અમને એ જણાયું છે કે તમારા શરણમાં વધતી શ્રદ્ધાથી અમારાં અંતરાય કર્મ ક્ષીણ થતાં જાય છે, અને તેને લીધે ખીલતાં વીર્યથી અન્ય ઘાતી કર્મોને દબાવવામાં અમે સફળ થઈ શકીએ છીએ. આ નિર્વિકલ્પ સ્થિતિમાં અંતરાય કર્મનો બળવાન ઉદય સંભવતો નથી; દાનાંતરાયના ઉદયના અભાવમાં અમારો આત્મા સર્વને અભય આપી શકે છે; લાભાંતરાય ઉદિત ન હોવાથી ઉત્તમ અવસ્થાનો લાભ અમને મળે છે; ભોગાંતરાય કે ઉપભોગાંતરાયના અનુદયમાં સ્વસુખનો ભોગવટો અમને મળે છે; અને વીર્યંતરાયના અભાવમાં અન્ય ઘાતી કર્મોને દબાવવાની શક્તિ મળતી જાય છે. આમ સાતમા ગુણસ્થાનવર્તી શુક્લધ્યાનની દશામાં અઢાર દોષ વર્જિત સ્થિતિને અનુભવી સત્તાગત કર્મોનો ક્ષય કરવાનું વીર્ય પ્રગટાવવા અમારો આત્મા સફળ થયો છે. તો શ્રી મલ્લિનાથ પ્રભુ! આપની કૃપાનું આવું સુમધુર ફળ અમારામાં જલદીથી વધતું જાઓ. આપની કૃપાથી સર્જાતું વીર્ય ફોરવી અમે વારંવાર આવો અનુભવ લેવા ભાગ્યશાળી રહીએ, વારંવાર તમારી સાથે એકરૂપ થઈએ એવી ભાવના ભાવી અમે અગણિત વંદન કરીએ છીએ. અરિમર્દક એવા શ્રી અરનાથ પ્રભુના નિર્વાણ પછી એક કરોડ અને એક હજાર વર્ષના આંતરે શ્રી મલ્લિનાથ જિને પોતાનું ધર્મસામ્રાજ્ય વિસ્તારી, ધર્મારાધન કરવા માટે ખૂબ ખૂબ પ્રેરણા અને શક્તિનું દાન આપ્યું હતું. ૨૦ શ્રી મુનિસુવ્રત સ્વામી! શ્રી મલ્લિનાથ પ્રભુની કૃપાથી નિર્વિકલ્પ થવાની પ્રવૃત્તિ જોરદાર કરવા અમારો આત્મા દિનપ્રતિદિન બળવાન થતો જાય છે. આ પુરુષાર્થથી અમારી આત્મદશા તથા આત્મશાંતિ વધતાં ગયાં છે. મળેલી દશા તથા શાંતિનો સદુપયોગ કરી શકીએ એમાં જ અમને અમારા જીવનનું સાર્થકપણું જણાય છે. તેથી મળેલી શાંતિ અને મળેલાં મોક્ષમાર્ગનાં રહસ્યો જે હવે વધતાં જાય છે, તેનો યથાર્થ ઉપયોગ કરવા, અન્ય જીવોને ૬૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ યોગ્ય માર્ગદર્શન આપી, સ્વીકારેલા આપ પ્રતિના ઋણની ચૂકવણી કરી, ઋણથી મુક્ત થવાનો અમુલ્ય લાભ લેવા અમે આતુર બન્યા છીએ. પરંતુ પ્રભુજી! અમને એ તો સ્પષ્ટ ખ્યાલમાં છે કે યથાર્થ યોગ્યતા આવ્યા વિના આવું કાર્ય કરવા જતાં કંઈક નવાં બંધન બંધાઈ જાય છે, તેથી અમારે તો યથાર્થ પાત્રતા કેળવ્યા પછીથી જ ઋણની ચૂકવણીનું અમૂલ્ય કાર્ય કરવું છે. તે માટે અમને સુવતોની યથાર્થ સમજણ આપીને પાત્ર બનાવો. આ સુવ્રતોનું નિત્ય આરાધન કરીને અમે જિનદર્શનની ઉત્તમતા ફેલાવી શકીએ એ હેતુથી અમે આપને વિનંતિ કરીએ છીએ કે અંતરંગ પાત્રતા આપવા સાથે સુવ્રતોના પાલનરૂપ બાહ્ય પાત્રતા પણ આપો. અને આંતરબાહ્ય બંને પ્રકારે પાત્રતા વધારવામાં અમને સહાય કરો. હે જગતગુરુ! જગતપિતા! આપનો સથવારો લઈ અમારે અમારા અવશ મનને વશમાં – અંકુશમાં રાખવું છે. અંતરંગથી અમારે કષાયોને વધારે ને વધારે શાંત કરતા જઈ, અંતરંગ પાત્રતા વધારવી છે. “કષાયોનો અભ્યાતિઅલ્પ ઉદય તે નિર્વિકલ્પપણું છે અને કષાયોનો સંપૂર્ણ જય – અનુદય એ નિર્વિચારપણું છે” એમ અમને સમજાયું છે. અને તે જ અંતરંગ પાત્રતા આપનાર તત્ત્વ છે, તેથી જેટલા વિશેષ પ્રમાણમાં તમારી કૃપાથી અમે કષાયજય કરી શકીએ તેટલી અમારી પાત્રતા ખીલી શકશે. આ પાત્રતાને ખીલવવાનું બાહ્યથી પોષણ આપવું, એટલે બાહ્ય વર્તના એટલી શુધ્ધ કરતા જવી કે જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થતો જાય અને આત્મપ્રદેશ પર કર્મની સંખ્યા ત્વરાથી ઓછી થતી જાય. અમને તમારી કૃપાથી સમજાયું છે કે આવી શુદ્ધ વર્તના કરવી હોય તો સુવ્રતોનું આરાધન કરવું જોઈએ. આ અંતરબાહ્ય રીતે યોગ્ય પાત્રતા કેળવવાનો શુભ સમન્વય જો અમે કરી શકીએ તો જ્યારે અમે કોઈને ઋણમુક્ત થવા અર્થે અને સામા જીવને આત્મવિકાસ કરાવવા માટે સહાયરૂપ થવાના આશયથી પ્રવૃત્તિ કરીએ ત્યારે સહાય લેનાર જીવને અમારી ધર્મપ્રાપ્તિ વિશે કે શક્તિ વિશે સંકલ્પ વિકલ્પ થાય નહિ. પરિણામે તે જીવને અમારા નિમિત્તે ખોટા કર્મબંધન થાય નહિ, બીજાપક્ષે અમારી વર્તન જો શુદ્ધ હોય તો અમે પણ ઘણા વિષમ કર્મબંધન કરતાં અટકી જઈએ. આમ અમને યોગ્ય પાત્રતાના કારણે ઉભયપક્ષે લાભ થાય, માટે Page #101 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હે સુવ્રતોના સ્વામી! પરમ કૃપા કરી અમને સાચા વ્રતોની યથાર્થ સમજણ અને તેનું પાલન કરવા માટે યથાર્થતાએ શક્તિઓ પ્રદાન કરો. હે શક્તિદાતા! આપની કૃપાથી અમને સમજાયું છે કે પૂર્ણ નિર્વિચાર થવું એ સર્વોત્તમ સુવ્રત છે. એ વખતે આત્માની સ્થિરતા એવી અદ્ભુત હોય છે કે તે દશામાં એક પણ નવા કર્મનો બંધ આત્માને થતો નથી. ઘાતીકર્મના પૂર્ણ ક્ષયની આ દશા સર્વોત્તમ છે. પરંતુ છદ્મસ્થ જીવ માટે આ દશા આદર્શરૂપ છે. અને તે દશાના પ્રતિકરૂપ જે અપ્રમત્ત ગુણસ્થાને નિર્વિકલ્પ દશા છે તે પણ છદ્મસ્થ જીવને લાંબો સમય ટકી શકતી નથી. અલ્પકાળમાં આ નિર્વિકલ્પતાનો અનુભવ છૂટી જાય છે અને જીવ સવિચાર અવસ્થામાં પટકાઈ પડે છે. અમારો આત્મા પણ આવી સવિકલ્પ અવસ્થામાં થોડીવારમાં આવી જાય છે, અને જે રસથી પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ તે રસના પ્રમાણમાં અમે નવા બંધો સ્વીકારીએ છીએ. આવી સવિકલ્પ સ્થિતિમાં પણ અમે તમને આજ્ઞાધીન રહી, સમજણ અને વિવેકપૂર્વક વર્તી અલ્પાતિઅલ્પ બંધન સ્વીકારીએ તેવી વર્તનાવાળું સુવ્રતોનું આરાધન અમારી પાસે કરાવો, અને તે કરવા માટેની ઊંડી સમજણની સ્પષ્ટતા કરાવો એ જ વિનવીએ છીએ. નિર્વિકલ્પ અવસ્થા છૂટે કે તરત જ અમારો આત્મા સવિકલ્પ સ્થિતિમાં અટવાઈ જાય છે, આ સ્થિતિમાં પણ અમારો આત્મા અલ્પમાં અલ્પ બંધન કરે તે માટે અમારા પર કૃપા કરો. અહો ! અમૃત જીવનના દાતા ! પ્રભુજી ! અમારા પર પહેલી એવી કૃપા કરો કે જો અમારે સવિચાર અવસ્થામાં જવાનું હોય અને રહેવાનું હોય તો અમારા કષાયો એટલી મંદતાથી પ્રવર્તો કે ફરીથી નિર્વિકલ્પ અવસ્થામાં જવું અમારે માટે સહેલું અને સુલભ હોય, તથા નિર્વિકલ્પતાના સમયની વૃદ્ધિ કરનાર અને જલદી જલદી એ દશામાં જવા માટે સહાયકારી હોય. હે દેવ! અમારા પર બીજી કૃપા એ વરસાવો કે સવિકલ્પ અને સવિચા૨ દશામાં અમે મુખ્યતાએ ‘અમારે વિચા૨૨હિત થવું છે, મોક્ષપ્રાપ્તિ ત્વરાથી કરવી છે, અન્ય જીવોને ખૂબ મદદરૂપ થવું છે, સહુ પર આપના જેવા કલ્યાણભાવને વરસાવતા શીખવું છે' ...વગેરે શુભ પરિણતિમાં રહી શકીએ, અને આપે આપેલા ઉત્તમ કલ્યાણભાવનું દાન ગ્રહણ કરતા રહીએ. અહો ૬૮ Page #102 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ દેવાધિદેવ! અમારા પર ત્રીજી કૃપા એ કરો કે શરીર આદિની સાચવણીને લગતી કે જીવનનિર્વાહને લગતી જે કોઈ પ્રવૃત્તિ અમારે કરવી પડે, તે પ્રવૃત્તિ કરતાં અમારામાં રાગભાવ કે લિપ્તપણું ઉત્પન્ન ન થાય, એ કાર્યો કરતી વખતે પણ અમારો જીવ આત્માના અદ્ભુત ગુણોની વિચારણા તથા તે ગુણો પ્રાપ્ત કરવાની ભાવના કરવામાં ગૂંથાયેલો રહી, એ કાળ નિર્ગમન કરે. આપની આ કૃપાથી પૂર્વકર્મના ઉદયાનુસાર થતી અમારી કોઈ પણ પ્રવૃત્તિમાં અમને અલિપ્તપણું વેદાતું રહે, પરિણામ સ્વસ્થ તથા ઉર્ધ્વગામી બને, અને અમારો આત્મા નવીન કર્મબંધ કરતાં અટકતો રહે. તે ઉપરાંત પુરાણા સંગ્રહિત કરેલાં કર્મો અમારો જીવ ઝડપથી અને સહેલાઈથી ખેરવી શકે એ માટે આ વિનંતિ કરીએ છીએ. કૃપા કરી એવી સ્થિતિ આપો કે જેથી અમારાથી જે કોઈ પ્રવૃત્તિ થાય તે પૂર્વે બાંધેલા કર્મ અનુસાર, તેનાથી છૂટવા માટે જ અને તે પણ આપની આજ્ઞાનુસાર જ થાય, નવીન બંધથી રક્ષણ પામવા માટે આ સર્વ સુવ્રતને અમે આપની કૃપાથી જાણી શકયા છીએ. આમાં અમારી કંઈ પણ ચૂક થઈ હોય તો સુધારવા કૃપા કરજો. અને તે સુવ્રતોનું યથાર્થ આરાધન કરી, અમે અમારી યોગ્યતા વધારી આપને અને સહુને સંતોષનું નિમિત્ત થઈએ એ જ અમારી પ્રાર્થના છે; પરમ કૃપાળુ ભગવંત! તે સફળ કરો, સફળ કરો. હે ગુણાનુરાગી પ્રભુ! વર્તમાન અવસ્થામાં રહેતાં અમને સમજાય છે કે, માત્ર આપનો ઉપકાર ગ્રહણ કરી, સ્વકલ્યાણ કરતા જવાથી અમારી પૂર્ણ સાર્થકતા થતી નથી. જે ૠણ નિષ્કારણ કરુણા કરી આપે અમારા પર ચડાવ્યું છે, એવી જ નિષ્કારણ કરુણાથી અન્ય જીવોને કલ્યાણમાર્ગમાં સહાય આપી અમારે એ ઋણની ચૂકવણી કરવાની છે તે જણાયું છે, અર્થાત્ માત્ર ઉત્તમ ગ્રહણ કરવાની સ્વાર્થી વૃત્તિમાંથી બહાર નીકળી ઉત્તમનું દાન કરતાં અમારે શીખવું જોઈએ એ ખ્યાલ આવ્યો છે. એમાં જ અમારા જીવનની ધન્યતા અમને દેખાય છે. આવું પવિત્ર કાર્ય કરવા માટે ષટ્કર્શનની જાણકારી હોવી અગત્યની છે, કેમકે દરેક જીવને પોતપોતાની દશા તથા કર્માનુસાર જુદા જુદા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે, દરેકને જુદા જુદા પ્રકારના વિઘ્નો નડે છે અને તેનાં જુદાં જુદાં પરિણામ વર્તે છે. તે સર્વ માટેની જાણકારી જો માર્ગદર્શકને ન હોય ૬૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તો તેઓ યથાર્થ દોરવણી આપી શકતા નથી, અને તેમાં ય જો અયોગ્ય કે અપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે તો માર્ગદર્શન આપનાર અને લેનાર બંને ભવસાગરમાં ગોથાં ખાય છે. તેથી શ્રી મુનિસુવ્રત સ્વામી! યથાર્થ જ્ઞાનદર્શન મેળવી શકીએ, તેનો સદુપયોગ કરી અન્ય જીવોને સહાય કરી, ઋણમુક્ત થવાનો સાચો પુરુષાર્થ અમે કરી શકીએ એવી શક્તિ આપવા કૃપા કરો. પ્રભુ! અમે જ્યારે શુભ આશયથી આત્મધર્મની સાચી ખોજ કરવા ઈચ્છયું હતું ત્યારે જગતમાં પ્રવર્તતાં અનેક ધર્મમતે અમને વિપરિત બાજુએ ખેંચી જઈ ગુંચવાડામાં નાખ્યા હતા. આમાં ફસાઈ ઘણીવાર અમે ગેરમાર્ગે દોરવાયા હતા, અને વિકાસના નામે અધોગતિમાં ઉતરી ગયા. આપની કૃપાથી અમે આ દશાથી બહાર નીકળી ગયા છીએ, પણ તેની સ્મૃતિના કારણે અન્ય જીવોને આવી સ્થિતિમાંથી પસાર થતા જોઈએ છીએ ત્યારે પરમ કરુણાનો ભાવ સેવી આવા દુ:ખિત જીવોને સન્માર્ગે દોરવાની શક્તિ અમે તમારી પાસે માગીએ છીએ. અમારાં મન, વચન અને કાયાની આપને સોંપણી કર્યા પછી અમે મૌન થયા છીએ, અમારે સ્વચ્છેદથી કંઈ કરવું નથી, માત્ર આપની આજ્ઞા અનુસાર, મનના સ્વચ્છંદી ભાવને અનુસર્યા વિના વર્તવા ઈચ્છીએ છીએ એ અમારું મૌનપણું છે. આવું મોનપણું જાળવવા મુનિ અવસ્થા ખૂબ જ સહાયરૂપ થાય છે. જેણે મનને મુંડયું તે મુનિ; તે મુનિ મૌન છે. અમને આવી મુનિ અવસ્થા તથા તેની સાથે સુવ્રતનો સથવારો હે મુનિસુવ્રત સ્વામી! અમને આપો. આપની આજ્ઞા તો અમારા કલ્યાણ માટે જ હોય, તેનાં પાલનમાં અમારા સ્વચ્છંદને તો કોઈ સ્થાન જ નથી, તેથી એ આજ્ઞાપાલન અમને ખૂબ ખૂબ કલ્યાણકારી થાય, તેમાં શું નવાઈ? આમ તમારી આજ્ઞાએ વર્તવાનું શરૂ કરતાં અમને જણાતું ગયું કે આ જગતમાં આત્મા માટે અનેક જુદા જુદા મતો પ્રવર્તે છે. કેટલાક જીવો આવા અનેક મતમાનાં કોઈ એક મતને એકાંતે પકડી, તેના મમત્ત્વમાં રાચી પોતાનું અકલ્યાણ કરે છે, અનેક દોષ કરી કર્મોની વૃદ્ધિ કરે છે. ઉદા. ત. કેટલાક જીવો આત્માને એકાંતે અબંધ માને છે. તેઓ ક્રિયા કરતાં દેખાતાં આત્માની ક્રિયાનું ફળ કોણ ભોગવે તે સમજાવી શકતા ૭) Page #104 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ નથી, કેટલાક દેહ અને આત્મને એકરૂપ માને છે, અથવા આત્માને દેહરૂપ માને છે, અર્થાત્ જડ ચેતનને એકરૂપ ગણે છે. જડને સુખદુ:ખ નથી અને ચેતનને છે. આવા અલગ લક્ષણો એક પદાર્થમાં કેવી રીતે સાકાર થાય તેનું સમાધાન તેઓ આપી શકતા નથી. કેટલાક તત્ત્વવેત્તાઓ આત્માને એકાંતે નિત્ય અથવા એકાંતે અનિત્ય માને છે. આત્માને એકાંતે નિત્ય માનવાથી કૃતનાશ (કાર્ય કરવા સામગ્રી મળે છતાં કાર્ય ન થાય) અને અકૃતાગમ (કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ થાય) દોષ થાય છે, તે દોષ કેમ ટળે તે તેઓ સમજાવી શકતા નથી. આત્માને એકાંતે અનિત્ય (ક્ષણિક) માનવાથી સુખદુ:ખ, બંધ, મોક્ષની વ્યવસ્થા ટકી શકતી નથી; તેનું સમાધાન તેઓ આપી શકતા નથી. કેટલાક જીવો આત્માનું અસ્તિત્ત્વ જ મહાભૂતમાં એકરૂપ કરી દે છે. પરંતુ મહાભૂતનું જ્ઞાન કરનાર તેનાથી જુદો હોવો જોઈએ તેની સમજણ તેઓ કરી શકતા નથી. આમ માત્ર એકાંતવાદમાં રાચીને જીવો સત્યવ્રતમાં અસ્થિર થાય છે, અને બીજાને પણ અસ્થિર કરે છે. આપની અસીમ કૃપાથી અમને એકાંતવાદની નિરર્થકતા અને અનેકાંતવાદનું મહત્વ સમજાયાં છે. તેથી એકાંતવાદમાં રાચતા જીવોને પરમ કરુણાભાવથી સન્માર્ગે ચડાવવા શક્તિ માગીએ છીએ. અમને લાગ્યું છે કે જગતમાં પ્રવર્તતા બધા એકાંતવાદ કે પક્ષ ત્યાગવા ઘટે છે, અને અનેકાંતવાદ અથવા સ્યાદ્વાદશૈલીના આશ્રયે સમગ્ર રચના સમજવાથી સાચું સત્ય સમજાતું જાય છે. રાગ, દ્વેષ, મોહ આદિનો પક્ષ છોડી આત્માની રઢ લેવાથી, તેમાં લીન બનવાથી, ફરીથી સંસારની ભંગજાળમાં ફસાવાનું રહેતું નથી; સાથે સાથે આત્માના અનુભવથી લખાયેલાં શાસ્ત્રોનો આશ્રય રહે છે, તેથી આત્માનુભવ સિવાયના વાજાળથી લખાયેલા શાસ્ત્રોની પરખ કરવાની અને તેને ત્યાગવાની શક્તિ આવે છે. શુદ્ધ આત્મતત્ત્વમાં લીન થવાથી આત્માનું સાચું રૂપ પ્રકાશિત થાય છે. આ પ્રકારે સુવ્રતનું પાલન કરતાં કરતાં ધર્મનાં રહસ્યો ઊંડાણથી સમજાયાં છે તે શ્રી પ્રભુ! આપની અમૃતમયી કૃપાનું ફળ છે. તેને પૂર્ણતાથી પામી, તેનો યોગ્ય ઉપયોગ કરી, અનેકને સહાય કરી ઉપકારી થઈએ અને એ દ્વારા આપ પાસેથી ગ્રહણ કરેલાં ઋણનું નમ્રપણે ચૂકવણું કરવા ભાગ્યશાળી થઈએ એ ભાવના ભાવી આપને કોટિ કોટિ વંદન કરીએ છીએ. ૭૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શ્રી મલ્લિનાથ પ્રભુના નિર્વાણ પછી, ચોપન લાખ વર્ષ વીત્યા પછી, શ્રી મુનિસુવ્રત સ્વામીએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, દેશના દ્વારા આત્મધર્મ ફેલાવ્યો. આત્મા જેમ જેમ શુદ્ધિ તરફ પ્રગતિ કરે છે તેમ તેમ એક પછી એક પગથિયે આગળ વધવામાં સમય ઓછો લાગે છે, એટલે કે મન, વચન, કાયાની સોંપણી કર્યા પછી નિર્વિકલ્પ દશા મેળવવી, એ દશાના વારંવાર ભોક્તા થવું, સવિચાર દશામાં પણ નિર્વિકલ્પ થવાની તૈયારી કરતા જવી એ આદિ વિકાસ કરવામાં જીવને ગુરુના માર્ગદર્શનથી અને પોતાનાં વધતાં વીર્યને લીધે મહેનત ઓછી લાગતી હોય એવો અનુભવ થાય છે, કેમકે, જીવ જેમ જેમ માર્ગમાં આજ્ઞાધીનપણે આગળ વધે છે તેમ તેમ સંસારરસ ક્ષીણ થતો જાય છે, આત્મરસ સતત વધતો જાય છે, તેથી રસપૂર્વક થતી ક્રિયામાં મહેનતની ગણતરી થતી નથી. ૨૧ શ્રી નમિનાથ પ્રભુ! મુનિપણે સુવ્રતોનું પાલન કરતા રહેવાથી અમને ષડ્રદર્શનનો વિવેક જાગવા લાગ્યો છે. આ વિવેકને લીધે કોઈ પણ એક મતને જ માનવાનો અર્થાત્ એકાંતવાદને સ્વીકારવાનો દુરાગ્રહ અમારામાંથી છૂટવા લાગ્યો છે, અને અનેકાંતવાદ કે સ્યાદ્વાદના આશ્રયે અમે સમગ્ર મોક્ષમાર્ગ તથા સૃષ્ટિરચનાની જાણકારી લેવી શરૂ કરી છે. આમ થતાં કોઈ અભિનિવેષના કારણથી થતા અયોગ્ય વર્તનથી અમારો આત્મા બચવા લાગ્યો છે, અને અમે સત્યના આધારે જ વર્તન કરતાં શીખતા જઈએ છીએ. આ વર્તનની જાણકારી અહો નમિનાથ પ્રભુ! આપની કૃપાથી અમને મળતી જાય છે. સુવ્રતોના પાલન કરતાં કરતાં, થયેલા આત્માનુભવના આધારથી લખાયેલા શાસ્ત્રોનો અભ્યાસ કરવાની સુવિધા અમને મળી છે, તેથી અમારા જ્ઞાનનાં આવરણ હળવાં થતાં જાય છે, પરિણામે મોક્ષમાર્ગ અને સૃષ્ટિરચના યથાર્થ જેમ છે તેમ, તેની જાણકારી અમને આવતી ગઈ છે. આ જાણકારી અમને શ્રુતકેવળપણા સુધી દોરી જશે એવી ધારણા છે. સમ્યકુજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું આવે Page #106 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ છે. આ જાણકારીમાં સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ તો શ્રી કેવળ પ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન શ્રત તથા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું કહેવાય છે. જઘન્યથી શરૂ કરી ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણાની કોઈ પણ સ્થિતિમાં જીવ આવે ત્યારે તે શ્રેણિ માંડવાની યોગ્યતા મેળવે છે, એટલે કે શ્રેણિ માંડતા પહેલાં જીવે ઓછામાં ઓછું જઘન્ય શ્રુતકેવળીપણું તો મેળવવું જ જોઈએ. તેમ છતાં કેટલાંક જીવો ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પામ્યા પછી શ્રેણિ આરંભે છે. કેટલાંક શ્રુતકેવળીની મધ્યમ દશાએ શ્રેણિ શરૂ કરે છે. જીવ શ્રેણિ ક્યારે શરૂ કરે છે તેનો આધાર તેણે સેવેલા કલ્યાણભાવને અનુસરે છે. જેમણે કલ્યાણભાવ જીવ સમસ્ત માટે સેવ્યો હોય, અને ઉત્તમ એવું કલ્યાણકાર્ય છદ્મસ્થાવાસ્થામાં કરવાનું હોય તેવા જીવો શ્રુતકેવળીપણાનું ઉત્કૃષ્ટપણું અમુક કાળ સુધી ભોગવ્યા પછી શ્રેણિનો આરંભ કરે છે, ઉદા. ત. શ્રી ગણધરજી. મધ્યમ ઉચ્ચદશાના શ્રુતકેવળી થયા પછી શ્રેણી આરંભનાર મુખ્યત્વે અન્ય છબસ્થ પરમેષ્ટિ હોય છે. અને જઘન્ય શ્રુતકેવળીપણામાં જ શ્રેણિ ચડનાર સામાન્યપણે સિદ્ધ સિવાયના પરમેષ્ઠિપદમાં ન આવનારા આત્માઓ હોય છે. જેટલા જીવોનું બહુલતાએ કલ્યાણ ઇચ્છયું હોય તેટલાને માર્ગદર્શન આપવાની શક્તિ મેળવવા શ્રુતકેવળીપણું જરૂરી છે અને તે પણ જેમ બને તેમ વહેલું પ્રગટ થાય તો સારું, એમ અમને આપની કૃપાથી સમજાતું જાય છે. આ કૃપા માટે આભાર માની વંદન કરીએ છીએ. આપના ચરણમાં ભક્તિભાવથી વસતાં અમે જોઈ શક્યા છીએ કે અમારામાં શ્રુતકેવળીપણું આવવાથી પ્રછન્ન રીતે (ગુપ્તતાએ) પડદર્શન વિવેક જાગવા લાગ્યો છે. પ્રત્યેક દર્શનમાં શું સત્ય છે, શું ખામી છે, ક્યું દર્શન પૂર્ણ છે, ક્યા દર્શનમાં કઈ અપૂર્ણતા રહેલી છે, ઇત્યાદિ વિશેની જાણકારી અમને મળવા લાગી છે, પરંતુ અનુભવાતી જ્ઞાનની વિશાળતાને કારણે અમને કોઈ પણ દર્શન માટે રાગ કે દ્વેષ અનુભવાતો નથી. વળી, સર્વ દર્શન પ્રતિ હેય ઉપાદેયનો વિવેક રાખી, તટસ્થપણે યોગ્યનું ગ્રહણ કરી અમારો જીવ સત્ય તરફ નમતો ગયો છે. અમારે કોઈ અસત્ય તત્ત્વનો આશ્રય રહયો નથી. પરિણામે અમે અમારી ઉપયોગની તીક્ષ્ણતાને સાચવી, ૭૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અન્ય કોઈ પ્રતિ રાગદ્વેષ કર્યા વિના અમારા આત્માને સત્ય પ્રતિ ઝોક આપવામાં સફળ થતા જઈએ છીએ. અહો નમિનાથ ભગવાન! આપની અનન્ય કૃપાથી અમને આ જાણપણાની સુલભતા થતી જાય છે, તે માટે ખૂબ ખૂબ ઉપકાર માની વાંદીએ છીએ. હે જિનદેવ! આપની કૃપાથી અમને છ મુખ્ય દર્શનની જાણકારી આવતી જાય છે. કપિલ મુનિ પ્રણિત સાંખ્ય, પતંજલ મુનિ રચિત યોગ, ગૌતમબુદ્ધ પ્રકાશિત બૌદ્ધ, વેદાંતનો મીમાંસા ભાગ, ચાર્વાક રચિત ચાર્વાક મત અને શ્રી વીતરાગપ્રભુ બોધિત જિન માર્ગ એ છ દર્શન અમારા જાણવામાં આવ્યાં છે. શ્રુતકેવળીપણું પ્રગટવાથી આ છએ દર્શનની વાસ્તવિક સમજણ અમને મળવા લાગી છે, અને આ દર્શનો વચ્ચે બાહ્યથી જણાતો વિરોધ ઊંડાણમાં જવાથી કેવી કેવી અપેક્ષાએ શમતો જાય છે તે અમારી પાસે ખૂલ્લું થતું જાય છે, પરિણામે અમારા આત્મા મતમતાંતરની કુપ્રવૃત્તિથી વ્યાવૃત થતા જાય છે. જૈન સિવાયના પાંચે દર્શન જૈનમાં સમાઈ જાય છે. તેથી એક જૈનદર્શનનો પૂરો અભ્યાસ કરવામાં આવે તો એ દર્શનનો સુંદર અભ્યાસ થઈ જાય એમ અમને સમજાયું છે. આ આખો લોક પુરુષના આકારે છે, અને આખા લોકમાં ધર્મ સર્વત્ર ફેલાયેલો છે. આથી જો જિનેશ્વર પ્રભુના મનુષ્ય શરીરને લોકની ઉપમા આપી કલ્પવૃક્ષ ગણીએ તો સર્વ દર્શનો પ્રભુના એક એક અંગને શોભાવતા જણાય છે. અર્થાત્ બધાય દર્શનોનો અભિપ્રાય - જિન દર્શનમાં (પ્રભુના પૂર્ણ દેહને જો જિન દર્શનનું પ્રતિક ગણીએ તો અન્ય સર્વ દર્શનો તે દેહના અંગ રૂપ બને છે) સમાવેશ પામી જાય છે. | સર્વજ્ઞ વીતરાગ એવા શ્રી જિનેશ્વર દેવે આખા લોકાલોકની જાણકારી પ્રાપ્ત કરી છે. જગતના કોઈ પણ દર્શનનો એક પણ મત કે અભિપ્રાય એવો નથી કે જેની જાણકારી અને તથ્યાતથ્યનો ખ્યાલ તેમને ન હોય. જિનપ્રભુ કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષ જીવને ઇચ્છિત વસ્ત્રો, આભૂષણો, વાજિંત્રો, ખોરાક ઇત્યાદિ આપે છે. તે જ પ્રમાણે જો ઈચ્છા કરવામાં આવે તો જિનપ્રભુ પાસેથી સર્વ દુઃખોનો ક્ષય અને ભવરહિતપણું મળે છે. દેવલોક તથા ભોગભૂમિમાં રહેલાં કલ્પવૃક્ષ ભૌતિક પદાર્થો ७४ Page #108 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ જીવને શાતા માટે આપે છે; ત્યારે જિનપ્રભુરૂપ કલ્પવૃક્ષ આધિભૌતિક આત્મસુખની પ્રાપ્તિ કરાવી જન્મમરણના ફેરાના દુ:ખથી જીવોને છોડાવે છે. એમાં જિનપ્રભુનું ઉત્તમપણું રહેલું છે. શ્રી જિનદર્શન એ જિનેશ્વર પ્રભુનો પૂર્ણ દેહ ગણીએ તો સાંખ્ય અને યોગ એ બે દર્શન પ્રભુના બે પગ થાય છે. આ બંને દર્શનો આત્માના અસ્તિત્વની તથા તેના સ્વરૂપની વિગતવાર સમજૂતી આપે છે. એટલે કે જૈનદર્શનનું આત્મા હોવાનું પ્રમાણ આપવાનું મુખ્ય કાર્ય આ બે દર્શન કરે છે અને જૈનદેહના પગને મજબૂત બનાવે છે. આત્માના અસ્તિત્વના હકાર વિના કોઈ પણ આત્મવાદી દર્શન ઊભું ન રહી શકે, અને આત્માના અસ્તિત્વની ઊંડાણભરી સચોટ સમજણ આ બંને દર્શન આપતા હોવાથી તેને જિનપ્રભુના પગ તરીકે આપણે ઓળખી શકીએ. ભેદ અને અભેદનું નિરૂપણ કરનારા અનુક્રમે બૌદ્ધ દર્શન તથા ઉત્તર મીમાંસા (વેદાંત દર્શન) એ બે જિનેશ્વરના બે હાથ છે. જૈન દર્શનમાં ભેદ અને અભેદ એ બંને તત્ત્વો ઉપર વ્યવસ્થિત અને ઊંડી વિચારણા કરવામાં આવી છે. ત્યારે બૌદ્ધ દર્શન એકાંત પર્યાયાર્થિક નયના આધારે ચાલે છે, અર્થાત્ તે દર્શન અનિત્યવાદી છે. પ્રત્યેક અવસ્થાના ભેદને કારણે તે ભેદવાદી દર્શન છે. વળી, દરેક પદાર્થ વ્યષ્ટિથી જુદા છતાં સમષ્ટિથી એકતારે પરોવાયેલા છે એ દૃષ્ટિથી જ વિચારનાર મીમાંસા દર્શન અભેદવાદી છે. મીમાંસા દર્શન દ્રવ્યાર્થિક નયની એકાંત દૃષ્ટિ ધરાવે છે, આમ મીમાંસા દર્શન એકાંત નિત્યવાદી છે. તો જૈનદર્શન આ બંને અપેક્ષાને વ્યવસ્થિત રીતે સ્વીકારે છે. ચાર્વાક દર્શન એ પ્રભુના પેટનો ભાગ છે. ધર્મનો પ્રાથમિક અભ્યાસી સ્થળ મોટી મોટી વાતો સમજે છે અને વિચારે છે, તે પછીથી તે ઊંડા રહસ્યોવાળી તત્ત્વની વાતો સમજતો થાય છે. એ રીતે પ્રાથમિક અભ્યાસી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતના સંયોગથી ચેતનયુક્ત પ્રાણીને જોઈ પંચમહાભૂતનો વિચાર કરી ધર્મના સ્થૂળરૂપનો સ્વીકાર કરે છે. અને તે પછીથી આગળ વધી ચેતનતત્ત્વના રહસ્યોની સમજ સ્વીકારવા પાત્ર થાય છે. આમ હોવાથી નાસ્તિક એવા ચાર્વાક દર્શનમાં આત્માનાં ૭૫. Page #109 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અસ્તિત્ત્વનો નકાર (સ્થૂળ સ્વરૂપે ચેતનદર્શન થતું ન હોવાથી ચેતનનો સ્વીકાર નથી) હોવા છતાં તે દર્શનને પણ આગળ વધતો જીવ જિનેશ્વરના એક અંગ તરીકે સ્વીકારી શકે છે. બીજી રીતે વિચારીએ તો મહામોહનીય કર્મનો મોટામાં મોટો ભાગ મનુષ્ય અંગના પેટના વિભાગમાં રહેલો છે, અને તે મોહનીય જીવને વિકળ કરી પોતાના અસ્તિત્ત્વનો જ નકાર આપે છે. આ અપેક્ષાએ પણ ચાર્વાક દર્શનનું સ્થાન ઉદરના ભાગમાં હોય તે અમને ઉચિત જણાયું છે. શ્રી જિનેશ્વર પ્રભુનાં સુંદર તથા ઉત્તમ અંગ મસ્તકરૂપ જૈનદર્શન છે. આ અંગમાં જેમ પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા રહેલી છે તે જ પ્રકારે જૈનદર્શનમાં બાકીનાં પાંચે દર્શનો સમાઈ જાય છે. આખા શરીરનું સંચાલન જેમ મગજથી – સંજ્ઞાથી થાય છે; તેમ શ્રી જિનપ્રભુના અન્ય અંગો રૂપ દર્શનોને સમજવાની ચાવી મસ્તકરૂપ જિનદર્શનમાં સમાયેલી છે. કર્મ અપેક્ષાએ વિચારતાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણને લગતાં કર્મો મનુષ્ય દેહમાં તેના મસ્તકમાં રહેલાં છે. જેમ જેમ જ્ઞાન તથા દર્શનના આવરણો ક્ષીણ થતાં જાય છે, તેમ તેમ જીવની જાણકારી તે તે અપેક્ષાએ વધતી જાય છે, અને એ આવરણો પૂર્ણતાએ ક્ષીણ થાય ત્યારે આત્માનું કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટ થાય છે. આમ જ્યારે આવરણો હળવાં થાય છે ત્યારે સર્વ દર્શનને ઊંડાણથી સમજવાની શક્તિ પ્રગટતી જાય છે. આપની કૃપાથી અમે પણ આ છએ દર્શનને તત્વની દૃષ્ટિથી સમજવા લાગ્યા છીએ, તેથી નિર્ણય થયો છે કે જિનદર્શનમાં બધાં દર્શનો સમાઈ જાય છે, ત્યારે અન્ય દર્શનોમાં જિન દર્શનનો અમુક ભાગ જ સમાવેશ પામે છે. આમ છએ દર્શનનો યથાર્થ વિવેક પ્રગટયા પછી, કોઈ પણ શાસ્ત્રીય અભિનિવેશ જીવને રહેતો નથી, પ્રભુજી! અમને પણ આવો અભિનિવેશ આપની કૃપાથી રહ્યો નથી, કોઈ પણ દર્શન માટે હવે પક્ષપાત નથી, માત્ર જે જેમ છે તેમ સમજવાની શક્તિ આવવાની સાથે સર્વ પક્ષ પ્રતિ સમભાવ કેળવાતો જાય છે. કોઈ પણ પક્ષ માટેનો રાગ કે દ્વેષનો ભાવ જોર પકડતો નથી, માત્ર જૈન દર્શનની ઉત્તમતા અનુભવાય છે. તેની સાથે સાથે સત્ય તત્ત્વનું ગ્રહણ અને અસત્ય તત્ત્વનો ત્યાગ તટસ્થપણે કરી શકવાની શક્તિ અને વૃત્તિ અમારામાં આવતાં જાય છે. સામાન્ય રીતે આવી નિર્લેપતાવાળી ૭૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ દશા મળ્યા પછી, કેવળજ્ઞાન લેવામાં જીવને ઘણો ઓછો સમય લાગે છે તે અમને મહદ્ અંશે નિશ્ચિત જણાયું છે. શ્રી મુનિસુવ્રત પ્રભુના નિર્વાણ પછી છ લાખ વર્ષ ગયા પછી શ્રી નમિનાથ પ્રભુએ ધર્મસ્થાપના કરી હતી એ હકીકત ઉપરની સમજને સમર્થન આપે છે. ૨૨ શ્રી નેમિનાથ પ્રભુ! અહો જિનદેવ! અમારામાં ષડ્રદર્શનનો વિવેક જાગવાથી, અને આત્માના ખીલતા અંતરંગ ગુણોનો પરિચય વધવાથી સત્યને આધારે જ નમવું એવી વૃત્તિ તથા પ્રવૃત્તિ અમને મળતી ગઈ છે. આ નમનમાં કોઈ રાગદ્વેષની પરિણતિને, અથવા તો વ્યવહારિક ઉદ્દેશનું કોઈ સ્થાન નથી. નમનમાં આવતી સમર્પણતાને લીધે અમારી આત્માની પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવાની નેમ (લક્ષ) બંધાતી જાય છે; તેની સાથે સાથે વ્યવહારનયથી છૂટા થઈ, પૂરેપૂરા નિશ્ચયનયમાં રૂપાંતરિત થવાના લક્ષથી (નેમથી) અમારો આત્મા અપૂર્વકરણ કરવા ખૂબ ઉત્સાહીત થયો છે. શ્રી મુનિસુવ્રત સ્વામીએ આપેલા માર્ગદર્શનને અનુસરી અમારો આત્મા નિર્વિકલ્પપણામાં ટકી રહેવામાં ઠીક ઠીક આગળ વધી શક્યો છે; અને જ્યારે અમારો આત્મા સવિકલ્પ દશામાં ઊતરી આવે છે ત્યારે અમારી વર્તના વિશેષ શુદ્ધ, વધારે નિશ્ચયનયના પાલનવાળી થતી જાય છે અને નવા કર્મબંધનના કારણો ક્રમે ક્રમે ઘટતાં જાય છે તે અનુભવાતું જાય છે. સાથે સાથે જગતનાં પદાર્થો વિશે સાચી જાણકારી આવતાં તેમના પ્રતિનો અમારો મોહ ક્ષીણ થતો જાય છે, આત્મગુણો ચહાતા જાય છે અને તેથી સર્વઘાતી કર્મના ક્ષય માટેનો અંતિમ પુરુષાર્થ ઉપાડવાનો – ક્ષપક શ્રેણિએ ચડવાનો અમારો ઉત્સાહ વધતો જાય છે. તે માટે જરૂરી પાત્રતા મેળવવા અમે ખૂબ આતુર થઈ ગયા છીએ. આ સર્વ ઘાતકર્મોનો પૂર્ણતાએ ક્ષય કરવાની એક નેમથી – લક્ષથી વર્તવાની ભાવના રાખવા તથા વધારવા માટે અમારો આત્મા સફળ થતો જાય છે; તે પરમ કૃપા કરવા બદલ અમે આપના ઋણી થઈ હે નેમિનાથ પ્રભુ! અમે આપને ખૂબ ભાવથી વંદન કરીએ છીએ. અને વિનંતિ કરીએ છીએ કે જે સમજણ Page #111 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અમને આવી છે તેનો યથાર્થ ઉપયોગ કરી, ઉત્તમ આચરણ અમે કરી શકીએ, તેવી કૃપા અમારા પર કરજો. એ આધારથી અમારો પુરુષાર્થ એવો બળવાન થાઓ કે એક ઝાટકે અમે, અપ્રત્યાખાની, પ્રત્યાખ્યાની તથા સંજવલન પ્રકારનાં ક્રોધ, માન, માયા, લોભની સાથોસાથ જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મનો નાશ કરી નાખીએ; અને અમારો આત્મા આપ સમાન કેવળી સ્વરૂપને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય. તે માટે, અત્યાર સુધી અમે ક્યારેય મેળવ્યું નથી તેવું ક્ષપકશ્રેણિનું આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન મેળવી, આગળ વધી તેરમા સયોગી કેવળી ગુણસ્થાને સ્થિર થઈ જઈએ એવા આશીર્વાદ માંગી વંદન કરીએ છીએ. શ્રી નેમ પ્રભુ! અમે એક આત્મશુદ્ધિની નેમથી વર્તીએ છીએ ત્યારે આત્મામાં જે પવિત્રતાની વૃદ્ધિ થાય છે તેના ફળરૂપે જગતના શાતાકારી પદાર્થો અમને લલચાવવા આવતા રહે છે, તે વખતે આપ પ્રભુ આપના જીવનમાં તે પ્રલોભનોથી કેવી રીતે દૂર રહ્યા હતા તેની જાણકારી, અમને પ્રલોભનોથી બચાવવામાં ખૂબ મદદરૂપ થઈ રહી છે. આત્મશુદ્ધિની અમુક માત્રાએ પહોંચ્યા પછી અમને કેટલીક લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રગટવા લાગી છે. આવી સ્થિતિમાં ઘણા જીવો લબ્ધિ આદિથી આકર્ષાઈ સંસારની સુવિધાઓ વધારવા લલચાઈ જાય છે. સંસારના અન્ય શાતાના પ્રસંગોના ઉદયોમાં ન લલચાનારા પણ કેટલીક વખત લબ્ધિસિદ્ધિના મોહમાં પડી આત્મવિકાસના રોકાણમાં અટવાઇ જાય છે, એવી જાણકારી તમારી તરફથી મળતાં, એ સમજણ અમારા માટે દીવાદાંડીરૂપ બની ગઈ છે. અમારી ખૂબ ખૂબ નમ્ર વિનંતિ છે કે આવા કોઈ પ્રલોભનો કે આકર્ષણમાં અમારો આત્મા ખેંચાય નહિ એવું આજ્ઞાનું કવચ અમને તમે પહેરાવશો; અને પુરુષાર્થ ઉત્તમતાએ કરાવી શુદ્ધિના માર્ગનું જાણપણું અને આચરણ ત્વરાથી કરાવજો. આ જાણકારી કરાવવવામાં તમારું ચરિત્ર ખૂબ સહાયકારી થયું છે, અને આપની વર્તના અમને સન્માર્ગે દોરવામાં સફળ થઇ રહી છે, તે અમારું સદ્ભાગ્ય છે. ગૃહસ્થ જીવનમાં આપનો સગપણ સંબંધ ઉગ્રસેન રાજાની પુત્રી, રાજકુમારી રાજીમતી સાથે થયો હતો, જેની સાથે તમારે પૂર્વના સાત ભવ સુધી શુભ ૭૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ સંબંધ રહ્યો હતો. લગ્ન કરવા માટે તમારી જાન ઠાઠમાઠથી રવાના થઈ. લગ્નસ્થળ પાસે પહોંચતાં, જાનને જમાડવા માટે એકઠા કરેલા પશુઓનો સંહાર કરવાની હકીકત તમારા જાણવામાં આવી, પશુસંહારથી છૂટવા તમે લગ્ન કર્યા વિના પાછા ફરી ગયા. આ પ્રસંગથી રાજીમતીને ખૂબ આઘાત લાગ્યો, અને રાજીમતીએ તમને પાછા વાળવા જુદી જુદી યુક્તિ પ્રયુક્તિથી વિનંતીઓ કરી. તમે પ્રભુએ સર્વ વિનંતિને અમાન્ય કરી, વીતરાગતા ભણી આગળ વધવાનું ચાલુ રાખ્યું. અંતરંગ સમજણ વધતાં રાજીમતી પણ તમારી પાસે દિક્ષિત થયાં, સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું, અને મોક્ષસુખના અધિકારી બન્યાં. આપની આ જીવનકથા અમને શ્રેણિ માંડતા પહેલાં તેમજ શ્રેણિમાં કેમ વર્તવું તેની ઊંડી સમજ આપે છે. અનાદિકાળથી અમારો આત્મા સંસારી ભાવો સાથે જોડાયેલો હતો. તેમાં શુદ્ધિ વધારી સાતમા ગુણસ્થાન સુધી અમે વિકાસ કર્યો ત્યારે સાતમા ગુણસ્થાને સંસારી ભાવનું રહિતપણું મુખ્યતાએ અનુભવ્યું, પરંતુ છઠ્ઠા ગુણસ્થાને આવતાં જ એ સંસારીભાવ અમારા પર સવાર થઈ, અમારા આગળ વધવાના ભાવને રોકે છે. અમે જ્યારે સર્વભાવ રહિત થવાનો પુરુષાર્થ ઉપાડવા ઇચ્છીએ છીએ, ત્યારે સંસારીભાવ અમને પોતાની સમગ્ર તાકાતથી પોતા તરફ ખેંચે છે; જે રીતે રાજીમતીએ આપને જુદી જુદી યુક્તિઓ દ્વારા પાછા વાળવાનો પ્રયત્ન કર્યો છે તે રીતે; સંસારીભાવ લબ્ધિ, સિદ્ધિ અન્ય સુવિધાનું આકર્ષક રૂપ લઈ અમને પીગળાવવા માગે છે. તે વખતે, તમે રાજીમતીની સર્વ વિનંતિઓને અમાન્ય કરી વીતરાગતા ભણી મક્કમપણે ડગ ભરતા ગયા, આગળ વધતા ગયા, તે રીતે અમારે પણ આ બધી લબ્ધિ, સિદ્ધિ, સુવિધા આદિને ઓળંગી, અમાન્ય કરી મક્કમપણે વીતરાગતા વિકસાવવી છે. અર્થાત્ શ્રેણિમાં અમારે એવો બળવાન પુરુષાર્થ આદરવો છે કે જેથી, જે જે કર્મો ઉદયમાં આવતા જાય તે સર્વનો અને તેની સાથે સાથે સર્વ સત્તાગત ઘાતીકર્મોનો ક્ષય થતો જાય. ઘાતીકર્મના એક પણ કર્મ પરમાણુને અમારે અમારા આત્મપ્રદેશ પર રહેવા દેવું નથી, જો એકાદ પરમાણુ કે કર્મ બચી જાય તો તે સમય આવતાં ઉગ્નરૂપ ધારણ કરી અમને પતનની ખાઇમાં નાખવા મથશે. એટલે કે આત્માની પરમ શાંત તથા ૭૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શીતળમય અનુભૂતિમાંથી બહાર ખેંચી કાઢી, અશાંતિવાળી સવિકલ્પ નીચલી કક્ષામાં અમને ઊતારી મૂકશે. બીજી રીતે કહીએ તો અમે ક્ષપકને બદલે ઉપશમ શ્રેણિએ ચડી, અગ્યારમાં ગુણસ્થાનથી નીચે પટકાઈ છઠ્ઠા ગુણસ્થાન સુધી નીચે આવી જઇશું. અમારે આવી દશા જોઇતી નથી, તેથી અમે મહાઉઝ પુરુષાર્થ કરી, સર્વ કર્મનો સતત ક્ષય કરતા રહી, મહામૂલા મોક્ષરત્નને મેળવવા જ ઝંખીએ છીએ. આ ઉપરાંત, તમારી મક્કમતા જોયા પછીથી, રાજીમતી પણ દીક્ષા લઈ, સન્માર્ગ પામી સર્વજ્ઞ થયાં, તે જ પ્રકારે અમારે માટે લબ્ધિ, સિદ્ધિ અને સુવિધાઓ પણ સન્માર્ગ સ્વીકારી, મોક્ષરત્નમાં ભળી જઇ, અનંત ચતુષ્ટયપણું ધારણ કરશે; સર્વજ્ઞપણું પ્રગટ થવાથી આ લબ્ધિ આદિ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્યમાં વિલિન થઈ શુદ્ધ આત્મા સાથે એકપણું ધારણ કરશે. આ પ્રકારે આપના જીવનમાંથી શ્રેણિમાં અમારે કેવું વલણ ધારણ કરવું જોઇએ તેનું સુંદર માર્ગદર્શન અમને મળ્યું છે. આવો બોધ સમજાવવા માટે અમે આપનો ખૂબ આભાર માનીએ છીએ. અને એ બોધ અનુસાર જ અમે શ્રેણિમાં વર્તી શકીએ એવી ભાવના ઉત્કૃષ્ટતાથી ભાવીએ છીએ. અમે તેથી આપને પ્રાર્થીએ છીએ કે, “હે મોક્ષદાતા! અમારી પાસે અત્યારથી જ એવી તૈયારી કરાવો કે અમે ક્ષપક શ્રેણિએ જ ચડીએ; અને વહેલામાં વહેલી તકે ઉપશાંતમોહ નામનું અગ્યારમું ગુણસ્થાન ઓળંગી, બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનને પસાર કરી, તેરમા સયોગી કેવળી નામના ગુણસ્થાને આવી, આત્મશુદ્ધિની કષાયરહિત દશાનો પૂર્ણતાએ અનુભવ કરીએ. પૂર્ણતા પામવાની અમને એવી ઊંડી લગની આપો કે જેથી આસપાસનાં કોઇ પણ તત્ત્વો અમને લેશ માત્ર આકર્ષી શકે નહિ. આ લગની એવી હોજો કે અમે શ્રેણિમાં હોઈએ ત્યારે આત્માની અદ્ભુત શાંતિમાં પણ અમે એક સમય માટે રોકાઇએ નહિ, અને પ્રત્યેક સમયે કર્મક્ષય વધારતા જ રહીએ, અર્થાત્ એક સમય માટેનો પણ પ્રમાદ અમે શ્રેણિમાં કરીએ નહિ.” શ્રી નમિનાથ પ્રભુના નિર્વાણ પછી, પાંચ લાખ વર્ષ ગયા પછી શ્રી નેમિનાથ પ્રભુએ ધર્મપડહ વગડાવ્યો. આ આંતરો છઠ્ઠા સાતમા ગુણસ્થાને કરવી જોઇતી શ્રેણિની ૮૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ તૈયારીનો ક્રમ સૂચવે છે. છઠ્ઠા સાતમાં ગુણસ્થાન વચ્ચે ઝૂલતો જીવ સંસારીભાવ અને વીતરાગભાવ વચ્ચે ઝૂલે છે, ત્યારે એક વખત ખૂબ બળ કરી જીવ સંસારીભાવનો ક્ષય કરી, વીતરાગભાવનો અધિષ્ઠાતા બને છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવે છે. સંસારીભાવનું પૂર્ણતાએ વીતરાગ ભાવમાં પરિવર્તન એ જ શ્રેણિ. ૨૩ શ્રી પારસનાથ પ્રભુ! શ્રી નેમિનાથ પ્રભુના આશ્રયે અમારા આત્માએ બોધ ગ્રહણ કરી શ્રેણિ માંડવા માટેની તૈયારી શરૂ કરી છે, એ માટેનો અધિકાર આપવા માટે અમે ખૂબ ભાવથી વંદન કરી, ઋણનો સ્વીકાર કરીએ છીએ. આવી સુંદર તક મળતાં સર્વ ઘાતકર્મોનો ક્ષય કરવા અમારે ઉગ્ર પુરુષાર્થ કરવા મંડી પડવું છે, અને પૂર્ણતાએ તે કર્મોનો ક્ષય કરીને જ જંપવું છે; અને ત્યાં સુધી અમારે એક સમય માટે પણ પુરુષાર્થહીન કે પ્રમાદી થવું નથી. શ્રેણિ પૂર્ણ થતાં આત્માને પારસમણિ જેવો નિર્મળ કરવો છે, ધ્રુવપદમાં અને શાશ્વતપદમાં રમનાર બની તેના ભોક્તા થવું છે. કેવળી સ્વરૂપ પ્રગટાવી આવું ઉત્તમ ધ્યાન મેળવવું છે. તે માટેનો ઉત્તમ સહારો આપનાર તમારો ખૂબ ખૂબ ઉપકાર માની ભક્તિભાવથી અમે વંદન કરીએ છીએ. અહો જિનેશ્વર દેવ! સર્વજ્ઞપણાના વેદનમાં તમે સર્વ પ્રકારની કામનાઓથી રહિત થયા છો, ઇચ્છા નિરોધ તપસ્વી બન્યા છો, એ ઉપરાંત સર્વજ્ઞપણાની ઉત્તમ સ્થિતિને શાશ્વત કરી, અન્યને પણ એવાજ કામનારહિત થવામાં સહાયકારી થતા રહો છો. જેઓ સ્વછંદ ત્યાગી તમારા શરણમાં આવે છે, તેઓને તમે તમારા જેવા સર્વજ્ઞા બનાવો છો; તમારું આ કાર્ય પારસમણિ કરતાં પણ ઉત્તમ પ્રકારનું છે. પારસમણિનો સ્પર્શ પામી લોઢું સુવર્ણ બને છે, પણ પારસમણિ બનતું નથી, ત્યારે તમારો ઉત્તમ સ્પર્શ પામી જીવ શિવ બની, અન્યને પણ શિવ કરવાની શક્તિ મેળવી લે છે, એટલે કે અન્યને તમે તમારા સમાન બનાવો છો. આ રૂપ મેળવવાની ભાવના અમારામાં ઉત્કૃષ્ટ થતી જાય છે, એટલે કે સર્વજ્ઞપણું મેળવી અન્યને પણ સર્વજ્ઞ કરવાની ભાવના સેવા કરીએ છીએ. Page #115 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તમારી અસીમકૃપાથી સર્વજ્ઞપણું એટલે શું તેની અમને જાણકારી આવતી જાય છે. સર્વનો જાણનાર તે સર્વજ્ઞ. ત્રણે લોકના પ્રત્યેક પદાર્થનું ત્રણેકાળનું જાણપણું અને અલોકનું પણ જાણપણું તેમાં સમાય છે. વળી, પોતાના સ્વભાવનું અખંડપણે અનુભવપણું એ કેવળજ્ઞાન. તેમાં એક સમય માટે પણ આત્મા સ્વભાવથી વ્યુત થતો નથી. પ્રભુ, અમારી અલ્પજ્ઞતાને કારણે અમને ગુંચવણ થાય છે કે સ્વસ્વરૂપમાં જ એકરૂપ રહેવા છતાં લોકાલોકનું જ્ઞાન આત્માને કેવી રીતે સંભવે ? અહો આત્મવૃત્તિમાં એકાકાર રહેનાર પ્રભુ ! આ વિશેની સમજણ આપની કૃપાથી અમારામાં આવતી જાય છે. તે અહીં વ્યક્ત કરી અમારી સમજણને સ્પષ્ટ કરવા માગીએ છીએ. આત્મા પોતાનાં સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પોતાનાં જ્ઞાનથી જાણી શકે એ તો સમજાય તેવું છે, કેમકે પોતે પોતાને તો જાણે જ. આત્મામાં જેમ પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે, એ જ રીતે તેનામાં બીજા પદાર્થોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રહી શકે નહિ. એટલે કે આત્મામાં તેના પોતાના દ્રવ્ય, ક્ષેત્રાદિ સિવાયના જગતના તમામ અન્ય પદાર્થોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું નાસ્તિપણું મૂળ આત્મામાં હોવું જોઇએ, તો જ આત્મા અન્ય પદાર્થોથી જુદો પડે. જો તેમ ન હોય તો સ્વપરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એક જ પદાર્થમાં રહે તો આત્મા અને બીજા પદાર્થો એકાકાર થઇ જાય. આખું જગત એકરૂપ બની જાય. પરંતુ આ જગતમાં તો સર્વ પદાર્થો જુદા જુદા ભાસે છે, તેને લગતા વ્યવહારો પણ જુદા જુદા થાય છે, એ સૂચવે છે કે દરેક પદાર્થમાં પોતપોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અસ્તિત્વ હોવું જોઇએ, જેને લીધે પ્રત્યેક પદાર્થ દ્રવ્યરૂપે રહી શકે છે. જેમ સ્વદ્રવ્યમાં પરનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રહેલાં નથી, તે જ રીતે સ્વદ્રવ્યનાં પોતાનાં એક જાતનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથે બીજા વખતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો અભાવ હોય છે. ઉદા. ત. જીવ નરકમાં હોય ત્યારે જે દ્રવ્ય, ક્ષેત્ર આદિ વર્તમાનરૂપે હોય, તે જ દ્રવ્ય, ક્ષેત્રાદિ પૂર્વકાલીન માનવભવમાં વર્તમાનરૂપે નહિ પણ ભૂતકાળની પર્યાયરૂપ હોય છે, વર્તમાનમાં તેનો અભાવ હોય છે. એ જ પ્રમાણે ભાવિના પર્યાયો પણ વર્તમાનમાં હોઈ શકતા નથી. વળી, કોઇપણ જ્ઞાનાદિ ગુણના સ્વપર્યાય બીજા સુખ ૮૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ આદિ પરપર્યાય રૂપે હોય છે. એમ એક જ આત્મામાં પ્રત્યેક ગુણનાં પ્રત્યેક પર્યાયમાં સ્વપર્યાયનું અસ્તિત્વ અને પરપર્યાયનું નાસ્તિત્વ હોય છે. આ રીતે અસ્તિત્વ તથા નાસ્તિત્વ એ બંનેના પર્યાયનું અસ્તિત્વ પ્રત્યેક પદાર્થમાં રહેલું છે, તે કારણે આત્મા પોતાનાં પર્યાયોનું અસ્તિત્વ જાણવા ઉપરાંત પોતામાં રહેલા પર પદાર્થના પર્યાયોના નાસ્તિત્વનું અસ્તિત્વ પણ જાણી શકે છે. બીજી રીતે કહીએ તો, પોતામાં કયા પદાર્થો અને તે પદાર્થોના પર્યાય નથી તે આત્મા જાણતો જાય છે. આમ તમામે તમામ પદાર્થ અને તેના પર્યાય આત્માએ પોતાનાં સ્વરૂપને પૂરેપુરું જાણવા માટે જાણવાં પડે છે, તે સિવાય તે પોતાનાં સ્વરૂપને યથાર્થ જાણી શકતો નથી. एगं जाणइ से सव्वं जाणइ, सव्वं जाणइ, से एगं जाणइ || અર્થ: જે એકને જાણે તે સર્વને જાણે, જે સર્વને જાણે તે એકને જાણે. આ રીતે સ્વ તથા પરપર્યાયની હાનિવૃદ્ધિ પોતામાં છે, તેમ બીજા દ્રવ્યમાં પણ છે; તે જાતના સરખાપણાને લીધે જે પોતાને બરાબર જાણી શકે, તે તેની સાથે અન્ય સકળ દ્રવ્યને પણ બરાબર જાણે. આવી સર્વજ્ઞપણાની શક્તિ આત્મામાં પ્રગટ થવાનું કારણ આત્માનો અગુરુલઘુ ગુણ છે. આ ગુણ યથાર્થતાએ વાણીને અગોચર છે, તેથી છદ્મસ્થ જીવનાં જ્ઞાનને પણ અગોચર હોય તો તેમાં નવાઈ શી? તેથી સમજાય છે કે કેવળજ્ઞાનને યથાતથ્ય જાણવા માટે તે દશા પ્રગટવી જોઇએ; તે દશા વિના કેવળજ્ઞાનને પૂર્ણપણે જાણવું અસંભવ જેવું છે. શ્રી પારસનાથ જિન! તમે પારસમણિના રસ જેવું, બલ્ક તેનાથી પણ ઉત્તમ કાર્ય કર્યું છે. તમે જીવને શિવ બનાવ્યા છે, અર્થાતુ છદ્મસ્થને કેવળીપ્રભુ કરી તમારા સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્રના ધારક બનાવ્યા છે, સાથે સાથે તેઓમાં અન્યને પણ કેવળી બનાવવાની શક્તિ તમે પ્રદાન કરી છે. પારસમણિ લોઢાને સુવર્ણ બનાવે છે એ સાચું, પણ તે સુવર્ણમાં અન્યને સુવર્ણ બનાવવાની શક્તિ પારસમણિ પૂરતો નથી. આ ઉપરાંત પારસમણિ તો જડ છે, ત્યારે તમે પ્રભુજી, આનંદના ઘનરૂપ અને પ્રસન્નતામય રસથી ૮૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ભરપુર ચેતન છો. આ બંને અપેક્ષાથી વિચારતાં તમારું ઉત્તમપણું અમે અનુભવી શક્યા છીએ. બારમા ગુણસ્થાન સુધી જીવ છદ્મસ્થ છે, તે કેવળજ્ઞાન રહિત છે, પણ તે પછીના જ સમયે આત્મા કેવળજ્ઞાની થઈ સર્વજ્ઞપણું પ્રગટાવી પૂર્ણ થાય છે. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી, પોણા ચોરાશી હજાર વર્ષ પસાર થયા પછી શ્રી પારસનાથ – પાર્શ્વનાથ પ્રભુએ ભરતક્ષેત્રમાં ધર્મ પ્રવર્તાવ્યો. શ્રી પારસનાથ પ્રભુના શરણાંથી સમજવામાં આવ્યું કે શ્રેણિને અખંડપણે પૂરી કરવા માટે પ્રભુનું શરણ અનિવાર્ય છે. જો જીવ શરણ બહાર નીકળી જાય તો તે શ્રેણિમાં અધવચ પ્રમાદી બની, નીચે ઉતરી જાય છે. અને બધો પુરુષાર્થ ફરીથી કરવાનો રહે છે. પારસમણિના સ્પર્શમાં હોય ત્યાં સુધી લોઢું સુવર્ણમાં પલટાતું જાય છે, પણ લોઢું પૂરેપુરું પલટાઇ રહે તે પહેલાં જ જો પારસમણિનો સ્પર્શ હઠાવી લેવામાં આવે તો બાકી રહેલા લોઢાનો ભાગ લોઢારૂપે જ રહે છે, તે સુવર્ણરૂપ થતો નથી. આ હકીકત ઉપર વિચારેલા સિદ્ધાંતને પુષ્ટ કરે છે. તે સમજ્યા પછી અમે શ્રી પ્રભુને પ્રાર્થીએ છીએ કે હે પ્રભુ! પૂર્ણ થતાં સુધી, અમે ગ્રહણ કરેલા શરણનો ત્યાગ ન કરીએ એવી કૃપા અમારા પર કરો જેથી અમારું સાધકપણું પૂર્ણ સફળ થાય. આપની આ કૃપા પામવા ખૂબ ભક્તિસહિત વંદના કરીએ છીએ. ૨૪ શ્રી મહાવીર વધમાન સ્વામી! શ્રી પારસનાથ પ્રભુના સ્પર્શથી છદ્મસ્થ જીવ પારસમણિ સમાન સ્વચ્છ અને શુદ્ધ થાય છે. ચારે ઘાતી કર્મોનો ક્ષય થવાથી આત્માનું વીર્ય પૂર્ણતાએ પ્રગટે છે. આ વીર્યની સહાયથી આત્મા એક પણ ઘાતકર્મ કે શાતા વેદનીય સિવાયનું એકપણ અઘાતી કર્મ બાંધતો નથી. ઉપરાંત, એ જ વીર્યની સહાયથી બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, સિદ્ધભૂમિનાં અનંત અવ્યાબાધ આત્મિક સુખને માણવાને શક્તિમાન થાય છે. આવું અદ્ભુત વીર્ય પ્રગટાવવું જોઇએ, તથા તે વીર્ય કેમ સ્તૂરાવવું તેની જાણકારી શ્રી મહાવીર વર્ધમાન સ્વામી ! આપના તરફથી મેળવતાં અમને ખૂબ આનંદ થયો છે. ૮૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ વીરતાનું ઉત્કૃષ્ટપણું જેનામાં હોય તે જ ખરા મહાવીર. મળેલા વીર્યને સતત વધારતા જવું, તેનું વર્ધમાનપણું કરવું તે મહાવીરનું કર્તવ્ય ગણાયું છે. આઠે કર્મનો ક્ષય કરી, પૂર્ણ શુદ્ધ થઈ, સિદ્ધભૂમિમાં સ્થાયી થવા માટે આ ઉત્તમ વીર્ય અનિવાર્ય છે. આપ વર્ધમાન સ્વામી પાસેથી ભાવિમાં અમને ખૂબ ઉપયોગી થાય તેવી આ સમજણ પામીને અમે ધન્યતા અનુભવીએ છીએ. કારણ કે વીર્યની વર્ધમાનતાથી જ અમારાં ચારે ઘાતી કર્મોનો ક્ષય ભાવિમાં થઇ શકવાનો છે, અને એ જ વીર્યના આધારે નવું એક પણ ઘાતી કે શાતાવેદનીય સિવાયનું અઘાતી કર્મ અને બાંધીશું નહિ. વળી, પૂર્વ સંચિત અઘાતી કર્મો પ્રત્યેક સમયે નિવૃત્ત કરતા જઇ આઠે કર્મથી મુક્ત થઈ અમે મુક્તિનાં સુખને માણીશું. અહો શ્રી વીરપ્રભુ! આપની કૃપાદૃષ્ટિથી અમને સમજાયું છે કે અમારા જેવા છદ્મસ્થ જીવોનું વીર્ય વેશ્યા સાથે યોગ-જોડાણ કરીને સ્થૂળ તથા સૂક્ષ્મ ક્રિયાઓ કર્યા જ કરે છે. એના પરિણામે પ્રત્યેક સમયે અમારો આત્મા અનંતથી અનંતાનંત પુદ્ગલ પરમાણુઓની વર્ગણા સ્વીકારી, આત્માના પ્રદેશોને કર્મથી આવરી દે છે. આપની આપેલી સમજણથી અમને જણાયું છે કે જેમ જેમ વીર્યની ખીલવણી થતી જાય છે તેમ તેમ કર્મક્ષય થતો જાય છે, અને યોગની પ્રક્રિયા મંદ થાય છે. સર્વ ઘાતી કર્મોનો પૂર્ણતાએ ક્ષય થાય છે ત્યારે આત્માનું વીર્ય ઉત્કૃષ્ટતાએ પહોંચે છે, તેથી કેવળી પર્યાયમાં આત્મા યોગ સાથે સતત જોડાયેલો રહેતો નથી; એટલે કે યોગની ક્રિયા આત્મામાં પ્રવેશ પામી શકતી નથી. કેવળીપ્રભુ અમુક અમુક સમયના આંતરે યોગ સાથે એક સમય માટે જ જોડાય છે, ત્યારે અનંત શાતાવેદનીયના પરમાણુઓ જ ગ્રહણ કરે છે, બીજા કોઇ પણ પ્રકારનાં કર્મ ગ્રહતા નથી, ગ્રહણ કરેલા શાતાવેદનીયના પરમાણુઓ બીજા સમયે જ વેદીને ખેરવી નાખે છે, અને તેની સાથે પૂર્વ સંગ્રહિત ચાર અઘાતી કર્મના પરમાણુઓ પણ ભોગવાઇને ખરતા જાય છે. આમ પ્રભુનો આત્મા જ્યારે યોગ સાથે જોડાયેલો હોતો નથી, ત્યારે યોગની આત્મા પર અસર થતી નથી. વળી વીર્યની આ ઉત્કૃષ્ટતા હોવાથી આત્માને યોગની સાથેના જોડાણ વખતે માત્ર શાતા વેદનીયનો જ આશ્રવ થાય છે. ૮પ Page #119 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રભુ! અમે આ વીર્યની ઉત્કૃષ્ટતા સુધી પહોંચી શકીએ એવો પુરુષાર્થ મેળવવા પ્રાર્થીએ છીએ. જીવને ત્રણ પ્રકારનાં વીર્ય પ્રગટી શકે છે (૧) મૈથુન સુખ ભોગવવામાં ઉપયોગી થાય તે શરીર ધાતુરૂપ વીર્ય – શારીરિક વીર્ય, (૨) મન, વચન તથા કાયાના યોગ મારફત ભોગવાતું આત્માનું બળ, તેને લીધે વિભાવમાં જઇ, કર્મબંધન કરી આત્માને સંસારમાં ચતુર્ગતિમાં શાતા – અશાતા ભોગવવા ભમવું પડે છે તે સાંસારિક વીર્ય, (૩) મન, વચન તથા કાયાના યોગને નબળા કરી, રત્નત્રયની આરાધનથી વીયતરાયનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક ભાવે જે અક્ષય આત્મિક વીર્ય પ્રગટ થાય છે તે શૈલેશી વીર્ય અથવા ક્ષાયિક વીર્ય. જે જીવનું વીર્ય કામને વશ થાય છે, તેનો આત્મા વિષય સુખનો ભોગી થાય છે. વળી મન, વચન તથા કાયાના ત્રણ યોગરૂપ વીર્યને લીધે જીવ સંસારનો ભોગી થાય છે. પરંતુ જો જીવ શૂરવીરપણું રાખી, આત્મામાં જ ઉપયોગવંત રહે તો તે આત્મા અયોગી – મન, વચન તથા કાયાના યોગ રહિત – બની ચૌદમા ગુણસ્થાને આવે છે. અહો મહાવીર! આપના નામમાંથી સૂચવન થાય છે તે પ્રમાણે અમારે મહાવીર – શૂરવીર બનીને તેનું વર્ધમાનપણું કરતાં કરતાં અમારા આત્મામાં જ ઉપયોગવંત થવાનું છે. આ પ્રકારે વર્તન કરીને અમે ચૌદમા અયોગી ગુણસ્થાન સુધી વિકસી શકીશું, અને સિદ્ધાલયના વાસી થઈ અનંત અવ્યાબાધ સુખનો ભોગવટો કરવા ભાગ્યવંત થઇશું. આવું ઊંડું અને અદ્ભત રહસ્ય સમજાવવા બદલ આપનો ખૂબ ઉપકાર માની વંદીએ છીએ. આપની અવર્ણનીય કૃપાથી જ અમે જાણી શક્યા છીએ કે આવા ઉત્તમ વીરપણાનું પ્રેરક જે વીર્ય છે, તેનું ઉત્પત્તિસ્થાન તો આત્મા જ છે, દેહ નથી. જેમ જેમ આત્મા ધ્યાનમાં – સ્વરૂપ સ્થિરતામાં આગળ વધે છે, તેમ તેમ પોતાના આત્મામાં કેટલી સ્થિરતા છે, કેટલું વીર્ય પ્રગટ થયું છે તેની જાણકારી તેને ધ્યાનના જ્ઞાનથી આવી શકે છે. વીર્ય અને ધ્યાન એ દેહની પેદાશ કે એકાગ્રતા નથી, પણ મુખ્યતાએ આત્માની સ્થિરતા છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ આત્માનું વીર્ય જેમ જેમ ખીલતું જાય છે, તેમ તેમ તેનું પરાધીનપણું ઘટતું જાય છે. શરૂઆતમાં ધર્મના આરાધન માટે જીવને જાતજાતના બાહ્ય અવલંબનની જરૂર રહેતી હોય છે, પછી જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ તે બાહ્યના અવલંબન ઘટાડતો જાય છે, છોડતો જાય છે, અને તે પછીથી અંતરંગ અવલંબનનો ત્યાગ પણ કરતો જાય છે. શ્રેણિના બારમા ગુણસ્થાનના અંત સુધી તેને જે સગુરુનું અવલંબન હતું તે પણ છૂટી જાય છે. અને કેવળીપણામાં જે મન, વચન, કાયાનું અવલંબન રહ્યું છે, તે ચૌદમા ગુણસ્થાને છોડી આત્મા સિદ્ધ થાય છે. આમ સમર્થતા વધવાની સાથે આત્મા પરાધીનપણું ત્યાગી, પર પરિણતિનો પણ નાશ કરતો જાય છે, છેવટમાં અક્ષય એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આત્મા એકાંતે ભોકતા બને છે. શ્રી પારસનાથ પ્રભુના નિર્વાણ પછી માત્ર અઢીસો વર્ષે શ્રી મહાવીર વર્ધમાન સ્વામી ધર્મપ્રવર્તક બન્યા. ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડાઆઠ મહિના બાકી રહ્યા ત્યારે મહાવીર પ્રભુ મોક્ષે પધાર્યા. બીજા શબ્દોથી વિચારીએ તો કહી શકીએ કે શ્રી ઋષભદેવ સ્વામીથી શરૂ થયેલો આત્મમાર્ગ શ્રી મહાવીર પ્રભુમાં પૂર્ણતા પામ્યો. તેથી એક એક પ્રભુના ગુણો વિસ્તારથી વિચારી, તેમને અંતરંગથી ભજતાં સંસારી જીવ મુક્ત થઇ શિવપદનો સ્વામી થઇ શકે છે, તે સ્પષ્ટ થશે. ૮૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્ટર્શનને નમસ્કાર. – શ્રીમદ્ રાજચંદ્ર (આંક ૮૩૯) Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ સમ્યક્ત્વ પરાક્રમ પરાક્રમ એટલે સ્વપુરુષાર્થથી ચુત થયા વિના, ગમે તેટલા વિનો આવે તો પણ અડગ રહીને ઇચ્છિતની સિદ્ધિ કરવી. જે કાર્ય કરવામાં અનેક વિઘ્નો આવવાનો સંભવ હોય, જે કાર્ય વિરલા જીવો જ કરી શકે એમ હોય, અને એ કાર્ય જીવ સફળતાપૂર્વક પાર પાડે ત્યારે તે પરાક્રમ કહેવાય છે. આથી પરાક્રમ શબ્દથી કાર્યસિદ્ધિ કરવામાં નડતાં વિઘ્નો અને એ વિનો પાર કરવામાં ઉલ્લસિત થતું વીર્ય એ બંને યથાર્થ રીતે સૂચવાય છે. આથી જે જીવ પરાક્રમ કરવા ઈચ્છતો હોય તેણે વીર્યને ફોરવવું ઘટે, એટલું જ નહિ પણ સિદ્ધિ મેળવતા સુધીમાં ધીરજ, ખંત, ચીવટ આદિ ગુણો વિશેષતાએ ખીલવવા જોઈએ એ સ્વાભાવિક રીતે સમજાય તેવી બાબત છે. જો આ ગુણો પૂરતા પ્રમાણમાં ખીલ્યા ન હોય તો જીવ વિદન આવતાં જ કાર્ય અધૂરું છોડી નાસીપાસ થઈ અન્ય દિશામાં ફંટાઈ જાય છે, અને પરાક્રમી થવાને બદલે કાયર થઈ જાય છે. જીવ પુરુષાર્થ કરી ફોરવેલા વીર્યનો સદુપયોગ કે દુરુપયોગ કરતો રહે છે. જે જીવ સંસારની માયાજાળમાં અટવાઈ, ક્ષણિક સંસારી સુખની પાછળ દોડવામાં પોતાનું વીર્ય વાપરતો રહે છે તેના વીર્યનો દુરુપયોગ થાય છે, તેમાંથી સંસાર પરિભ્રમણ વધારવા સિવાય, જન્મ, જરા અને મૃત્યુના દુઃખમાં સબડવા સિવાય વિશેષ પ્રાપ્તિ થતી નથી. પરંતુ જે જીવ અનાદિકાળથી ચાલ્યા આવતા પરિભ્રમણથી છૂટવાના ભાવ કરે છે, સંસારથી છૂટી આત્મશાંતિ મેળવવાના પુરુષાર્થમાં નિમગ્ન રહે છે, આત્મવિકાસ એટલે કે આત્માનાં શુદ્ધિ અને શાંતિ વધારવા સતત પ્રયત્નવાન રહેવામાં જીવ વીર્ય વાપરે છે ત્યાં તેનાં ખીલેલાં વીર્યનો સદુપયોગ થાય છે. અને જેમ જેમ તે મળેલાં વીર્યનો સદુપયોગ કરતો જાય છે તેમ તેમ તેને પુરુષો તરફથી વધારે ને વધારે શુભ ૮૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વીર્યની ભેટ મળતી જાય છે. મળેલાં વીર્યનો સદુપયોગ કરવો તે સમ્યક્ત્વ છે, અને તે વીર્યને સન્માર્ગે વાપરીને ક્રમિક આત્મશુદ્ધિનાં પગથિયાં ચડતાં જવા તે “સમ્યકત્વ પરાક્રમ” કહી શકાય. આવાં પરાક્રમો એક પછી એક કરતાં જવા માટે તેના નિષ્ણાત માર્ગદર્શકની જરૂરિયાત છે. એમના સાથ વિના જીવ આડા અવળા રસ્તે ફંટાઈને ખોટા માર્ગે ચડી પોતાનું જ નુકશાન સ્વીકારી લે છે. આપણે અનુભવીએ છીએ તે પ્રમાણે આ સંસારમાં રહેતા પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે; વળી, સુખ મેળવવા સતત પ્રયત્ન પણ કરતાં રહે છે, તેમ છતાં મોટા ભાગના જીવો અનેક પ્રકારનાં કષ્ટો અને દુ:ખો સતત ભોગવતાં દેખાય છે. તેઓ સતત આકૂળતા અને અશાંતિથી ભરેલું જીવન જીવતાં દેખાય છે. જે દેહમાં તેઓ અત્યંત મારાપણું કરીને વર્તતા રહે છે, તે દેહનું સાચું સ્વરૂપ તેઓ સ્વીકારી શકતા નથી, મળેલો મનુષ્ય દેહ અપવિત્ર છે, નાશવંત છે, તે દેહમાં ગમે ત્યારે રોગ, પીડા, દર્દ, ઉદ્ભવતાં રહે છે, છતાં તેનો મોહ દૂર ન થવાને કારણે ઘણી વ્યાકૂળતા રાખી, તેની અશાતાથી છૂટવા મથ્યા કરે છે, પાંચ ઇન્દ્રિયોના મનગમતા સુખ ભોગવવા જીવ વલખાં માર્યા કરે છે, તે ઈન્દ્રિયોના ભોગોપભોગથી તેને જરાય તૃપ્તિ થતી નથી, પણ, આ સુખો ક્ષણિક, નાશવંત અને અતૃપ્તિકર હોવાથી તે જીવોની અશાતા સદાય વધતી જણાય છે. જીવ તથા જીવનની આવી દયનીય સ્થિતિનો વિચાર કરી, વિચારક એવા સંત મહાત્માઓને એમ લાગ્યું કે સુખને મેળવવાની ચાવી બીજી જ કંઈક હોવી જોઈએ. તેથી તેઓ સુખની સાચી વ્યાખ્યા અને સુખ મેળવવાનો સાચો રસ્તો પામવામાં વ્યસ્ત થઈ ગયા. તેમણે કરેલી વિચારણા અનુસાર જે સુખની પાછળ દુઃખ ડોકિયાં કરતું હોય, જે સુખ ક્ષણિક અને નાશવંત હોય તે સુખ નહિ પણ સુખાભાસ છે. સુખ તો શાશ્વત, અનંત અને ક્યારે પણ દુ:ખથી અનુસરાયું ન હોય તેવું હોવું જોઈએ. આ વ્યાખ્યાને અનુસરી, તે સુખને મેળવવાના પુરુષાર્થમાં તેમનો આત્મા લાગી ગયો. આ લક્ષને સિદ્ધ કરવામાં જેઓ અગ્રસ્થાને આવ્યા, જેમણે અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કર્યું, સાથે સાથે સમસ્ત જગતજીવોને એ સિદ્ધિ પ્રાપ્ત થવામાં મદદરૂપ ૯૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ થાય એવો અનુભવસિદ્ધ માર્ગ પ્રકશિત કર્યો, તેઓ આ જગતમાં “શ્રી તીર્થકર પ્રભુ” તરીકે ઓળખાયા. તેમને તથા તેમના કાર્યને ત્વરાથી અનુસરી, સ્વપર કલ્યાણના કાર્યમાં પોતાના શુદ્ધ આચરણથી લીન થયા તેઓ “શ્રી ગણધરજી” તરીકે સંબોધાયા. તેમની નિશ્રામાં રહી, તેમની કાર્યસિદ્ધિને પ્રત્યેક પગલે સ્વીકારી, એ રૂપ થવામાં નિમગ્ન થનારા “શ્રી આચાર્ય” બન્યા. આમ આચાર્યજી તેમની મૂળભૂત ભાવનાના અનુસંધાનમાં બે પ્રકારે કહેવાયા છે. બંને, જીવ સમસ્ત માટે કલ્યાણભાવ તો વેદે છે, પણ બંનેના વેદનની ઉત્કૃષ્ટતામાં ફેર હોય છે; વળી ગણધરજી શ્રી તીર્થંકર પાસેથી કલ્યાણભાવ કરવા માટે પ્રેરણા લે છે, ત્યારે આચાર્યજી ગણધર પાસેથી કલ્યાણભાવ કરવા માટેની પ્રેરણા સ્વીકારે છે. આવા ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વાર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનાર ઉપાધ્યાયજી પંચપરમેષ્ઠિ ભગવંતની શ્રેણિમાં જીવ સમસ્તના કલ્યાણ ઈચ્છનાર રૂપે સ્થાન પામ્યા. સાથે સાથે આ સહુના માર્ગબોધને અવધારી, પોતાના જીવનને પૂર્વ પરમેષ્ઠિના પેંગડામાં સમાવી, તેમાં સહુ જીવોનું કલ્યાણ ઈચ્છી એકાકાર બનનાર શ્રી સાધુજી અને સાધ્વીજી, મોક્ષના આરાધક જીવો માટે આદર્શ નમૂના રૂપ રહ્યા હોવાથી, પરમઈષ્ટ આત્માઓ તરીકે સહુ મોક્ષેચ્છક જીવોને સન્માનનીય છે. શ્રી તીર્થકર ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો અને અનુભવેલો શાશ્વત સુખનો માર્ગ શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી તથા શ્રી સાધુસાધ્વીજી દ્વારા અનુસરાયો છે. આ સુખ મેળવવું હોય તેણે પોતાના વીર્યને સમ્યક્ પ્રકારે વાપરી “સમ્યક્દર્શન” મેળવી, તે દર્શનની શુદ્ધિ કરતા જવી જોઈએ, એમ શ્રી- જિદ્રદેવે જણાવ્યું છે. આ સમ્યક્દર્શન સમકિત, સમ્યકત્વ, આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્માનુભવ આદિ અનેક એકાર્યવાચી શબ્દોથી પણ ઓળખાય છે. આ સમ્યક્ દર્શનનો અદ્ભુત મહિમા જ્ઞાનીજનોએ ગાયો છે. “સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.” - રાજચંદ્ર વચનામૃત આંક ૬૭૦. Page #125 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ न सम्यक्त्वसमं किंचित्त्रैकालये त्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यतनुभृताम् || ત્રણ લોકમાં અને ત્રણ કાળમાં સમ્યક્દર્શન જેવું બીજું કોઈ પ્રાણીઓને માટે કલ્યાણકારી નથી. તેવી રીતે મિથ્યાદર્શન જેવું બીજું કોઈ અહિતકારી નથી. – શ્રી સમંતભદ્રાચાર્ય (રત્નકરંડ શ્રાવકાચાર) अप्पसरुवह जो रमइ छंडवि सहु ववहारु। सो सम्माइट्ठी हवइ लहु पावइ भवपारु || જે સર્વ વ્યવહારને છોડીને, એક આત્માના સ્વરૂપમાં રમણ કરે છે, તે જ સમ્યકુદૃષ્ટિ છે, તે શીધ્ર ભવસાગરથી પર થઈ જાય છે. - શ્રી યોગેંદ્રદેવ (યોગસાર) सम्यक्त्वं परमं रत्नं शंकादिमलवर्जितम् । संसारदुःखदारिद्रं नाशयेत्सुविनिश्चितम् || શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત, સમ્યક્ દર્શન જ પરમ રત્ન છે, જેની પાસે એ રત્ન હોય છે, તેનું સંસારદુ:ખરૂપી દારિદ્ર નિશ્ચયે નાશ પામે છે. - શ્રી કુલભદ્રાચાર્ય (સાર સમુચ્ચય) सद्दर्शनमहारत्नं विश्वलोकैकभूषणा । मुकिपर्यंतकल्याणदानदक्षं प्रकीर्तितम् || આ સમ્યક દર્શન મહારત્ન છે, સર્વ લોકમાં અત્યંત શોભાયમાન છે, એને જ મોક્ષપર્યત સુખ દેવામાં સમર્થ કહ્યું છે. – શ્રી શુભચંદ્રાચાર્ય (જ્ઞાનાર્ણવ) Page #126 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ આવા અદ્ભુત તથા મહાન સમ્યક્દર્શનને પ્રાપ્ત કરતાં પહેલાં જીવ આઠ પ્રકારના કર્મના પાશમાં, અઢાર પાપસ્થાનકના સેવનથી ફસાયો હોય છે, સંસારમાં ભમે છે અને પોતાના અપૂર્વ સ્વભાવથી અજાણ રહ્યા કરે છે. સંસારમાં જીવ મુખ્યતાએ અસંજ્ઞીપણે રહે છે, માત્ર અલ્પકાળ માટે જ તે સંજ્ઞીપણું મેળવે છે. સંશી પંચેન્દ્રિયપણું પામ્યા પછી, મહત્ પુણ્યના યોગથી જીવ શ્રી સત્પુરુષના સમાગમમાં આવે છે. તેથી પણ વિશેષ પુણ્યોદય સંભવે ત્યારે તેને સત્પુરુષની સત્પુરુષરૂપે ઓળખાણ થાય છે; તેમના તરફથી રેલાતા કલ્યાણભાવનો તેને સ્પર્શ થાય છે, એટલે તેને સત્પુરુષ પ્રતિ પ્રેમભાવ જાગે છે; એ પ્રેમભાવ સામાન્ય જીવો પ્રતિ વેદાતા ભાવ કરતાં વિશેષ પ્રકારનો હોય છે. આ પ્રેમભાવ ઉઘડતાં તેને તેમના બોધવચનો પ્રતિ આકર્ષણ થાય છે. તેમની મુદ્રાની શાંતિ તેને સ્પર્શી જાય છે, અને તેને એવી પ્રતીતિ આવતી જાય છે કે આ મહાપુરુષ જે માર્ગદર્શન આપે છે તે જ યથાર્થ છે. આવું યથાર્થતાનું શ્રદ્ધાન, જાગેલા પ્રેમભાવમાં ભળવાથી, જીવને તેમનું કહ્યું કરવાની પ્રેરણા આપે છે. તેથી તે જીવ સત્પુરુષના દર્શાવ્યા પ્રમાણે ચાલવા અને આચરણ કરવા પુરુષાર્થ થતો જાય છે. આ પ્રકારે સત્પુરુષ માટે પ્રેમભાવ જાગ્યા પછી, તેમના આત્માના અપૂર્વ સ્વભાવની પ્રતીતિ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેમના પ્રતિનું શ્રદ્ધાન અને આજ્ઞાધીનપણું તે જીવ વધારતો જાય છે. તે દ્વારા જીવે અનાદિકાળથી જે કાર્ય કર્યું ન હતું, જેને કા૨ણે અનેકવાર સંક્ષીપંચેન્દ્રિયપણું પામવા છતાં ફરી ફરી અસંજ્ઞીપણામાં ધકેલાઈ ગયો હતો, તે કારણને નિવૃત્ત કરવા, તોડવા તે જીવ સક્રિય થાય છે, અને સમ્યક્દષ્ટ પ્રાપ્ત કરી, તેનું સતત વિશુદ્ધિકરણ ક૨વામાં અભૂતપૂર્વ એવું પરાક્રમ તે વિકાસક્રમમાં દાખવી જાય છે. આપણે જોયું તેમ “પરાક્રમ” એટલે અતિ કઠિન ગણાતું કાર્ય, અનેક વિઘ્નો તથા અડચણો પાર કરીને સફળ કરવું. સામાન્ય જીવ આરંભેલા કાર્યમાં વિઘ્નો આવતાં હિંમત હારીને ઉત્તમ કાર્યનો ત્યાગ કરી દે છે; ત્યારે વિરલા જીવો વિઘ્નોથી વારંવાર હેરાન કરાયા છતાં, આરંભેલા ઉત્તમ કાર્યનો ત્યાગ ન કરતાં તેને વળગી રહે છે, અને અંતમા કાર્યસિદ્ધિ કરે છે. આ રીતે ઉત્તમ કાર્યને ચીટકી રહીને સફળ થવામાં જીવનું ૯૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરાક્રમ સમાયેલું છે. આવા પરાક્રમ કરવા માટે વીર્યની ખીલવણી ખૂબ જ જરૂરી છે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, પૂર્ણ શુધ્ધ થવા સુધીનો પુરુષાર્થ કરવો એ ઘણું કઠણ કામ ગણાયું છે. સ્વેચ્છાથી કે સ્વચ્છંદથી સમ્યક્ત્વ મેળવવાનો પુરુષાર્થ કરવાથી, અનંતકાળ વહી જાય તો પણ સફળતા મળતી નથી, પણ યોગ્ય ઉત્તમ માર્ગદર્શકના સાનિધ્યમાં રહી, આરાધન કરવાથી એ જ સમ્યક્ત્વ બે ઘડીમાં પણ મળી શકે છે. આ પરથી તારણ નીકળે છે કે, સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવા માટે બે ચીજો જરૂરી છે ૧. જીવનું સંજ્ઞી પંચેન્દ્રિયપણું અને તેની સંસારથી છૂટવાની ભાવના એ મુખ્ય ઉપાદાન કારણ જરૂરી છે. ૨. છૂટવા માગતા જીવને યોગ્ય માર્ગદર્શન આપી, ઉત્તમ પુરુષાર્થ કરાવી શકે એવા સદ્ગુરુની પ્રાપ્તિ એ નિમિત્તકા૨ણ પણ જરૂરી છે. યોગ્ય ઉપાદાન અને નિમિત્તનો મેળાપ થાય ત્યારે સાચી કાર્યસિદ્ધિ થાય. અસંજ્ઞીપણામાં જીવ કંઈ સમજી શકતો નથી, વિચારી શકતો નથી, કંઈ નિર્ણય લઈ શકતો નથી, એ દશામાં તો જીવ, જેમ જેમ કર્મના હળવાભારે ઉદયો આવે, અને જેવા જેવા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના સંપર્કમાં આવે તેના આશ્રયે તેના જેવા ભાવ વેદી તે પરવશપણે નવા કર્મબંધનમાં જોડાતો જાય છે. તેથી તે જીવ સ્વતંત્રપણે છૂટવાના ભાવ કરી શકતો નથી. અને જ્યાં સુધી આ સંસારથી છૂટવાના ભાવ યથાર્થ રીતે જાગે નહિ, ત્યાં સુધી તેને સાંસારિક પદાર્થોનું આકર્ષણ · મોહ સંસારમાં જકડી રાખે છે; સંસારથી છૂટવા દેતો નથી. આથી છૂટવા માટે સંક્ષીપંચેન્દ્રિયપણું કે જેમાં જીવ સ્વતંત્રપણે ભાવ કરી શકે છે તે અને તેના પછી છૂટવાના સક્રિય ભાવ થવા એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. આ જરૂરિયાત જીવે પોતે પૂરી કરવાની છે. પોતે જ પોતામાં ભાવ જગાડવાના છે. બીજા સમજાવી શકે ખરા, પણ એવા ભાવ ઉત્પન્ન કરાવી શકે નહિ. ભાવ જીવે પોતે જ ઊગાડવા જોઈએ. બીજી બાજુ, જીવે સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવી છૂટવાના ભાવ કર્યા હોય, પણ તે માટે યોગ્ય માર્ગદર્શન મળતું ન હોય તો પણ કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. માર્ગના ૯૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ અજાણપણાને લીધે જીવ ગમે ત્યાં ભેખડે ભરાઈ, અયોગ્ય આરાધન કરી, મૂળ સિદ્ધિથી ઘણો દૂર ફેંકાઈ જાય છે. અયોગ્ય દોરવણી મળી હોવાથી, સંજ્ઞીપણું પણ અવરાઈ જાય એવી પ્રવૃત્તિ પણ તે ક્યારેક કરી બેસે છે. તેથી યોગ્ય માર્ગદર્શકની પણ ઘણી જરૂરિયાત રહેલી છે. સાચા ભોમિયા મળી જાય તો, તેની નિશ્રામાં આરાધન કરી જીવ નિર્વિઘ્ન આગળ વધી શકે છે. તેથી યોગ્ય ઉત્તમ માર્ગદર્શક પોતાને મળે એવી બળવાન ભાવના ભાવવી, તે છૂટવાના કામી જીવ માટે ખૂબ જરૂરી છે. આવી ભાવના પ્રભુ પાસે કરતા રહેવાથી અને વિજ્ઞરૂપ કર્મો માટે ક્ષમા માગતા રહેવાથી, સદ્ગુરુને મેળવવામાં જે કોઈ અંતરાય કર્મ સક્રિય થયા હોય કે થવાના હોય તેનો ક્ષય થતો જાય છે, પરિણામે જેમની સાથે શુભ ઋણાનુબંધ ઉદયમાં આવે તેવા ઉત્તમ સગુરુની સાથે તેનો મેળાપ થાય છે. આવા સગુરુનું માર્ગદર્શન મેળવી, તેમના સાનિધ્યમાં રહી, પોતાની કાર્યસિદ્ધિ જીવ કરી શકે છે. અનંતકાળના પરિભ્રમણમાં આ બે કારણોનો યોગ્ય મેળાપ થયો નથી, તેથી જીવની કાર્યસિદ્ધિ થઈ નથી. જે ભવમાં આ બે કારણો ઉપાદાન અને નિમિત્ત એકઠાં મળે તે ભવમાં સિદ્ધિ થવાથી જન્મ સફળ થઈ જાય છે. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ પર વ્યવસ્થિત વિચાર કરીએ છીએ ત્યારે લક્ષ થાય છે કે એ બેમાં ઉપાદાન કારણ વિશેષ બળવાન છે. જો ઉપાદાન તૈયાર હોય તો ભાવનાના બળથી જીવ નિમિત્ત કારણને ઉદયમાં લાવી શકે છે, પરંતુ જો ઉપાદાન તૈયાર ન હોય તો આવેલું નિમિત્ત નિષ્ફળ જાય છે. નિમિત્ત બળવાનપણે ઉપાદાન તૈયાર કરાવી શકતું નથી; જો કે અમુક માત્રામાં નિમિત્તની અસર ઉપાદાન ઉપર થાય છે, પણ તેની માત્રામાં ફરક રહે છે. શ્રી સગુરુના શરણ અને માર્ગદર્શનની સહાયથી જીવ પોતાની છૂટવાની ભાવનાને બળવાન કરતા રહી, સંસારમાં અનાદિકાળથી ચીટકી રહેલા મિથ્યાત્વ આદિ કર્મોનો ક્ષય કરવા પ્રવૃત્ત થાય છે. સગુરુ આશ્રયે પોતાના વીર્યને ફોરવી, પોતાની આત્મશુદ્ધિ કરવાના અને વધારવાના પુરુષાર્થને વેગ આપી પરાક્રમ કરતો રહે છે. આ ભાવના જેનામાં ખીલે છે, તેનામાં આ ગુણો ખીલતા જાય છે – ૯૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧. તે સત્પષના ચરણનો ઈચ્છુક હોય. ૨. સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય. ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર હોય ૪. બહ્મવ્રતમાં પ્રીતિમાન હોય. ૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવામાં ઉપયોગ રાખનાર હોય. ૬. ઉપયોગથી પળ પળ વ્યતીત કરનાર હોય. ૭. એકાંતવાસ વખાણનાર હોય. ૮. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી હોય. ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી હોય. ૧૦. પોતાની ગુરુતા દબાવનાર હોય. આવા ગુણો ખીલવવાની પ્રક્રિયાની શરૂઆત આ પ્રમાણે થાય છે. સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યા પછી, અકામ નિર્જરા કરતાં કરતાં જીવ જ્યારે ઘાતી કર્મોની સ્થિતિ પાંચ ક્રોડાક્રોડી સાગરોપમથી ન્યૂન કરે છે, ત્યારે તેના આત્મામાં “શુભ” નું આકર્ષણ પેદા થાય છે. નિત્યનિગોદમાંથી નીકળી પૃથ્વીકાયરૂપે જ્યારથી તે પરિભ્રમણ આરંભે છે ત્યારથી તે આઠ નિરાવરણ શુદ્ધ પ્રદેશોનો – આઠ ચક પ્રદેશોનો સ્વામી રહે છે. તેના આ આઠ રુચક પ્રદેશો પર કદી પણ આવરણ આવતું નથી. જ્યારે ઘાતકર્મોની સ્થિતિ ઉપર કહ્યા પ્રમાણે ન્યૂન થાય છે, ત્યારે જીવના આ આઠ રુચક પ્રદેશો બળ કરી તેને શુભના આકર્ષણમાં લઈ જાય છે. તેના પ્રભાવથી તે કોઈને કોઈ પુરુષ માટે અવ્યક્તપણે આકર્ષણ વેદે છે. એ આકર્ષણના પ્રભાવથી તે સપુરુષ દ્વારા ખેંચાઈને શ્રી તીર્થંકર પ્રભુની દેશના સાંભળવા જાય છે. શ્રી સપુરુષનું આકર્ષણ વેદી, શ્રી તીર્થંકર પ્રભુની દેશના સાંભળતાં તેને સંસારની અસારતાનો અછડતો લક્ષ આવે છે, તેની સાથે સાથે પ્રભુના આત્મામાંથી છૂટતા બળવાન કલ્યાણભાવના પરમાણુઓનો તે સ્પર્શ પામે છે. એ પરમાણુના સ્પર્શમાં તેને Page #130 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ પ્રભુની નિષ્કારણ કરુણાની બળવાન શક્તિનો પરિચય થાય છે. શ્રી અરિહંત પ્રભુના કલ્યાણભાવના શુદ્ધ પરમાણુઓ “આ અનુભવ સાચો છે” એવો હકારાત્મક ધ્વનિ તેના આત્મામાં ઉત્પન્ન કરાવે છે. અને એ વખતે એ જીવ અપૂર્વ શાંતિ વેદી પોતાના સમ્યક્ પુરુષાર્થની શુભ શરૂઆત કરે છે. શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં એક સમય માટે તે જીવ દેહથી ભિન્નપણાનો અનુભવ કરે છે. એટલે કે એક સમય માટે તે જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના અનુભવને “અંતવૃત્તિસ્પર્શ” કહેવામાં આવે છે. જો કે છબસ્થ જીવને એક સમયનું જ્ઞાન કે ભાન હોતું નથી, તેથી આ કઈ પ્રક્રિયા થઈ તેની કોઈ સમજણ તેને આવતી નથી; તેમ છતાં એક સમય માટે કર્મ સામેની લડાઈમાં તેણે કર્મ ઉપર જીત મેળવી હોવાથી જીવનું એ સૌ પ્રથમનું પરાક્રમ ગણાયું છે. તે વખતે જીવ એક સમય માટે પોતાના મોહ સાથેના જોડાણને તોડી સ્વનું અનુસંધાન કરે છે. આ જાતની પ્રક્રિયા, આ પૂર્વના અનંતકાળમાં પણ તેના સંબંધમાં થઈ નહોતી, પરંતુ હવે શ્રી તીર્થકર પ્રભુના યોગમાં આ પ્રક્રિયા તેના આઠ શુદ્ધ પ્રદેશના આધારથી ઉત્પન્ન થઈ છે, તે તેના સમ્યક્ પરાક્રમનું પહેલું સોપાન – પગથિયું બને છે. અનંતકાળનાં પરિભ્રમણમાં આ સૌ પહેલો એવો સમય છે કે જે સમયમાં તે મિથ્યાત્વનો નવો બંધ કરતો નથી. જો કે, બીજા જ સમયથી તેનું મિથ્યાત્વ બાંધવાનું કાર્ય શરૂ થઈ જાય છે; પરંતુ પ્રથમ સમયે કરેલું પરાક્રમ તે જીવને ભાવિમાં મોક્ષસુખનો અધિકારી બનાવે છે. એક સમય માટે જીવે અનુભવેલી દેહ તથા આત્માની ભિન્નતા તેના અભવિપણાને ટાળી ભવિપણાને પ્રગટ કરે છે. એક સમયનું થયેલું આ વેદન કાળના વહેવા સાથે વિકાસ કરે છે. તે જીવ પર જેમ જેમ અરિહંત પ્રભુ, સર્વજ્ઞ પ્રભુ અને સપુરુષની અસર વધતી જાય છે, તેમ તેમ તેનો વિકાસ થતો જાય છે. પ્રત્યેક જીવને માટે, પ્રથમ પરાક્રમ કરવા શ્રી તીર્થંકર પ્રભુની સહાય અનિવાર્ય છે. અંતવૃત્તિસ્પર્શ કરવો બીજા કોઈ શુદ્ધાત્માની સહાયથી શક્ય બનતો નથી. આ વિકાસ આગળ વધી આઠ સમયની ભિન્નતા સુધી પહોંચે છે તે પછીથી અન્ય કેવળી પ્રભુ સહાયક થઈ શકે છે, અને અસંખ્ય સમયની ભિન્નતા વેદતાં શીખ્યા પછી અન્ય Page #131 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઉત્તમ સપુરુષ અને સગુનો સાથ પણ કાર્યકારી થઈ શકે છે. જીવે અનુભવેલી એક સમય માટેની દેહથી ભિન્નતા, શ્રી તીર્થકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ “નિશ્ચયથી વ્યવહાર સમકિત” પામ્યો ગણાય છે. આ સમકિતની પ્રાપ્તિ થયા પછીથી જીવનું મિથ્યાત્વરૂપી નિદ્રામાંથી જાગવાનું શરૂ થાય છે. શ્રી સર્વજ્ઞપ્રભુ તથા પુરુષની છાયા પરોક્ષમાંથી પ્રત્યક્ષ થવા લાગે છે, તેથી એ જીવને સમ્યક્ પુરુષાર્થ કરવાનો ઉત્સાહ ક્રમે ક્રમે પ્રગટ થવા લાગે છે. જો કે આઠ સમય જેટલા નાના કાળનું સભાનપણું છદ્મસ્થ જીવને પ્રવર્તતું નથી, પણ જ્યારે તે અસંખ્ય સમય અને તેથી પણ વધારે કાળની ભિન્નતાના અનુભવની સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે તેને પોતાને વેદાતી ભિન્નતાનું સભાનપણું જાગવા લાગે છે. છદ્મસ્થ જીવની જાણકારી અસંખ્ય સમયવર્તી છે, એટલે દેહાત્માની ભિન્નતાનો કાળ અસંખ્યસમયથી વધે ત્યારે ક્રમે ક્રમે તે અનુભવનું પરોક્ષમાંથી પ્રત્યક્ષપણું થતું જાય છે. નિશ્ચયથી વ્યવહાર સમકિતની પ્રાપ્તિ કરવી તે જીવ માટે સમ્યકત્વ પરાક્રમનું બીજું પગથિયું ગણી શકાય. નિશ્ચયથી વ્યવહાર સમકિતમાં થોડા આગળ વધ્યા પછી, તે જીવ પર સપુરુષની બળવાન અસર પ્રત્યક્ષ થતી દેખાય છે. પુરુષની શાંત મુદ્રા, વચનામૃત અને સત્સંગ – સત્સમાગમ તેને અપ્રગટપણે ખેંચાણ કરે છે. તેથી તે જીવમાં આત્માના અપૂર્વ સ્વભાવનું આકર્ષણ વેદાવાની શરૂઆત થાય છે. શ્રી સત્પષમાં એકાકાર થયેલા કલ્યાણભાવ, અને એમાંથી પ્રગટ થતી શાંતિનું તેને સામાન્ય વેદન થાય છે. પરિણામે તેને એવી શાંતિ મેળવવાની ઝંખના જાગૃત થવા લાગે છે. આ ભાવનાની શરૂઆત એટલે સમ્યક્ આરાધનનો આરંભ. જીવ જ્યારે નિશ્ચયથી વ્યવહાર સમકિતમાં અસંખ્યાત સમયથી વધારે સમય માટે દેહ તથા આત્માની ભિન્નતા અનુભવતો થાય છે, તે પછીથી તે જીવ બાહ્યથી સત્સંવ, સદ્ગુરુ અને સત્કર્મ – સશાસ્ત્રનું આકર્ષણ વેદવાની શરૂઆત કરે છે. એને સત્સંગમાં બેસવું ગમતું થાય છે. પોતે સત્સંગમાં સુખ અનુભવતો હોય તેવી લાગણી વેદે છે. જીવને થતી આ અનુભૂતિ તેને આત્માના અપૂર્વ સ્વભાવનું ભાન કરાવવાની શરૂઆત કરે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ આવા જીવને સત્સંગમાં રુચિપૂર્વક બેસવાનું તથા સાંભળવાનું ગમે છે. તેના સંસારથી છૂટવાના ભાવ બળવાન થતા જાય છે, તેમ તેમ તેનું દર્શનમોહ કર્મ પાતળું થતું જાય છે, તેની સાથે ચારિત્રમોહના ક્રોધ, માન, માયા તથા લોભની અનંતાનુબંધી ચોકડી પણ નાની થતી જાય છે; અને એ જીવ યથાપ્રવૃત્તિકરણની ક્રિયા કરવા સભાગી થાય છે. યથાપ્રવૃત્તિકરણ કરવું એટલે પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમ કાળથી ન્યૂન કરવી. યથાપ્રવૃત્તિકરણ યથાપ્રવૃત્તિકરણની ક્રિયામાં જીવ આયુષ્ય સિવાયની સાતે કર્મ પ્રકૃત્તિને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમ કાળની કરે છે; અને આયુષ્ય કર્મ તો સદાકાળ તેનાથી નાનું જ હોય છે; તેથી એમ કહી શકાય કે જીવ યથાપ્રવૃત્તિકરણ કરીને આઠે મુખ્ય કર્મની સ્થિતિને એક ક્રોડાક્રોડી સાગરોપમથી ન્યૂન કરે છે. આ યથાપ્રવૃત્તિકરણ કરતી વખતે જીવ પ્રતિ સમયે અનંતગુણ વધતી વિશુદ્ધિએ પેસે છે, ત્યાં શુભ પ્રકૃતિઓનો બંધ કરે છે, પરંતુ તે બંધ પણ અંત:ક્રોડાક્રોડી સાગરોપમનો જ હોય છે. આમ યથાપ્રવૃત્તિકરણમાં જીવ પોતાની વિશુદ્ધિ પ્રતિ સમયે વધારે છે ખરો, પણ તેમાં તે પૂર્વસંચિત કર્મોનાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ કે ગુણસંક્રમણ કરતો નથી. તેમાં પ્રતિસમયે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ અધ્યવસાયના સ્થાનક હોય છે તે ષટસ્થાનક પતિત હોય છે. જો તે હીન હોય તો – ૧. અનંતભાગ હીના ૪. સંખ્યાતગુણ હીન ૨. અસંખ્યાતભાગ હીન ૫. અસંખ્યાતગુણ હીન ૩. સંખ્યાતભાગ હીન ૬. અનંતગુણ હીન અને જો તે અધિક હોય તો – ૧. અનંતભાગ અધિક ૪. સંખ્યાતગુણ અધિક ૨. અસંખ્યાતભાગ અધિક ૫. અસંખ્યાતગુણ અધિક ૩. સંખ્યાતભાગ અધિક ૬. અનંતગુણ અધિક ૯૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હોય છે. પ્રત્યેક સમયે અધ્યવસાય સ્થાનક વિશેષ અધિક હોય છે – ચરમ સમય સુધી. આ કરણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. આ સ્થિતિમાં આવ્યા પછી જીવને સત્સંગમાં રુચિ આવે છે, સપુરુષ અને સદ્ગુરુ પ્રતિ પ્રેમ જાગતો જાય છે, શ્રદ્ધા પણ ઉત્પન્ન થવા લાગે છે, એટલે કે શુભ વૃત્તિ અને પ્રવૃત્તિ તેના જીવનમાં વધવા લાગે છે. આવા સમયમાં પૂર્વે નિબંધન કરેલું મિથ્યાત્વ જીવને આડું આવે છે; અને તે કર્મ તેને પાછું સંસારની વાસનામાં બળવાનપણે ઘસડી જાય છે. એક બાજુથી કર્મનું ખેંચાણ અને બીજી બાજુથી સપુરુષનું આકર્ષણ: આ બે વિરોધી ભાવોની વચ્ચે જીવ ઝોલાં ખાધા કરે છે. આમાં કેટલાય જીવો કર્મના મારથી પીટાઈ પાછા હઠી જાય છે, અને મિથ્યાત્વ તેના પર જીત મેળવી, તેને સંસારના પરિભ્રમણમાં ફરીથી ખેંચી જાય છે. અનંતકાળચક્રના પરિભ્રમણમાં અનંતવાર આવું બને છે કે જીવ યથાપ્રવૃત્તિકરણ સુધી આવી પાછો હટી જાય છે, અમુક બળવાન ભૂલ કરી, પાતળાં પાડેલાં ઘાતી કર્મોને ફરીથી નબીડ કરી, સંસાર વધારી નાખે છે. યથાપ્રવૃત્તિકરણ સુધી અભવિ જીવ પણ આવી શકે છે. અનંતવાર આવી રીતે યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી, પાછો હઠયા પછી, એક વખત એવું બને છે કે જીવનો કર્મ ઉપર વિજય થાય છે. તેનું પાતળું પડેલું દર્શનમોહ અને હળવાં બનેલાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ તેનાથી દબાય છે. તેનામાં પુરુષનું આકર્ષણ વિજયી થાય છે, પરિણામે સત્પરુષ એ પોતા માટે સાચા તારણહાર છે એવો સદ્ગુરુભાવ તેનામાં આકાર લેતો જાય છે. પુરુષના શરણે રહેવાના, એમનો બોધ સાંભળવાના, અને એમની આજ્ઞા પ્રમાણે ચાલવાના ભાવ જાગૃત થઈ વધતા જાય છે. અંતરંગમાં વેદેલા ભાવો બાહ્ય આચરણમાં આવવા લાગે છે, અને જીવ કર્મ પર વાસ્તવિક જીત મેળવવાનું કામ શરૂ કરે છે. પરિણામે તે જીવને આત્માના અપૂર્વ સ્વભાવનું ભાન થવાની શરૂઆત થાય છે. યથાપ્રવૃત્તિકરણથી એ જીવ આગળ વધે ત્યારે તેને સમ્યકત્વ થતાં પહેલાં પાંચ પ્રકારની લબ્ધિ પ્રગટ થાય છે. ૧. ક્ષયોપશમ લબ્ધિ, ૨. વિશુદ્ધિ લબ્ધિ, ૩. દેશના લબ્ધિ, ૪. પ્રાયોગ્ય લબ્ધિ અને ૫. કરણ લબ્ધિ. ૧OO Page #134 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ ક્ષયોપશમ લબ્ધિ જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષયોપશમ થાય એવી સ્થિતિની પ્રાપ્તિ તે ક્ષયોપશમ લબ્ધિ. ઉદયકાળને પ્રાપ્ત સર્વ ઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવિકાળમાં ઉદયમાં આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ. આવી દેશઘાતી સ્પર્ધકોના ઉદય સહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ લબ્ધિ છે. વિશુદ્ધિ લબ્ધિ મોહનો મંદ ઉદય આવવાથી, મંદકષાયરૂપ ભાવ થાય કે જેથી તત્ત્વવિચાર થઈ શકે, તે વિશુદ્ધિ લબ્ધિ. દેશના લબ્ધિ શ્રી જિનેંદ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્ત્વોનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશના લબ્ધિ છે. નરકાદિમાં જયાં ઉપદેશનું નિમિત્ત પ્રત્યક્ષ ન હોય ત્યાં તે ઉપદેશબોધ પૂર્વના સંસ્કારથી થાય છે. પ્રાયોગ્ય લબ્ધિ કર્મોની પૂર્વસત્તા ઘટી અંતઃક્રોડાક્રોડી સાગર પ્રમાણ થઈ જાય. તથા નવીન બંધ પણ અંત:ક્રોડાક્રોડી સાગર પ્રમાણ થાય અને તે પણ એ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જ જાય. વળી, કેટલીક પાપ પ્રવૃત્તિઓનો બંધ ક્રમથી મટતો જાય ઇત્યાદિ જીવની યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે. આ ચાર લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને આવી શકે છે. આ ચાર લબ્ધિ પ્રગટયા પછી સમિત થાય તો થાય અને ન થાય તો રહી જાય. તત્ત્વવિચારવાળાને સમ્યક્ત્વ થવાનો કે હોવાનો નિયમ નથી. પરંતુ પાંચમી કરણલબ્ધિ જેને પ્રગટે તેને અવશ્ય ૧૦૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમકિત થાય એવો નિયમ છે. જેને પૂર્વે ચાર લબ્ધિ પ્રગટી હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યકત્વ થવાનું હોય તેને જ કરણલબ્ધિ પ્રગટ થાય છે. કરણલબ્ધિ આ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વકનો તો એટલો જ ઉદ્યમ હોય છે કે તે તત્ત્વવિચારણામાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે છે, અને તેથી સમયે સમયે તેનાં પરિણામ નિર્મળ થતાં જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તરત જ થઈ જાય, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગે કે તેને તેનું તરત જ શ્રદ્ધાન થઈ જાય. આ કરણલબ્ધિવાળા જીવનાં પરિણામ કેવી રીતે નિર્મળ થતાં જાય છે તેનું તારતમ્ય તો શ્રી સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનમાં જોયું છે, અને તેનું નિરૂપણ કરણાનુયોગમાં થયું છે. બાકી છબી જીવને એ સર્વ પ્રગટ સમજાતું નથી, એ જ્ઞાન તો શ્રી કેવળી પ્રભુના જ્ઞાનમાં જ સમાયેલું છે, કેમકે સમય સમયનું જ્ઞાન તો માત્ર તેમને જ સંભવે છે. આ કરણલબ્ધિના ત્રણ ભેદ છેઃ અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. ત્રિકાળવતી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામની અપેક્ષાએ આ ત્રણ નામ છે. તેમાં “કરણ” નામ પરિણામનું છે. અધઃકરણ – જ્યાં પહેલાં અને પાછલા સમયોના પરિણામ સમાન હોય તે અધઃ કરણ છે. જેમ કોઈ જીવના પરિણામ તે કરણના પહેલા સમયે અલ્પ વિશુદ્ધતા સહિત થયા, પછી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વધતા થયા; વળી, તેને જેમ બીજા, ત્રીજા આદિ સમયોમાં પરિણામ થાય તેવા અન્ય કોઈ જીવને પ્રથમ સમયમાં જ થાય, અને તેને તેનાથી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા વડે પરિણામ વધતાં હોય; એ પ્રમાણે અધઃકરણ જાણવું. કરણલબ્ધિના પહેલા અંતર્મુહૂર્ત કાળ પર્યત અધઃકરણ થાય છે. તેમાં ચાર આવશ્યક થાય છે – ૧. સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા થાય. ૧૦૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ ૨. નવીન બંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી ઘટતી જાય છે. - સ્થિતિબંધ પ્રસારણ. ૩. સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગબંધ અનંતગણો વધે. ૪. સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગબંધ અનંતમા ભાગે થાય. આ પ્રમાણે ચાર આવશ્યક થાય છે. આ કરણમાં જીવને તેજસ, પદ્મ, કે શુક્લ લેગ્યા હોય છે, સાકાર ઉપયોગ (જ્ઞાનોપયોગ) હોય છે; તે જીવ સર્વ શુભ પ્રકૃતિ જ બાંધે, પણ અશુભ પ્રકૃતિનો બંધ કરે નહિ. અશુભ પ્રકૃતિનો અનુભાગ ચોઠાણિયો હોય તે બે છાણિયો કરે અને શુભ પ્રકૃતિનો બે ઠાણિયો હોય તે ચોઠાણિયો કરે. કર્મનો સ્થિતિબંધ ક્રમે ક્રમે ઘટાડતો જાય અને પ્રતિ સમય જીવની વિશુદ્ધિ ખૂબ વધતી જાય. અપૂર્વકરણ – અધ:કરણ પછી અપૂર્વકરણ થાય છે. તેનો કાળ અધ:કરણ કાળના સંખ્યામાં ભાગ હોય છે. એમાં પહેલા અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય, તથા અધ:કરણવત્ જે જીવોને કરણનો પ્રથમ સમય જ હોય તે અનેક જીવોના પરિણામ પરસ્પર સમાન પણ હોય છે, તેમ અધિક હીન વિશુદ્ધતા સહિત પણ હોય છે. પણ એટલું વિશેષ છે કે પ્રથમ સમયની ઉત્કૃષ્ટતાથી દ્વિતીયાદિ સમયવાળાના જઘન્ય પરિણામ પણ અનંતગુણી વિશુદ્ધતા સહિત જ હોય છે. એ જ પ્રમાણે જેને કરણ માંડયે દ્વિતીયાદિ સમય થયા હોય, તેને તે સમયવાળાઓના પરિણામ સમાન વા અસમાન હોય છે, પરંતુ ઉપરના સમયવાળા પરિણામ તે સમયે સર્વથા સમાન હોય નહિ, અપૂર્વ જ હોય. આ અપૂર્વકરણે પ્રતિસમયે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનક હોય. તે પ્રતિસમયે છઠાણવડિયા હોય; પ્રત્યેક સમયે જીવની વિશુદ્ધિ અનંતગણી વધતી જાય, તે અપૂર્વકરણના છેલ્લા સમય સુધી રહે. આ અપૂર્વકરણને વિશે પ્રથમ ૧૦૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમયે જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અન્ય અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ પદાર્થ સમકાળે પ્રવર્તે. સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એક એક અંતર્મુહૂર્તથી ઘટાડે તેવી સ્થિતિઘાતકાંડ થાય. એમાં અપૂર્વકરણને પ્રથમ સમયે જેટલી સ્થિતિનું કર્મ હોય તે તેના ચરમ સમયે સંખ્યાતગુણ હીન થાય. તેનાથી અલ્પ, એક એક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના અનુભાગ(રસ) ને ઘટાડે તેવો અનુભાગકાંડઘાત થાય – રસઘાત થાય. આવા અનેક સહસ્રવાર રસઘાત થાય ત્યારે અપૂર્વકરણ થાય. ગુણશ્રેણિના કાળમાં ક્રમથી અસંખ્યાતગુણા પ્રમાણ સહિત કર્મને નિર્જરવા યોગ્ય કરે તેવી ગુણશ્રેણિ નિર્જરા થાય. અપૂર્વકરણને પ્રથમ સમયે અનંતાનુબંધી આદિક અશુભ પ્રકૃતિનું દલિયું અપર પ્રકૃતિને વિશે જે સંક્રમે તે સ્તોક હોય, તે પછીના પ્રત્યેક સમયે અસંખ્યાતગણું હોય તે ગુણ સંક્રમણ. અપૂર્વકરણના પ્રથમ સમયે અન્ય (અપૂર્વ) નવો સ્તોક સ્થિતિબંધ આરંભે. સ્થિતિબંધ અને સ્થિતિઘાત તે સમકાળે આરંભે અને સમકાળે પૂરા કરે, આ પ્રમાણે અપૂર્વકરણ થાય છે. અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે. અનિવૃત્તિકરણ – અનિવૃત્તિકરણનો કાળ અપૂર્વકરણના પણ સંખ્યામાં ભાગે છે. અનિવૃત્તિકરણમાં સમકાળે પ્રવેશેલા સર્વ જીવને એક જ અધ્યવસાય સ્થાનક હોય, પણ પહેલા સમયના વિશુદ્ધિ સ્થાનકની અપેક્ષાએ બીજા સમયનું વિશુદ્ધિ સ્થાનક અનંતગુણ હોય, આમ અનિવૃત્તિકરણના ચરમ સમય સુધી હોય. અનિવૃત્તિકરણમાં પણ અપૂર્વકરણમાં જણાવ્યા પ્રમાણેના પાંચ પદાર્થ પહેલા સમયથી જ સમકાળે પ્રવર્તે. ૧૦૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ અંતરકરણ – આ આવશ્યક સહિત કેટલોક કાળ ગયા પછી, અનિવૃત્તિકરણના કાળના ઘણા સંખ્યાત ભાગ ગયે અને એક ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધીની હેઠલી આવલિક માત્ર મૂકીને અંતરમુહૂર્ત પ્રમાણ અંતરકરણ, અભિનવ સ્થિતિબંધના કાળ પ્રમાણ અંતરમુહૂર્ત કરે. એટલે કે અમુક અંતર – કાળ સુધી અનંતાનુબંધી કે મિથ્યાત્વ કર્મોને ઉદયમાં આવી ન શકે તેવાં કરે છે, કેટલાંક કર્મોની ઉદીરણા કરી ભોગવી લે છે, અને કેટલાંક કર્મોને ધક્કો મારી, અમુક કાળ પછી જ ઉદયમાં આવી શકે એવાં કરે છે. તેથી વચમાનાં અંતરમાં - કાળમાં એ કર્મો ઉદયમાં આવી શકતાં નથી. આમ તે જીવ અનિવૃત્તિકરણના કાળ પછી, ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મનાં નિષકોનો અંતરમુહૂર્ત માત્ર અભાવ કરે છે, અને તે પરમાણુને અન્ય સ્થિતિરૂપ પરિણાવે છે, જેથી તેનો ઉદય થાય નહિ. આ પ્રક્રિયાને અંતરકરણ કહેવામાં આવે છે. અંતરકરણ કર્યા પછી તે જીવ ઉપશમકરણ કરે છે, અર્થાત્ અંતરકરણ વડે અભાવરૂપ કરેલા નિષેકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેકો છે તેને સંક્રમણ, ઉદીરણા, નિદ્ધત અને નિકાચના દ્વારા ઉદય આવવાને અયોગ્ય કરે છે. સંક્રમણ એટલે એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, તેને જીવે પરિણામ વિશેષથી પોતાની સજાતીય અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવી. ઉદા. શાતાને અશાતામાં કે અશાતાને શાતામાં ફેરવવી. ઉદ્દીરણા એટલે જે કર્મો પાછળથી ઉદયમાં આવવાના છે, તેને તપાદિ દ્વારા વિશેષ પ્રયત્નથી ખેંચી વર્તમાનમાં ઉદયમાં લાવી ભોગવી લેવા. નિદ્ધત એટલે જેમાં ઉદ્વર્તન કે અપવર્તન સિવાયનું સંક્રમણ ન થઈ શકે તેવું રૂપ કર્મને આપવું. ઉદ્વર્તન એટલે પૂર્વે બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ તથા અનુભાગ બંધને વધારવો. અપવર્તન એટલે પૂર્વે બાંધેલાં કર્મનાં સ્થિતબંધ તથા અનુભાગ બંધને ઘટાડવો. ૧૦૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નિકાચના એટલે જેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ ન થઈ શકે. અને જેમ બાંધ્યું હોય તેમ ભોગવવું પડે એવી કર્મસ્થિતિ ભાવના ઘુંટણ દ્વારા કરવી. આ જ પ્રકારની પ્રક્રિયાથી જીવ અનંતાનુબંધીની ચોકડીને ઉપશામકરણ કરી ઉપશમના – ઉદયમાં આવવાને અયોગ્ય – કરે છે. કેટલાક આચાર્યના મતે અનંતાનુબંધીની ઉપશમના થતી નથી, પણ વિસંયોજના થાય છે. એટલે કે જીવ સ્વભાવસ્થ થઈ અનંતાનુબંધી કષાયોને પોતાના વીર્યબળથી તોડી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલનું કષાયોમાં ફેરવતો જાય અને વિનાશતો જાય. અર્થાત્ અનિવૃત્તિકરણે પેસેલો તે જીવ અંતરકરણ ન કરે, પણ આવલિકા કાળ બાકી રાખીને સમસ્ત અનંતાનુબંધીને વિનાશે. અંતરમુહૂર્ત પછી તે અનિવૃત્તિકરણને છેડે શેષ કર્મનાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ તેને ન હોય, પણ તે જીવ સ્વભાવસ્થ હોય. આ રીતે તે અનંતાનુબંધીની વિસંયોજના કરે. આમ જીવ અનિવૃત્તિકરણ પછી અંતરકરણ અને ઉપશમકરણ દ્વારા મિથ્યાત્વના નિષકોને ઉદય આવવાને અયોગ્ય કરે છે, તેથી તે કાળ આવતાં નિષેકો વિના ઉદય કોનો આવે? આમ મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પ્રથમનું ઉપશમ સમ્યકત્વ જીવ પ્રાપ્ત કરે છે. અંતરકરણના ચરમ સમયે મિથ્યાત્વના (દળિયા) દલિકના જીવ ત્રણ પુંજ (ઢગલા કે ભાગ) કરે : ૧. સમ્યકત્વ મોહનીય ૨. મિશ્ર મોહનીય ૩. મિથ્યાત્વ મોહનીય. તે પછી અનંતર સમયે મિથ્યાત્વ દલિકના ઉદયના અભાવથી જીવ ઉપશમ સમકિત પામે. અનાદિ મિથ્યાષ્ટિને સમ્યક્ત્વ મોહનીય તથા મિશ્ર મોહનીયની સત્તા હોતી નથી (આ બે સત્તામાં રહ્યા નથી હોતા, તેથી તે એક મિથ્યાત્વકર્મનો ઉપશમ કરી ઉપશમ સમ્યક્ દષ્ટિ થાય છે. પ્રથમ ઉપશમ સમકિત મિથ્યાત્વ ગુણસ્થાને કરણ વડે દર્શનમોહને ઉપશમાવી જીવ જે સમ્યક્ત્વ પામે છે તે પ્રથમોપશમ સમ્યકત્વ કહેવાય છે. આઠ સમયથી શરૂ કરી પાંચ મિનિટ સુધી દેહ ૧૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ તથા આત્માની ભિન્નતા વેદે છે, તે કાળના સમકિતને નિશ્ચયથી વ્યવહાર સમકિત' કહેવામાં આવે છે. આ કાળથી વધારે કાળ માટે ભિન્નતા વેદવા જીવ સમર્થ થાય ત્યારે તે સમકિત “પ્રથમોપશમ’ – પ્રથમનું ઉપશમ સમકિત કહેવાય છે અને ઉપશમ શ્રેણિમાં સર્વ કષાયોને ઉપશમાવી જીવ અનન્ય વીતરાગતા વેદે છે તે દ્વિતીયોપશમ – દ્વિતીય ઉપશમ સમકિત ગણાયું છે. ઉપશમ સમકિતમાં કષાયનો ઉદય રહેતો નથી. અનાદિ મિથ્યાદૃષ્ટિને એટલે કે જેણે પહેલાં ઉપશમ સમકિત મેળવ્યું નથી તેવા જીવને એક મિથ્યાત્વ પ્રકૃત્તિનો ઉપશમ હોય છે, કારણ કે તેને મિશ્ર મોહનીય કે સમ્યકત્વ મોહનીયની સત્તા હોતી નથી, પણ જ્યારે તે જીવ ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત થાય છે ત્યારે તે સમ્યકત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુઓને ટુકડા કરી મિશ્ર મોહનીય કે સમ્યકત્વ મોહનીય રૂપે પરિણાવે છે; તેથી તે પછીથી તેને ત્રણ પ્રકૃત્તિની સત્તા થાય છે. પાંચ મિનિટથી શરૂ કરી જેટલા કાળ માટે તે મિથ્યાત્વને ઉપશમાવે તેટલા કાળ માટે તે ચોથા ગુણસ્થાને છે એમ કહેવાય. આવા એક વખત પણ ઉપશમ સમકિતનો અનુભવ મેળવી જે મિથ્યાષ્ટિમાં પાછો આવ્યો હોય તે સાદિ મિથ્યાષ્ટિ, અને જેણે એક પણ વખત ઉપશમ સમકિતનો અનુભવ કર્યો ન હોય તે અનાદિ મિથ્યાષ્ટિ કહેવાય છે. ઉપશમ સમકિત મેળવ્યા પહેલાં મિથ્યાત્વના અન્ય બે વિભાગ થઈ શકતા નથી, જીવ મિથ્યાત્વના દળિયાને મિશ્ર મોહનીય કે સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણામાવી શકતો નથી, તેથી અનાદિ મિથ્યાષ્ટિને એક મિથ્યાત્વ મોહનીયનો જ ઉપશમ હોય છે, ત્યારે સાદિ મિથ્યાદૃષ્ટિમાં કોઈકને ત્રણ અને કોઈકને એક પ્રકૃતિની જ સત્તા હોય છે. તેથી તેને ત્રણનો કે એકનો ઉપશમ થાય છે. ઉપશમ એટલે શું? અનિવૃત્તિકરણમાં કરેલા અંતરકરણ વિધાનથી સમ્યકત્વના કાળમાં જે ઉદય આવવા યોગ્ય મોહનીયના નિષેક હતા તેનો અહીં અભાવ કર્યો અર્થાત્ તેના પરમાણુઓને અન્યકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકરૂપ કર્યા; તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમ વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતા, તે ઉરિણારૂપ થઈને આ કાળમાં તે ઉદયમાં ન આવી શકે તેવા કર્યા. આ પ્રમાણે જ્યાં સત્તા તો હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ ઉપશમ છે. આ ૧૦૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મિથ્યાત્વના ઉપશમથી થયેલું પ્રથમ ઉપશમ સમ્યકત્વ છે, તે ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી આવી શકે છે. અંતરકરણ થવાથી અમુક કાળ માટે જીવનાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો શાંત થાય છે. એ વખતે જીવ પ્રસન્નતાનો આનંદ વેદે છે. તે વખતે ફરીથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી તે સંસારીભાવમાં ઓતપ્રોત બની જાય છે. પણ જે અનુભવ થયો છે તેની સ્મૃતિ, તેને તે દશામાં જવા વારંવાર પ્રેરણા આપ્યા કરે છે, તેની આ લાગણીને સદ્ગુરુ પોતાની મુદ્રા, વાણી અને આંખોના શાંત રસથી વધારે ને વધારે વેગ આપે છે. જીવ એ ઋણનો સ્વીકાર કરી, તેનાથી નિષ્પન્ન થતી શાંતિનું વેદન કરે છે. તે કારણે તેને સપુરુષ પ્રતિ અહોભાવ અને વિનય ઉત્પન્ન થઈ વધે છે. તેનામાં વિનય જાગવાથી ‘સપુરુષ મહાન છે, તેમની પાસે પોતે અલ્પ છે' એવો લઘુત્વભાવ તે સપ્રેમ સ્વીકારે છે. પોતે પોતાને અલ્પ તથા નિર્બળ ભાસવા છતાં સદ્ગુરુના આશ્રયે સમર્થ અને સબળ થવાના ભાવ વધારે છે. આમ થવાથી જીવનો માનભાવ તૂટતો જાય છે, તેના અનુસંધાનમાં તેનાં અંતરાય અને દર્શનમોહ પણ ક્ષીણ થતાં જાય છે. પરિણામે અધ:કરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ વારંવાર કરી તે અંતરકરણનો સમય વધારતો જાય છે. આ રીતે આગળ વધવા માટે તે પ્રાર્થનાનો મુખ્યતાએ અને ક્ષમાપના તથા સ્મરણનો ગૌણતાએ સહારો લેતો જાય છે. આવો ભાવ જીવને એકસરખો સતત રહેતો નથી, ઘણીવાર દર્શનમોહ અને ચારિત્રમોહનો બળવાન ઉદય તેને વિપરિત માર્ગમાં જલદીથી ખેંચી જાય છે. આવી દ્વિધાવાળી સ્થિતિથી છોડાવવા માટે તેને શ્રી સદગુરુ અનિત્ય, અશરણ, અશુચિ, એકત્વ આદિ બાર ભાવનાઓની સમજણ આપી વૈરાગ્યમાં વિશેષ દૃઢ કરે છે. સંસારની અસારતાની સમજણ વધતાં, સંસારની આસક્તિ ઘટતાં એ જીવ સંસારને સ્વાર્થમય સમજે છે, ક્લેશમય જાણે છે અને તેનાથી છૂટવાના મનોભાવ મજબૂત કરે છે. તે વખતે શ્રી સદ્ગુરુરૂપી પુરુષની નિષ્કારણ કરુણા તેને વધારે ને વધારે આકર્ષણ કરે છે. સદ્ગુરુનું કહ્યું કરવાના ભાવ પોતાના અંતરમાં સ્વીકારે છે, તેના ૧૦૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ ફળરૂપે તે જીવમાં કષાયોને સંયમિત કરવાનું, કષાયોને અનુદિત રાખવાનું સામર્થ્ય વધતું જાય છે. આ સામર્થ્યના આધારે તે જીવ પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે બીજા પ્રકારનું સમકિત અથવા પ્રથમ ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે. આટલા કાળ માટે તે ચોથા ગુણસ્થાને રહે છે, અને જ્યારે કષાયનો કે મિથ્યાત્વનો ઉદય થાય ત્યારે તે ચોથા ગુણસ્થાનથી વ્યુત થાય છે. તે જીવને જો મિથ્યાત્વનો ઉદય થાય તો તે ચોથા ગુણસ્થાનથી નીકળી, ત્રીજા ગુણસ્થાને આવી સીધો પહેલા ગુણસ્થાને ઉતરી જાય છે, અને જો તેને અનંતાનુબંધી કષાયનો ઉદય આવે તો તે ચોથા ગુણસ્થાનેથી ત્રીજે આવી, બીજા ગુણસ્થાને થઈ પહેલા ગુણસ્થાને આવે છે. બીજા ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય આવતાં પહેલા ગુણસ્થાને ઉતરે છે, તે પહેલાં તેને મિથ્યાત્વનો ઉદય ન હોવાથી – અલ્પકાળ માટે એટલે કે એક સમયથી છ આવલિકા સુધીના કાળ માટે તેને સમકિતનો – આત્માના અનુભવનો સ્વાદ રહે છે. આથી આ બીજા ગુણસ્થાનને સાસ્વાદન કે સાસાદન ગુણસ્થાન કહે છે. નિશ્ચયથી વ્યવહાર સમકિત એ સમ્યત્વ પરાક્રમનું જેમ બીજું પગથિયું છે, તેમ ઉપશમ સમકિત એ સમ્યત્વ પરાક્રમનું ત્રીજું પગથિયું છે. ઉપશમ સમકિત સુધી આવ્યા પછી જીવને સદ્ગુરુ પાસેથી વિશેષ સ્પષ્ટ માર્ગદર્શન મળે છે, અથવા તો સગુના માર્ગદર્શનને તે જીવ વિશેષ સ્પષ્ટતાથી સમજી શકે છે, આમ સગુરુનું માર્ગદર્શન સમજવા માટે જીવ વધારે પાત્ર થતો જાય છે. આ દશાએ સત્તાગત ઘાતકર્મોની સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમની રહેવા સાથે થતાં નવા બંધ પણ અંત:કોડાકોડી સાગરોપમના જ બંધાય છે. આટલી થયેલી વિશુદ્ધિના પ્રભાવથી સદ્ગુરુ પ્રતિના પ્રેમ તથા શ્રદ્ધા તો વધે જ છે, પણ સાથે સાથે અર્પણભાવની પણ શરૂઆત થાય છે, “હે ગુરુદેવ! હું તમારે શરણે છું, મારે કર્મની જાળથી છૂટવું છે.” આમ પ્રથમ રત્ન ‘પ્રાર્થના' નું મહાભ્ય તે જીવ અંતરમાં વેદે છે. ૧૦૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એ દ્વારા તેને આત્માનાં અસ્તિત્વ અને નિત્યત્વ એ બે પદનું યથાર્થપણું જણાય છે. આ બે પદનું શ્રદ્ધાન અને સત્પરુષનું શરણ તેના વીર્યને ખીલવે છે. જીવમાં એવો ભાવ ચાલે છે કે મારે સંસારને ક્ષીણ કરવો છે. મારે સંસારથી ન્યારા થવું છે, આ ભાવ તેના અંતરંગમાં વ્યક્તપણું ધારણ કરતો જાય છે. આ સમયે સદ્ગુરુ તેને પ્રેમનાં તથા પ્રેરણાનાં પિયુષ પાઈને સમજાવે છે કે, “આ સંસારમાં જે દુ:ખ જીવ વેદે છે, તે એનાં પૂર્વકર્મનું ફળ છે. જીવે પૂર્વમાં જે જે ભૂલો કરી છે તેના ફળરૂપે તેને માટે અસહાયસ્થિતિ ઉત્પન્ન થાય છે. આ સમજ જેમ જેમ જીવમાં વધતી જાય છે તેમ તેમ કર્મથી છૂટતા જવાની તેની ભાવના ઘેરી થતી જાય છે તેથી તે સદ્ગુરુનું શરણ મજબૂત કરવા ઇચ્છે છે. એ વખતે નિષ્કારણ કરુણા કરી, પરમ પ્રેમથી તેનો હાથ રહી, તેને શ્રી સરુષ ઉચિત માર્ગદર્શન આપે છે, અને સમજાવે છે કે પૂર્વકૃત કર્મો જે મિથ્યાત્વને કારણે બાંધ્યા છે તે કર્મોનો નાશ કરવાનો છે, સાથે સાથે મિથ્યાત્વનો નાશ કરી નવાં કર્મબંધનથી બચવાનું છે. પોતે સેવેલા મિથ્યાત્વને કારણે પોતે સ્વરૂપનાં સુખથી વંચિત થયો છે, પણ સાથે સાથે સદેવ, સદ્ગુરુ અને સન્શાસ્ત્રની અશાતના કરી પરમાર્થની જે બધી અંતરાયો બાંધી છે, તે અંતરાયો તેણે તોડવાની છે. અંતરાય કર્મ આત્માનાં વીર્યને ગોપવે છે, એટલે કે આત્માને હીનવીર્ય કરી નાખે છે. હીનવીર્ય બનેલો જીવ અન્ય કર્મો સામે જીત મેળવી શકતો નથી, તેથી વિશેષ વિભાવમાં જઈ નવાં કર્મો ઉપાર્જન કરે છે. આ પ્રકારે બાંધેલી અંતરાયો શ્રી ગુરુ તથા શ્રી પ્રભુનાં શરણે જઈ, પશ્ચાતાપ કરી પૂર્વે કરેલાં કર્મોની ક્ષમા માગવાથી તૂટતી જાય છે. જેમ જેમ અંતરાય તૂટતી જાય છે, ઘટતી જાય છે તેમ તેમ જીવનું વીર્ય ખીલતું જાય છે. આ જ પ્રક્રિયાને પરમાર્થે સમજવી હોય તો સમજી શકીએ કે પ્રભુનાં શરણે જવાથી જીવના આઠ રુચક પ્રદેશો - શુદ્ધ પ્રદેશો પ્રભુના સર્વ પ્રદેશોના શરણે જાય છે અને તેમાં ભળી જાય છે. એટલે કે પ્રભુના અસંખ્ય શુદ્ધ પ્રદેશોમાં આઠ રુચક પ્રદેશનો ઉમેરો થાય છે. બીજી બાજુ જીવના અસંખ્ય પ્રદેશમાંથી આઠ પ્રદેશ ઓછા થઈ અશુધ્ધ પ્રદેશ રૂપે રહે છે. એમાં ૧૧) Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ શુધ્ધ અને અશુધ્ધ પ્રદેશ વચ્ચે જે લડાઈ ચાલે છે તેમાં શુધ્ધ પ્રદેશમાં વધુ સંખ્યાબળ અને સત્યનો પક્ષ હોવાથી તેની જીત થાય છે. અસંખ્ય ઓછા આઠ જેટલા અશુધ્ધ પ્રદેશો શુધ્ધ પ્રદેશનું શરણું લેવા તૈયાર થાય છે, અને શુધ્ધ પ્રદેશોના માર્ગદર્શન અનુસાર અશુધ્ધ પ્રદેશો શુધ્ધ થવાનો પુરુષાર્થ આદરે છે. આ રીતે સદ્ગુરુનાં શરણમાં જવાથી જીવ કર્મ સામે સહેલાઈથી જીત મેળવતો જાય છે, કારણ કે મોટું સંખ્યાબળ તથા સતુના આશ્રયવાળા શુધ્ધ પ્રદેશો, નાના સંખ્યાબળ અને અસતુના આશ્રયવાળા અશુધ્ધ પ્રદેશો પર સહેલાઈથી વિજય મેળવી શકે છે. આ વિજય માટે જીવ પ્રાર્થના તથા ક્ષમાપના એ રત્નદ્રયની સહાયથી સમ્યક્ત્વ પરાક્રમના ચોથા સોપાન માટે તૈયારી કરતો જાય છે. પોતાને સંસારથી છોડાવવા માટેની તથા સર્વ ક્લેશથી બચાવવા માટેની પ્રાર્થના તથા પોતાને વર્તતી સર્વ વિદ્ભકારી સ્થિતિ ઊભી થવા માટે જે પૂર્વકમ જવાબદાર હોય તેની ક્ષમાપના કરતા રહેવાથી જીવનું વીર્ય વધતું જાય છે, શ્રદ્ધાન ઊંડું થતું જાય છે, પરિણામે જીવનો પુરુષાર્થ પણ વધતો જાય છે. આ પુરુષાર્થના ફળરૂપે તે જીવ અમુક કાળ માટે શાંતિ તથા સ્થિરતા વેદે છે, લેશમય અને અશાંતિમય પરિસ્થિતિમાં પણ અમુક કાળ માટે તે જીવ છૂટો પડી શાંતિ મેળવી શકે છે, વેદી શકે છે. આમ તેના જીવનરથને સપુરુષ અને સગુરુરૂપી સારથી મળવાથી, મિથ્યાત્વથી ઘેરાયેલા તેના આત્માને મિથ્યાત્વનો નાશ કરવાનો ઉપાય આ સારથી પાસેથી મળે છે. પરિણામે તેનો સદ્ગુરુ માટેનો પૂજ્યભાવ તથા અહોભાવ વધતો જાય છે. અત્યાર સુધી સંસારના જે રાગભાવમાં તે રચ્યોપચ્યો રહેતો હતો તેમાં તેને સદ્ગુરુ પાસેથી શુદ્ધ પ્રેમની ઝાંખી તથા અનુભૂતિ આવતાં તેની શ્રેષ્ઠતા તે જીવ અનુભવે છે. રાગભાવમાં જે પ્રતિભાવના બદલાની અપેક્ષા છે, તેની સામે પ્રેમમાં નિરપેક્ષ કલ્યાણભાવ રહેલો છે; આ નિરપેક્ષ કલ્યાણભાવની અનુભૂતિ તેને સદ્ગુરુ તરફથી મળે છે, અને તે અપેક્ષારહિત પ્રેમભાવ જાણવાનો અને કેળવવાનો પદાર્થપાઠ શીખવાની શરૂઆત કરે છે. તેનામાં પ્રથમ કક્ષામાં સદ્ગુરુ માટે નિર્મળ પ્રેમભાવ જેમ જેમ જાગતો જાય છે તેમ તેમ તેનામાં શ્રી સદગુરુ માટે અલ્પકાળ માટે અર્પણભાવ આવતો જાય છે. ૧૧૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આવા સંજોગોમાં જીવ સામાન્યપણે બે પ્રકારના ભાવો સાથે વેદે છે. એક તરફ તે શ્રી સદ્ગુરુ માટે અહોભાવ, પ્રસન્નતા અને તેમાંથી જન્મતી શાંતિનું વેદન કરે છે; ત્યારે બીજી તરફ એ શાંતિ તથા પ્રસન્નતાને ઘાતક, બાધારૂપ એવા મિથ્યાત્વને માટે વેષભાવ પણ વેદે છે. જાગતા મિથ્યાત્વ પ્રતિના દ્વેષભાવને મજબૂત કરવા તથા ઉપકારક પ્રતિનું આકર્ષણ વિશેષ નિર્મળ કરવા શ્રી સદ્ગુરુ એ જીવને આત્માનાં છે પદની કલ્યાણરૂપ થાય એ રીતે સમજણ આપે છે. જીવને આત્માનાં અસ્તિત્વ તથા નિત્યત્વનું શ્રદ્ધાન તો આવું જ છે, પણ પોતે જે કર્મ અશાંતિરૂપે વેદે છે તેનો બાંધનારો પોતે જ છે, અને ભાવિમાં જો આ પ્રકારનાં કર્મો બાંધશે તો તેણે જ ભોગવવા પડશે એ શ્રદ્ધાન કરવામાં અર્થાત્ આત્માનાં કર્તૃત્વ અને ભોકતૃત્વ બાબતમાં જે કચાશ રહી હતી જેના કારણે પ્રત્યેક પ્રતિકુળ સંજોગ માટે તે નિમિત્તને દોષ આપતો હતો તેની સુધારણા કરાવવા માટે શ્રી સદ્ગુરુ તેને આશ્રવ, સંવર, તથા નિર્જરા એ ત્રણ ભાવનાઓની સામાન્યપણે સમજણ આપે છે. તેઓ જીવને સમજાવે છે કે વર્તમાન સારી કે નરસી સ્થિતિમાં મૂકાવા માટે તારી પૂર્વ વર્તના જ જવાબદાર છે, નિમિત્તને દોષ દેવાથી તારી સ્થિતિમાં કોઈ સુધારો થશે નહિ, માટે બાહ્યનો આ બધો કુટારો છોડી તું જો તારામાં સ્થિર થાય તો કર્મ બાંધવાના અને ભોગવવાના આ વંટોળમાંથી તું છૂટી શકે. આટલી સમજણે પહોંચ્યા પછી, સ્વમાં સ્થિર થવાનું મહાભ્ય સમજ્યા પછી, તેનો ઉપાય જાણવા અને આચરવા તે જીવ વિશેષ આતુર થતો જાય છે. આ સ્થિરતા કેળવવા, જાળવવા અને વધારવા માટે સમ્યકત્વ પરાક્રમ માટેના ત્રીજા રત્ન ‘મંત્રસ્મરણ” બાબતની ઊંડી સમજણ શ્રી સદ્ગુરુ જીવને આપતા જાય છે. તેણે સ્મરણમંત્ર રટવાનું શરૂ તો કર્યું હોય છે, પણ કમનું બળ વિશેષ રહેતું હોવાથી તે સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી; તેનું યથાર્થ મહાભ્ય પકડી શકતો નથી. પણ તે મહાભ્ય સમજાતાં, પ્રયત્નથી સ્થિરતા અનુભવાતાં તે ‘મંત્રસ્મરણ” નો વિશેષ આશ્રય તથા આધાર લેતા શીખે છે. તેની સાથે નવાં આવતાં કર્મોને અટકાવવા માટે તેના પર પ્રાર્થના ખૂબ ઉપકાર કરે છે; જૂનાં બાંધેલાં કર્મો શિથિલ થાય અથવા નિર્જરે તે ૧૧૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ માટે ક્ષમાપના તેના જેટલો જ કે તેથી પણ વધારે ઉપકાર કરે છે, વળી કર્મના ઉદયની વચ્ચે રહીને પણ સ્વરૂપમાં સ્થિર થઈ સંવર તથા નિર્જરા એ બંનેનું જોર વધારવામાં મંત્રસ્મરણ ખૂબ ઉપકારી થાય છે – આમ પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ એ ત્રણે અંગની તાત્વિક સમજણ તેને મળતી જાય છે. જેમ જેમ આ સમજણ સ્પષ્ટ થતી જાય છે, તેમ તેમ આ ત્રણેનો વિશેષ છતાં વિશદ ઉપયોગ કરતાં તે જીવ શીખતો જાય છે. જે કાળે જીવ સ્મરણમાં સ્થિર રહી શકતો નથી તે કાળે પોતાને આ અનિચ્છનીય દશામાંથી છોડાવી, સ્થિર કરવા તે જીવ શ્રી પ્રભુને હૃદયથી પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાના પ્રભાવ તથા ફળરૂપે પોતાનું વીર્ય ખીલવી પુરુષાર્થ કરવા તે કટિબદ્ધ થાય છે. સાથે સાથે તે પોતાના હીનવીર્ય માટે, તથા જે કર્મને કારણે પોતે હીનવીર્ય થયો તે કર્મ માટે પણ તે પશ્ચાત્તાપપૂર્વક શ્રી પ્રભુ પાસે ક્ષમા માગે છે. આ ઉપરાંત તે પોતાનું વીર્ય બળવાન કરવા પ્રાર્થના પણ કરતો જાય છે. આમ કરતાં કરતાં શ્રી પ્રભુની પ્રેરણાથી તેનામાં એવા ભાવ જાગે છે કે, “પ્રભુ! મારે તારા જેવું થવું છે.” આ પ્રાર્થના તેને ખૂબ ઉપકારી થાય છે. આવી પ્રાર્થના કરવાથી તેનું વીર્ય ખૂબ ઉલસે છે, અને તે અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં કરતાં આત્માને દેહથી છૂટા પાડવાની પ્રક્રિયાનો સમય ક્રમે ક્રમે વધારતો જાય છે. અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનાં દળિયાં લાંબા ગાળા સુધી દબાવી રાખતાં અને ક્રમે ક્રમે ક્ષીણ કરતાં શીખે છે. આમ વિકાસ કરતાં કરતાં એવો સમય આવે છે કે તે જીવ એક મુહૂર્તકાળ (અડતાલીસ મિનિટ) સુધી દેહાદિ પરપદાર્થોથી ભિન્ન રહી શકે છે. અને તે એટલો વીર્યવાન થઈ જાય છે કે દેહમાં લિપ્તપણું દેખાવા છતાં પોતે દેહથી ભિન્ન છે એવી સભાનતા ટકાવી શકે છે. દર્શનમોહની ત્રણે પ્રકૃતિને દબાવ્યા પછી, સમ્યક્ત્વ મોહનીય સિવાયની મિથ્યાત્વ મોહનીય કે મિશ્ર મોહનીય પ્રકૃતિને ઉદયમાં આવવા દેતો નથી. જીવ જ્યારે અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે, અને અનિવૃત્તિકરણના અંતભાગમાં અંતરકરણ કરી એક મુહૂર્ત માટે મિથ્યાત્વને ઉદયમાં આવવા દેતો નથી, ત્યારે તે સમ્યકત્વને મેળવે છે. અંતરકરણના આ કાળમાં જીવ ૧૧૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભના સ્પર્ધકોના ટુકડા કરી – ખંડ ખંડ કરી નિર્જરા કરવા માટે તેને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભમાં સંક્રમાવે છે. સાથે સાથે મિથ્યાત્વના સ્પર્ધકોનો અનુભાગ ઘટાડી તેને મિશ્ર મોહનીય તથા સમ્યકત્વ મોહનીયમાં પરિણમાવે છે. મિથ્યાત્વ મોહનીય એ એટલું બળવાન કર્મ છે કે જીવ તેની સીધી નિર્જરા કરી શકતો નથી, તેથી મિથ્યાત્વના અમુક સ્પર્ધકોના તે ખંડ (ટુકડા) કરે છે, અને તેનો રસ તોડી નાખે છે. રસ તૂટતાં તે મિશ્ર મોહનીયરૂપે પરિણમે છે. તે મિશ્ર મોહનીયનો કેટલોક ભાગ સત્તામાં જાય છે, કેટલોક ભાગ ઉદયમાં આવ્યા વિના જ નિર્જરી જાય છે, અને કેટલોક ભાગ સમ્યકત્વ મોહનીયા રૂપે પરિણમે છે. દર્શનમોહની આ ત્રણ પ્રકૃતિમાં જે મિથ્યાત્વનો અનુભાગ (રસ) છે, તેના અનંતમા ભાગે મિશ્રમોહનીયનો અનુભાગ છે; અને તેના અનંતમા ભાગે સમ્યકત્વ મોહનીયનો અનુભાગ છે. સમ્યકત્વ મોહનીયની પ્રકૃતિ દેશઘાતી છે, તેનો ઉદય હોય તો પણ સમ્યક્ત્વનો ઘાત થતો નથી, કિંચિત મલિનતા થાય છે. આ સમ્યક્ત્વ મોહનીયના દળિયાં એટલાં પાતળાં હોય છે કે તે ઝડપથી નિર્જરી જાય છે. અનંતાનુબંધી ચોકડીનું વિસંયોજન અને મિથ્યાત્વનું સંક્રમણ કરવાની પ્રક્રિયા એક મુહૂર્ત સુધી જીવ ચલાવે છે ત્યારે તેના અંતે આ કર્મોનાં દળિયાં જીવ એટલાં તોડી નાખે છે કે આ સાતે પ્રકૃતિની સ્થિતિ પચાસ લાખ કરોડ સાગરોપમ કરતાં ન્યૂન થઈ જાય છે. (એક ક્રોડાક્રોડી સાગરોપમના ૫૦ % થી ઓછી) અને તેનાથી એવી સ્થિતિ નિર્માણ થાય છે કે આ કર્મનાં બળવાનપણા કરતાં જીવનું બળવાનપણું વિશેષ જ રહે છે, જેથી સમ્યક્ત્વ મોહનીય સિવાયની મિથ્યાત્વની બીજી બે પ્રકૃતિઓ ઉદયમાં આવી શકતી નથી. અંતરકરણના ઉપશમકરણનો કાળ પૂરો થયા પછી પણ અનંતાનુબંધી ચોકડી કે દર્શનમોહની સમ્યકત્વ મોહનીય પ્રકૃતિ સિવાયની પ્રકૃતિને જીવ ઉદયમાં આવવા દેતો નથી. માત્ર સમ્યકત્વ મોહનીય જે દેશઘાતી છે તે જ ઉદયમાં આવી શકે છે. અહીં મિથ્યાત્વ વા સમ્યક્ મિથ્યાત્વના વર્તમાનમાં ઉદય આવવા યોગ્ય નિષેકોનો ઉદય થયા વિના જ નિર્જરા થાય એ ક્ષય છે, તથા તેના જ ભાવિકાળમાં ઉદય આવવા ૧૧૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ યોગ્ય નિષકોની સત્તા હોય તે ઉપશમ છે. તે સાથે સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વર્તે છે, તેવી સ્થિતિ હોય તે ક્ષયોપશમ છે. આવું સમલ તત્ત્વાર્થ શ્રદ્ધાન તે ક્ષયોપશમ સમ્યક્ત્વ છે. આવું ક્ષયોપશમ સમ્યક્ત્વ ચોથાથી અગ્યારમા ગુણસ્થાન સુધી હોઈ શકે છે. તેમા મોટાભાગના અનંતાનુબંધી તથા મિથ્યાત્વનો ક્ષય અને નાનાભાગનો ઉપશમ હોય છે. (જ્યાં સુધી કર્મ સત્તામાં છે પણ ઉદયમાં આવતું નથી ત્યાં સુધી તે ઉપશમ છે.) દર્શનમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ અને ચારિત્રમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ ક્રોડાકોડી સાગરોપમની સરખામણીમાં પચાસ લાખ કરોડ સાગરોપમની સ્થિતિ ઘણી નાની કહી શકાય, તેથી નક્કી કરી શકીએ કે ક્ષયોપશમ સમકિતમાં મોટા ભાગનાં કર્મોનો ક્ષય અને નાનાભાગનાં કર્મોનો ઉપશમ થાય છે. આ સમકિત પ્રાપ્ત થયા પછી જીવ સહેલાઈથી મિથ્યાત્વમાં સરી પડતો નથી, અને ચોથા ગુણસ્થાનથી નીચે ઉતરતો નથી. માત્ર જે સમ્યકત્વને દુષિત કરી શકે પણ હણી શકે નહિ એવા નિર્બળ પ્રકારનું સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં રહે છે. આ ગુણસ્થાને જીવ સત્તાગત અનંતાનુબંધી ચોકડી અને મિથ્યાત્વનો ક્ષય કરવા પુરુષાર્થી રહે છે. આવું ક્ષયોપશમ સમ્યકત્વ એ સમ્યકત્વ પરાક્રમનું ચોથું સોપાન છે. ક્ષયોપશમ સમકિત પામ્યા પછી જો તેને વમવામાં ન આવે, છોડી દેવામાં ન આવે તો વધુમાં વધુ પંદર ભવે તે જીવ મોક્ષ પામે છે. ઉપશમ સમકિત મેળવ્યા પછી પણ મોક્ષ માટેની કાળ મર્યાદા એ જ છે. એટલે કે ઉપશમ સમકિતને ક્ષયોપશમાં સમકિતમાં ત્વરાથી પલટાવી શકાય છે. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જીવને અનંત સંસાર નથી, સોળ ભવ નથી, માઠી ગતિ નથી. તેને ઉત્તરોત્તર આત્મસુખની વૃદ્ધિ થતી જાય છે, સાથે સાથે ટૂંકાગાળે મોક્ષપદની પ્રાપ્તિનું અભયવચન તેને મળે છે. આ અપૂર્વ આરાધન કરવા માટે શ્રી સત્પરુષ જીવને અભિનંદે છે, અને સાથે સાથે ચેતવણી પણ આપે છે કે જો તેણે જાગેલી સુમતિને પાછી સુષુપ્ત થવા દીધી, તો તેનાથી ઘણાં નવાં કર્મો બાંધી મિથ્યાત્વને પોષણ અપાઈ જશે, ઉપરાંત તે મિથ્યાત્વને ઉદયમાં આવી શકે એવું સબળ થવા દેશે તો તેનું મહામૂલું સમતિ ઝુંટવાઈ જશે, વભાઈ જશે, અને ઘણા લાંબા ગાળાનું સંસાર પરિભ્રમણ તેનું વધી જશે. પરંતુ જો તે પદ્મની ૧૧૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જેમ (કમળની જેમ) અલિપ્ત રહી, સંસારથી વિરક્ત બની, રત્નત્રયની આરાધનામાં લીન થશે તો તે જીવ આત્માના અનંત ગુણોના અંશોનો ભોક્તા થતો થતો સમ્યક્ત્વ પરાક્રમનાં આગળનાં સોપાને જઈ શકશે. આ અવસ્થાની સફળતા માટે શ્રી સપુરુષ એ જીવને આત્માનાં છ પદની સમજણ વિશેષ ઊંડાણથી આપે છે, સાથે સાથે વૈરાગ્યને સૂચવનારી તથા વધારનારી બાર ભાવનાઓનો બોધ ઊંડાણથી કરે છે. મિથ્યાત્વનો બળવાન ઉદય નીકળી જતાં, એક બાજુ સંસારની અનુભવાતી અસારતા અને બીજી બાજુ છ પદનાં શ્રદ્ધાનથી જાગતા વીર્યને કારણે આત્મામાં એવો ભાવ ઘુંટાય છે કે, “મારે ત્વરાથી સંસારથી છૂટવું જ છે; હું સંસારથી ન્યારો છું.' પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણની સહાયથી આ ભાવનાનું એવું બળવાનપણું થતું જાય છે કે ક્રમે ક્રમે જીવ તે મય બનતો જાય છે. એટલે આત્માની દેહથી છૂટા થવાની પ્રક્રિયા વારંવાર થતી જાય છે. પરિણામે સત્તાગત રહેલાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી ચોકડીરૂપ કર્મો નબળાં પડતાં જાય છે. એમાંથી એવો સમય આવે છે કે જીવને છૂટવા સિવાયની કોઈ પણ પ્રવૃત્તિમાં કે ભાવમાં રસ રહેતો નથી, સ્થિરતા આવતી નથી. આવી દશા એકધારી ચોવીસ કલાક સુધી રહે ત્યારે જીવ ઉત્તમ પરાક્રમ કરી સમ્યકત્વ સિદ્ધિનું પાંચમું સોપાન ‘ક્ષાયિક સમ્યકત્વ મેળવે છે. દર્શનમોહની ત્રણે પ્રકૃતિ તથા ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીના સર્વ નિષેકોનો સર્વથા નાશ થવાથી, જે અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે ક્ષાયિક સમ્યત્વ છે. ક્ષાયિક સમ્યત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ શકે છે. ક્ષાયિક સમ્યત્વ અનંતાનુબંધી ચોકડીનું વિસંયોજન થાય, તે પછીથી મિથ્યાત્વનો સર્વથા નાશ કર્યા પછી જ થાય છે. અનંતાનુબંધી કષાયની સમ્યક્ત્વ થતાં બે અવસ્થાઓ થાય છે, કાં અપ્રશસ્ત ઉપશમ થાય છે, અગર વિસંયોજન થાય છે. જે કરણ વડે ઉપશમ વિધાનથી ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ છે તથા ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે. અનંતાનુબંધીનો પ્રશસ્ત ઉપશમ થતો જ નથી, પણ મોહનીયની અન્ય પ્રકૃતિઓનો પ્રશસ્ત ઉપશમ થાય છે. અને અનંતાનુબંધીનો ૧૧૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ અપ્રશસ્ત ઉપશમ થાય છે. વળી, જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને ચારિત્રમોહની અન્ય પ્રકૃતિરૂપ પરિણમાવી અનંતાનુબંધીની સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. ક્ષયોપશમ સમ્યક્ત્વમાં કોઈને અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ થાય છે, અને કોઈને વિસંયોજન થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ તો અનંતાનુબંધીનું વિસંયોજન થયા પછી જ આવે છે. પહેલાં અનંતાનુબંધીનો ક્ષય થાય અને તે પછી જ મિથ્યાત્વનો ક્ષય થાય. જો કોઈ જીવ અનંતાનુબંધીનો ક્ષય કર્યા પછી, મિથ્યાત્વનો ક્ષય કરી ન શકે તો તે ફરીથી અનંતાનુબંધી કર્મ બાંધી, મિથ્યાત્વને પણ વધારે છે. અને ક્ષાયિક સમકિત લેતાં લેતાં અટકી જાય છે. ત્યારે જે જીવ મિથ્યાત્વને તોડવામાં સફળ થાય છે તે જીવ અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની સહાયથી મિથ્યાત્વનાં પરમાણુઓને મિશ્રમોહનીય રૂપે વા સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવે છે, અથવા તેની નિર્જરા કરે છે. આ પ્રમાણે તે મિથ્યાત્વની સત્તાનો નાશ કરે છે. વળી, મિશ્ર મોહનીયના પરમાણુઓને સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવે વા તેની નિર્જરા કરે, આ પ્રમાણે તે મિશ્ર મોહનીયનો નાશ કરે છે. સમ્યક્ત્વ મોહનીયના નિષેકો ઉદયમાં આવી ભોગવાઇને ખરી જાય છે. જો તેની સ્થિતિ ઘણી હોય તો તેને સ્થિતિકાંડઘાતાદિક વડે ઘટાડે, અને જ્યારે તે પ્રક્રિયા પૂરી થવાનો એક સમય બાકી હોય ત્યારે તે કૃતકૃત્ય વેદક સભ્યષ્ટિ થાય છે. આ એક સમયમાં તે એકપણ મિથ્યાત્વના પરમાણુને સ્વીકારતો નથી, પણ જે થોડાં પૂર્વ નિબંધિત પરમાણુઓ શેષ રહ્યાં હોય તેને માત્ર વેદન કરી, ભોગવી નિર્જરાવી નાખે છે. આમ આ પૂર્ણ પ્રક્રિયામાં અનુક્રમથી મિથ્યાત્વના નિષકોનો નાશ કરી તે જીવ ક્ષાયિક સમકિતી થાય છે. પ્રતિપક્ષી કર્મના અભાવથી આ સમકિત નિર્મળ છે, અથવા મિથ્યાત્વરૂપી રંજનાના અભાવથી વીતરાગ છે. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યા પછી તેનો ક્યારેય પણ નાશ થતો નથી, તે સદાય તેની સાથે જ રહે છે. ઉપશમ કે ક્ષયોપશમ સભ્યષ્ટિને અનંતાનુબંધીના વિસંયોજનથી તેની સત્તાનો નાશ થયો હોય, અને તે મિથ્યાત્વનો ક્ષય ન કરતાં ફરીથી મિથ્યાત્વ બાંધે તો તે ૧૧૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સાથે સાથે અનંતાનુબંધી ચોકડીનો પણ બંધ કરે. અને ફરીથી તેની સત્તાનો સદ્ભાવ થાય. કારણ કે મિથ્યાત્વ અનંતાનુબંધીના બંધનું કારણ છે. મિથ્યાત્વ ગયા પછી અનંતાનુબંધીની સત્તા કદી પણ સંભવતી નથી. પ્રત્યેક જીવ ક્ષાયિક સમિકત લેતાં પહેલાં વેદક સમ્યક્ત્વ અનુભવે છે. ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થતાં, અંતરમુહૂર્ત કાળમાં જ્યારે મિથ્યાત્વ પ્રકૃતિનો ક્ષય જીવ કરે છે ત્યારે તેને દર્શનમોહની માત્ર બે પ્રકૃતિની જ સત્તા રહે છે. પછી જ્યારે મિશ્ર મોહનીય પ્રકૃતિનો પણ ક્ષય જીવ કરે છે ત્યારે તેને એક સમ્યક્ત્વ મોહનીય જ સત્તામાં રહે છે. તે પછીથી સ્થિતિકાંડઘાત આદિ ક્રિયા કરી તેને અતિ અલ્પ કરે છે. અને જ્યારે છેલ્લા સમયે તે સ્થિતિકાંડઘાતાદિ કોઈ પણ ક્રિયા ન કરતાં છેલ્લાં સમ્યક્ત્વ મોહનીયના દળિયાંને ખપાવે છે ત્યારે તે કૃતકૃત્ય વેદક સભ્યષ્ટિ નામ પામે છે. પછીના સમયે જ તે ક્ષાયિક સમિતી થાય છે. આમ ક્ષયોપશમ સમકિતીમાંથી ક્ષાયિક સમિકતી થતી વખતના છેલ્લા સમયે જીવ વેદક સમિકતી થાય છે. આ રીતે વેદક સમ્યક્ત્વનો કાળ માત્ર એક જ સમયનો છે. આ પરાક્રમ એટલું મોટું છે કે એના પ્રભાવથી, આખો લોક ગમે તેવો ઉપરતળે થાય, તેમ છતાં પણ ક્ષાયિક સમકિતી વધુમાં વધુ ત્રણ ભવે સર્વ કર્મોથી મુક્ત થાય જ છે. જીવ જો વિશેષ પુરુષાર્થી હોય તો તે જ ભવે, નહિતર વધુમાં વધુ ત્રીજા ભવે તો મુક્ત થાય જ, એવો નિયમ છે. ક્ષાયિક સમકિત થતાં ત્વરાથી સિધ્ધ થવાનું અભયવચન જીવને મળે છે. મિથ્યાત્વરૂપી ચક્રવ્યુહમાં જે જીવ અનાદિકાળથી અનંતાનંત ભવમાં છેદાયો અને ભેદાયો છે, આખા લોકમાં મિથ્યાત્વરૂપી શત્રુનો દાસ બની જે જીવ યાચક બનીને ભટક્યો છે, તે જીવ સત્પુરુષનાં શરણને ગ્રહીને આ મહાન શત્રુનો નાશ કરી, માત્ર બે ઘડી જેવા અલ્પકાળમાં આખા લોકના સ્વામી થવાનું અભયવચન મેળવી શકે છે એ શ્રી સત્પુરુષના અતિ મહાન ઉપકારની અને સમ્યક્ત્વ પરાક્રમના પાંચમા પગથિયાંની બલિહારી છે. ક્ષાયિક સમિત લીધાં પછી જીવને દેહથી છૂટા પડવા માટે પહેલાં કરતાં અનેકગણી ઓછી મહેનત પડે છે, એટલે કે થોડા પુરુષાર્થે તે દેહથી છૂટો પડી ૧૧૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ શકે છે. અહીં સુધી આવ્યા પછી તે જીવનાં લક્ષણો, સ્થિતિ આદિનો અનુભવ થતો જાય છે. તે જાણે છે કે – जीवोत्ति हवदि चेदा उवओगविसेसिदो षट् कत्ता । __ भोत्ता य देहमत्तो ण हि मुत्तो कम्मसंजुत्तो || આ જીવ જીવવાવાળો છે, ચેતનાવાળો અથવા અનુભવ કરવાવાળો છે, જ્ઞાનદર્શન ઉપયોગનો ધારક છે, સ્વયં સમર્થ છે, કર્તા છે, ભોક્તા છે, શરીરમાત્ર આકારધારી છે, અમૂર્તિક છે, સંસારાવસ્થામાં કર્મ સહિત છે. - શ્રી કુંદકુંદાચાર્ય (પંચાસ્તિકાય) जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो । भोत्ता संसारत्थो, सिद्धो सो विस्सासोड्ढगइ ।। જે જીવે છે, ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, પોતાના શરીર પ્રમાણ છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે, સિદ્ધ છે અને ઉર્ધ્વગમન કરવાના સ્વભાવવાળો છે તે જીવ છે. – શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ (દ્રવ્યસંગ્રહ) સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. – શ્રી બનારસીદાસ (સમયસાર નાટક) આ અવસ્થાએ પહોંચ્યા પછી, શ્રી સત્પષ ક્ષાયિક સમ્યત્વનો અદ્ભુત મહિમા સમજાવીને તે પદથી પણ આગળ વધવા જીવને પ્રેરણા કરે છે. સાથે સાથે જીવને પણ સપુરુષમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા વધતાં ગયાં હોય છે, એટલે તેમનો બોધ તે વધારે સારી રીતે અવધારી શકે છે. ૧૧૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સપુરુષના એ બોધ દ્વારા જીવને પ્રભઆજ્ઞા અને ગુરુ આજ્ઞાનું મહત્વ સમજાય છે. જેમ જેમ તેની આત્મશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તેને પ્રભુ તથા ગુરુનું કહ્યું કરવાથી કેટલો લાભ થાય છે તેનો, અનુભવ સાથેનો અંદાજ આવતો જાય છે. આથી તે શ્રી પુરુષની અને પ્રભુની બળવાન પ્રેરણાને કારણે સતત પ્રભુની આજ્ઞામાં રહી શકાય તો સારું, એવા ભાવ ભાવતો થઈ જાય છે. અને તેના હૈયામાંથી પ્રાર્થના ઊઠે હે નિત્યાનંદમાં રાચતા પ્રભુ! તમારા શુદ્ધ થયેલા આત્માને હું ખૂબ ભાવથી વંદન કરું છું. અને ભવિષ્યમાં મને તમારા જેવા કરવા માટેનું જે અભયવચન આપ્યું છે તે માટે તમારો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. વળી, તમારી આજ્ઞામાં રહેવાથી અને આજ્ઞાનુસાર વર્તવાથી કેટલો ઉત્તમ લાભ મને થવાનો છે તેની સમજણ દિનપ્રતિદિન વધતી જાય છે. આ સમજણ પ્રમાણે હું આપને પ્રાણું છું કે સમ્યકત્વ પરાક્રમને લીધે જે કંઈ પુણ્ય મારે બંધાયું હોય, તે પુણ્યનો ઉપયોગ હું તમારી આજ્ઞામાં રહેવા માટે કરું, એક પળ માટે પણ તમારી આજ્ઞા બહાર કે વિરુદ્ધ વતું નહિ એવી મને શક્તિ આપો. કોઈ પણ સંજોગોમાં હું આત્માને ભૂલું નહિ, અને પ્રગટ કે અપ્રગટપણે હું તમારી સેવામાં જ રહું, આજ્ઞામાં જ રહું એવી કૃપા કરશો.” આવા પ્રકારની પ્રાર્થનાના પ્રભાવથી તે જીવ ધારે ત્યારે સ્મરણમાં લીન થઈ આત્માનુભવમાં જઈ શકે એવી સુવિધા તેને વારંવાર મળવા લાગે છે. પરિણામે તે શાંતિનું વેદન વધારે ને વધારે કરતો જાય છે, અને તેને કષાયો સંયમમાં આવતા જાય છે. દર્શનમોહનો નાશ થયા પછી, ક્રમે ક્રમે તેનો ચારિત્રમોહ નબળો થતો જાય છે. પરિણામે આત્માનુભવમાં વિનરૂપ થાય તેવા સંસારી પદાર્થોનો ત્યાગ બળવાન થઈને કરતાં શીખે છે. આ રીતે તે પાંચમાં ગુણસ્થાનનો ભોક્તા થાય છે, અહીં તેનાં મન, વચન કે કાયા અમુક અંશે શ્રી પ્રભુની અને ગુરુની આજ્ઞામાં પ્રવર્તતાં થાય છે. તેથી તે જીવમાં શાંતિ, સમતા અને સ્થિરતાની વૃદ્ધિ થતી જાય છે. આવા અનુભવના આધારે તે જીવ શ્રી પ્રભુ સાથે અને ગુરુ સાથે તાદાભ્યપણું – ૧૨૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ એકરૂપતા અનુભવવા તલપાપડ થતો જાય છે, તેથી તે પોતાનાં મન, વચન તથા કાયા સર્જાશે શ્રી પ્રભુને સોંપી સર્વસંગ પરિત્યાગ કરવાની તૈયારી શરૂ કરે છે. સાથે સાથે તે પોતાના સૂક્ષ્મ થયેલા સ્વચ્છંદને ડામવા જે ઉત્તમ ચારિત્ર પાળવાનું છે તેનો આરંભ કરે છે. તેમાં અંતરંગથી મન, વચન તથા કાયાનો સ્વછંદ તોડતા જવો, સાથે સાથે અનુપકારી એવા સર્વ સંસારી પદાર્થોનો રસ તોડી, તેના ત્યાગમાં પ્રવર્યા રહેવું એવી તેની વર્તના થતી જાય છે. આમ કરતાં કરતાં જ્યાં સુધી તેનાં અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ દબાય છે – ઉદયમાં આવી શકતાં નથી, ત્યાં સુધી તે જીવ પાંચમા ગુણસ્થાને રહે છે, અને જ્યારે તે જીવ પ્રત્યાખ્યાન કષાયોને સત્તામાં જ રાખવા સમર્થ થાય છે, ઉદયમાં માત્ર સંજ્વલન કષાયોને જ આવવા દે છે ત્યારે તે જીવ છઠ્ઠા ગુણસ્થાને વસે છે; અર્થાત્ પ્રભુને પોતાનાં મન, વચન, કાયાની સોંપણી કરી પોતે આજ્ઞાધીન બને છે. આ સ્થિતિ તે સમ્યક્ત્વ પરાક્રમનું છઠું સોપાન છે. છઠ્ઠા ગુણસ્થાને જીવ મન, વચન, કાયાના સ્વચ્છંદને છોડી, આજ્ઞાને આધીન થઈ વર્તતો હોવાથી તે આખા જગતની પરતંત્રતા ત્યાગી સ્વતંત્ર થાય છે. જગતમાં બનતા પ્રસંગો સંબંધી, તથા જગતની ભોગ ઉપભોગની સામગ્રી માટે તે સ્પૃહા છોડી પોતાના આત્માને કર્મની જાળમાં ફસાતો રોકી શકે છે. જગતના પદાર્થોની તુચ્છતા તેને વધારે ને વધારે સમજાતી જાય છે અને અનુભવાતી પણ જાય છે, એટલે તેના ઉપભોગમાં રાચવાનું અલ્પ થઈ બંધ થતું જાય છે, તેની સાથે તેને આત્માનુભવમાં રહેવાનો સમય વધતો જતો હોવાથી નિરપેક્ષ અને નિરાવલંબન એવા આત્મસુખને માણવા તેની યોગ્યતા વધતી જાય છે. આમ છતાં, આ સર્વસંગ પરિત્યાગના ગુણસ્થાને તેને શુભ સ્વપર કલ્યાણના ભાવો રમતા રહે છે. જ્યારે તે આત્માનુભૂતિમાંથી બહાર નીકળે છે ત્યારે સ્વપર કલ્યાણના પ્રશસ્ત ભાવોમાં રમી, તેને અનુરૂપ પ્રવૃત્તિમાં મગ્ન બની, પોતે ગ્રહણ કરેલા પુરોગામીના ઋણને ચૂકવવા માટે તે પ્રવૃત્ત થાય છે. પોતાના પુરોગામી ૧૨૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તરફથી સ્વીકારેલા ઋણ ચૂકવવા માટે આ સમય ઉત્તમ છે, કારણ કે છઠ્ઠા ગુણસ્થાને - આંતરબાહ્ય સર્વસંગ પરિત્યાગની અવસ્થામાં જીવને શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રજ્ઞાનના ભેદ રહસ્યો, માર્ગની ઊંડાણભણી જાણકારી વગેરેની પ્રાપ્તિ ઉત્તમતાએ થઈ શકે છે, અને તેનું વિતરણ કરી તે ઋણ અદા કરતો જાય છે. આ દશાએ સંજ્વલન સિવાયના કષાયો મુખ્યતાએ ઉદયમાં રહેતા ન હોવાથી, સ્વપરના જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ક્ષય કરવા માટે બળવાન પુરુષાર્થ કરી શકે છે; તેમાં તે અનુગામીઓને આગળ વધવામાં સહાય કરી, પુરોગામી પાસેથી લીધેલા ઋણની ચૂકવણી કરતો જાય છે. આમ એકબીજાને અનુસંધિત ઘાતી કર્મોની અલ્પતા કરતાં કરતાં તે જીવ શ્રી ગુરુ સાથેની મન, વચન, કાયાની ભિન્નતા તોડતો જાય છે. ત્રણે યોગની સોંપણી જેમ જેમ બળવાન અને ઊંડી થતી જાય છે, તેમ તેમ તેને અનુભવ થતો જાય છે કે પુરુષમાં સેવેલી આજ્ઞાધીનતા – પરતંત્રતા એ કર્મ સામે મળતી બળવાન સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતાને શુદ્ધતાએ માણવા તે પુરુષના આત્મા સાથેની ભિન્નતા પોતાના યોગને એકરૂપ કરી તોડી નાખે છે. મન, વચન તથા કાયાની એકતા કેળવવાથી તે જીવ અમુક સમયથી શરૂ કરી, અમુક મિનિટો સુધી નિર્વિકલ્પ રહેવાનો પુરુષાર્થ કરી શકે છે. જે અવસ્થામાં શ્રી સર્વજ્ઞ કે કેવળી ભગવાન બિરાજે છે, તે અવસ્થાની ઝાંખી તેને આ નિર્વિકલ્પ દશામાં સાંપડે છે. આ વખતે તે જીવ અતિ અતિ સૂક્ષ્મ માત્ર કેવળીગમ્ય એવા સુક્ષ્મ પ્રબળ શુક્લ કલ્યાણભાવમાં હોય છે, અને તે દશામાં તે પોતાના ઘાતી તથા અન્યકર્મોની નિર્જરા અસંખ્યગણી કરી નાખે છે, અને આશ્રવ અસંખ્યાતમા ભાગનો કરે છે. નિર્વિકલ્પતાની આ અવસ્થા એટલે સાતમું ગુણસ્થાન અને સમ્યકત્વ પરાક્રમનું સાતમું પગથિયું કે સોપાન. આ અવસ્થામાં કોઈ પ્રગટ વિકલ્પ નથી, સ્થિર એવી નિર્વિકલ્પ દશા છે. આ દશામાં અમુક કાળ માટે રહી તે જીવ પાછો છઠ્ઠો ગુણસ્થાને – સવિકલ્પ દશામાં આવે છે. અને પ્રશસ્ત કલ્યાણભાવમાં જોડાઈ, ફરીથી નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ આદરે છે. આમ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને રમતા જીવને, મુનિઅવસ્થામાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો બળવાન ક્ષયોપશમ થતો જાય છે, અને મોહનીય કર્મ પણ ૧૨૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ દિવસે દિવસે પાતળું થતું જાય છે; જેના આધારે તે સ્વાનુભૂતિમાં હોય ત્યારે પોતાનાં કર્મોની નિર્જરા અતિ બળવાન કરી, ત્વરાથી આત્મદશાને ઉચ્ચ કરી, ક્ષપકશ્રેણિમાં ત્વરાથી જવા ઉગ્ર પૂર્વ તૈયારી કરે છે; અને જ્યારે પ્રશસ્ત કલ્યાણભાવમાં રમતો હોય ત્યારે પોતાના અનુગામીઓને માર્ગબોધ આપી, સહાય કરતો રહી, જીવોને કલ્યાણમાર્ગમાં દોરતો રહી પૂર્વે ગ્રહણ કરેલું ઋણ ચૂકવતો જાય છે. આમ આ કક્ષાએ કોઈ પણ પરિસ્થિતિમાં જીવ આશ્રવ કરતાં નિર્જરા વધારે કરતો રહે છે. આથી આ પ્રવૃત્તિ એ સમ્યકત્વ પરાક્રમનું સાતમું અને ખૂબ અગત્યનું પગલું છે. આ અવસ્થાએ સમ્યકત્વ પરાક્રમની મહત્તા જીવ પોતે કેવી રીતે અનુભવે છે, અને બીજાને તેની સમજણ કેવી રીતે આપે છે, તેનું સુંદર પૃથકરણ આપણને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમાં અધ્યયન ‘સમ્યકત્વ પરાક્રમ” થી જાણવા મળે છે. આ પ્રકરણમાં આર્ય શ્રી સુધર્માસ્વામી ગણધરે તેમના સુશિષ્ય શ્રી જંબુસ્વામીને સમ્યકત્વ પરાક્રમ કરવામાં ઉપયોગી થાય તેવું જે કંઈ શ્રી શ્રમણ ભગવાન મહાવીરે પ્રતિપાદન કર્યું છે, તેનું શ્રદ્ધાન કરવાથી, પાલન કરવાથી, અનેક જીવો સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિર્વાણ પામ્યા છે અને બધાં જ દુઃખોનો અંત લાવ્યા છે, એવી સ્પષ્ટ સમજણ આપી છે. જુદા જુદા એકોત્તર પ્રશ્નોત્તર દ્વારા કયા કાર્યનું કેવું ફળ મળે છે, અને કેવી રીતે તેનું સમ્યક્ત્વ પરાક્રમ થાય છે, તેની સમજણ આપવામાં આવી છે. સાધક જીવને ધર્મની શરૂઆત ક્યાંથી કરવી, ક્યારે કરવી, આ ધર્મપાલન કરવા માટે જે અનેક સાધનો દર્શાવ્યા છે તેનો ઉપયોગ કરવાથી તેનું શું ફળ મળે છે તે જાણવાની જોરદાર જિજ્ઞાસા હોય છે. તે જિજ્ઞાસાનું સમાધાન ચિંતન અને ગંભીર વિચારણા દ્વારા સુત્રાત્મક શૈલીમાં કરેલું છે. ધર્મ આરાધન સાથે સંબંધ ધરાવતા એકોત્તેર પ્રશ્નોની છણાવટ અહીં કરી છે. પ્રભુએ જણાવેલા આરાધવા યોગ્ય સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુ તથા સાધર્મની સુશ્રુષા, આલોચના, નિંદા, ગણા.. વગેરેનું ફળ જણાવી શ્રેણિની તૈયારી કઈ રીતે થાય તે જણાવ્યું છે, અને વિકાસનાં સોપાનો સ્પષ્ટ કર્યા છે. ૧૨૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૪ સંવેગ, નિર્વેદ, શ્રદ્ધા, ગુરુ તથા સાધર્મિકની સુશ્રુષા – સમકિતનાં લક્ષણો પ્રગટાવે છે. ૩ આલોચના, નિંદા, ગહણા – પોતે જે કારણથી સંસારથી છૂટયો નથી, તેનો પશ્ચાતાપ કરી પાત્રતા તૈયાર કરે છે. સામાયિક, ચોવિસંથો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન – છ આવશ્યકના આરાધનથી સંવર તથા નિર્જરા વધે છે. સ્તુતિમંગલ, કાલની પ્રતિલેખના – ગુરુ પ્રતિનો અર્પણભાવ જાગે છે. ‘પ્રાયશ્ચિત, ક્ષમાપના – અર્પણભાવ વધારવા, દોષ નિવૃત્તિ કરવા ઉપયોગી થાય છે. ૬ સ્વાધ્યાય, વાંચન, પ્રતિપુચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા – જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધારવા મદદ કરે છે. શ્રુતની આરાધના, મનની એકાગ્રતા, સંયમ, તપ, વ્યવદાન – ચારિત્ર ખીલવવાનો પુરુષાર્થ વધારે છે. સુખશાતા, અનાસક્તિ, વિવિક્ત શૈયાસન, વિનિવર્તના-ચારિત્રનો વિકાસ કરવા એકાંતવાસ અને એકત્વભાવનાના દઢત્વની જરૂરત બતાવે છે. સંભોગ, ઉપાધિ આહાર, કષાય, યોગ, શરીરના પ્રત્યાખ્યાન – ઉત્તરોત્તર અસંગતા વધારતા જવા માટેનો આદર્શ માર્ગ વ્યક્ત કરે છે. ૩ સહાય, ભક્ત, સભાવ પ્રત્યાખ્યાન – આદર્શને આચારમાં મૂકવાથી થતી સિદ્ધિ વર્ણવે છે. ૪ પ્રતિરૂપતા, વૈયાવૃત્ત, સર્વગુણ સંપન્નતા, વીતરાગતા – આદર્શને આચારમાં મૂકવાનો ક્રમ જણાવ્યો છે. ૨ શાન્તિ, મુક્તિ – કષાય જયનો ઉપાય છે. ૧૨૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩ ૩ ૩ ૫ ૪ ૧ ઋજુતા, મૃદુતા, ભાવસત્ય, કરણસત્ય, યોગસત્ય ગુણોનો વિકાસ સૂચવે છે. મન, વચન અને કાયમુક્તિ અનુભવાય છે. — - સમ્યક્ત્વ પરાક્રમ મન સમાધારણા, વાક્ સમાધારણા, કાય સમાધારણા જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન થાય છે. ગુપ્તિને કઈ હદ સુધી વિકસાવવી તેનો આદર્શ રજુ કર્યો છે. ત્રણ ગુપ્તિથી વધતો સંવર — ― જ્ઞાન સંપન્નતા, દર્શન સંપન્નતા, ચારિત્ર સંપન્નતા – આ ત્રણથી સંસારનો પાર પામવાનું સર્વોત્કૃષ્ટ પરાક્રમ કરી શકાય છે. શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, જીહ્વા, સ્પર્શ આ પાંચે ઇન્દ્રિયોનો સંયમ કરવાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાય છે, નવા બંધનો સંવર થાય છે. ૧૨૫ ક્રોધ, માન, માયા, લોભ – ચારે કષાયજયથી ક્ષમા, નમ્રતા આદિ ગુણો ખીલે છે, સ્વરૂપની અનુભૂતિ અનુભવાય છે. રાગદ્વેષ મિથ્યાદર્શન વિજય – બધાનો સરવાળો છે. મોહજયી થવાય, બધાં પાપથી છૂટાય. સર્વ પુરુષાર્થનું પરિણામ છે “આત્મસિદ્ધિ”. ૭૧ શ્રી પ્રભુએ દર્શાવેલો આ સંયમમાર્ગ આરાધવાથી ચારે ઘાતી કર્મો કેવી રીતે ક્ષીણ થતાં જાય છે, અને શ્રેણિ માંડવાની પૂર્વ તૈયારી જીવ કેવી રીતે કરતો જાય છે તે સમજવા આપણે પ્રયત્ન કરીએ. મોક્ષમાર્ગનો યથાર્થ આરંભ સમ્યક્દર્શનની પ્રાપ્તિથી શરૂ થાય છે. અને દશા વધવાની સાથે સમ્યક્દર્શનનું વિશુદ્ધિકરણ થતું જાય છે. અથવા તો સમ્યક્દર્શનની વિશુદ્ધિ સાથે ઉચ્ચ આત્મદશા જીવને મળતી જાય છે. આમ કરતાં ચારે ઘાતી કર્મોનો Page #159 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટતાં માર્ગઆરાધનની પૂર્ણતા થાય છે. અને જે આરાધન થયું છે તેના ફળ રૂપે બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, તે સિદ્ધભૂમિમાં બિરાજમાન થાય છે અને ત્યાં તેના સંસારનાં પરિભ્રમણનો અંત આવે છે; તે પછી અનંતકાળ સુધી સ્વાનુભૂતિના અનુપમેય સુખમાં તે વસી રહે છે. જ્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે તે સમ્યક્દર્શનનાં પાંચ અંગ શ્રી પ્રભુએ જણાવ્યાં છે. તે છે – શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને શાંત કરવા તે શમ. મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે સંવેગ. સંસારના પરિભ્રમણથી છૂટવાના ભાવ વેદવા તે નિર્વેદ. જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય, તે માર્ગનું શ્રધ્ધાન કરવું તે આસ્થા, અને સ્વાર કલ્યાણના ભાવ દ્વારા સહુ જીવો સુખને પામે એવા ભાવમાં રહેવું તે અનુકંપા. આ પાંચે ગુણો જ્યારે અમુક અંશે ખીલે છે ત્યારે સમ્યકત્વ પ્રગટ થાય છે. આ પાંચે ગુણોમાં સહુથી પહેલા પરખાય તેવો ગુણ છે “શમ”. કષાયો શાંત થાય, તેને લીધે પ્રત્યેક ઉદયકાળમાં જીવને કેવો સમભાવ રહે છે તેનો ખ્યાલ પોતાને તથા અન્યને જલદીથી આવી શકે છે. “શમ” એ બાકીના ચાર ગુણોની ખીલવણીના ફળ રૂપે જીવમાં આવે છે; તેથી તેને સહુ પ્રથમ મુકેલ છે. આ “શમ” નો ગુણ સંવેગ તથા નિર્વેદથી પોષાયો હોતો નથી ત્યાં સુધી તે ગમે ત્યારે વિપરીત રૂપે પરિણમી શકે છે, અને કષાયો ઉપ્ત થઈ જાય છે. પણ જ્યારે સંવેગ તથા નિર્વેદ બળવાન થાય છે, ત્યારે તેના આધારથી કષાયો દબાયેલા રહે છે. જીવને સભાનપણું રહે છે કે જો કષાય જોર કરશે તો સંવેગની ભાવના પૂરી થશે નહિ. સંવેગ જન્મતા જે અનાદિકાળથી જીવ સંસારસુખની ઇચ્છામાં રમતો હતો, તે મોક્ષેચ્છામાં રમવાનું શરૂ કરે છે. તેના લીધે તેની સંસારવાસના ક્ષીણ થતી જાય છે, નિર્વેદ વધે છે, સંવેગ અને નિર્વેદની સફળતા તો જ થાય, જો તેને યથાર્થ માર્ગની પ્રાપ્તિ અને શ્રદ્ધાન જાગે. આમ આસ્થા – ધર્મશ્રદ્ધા એ સંવેગ તથા નિર્વેદને પોષણ આપનાર ઉપકારી તત્ત્વ છે. જીવને જ્યારે સન્માર્ગની પ્રાપ્તિ થાય છે ત્યારે તેનું સલ્ફળ પોતાને તથા પોતાના ૧ ૨૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ સંપર્કમાં શુભ ભાવે રહેતા સર્વને મળે એવી જિજ્ઞાસા સ્વભાવિકપણે તેને થાય છે. આ ભાવ અનુકંપા તરીકે ઓળખાય છે. જેમ જેમ જીવની વિશુદ્ધિ વધતી જાય છે, તેમ તેમ શુભ ભાવનાઓનું ફલક વિસ્તૃત થતું જાય છે, તે સહજ છે. આમ આ પાંચ અંગો, સમ્યગ્દર્શનને પ્રગટ કરનારાં છે, તેને શ્રી પ્રભુએ યોગ્ય ક્રમમાં આપણને જણાવ્યા છે, તે સમજવા યોગ્ય છે. શ્રી ઉત્તરાધ્યયન સુત્રના ૨૯મા અધ્યયન “સમ્યકત્વ પરાક્રમ” માં સમકિતના મૂળ પાંચ અંગમાના ‘શમ’ સિવાયના બીજા ચાર અંગોના આરાધનથી જીવને શું ફળ મળે છે તેવા જંબુસ્વામીના પ્રશ્નો દ્વારા અને આર્ય શ્રી સુધર્માસ્વામીએ આપેલા, શ્રી મહાવીર પ્રભુએ તે બાબત શું જણાવ્યું છે તેવા ઉત્તર દ્વારા, ઉચિત આરંભ થયેલો છે. ચારે અંગોના આરાધનના ફળરૂપે ‘શમ’ પ્રાપ્ત થાય છે, તેથી તે અંગની ખીલવણી અર્થે અને ફળ વિચારણા અર્થે આ અધ્યયનનો પાછળનો ભાગ રોકાયેલો છે. આ અધ્યયનના પહેલા સૂત્રમાં શ્રી મહાવીર ભગવાને દર્શાવેલા સમ્યકત્વ પરાક્રમ કરવા માટેના એકોત્તેર સાધનોની યાદી આપી છે, અને બીજા સૂત્રથી મૂળ પ્રશ્નોત્તરની શરૂઆત થાય છે. બીજા સૂત્રમાં “સંવેગથી (મોક્ષની રુચિથી) જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તર રૂપે જણાવ્યું છે કે, “સંવેગથી જીવ અનુત્તર – પરમ ધર્મશ્રદ્ધા પામે છે, પરમ શ્રદ્ધાથી શીધ્ર – જલદી સંવેગ આવે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થાય છે, નવાં કર્મોનો બંધ થતો નથી, અનંતાનુબંધી રૂપ તીવ્ર કષાયો ક્ષીણ થવાથી મિથ્યાત્વ વિશુદ્ધ કરીને દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ થઈને કેટલાય જીવ તેજ જન્મમાં સિદ્ધ બને છે, અને કેટલાક દર્શનવિશુદ્ધિથી વિશુદ્ધ થઈને ત્રીજા ભવનું અતિક્રમણ નથી કરતા.” સંવેગ એટલે મોક્ષમાં જવાની જીવની અભિલાષા. આ ભાવની શરૂઆત મંદતાથી થાય છે, અને ક્રમે ક્રમે વધતી જાય છે, તીવ્ર થતી જાય છે. અભિલાષા બળવાન થવાની સાથે જીવનું માર્ગનું શ્રદ્ધાન વધતું જાય છે, કેમકે માર્ગારાધનથી જે અનુભવો ૧૨૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ - સુખની અનુભૂતિ થાય છે તેને લીધે એ સુખની વૃદ્ધિ કરવાની લગની તેને લાગતી જાય છે. આમ સંવેગ તથા ધર્મશ્રદ્ધા પરસ્પર એકબીજાની વૃદ્ધિ કરતાં રહેવાથી જીવની મિથ્થામાન્યતા ક્ષીણ થતી જાય છે. પરિણામે તે મિથ્યા માન્યતા અર્થાત્ મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચોકડી અનુદિત રહે એવી સ્થિતિમાં જીવ આવે ત્યારે તે ક્ષયોપશમ સમકિત પામે છે, અને તેનો સર્વથા ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમકિત મેળવે છે, આ સમકિતમાં દર્શન અર્થાત્ શ્રદ્ધાન સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. તે વિશુદ્ધિના પ્રભાવથી ઘણા ભાગે તે જ ભવમાં જીવ મોક્ષ પામે છે, અથવા વધુમાં વધુ તે જીવ ત્રીજા ભવે મોક્ષમાં જાય છે. આમ જીવને સંસારથી મુક્ત થવા માટે સૌથી ઉપકારી ભાવ સંવેગનો છે, તે શરૂઆતમાં સ્પષ્ટ કર્યું છે. ઉપરાંત, ક્ષાયિક સમ્યક્ત્વનું મહત્વ સ્પષ્ટ કર્યું છે કે માર્ગનું સાચું અને યથાર્થ આરાધન કરવા માટે અને મુનિ અવસ્થામાં રહેવા માટે ક્ષાયિક સમ્યક્ત્વ પરમ ઉપકારી છે. તે મેળવ્યા પછી જીવ ક્ષેપક શ્રેણિએ ચડવા માટે કેવો પુરુષાર્થ આદરે છે તેની જાણકારી આપણને તે પછીની પ્રશ્નોત્તરીમાંથી જાણવા મળે છે. આ ઉપરાંત, બીજા સૂત્રથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીનાં કોઈ પણ ગુણસ્થાને જીવ ક્ષાયિક સમકિત મેળવવાને પાત્ર હોવા છતાં ચોથા ગુણસ્થાને ક્ષાયિકનો પુરુષાર્થ કરવો કર્તવ્ય છે, કારણ કે જીવ જેમ જેમ ગુણસ્થાનમાં ચડતો જાય છે તેમ તેમ શાંત અને શીતળ થતો જાય છે, અને અનંતાનુબંધી તથા મિથ્યાત્વનો ક્ષય કરવા માટે ઉગ્રતાની જરૂરત રહે છે, તેથી ઉપરના ગુણસ્થાને ક્ષાયિકનો પુરુષાર્થ કરવામાં જીવને વધારે મહેનત પડે છે. જો ચોથા ગુણસ્થાને, શીતળ થયા પહેલાં જ ઉગ્રતા કેળવવી હોય તો તે સહેલું પડતું હોવાથી તેમ કરવું ઘણું ઉપકારી થાય છે; એટલું જ નહિ દર્શન વિશુદ્ધ થવાને કારણે આગળનું આરાધન ખૂબ આસાન થતું જાય છે. તે સર્વની વિચારણા સમજતાં ‘ક્ષાયિક સમ્યકત્વ' નું અહીં બતાવેલું મહત્ત્વ કેટલું યથાર્થ છે તે નક્કી થાય છે. સંવેગનું બળવાનપણું કરવામાં ‘નિર્વેદ'નો ભાવ મદદ કરે છે. નિર્વેદ એટલે દેવ, મનુષ્ય કે તિર્યંચ વિષયક કામભોગોથી નિવૃત્ત થવાની ઇચ્છા, આ વિષયેચ્છા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ નિર્વેદ બળવાન થતો જાય છે, તેના અનુસંધાનમાં સંવેગ વધે ૧૨૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ છે, સંવેગ વધતાં સંસારવાસના ક્ષીણ થતી જાય છે, આમ પરસ્પર ઉપકારી સંવેગ નિર્વેદની સમજણ માટે ત્રીજા સૂત્રના પ્રશ્ન ‘નિર્વેદથી (વિષય વિરક્તિથી) જીવને શું મળે?' ના ઉત્તર રૂપે જણાવ્યું છે કે, “નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ વિષયક કામભોગમાંથી જલદી નિર્વેદ પામે છે. બધા વિષયોમાં વિરક્ત બને છે. બધા વિષયોમાં વિરક્ત થઈને આરંભનો પરિત્યાગ કરે છે, આરંભનો પરિત્યાગ કરીને સંસારમાર્ગનો વિચ્છેદ કરે છે તથા સિદ્ધિમાર્ગ પામે છે.” સંવેગને કારણે જીવનો નિર્વેદ વધે છે, પરિણામે સંસાર સંબંધી કામભોગની મનીષા તૂટવાથી તેની પરિઝહબુદ્ધિ ઘટતી જાય છે, આથી સંસારી પદાર્થો સંબંધીની તેની પ્રવૃત્તિ રસરહિત અને અલ્પ માત્રાની થતી જાય છે. આ રીતે પ્રવૃત્તિ ઘટતાં ફાજલ મળતો સમય તે જીવ પોતાની સંવેગની ભાવના પૂરી કરવા માટે આત્મારાધનમાં જોડાય છે. સંસારી પ્રવૃત્તિઓની નિરસતા તથા આત્મઆરાધનની પ્રવૃત્તિ તેના કષાયોને મંદ કરવા સાથે ધર્મશ્રદ્ધાન વધારે છે – જે માર્ગના આરાધનથી મોક્ષમાં જવાય તે માર્ગનું જાણપણું અને દઢપણું વધવા લાગે છે તેથી સ્વરૂપ પ્રતિ જવામાં વિઘ્નરૂપ થતા પદાર્થોનો ત્યાગ કરવાની શરૂઆત કરવા સાથે એ વૃત્તિનો વધારો તે જીવમાં થતો જાય છે. આ છે જીવની પાંચમી ગુણસ્થાનની સ્થિતિ. આ ગુણસ્થાન ‘દેશવિરતિ તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં અમુક પદાર્થોનો ત્યાગ (વિરતિ) અને અમુક પદાર્થોનો અત્યાગ (અવિરતિ) હોય છે. આમ સંવેગ અને નિર્વેદના સાથથી જીવનું સાચું ધર્મારાધન શરૂ થાય છે, જીવના ધર્મારાધનને જ્યાં સુધી સંવેગ તથા નિર્વેદનો સથવારો હોતો નથી ત્યાં સુધી તે જીવ ધર્મારાધનના ફળરૂપ ઉપાર્જન થતા પુણ્યને સંસારના શાતાના ઉદયો મેળવવામાં વાપરી નાખવાની ભૂલ કરતો રહે છે. પરિણામે તેની ધર્મપ્રવૃત્તિ માત્ર સંસાર સુખ મેળવવા થતી હોય તેવું બનતું રહે છે. પરંતુ જ્યારે તે જીવમાં સંવેગ તથા નિર્વેદ ખીલતા જાય છે ત્યારે તે ધર્મારાધનના ફળરૂપે સંસારની સુવિધા નહિ, પણ મોક્ષપ્રાપ્તિની અભિલાષા કરતાં શીખે છે. અને પોતાના પુરુષાર્થના ફળરૂપે શુદ્ધ આચરણરૂપ ધર્મારાધન મેળવે છે. પૂર્વના અનંતકાળમાં કરેલું ધર્મારાધન સંવેગ તથા ૧૨૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નિર્વેદ રહિતપણે થયું હોવાથી તે નિષ્ફળ ગયું હતું, તે આરાધનને સફળ કરવા માટે તે બંનેના યોગ્ય સથવારાની કેવી જરૂર છે, તેની તે પછીના ચોથા સૂત્રમાં સમજણ આપવામાં આવી છે. ચોથા સૂત્રમાં “ધર્મશ્રદ્ધાથી જીવને શું મળે?' એવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે “ધર્મશ્રદ્ધાથી જીવ શાતા-સુખ અર્થાત્ શતાવેદનીય કર્મજન્ય વૈષયિક સુખોની આસકિતથી વિરક્ત થાય છે. આગાર ધર્મ છોડીને તે અણગાર બની, છેદન, ભેદન, આદિ શારીરિક તેમજ સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે, અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે.” સંવેગ તથા નિર્વેદ હોય, પણ ધર્મશ્રદ્ધાન ન હોય, કયા માર્ગે જવાથી જલદી મોક્ષ મળે તેની જાણકારી કે શ્રદ્ધા ન હોય તો જીવે આદરેલો પુરુષાર્થ સફળ થતો નથી. કેમકે તેની દશા દિશાશૂન્ય જેવી થઇ જાય છે. મોક્ષમાં જવું છે પણ તેની સૂઝ તો ધર્મશ્રદ્ધાનથી જ આવે છે; આ માર્ગે જવાથી જ મારું કલ્યાણ છે તે નિર્ણિત થતાં, તે માર્ગે તે ચાલવા લાગે છે. જેમ સંસારથી છૂટવાની ઇચ્છા હોય, પણ તેને માર્ગની જાણકારી ન હોય તો તેનાથી છૂટાતું નથી, એ જ રીતે ધર્મક્રિયાઓ થતી હોય પણ સંસારથી છૂટવાના ભાવ જ ન હોય તો પણ જીવથી છૂટી શકાતું નથી. આ રીતે સંવેગ, નિર્વેદ અને ધર્મશ્રદ્ધાન એ સ્વભાવને સિદ્ધ કરવા માટે એકબીજા સાથે અવિનાભાવી સંબંધ ધરાવે છે, એટલે કે તે ત્રણે પરસ્પર ઉપકારી તત્ત્વો છે તે સમજી શકાય એવું છે. યોગ્ય ધર્મશ્રદ્ધાન જાગવાથી જીવ શાતાવેદનીય કર્મજન્ય વેષયિક સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. અનાદિકાળથી જીવને સંસારી શાતાનું અકથ્ય આકર્ષણ હતું તે ધર્મની સમજ આવતાં તૂટતું જાય છે. અને સમગ્ર સંસારી પ્રવૃત્તિ, આત્મસુખના ભોગવટામાં જીવને બાધાકારક થાય છે એવો અનુભવ વારંવાર મળ્યા કરે છે. પરિણામે તે આત્મસુખનું મુખ્યતાએ આકર્ષણ વેદે છે ત્યારે તે આગાર ધર્મ – ગૃહસ્થ જીવન છોડી અણગાર (ગૃહ રહિત સ્થિતિ) થાય છે – મુનિ જીવન સ્વીકારે છે. મુનિ જીવનમાં ઉચ્ચ આત્મિક આરાધન કરી શારીરિક, માનસિક, કૌટુંબિક આદિ સર્વ દુઃખોનો ૧૩૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ વિચ્છેદ – નાશ કરે છે. આમ બાહ્યથી સર્વસંગ પરિત્યાગ કરનાર મુનિ અંતરંગથી પોતાનાં મન, વચન તથા કાયા શ્રી પ્રભુને તથા ગુરુને સોંપી પોતે આજ્ઞાધીન થઈ સ્વછંદનો ત્યાગ કરે છે. આ આંતરબાહ્ય સ્વચ્છેદનો ત્યાગ એટલે છä ગુણસ્થાન. આ ગુણસ્થાને જીવ આત્માને શુધ્ધ કરવાની પ્રવૃત્તિ ખૂબ વેગથી ઉપાડી, પ્રમાદનો નાશ કરવા પ્રવૃત્ત થાય છે. તેમ કરવામાં મુનિ મોહનીયના ક્ષય સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો પણ ઘણી મોટી માત્રામાં નાશ કરી શકે છે. પરિણામે ધર્મના ઊંડા ભેદરહસ્યો તથા માર્ગની વિશદ જાણકારી મુનિમાં પ્રગટવા લાગે છે; આ જાણકારી અને મુનિ જીવનની નિવૃત્તિનો લાભ લઈ મુનિ પ્રમાદ ત્યાગી સ્વરૂપ લીનતામાં રહેવા પ્રયત્ની બને છે. આટલી ઊંચી અવસ્થાએ પહોંચાડવામાં જે જે ઉત્તમ પુરુષોએ સાથ આપી ઋણી બનાવ્યા છે, તે સહુનો ઉપકાર માની, તે ઋણની ચૂકવણી કરવા તેઓ ઇચ્છા કરતા થાય છે. જે જીવો આત્મદશામાં પોતાની પાછળ છે, તેમને આગળ વધવામાં સહાય કરી આ ઋણ ચૂકવવા યોગ્ય છે તેવી સમજણ તેને તેમના ગુરુ પાસેથી મળતી જાય છે. અને મુનિ એ માર્ગે ચાલી ઋણગ્રહણ કરવા સાથે ઋણમુક્ત થવાનો પુરુષાર્થ પણ આદરે છે. આમ સંવેગ, નિર્વેદ અને ધર્મશ્રદ્ધા એ ત્રણ ગુણો દ્વારા ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવ મુનિઅવસ્થા સુધી કેવી રીતે આવે છે તે આ અધ્યયનના ત્રણ સૂત્રો દ્વારા બતાવ્યું છે. ધર્મશ્રદ્ધાનનું મુખ્ય અંગ છે અનુકંપા, અર્થાત્ દયા. જે જીવ સાચા ધર્મનું શ્રદ્ધાન કરે છે, તેનામાં સ્વપદયાનો ગુણ અવશ્ય ખીલતો જાય છે. દુ:ખ કોઈને ગમતું નથી, સહુ કોઈ સુખને મેળવવા વલખા મારતા હોય છે. આ સ્થિતિ કેવી છે? આ જગતમાં પ્રાણી રહે, દુ:ખમાં ગળકાં ખાતો રહે, સુખનાં ઝાંવા નાખતો રહે, હકીકતમાં રીબાતો રહે. ૧૩૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જગતજીવોની આવી દુ:ખથી ભરેલી સ્થિતિની સામે મુનિ પોતે જે આત્માનાં સુખ અને શાંતિ વેદે છે તેની સરખામણી મનમાં થતાં, તેમનું મન પોકારી ઊઠે છે કે “સહુ જીવોને સાચા આત્મિક સુખની પ્રાપ્તિ થાઓ.” ઊંડા ધર્મશ્રદ્ધાનથી નીપજતા સુખના અનુસંધાનમાં પોતે તથા સર્વ જીવો આ ક્લેશિત સંસારથી મુક્ત થાઓ એ ભાવની સુદઢતા થતી જાય છે. અને આ દયાધર્મ મનમાં વિશેષ દૃઢ થતો જાય છે. આ દયાધર્મ વાસ્તવિક જીવનમાં પ્રગટ થાય છે ત્યારે તેનો કેવા પ્રકારે લાભ થાય છે તે પાંચમા સૂત્રમાં કહ્યું છે. પાંચમા સૂત્રમાં “ગુરુ અને સાધર્મિકની સુશ્રુષાથી જીવને શું મળે છે?” એવા સવાલના જવાબમાં કહ્યું છે કે, “ગુરુ અને સાધર્મિકની સેવાથી જીવ વિનય પ્રતિપત્તિ કરે છે. વિનય પ્રતિપન વ્યક્તિ ગુરુની પરિવારાદિ અશાતના નથી કરતો. તેથી તે નરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવ વિષયક દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ (સ્લાઘા), સંજ્વલન (ગુણોનો પ્રકાશ) ભક્તિ અને બહુમાનથી માણસ અને દેવસંબંધી સુગતિનો બંધ કરે છે, અને શ્રેષ્ઠ ગતિસ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનયમૂલક બધાં પ્રશસ્ત કાર્યો સાથે છે. ઘણા બીજા જીવોને પણ વિનયી બનાવે છે.” જેના આશ્રયે જીવ ધર્મ આરાધન કરે છે તે ગુરુ; તથા જે અન્ય જીવોના સહવાસમાં આત્મારાધન કરે છે તે સાધર્મિક, તે બંનેની સેવા કરવાથી, તેમની જરૂરિયાત પ્રેમથી પૂરી પાડવાથી મુનિને કે જીવને જે આત્મિક લાભ થાય છે તેનું વર્ણન અહીં કર્યું છે. ગુરુને શાતા આપવાનો પ્રયત્ન જીવ કરે છે ત્યારે તેમના પ્રતિની અનુકંપા ઉપરાંત પૂજ્યભાવ અને અહોભાવ જીવ વેદે છે. એ પૂજ્યભાવનું વિશેષપણું થતાં પોતાના લઘુત્વભાવ અને કરુણાભાવ તથા અનુકંપાનું વેદન કરી તે જીવ વિનય પ્રગટાવે છે. એ જ રીતે સાધર્મિક જીવની પણ સેવા કરવાથી તેમના પ્રતિ અનુકંપા વેદાય છે તથા તેના ગુણો પર દૃષ્ટિ સ્થિર થવાથી ગુણગ્રાહીપણું વધે છે, અને તેની ગુણોની વૃદ્ધિ થતાં તેમના પ્રતિ પણ તે વિનયભાવ કેળવતો જાય છે. આ પ્રકારે વિનયનું સેવન કરવાથી, રૂડા આત્માઓ ત્વરાથી શાતા પામો એવા ભાવમાં ગરક થવાથી, તે જીવો સાથે શુભ સંબંધ સંપન્ન કરે છે. તેમના પ્રતિ પૂર્વકાળમાં ૧૩૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ ભાવેલા અશુભ ભાવોની તત્કાલીન નિર્જરા થઈ જાય છે, કારણ કે અશુભભાવના ઉદય સાથે સુશ્રુષા સારી રીતે થઈ શકે નહિ. વળી, ગુર્વાદિકની ભાવપૂર્વક સેવા કરવાથી, તે પોતાના માનકષાયને સહેલાઈથી ક્ષીણ કરી શકે છે, સેવાભાવમાં રત થવાથી સંસારી શાતા પ્રતિની સુખબુદ્ધિ પણ છૂટતી જાય છે, પરિણામે તે ચારે ગતિ વિષયક અશાતા વેદનીયનો નિરોધ કરે છે. તે જીવ સુખબુદ્ધિ તોડીને પોતાનાં જ્ઞાનનાં આવરણ હળવાં કરે છે, અને ગુર્વાદિકના આશ્રયે સમ્યક્માર્ગનું આરાધન કરી તે મોહનીય આદિ કર્મ ઘટાડતો જાય છે. આ પ્રક્રિયામાં તે ગુરુપ્રતિ તથા સાધર્મી પ્રતિ જે પ્રેમભાવ વેદે છે, તેમના તરફથી જે નિર્મળ પ્રેમભાવ મેળવે છે, તેનાથી તે પોતાના વિનય ગુણને ખીલવે છે. વિનયની ખીલવણીથી અન્ય જીવો પ્રતિ પોતાનો પ્રેમભાવ પ્રસરાવી, તેઓને પણ વિનયી બનાવે છે. અને એ ગુણનો વિકાસ કરતાં કરતાં વિશેષ વિશેષ આજ્ઞાધીન થઈ, અંતરંગ પ્રમાદને છોડતો જાય છે. પરિણામે ભાવિમાં મુક્ત થવામાં સહાયરૂપ થાય એવા શુભ બંધ બાંધતો જાય છે. આમ સમિતના પાયારૂપ ચાર અંગ સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાના ઉત્કૃષ્ટિકરણથી જીવ સમર્થ થઈ ચોથાથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધી કેવો વિકાસ કરે છે તે આ અધ્યયનમાં સૂત્રાત્મક શૈલીથી વર્ણવ્યું છે. અને આ ચાર લક્ષણો પ્રયત્નપૂર્વક યથાર્થ રીતે ખીલવવાથી તેનામાં ‘કષાય જય’ કરવાની શક્તિ આવે છે, કષાય જય એટલે ‘શમ’ લક્ષણનું પ્રગટીકરણ. સાનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં આત્માને શાંત પરિણામી રાખવો, જરા પણ આર્ત પરિણામમાં જવા ન દેવો તે ‘શમ’ અથવા ‘કષાય જય' કહી શકાય. સમિતિના જે પાંચ લક્ષણો પ્રભુએ બતાવ્યા છે, તેનો અભ્યાસ કરીએ તો આપણને સમજાય છે કે તે લક્ષણોના શુદ્ધિકરણથી જીવ ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધીનો વિકાસ મેળવી શકે છે. સંવેગથી જીવ દર્શનશુદ્ધિ કરે છે, નિર્વેદથી વ્રતનિયમ ધારે છે, ધર્મ શ્રદ્ધાન આસ્થાથી પ્રમાદ જય કરી, આજ્ઞાધીન થાય છે, અનુકંપાથી સ્વપર કલ્યાણ સાધવામાં અપ્રમાદી રહી આત્મશુદ્ધિ કરવામાં અગ્રેસર થાય છે, સાથે સાથે સહુ જીવ કલ્યાણ પામે એવી ભાવના બળવાન કરતો જાય છે. અને આ ચારે ગુણોનો વિકાસ સાધી તેના ફળ ૧૩૩ — Page #167 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રૂપ “શમ' – કષાયોથી ઉપશમવા રૂપ શાંતિને મેળવતો જાય છે. સાતમા ગુણસ્થાનથી જીવ સાચી શાંતિ વેદવાનું શરૂ કરે છે, તે વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાન સુધી વિકસી સિદ્ધભૂમિમાં સદાકાળ માટે, શાંતિના ધામમાં સ્થિર થાય છે. આવા અદ્ભુત ‘શમ” ગુણને સાધ્ય કરવામાં આલોચના, નિંદા તથા ગહ કેવી રીતે મદદરૂપ થાય છે તે છે, સાત અને આઠ એ ત્રણ સૂત્રમાં જણાવ્યું છે. આ અને આ પછીનાં બધા સૂત્રોમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ ‘શમ” ગુણને ઉત્કૃષ્ટતાએ પહોંચાડવા કેવા કેવા પુરુષાર્થ કરે છે તેની જાણકારી આપી છે, છઠ્ઠા સાતમાં ગુણસ્થાને જીવે એવી તૈયારી કરી લેવાની છે કે જેથી તેને નાના કાળે ક્ષપક શ્રેણિ મળે અને શ્રેણિ પણ ટુંકા ગાળાની રહે, એ માટેના પુરુષાર્થનું વર્ણન ‘સમ્યકત્વ પરાક્રમ' નામના આ અધ્યયનમાં આપ્યું છે. ‘આલોચનાથી જીવને શું મળે?” એવો સવાલ છઠ્ઠા સૂત્રમાં મૂકી જવાબમાં કહ્યું છે કે, “આલોચનાથી જીવ મોક્ષમાર્ગમાં વિજ્ઞરૂપ અને અનંત સંસાર વધારનાર માયા, નિદાન (તપાદિની વૈષયિક ફલાકાંક્ષા) અને મિથ્યાદર્શનરૂપ શલ્યો કાઢી નાખે છે. ઋજુભાવ પામે છે, ઋજુભાવ પ્રાપ્ત કરેલ જીવ માયા રહિત બને છે. તેથી સ્ત્રીવેદ, નપુંસકવેદનો બંધ તે નથી કરતો, અને પૂર્વબધ્ધની નિર્જરા કરે છે.” આલોચના એટલે ગુરુજનો સમક્ષ પોતાના દોષ વર્ણવી તે માટે પશ્ચાતાપ કરવો. જે પવિત્ર સગુરુની સેવામાં જીવ હોય છે તે ગુરુનાં નિર્મળ ચારિત્ર તથા અવસ્થા જાણીને, જોઈને, અનુભવીને તેને પોતામાં વર્તતા દોષોનું સભાનપણું અને પૂર્વે કરેલી ભૂલોની સમજણ આવતાં જાય છે. આ દોષોનો ભાર તેને મુંઝવે છે, આ મુંઝવણથી છૂટવા તે ગુરુ સમક્ષ દોષોનો એકરાર કરી, તેની ક્ષમાયાચના કરી, તેવા દોષો ફરીથી ન થાય તે માટે કાળજીભર્યા બનવાનો નિર્ણય કરે છે. આવી રીતે આલોચના કરવાથી જીવ પરદોષમાં રાચવાને બદલે સ્વદોષદર્શન કરતાં શીખે છે. આવું સ્વદોષદર્શન કરી, પોતાના ગુરુ સમક્ષ તેને પ્રગટ કરી ક્ષમા માગવામાં જીવે સરળતાનો ગુણ કેળવવો પડે છે. સાચી સરળતા આવ્યા વિના જીવ પોતાના દોષ અન્ય કોઈ તો શું, પણ ગુરુ ૧૩૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ પાસે પ્રગટ કરી શકતો નથી. જ્યાં સરળતાનો ગુણ વિકસે છે ત્યાં માયાકપટ પ્રવર્તી શકતું નથી. આથી સરળતા આવતાં માયાનો નાશ થાય છે, માયા એ સ્ત્રીવેદ તથા નપુંસકવેદના બંધનનું કારણ છે. સાથે સાથે માયા મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ બની અનંત સંસાર વધારી શકે છે. આવી બધી અશુદ્ધિઓ સરળતા આવતાં નીકળતી જાય છે. અને દબાયેલા મિથ્યાત્વનો નાશ કરવામાં સરળતા તથા આલોચના સારો ભાગ ભજવે છે. સાચી સમજણ આવે તો જ જીવ સ્વદોષદર્શન કરી શકે છે, અને સમ્યક્ સમજણ કે સમ્યક્ શ્રદ્ધાન એ મિથ્યા શ્રદ્ધાનનો કાળ છે, તેથી આલોચના કરવાથી જીવ મિથ્યાત્વને મહદ્અંશે પાતળું કરી શકે છે, તોડી શકે છે. શ્રદ્ધાન સમ્યક્ થવાથી જીવમાં ઋજુતા – કોમળતા પ્રગટ થાય છે, અને માયા તૂટતી જાય છે. પરિણામે સંસારવાસના ઘટતી જાય છે તેથી પોતે સેવેલા દોષનો થાક અને કંટાળો વેદવાનો આરંભ જીવમાં થાય છે. આમ થવાથી તે દોષથી છૂટવા પ્રયત્ન કરવા લાગે છે. અત્યાર સુધી જીવે સન્માર્ગ ત્યાગી, દોષોના આશ્રયે રહી પોતે પોતાનું જ અહિત કર્યું છે તેવું સભાનપણું આવતાં, આલોચના કરી વિશુદ્ધ થવાની ભાવનાના બળથી પોતાની પૂર્વકાળની અશુદ્ધ વૃત્તિની તે નિંદા કરે છે, તિરસ્કાર કરે છે. આ સ્વદોષની ‘નિંદા કરવાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તરરૂપે સાતમા સૂત્રમાં કહ્યું છે કે, “નિંદાથી પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપથી થનાર વેરાગ્યથી કરણ ગુણશ્રેણિ મળે છે. કરણ ગુણશ્રેણિથી અણગાર મોહનીય કર્મ નષ્ટ કરે છે.” સાધક જીવને પોતાના દોષોનું જાણપણું જેમ જેમ આવતું જાય, તેમ તેમ તે દોષોથી છૂટવા વિશેષ પ્રયત્ન થતો જાય છે. તે માટે તેને જ્યારે દોષોનું બળવાનપણું અનુભવાય ત્યારે તે દોષનો તિરસ્કાર કરે, તેને પોતામાંથી નીકળી જવાનો હુકમ કરે, બીજી બાજુથી વર્તતા દોષના કારણ માટે પશ્ચાતાપ કરતો જાય. આ પશ્ચાતાપના કારણથી જીવનો વૈરાગ્ય દેઢ થતો જાય છે, અને સંવેગ વેગવાન થાય છે. આ વેગ કાર્યરત થાય છે ત્યારે તે કરણ ગુણશ્રેણિ કરે છે. ગુણશ્રેણિમાં જીવની એવી સ્થિતિ થાય છે કે પ્રત્યેક સમયે તેના ગુણો અસંખ્યગણા વધતા જાય છે, અને એ કાળમાં કર્માશ્રવ કરતાં કર્મનિર્જરા ઘણા વધારે પ્રમાણમાં થાય છે. પરિણામે તેનો સંસારમોહ ૧૩૫. Page #169 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઝડપથી નષ્ટ થતો જાય છે. આમ જીવ સ્વદોષની નિંદા કરતાં કરતાં ગુણવૃદ્ધિ અને મોહત્યાગ કરતો રહે છે. આ પ્રમાણે કરાતી સ્વદોષ નિંદાથી સાધકને જો પૂરતું સમાધાન કે સંતોષ મળે નહિ, એટલે કે દોષ નિવૃત્ત કરવામાં તેને ઇચ્છિત ઝડપ દેખાય નહિ તો તે તેનાથી એક પગલું આગળ વધે છે. પોતે કરેલા દોષ ગુરુ આદિ સમક્ષ વર્ણવી, લજ્જા કરી, તેનાથી છૂટવા મથે છે. આ રીતની વર્તના તે ગઈ. સ્વદોષ નિંદા કરવાથી જો દોષમુક્તિ થવામાં અપૂર્ણતા લાગે તો જલદ ઉપાય તરીકે અન્ય યોગ્ય વ્યક્તિ પાસે તે દોષો વર્ણવી શરમિંદો થાય છે અને પરિણામમાં તે અકાર્ય કરવાથી છૂટી જાય છે આવી ‘ગહથી (બીજા પાસે પોતાના દોષ કહેવાથી) જીવને શું મળે?' એવો આઠમા સૂત્રમાં પ્રશ્ન મૂકીને ઉત્તર જણાવ્યો છે કે, “ગર્હાથી જીવને અપુરસ્કાર અવજ્ઞા થાય, અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામો ન કરે, સારા કામ જ કરે. એવો અણગાર જ્ઞાન દર્શનાદિ અનંત ગુણોનો ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનંત પર્યાયોનો ક્ષય કરે છે.” અણગાર મુનિ સ્વદોષનંદા કરવા છતાં પણ જો પરભાવથી છૂટી શકે નહિ, એટલું બધું મોહનું પ્રાબલ્ય હોય તો પોતામાં પ્રવર્તતા દોષોથી મુક્ત થવા, તે પોતાના દોષો અન્ય ગુરુજન પાસે વર્ણવે છે. આમ કરતાં મુનિને શરમ, લઘુતા અને અવજ્ઞાની લાગણી અનુભવવી પડે છે. આવી લાગણીના કારણે આવું નીચાજોણું બીજીવાર ન થાય તેવા હેતુથી પણ તે અપ્રશસ્ત કાર્યો કરવાં છોડી દે છે. પ્રશસ્ત કાર્યો જ કરે છે, અને તેના ફળ રૂપે જ્ઞાનાવરણાદિ કર્મોની નિર્જરા કરતો જાય છે, ક્ષય કરે છે. આ રીતે અણગાર મુનિ પોતામાં જે કંઈ અપ્રશસ્ત જણાય છે, તેનો ત્યાગ કરવા સદા જાગૃત રહે છે, પોતાના માનભાવને તોડી તે આલોચના, નિંદા તથા ગહ દ્વારા શુદ્ધિકરણ કરતાં કરતાં પોતાના સંવેગ તથા નિર્વેદને દઢ કરતા જાય છે, જો માનભાવ તોડી ન શકે તો તે મુનિ પહેલાં તો પોતાના દોષ જાણી શકે નહિ, કદાપિ તે જાણે તો પણ અન્ય વ્યક્તિ પાસે તેનો નિખાલસ એકરાર કરી શકે નહિ, એટલું જ નહિ તેને ગોપવવાના ભાવ સેવી, માયાની જાળમાં લપટાઈ જાય. આથી મુનિને આલોચના, ૧૩૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ નિંદા તથા ગહ કરવા માટે માનભાવ છોડવો જરૂરી બની જાય છે. મનુષ્ય જીવનો “માન” એ ઘણો મોટો શત્રુ છે, તેથી તેના ભૂક્કા બોલાવવાનો ઉપાય પ્રભુએ મુનિને પ્રથમ જ કરવા કહ્યું છે. આ પ્રકારે શુભ પ્રયત્ન દ્વારા સમ્યક્દર્શનના સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાને બળવાન કરતાં કરતાં ‘શમ” ગુણ વિકસાવતા જાય છે. જેમ જેમ કષાયો શાંત થતા જાય છે તેમ તેમ મુનિની શાંતિ વધતી જાય છે, ‘શમ' વિકસતો જાય છે. સમ્યકત્વનાં લક્ષણોને વિશેષ વિશેષ સ્કૂટ કરી મુનિ અપ્રશસ્ત ભાવને છોડતા જાય છે, અને બીજી બાજુ જે સમ્યક છે, આત્મશુદ્ધિ માટે ઉપકારી છે તેનો સ્વીકાર કરતા જાય છે. આલોચના, નિંદા અને ગહ દ્વારા અપ્રશસ્તનો ત્યાગ કરતાં કરતાં મુનિ ઉત્તમની આરાધના કરવા, શ્રી પ્રભુજીએ બતાવેલા છ આવશ્યક નિયમિતપણે કરતા રહેવા જાગૃત રહે છે. આ જ આવશ્યક એટલે સામાયિક, ચોવીશ જિન સ્તવન, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ આવશ્યકને પોતાના આરાધનમાં સમ્યકુ રીતે જાળવનારને શું ફળ મળે છે તેની સમજણ સૂત્ર નવથી ચૌદ સુધીમાં અપાઈ છે. આવશ્યક એટલે જરૂરથી કરવા યોગ્ય, આ છનું આરાધન કરવાથી મુનિ ક્ષેપક શ્રેણિ માટે તૈયાર થાય છે. નવમાં સુત્રમાં ‘સામાયિકથી જીવને શું મળે છે?” એવા સવાલના જવાબરૂપે કહ્યું છે કે, “સામાયિકથી જીવ સાવદ્ય યોગથી – અસપ્રવૃત્તિથી વિરક્ત થાય છે.” સામાયિક એટલે આત્માના શાંત પરિણામ. સામાયિકમાં આત્મા કષાયની એકદમ મંદ સ્થિતિમાં રહે છે, સાથે સાથે અન્ય કોઈ પણ જીવની અંશ માત્ર પણ દૂભવણી ન થાય એવી રીતે તે પોતાનાં મન, વચન અને કાયાને પ્રવર્તાવે છે. આ કારણે સામાયિક કરનાર જીવ સ્વચ્છ, પવિત્ર, એકાંત સ્થાનમાં એકાસને બેસી, સ્થિર થઈ આત્માને શુભ અને શુધ્ધ ભાવમાં પરોવે છે. આ રીતે ઓછામાં ઓછું બે ઘડીનું આરાધન કરે છે. વળી, આ આરાધન કરવા માટે પ્રભુની આજ્ઞા લે છે, અને તે આરાધન પૂરું કરવા પણ પ્રભુની આજ્ઞા લઈ પૂર્ણતા કરે છે. અને તે પછી પણ જે કંઈ અન્ય પ્રવૃત્તિ કરવાની હોય તે પણ નિઃસ્પૃહભાવથી પ્રભુની આજ્ઞામાં રહી પૂર્વ કર્મની નિર્જરા માટે ૧૩૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જ મુનિ કરતા રહે છે. ઉત્તમ આરાધન કરનાર મુનિ આ રીતે સર્વકાળના આત્મિક સામાયિકમાં વર્તે છે. આ પ્રકારનું આચરણ કરવાથી મુનિ અસત્ પ્રવૃત્તિના – આત્માને હાનિ કરનાર પ્રવૃત્તિના ત્યાગી થાય છે, એમાં કર્મનો અનેકવિધ સંવર થતો હોવાથી અનેકાનેક ઘાતકર્મના બંધનને નિવારે છે. આવી સર્વ પ્રકારની સ્થિરતાવાળી સ્થિતિમાં જીવ લાંબો ગાળો રહી શકતો નથી, આથી જ્યાં એ સ્થિરતામાંથી મુનિ ચલિત થાય છે, ત્યાં એ મુનિ “ચોવીશ તીર્થકર ભગવાનની સ્તુતિનો આશ્રય કરે છે. શ્રી તીર્થંકર પ્રભુ સર્વ પ્રકારનાં ઘાતકર્મોનો ક્ષય કરી, જીવ સમસ્ત માટે કલ્યાણભાવ રાખી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મતીર્થ પ્રવર્તાવનારા મહામહાન આત્મા છે. મુનિ જ્યારે સ્વભાવથી ચલિત થાય છે ત્યારે સર્વકાળ માટે સ્થિરપણું રાખે છે, એવા આદર્શરૂપ શ્રી પ્રભુના અદ્ભુત ગુણો સ્મૃતિમાં લાવી, એમની સ્તુતિ કરવાનો પુરુષાર્થ કરે છે, અને પોતાના આત્માને વિષમભાવમાં જતો રોકી, સ્વભાવમાં સ્થિર કરવા લાગે છે. દશમા સૂત્રમાં ‘ચોવીશી સ્તવનથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, “ચોવીશ તીર્થકરોની સ્તુતિથી જીવ દર્શન વિશુદ્ધિ પામે છે.” ભરતક્ષેત્રમાં વીશ ક્રોડાક્રોડી સાગરોપમ કાળનું ચક્ર થાય છે, તેમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ એવા બે ખંડ છે. જે કાળમાં દુ:ખની હાનિ અને સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ ગણાય છે, અને જે કાળમાં સુખની હાનિ અને દુઃખની વૃદ્ધિ થતી જાય તે અવસર્પિણી કાળ ગણાય છે. ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં, અને અવસર્પિણી કાળના ચોથા આરામાં ચોવીશ ચોવીશ તીર્થકર થાય છે, આમ ભરતક્ષેત્રમાં એક કાળચક્રમાં અડતાલીસ તીર્થંકર થાય છે. વર્તમાનમાં અહીં અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે. ચોથા આરામાં શ્રી ઋષભદેવ સ્વામીથી મહાવીર સ્વામી પર્વતના ચોવીશ તીર્થકર થયા છે. મુનિ જે કાળમાં વસે છે તે કાળના ચોવીશ તીર્થકર ભગવાનની સ્તુતિ સ્તવના આવશ્યક રૂપે કરે છે. શ્રી તીર્થંકર પ્રભુની સ્તવના કરવાથી સ્તવનકારને શ્રી પ્રભુના ગુણોનું મહાભ્ય અનુભવાય છે. તેમના જીવનમાં તેમણે જે રીતે ઘાતી કર્મોનો નાશ કરી વિશેષ વિશેષ ૧૩૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ ગુણો પ્રગટાવ્યા, તે ગુણોની જાણકારી અન્ય જીવોને આપી કલ્યાણકાર્ય કર્યું, એ વગેરે વિશે સમજણ વધતાં શ્રી પ્રભુ પ્રતિના મુનિના પ્રેમભાવ, પૂજ્યભાવ તથા અહોભાવ વધતા જાય છે. વળી, આ વિશુદ્ધિ ક્યા પ્રકારે આચરણ કરવાથી જીવને મળે છે, તેની સમજણ મળવાથી મુનિની દૃષ્ટિ વિશુદ્ધ – પવિત્ર થતી જાય છે. પરિણામે મુનિને પ્રભુની સરખામણીમાં પોતાની પામરતાનો લક્ષ થતો જાય છે. સાથે સાથે પ્રભુના ગુણગાન કરતાં કરતાં પ્રભુ જેવા થવાના ભાવ દેઢ થતા જાય છે, અને આવા ભાવનું સફળપણું કરવા પ્રભુનાં લીધેલાં શરણને બળવાન બનાવે છે, તેમ કરતાં પ્રભુની કૃપા થકી જ મારું કલ્યાણ છે એ વિધાનની સચોટતા મુનિ અનુભવી શકે છે. આમ થવાથી દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રતિનો નિર્મળ શ્રદ્ધાનભાવ મુનિમાં વધતો જાય છે. શ્રદ્ધાન જેટલું બળવાન થાય, તેના પ્રમાણમાં દૃષ્ટિ સમ્યક્ થાય અને તેના ફળરૂપે મિથ્યા માન્યતાઓ – આત્માને અનુપકારી ભાવો છૂટતા જાય છે. મિથ્યા માન્યતાઓ તૂટતાં દર્શન વિશુદ્ધિ વધે છે. દર્શન વિશુદ્ધ થવાથી, ભેદો રહસ્યો સમજાતા જતાં હોવાથી, મુનિનું સ્થૂળ મહાવ્રતનું પાલન સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે. આથી આચારથી થતા દોષો સહજપણે ઘટતા જાય છે, તેના ઉપકારક તત્ત્વ તરીકે સૂક્ષ્મ આચારશુદ્ધિના પાલનથી નવાં અંતરાય કર્મનું બંધાવું ઘટે છે, અને જૂનાં અંતરાય કર્મો પ્રભુનાં શરણે રહેવાથી ત્વરાથી નિર્જરતા જાય છે. બીજી બાજુ આચારશુદ્ધિ વધવાને કારણે સુક્ષ્મ અસંજ્ઞી જીવોની હિંસાની અલ્પતા થવાથી દર્શનાવરણ કર્મ અલ્પ માત્રાએ થતાં દર્શનવિશુદ્ધિ વધે છે. આ પ્રકારે અહોભાવ તથા પૂજ્યભાવથી શ્રી ચોવીશે તીર્થંકર પ્રભુની સ્તુતિ કરવાથી, મુનિને તેમના પ્રતિનો મહાનતાનો અને પૂજ્યતાનો ભાવ દેઢ થાય છે. સાથે સાથે તેમણે કરેલા અનેક ઉપકારોનું સ્મરણ તથા પોતાની પામરતાનો લક્ષ થવાથી જે ભાવ મુનિના હ્રદયમાં ઉત્પન્ન થાય છે તેને કારણે મુનિ શ્રી પ્રભુને સહજપણે નમી વંદન કરે છે. આ વંદનાથી જે લાભ થાય છે તેની સમજણ અગ્યારમા સૂત્રના ‘વંદનાથી જીવને શું મળે છે?' એ સવાલના જવાબમાં સમાયેલી છે, “વંદનાથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે, ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્ય ૧૩૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પામે છે. સર્વ જનનો પ્રિય બને છે. તેની આજ્ઞા બધા માને છે, તે જનતાથી દાક્ષિણ્ય – અનુકૂળતા પામે છે.” વંદના એ પ્રભુએ જણાવેલું ત્રીજું આવશ્યક છે, પ્રભુ પ્રતિ પૂજ્યભાવ વેદવાથી તથા તીર્થંકર પ્રભુના ગુણો તથા તેમના સુખની માત્રાનો લક્ષ થવાથી મુનિ પ્રભુને વંદના કરે છે ત્યારે લગભગ આ પ્રકારના ભાવો તેમના મનમાં ૨મે છે, “હે પ્રભુ! મારે તમારા જેવા સુખી થવું છે. મને સુખી કરો. આ સુખ મેળવવામાં આડા આવતા સર્વ કર્મો માટે હું ખૂબ પશ્ચાતાપ કરી ક્ષમા માગું છું. મને ક્ષમા આપશો. અને આપના જેવું સુખ મેળવવામાં વિઘ્નરૂપ થાય એવું એક પણ નવું કર્મ હું બાંધું નહિ એવી કૃપા ઉદારદિલથી મારા પર વરસાવી, એ માટેની સાવચેતી મને આપશો.” આવા ભાવથી વંદના કરવાથી જીવ પોતામાં રહેલા માનભાવને તોડી શકે છે. પ્રભુ પ્રતિના અહોભાવમાં પોતાની અલ્પતાનું ભાન કરી તે નમ્ર થતો જાય છે, મદ તોડતો જાય છે. સંસારમાં કોઈ પણ પ્રકારે જીવ મદ કે માનભાવ વેદે છે, તેને કારણે તે નીચ ગોત્રનો બંધ કરે છે. ત્યારે અહોભાવ અને પૂજ્યભાવથી વંદના કરવાથી જીવ માનરહિત થઈ, પ્રભુ પ્રતિ ઉપકારભાવ વેદી, પ્રભુ આવો ઉપકાર સતત પોતા પર કરતા જ રહે એવો અભિલાષ સહજપણે વેદે છે. આવા ભાવથી તેનું નીચગોત્રનું બંધન ક્ષય થતું જાય છે, અને ઉચ્ચ ગોત્ર બંધાતું જાય છે. પ્રભુ તરફથી પોતાને સતત ઉપકાર મળતો રહે એવા ભાવના અનુસંધાનમાં વાસ્તવિક જીવનમાં એ સાથ અને સહકારના કારણે મુનિ અપ્રતિહત – કદી પણ નાશ ન પામે તેવું સુભાગ્ય (મોક્ષ) મેળવી શકે છે. વળી ભાવપૂર્વકની વંદનાથી વિનય તથા નમ્રતાના ગુણો ઘણા મોટા પ્રમાણમાં ખીલે છે. આ ગુણોના પ્રભાવથી તે સર્વના પ્રિય પાત્ર થાય છે, તેનું કહ્યું ક૨વા બધા ઇચ્છે છે અને સર્વ પ્રકારે તે મુનિ સાનુકૂળતા માણે છે. આ પ્રકારે ઉત્તમોત્તમ આત્માને લઘુતા વેદી વંદન કરવાથી મળતું ફળ અહીં વર્ણવ્યું છે. તે દ્વારા પ્રભુના શરણમાં રહેવું તે કેવું ઉત્તમ છે તેની સમજણ અહીં પરોક્ષ રીતે આપી છે. પ્રભુના શરણમાં દઢતા વધારતા જવાથી મુનિનો અર્પણભાવ વધતો જાય છે, અને સૂક્ષ્મ પ્રમાદ પણ ઘટતો જાય છે. સ્થૂળ પ્રમાદ મુનિ મુખ્યતાએ સેવતા નથી. ૧૪૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ સામાયિકથી ગ્રહણ કરેલા સમભાવમાં જ્યારે મંદતા આવે ત્યારે તેઓ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તવના કરી પોતાના શુભભાવને બળવાન કરે છે. ભાવ બળવાન થતાં પ્રભુજીને વંદના કરી શરણના મહાભ્યનો સ્વીકાર કરે છે, અને પોતાનાં આંતરબાહ્ય ચારિત્રને અણિશુદ્ધ કરવા શ્રી પ્રભુને વિનવે છે, અને એ દ્વારા પોતાના કલ્યાણની પ્રવૃત્તિમાં હાનિ ન આવે એવી સજાગતા રાખવા પ્રયત્નવાન રહે છે. આમ છતાં તેમની છદ્મસ્થ દશા હોવાને લીધે તથા વર્તતા સંજ્વલન મોહના ઉદયને કારણે તેમનાથી નાના પ્રકારના દોષ થયા વિના રહેતા નથી. આ દોષ પ્રતિ અને તેનાથી થતા બંધન પ્રતિ સજાગ રહી, તે ટાળવા શ્રી પ્રભુએ સાધન આપ્યું છે. જ્યાં દોષની સંભાવના દેખાય કે તરત જ તેનું પ્રતિક્રમણ કરવું. અર્થાત્ ચારિત્રમાં શિથિલતાને કારણે નાનું પણ કાણું પડે તો તેને તરત જ પ્રતિક્રમણ કરી બૂરી દેવું. ચારિત્રને અણિશુધ્ધ રાખવા સતત પ્રયત્નવાન રહેવું એમ મુનિ તથા મુમુક્ષુ માટે કર્તવ્ય ગણાવ્યું છે. જો આમ કરવામાં ન આવે તો તે છિદ્ર મોટું થઈ ઉલ્કાપાત મચાવી શકે છે એવો શ્રી પ્રભુનો અભિપ્રાય છે. ચોથા આવશ્યક એવા પ્રતિક્રમણનું ફળ બતાવતાં, બારમા સૂત્રના પ્રતિક્રમણથી (દોષોથી પ્રતિનિવર્તનથી) જીવને શું મળે?' એવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે, “પ્રતિક્રમણથી જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રો રોકે છે. શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. સમિતિ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાની આરાધનામાં સતત લાગ્યો રહે છે. સંયમ યોગમાં અપૃથકત્વ (એકરસ, તલ્લીન) હોય છે. અને સન્માર્ગે સમ્યક્ સમાધિસ્થ થઈ વિચરે છે.” પ્રતિક્રમણ એટલે સામા પૂરે તરવું. એક બાજુ જતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું. આખા લોકના જીવો મોટાભાગે કર્મબંધનના માર્ગમાં ચાલતા હોય છે; ત્યારે આ અણગાર પોતે પાળવા ધારેલા શુદ્ધ ચારિત્રમાં જે જે દોષ જાણતાં કે અજાણતાં થયા હોય તેની સમજ લઈ, તેની પશ્ચાતાપસહિત ક્ષમા માગી, સ્વીકૃત વ્રતોમાં ખામીરૂપ જે છિદ્રો જણાય તેને પુરી થે છે. આ રીતે પશ્ચાતાપ કરી મુનિ કર્મને મોટું થતું – વિસ્તૃત થતું અટકાવે છે. અને કરેલા દોષો ફરીથી ન થાય તેની કાળજી રાખે છે. આમ ૧૪૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મુનિ આવશ્યકની સહાયથી ચારિત્રને વધારે ને વધારે શુદ્ધ કરતા જાય છે. પરિણામે કર્માશ્રવ ઘટતો જાય છે અને સંયમની સ્થિરતા વધતી જાય છે. આ રીતે સજાગ મુનિ આવશ્યકના સાધનનો લાભ લઈ પાપને પ્રવેશ કરવાના નાળા ટાળે છે. સામાયિકની સહાયથી વિભાવ તેમજ વિષમભાવ ત્યાગે છે; શ્રી તીર્થકર પ્રભુની સ્તુતિની સહાયથી દર્શનની અશુદ્ધિ ટાળે છે, વંદનાથી નીચ ગોત્રનો ક્ષય કરતા જાય છે, અને પ્રતિક્રમણના સાથથી લીધેલા વ્રતોમાં લાગતાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચાર દોષથી છૂટતા જાય છે. આ પ્રકારે પાપને પ્રવેશ કરવામાં છિદ્રો બૂરી, મુનિ પોતાનાં ફરતું એક પ્રકારનું ચારિત્રનું કવચ તૈયાર કરે છે. એટલે કે પહેલાં સંવરને ખૂબ મજબૂત કરે છે. તે પછી પૂર્વે બાંધેલા કર્મો આત્મપ્રદેશ પરથી ખેરવવા પ્રવૃત્ત થાય છે. કર્મ જેના કારણે મુખ્યતાએ બંધાય છે તે કાયના મમત્વને ત્યાગવા (મોહનો નાશ કરવા) આરાધના આરંભે છે. તેરમા સૂત્રના પ્રશ્ન, ‘કાયોત્સર્ગ (થોડા વખત માટે દેહોત્સર્ગ – દેહભાવનું વિસર્જન કરવા) થી જીવને શું મળે?' ના ઉત્તરમાં કહ્યું છે કે, “કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિતયોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિતથી વિશુધ્ધ બનેલો જીવ પોતાનો ભાર દૂર કરનાર ભારવાહકની જેમ નિવૃત્ત હૃદય (શાંત) બને છે. અને પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચારે છે.” કાયોત્સર્ગ એ પ્રભુએ જણાવેલા બાર પ્રકારનાં તપમાનું એક તપ છે. તે તપમાં દેહભાવ ત્યાગવાનો પુરુષાર્થ મુનિ કરે છે. તેમાં એકાસને સ્થિર થઈ, મુનિ આત્મચિંતવનમાં એકાગ્ર બની કાયાનું મમત્વ છોડવા પુરુષાર્થ થાય છે. આત્મચિંતવન અને આત્મશોધનની ક્રિયામાં એકાગ્ર થતાં જે જે દોષ કે અતિચાર થયેલા જણાય તેનો પશ્ચાતાપ કરી શુદ્ધિકરણ કરે છે. પશ્ચાતાપ કરી, દોષની ક્ષમા માગી, તેવી ભૂલ ફરીથી ક્યારેય ન થાય તે માટે મુનિ પ્રભુની કૃપા માગે છે. આમ કરવાથી અશુભ કૃત્યનો જે ભાર તેમના મનમાં વેદાતો હોય છે તે નીકળી જાય છે, અને મુનિ હળવા થઈ, સ્વરૂપની સ્થિરતા મેળવે છે. આ સ્થિરતામાં આશ્રવ ઘણો અલ્પ અને નિર્જરા ઘણી બળવાન થાય છે. પરિણામે તે મુનિ વિશિષ્ટ પ્રકારે હળવાશ અનુભવે છે. ૧૪૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ આવી હળવાશનો અનુભવ સતત રહ્યા કરે એવા શુભ આશયથી મુનિને જે જે વસ્તુ મનનો ભાર કે બોજો વધારનાર લાગતી હોય, તે તે ન કરવાના નિયમ લેવાની ભાવના થાય છે. સાથે સાથે આત્માને બાંધનારા જે જે તત્ત્વો ગુરુગમથી સમજાતા જતાં હોય તેનો ત્યાગ કરવાની વૃત્તિ પણ વધતી જાય છે. પરિણામે તે ગુરુ સમક્ષ આવા કાર્યો ન કરવા માટે નિયમ – પચ્ચખાણ ગ્રહણ કરે છે. પચ્ચખાણ કરવા છઠું આવશ્યક છે. “પ્રત્યાખ્યાન (સંસારી વિષયોના ત્યાગ)થી જીવને શું મળે?' એવો પ્રશ્ન મૂકી ચૌદમાં સૂત્રમાં જણાવ્યું છે કે, “પ્રત્યાખ્યાનથી જીવ આશ્રવદ્યારોનો – કર્મબંધના રાગાદિ હેતુઓનો નિરોધ કરે છે.” પ્રત્યાખ્યાન એટલે જે વસ્તુ, પદાર્થ કે પ્રસંગ જીવને રાગદ્વેષ કે કર્માશ્રવ તરફ ખેંચી જાય છે તે ન કરવાનો નિયમ. જેમ જેમ જીવની કે મુનિની સમજણ વધતી જાય છે, તેમ તેમ તેને ખબર પડતી જાય છે કે પોતાને શું કલ્યાણરૂપ છે અને શું અકલ્યાણરૂપ છે. જે જે પદાર્થો આત્માના કલ્યાણ કરવામાં બાધારૂપ થાય છે, તે તે ન કરવાનો નિયમ રહી તે પદાર્થો ત્યાગતા જઈ કર્માશ્રવને રોકી આત્માના શુદ્ધિના માર્ગમાં પ્રગતિ કરતા જવી તે પ્રત્યાખ્યાન કહી શકાય. આ પ્રકારે છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ, છએ આવશ્યકનું આરાધન કરતાં કરતાં સમકિતને વધારે ને વધારે શુદ્ધ કરતા જાય છે, અને આત્માના ગુણોને ખીલવતા જાય છે. આ ગુણોની ખીલવણી કરવામાં આડા આવતા પોતાના દોષોની મુનિ આલોચના કરે છે, નિંદા તેમજ ગહ કરે છે, અને પોતાની વિશુદ્ધિ વધારે છે. અને છએ આવશ્યકનો સાથ લઈ પાપ પ્રવૃત્તિથી સર્વથા નિવર્તવા માટે ઉપાયો યોજે છે. જે સમર્થ ગુરુએ કર્મથી મુક્ત થવાના, સમકિતનાં લક્ષણો ખીલવવાના ઉપાય સૂચવ્યા, અને જેનું પાલન કરવાથી સફળતા મળતી ગઈ, તે ગુરુ માટે તેને ખૂબ અહોભાવ અને પ્રેમભાવ વધે છે. પરિણામે તે ગુરુના અને ગુરુની ભેટ આપનાર શ્રી પ્રભુનો ઉપકાર માનવા ખૂબ ઉલ્લાસપૂર્વક ગુણગાન કરે છે. આવા ગુણગાન – સ્તુતિમંગલથી થતા ફાયદા પંદરમા સૂત્રમાં જણાવ્યા છે. ‘સ્તવ – સ્તુતિમંગળથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના સમાધાન રૂપે કહ્યું છે કે, “સ્તવ – સ્તુતિમંગળથી જીવને જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ બોધિનો લાભ ૧૪૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિના લાભથી યુક્ત જીવ અન્તક્રિયા (મોક્ષ) અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે.” ગુરુએ કરેલા ઉપકાર અને પ્રભુએ વરસાવેલી કૃપા તરફનો અહોભાવ મુનિ વ્યક્ત કરે તે સ્તુતિ મંગલ છે. મંગલ એટલે કલ્યાણકારી કે હિતકારી. અને સ્તુતિ એટલે પ્રશંસા. પ્રભુની કૃપાથી પોતાનું જે કલ્યાણ થયું છે તે પ્રત્યેની પોતાની પ્રશંસા વ્યક્ત કરવી તે સ્તુતિમંગલ. આવા સ્તુતિમંગલ ગાતી વખતે પ્રભુ અને ગુરુ પ્રતિ ખૂબ અહોભાવ વેદાતો હોવાથી, મુનિના પરિણામ ખૂબ ઉલ્લસિત થાય છે. આવા ઉલ્લાસ પરિણામ થાય ત્યારે પ્રભુએ પોતા પર જે ઉપકાર કર્યા છે, તેની સમજણ ખૂબ ઊંડી થતી જાય છે, અને તેના થકી તેમનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની નિર્મળતા થતી જાય છે. પ્રભુના ગુણોમાં સાનંદ એકરૂપ થવાય ત્યારે સંસારની સુખબુદ્ધિ નીકળી જાય છે, પરિણામે મુનિને જ્ઞાનના આવરણો બંધાતા નથી અને જ્ઞાનની ખીલવણી થાય છે. વળી, એ ભાવમાં એકાકાર થવાથી અસંશી જીવોની હિંસા થાય તેવી પ્રવૃત્તિ બંધ થઈ જાય, અને દર્શનાવરણનું બંધન અલ્પ થવાથી દર્શનનો પણ ઉઘાડ થાય છે. વળી, આવા ભાવની એકાકારતામાંથી મુનિ બહાર આવે ત્યારે પૂર્વ ભાવોના પ્રભાવથી મુનિ પ્રશસ્ત પ્રવૃત્તિઓમાં નિમગ્ન થાય છે, તે તેમનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને નિર્મળ કરે છે, અર્થાત્ તેમના બોધસ્વરૂપને વિસ્તૃત કરે છે. બોધસ્વરૂપ એટલે મળેલી જ્ઞાનદર્શનની વિશુદ્ધિને ચારિત્રની નિર્મળતામાં પરિણમાવવી. આમ થવાથી મુનિના અશુભ કર્મો ક્ષય થતા જાય અને શુભ કર્મો વધતા જાય છે. આવા શુભ કર્મના ફળરૂપે મુનિને વૈમાનિક દેવની ઋદ્ધિ મળે છે, અને તેથી પણ વિશેષ પુરુષાર્થ હોય તો તેમને મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવ જ્યારે શુક્લધ્યાનમાં જાય ત્યારે તે અશુભના અણગમાના કારણે પાપકર્મ જલદીથી ક્ષય કરે છે, પણ સંસારી શાતાનું આકર્ષણ રહ્યું હોય તો તે આકર્ષણને કારણે શાતા વેદનીય બાબતો નથી, બલ્ક પ્રબળ શુભ ભાવનો આશ્રય હોવાને કારણે અનેક નવા શાતા વેદનીય કર્મને આવકારે છે. અને શુક્લધ્યાનની બહાર આવે ત્યારે એ શાતા વેદનીયના આકર્ષણને કારણે શુભ પ્રવૃત્તિમાં લિપ્તભાવે વર્તી વિશેષ શાતા વેદનીય સ્વીકારે છે. આમ અનેકધા શાતા ૧૪૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ વેદનીયનો થતો આશ્રવ એવડું મોટું રૂપ ધારણ કરે છે કે તેના પરિણામે તે મુનિએ આ શુભ કર્મો ભોગવવા વૈમાનિક દેવરૂપે ઉપજવું પડે છે. અન્ય મુનિઓકે જેમને સંસારી શાતાનું આકર્ષણ નહિવત્ થઈ ગયું હોય છે, તેઓ જ્યારે શુક્લધ્યાનમાં જાય છે ત્યારે અશુભ કર્મોની સાથે શુભ કર્મો પણ બાળી શકે છે, આમ તેમનાં પુણ્યકર્મનો જથ્થો ઘટે છે, અને શાતાનું આકર્ષણ રહ્યું ન હોવાથી નવો શુભનો આશ્રવ પણ બહુ ઓછો થાય છે. વળી, જ્યારે તેઓ શુક્લધ્યાનની બહાર આવે છે ત્યારે ઘટેલા કર્મભારને કારણે તેઓ કરવી પડતી પ્રવૃત્તિઓ નિર્લેપભાવે કરી શકે છે, અને તેમ કરવામાં નવો આશ્રવ નહિવત્ થાય છે અને પૂર્વ કર્મની નિર્જરા અસંખ્યગણી થતી હોવાથી આત્મા ઘણી ઘણી ત્વરાથી હળવો થાય છે. આ રીતે સર્વકર્મ ક્ષય થાય ત્યારે તે મુનિ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જે ગુરુદેવનું શરણ લઈ જીવ આત્મવિકાસ કરે છે, તેમની આજ્ઞા અનુસાર વર્તન કરી પોતાનો કર્મભાર ઘટાડે છે. અને તે સર્વ વર્તના કાળનું પ્રમાણભાન રાખીને કરવાથી, મુનિને ઘણો વિશેષ લાભ થાય છે. શુક્લધ્યાનની બહાર નીકળ્યા પછીની સર્વ શુભ પ્રવૃત્તિઓ કરવામાં સમયભાન જાળવવું ખૂબ જરૂરી છે. નિયત સમયે નિયત વસ્તુઓ થતી જાય, નિયમિતપણે થતી જાય તો કાર્યની સિદ્ધિ કરવામાં ઘણી સુવિધા રહે છે, કારણ કે નિયમિતપણે કરેલું નાનું કાર્ય પણ લાંબા ગાળે મોટી સિદ્ધિને આપે છે, આ સિદ્ધાંતની સમજણ સોળમાં સૂત્રના ‘કાળની પ્રતિલેખનાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના સમાધાનરૂપે જણાવ્યું છે કે, “કાળની પ્રતિલેખનાથી (સ્વાધ્યાય વગેરે ધર્મક્રિયા માટે ઉપર્યુક્ત સમયનું ધ્યાન રાખવાથી) જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.” મુનિ અવસ્થામાં જીવ આહાર, વિહાર, નિહાર, સ્વાધ્યાય, ધ્યાન, ઉપદેશ આદિ સર્વ ક્રિયાઓ માટે નિયમિતપણું જાળવે એ ખૂબ ઉપકારી છે. જેમકે એક કાર્ય નિયમિતપણે એક સમયકાળે કરે તો જીવને એની ટેવ પડી જાય છે. ઉદા. ત. સવારમાં સ્વાધ્યાયનો સમય ગોઠવ્યો હોય તો મુનિ જાગતાંની સાથે જ જગતજીવોની ક્ષમાપના લઈ, મનને સ્વાધ્યાયમાં જોડે છે. આ રીતે રોજ વર્તવાથી મનને એવી ૧૪૫. Page #179 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દૃઢ ટેવ પડી જાય છે કે તે સિવાયનું કોઈ કાર્ય કરવાની તે સમયે તેને ઇચ્છા જ થતી નથી. આમ સર્વ અન્ય પ્રવૃત્તિઓ પણ નિયમિતપણે કરતા રહેવાથી નિરંકુશ મન અંકુશમાં રહી અન્ય વિભાવોમાં દોડતું અટકી જાય છે. આમ મનને અંકુશમાં લાવવા માટે નિયમિતપણે નિયત સમયે પ્રવૃત્તિ કરતા રહેવું એ સદુપાય છે. વળી, મુનિ યોગ્ય સમયે યોગ્ય આચરણ કરે એટલે કે તે પોતાના કર્તવ્યભાન સહિત વર્તે; તો તેને લીધે અન્ય શ્રાવક આદિ જીવોને પણ તેમના નિમત્તે કષ્ટ થતું નથી, કારણ કે શ્રાવકાદિ જીવો માટે સત્સંગનો સમય નિયત થવાથી તેઓ પણ પોતાની વ્યાવહારિક વર્તનાનું નિયમિતપણું કરી સત્સંગનો લાભ યથાર્થપણે લઈ શકે. એ ઉપરાંત નિયત સમયે નિયત કાર્ય કરવાની ટેવ પાડવાથી, મુનિની સંસારી પદાર્થો પ્રત્યેની, દૈનિક દિનચર્યા વિશેની સુખબુદ્ધિ સહજતાએ ઘટતી જાય છે, કારણ કે કાલપ્રતિલેખનામાં ઇચ્છા કરતાં કર્તવ્ય અને ઉદયને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. પરિણામે ક્રિયા કરવાનો સમય થતાં તેમને તેમાં ખૂબ ઉપયોગ પૂર્વક જોડાવું પડતું નથી, મોટાભાગની ક્રિયાઓ ઉદયગત થતી જાય છે, કારણકે તેમની ઇચ્છા સંયમિત બની પૂર્વ કર્મની નિર્જરા વધારવામાં તથા નવીન કર્મનો આશ્રવ તોડવામાં નિમિત્તરૂપ થાય છે. તેનાથી સંસારી પદાર્થો તથા અન્ય પ્રવૃત્તિઓ તરફનો ભાવ નિસ્પૃહ થતો જાય છે, એના પ્રતિ રહેલી તેમની સુખબુદ્ધિ ઘટતી જાય છે, અને એમાં જેટલો ઘટાડો થાય તેટલો તેમનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધતો જાય છે. આ બધી સમજણ સાથે મુનિ પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની શુદ્ધિ વધતી જાય તે માટે પૂર્વે કરેલી ભૂલોની પશ્ચાતાપના કરી, ભૂલ કરનાર આત્માની નિંદા, ગહ કરી કર્મભાર હળવો કરે છે, સાથે સાથે છએ આવશ્યક નિયમિતપણે નિયત સમયે કરી, મોહનીય સાથે જ્ઞાનાવરણ આદિ કર્મનો પણ વિશેષ ક્ષયોપશમ કરવા ભાગ્યશાળી બને છે. તેમ છતાં તેમની છદ્મસ્થ અવસ્થામાં શેષ રહેલા આવરણના કારણે કંઈ ને કંઈ દોષ પ્રવૃત્તિ થઈ જાય, કર્મ બંધન કરવાની દશા આવી પડે તે સહજ છે, સ્વાભાવિક છે. આવા સંજોગોમાં તેનાથી છૂટવાના ઉપાય રૂપ આ પછીનાં બે સૂત્રો – સત્તરમું તથા અઢારમું સૂત્ર રચાયાં હોય તેમ જણાય છે. આ સૂત્રો મનનીય છે. ૧૪૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ સત્તરમા સૂત્રમાં શિષ્ય ગુરુને પૂછે છે કે, ‘ભન્તે! પ્રાયશ્ચિતથી (પાપકર્મની તપથી વિશુદ્ધિથી) જીવને શું મળે?' તેના સમાધાનરૂપે ગુરુએ આ પ્રમાણે જણાવ્યું છે, “પ્રાયશ્ચિતથી જીવ પાપકર્મ દૂર કરે છે, અને ધર્મસાધનાને નિરતિચાર બનાવે છે. સારી રીતે પ્રાયશ્ચિત કરનાર સાધક માર્ગ (સમ્યક્ત્વ) અને માર્ગફળ (જ્ઞાન)ને નિર્મળ કરે છે. આચાર અને આચારફળની (મુક્તિની) આરાધના કરે છે.” સમ્યક્ત્વ પરાક્રમ છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ યથાશક્તિ આચાર વિચારની શુદ્ધિ તો પાળે જ છે. તેમ છતાં તેમનાથી જો કોઈ દોષ થઈ જાય તો તે દોષનું ફળ ઉદયકાળ આવતાં મોટાસ્વરૂપે ચડેલા વ્યાજ સહિત ભોગવવું પડે છે, વળી આ દોષથી બંધાયેલી પરમાર્થ અંતરાય પણ સાધનામાં મુનિને મોટો વિક્ષેપ કરે છે, પરિણામે મુનિનો એટલો સંસા૨વાસ વધી જાય. વળી, મુનિને એ લક્ષમાં હોય છે કે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મો ભોગવવા માટે જીવને શ્રી પ્રભુનું રક્ષણ માગે તો મળી શકે છે, પણ આત્મદશાવાન જીવને સમજણની સાથે બંધાયેલા દોષના ભોગવટા માટે એ પ્રકારનું રક્ષણ મળતું નથી. તેથી કરેલાં કર્મબંધ લાંબા ગાળે વિપાકોદય પામે, અને તે વખતે પ્રભુતરથી યથાયોગ્ય રક્ષણ પણ મળે નહિ, એવા સંજોગમાં કર્મફળ નિવૃત્ત કરવું ખૂબ કઠણ થઈ જાય. આ પરિસ્થિતિનો લક્ષ રહેવાથી મુનિને કરેલા દોષ માટે ખૂબ પશ્ચાતાપ થાય છે. તેમનું મન ખેદથી ભરાઈ જાય છે અને પ્રભુને પ્રેમપૂર્વક આ સ્થિતિથી બચાવવા વિનંતિ કરે છે. પરમ કરુણા કરી શ્રી પ્રભુ તેમને “પ્રાયશ્ચિત” ની યોજના આપે છે. - પ્રાયશ્ચિત એ છ પ્રકારનાં આંતરતપમાં સૌ પ્રથમ તપ છે. તે તપમાં જીવ પોતાથી થયેલા દોષનો મનથી ખૂબ પશ્ચાતાપ કરે છે, ખૂબ ખેદ વેદે છે અને પોતાનો તે દોષ ગુરુજન પાસે વર્ણવી, તેનાથી નિવૃત્ત થવા દોષને અનુરૂપ શિક્ષા કરવાની વિનંતિ કરે છે. પોતે જે દોષ કર્યો છે તેવો દોષ ફરીથી ક્યારેય ન થાય એવા ભાવથી શિક્ષા સ્વીકારી, તપશ્ચર્યા કરે છે. આ પ્રકારે કરેલા આંતરબાહ્ય તપના પ્રભાવથી ભવિષ્યમાં ભોગવવી પડે એવી મોટી કઠણાઈ, મુનિ પોતાની ઇચ્છાનુસાર વર્તમાનમાં ઉદેરી આણી વિપાકોદય અને સાથે સાથે પ્રદેશોદયથી ભોગવી નિર્જરાવી નાખે છે. મુનિ આવા ૧૪૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રાયશ્ચિતના સાધનથી દોષની તથા અંતરાયની નિવૃત્તિ વર્તમાનમાં કરી આત્મસિદ્ધિ માટે માર્ગ સરળ બનાવી શકે છે. કરેલી ભૂલ માટે પ્રાયશ્ચિત લેવાથી, જીવની નિષ્ઠાનુસાર મૂળ પાપકર્મ નિર્જરી જાય અથવા ઘણું નાનું થઈ જાય છે. પ્રાયશ્ચિત કરવાથી આ પ્રકારે પાપકર્મ નિર્જરવાથી, અંતરાયો તૂટવાથી, તથા સાવધાની વધવાથી મુનિની આરાધના સાધના નિરતિચાર દોષરહિત બનતી જાય છે. યથાર્થ રીતે પ્રાયશ્ચિત લેનાર મુનિ આ દ્વારા પોતાનાં જ્ઞાનની તથા દર્શનની વિશુદ્ધિ કરતાં કરતાં ચારિત્રની વિશુદ્ધિ પણ કરતા જાય છે. જ્ઞાનના ઉઘાડથી તેમની આરાધનાની શુદ્ધિ વધતી જાય છે, તથા દર્શનની ખીલવણીથી આરાધન વિશેની સ્પષ્ટતા મળતી જાય છે. અને તે બંનેના ફળરૂપે ચારિત્ર યથાપ્રકારે ખીલી મુનિને પંચમજ્ઞાન નજીક લાવે છે. – પ્રાયશ્ચિતને યોગ્ય સથવારો આપનાર બીજી પ્રક્રિયા શ્રી પ્રભુએ બતાવી છે તે છે “ક્ષમાપના”. અઢારમા સૂત્રમાં, ‘ભત્તે ! ક્ષમાપનાથી જીવને શું મળે ?' એવો પ્રશ્ન કરી, ઉત્તરમાં જણાવ્યું છે કે, “ક્ષમાપના કરવાથી જીવ પ્રહ્લાદભાવ (ચિત્તની પ્રસન્નતા) પામે છે. પ્રહ્લાદભાવ યુક્ત સાધક બધા પ્રાણભૂત જીવ, સત્ત્વો સાથે મૈત્રીભાવ પામે છે. મૈત્રીભાવ પામેલ જીવ, ભાવવિશુદ્ધિ કરીને નિર્ભય બને છે.” ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય જીવો પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા હોય તેને અંતરંગથી છોડી દેવા, અને તે પછી અન્ય સર્વને પોતા માટે થયેલા વિષમભાવ ત્યાગી દેવા વિનમ્ર બની વિનંતિ કરવી. આમ બંને પક્ષના કટુભાવનો ત્યાગ ક્ષમાપના કરવાથી થતો હોવાથી, બંને વચ્ચે મૈત્રીભાવ સ્થપાય છે. મૈત્રીભાવનો ઉદય થતાં દ્વેષભાવ કે વેરભાવ નીકળી જતાં જીવ પ્રહ્લાદ એટલે કે પ્રસન્નતાનું વેદન કરે છે. જેમ જેમ વધારે જીવો સાથે મૈત્રીભાવ અને નિર્મળ કલ્યાણભાવ કેળવાય છે, તેમ તેમ તેના પુણ્યપ્રભાવથી જીવની આત્મવિશુદ્ધિ સહેજે વધતી જાય છે. વળી, મિત્રો તો વિકાસ કરવામાં સહાય કરે, ભયનું નિમિત્ત આપે નહિ, આથી જેમ જેમ મૈત્રીભાવ વિકસિત થતો જાય, તેમ તેમ તેની નિર્ભયતા વધતી જાય છે. જ્યારે આ મૈત્રીભાવ જીવ સમસ્ત સુધી વિકસી, પૂર્ણતાએ પહોંચે છે ત્યારે તે આત્મા “કેવળી પ્રભુ” થાય છે; અને સંપૂર્ણ નિર્ભય થાય છે, એટલું જ નહિ પણ અન્યને ય પોતા તરફથી સંપૂર્ણ ૧૪૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ અભય આપે છે. આમ અહીં ક્ષમાપનાનું ફળ મૈત્રીભાવ અને ભાવવિશુદ્ધિ થતાં થતાં અભયપણું બતાવ્યું છે, તે ખૂબ જ મનનીય છે, કારણ કે સમસ્ત જીવ સંસારમાં ભયથી ફફડતા જ રહે છે. અને તેમને તેનાથી છૂટવાનો ઉપાય સહેલાઈથી મળતો નથી. મુનિ પ્રાયશ્ચિત તથા ક્ષમાપનાનો સાચો ઉપયોગ કરે છે, ત્યારે તેમનામાં સર્વ જીવ સાથેનો મૈત્રીભાવ વધે છે, ભાવવિશુદ્ધિ થાય છે, ચારિત્ર ખીલતું જાય છે, એટલે નિર્ભયપણું વધે છે. બીજી બાજુ આ બે સાધનામાં જીવનો માનભાવ પણ ઘણો ઘટે છે. જ્યારે માનભાવ તૂટે ત્યારેજ જીવ વિનમ્ર બની પોતાના દોષ ખુલ્લા કરી તેનાથી છૂટવા પ્રાયશ્ચિત માગી શકે છે. પ્રાયશ્ચિત તથા ક્ષમાપના લઈ મુનિ માનભાવ ત્યાગી હળવા બને છે. મોહક્ષયના અનુસંધાનમાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો ઘટાડવા મુનિ તત્પર થાય છે. જ્ઞાનનાં આવરણો ક્ષય થાય એવાં છે તત્ત્વો આ પછીનાં છ સૂત્રોમાં વર્ણવી આરાધનાનું ઊંડાણ વધે એવી સમજણ અપાઈ છે. સૂત્ર ૧૯ થી ૨૪માં સ્વાધ્યાય તપની છ વિવિધ સ્થિતિ બતાવી છે. સ્વાધ્યાય, વાંચના, પ્રતિપ્રચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા. ઓગણીસમા સૂત્રમાં “સ્વાધ્યાયથી જીવને શું ફળ મળે છે?' એ પ્રશ્ન માટે સમજણ આપી છે કે, “સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.” સ્વાધ્યાય એટલે સ્વનો અભ્યાસ. આત્માને પોતાનો અનુભવ કરવામાં સ્પષ્ટતા આપે, મોક્ષમાર્ગની જાણકારી આપે એવા શાસ્ત્રો, સૂત્રો આદિ સગ્રંથોનો અભ્યાસ સ્વાધ્યાયમાં કરવામાં આવે છે. મુનિને કે અન્યજીવને આત્માસંબંધી સાચું સમજવાની ઝંખના જેમ જેમ બળવાન અને ઊંડી થતી જાય છે, તેમ તેમ તેનાં જ્ઞાનનાં આવરણો પતલાં થતાં જાય છે, અને જ્યારે અનુભવમૂલક એવાં શાસ્ત્રો તથા ગ્રંથોનો પરિચય કરવામાં આવે છે ત્યારે તે આવરણો ક્ષીણ થઈ જ્ઞાનનો ઉઘાડ કરાવે છે. આ સમજણ વધવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવામાં આવે છે, તે સ્વરૂપ મેળવવા માટેના ઉપાયો લક્ષગત થાય છે. અને એ ઉપાય યોજી જીવ સસ્વરૂપનો અનુભવ કરવા માટે ભાગ્યશાળી થાય છે. આમ સ્વાધ્યાય કરવાથી, અર્થાત્ ઉત્તમ ગ્રંથોનો સ્વકલ્યાણ અર્થે અભ્યાસ કરવાથી જીવ ૧૪૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પોતાનાં જ્ઞાનનાં આવરણો ઘટાડી શકે છે. તેની પાછળનું રહસ્ય એ છે કે, મુખ્યતાએ સંસારી પદાર્થોમાં સુખબુદ્ધિ કરવાથી અને તે કારણે જ્ઞાન તથા જ્ઞાનીની અશાતના ક૨વાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. જીવ જ્યારે ઉત્તમ ગ્રંથોનું અધ્યયન કરે છે ત્યારે તેમાં જે અનુભવમૂલક ઉત્તમ જ્ઞાનસામગ્રીનો તેને પરિચય થાય છે ત્યારે તેને તે જ્ઞાન તથા જ્ઞાની માટે બહુમાન થાય છે, એટલે કરેલી અશાતનાનો પશ્ચાતાપ થતાં આવરણ હળવું બને છે, અને સાથે સાથે મળેલી સમજણના આધારે તેની સંસારી પદાર્થો પ્રતિની સુખબુદ્ધિ ઘટે છે, એટલે કે એ ક્ષણિક પદાર્થોની આસક્તિ તૂટતાં તેનું તુચ્છપણું અનુભવાતાં જ્ઞાનાવરણ મહદ્ અંશે ક્ષીણ થાય છે. પરંતુ સ્વાધ્યાય કરતી વખતે બધાની સમજણ એકસરખી હોતી નથી, જ્ઞાનાવરણના ક્ષયોપશમ તથા પુરુષાર્થ અનુસાર સમજણની તરતમતા રહે છે. જેને ઓછું સમજાયું હોય તેને વિશેષ સમજણ પામનાર “વાચના” આપે એટલે કે તેને વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કરી, તેની સમજણ વધારવામાં સહાયરૂપ થાય છે. આવી ‘વાચના (અધ્યાપન) થી જીવને શું ફળ મળે છે?' તેવા પ્રશ્ન અને તેના ઉત્તરથી વીસમું સૂત્ર રચાયું છે. “વાચનાથી જીવ કર્મોની નિર્જરા કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર થવાથી તીર્થધર્મનું અવલંબન કરે છે. ગણધરોની જેમ જિજ્ઞાસુ શિષ્યોને શ્રુત આપે છે. તીર્થધર્મનું અવલંબન લઈને કર્મોની મહાનિર્જરા કરે છે. અને મહાપર્યવસાન (સંસારનો અંત) કરે છે.” એક મુનિ બીજા મુનિને વાચના આપે છે, ત્યારે પોતાની સમજણ વિશેષથી બીજા મુનિને તે જ્ઞાનનો ઉઘાડ કરવામાં મદદ કરે છે; અને એ રીતે તેમનું જ્ઞાનાવરણ કર્મ દૂ૨ ક૨વામાં નિમિત્ત થાય છે, આથી વાચના આપનાર મુનિને, પોતે પૂર્વકાળમાં અણસમજ કે અસાવધાનીને કારણે શ્રુતજ્ઞાનના જે દોષ કર્યા હોય તેની નિર્જરા થાય છે, જ્ઞાનનો ક્ષયોપશમ વધે છે. પરિણામે શ્રી સર્વજ્ઞ પ્રભુનો બોધ વિશેષ વિશેષ આત્મસાત તેઓ કરી શકે છે. વળી, મુનિ અન્ય મુમુક્ષુ જનોને પણ સાચી સમજણ આપી સ્વપરનાં જ્ઞાનદોષ ઘટાડતા જાય છે. આમ તેમને જે છઠ્ઠું ઉપદેશક ગુણસ્થાન મળ્યું છે તેને સાર્થક કરે છે. અને શાસ્ત્ર સૂત્રોની ઊંડી સમજણ આપી, તેનો જીવનમાં ૧૫૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ સદુપયોગ કરી મુનિ પોતાનાં અને શિષ્યોનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરવામાં અગ્રેસરતા લાવી શકે છે. પોતે મેળવેલી સત્ય સમજણનો લાભ અન્ય જીવોને આપવો, અને તેમનાં જ્ઞાનદર્શનનાં આવરણો ક્ષીણ કરવામાં નિમિત્તરૂપ થવું એ “વાચના” આપનાર મુનિનું કર્તવ્ય છે. પરંતુ ઘણીવાર આવો સ્વાધ્યાય કરતાં કરતાં કેટલીક વખત એવું થાય છે કે વાચના આપનારને પણ કેટલીક ગૂઢ રહસ્યની વાતો સ્પષ્ટપણે સમજાતી નથી. આવા સમયે તે મુનિ પોતાનાં માનને મોડી, પોતાના ગુરુ કે જે યથાર્થ સમજણ આપવા શક્તિમાન હોય તેવા જ્ઞાતા પાસે પોતાની આશંકા જિજ્ઞાસારૂપે રજુ કરી, સમાધાન પામવાની ઇચ્છા રાખવી તે ‘પ્રતિપ્રચ્છના છે. પ્રતિપ્રચ્છનાથી જીવને શું મળે ?' એવા પ્રશ્નની સમજણ એકવીસમી સૂત્રમાં આ પ્રમાણે આપી છે, “પ્રતિપ્રચ્છનાથી (પૂર્વ પાઠિત શાસ્ત્ર વિશે શંકા નિવૃત્તિ માટે પ્રશ્ન પૂછવાથી) જીવ સૂત્ર, અર્થ અને તે બંને સંબંધી કાંક્ષામોહનીય (સંશય)નું નિરાકરણ કરે છે.” પ્રતિપ્રચ્છનાથી જીવનું માન તૂટે છે, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધે છે, અને તેના અનુસંધાનમાં તેનો વિનય વધતો જાય છે. આ ત્રણેનો સરવાળો એટલે કાંક્ષા મોહનીયનું નિરાકરણ. જ્યાં સુધી મનમાં ઊઠેલી આશંકાઓ સમાધાન પામતી નથી, ત્યાં સુધી અંત:કરણમાં ઉત્તમ શ્રદ્ધાન નીપજતું નથી. એ ભાગ પૂરતું અશ્રદ્ધાન થાય છે, તેને લીધે અંતરાયનું આવરણ બંધાય છે, અને સમજણના અભાવથી ખોટી રીતે મોહજાળમાં ફસાઈ જવાય છે. આમ ન થવા દેવા મુનિ યોગ્ય વિનયથી આશંકાનું સમાધાન મેળવી લે છે. સ્વાધ્યાય અને વાચના દ્વારા મુનિ સમજણ ગ્રહણ કરે છે. તેમને જે સમજાતું નથી તે પોતાના ગુરુ કે આચાર્ય પાસેથી ‘પ્રતિપ્રચ્છના' દ્વારા સમજી લે છે. પણ ત્યાં સાચી કાર્યસિદ્ધિ થતી નથી. જે બધું જાણ્યું તે આટલેથી આત્મસાત થતું નથી, ઘણીવાર તે વિસ્મૃત પણ થઈ જાય છે; વિસ્મૃત થયેલા જ્ઞાનનો સાચો ઉપયોગ થઈ શકતો નથી, તેના નિવારણ માટે, જ્ઞાનને વિસ્મૃત ન થવા દેવા માટે શ્રી પ્રભુએ ‘પરાવર્તના” કરવાનો ઉપાય સૂચવ્યો છે. ૧૫૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બાવીસમા સૂત્રમાં પરાવર્તન થી જીવને શું મળે?' એ પ્રશ્ન પૂછી, તેનો ઉત્તર કહ્યો છે કે, “પરાવર્તનાથી અર્થાત્ પતિ પાઠના પુનરાવર્તનથી વ્યંજન (શબ્દપાઠ) સ્થિર થાય છે. અને જીવ પદાનુસારિતા વગેરે વ્યંજનલબ્ધિ પામે છે.” જે તત્ત્વ સમજાય ખરું, પણ તે સર્વાગે મનમાં ઠસી ન જાય કે જચી ન જાય ત્યાં સુધી, તેનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે; એટલે કે વારંવાર વાંચવામાં અને વિચારવામાં આવે તો તે બધી અપેક્ષાના અર્થ સહિત સ્મૃતિમાં રહી જાય છે. અને આ વિશેષ સમજણનો ઉપયોગ સ્વપરનાં આવરણ તોડવામાં થઈ શકે છે. આ રીતે સ્વાધ્યાય, વાચના અને પ્રતિપ્રચ્છના સાથે ‘પરાવર્તના' હોવી એ ખૂબ જરૂરી તત્ત્વ છે. શાસ્ત્ર તેમજ સૂત્રાદિ વાંચવા તેમજ સમજવા પ્રયત્ન કરવો તે છે સ્વાધ્યાય, તેમાંથી પોતાને સમજાયેલું બીજાને સમજાવવા માટે મદદરૂપ થવું તે વાચના, જે પોતાને સમજાતું નથી તે સમજવા માટે જાણકારને પૂછવું તે પ્રતિપ્રચ્છના, અને સમજેલું તથા પૂછેલું વારંવાર વાંચીને સ્મૃતિમાં ઠસાવવું તે પરાવર્તના. આ રીતે જાણેલું, સમજેલું વારંવાર ચિંતવવું, તેનું યોગ્ય રીતે મનન કરવું અને તેની યથાર્થતા તથા ઊંડાણ વિશેષતાએ ગ્રહણ કરવાં તેનું નામ “અનુપ્રેક્ષા'. આ પ્રકારની “અનુપ્રેક્ષાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના સમાધાનરૂપે ત્રેવીસમા સૂત્રમાં જણાવ્યું છે કે, “અનુપ્રેક્ષાથી – સૂત્રાર્થનું ચિંતન-મનન કરવાથી જીવ આયુષ્ય કર્મ છોડીને શેષ જ્ઞાનાવરણાદિ સાત કર્મોની પ્રકૃતિના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે. તેના તીવ્ર રસાનુભાવને મંદ કરે છે. બહુ કર્મપ્રદેશને અલ્પ કર્મપ્રદેશ કરે છે. આયુષ્ય કર્મનું બંધ કદાચિત કરે છે, કદાચિત નથી કરતો. અસતાવેદનીય કર્મનો ફરી ફરી ઉપચય નથી કરતો. જે સંસારઅટવી અનાદિ અનંત છે, દીર્ઘ માર્ગ છે, જેમાં નરકાદિ ગતિરૂપ ચાર અન્ત (અવયવો છે, તેને જલ્દીથી પાર કરે છે.” જે સાચું છે, સારું છે અને આત્મવિકાસ માટે ઉપકારી છે તેવા શાસ્ત્ર, સૂત્ર પાઠના અર્થનું ચિંતવન, મનન અનુપ્રેક્ષણ કરવાથી મુનિ અયોગ્ય ભાવ અને અયોગ્ય પ્રવૃત્તિ કરતાં અટકી જાય છે; શુદ્ધ ચિંતન મનનમાં એકાગ્ર થઈ પોતાના કષાયને અતિ મંદ કરી અંતરંગ શુભભાવમાં કેંદ્રિત થાય છે. આનું પરિણામ એ આવે છે કે સમજણ ૧૫૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ વધતી જતી હોવાથી જ્ઞાનાવરણનાં બંધન શિથિલ થાય છે, સ્વરૂપ ચિંતવનમાં એકાગ્રતા થવાથી મોહનીય દબાય છે તથા ક્ષીણ થાય છે, ગુરુનો આશ્રય સ્વીકારી અનુપ્રેક્ષા થતી હોવાથી તેનાં અંતરાય કર્મ ભસ્મીભૂત થતાં જાય છે, અને આવી સ્વલક્ષી પ્રવૃત્તિમાં પરલક્ષી પ્રવૃત્તિથી થતી એકેંદ્રિયાદિની હિંસા અલ્પ થતી હોવાથી દર્શનાવરણ કર્મ પણ ઓછું થાય છે. આ પ્રકારે અનુપ્રેક્ષા વખતે આત્મા અતિ મંદ કષાયી રહેતો હોવાથી આયુષ્ય વર્જિત ત્રણે અઘાતી કર્મો શુભ પ્રકૃતિનાં બંધાય છે. આ જાતની વર્તનાથી મુનિને ઘાતકર્મનાં ગાઢ બંધાયેલા કર્મો શિથિલ થાય છે, તે કર્મોનો રસ-અનુભાગ મંદ બને છે. ઘણા આત્મપ્રદેશો પર છવાયેલું કર્મ ક્રમથી અલ્પ અલ્પ પ્રદેશનું થતું જાય છે. અને ક્યારેક જ નવા આયુષ્યનો બંધ કરે છે. આવા અનુપ્રેક્ષાના સમયમાં જીવનો સમભાવ ઘણો વધતો હોવાથી મુનિને સંવર તથા નિર્જરાનું બળવાનપણું થતું જાય છે. પરિણામે પૂર્વસંચિત કર્મો ખરતાં જાય છે, નવીન કર્મબંધમાં અતિઅલ્પતા થાય છે, તેથી તે મુનિ ચતુર્ગતિરૂપ સંસાર અટવીથી છૂટી સ્વસુખના ધામમાં પહોંચી શકે છે. આ બધાં ઉત્તમ ફળ “અનુપ્રેક્ષા' ના ફાયદા રૂપે જણાવેલ છે. પણ તેનો વાસ્તવિક વિચાર કરીએ તો સમજાય છે કે ઉત્તમ તત્ત્વની અનુપ્રેક્ષા સુધી પહોંચતા પહેલાં મુનિએ સ્વાધ્યાય અને તેના અંગોમાંથી સક્રિય રીતે પસાર થવું જરૂરી છે. સ્વાધ્યાય અને તેના આનુષંગિક અંગો વાચના, પ્રતિપ્રચ્છના, પરાવર્તન અને અનુપ્રેક્ષા કરવાથી ઉપર જણાવેલા ફળની પ્રાપ્તિ મુનિ કરી શકે છે. વિચારતાં એ તારણ નીકળે છે કે શુભ તત્ત્વના ચિંતનમાં ગરક રહેવાથી પૂર્વ કર્મની નિર્જરા વધે છે અને નવા કર્મનો આશ્રવ તૂટે છે. - આ બધી શુભપ્રવૃત્તિના પ્રભાવથી મુનિ આત્મદશામાં આગળ વધે છે. ત્યારે પોતાને જે અનુપમ તત્ત્વની પ્રાપ્તિ થઈ છે તેનો લાભ અન્ય જીવોને પણ મળે એવા હેતુથી તેઓ ધર્મકથા કરે છે. જે સમ્યકુધર્મ પોતાને સમજાયો છે તે બીજાને સમજાવવો એ ધર્મોપદેશ અથવા ધર્મકથા છે. ધર્મકથા કરવાથી જીવને શું મળે છે?' એવો પ્રશ્ન ચોવીશમાં સૂત્રમાં પૂછી ઉત્તર આપ્યો છે કે, “ધર્મકથાથી જીવ કર્મોની નિર્જરા ૧૫૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરે છે, અને પ્રવચન (શાસન તથા સિદ્ધાંત) ની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભવિષ્યમાં શુભ ફળ આપનાર કર્મનો બંધ કરે છે.” છઠ્ઠા સાતમા ગુણસ્થાને રમતા મુનિ સ્વરૂપમાંથી બહાર આવે ત્યારે સ્વરૂપમાં ફરીથી રમમાણ ત્વરાથી થવાય તે માટે, સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદણા, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, નિંદા, ગહ, સ્તુતિમંગલ, સ્વાધ્યાય આદિ અનેક શુભ પ્રવૃત્તિ આદરે છે. આમાંની લગભગ બધી પ્રવૃત્તિઓ મુનિ સ્વકલ્યાણ માટે કરતા હોય છે. જે પોતાને પ્રાપ્ત થયું છે તેનો લાભ અન્ય જીવોને પણ પ્રાપ્ત થાય એવા હેતુથી મુનિ વાચના, ધર્મકથા, આદિ પ્રવૃત્તિ પરના કલ્યાણ અર્થે કરે છે. વાચના આપે ત્યારે ન સમજાતાં સૂત્રોના અર્થ મુનિ સમજાવે છે, જે સ્વપરના જ્ઞાનાવરણ તોડવામાં સહાયકારી થાય છે, ત્યારે ધર્મકથા અનેક અપેક્ષાથી સામા જીવને ધર્મમાં સ્થિર તથા દઢ કરવા માટે કરવામાં આવે છે. આમ કરવાથી શાસનની પ્રભાવના થાય છે. જે શાસનના શરણે પોતે છે, તે શાસનનો જયજયકાર ચોમેર થાય, ફેલાવો વધે એવી પ્રવૃત્તિ ધર્મકથા તથા ધર્મોપદેશ દ્વારા કરવામાં આવે છે. તેથી પૂર્વસંચિત અનેક કર્મોની નિર્જરા થાય છે અને ભવિષ્યમાં શુભફળ આપનાર કર્મો બંધાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ માટે આ પ્રવૃત્તિ યોગ્ય કહી છે કેમકે તે દશાએ મુનિ પ્રબળ શુભ ભાવમાં આજ્ઞાથી પ્રવર્તતા હોવાથી અનેક જીવોને ધર્મસન્મુખ કરી શકે છે. ધર્મભાવમાં રમતા મુનિ શ્રુતનું આરાધન, મનની એકાગ્રતા, સંયમ, તપ તથા વ્યવદાનના નિમિત્તથી પોતાના ચારિત્રની ખીલવણી કેવી રીતે કરે છે, તથા જેને ધર્મબોધ આપવાનો છે તેવા શ્રોતાઓને તેનાથી કેવી રીતે લાભ થાય છે, તેની સમજણ સૂત્ર પચ્ચીસથી ઓગણત્રીસમાં અપાઈ છે. મુનિ પોતે તો આ તત્ત્વોનું આરાધન કરતા જ હોય છે, અને ધર્મસન્મુખ થતા જીવોને એનું આરાધન કેવી રીતે વિશેષ ઉપકારી થાય તેની સમજણ ધર્મોપદેશ કે ધર્મકથામાં સમાવે છે. “શ્રુતના આરાધનથી જીવને શું મળે?' એવા પચ્ચીસમા સૂત્રના પ્રશ્નના ઉત્તર રૂપે કહ્યું છે કે, “શ્રુતની આરાધનાથી જીવ અજ્ઞાન દૂર કરે છે, અને ક્લેશ પામતો નથી.” શબ્દ દ્વારા કાનથી સાંભળવું એટલે શ્રત. વળી, મહા પુરુષોના અનુભવથી ભરેલા લખાયેલાં વચનો વાંચવા કે ૧૫૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ સાંભળવાં તે પણ શ્રુત કહેવાય છે. આથી જે શાસ્ત્રોમાં શ્રી પ્રભુનાં વચનો સંગ્રહિત થયાં હોય છે તેવાં આગમ સૂત્રો પણ શ્રુતમાં સમાવેશ પામે છે, સાથે સાથે અન્ય મહામુનિઓના રચેલાં શાસ્ત્રો પણ શ્રુત તરીકે સમાવેશ પામે છે. આવા ઉત્તમ શ્રતનું અધ્યયન કરી, તેમાંના અનુભવથી લદાયેલા વચનોનો અભ્યાસ કરી, પોતામાં રહેલાં અજ્ઞાનને મુનિ ક્ષીણ કરતા જાય છે. સાથે સાથે આચારને લગતી તથા આત્માનાં તત્ત્વને લગતી અણસમજ દૂર થતી જતી હોવાથી, મુનિના મનમાં રાગદ્વેષરૂપ શ્લેષ ઉત્પન્ન થતો હોય તે શાંત થતો જાય છે. સાચી સમજણ વધતાં આત્માનાં કષાયો શાંત થતા જાય છે, અનુભવાતો ક્લેશ સમાઈ જાય છે. અને આવા ઉપશાંત કષાય સાથે જ્યારે મુનિ લોકોને બોધ આપે છે ત્યારે મુનિથી નીપજતા કલ્યાણભાવના સ્પર્શથી આકર્ષાઈ, સમજણ ગ્રહણ કરતાં કરતાં પોતાના ક્લેશ અને કષાયોને શ્રોતાગણ શાંત કરતા જાય છે. એ જ પ્રમાણે “મનની એકાગ્રતા કેળવવાથી જીવને શું મળે?' એવો પ્રશ્ન લઈ, છવ્વીસમાં સૂત્રમાં અનુસંધાન કર્યું છે કે, “મનને એકાગ્ર કરવાથી ચિત્તનો નિરોધ થાય છે.” સામાન્યપણે સંસારી જીવોનું, છદ્મસ્થ જીવોનું મન ચંચળ રહે છે, અનેક પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ વિશે અનેક ભાવોમાં રમતું રહે છે. આ મન જેમ જેમ માંકડાની જેમ ઉલળે છે, તેમ તેમ વિભાવભાવનું બળવાનપણું થતાં કર્મોનો અનેકધા આશ્રવ થતો રહે છે. અને જીવોનો સંસાર વધતો રહે છે. તેવા સંજોગોમાં શ્રુતના આરાધનથી મુનિ સાચી સમજણ લઈ, અજ્ઞાનનો ત્યાગ કરી, શાંત બની, પોતાના મનની એકાગ્રતા કેળવવામાં સફળ થાય છે. મન એકાગ્ર થવાથી, એક જગ્યાએ પોતાના ધ્યેયમાં કેંદ્રિત થવાથી તેનું અન્ય પદાર્થોમાં ભમવાનું અટકી જાય છે. તેનું મૂળ કારણ છે સાચી સમજણ – આત્માને શુદ્ધ કરવાની તાલાવેલી. આ તાલાવેલીનો આધાર લઈ, મુનિ મનને એકાગ્ર કરી, શાંત અને સ્થિર થાય છે. તે સ્થિરતાથી ભરેલી સ્થિતિમાં મુનિ જનસામાન્યને ઉપદેશ આપી, પોતાની સ્થિરતા અવિરતપણે મુદ્રાદિ દ્વારા પ્રગટ કરી, લોકોને પણ મનને અંકુશમાં રાખવાથી થતા લાભો વિશદતાથી સમજાવે છે. આ રીતે વક્તા શ્રોતા બંને ધર્મપ્રવૃત્તિમાં એકાગ્ર થઈ, સાંસારિક વિષયોમાં ભટકતા અટકી ૧૫૫. Page #189 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જઈ, કર્મબંધ તોડી શકે છે. ધર્મની શુભ પ્રવૃત્તિમાં મન એકાગ્ર થવાથી, કષાયો મંદ થાય છે, મંદકષાયથી શુભ કર્મબંધ થાય છે. અને ચિત્ત અયોગ્ય જગ્યાએ જતું અટકી જતાં અશુભ કર્મબંધ થતાં વિરામ થાય છે. આ રીતે ચિત્તનો નિરોધ કરવાથી, મનમાં જન્મતી ઇચ્છાઓ શાંત થતી જાય છે, અલ્પ થતી જાય છે. પરિણામે જીવ જે જે પ્રવૃત્તિથી આત્માને વિશેષ બંધન થાય તે તે પ્રવૃત્તિઓનો ત્યાગ વધારતો જાય છે. બંધન વધે એવી જાતની પ્રવૃત્તિઓ ઇચ્છાપૂર્વક રોકવી તેનું નામ સંયમ. આવો સંયમ ઉત્કૃષ્ટતાએ પાળવા ઉત્સુક મુનિ સંયમબોધ પણ શ્રુતની સમજણમાં સમાવે છે. જે શ્રોતા અવધારીને ઉપયોગમાં લે છે. “સંયમથી જીવને શું મળે છે?” એવો પ્રશ્ન સૂત્ર ૨૭માં પૂછી ઉત્તર કહેવાય છે કે, “સંયમથી આશ્રવનો નિરોધ થાય છે.” વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી એ સંયમ છે, બીજી રીતે કહીએ તો જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ સંયમ છે. ઇન્દ્રિયોને સ્વરૂપદર્શનનાં કાર્ય માટે રોકવી, અને એ મનના અનુમોદન સહિત; એમ કરવાથી આવતાં કર્મો રોકાઈ જાય છે. ટૂંકમાં કહીએ તો સંયમ ધારણ કરવાથી આત્મા પર વધતાં કર્મોની સંખ્યા, નિર્જરા પામતા કર્મોની સંખ્યા કરતાં ઘણી નાની થતી જાય છે. પરિણામે આત્મા પરનો કર્મનો ભાર હળવો થતો જાય છે. ભગવાને આ સંયમ સત્તર પ્રકારે છે એમ જણાવ્યું છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને ચાર કષાયનો જય કરવાના પુરુષાર્થમાં સાચો સંયમ કેળવાતો જાય છે. સંયમથી, કર્મોનો સંવર કરવાથી કર્માશ્રવ ઘટે છે, એ સમજણ આવતાં, તેથી આગળની સ્થિતિ મેળવવા કે અણસમજમાં એકત્રિત કરેલા અનંતાનંત કર્મોની નિર્જરા વધારવા શું કરવું જોઇએ? જો એક પછી એક એમ ઉદિત થતાં કર્મોને ભોગવી નિવૃત્ત કરવા જતાં તો ઘણો કાળ વહી જાય. તો અલ્પકાળમાં કર્મની નિર્જરા કરવા શું ઉપાય કરવો ઘટે તેવી જીવની જિજ્ઞાસા બળવાન થઈ જાય છે. જો પૂર્વબધ્ધ કર્મને ત્વરાથી નિવૃત્ત કરી, અલ્પકાળમાં તીવ્ર મુમુક્ષુએ મોક્ષપ્રાપ્તિ કરવી હોય તો શું કરવું ૧૫૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ એની વિચારણામાં જીવ ગરક થઈ જાય છે, તેનાથી મોક્ષ મેળવવામાં થતો વિલંબ સહન થતો નથી. આ મુંઝવણના ઉપાય રૂપે અઠ્ઠાવીસમાં સૂત્રમાં ‘તપથી જીવને શું મળે?' એ પ્રશ્ન પૂછી, ઉત્તરમાં જણાવ્યું છે કે, “તપથી જીવ પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરીને વ્યવદાન – વિશુદ્ધ બને છે.” સંસારની શારીરિક, માનસિક, આર્થિક આદિ સર્વભૌતિક સુખોની ઇચ્છાનો ત્યાગ કરી, કર્મની નિર્જરા કરવામાં એકાગ્ર થવું એ તપ છે. તપ બાર પ્રકારે છે, છ બાહ્યતા અને છ આંતરતા છે. તેમાંથી જે જે પ્રકાર સમભાવથી યોજી શકાય તે તે પ્રકારનો સાચો ઉપયોગ કરી, સંસારની આસક્તિ છોડી જીવ આરાધના કરવામાં એકાગ્ર થાય છે. આસક્તિનો ત્યાગ કરવાથી તથા પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થિરભાવ રાખવાથી, મુનિની કર્મનિર્જરા બળવાનપણે થાય છે, સાથે સાથે આશ્રવ નહિવત્ રહે છે. આવા તપ દ્વારા મુનિ પોતાની આત્મશુદ્ધિ ઝડપથી વધારે છે, અને એ માટેનો સંર્બોધ પણ શ્રાવકશ્રાવિકાને આપી તેમને પણ વિશુદ્ધ થવા ઉત્સાહીત કરે છે. આમ મુનિ શ્રુતની આરાધના, મનની એકાગ્રતા, સંયમ, તપની યથાશક્તિ પાલના કરી કર્મને નિવૃત્ત કરતા જઈ, પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ગુણમૂલક ખીલવણી કરતા જાય છે. જેની પ્રાપ્તિ પોતાને થઈ છે એવી વિશુદ્ધિની પ્રાપ્તિ સહુ જીવોને થાઓ એવા શુભભાવથી એ વિશેનો સર્બોધ તેઓ અન્ય સાધક તથા મુમુક્ષુજનોને આપે છે. આમ કરતી વખતે સત્ જિજ્ઞાસુને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આત્માની આવી વિશુદ્ધિ મેળવવાનું ફળ શું હોઈ શકે? આ જિજ્ઞાસાના સમાધાન માટે તથા ધર્મક્રિયા કરવા માટેનું યથાર્થ લક્ષ મુમુક્ષુ બાંધી શકે એ હેતુથી, ઓગણત્રીસમાં સૂત્રમાં ‘વ્યવદાનથી જીવને શું મળે છે?' એમ પ્રશ્ન મૂકી, ઉત્તર આપ્યો છે કે, “વ્યવદાન (વિશુદ્ધિ)થી જીવને અક્રિયા (મન, વચન, કાયાથી ક્રિયાની નિવૃત્તિ) મળે છે. અક્રિય થવાથી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, અને બધાં દુ:ખોનો અંત કરે છે.” પોતાના આત્માનું શ્રેય કરવાના હેતુથી જીવ જ્યારે મુનિજીવન સ્વીકારે છે ત્યારે તે આત્મશુદ્ધિ વધારવા સતત પ્રયત્નવાન રહે છે. તે માટે મુનિ પોતે પ્રાપ્ત કરેલા ૧૫૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમ્યકત્વમાં પ્રગટેલાં આંશિક લક્ષણો વિકસાવવા પ્રયત્નો કરે છે, એ લક્ષણો વિશેષતાએ પ્રગટાવવા મુનિ પોતામાં દેખાતા દોષો માટે આલોચના, નિંદા, ગહ કરી દોષથી પર બનવા ઉત્તમ પુરુષાર્થ કરે છે. સાથે સાથે પોતામાં સાકાર થઈ રહેલા આત્મગુણોને વર્ધમાન કરવા સામાયિક, ચોવિસંથ્થો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યક નિયમિતપણે કરે છે. તેના પ્રભાવથી મુનિમાં ગુરુ પ્રતિનો પૂજ્યભાવ વધે છે, અને તેને વ્યક્ત કરવા મુનિ સ્તુતિમંગલ કરે છે. આ બધી ક્રિયાઓ નિયત કાલે કરતા રહી મુનિ, આત્મા સતત સાચી આદતે વર્તે એ નક્કી કરે છે, કારણ કે ક્રિયાનું નિયમિતપણે એ સ્વ તથા પર બંને માટે વિકાસ કરવામાં સહાયકારી તત્ત્વ છે. આમ કરવામાં કરેલી ભૂલો માટે પ્રાયશ્ચિત લેવું, ક્ષમાપના કરવી એ બે ક્રિયા વિશુદ્ધિ કરવા માટે જરૂરી છે. કરેલી ભૂલો માટે પ્રાયશ્ચિત લેવાથી અને ક્ષમાપના કરવાથી જીવ હળવો થાય છે, કર્મભાર ઘટતો હોય એવો અનુભવ થાય છે. આવી હળવાશ આવતાં મુનિ સ્વાધ્યાય, વાચના, પ્રતિપ્રચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથાનો આશ્રય કરી જ્ઞાન તથા દર્શનનાં આવરણો ક્ષીણ કરે છે. સ્વાધ્યાય આદિ કરવાની સાથે શ્રુતની આરાધના થાય છે, એ આરાધન કરવામાં મનની એકાગ્રતા હોય તો ઊંડાણ આવે છે, અને જે સમજણ વધે છે તેનું પાલન કરવાથી સંયમ વધે છે, તપશ્ચરણ પણ થાય છે અને પરિણામે આત્માની વિશુદ્ધિ મળે છે. આવી વિશુદ્ધિ મેળવવાથી જીવને થતા લાભ ઓગણત્રીસમાં સૂત્રમાં વર્ણવ્યા છે. વ્યવદાન એટલે આત્માની વિશુદ્ધિ. જેમ જેમ કષાયો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય છે, અને નિર્જરા વધતી જાય છે, આથી જ્યારે આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે ઘાતકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ નહિ પણ પૂર્વસંચિત ઘાતકર્મો સર્વથા નિર્જરી જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ વધતી જાય છે. અને જ્યારે આત્મા સંપૂર્ણ કષાય-ત્યાગ કરે છે ત્યારે તે અક્રિય (મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ રહિત) થાય છે. આવી અક્રિયતા આત્માને ચૌદમા ગુણસ્થાને આવે છે. અક્રિય થવાથી આત્મા સિદ્ધ થાય છે. પુદ્ગલાદિ સર્વ પદાર્થોનો સંગ છૂટતાં જે મેળવવા યોગ્ય છે તે સર્વ આત્માએ ૧૫૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ મેળવી લીધું હોવાથી તે આત્મા સિદ્ધભૂમિમાં જાય છે, અર્થાત્ સિદ્ધ થાય છે. આત્મા જ્યારે સિદ્ધભૂમિમાં સ્થિતિ કરે છે ત્યારે તે આત્મા બુદ્ધ થાય છે. એટલે કે તે આત્મા બોધસ્વરૂપની પૂર્ણતાએ પહોંચે છે અર્થાત્ તેનાં જ્ઞાનદર્શનને બાધા કરનાર એક પણ પરમાણુનો સ્પર્શ શુદ્ધાત્માને રહેતો નથી. આ આત્મા મુક્ત થાય છે, એટલે કે તે જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ થઈ આ પરિભ્રમણથી છૂટી જાય છે – મુક્ત થાય છે. તેને સંસારમાં રખડવાપણું રહેતું નથી. તે આત્મા પરિનિર્વાણ પામે છે. વાણ એટલે શરીરનો બાંધો, નિર્વાણ એટલે શરીરના બાંધા રહિત. પરિનિર્વાણ પામે છે એટલે ફરીથી શરીર ધારણ કરવાપણું રહેતું નથી; અર્થાતુ જ્યાં અશરીરી આત્માઓ વસે છે ત્યાં તેની ગતિ થાય છે. સિદ્ધભૂમિમાં તે આત્મા ગમન કરે છે. શરીર કે અન્ય પ્રકારનું કોઈ પણ બંધન ન હોવાનાં કારણે આત્માને કોઈ પણ પ્રકારનું દુ:ખ ભોગવવું પડતું નથી, તેથી કહ્યું છે કે તે બધાં દુ:ખોનો અંત કરે છે. આમ વિશુદ્ધિથી થતા ચરમ સીમા સુધીના લાભો વર્ણવી, ધર્મ આરાધનથી વિશુદ્ધિ થાય છે તે દર્શાવી, પ્રત્યેક જીવે ધર્મારાધન કરવા ઉત્સાહીત રહેવાનું છે એવો સંદેશો મુનિ સમ્યબોધ દ્વારા શ્રોતાઓને આપે છે. તેઓ ધર્મકથાનાં સાધનથી બોધ આપે છે. ધર્મકથાની અસર નીચે જીવ પોતાની વૈષયિક સુખની વાંછા ઘટાડે છે. તે સંસારી પ્રવૃત્તિઓ કરવામાં અનાસક્ત થાય છે. અને તેને એકાંતવાસ તથા ઇન્દ્રિયસંયમની મહત્તા સમજાતી જાય છે. તેથી સંસારી જીવ બાહ્યની અશુભ પ્રવૃત્તિઓથી છૂટયા પછી, મુનિ જેમાં એકાગ્ર થતા હોય છે તેવા મોક્ષપ્રાપ્તિ માટે જરૂરી એવાં ચારિત્રપાલનની તૈયારી શરૂ કરે છે. આ તૈયારી કરવા માટે તેઓ મુનિ પાસે સુખશાતા, અનાસક્તિ, વિવિક્ત શૈયાસન, અને વિનિવર્તના જેવા અંગોની સમજણ માગે છે. આ સમજણ ત્રીસથી તેંત્રીસ સુધીના ચાર સૂત્રમાં અપાઈ છે. જે મુનિ સ્વયં પાળી, પોતાની ચારિત્રની શુદ્ધિ કરતા જતા હોય છે. આ સૂત્રોની રચના પરથી આપણને સમજાય છે કે સ્વાર કલ્યાણ કરવામાં મુનિ કેવી રીતે તરબોળ રહે છે. તેઓ પોતાના પુરોગામી પાસેથી ચારિત્ર વિશુદ્ધિ માટેનું માર્ગદર્શન મેળવી, તેનો ૧૫૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સદુપયોગ કરી, પોતાના અનુગામીને તેનું દાન આપી પોતે અપરિગ્રહવત સાચી રીતે પાળી શકે છે. ત્રીસમાં સૂત્રમાં ‘સુખશાતાથી અર્થાત્ વૈષયિક સુખોના ઇચ્છાના નિવારણથી જીવને શું મળે છે?' આ પ્રશ્નનું સમાધાન આ પ્રકારે આપ્યું છે, “સુખશાતાથી વિષયો તરફ અનાસક્તભાવ રહે છે, વિષયો તરફ અનઉત્સુક (અનાસક્ત) થવાથી જીવ અનુકંપાવાળો, પ્રશાંત, શોકરહિત બનીને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરે છે.” શિષ્યોને દોરવણી આપતાં અને આપ્યા પછી મુનિ સ્વમાં સતત એકાગ્ર રહેવા પ્રયત્નશીલ રહેતા હોય છે. તેથી તેઓ પાંચ ઇન્દ્રિય અને દેહની શાતાના ઇચ્છુક રહેતા નથી, તે શાતાની ઇચ્છા તેઓ ક્ષીણ કરતા રહે છે, અને શિષ્યોને એ માટે બોધતા પણ રહે છે. તે તેમની અનુકંપા છે. આવી પ્રવૃત્તિ દ્વારા તેઓ પોતાની તેમજ શિષ્યોની સંસારી પદાર્થો પ્રતિની અનાસક્તિ વધારતા જાય છે. પરિણામે તેમની જીવન જરૂરિયાત ક્રમથી ઘટતી જાય છે, આ જરૂરિયાત નહિવત્ બનતાં તેની પ્રાપ્તિ માટે વેઠવા પડતા સંઘર્ષથી તેઓ છૂટતા જાય છે, પરિણામે તેઓ પોતાના આત્માની શાંતિ વેદવા માટે ભાગ્યશાળી બને છે – પ્રશાંત થાય છે. નિરાસક્ત મુનિ પ્રાપ્તિ અપ્રાપ્તિના કંઠથી છૂટવાને લીધે અકષાયી થવાથી શોકરહિત બને છે. પરિણામે પોતે આત્માના અદ્ભુત ગુણોનું વેદન કરે છે તે ગુણો સહુને પ્રાપ્ત હો, તેવી અનુકંપાબુદ્ધિ તેમનામાં વર્ધમાન થતી જાય છે. અને તેમનું ચારિત્ર મોહનીય આ વર્તનાથી ત્વરાથી ક્ષીણ થતું જાય છે. મુનિને સંસારી પદાર્થોમાં “અનાસક્તિભાવ રહે છે તેનું ફળ શું મળે?” એવા સવાલના જવાબરૂપે સૂત્ર એકત્રીસમાં જણાવ્યું છે કે, “અપ્રતિબધ્ધતાથી જીવ નિ:સંગ બને છે. નિઃસંગ થવાથી જીવ એકાકી – આત્મનિષ્ઠ બને છે, એકાગ્રચિત્ત હોય છે. દિવસ રાત, સદા સર્વત્ર વિરક્ત અને અપ્રતિબધ્ધ થઈને વિચરે છે.” મુનિને સંસારી પદાર્થો ભોગવવાની વૃત્તિ છૂટી જતાં અપ્રતિબદ્ધ થાય છે, અલ્પ કે નહિવતું બંધન કરનાર થાય છે. જ્યાં સુધી સંસારી પદાર્થો ભોગવવાની વૃત્તિ ૧૬૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ મુનિમાં હોય છે, ત્યાં સુધી તે સૂક્ષ્મ ભાવો પૂરા કરવા જે પ્રવૃત્તિ થાય છે, તેનાથી થતાં બંધન મુનિએ સ્વીકારવાં પડે છે. પણ જ્યાં એ વૃત્તિ ક્ષીણ થાય છે ત્યાં આસક્તિ તૂટી જવાને કારણે તેવા પદાર્થોનો સંગ પણ મુનિને અસહ્ય થતો જાય છે. એટલે એવા પદાર્થોના નિમિત્તમાં પણ ન આવવું પડે એવી જાતની વર્તન મુનિ સ્વીકારતા જાય છે. પરિણામે મુનિ નિ:સંગ બની એકાંતમાં જ આત્મારાધન કરવા અને સ્વનું સુખ માણવા ઉત્સુક રહે છે. પરિણામે જે અલ્પ બંધન થાય છે તેની નિવૃત્તિ પણ કઈ રીતે ત્વરાથી થાય તેની ચિંતનામાં તથા આત્મસુખની અનુભૂતિમાં સતત રહેવાની ભાવનામાં તેઓ એકાગ્ર તથા નિમગ્ન થતા જાય છે. આથી તેમને જે કોઈ ઉદયગત પ્રવૃત્તિમાં જોડાવું પડે છે તે પણ પૂર્વકર્મથી નિવૃત્ત થવા માટે અને નવાં બંધની અલ્પતા કરવા જ હોય છે. આમ પોતાની સ્વાર કલ્યાણની ભાવના ઉત્તુંગ કરી મુનિ સતત વિરક્ત અને અપ્રતિબદ્ધ થઈને એકાંતમાં રહેવાની પ્રવૃત્તિ વધારતા જાય છે. તેમની આ વર્તના તેમને સ્વવીરકલ્પી દશામાંથી જિનકલ્પી દશામાં લઈ જાય છે. જ્યાં સુધી મુનિને આત્મઆરાધન કરવા માટે અન્ય મુનિ આદિના સંગની જરૂર રહે છે ત્યાં સુધી તેઓ અન્ય મુનિના સંગમાં રહે છે. અને એ વખતે તેઓ અન્ય મુનિઓની વૃત્તિને પોતાનાં બંધન ન વધારવા માટે અનુકૂળ થઈને વર્તે છે, પણ જ્યારે પોતાની અસંગતા વધે છે, આત્મદશા ઊંચી થાય છે ત્યારે આવા મુનિ સત્ નિમિત્તોનો પણ ત્યાગ કરી, એકાંત દશા સ્વીકારી જિનકલ્પી મુનિ રૂપે વિચરે છે. પૂર્વબંધન તોડવા અને નવીન બંધન ન થાય એ રીતે જીવવા મથતા મુનિને જો જગતજીવોના સંપર્કમાં સતત રહેવું પડે, તો તેમની ભાવનાની સાચવણી કરવા તેમને અમુક પ્રકારનાં બંધનમાં જવું પડે છે. આ બંધન અવસ્થા મુનિને જ્યારે અળખામણી થઈ પડે છે ત્યારે તેનાથી બચવા મુનિ એકાંત નિર્જન સ્થાનના વાસને પસંદ કરે છે, જેથી કોઈના પણ સંપર્કમાં તેમને રહેવું પડે નહિ. આ ઇચ્છીત એકાંતવાસનું ફળ પૂછતો પ્રશ્ન બત્રીસમાં સૂત્રમાં પૂછાયો છે. વિવિક્ત શયનાસનથી જીવને શું મળે? તેનો જવાબ છે, “વિવિક્ત શયનાસન અર્થાત્ જનસંમર્દથી રહિત એકાંત સ્થાનમાં વાસ કરવાથી જીવ ચારિત્રરક્ષા કરે છે. ચારિત્રરક્ષાથી વિવિક્તાહારી (વાસનાવર્ધક પૌષ્ટિક ૧૬૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આહારનો ત્યાગી), દેઢ ચારિત્રી, એકાંતપ્રિય, મોક્ષભાવયુક્ત જીવ આઠ પ્રકારનાં કર્મોની ગ્રંથિનું નિર્જરણ કરે છે.” અન્ય જીવોનો સંપર્ક જ્યારે મુનિને પોતાના આત્મારાધનમાં બાધાકારક લાગે છે ત્યારે પોતાની યોગ્યતા વધતાં તેઓ એકાંતવાસ સ્વીકારે છે. એકાંતવાસમાં રહેવાથી કષાયના નિમિત્તોથી છૂટી પોતાનાં ચારિત્રનું રક્ષણ કરે છે, સાથે સાથે જંગલના હિંસક પશુ આદિના ઉપદ્રવો સામે નિર્ભય બની ટકી રહે છે અને ચારિત્ર વિશેષ મજબૂત કરે છે. જંગલમાં એકાંતમાં રહેવાથી જનસંપર્કથી મળતા પૌષ્ટિક આહારનો ત્યાગી બને છે, અને નિરસ આહાર કરવાથી મુનિ વિશેષ પ્રમાદરહિત થતા જાય છે. અપ્રમાદી બની એકાંતમાં મોક્ષાભિલાષાથી આરાધન કરતાં કરતાં આઠ પ્રકારનાં કર્મોની નિર્જરા સહજતાએ કરતા જાય છે, અને આત્મસુખ અનુભવે છે. આ પ્રકારે જિનકલ્પી થવા, શ્રેણિ માટેની પોતાની પાત્રતા વધારવા મુનિ પોતાનાં અસંગભાવ અને એકત્વભાવના વધારતાં જાય છે. શ્રેણિએ ચડવા માટે એકત્વભાવનાનું ઘૂંટણ ખૂબ ઉપકારી છે, મુનિને જેમ જેમ કોઈ પોતાનું નથી અને પોતે કોઈના નથી, હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું અને મારા શુભાશુભ કર્મો હું એકલો જ ભોગવવાનો છું એ ભાવનું સિદ્ધત્વ થતું જાય છે, તેમ તેમ તેમની શ્રેણિ માટેની તૈયારી વધતી જાય છે. આ રીતે એકાંતવાસમાં રહેવાથી સુપાત્ર મુનિ પોતાની વિનિવર્તના વધારે છે, પોતાનાં મન તથા ઈન્દ્રિયોને સંસારીભાવથી દૂર રાખે છે; તે મારફત તેઓ પોતાનું ચારિત્ર શુદ્ધ તથા ઉચ્ચ કરતા જાય છે અને કર્મનિર્જરા પણ વધારતા જાય છે. પોતાને સંસારીભાવથી અલિપ્ત કરવાથી શું ફળ મળે એવી મતલબનો પ્રશ્ન સૂત્ર તેત્રીસમા પૂછયો છે, ‘વિનિવર્ધનાથી જીવને શું મળે છે?' તે જ સૂત્રમાં તેનું સમાધાન આપ્યું છે કે, “વિનિવર્ધનાથી – મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધનાથી જીવ પાપકર્મ ન કરવા તત્પર રહે છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મોને નિવૃત્ત કરે છે. ત્યાર પછી ચાર અંતવાળા સંસાર અટવીને જલ્દી પાર કરે છે.” આ પ્રશ્નોત્તરમાં મુનિની જિનકલ્પી થવાની પૂર્ણ તૈયારી જણાય છે. ૧૬૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ વિનિવર્તના એટલે મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધના. પ્રત્યેક જીવ અનુભવે છે કે સંસારી શાતા પ્રત્યે તેમનું મન અને ઇન્દ્રિયો આકર્ષાયા વિના રહેતાં નથી. અને જ્યાં સુધી વિકસિત મન તથા ઇન્દ્રિયો સંસારી શાતાનું આકર્ષણ વેઠે છે ત્યાં સુધી તે મોક્ષ મેળવી શકતો નથી. તેથી મુનિ પોતાનાં વિકસિત મન તથા ઇન્દ્રિયોને સ્વરૂપમાં જોડી, વિષયોથી વિરક્ત થવાની સાધનામાં ગૂંથાયેલા રહે છે. આ સાધનાથી મુનિ આત્માને આત્મામાં જોડી, મનને શાંત – કષાય રહિત કરે છે, એટલું જ નહિ પણ પોતાની આત્મસુખની અનુભૂતિની ઇચ્છા બળવાન કરી સંવેગને વધારે છે. સંવેગ વધતાં નિર્વેદ દઢ થાય છે. આવી આત્મદશામાં પાપકર્મ વધારનાર સંસારી પદાર્થોનો સંપર્ક પણ મુનિને થાક આપે છે. આવી થાક દેનારી, આત્મદશામાં આડિખલી ઊભી કરવાની સંભાવનાવાળી ચીજોનો મુનિ ત્યાગ કરતા જાય છે, અર્થાત્ નવાં પાપકર્મ ન કરવાં તેઓ તત્પર રહે છે. આ પ્રકારે વર્તતા રહેવાથી પૂર્વબદ્ધ કર્મો તેઓ નિર્જરાવતા જાય છે, અને જલદીથી સંસારનો પાર પામે છે. સતત ઉદ્યમી રહી, એકધારાએ કર્મનિવૃત્તિ અને નિરાશ્રવ વધારવાથી મોક્ષ ત્વરાથી મળે તે સ્વાભાવિક જ છે. બળવાન સંવેગ તથા નિર્વેદની અનુભૂતિમાં શુદ્ધાત્માનો અનુભવ કરવામાં બાધારૂપ તત્ત્વોનો ત્યાગ કરવાની ભાવના મુનિમાં સહજતાએ વધતી જાય છે, કારણ કે તેમને અનુભવથી સમજાયું હોય છે કે ઇન્દ્રિય સુખ કરતાં આત્મસુખ અનેક પ્રકારે તથા અનેકગણું ચડિયાતું છે. આવી આત્મદશા-બાધક ચીજોનો ત્યાગ કરવો તે “પ્રત્યાખ્યાન” કહેવાય છે. મુનિ જ્યારે પૂર્વકાળમાં છ આવશ્યકની મહત્તા સમજ્યા હોય છે ત્યારે તેમને “પ્રત્યાખ્યાન”નું મહત્ત્વ સમજાયું હોય છે, પણ યથાર્થ પરિણમ્યું હોતું નથી. પરંતુ જ્યારે તેઓ આત્મશાંતિ અને આત્મશુદ્ધિની અમુક કક્ષાએ પહોંચે છે ત્યારે તેઓ સંસારી પદાર્થોના ભોગપભોગના બળવાન સંયમમાં અને ચારિત્રના યથાર્થ પાલન દ્વારા આત્માનુભૂતિમાં રહેવામાં જ સાચાં સુખ તથા શાંતિ અનુભવે છે. પરિણામે ચારિત્રપાલનની વિશુદ્ધિ કરવા માટે તેમનાં પ્રત્યાખ્યાન એક પછી એક વધતાં જાય છે. જિનકલ્પી થવાથી ક્યા ક્રમમાં પ્રત્યાખ્યાન આવે છે તેનું ચિત્ર સૂત્ર ચોંત્રીશથી ૧૬૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બેતાલીસ સુધીનાં નવ સૂત્રોમાં અપાયું છે. અહીં જે પ્રત્યાખ્યાનો સમજાવાયાં છે તે મુનિને શ્રેણિની તૈયારી કરવા માટે ખૂબ ઉપકારી થાય તેવાં છે. વિનિવર્તિનામાં સ્થિર રહેવા માટે આ પ્રત્યાખ્યાનો ખૂબ લાભદાયી નીવડે તેવાં છે. પ્રત્યાખ્યાનની વિશદ સમજણ માટે આ અધ્યયનમાં નવ સૂત્રો રચાયાં છે. તેમાં સૌ પ્રથમ “સંભોગ પ્રત્યાખ્યાન' કહ્યું છે. આ પ્રત્યાખ્યાનથી થતા લાભ ચોત્રીસમા સૂત્રમાં આ પ્રમાણે જણાવ્યા છે, “સંભોગ (એકબીજા સાથે ભોજન વગેરેના સંપર્ક)ના પ્રત્યાખ્યાનથી પરાવલંબી નિરાવલંબ થાય છે. નિરાવલંબન થવાથી તેના બધા પ્રયત્નો આયતાર્થ (મોક્ષાર્થે) બને છે. પોતે મેળવેલા લાભથી સંતુષ્ટ થાય છે. બીજાના લાભનો ઉપભોગ નથી કરતો, તેની કલ્પના પણ નથી કરતો. સ્પૃહા નથી કરતો, પ્રાર્થના નથી કરતો, અભિલાષા કરતો નથી. બીજાના લાભનું આસ્વાદન, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરનાર બીજી સુખશૈયાને પ્રાપ્ત કરીને વિહાર કરે છે.” સામાન્યપણે સ્થવરકલ્પી મુનિઓ પોતાની ગોચરી લાવી, સાથે એકઠી કરી આહાર કરે છે. આમ અરસપરસ આહારની આપલે કરી, કોઈ એક વાનગીના મોહનું અલ્પત્વ કરતા હોય છે. આવી રહ્યો સહ્યો મોહ પણ તોડવા, સ્વાદેંદ્રિયને ખૂબ સંયમમાં લેવા મુનિ સંભોગના પચ્ચખાણ લે છે, આ પચ્ચખાણ લેવાથી તેઓ બીજાનું લાવેલું વાપરતા નથી, તે લેવાની ઇચ્છા પણ કરતા નથી, બીજાની સારી વાનગીનો સ્વાદ લેવાની વૃત્તિનો પણ ત્યાગ કરે છે, પોતાને સ્વાદિષ્ટ ભોજન મળે તેવી સ્પૃહા કરતા નથી. તેવી કલ્પના પણ કરતા નથી, બલ્બ જે કંઈ લુખો સુકો આહાર મળે તેમાં જ સંતુષ્ટ થઈ નિસ્પૃહભાવથી તેનો આહાર કરે છે. આમ ખાસ પ્રયત્ન દ્વારા સ્થવીરકલ્પી મુનિ જિનકલ્પી મુનિ થવા માટે પાત્રતા કેળવવા સ્વાદેંદ્રિયનો જય કરે છે. અને શ્રી પ્રભુનું વચન છે કે જે સ્વાદને જીતે છે તે અન્ય ઇન્દ્રિયો પર સહેલાઇથી વિજય મેળવી શકે છે. આમ પૂર્ણતાએ જિતેંદ્રિય થવા મુનિ સૌ પહેલા સ્વાદેન્દ્રિય પર સંયમ આણવા માટે પચ્ચખાણ કરે છે. આમ કરવાથી અમુક માત્રામાં આહાર મેળવવા માટે અન્ય મુનિઓ પર થોડા અંશે પણ આધાર રાખતા હતા, તે છોડી નિરાવલંબન થાય છે. તેની સાથે સાથે સંસારાર્થે નિરાવલંબન થયા હોવાથી તેમની સર્વકોઈ પ્રવૃત્તિ ૧૬૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ માત્ર મોક્ષાર્થે થાય છે, પરિણામે સર્વ બાબતમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વિશે તે મહાત્મા નિસ્પૃહપણે વિચરી ઋણમુક્ત થતા જાય છે, નવું ઋણ લેવાનું અલ્પાતિઅલ્પ કરતા જાય છે. સામાન્ય સંપર્ક પણ છોડી મુનિ એ બંધનથી પણ મુક્ત રહે છે. આમ મુનિ સહવાસી સાથી મુનિના પણ ત્યાગી બને છે. આ પ્રકારનો વિશેષ સંયમ પ્રગટવાથી મુનિને જે અલ્પ ઉપકરણો તેમણે રાખ્યા હોય છે તેનો પણ ભાર લાગવા માંડે છે. તે ઉપકરણોને સાચવવા, સંભાળવા, સ્વચ્છ રાખવા આદિ યત્ના કરવામાં વપરાતો સમય તેમને હવે આત્મબાધક લાગતો હોવાથી તેના પણ ત્યાગી થવાનું તેઓ ઇચ્છે છે. પાંત્રીસમાં સૂત્રમાં “ઉપધિ ના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે?” તેની સમજણ રૂપે કહ્યું છે કે, “ઉપધિ (ઉપકરણ)ના પ્રત્યાખ્યાનથી જીવ નિવિને સ્વાધ્યાય કરે છે. ઉપધિરહિત જીવ આકાંક્ષામુક્ત થઈને ઉપધિના અભાવમાં ક્લેશ પામતો નથી.” ઉપકરણોના પ્રત્યાખ્યાન કરવાથી મુનિ જરા સરખી બાહ્ય જંજાળ રહી હતી તેનાથી પણ છૂટી જાય છે, અને તે સમયનો ઉપયોગ આત્માના આરાધનને વધારવા માટે કરે છે. વળી ઉપકરણો મેળવવા, રાખવા, સંભાળવા આદિ સંબંધી ઇચ્છા છૂટી ગઈ હોવાથી, તેના અભાવમાં પણ મુનિને કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી, આર્ત પરિણામ થતાં નથી, તેમને સતત શાંતિ જ વર્તતી રહે છે, આમ તેમના ચારિત્રનું વિશુદ્ધિકરણ થતું રહે છે. બાહ્ય મુનિસંગ, દેહ પોષણને લગતા ઉપકરણોનો ત્યાગ કર્યા પછી, મુનિ જે દેહમાં વસીને આત્મારાધન કરે છે તે દેહનાં મમત્વત્યાગનાં પગલાં રૂપે દેહને શક્તિ પહોંચાડનાર આહારત્યાગ ભણી વળે છે. આવી સ્થિતિ સામાન્યપણે શ્રેણિ માંડતા પહેલાં થોડા દિવસે મુનિને સંભવે છે, જ્યારે તેઓ સુધારસમાં તરબોળ બની આહાર ગ્રહણ કરવા જેવા ભાવથી અને આહાર માટે સમય વાપરવાના કૃત્યથી પર થાય છે. આ દિશાનું સૂચન કરતાં, છત્રીસમા સૂત્રમાં “આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે?” એવા પ્રશ્નના ઉત્તરરૂપે કહ્યું છે કે, “આહારના પ્રત્યાખ્યાનથી જીવ જીવનની આશંસા - કામનાના પ્રયત્નને વિછિન્ન કરે છે. જીવનની કામનાના પ્રયત્ન છોડીને તે આહારના અભાવમાં પણ ક્લેશ પામતો નથી.” ૧૬૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મુનિ શ્રેણિ માંડવાની ધગશથી આત્મામાં લીન થાય છે, ત્યારે તેમને જીવન કે મરણ એકેની આકાંક્ષા રહેતી નથી, માત્ર સ્વરૂપસિદ્ધિ મેળવવી અને સ્વરૂપમાં લીન રહેવું એ એક જ લક્ષ પ્રવર્તતું હોય છે. તેથી કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વિશે, દેહ રહે કે જાય તે સર્વમાં સમાનભાવ જ પ્રવર્તે છે. આત્મા પૂર્ણ શુદ્ધ થવાના પ્રયત્નમાં જ લાગ્યો રહે છે. આ પ્રકારે વત મુનિ ધર્મ આરાધનનો સમ્યક્ત પરાક્રમનો છેલ્લો પુરુષાર્થ ઉપાડવા કટિબધ્ધ થાય છે. આ છેલ્લો પુરુષાર્થ એટલે ક્ષપક શ્રેણિ. ઊંડી આત્મનિમગ્નતાથી મુનિ ક્ષેપક શ્રેણિએ ચડે છે. અને તેમાં તેમને કષાયના પચષ્માણ થાય છે. સાડત્રીસમાં સૂત્રમાં કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે?' તેનું ફળ દર્શાવ્યું છે કે, “કષાયના પ્રત્યાખ્યાનથી વીતરાગભાવ થાય છે. વીતરાગભાવથી જીવ સુખદુ:ખમાં સમાન બને છે.” જીવ ક્ષપકશ્રેણિ શરૂ કરે તે સમયથી જ સત્તાગત અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરતો જાય છે એક પણ કર્મ ઉપશમાવતો નથી, એટલે કે તે જીવ કષાયના પ્રત્યાખ્યાન વધારતો જઈ આત્મસ્વરૂપ પ્રગટાવતો જાય છે. દેશમાં ગુણસ્થાનના અંતે આત્મા સંપૂર્ણ કષાયરહિત થાય છે. ચારે પ્રકારના કષાયનો સંપૂર્ણ ક્ષય કર્યા પછી ચારે ઘાતકર્મો બારમા ગુણસ્થાને પૂર્ણતાએ નાશ પામે છે. અને આત્મા પૂર્ણ વીતરાગી થાય છે. પૂર્ણ વીતરાગતા એ ધર્મ આરાધનનું અંતિમ ધ્યેય છે. આ ધ્યેય હાંસલ કર્યા પછી આત્મા શાતા અશાતા પ્રતિ સંપૂર્ણ નિસ્પૃહ બને છે. ચાર ઘાતી કર્મની નિવૃત્તિ પછી ચાર અઘાતી કર્મનો ભોગવટો કરવા માટે મન, વચન તથા કાયાના યોગ રહે છે. તે યોગ સાથેના એક સમયના જોડાણને કારણે આત્માને શાતા વેદનીય કર્મનો બંધ પડે છે. બીજા જ સમયે તે કર્મ ભોગવાઈ નિર્ભરે છે. જ્યારે શ્રી કેવળીપ્રભુ આ યોગ સાથેના જોડાણના પણ પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે તેનું ફળ આડત્રીસમા સૂત્રમાં આ પ્રમાણે જણાવ્યું છે, “મન, વચન, કાય વિષયક યોગ – વ્યાપારના પ્રત્યાખ્યાનથી અયોગત્વ પામે છે, અયોગી જીવ નવાં કર્મોનો બંધ નથી કરતો, અને પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.” ૧૬૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ ચાર ઘાતીકર્મો ગયા પછી, આત્મા જ્યારે મન, વચન અને કાયાના યોગના પણ પ્રત્યાખ્યાન કરે છે, એટલે કે આત્મા યોગરુંધનરૂપ ચૌદમા ગુણસ્થાને આવે છે ત્યારે તેને શાતાવેદનીય કર્મનો બંધ પણ થતો નથી. ઉપરાંત પૂર્વબધ્ધ ચારે અઘાતી કર્મો પણ નિર્જરી જાય છે. એટલે આત્મા ચૌદમા ગુણસ્થાનના અંતે આઠે કર્મોથી નિવૃત્ત થઈ જાય છે. આઠે કર્મોથી નિવૃત્ત થતાંની સાથે આત્મા શરીરનું પણ પ્રત્યાખ્યાન કરે છે, અર્થાત્ નવું શરીર ધારણ ન કરવાનો નિયમ ગ્રહણ કરે છે. તે માટે ઓગણચાલીસમા સૂત્રમાં ‘શરીરના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના સંદર્ભમાં જણાવ્યું છે કે, “શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કરે છે. તે ગુણોયુક્ત જીવ લોકાએ પહોંચી પરમ સુખ પામે છે.” આ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે આત્મા અશરીરી થઈ, આ લોકના પરિભ્રમણનો ત્યાગ કરી, લોકા૨ે જઈ આત્માની પરમશાંતિમાં સદાકાળને માટે સ્થિર થાય છે. અહીં ધર્મ આરાધન કરવાનું અંતિમ ધ્યેય સિધ્ધ થાય છે, આથી આત્માના આ નિવાસને સિધ્ધભૂમિના વાસ તરીકે ગણાવેલ છે. સંભોગ, ઉપધિ, આહાર, કષાય, યોગ અને શરીરના પ્રત્યાખ્યાનથી મુનિને આત્મવિકાસ કરવાનો જે અલભ્ય લાભ પામવાનો આદર્શ મળે છે, તેની ઊંડી વિચારણા કરી તેઓ આ પ્રત્યાખ્યાનોની સિદ્ધિ મેળવવા પ્રયત્નવાન થાય છે. એ માટે તેઓ છઠ્ઠા સાતમા ગુણસ્થાને રહ્યા હોય તે વખતે શુભ પ્રવૃત્તિ ઘટાડતાં જઈ શુદ્ધ પ્રવૃત્તિ વધારવાનો પુરુષાર્થ શરૂ કરે છે. આ ઇષ્ટપ્રાપ્તિ માટે જે જે સાધનો સહાયકારી બને છે તેનો ઉપયોગ વધારતા જાય છે અને અન્ય સાધનોની અલ્પતા કરતા જાય છે. આ સર્વ પ્રક્રિયાની સમજણ માટે આ પછીનાં સર્વ સૂત્રો રચાયાં હોય તે સમજાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિ સર્વથા કર્મરહિત થવા માટેનો પુરુષાર્થ કરવા કેવા કેવા વિવિધ ઉપાયો યોજે છે તેનું ચિત્રણ ચાલીસમાં સૂત્રથી બાસઠમાં સૂત્ર સુધી પથરાયેલું છે, અને તેમાં જુદા જુદા દૃષ્ટિકોણથી પુરુષાર્થ કરવાનો અનુરોધ થયેલો છે. આ સર્વનો આશ્રય કરી મુનિ ક્ષપક શ્રેણિએ ચડી પૂર્ણ શુધ્ધ થાય છે, અને ૧૬૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તે વખતે તેમને પાંચ ઇન્દ્રિય પર પૂર્ણ વિજય મળે છે, ચારે કષાયો પર પૂર્ણ કાબૂ આવે છે અને રાગદ્વેષ તથા મિથ્યાદર્શનપર પૂર્ણ વિજય થતાં આત્મા કેવી સિદ્ધિ મેળવે છે તેની જાણ આપણામાં ખૂબ અહોભાવ પ્રગટાવે છે. ચાલીસમા સૂત્રમાં કહ્યું છે કે, “સહાયપ્રત્યાખ્યાનથી જીવ એકીભાવ પામે છે. એકીભાવ પામેલો સાધક એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાકલહ, ટંટો, ક્રોધાદિ કષાય, તું તું હું હું થી મુક્ત રહે છે. સંયમ અને સંવરમાં વ્યાપકતા પ્રાપ્ત કરીને સમાધિ સંપન્ન બને છે.” મુનિના પરકલ્યાણના ભાવમાં જે અમુક અંશે પરભાવ તથા અહં અને મમ રહેલાં છે, તેનાથી મુક્ત થઈ મુનિ માત્ર સ્વમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. બહારનો શુભ સંગ છોડવાની પ્રવૃત્તિ આમાં સમાતી જણાય છે. તેનાથી આગળ વધી દેહનું મમત્ત્વ અને સંગને છોડવાની વૃત્તિ મુનિ કેળવે છે; તે માટે દેહને પોષણ આપનાર જે પ્રાસુક તથા શુષ્ક આહાર તેઓ ગ્રહણ કરતા હતા તેનો ત્યાગ કરવા તરફ વળે છે, અને ભક્તપ્રત્યાખ્યાન(આમરણ અનશન સંથારા)થી થતો લાભ સૂત્ર એકતાલીસમાં વિચારાયો છે. “ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોનો – જન્મ મરણનો નિરોધ કરે છે.” આ રીતે પરકલ્યાણના ભાવની સાથે દેહધ્યાસના ભાવ ઉપર પણ મુનિ સંયમ વધારી આત્મલક્ષી થતા જાય છે. અને એ દ્વારા અનેક જન્મમરણ આપે તેવાં કર્મોનો નાશ કરી સંસાર ક્ષીણ કરે છે. ભક્તપ્રત્યાખ્યાનના અનુસંધાનમાં મુનિ ‘સદ્ભાવ પ્રત્યાખ્યાન' તરફ વળે છે. તેનું ફળ સૂત્ર બેતાલીસમાં આ પ્રમાણે દર્શાવ્યું છે, “સદ્ભાવ પ્રત્યાખ્યાન (સર્વ સંવર સ્વરૂપ શૈલેશીભાવ)થી જીવ અનિવૃત્તિ (શુક્લધ્યાનનો ચોથો ભેદ) પામે છે. અનિવૃત્તિ પામેલા અણગાર કેવળીના શેષ રહેલા વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર ભાવોપગાહી કર્મોનો ક્ષય કરે છે. પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે. બધા દુ:ખોનો અંત કરે છે.” અશુભભાવથી છૂટયા પછી મુનિ શુભભાવથી પણ છૂટતા જાય છે તેનો નિર્દેશ આપણને આ સૂત્રમાં જોવા મળે છે. ચાર ઘાતી કર્મ નિ:શેષ કર્યા પછી બાકીના ચાર અઘાતી કર્મને નિ:શેષ કરી મુનિ ૧૬૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ શુદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. શુભાશુભ ભાવનું છેદન કરીને પૂર્ણ વીતરાગી થઈ મુનિ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેથી આ શુદ્ધાચારનું ઘૂટણ મુનિ પોતે કરે છે અને અન્યને કરાવે છે. અહીં બતાવેલા આદર્શને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાથી જે લાભ થાય છે તે તેંતાલીસમા સૂત્રથી જુદા જુદા પ્રકારે વર્ણવ્યા છે. અને ઉપર જણાવેલું ફળ મેળવવા માટે ‘શુભ' નો ત્યાગ કેવી રીતે કરતા જવો તેની સૂચના તેંતાલીસમા સૂત્રથી શરૂ થાય છે. જે શ્રેણિમાં જવા માટેનો કળશરૂપ પુરુષાર્થ કહી શકાય. અહીં ઇચ્છેલા ઉત્તમ આચારપાલનનું ફળ બતાવવા, “પ્રતિરૂપતાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તરરૂપે તેંતાલીસમાં સૂત્રમાં વર્ણવ્યું છે કે, “પ્રતિરૂપતાથી – જિનકલ્પ જેવા આચાર પાળવાથી જીવ ઉપકરણોની લઘુતા પામે છે, લઘુભૂત થઈને જીવ અપ્રમત્ત, પ્રગટ લિંગ(વેશ)વાળો, પ્રશસ્ત લિંગવાળો, વિશુદ્ધ સમ્યકત્વ સંપન્ન, સત્ત્વ (ધર્યો અને સમિતિથી પૂર્ણ, સર્વ પ્રાણભૂત જીવ અને સત્ત્વો માટે વિશ્વાસનીય, અલ્પ પ્રતિલેખનાવાળો, જિતેંદ્રિય, વિપુલ તપ અને સમિતિઓનો બધે પ્રયોગ કરનાર હોય છે. પૂર્વના બેતાલીસ સૂત્રોના સારરૂપ આ સૂત્ર રચાયું હોય તેમ જણાય છે. સર્વસંગ પરિત્યાગી ગુણસ્થાને ઉપદેશક સાધકે કેવા ગુણસંપન્ન રહેવું જોઈએ તે અહીં જણાવ્યું છે. આંતરબાહ્ય શુદ્ધ ચારિત્ર પાળનાર નિરતિચારવાળા મુનિને મહદ્ અંશે સંવર તથા નિર્જરા હોય છે. અને તેઓ સર્વ જીવો પર જરૂરથી નિષ્કારણ કરુણા વરસાવનાર હોય છે. આવા ઉત્તમ મુનિની જે સેવા કરે, તેમના પ્રતિ અહોભાવ વેદી, પોતાનાં બાહ્ય સુખોને, સાંસારિક સુખોને ગૌણ કરી, જે જીવ વૈયાવચ્ચ કરે તેને શું ફળ મળે છે એવો પ્રશ્ન ચુમ્માલીસમાં સૂત્રમાં પૂછી ઉત્તરમાં જણાવ્યું છે, “વૈયાવૃત્યથી જીવ તીર્થકર નામગોત્ર મેળવે છે.” સુપાત્ર ઉત્તમદશાવાન મુનિની અહોભાવ, પ્રેમભાવ તથા અનુકંપા સહિત ખૂબ જ ભાવપૂર્વક જે જીવ સેવા કરે છે તે પ્રબળ શુભભાવના પ્રભાવથી ઉત્તમોત્તમ તીર્થંકર નામગોત્ર ઉપાર્જન કરી શકે છે. જીવાનંદ વૈદે સુપાત્ર મુનિની ભાવપૂર્વક સેવા કરી, તે પછીના મુનિના ભવમાં તીર્થકર નામ ગોત્ર બાંધ્યું હતું, અને તેઓ આપણા પરમ ૧૬૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પૂજનીય “આદિનાથ પ્રભુ” થયા. શ્રી કૃષ્ણ નમિનાથ ભગવાનના મુનિઓની ઉત્તમતાએ સેવા કરતાં તીર્થકર નામગોત્ર બાંધ્યું હતું ઇત્યાદિ ઉદાહરણ વિચારી શકાય. તે પછીનાં પીસ્તાલીસમા સૂત્રમાં ‘સર્વગુણસંપન્નતાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નનો જવાબ આપ્યો છે કે, “સર્વગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ (મુક્તિ) પામે છે. મુક્તિ પામેલો જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી બનતો નથી.” સમ્યક્ત્વ મેળવતાં જીવમાં સર્વ આત્મગુણોના અંશો પ્રગટ થાય છે, અને તેની પૂર્ણતા થાય ત્યારે આત્મા પરભાવથી છૂટે છે, શુભાશુભ સર્વ ભાવો પર પૂર્ણ સંયમ આવતા ગુણોની પૂર્ણ ખીલવણી થાય છે, પરિણામે તે શુદ્ધ થઈ કોઈ પણ પ્રકારનાં કષ્ટનો ભોક્તા રહેતો નથી. જેમ જેમ શુભાશુભ ભાવો ક્ષીણ થતા જાય છે તેમ તેમ વીતરાગતા મુનિમાં ખીલતી જાય છે. વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ પ્રતિ રાગદ્વેષરહિતપણું. આ વીતરાગતાથી જીવને શું મળે છે?' એવો પ્રશ્ન પૂછી છંતાલીસમા સૂત્રમાં કહ્યું છે કે, “વીતરાગતાથી જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી તે વિરક્ત થાય છે.” વીતરાગી આત્મા સંસારી પદાર્થોના ભોગવટાની રતિથી પર હોય છે. તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષી શકતા નથી, સર્વથી અલિપ્ત રહી વીતરાગી મુનિ આત્મરસમાં રમમાણ રહે છે. પદાર્થોનો ગમો તે સ્નેહ અને તેને મેળવવાની કે ભોગવવાની લાલસા તે તૃષ્ણા. આવાં સ્નેહ તથા તૃષ્ણા વીતરાગ ભગવાનને છૂટી ગયાં હોય છે, તેથી તેમને રાગદ્વેષ થતાં નથી. આમ વીતરાગતાથી મુનિ સ્નેહ તથા તૃષ્ણાનો નાશ કરે છે. વીતરાગી મહાત્મા તો શુભના પણ ત્યાગી બને છે, શુભ પણ તેમને આકર્ષી શકતું નથી. તેથી તેઓ શુભાશુભ બંને પ્રકારનાં કર્મો સમદષ્ટિથી, કર્મને નિવૃત્ત કરવાના આશયથી જ, નવીન બંધ કર્યા વિના ભોગવે છે, અને પૂર્વબંધિત કર્મોની નિર્જરા કરે છે. વીતરાગતા સુધી પહોંચેલા આત્મામાં ક્ષાન્તિનો ગુણ ખીલે છે. ક્ષાંતિ એટલે બીજા જીવોના દોષો પ્રત્યે ક્ષમાભાવ; સાથે સાથે પૂર્વદોષના ફળરૂપે જે અશુભ કર્મ પરિષહરૂપે આવે તેને સમભાવથી સહન કરવાની શક્તિ. સુડતાલીસમા સૂત્રમાં, ૧૭) Page #204 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ ક્ષાંતિથી (ક્ષમા – તિતિક્ષા) જીવને શું મળે છે?' એવો પ્રશ્ન મૂકી ઉત્તરરૂપે કહ્યું છે કે, “ક્ષાંતિથી જીવ પરિષહ પર વિજય મેળવે છે.” વીતરાગી આત્મા શુભાશુભ કર્મના ઉદયમાં નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત રહે છે. પણ બીજા જીવો પૂર્વ સંચિત અશુભ ભાવને કારણે વિપરીત યોગે પરિણમે છે ત્યારે તેના માટે કોઈ પણ પ્રકારના ઉણાભાવ સેવ્યા વિના કલ્યાણભાવ યથાવત્ જાળવી રાખવા રૂપ ક્ષમાભાવ તેઓ રાખે છે. અને પ્રાપ્ત થયેલા વિપરીત ઉદયને સમભાવથી સહન કરે છે. આ બંને ક્રિયા આત્માને જરાપણ ડહોળાયા દીધા વિના કરવી તે ક્ષત્તિ. આ ક્ષાન્તિથી અશુભ કર્મ તૂટીને શુભમાં પલટાય છે અને નવું વેર બંધાતું નથી, અને જુનું વેર નિર્જરી જાય છે. ક્ષાન્તિના ગુણથી પરિષહ જય કરી શકાય છે. સામાન્યજનને જ્યારે પરિષહનો ઉદય આવે છે ત્યારે સામાન્યપણે તેને આર્ત પરિણામ થતા હોવાથી તે જીવ ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો તરતમપણે વેદે છે. પરંતુ તેના પર વિજય મેળવનાર મુનિ ક્રોધ, માન તથા માયાને તો નિવૃત્ત કરે છે પણ લોભકષાય કથંચિત રહી જાય છે. પરિષદને જીતવો છે એવો સૂક્ષ્મ લોભ તે વખતે તેને વર્તતો હોય છે. પરિષહ જય કર્યા પછી મુનિ આ લોભનિવૃત્તિ માટે પુરુષાર્થ કરે છે. તે લોભ પરિણતિને મુનિ મુક્તિ (નિર્લોભતા)થી જીતે છે. અડતાલીસમાં સૂત્રમાં “મુક્તિ (નિર્લોભતા) થી જીવને શું મળે?” એ જિજ્ઞાસાના સમાધાનરૂપે તેનાથી થતો લાભ વર્ણવ્યો છે કે, “મુક્તિથી જીવ અકિંચનતા (અપરિગ્રહ) પામે છે. અકિંચન જીવ અર્થના લોભી માણસો માટે અપ્રાર્થનીય બને છે.” | મુક્તિ શબ્દ અહીં નિર્લોભતાના અર્થમાં પ્રયોજાયો છે. જે મુનિ લોભ પર જય મેળવે તે સ્થળ તેમજ સૂક્ષ્મ બંને અર્થમાં અપરિગ્રહી થાય છે: સ્થૂળતાએ બાહ્ય પરિગ્રહથી છૂટે છે અને સૂક્ષ્મતાએ કર્યગ્રહણથી છૂટે છે. આ રીતે અકિંચન થયેલા મુનિ અર્થના લોભી માણસો માટે અપ્રાર્થનીય બને છે કેમકે વીતરાગી મુનિ કોઈને સંસારે સહાય કરે નહિ, એટલે સંસારસુખના કામી જીવો તેમની પાસે જાય નહિ, સંસારલાભ મળતો ન હોવાથી તેના ઇચ્છુક મુનિ સમાગમનો ત્યાગ કરે છે. મુનિને ધારી અસંગતા મળે છે. ૧૭૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આવી અસંગતાધારી, જિનકલ્પી જેવા આચાર પાળનાર મુનિ અનેક આત્મગુણો ખીલવતા જાય છે. સાથે સાથે તેમના આત્મામાં ‘સહુનું કલ્યાણ થાય' એ ભાવ રમતા રહેતા હોવાથી ઋજુતા અને મૃદુતાના ગુણો નોંધનીય સપાટી સુધી ખીલે છે. આ બે ગુણના વિકાસનો પ્રભાવ સૂત્ર ઓગણપચાસ તથા પચાસમાં જણાવ્યો છે. ૪૯મા સૂત્રમાં ‘ઋજુતા (સરળતા)થી જીવને શું મળે?' એ માટે જણાવ્યું છે કે “ઋજુતાથી જીવ કાયાની સરળતા, ભાવ (મન)ની સરળતા, ભાષાની સરળતા અને અવિસંવાદ (અવંચકતા) પ્રાપ્ત કરે છે. અવિસંવાદ સંપન્ન જીવ ધર્મનો આરાધક હોય છે.” ઋજુતા એટલે સરળતા. જેમ જેમ કષાયો તૂટી ક્ષમાભાવ અને નિર્લોભતા પ્રગટતાં જાય છે તેમ તેમ જે કોઈ શુભાશુભ ઉદય હોય તેને જીવ સહેલાઇથી, સરળતાથી મન, વચન, કાયાથી સ્વીકારી શકે છે. તે ત્રણે એકપણે પ્રવર્તે છે, તેમાં વિસંવાદીપણું આવતું નથી. આત્મામાં જે કલ્યાણભાવ ઘંટાયો હોય છે તેના પ્રભાવથી તેના વર્તનમાં કાયાની, મનની, ભાષાની સરળતા રહે છે. અને પરિસ્થિતિ સાથે તેઓ સતત અવિસંવાદીપણું જાળવી શકે છે.આવી અવિસંવાદીતાને કારણે અત્યંત શિથિલ કર્મબંધ થતાં હોવાથી ઉત્તમતાએ ધર્મારાધન થાય છે. ઋજુતાને શોભાવનારો આવો બીજો ગુણ મૃદુતા છે. મૃદુતા એટલે કોમળતા. કોઈ પણ જીવને જરા પણ દુભવતાં ખચકાય, અટકે અને સહુને શાતાકારી થાય તેવું કલ્યાણકારી વર્તન કરે તે મૃદુતાનો ગુણ છે. આવી મૃદુતાથી જીવને શું મળે છે?' એ સમજાવતા પચાસમાં સૂત્રમાં કહ્યું છે કે, “મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવ પામે છે. અનુદ્ધત જીવ મૃદુ – માર્દવભાવ યુક્ત હોય છે. તે આઠ મદસ્થાનોને નષ્ટ કરે છે.” જે આત્મામાં મૃદુતાનો ગુણ ખીલે છે, તેને પોતાની પાસે ગમે તે પ્રકારની અને ગમે તે માત્રામાં સંપત્તિ મળી હોય તો પણ માનભાવ જાગતો નથી, બલ્ક તે સંપત્તિ અન્યને પણ ખૂબ ઉપયોગી થાય તથા તેવી શુભ મનોવૃત્તિ તે ધરાવતો થાય છે, કારણ કે તે સંપત્તિમાં તેની લોભવૃત્તિ અને સ્વપણું રહેતું નથી. માટે કહ્યું છે કે મૃદુતાથી અનુદ્ધતભાવ આવે છે. ઉદ્ધત એટલે બીજાને કષ્ટકારી થાય તેવા ભાવ, તેનાથી વિરુદ્ધ ૧૭૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ બીજાને શાતાકારી થાય તેવા ભાવ તે અનુદ્ધતભાવ, અને એ જ મૃદુતા. મૃદુતાના ફળરૂપે જીવ મદરહિત થવાથી અલ્પકષાયી અને ઉચ્ચ ગોત્ર બાંધનાર થાય છે. આત્માને શુદ્ધ કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિનું વર્ણન અહીં સુધી થયેલું છે. આ બધી ક્રિયાઓ પૂરેપૂરી પ્રમાણિકતાથી અને અવંચકપણે કરવાથી મુનિને થતા લાભ એકાવનથી ત્રેપન એ ત્રણ સૂત્રમાં ભાવ ત્ય, કરણસત્ય અને યોગસત્યનો મહિમા આપી દર્શાવ્યા છે. ‘ભાવસત્ય (અંતરાત્માની સચ્ચાઇ)થી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તરમાં તેનું માહાસ્ય એકાવનમા સૂત્રમાં આમ બતાવ્યું છે, “ભાવસત્યથી જીવ ભાવવિશુદ્ધિ પામે છે. ભાવવિશુદ્ધ જીવ અહપ્રાપ્ત ધર્મની આરાધનામાં રત રહે છે, અહસ્ત્રાપ્ત ધર્મની આરાધનામાં રતુ રહીને પરલોકમાં પણ ધર્મારાધક બને છે.” સંજ્ઞીપંચેન્દ્રિય જીવને માટે તેની પ્રત્યેક પ્રવૃત્તિનું મૂળ નિમિત્તકારણ તેના ભાવ હોય છે; જે પ્રકારના સારા કે નરસા ભાવ જીવ કરે તે પ્રકારની તેની શુભ કે અશુભ લેશ્યા થાય છે, અને તેના અનુસંધાનમાં શુભાશુભ કર્મબંધ તેનો નવો સંસાર ઊભો કરે છે. જીવના મનમાં જેવા ભાવ થાય તેવો આદેશ મન દ્વારા તેનાં વચન અને કાયાને મળે છે; અને તે આદેશ અનુસાર તેનાં વચન તથા કાયા પ્રવર્તે છે. આમ કર્મનાં મૂળ કારક ભાવ છે; તેથી ભાવ જો યોગ્ય અને પ્રમાણિક હોય તો જીવને ખૂબ લાભ થાય છે. શુદ્ધ પરિણતિ તરફ વહેતા ભાવને કારણે અતિ પ્રભુએ જે ધર્મ બતાવ્યો છે તેનું આરાધન યથાર્થતાએ થઈ શકે છે, જેનું ફળ ઈહલોક તથા પરલોકમાં ધર્મારાધક થવું એ છે. જીવનું મન જ્યારે સાચા ભાવ કરે છે ત્યારે તે મન તેનાં વચન તથા કાયાને સાચા કરણથી (સાધનથી) વર્તવા આદેશ કરે છે. કરણ એટલે કાર્ય કરવાનું સાધન, અથવા કાર્ય. ‘કરણસત્ય (કાર્યની સચ્ચાઈ)થી જીવને શું મળે છે?” એના જવાબરૂપે બાવનમા સૂત્રમાં કહ્યું છે કે, “કરણસત્યથી જીવ કરણશક્તિ (કામને સારી રીતે પૂરી કરવાની શક્તિ) મેળવે છે, કરણસત્યવાળો જીવ “યથાવાદી તથાકારી' અર્થાત્ જેવું બોલે તેવું કરવાવાળો થાય છે.” કરવાયોગ્ય અર્થાત્ કલ્યાણકારી ભાવ કરવા એટલે ભાવસત્ય. આ ભાવસત્યને પૂરા કરવા જીવે પ્રવૃત્તિ તો કરવી જ પડે છે. તે પ્રવૃત્તિ કરવાનાં ૧૭૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સાધનોની શુદ્ધિ જેટલી વિશેષ તેટલો તેનો પ્રભાવ પણ વિશેષ. સાધન શુધ્ધ હોય તો પ્રવૃત્તિ કરતાં જીવને ઘણા અલ્પ દોષ સંભવે, અને કર્મનિર્જરા વધતી જાય. પરિણામે ભાવશુદ્ધિ પણ વધતી જાય. આમ કરણ શુદ્ધિની સહાયથી જીવ પોતે આરંભેલું કાર્ય સારી રીતે પાર પાડે છે. તે જે બોલે તે પાળી શકે એવી વચનસિદ્ધિ અને સચ્ચાઈ તેનામાં આવે છે. આ સિદ્ધિથી વિશેષ પ્રગતિ થાય ત્યારે મુનિ ‘યોગસત્ય’ તરફ વળે છે. ત્રેપનમા સૂત્રમાં યોગસત્યથી જીવને શું મળે છે ?' એમ પૂછી જણાવ્યું છે કે, “યોગસત્યથી મન, વચન, કાયાના પ્રયત્નોની સચ્ચાઇથી જીવ યોગ વિશુદ્ધિ કરે છે.” સંક્ષીપંચેન્દ્રિય જીવને પંદર પ્રકારના યોગ હોય છે. તે બધામાંથી સત્ય મનોયોગ, સત્ય વચનયોગ અને સત્ય કાયયોગમાં રહેવા મુનિ સતત પ્રયત્નશીલ રહે છે. આ સત્યયોગના પ્રભાવથી મુનિ ઉત્તમ કલ્યાણના પરમાણુઓ ગ્રહણ કરે છે, એ શુભ પરમાણુઓને પોતાના આત્મપ્રદેશો પર ફેલાવે છે તથા તેનો ઉપભોગ કરી, પોતાના નવા કલ્યાણભાવને તેમાં ભેળવી જગતને તે પરમાણુઓ ભેટરૂપે આપે છે. આવી પ્રવૃત્તિના યોગથી મુનિને અશુભભાવમાં જવાપણું રહેતું નથી, અને પૂર્વકૃત અશુભ કર્મની નિર્જરા થતી જાય છે એટલે કે મુનિના સંવર તથા નિર્જરા તેનું શુદ્ધ સ્વરૂપ ધારણ કરતાં જાય છે. ભાવસત્ય, કરણસત્ય અને યોગસત્યનું પાલન કરવા માટે મુનિ પોતાનાં મન, વચન અને કાયાને અમુક રીતે જ પ્રવર્તાવે છે, જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. યોગના આ પ્રકારનાં પ્રવર્તનને મનોગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ કહે છે. ત્રણ સત્યના પર્યાયરૂપ જણાતી ત્રણ ગુપ્તિથી થતા લાભ જણાવવા ત્રણ સૂત્રો ચોપનથી છપ્પન રચાયાં છે. “મનોગુપ્તિથી જીવ એકાગ્ર બને છે. એકાગ્રચિત્ત જીવ અશુભ વિકલ્પોથી મનનું રક્ષણ કરે છે, અને સંયમનો આરાધક બને છે.” “વચનગુપ્તિથી જીવ નિર્વિકાર બને છે. નિર્વિકાર જીવ સર્વથા વાદ્ગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત હોય છે.” ૧૭૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ “કાયગુપ્તિથી જીવ સંવર (અશુભ પ્રવૃત્તિ નિરોધ) પામે છે. સંવરથી કાયગુપ્ત બનીને ફરીથી થનાર પાપાશ્રવનો નિરોધ કરે છે.” મનોગુપ્તિ રાખવી એટલે મનને જ્યાં ત્યાં ભટકવા ન દેતાં, આત્મામાં અગર આત્મામાં સ્થિર થવાય તેવા વિચારમાં એકાગ્ર કરવું. આથી શુભ ચિંતવનમાં એકાગ્ર થઈ મુનિ અશુભ ચિંતવનથી સહેજે બચી જાય છે. આત્મા યોગ્યતાએ સંયમી થાય છે. મન વિકલ્પરહિત થવાથી સંવર જોરદાર થાય છે, તેથી ચારિત્રની ખીલવણી થાય છે. મનોગુપ્તિના કારણે મુનિને સ્થિરતાવાળા પરિણામ રહે છે ત્યારે જે વાચારગણાનો ઉદય આવે છે તેમાં મુનિ નિર્વિકાર રહે છે, તેમની વાણીમાં કોઈ પ્રતિના રાગદ્વેષ તેમાં પ્રતિબિંબિત થતા નથી. આવી વચનગુપ્તિથી મુનિના સંવર નિર્જરા દઢ બને છે. સામાન્યપણે મન જે પ્રકારના ભાવ કરે છે, તેના અનુસાર જીવનાં વાણી અને કાયા પ્રવર્તે છે. આમ મન સાથે વચન તથા કાયા સંબંધ ધરાવે છે, એટલે મન સંયમિત બનતાં વચન અને કાયા આપોઆપ સંયમિત થાય છે. પણ કેટલીક વખત એવું બને છે કે મન અશુભભાવ કરે, પણ જીવ બળ કરી વાણીને સંયમિત કરી, મન પર ફરીથી વિજય મેળવી લઈ શકે. એટલે કે અશુભ વાણી બોલતાં અટકી જાય. ક્યારેક મનના સાથથી વાણી પણ અશુભ નીકળી જાય છતાં કાયાને એ અશુભ કાર્ય કરતાં રોકી, તેનાથી થતા પાપાશ્રવનો નિરોધ કરી શકે છે. આવી વિશિષ્ટ સ્થિતિને લક્ષમાં લઈ મનોગુપ્તિ સાથે વચનગુપ્તિ અને કાયગુપ્તિને વણી લીધાં છે, જેથી કર્મબંધ અલ્પ થતાં જાય. મન સાથે વચન તથા કાયા જોડાયેલા હોવાથી મન સંયમિત થતાં બીજા બે યોગ સંયમિત થાય છે, પણ અપવાદરૂપે ક્યારેક એવું થાય છે કે મન સંયમિત હોય પણ કર્મોદયના કારણે કાયા કે વચન અસંયમિત થઈ જાય, તેવા પ્રસંગમાં જાગૃતિ મુનિ તે બંનેને યોગ્ય રીતે સંયમમાં રાખવા પ્રયત્નશીલ રહે છે, અને ત્યાં વચનગુપ્તિ અને કાયગુપ્તિનો ઉપયોગ કરી કર્મબંધ તોડે છે. મન, વચન તથા કાયાની ગુપ્તિ યથાર્થપણે જાળવવા માટે મુનિ એ ત્રણેની સમાધારણા કરે છે. સમાધારણા એટલે એ ત્રણે યોગને શુધ્ધમાં કે શુભમાં જોડાયેલા ૧૭૫. Page #209 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રાખવા. આવા જોડાણથી મળતું ફળ સૂત્ર સત્તાવનથી ઓગણસાઠ સુધીનાં ત્રણ સૂત્રમાં મૂક્યું છે. “મનની સમાધારણાથી (મનને આગમોક્ત ભાવોના ચિંતનમાં સારી રીતે સંલગ્ન રાખવાથી) જીવ એકાગ્રતા મેળવે છે. એકાગ્રતાથી જ્ઞાનપર્યવો જ્ઞાનના વિવિધ તત્ત્વબોધરૂપ પ્રકાર પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યક્દર્શનને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાદર્શનની નિર્જરા કરે છે.” - “વાક્ સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્યાયને વિશુદ્ધ કરે છે, વાણીના વિષયભૂત દર્શન પર્યાયને વિશુધ્ધ કરીને સહેલાઈથી બોધિ પ્રાપ્ત કરે છે, બોધિની દુર્લભતા ક્ષીણ કરે છે.” “કાય સમાધારણાથી જીવ ચારિત્ર પર્યવો - વિવિધ પ્રકારોને શુદ્ધ કરે છે, યથાખ્યાત ચારિત્ર વિશુદ્ધ કરીને કેવળી સંબંધી વેદનીય આદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. બધા દુઃખનો અંત કરે છે.” ત્રણે ગુપ્તિની વિશેષતામાં સમાધારણા આવે છે. મનની સમાધારણા કરવાથી, મનને શુભભાવમાં એકાગ્ર કરવાથી આત્મા તેના મૂળ જ્ઞાનોપયોગ પર લક્ષ કેંદ્રિત કરી શકે છે, જ્ઞાનાવરણનો બળવાન ક્ષયોપશમ કરી ઉત્તમ તત્ત્વબોધ પ્રાપ્ત કરે છે. તેની સાથે વચનની સમાધારણા કરવાથી તેની દર્શનપર્યાય વિશુદ્ધ થતી જાય છે. એટલે કે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધવા સાથે તેનું સુલભબોધિપણું વધે છે. જેના ફળરૂપે તે શ્રેણિ માંડી ઘાતીકર્મો નિઃશેષ કરે છે. આમ કરવાથી તેઓ ચારિત્રની વિશુદ્ધિ કરી યથાખ્યાતચારિત્ર પામે છે. અને તે પછી કાયાની સમાધારણા કરી, કાયાને શુભ પર્યાયમાં રાખી, ચારે અઘાતી કર્મનો ક્ષય કરી મુનિ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. મન, વચન તથા કાયની સમાધારણા કરવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્તમ ખીલવણી થઈ મુક્ત થવાય છે. આ સમાધારણાની પ્રક્રિયા નીચેના ગુણસ્થાને જીવ કરી શકતો નથી, પણ વહેલાંમાં વહેલાં તેની શ્રેણિ માંડવાની તૈયારી થાય ત્યારે જ આ સાધના કરી શકે છે. અને તેમાં મન, વચન, કાયાની ગુપ્તિની ૧૭૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ ઉત્કૃષ્ટતા થાય છે. આ ઉત્કૃષ્ટતા આવતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની પૂર્ણ વિશુદ્ધિ થાય છે, આ વિશુદ્ધિથી જીવને શું લાભ થાય છે તેનું દર્શન સૂત્ર સાંઠ, એકસઠ અને બાસઠ એ ત્રણમાં કરાવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રી કેવળી ભગવાનનાં જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ કેવી હોય છે તે આ સૂત્રોમાં મૂકેલ છે. “જ્ઞાન સંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે, જ્ઞાનસંપન્ન જીવ ચાર ગતિરૂપ અંતીવાળા સંસારમાં નાશ પામતો નથી. જેમ દોરીવાળી સોય ક્યાંક પડી જાય તો ખોવાતી નથી, તેવી જ રીતે સસૂત્ર (શ્રુતસંપન) જીવ પણ સંસારમાં ખોવાતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગ પ્રાપ્ત કરે છે, તથા સ્વસમય અને પરસમયમાં અર્થાત્ સ્વમત – પરમતની વ્યાખ્યાઓમાં સંધાતનીય – પ્રામાણિક મનાય છે.” “દર્શન સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનો નાશ થાય છે. તે પછી સમ્યત્ત્વનો પ્રકાશ ઓલવાતો નથી. શ્રેષ્ઠ જ્ઞાનદર્શનથી આત્માને સંયોજિત કરીને તેમને સમ્યકુ પ્રકારે આત્મસાત કરતો થકો વિચરે છે.” “ચારિત્ર સંપન્નતાથી જીવ શેલેશીભાવ – શૈલેશ અર્થાત્ મેરુપર્વત જેવો સર્વથા અચલ – અકંપ બને છે. શૈલેશીભાવ પ્રાપ્ત અણગાર ચાર અઘાતી કર્મોનો ક્ષય કરે છે, ત્યાર પછી તે સિદ્ધ બને છે, બુદ્ધ બને છે, મુક્ત બને છે, પરિનિર્વાણ પામે છે અને બધાં દુ:ખોનો અંત કરે છે.” આ ત્રણ સૂત્ર દ્વારા શ્રેણિનો આત્માનો વિકાસ બતાવી, જીવ શુદ્ધ, બુધ્ધ, મુક્ત થાય છે તેની ક્રમિક પ્રક્રિયા વર્ણવાઈ છે. જીવ સમ્યક્દર્શન પામ્યા પછી, સંસારસમુદ્રમાં ડૂબતો નથી, જ્ઞાનરૂપી દીપકના આધારે ઠેઠ કેવળજ્ઞાન સુધીનો માર્ગ વીંધી શકે છે. આવું જ્ઞાન વધતાં દર્શનની વિશુદ્ધિ થવાથી તે મિથ્યાત્વનો નાશ કરી, જ્ઞાનદીપક કદી ન ઓલવાય તેવો ઉત્તમ બનાવે છે. સાથે સાથે વિનય, તપ અને ચારિત્રના ગુણોને ખીલવી, સારાસારવિવેકને ઉત્તમતાએ પહોંચાડે છે. પરિણામે આત્માને કષ્ટરૂપ કે અહિતરૂપ એક પણ ક્રિયા કરતાં તે અટકે છે. આ રીતે જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિ મુનિ એકબીજાના સાથથી કરી, ચારિત્ર શુદ્ધિ તરફ વળે છે. ૧૭૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જ્ઞાનદર્શનના ઉત્તમ ક્ષયોપશમના સાથથી મુનિ ચારિત્ર ખીલવતા જાય છે, અને યથાર્થ ચારિત્ર ખીલે ત્યારે તેઓ મેરુપર્વત જેવા અડોલ તથા અકંપ બને છે. તેઓ કોઈ પણ પ્રકારના ઉદયમાં અસ્થિર થતા નથી, ઘાતી કર્મોને વિનાશી શેષ રહેલાં અઘાતી કર્મોનો ક્ષય કરી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. જ્ઞાનની વિશુદ્ધિ થવાથી તેઓ બધા ભાવોને જાણી શકે છે, એટલે કે તેમનું સર્વજ્ઞપણું પ્રગટ થવાથી તેમનું સંસારભ્રમણ અંત પામે છે. તેમની જ્ઞાનની શ્રેષ્ઠતા સર્વને માન્ય થાય છે. એ જ રીતે તેમાં દર્શનની વિશુદ્ધિ ભળવાથી, તેમનો જ્ઞાનદીપક કદી ઓલવાતો નથી. સમય સમયનું જ્ઞાન અને દર્શન તેમને વર્યા જ કરે છે, જે તેમના યથાખ્યાત ચારિત્રને અણિશુદ્ધ બનાવે છે. આ ચારિત્રની સહાયથી મુનિ અકંપ – અડોલ બને છે, અને છેવટે સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા સપુરુષાર્થી મુનિને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા તથા લોભનો ઉદય હોતો નથી, માત્ર તે કષાય સત્તામાં જ હોય છે. ઉદયમાં સંજ્વલન કષાયો જ હોય છે. તેથી ક્ષપક શ્રેણિમાં મુનિ સત્તાગત રહેલા અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાન કષાયોને તથા ઉદયમાં આવવા યોગ્ય સંજ્વલનાદિ કષાયોને ક્ષીણ કરવાનો પુરુષાર્થ સમયમાત્રનો પ્રમાદ કર્યા વિના આરંભે છે. સાથે સાથે બાકીના નોકષાયો અને અન્યત્રણ ઘાતી કર્મો પણ તોડતા જાય છે, આમ કરતાં કરતાં શ્રેણિના અંતે ચારે ઘાતી કર્મોનો નાશ કરી કેવળીપણું પ્રગટાવી, અનંત ચતુષ્ટયના ભોક્તા બને છે. ક્ષપક શ્રેણિએ ચડતી વખતે મુનિ ત્રણ કરણ કરે છે. જે પ્રકારે સમ્યક્દર્શન મેળવતી વખતે તેમણે અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કર્યું હતું, તે જ પ્રકારે શ્રેણિમાં પણ મુનિ ત્રણ કરણ કરે છે. આરંભમાં સાતમાં ગુણસ્થાને તેઓ અધઃકરણ કરે છે, આઠમા ગુણસ્થાને અપૂર્વકરણ કરે છે, નવમાં ગુણસ્થાને અનિવૃત્તિકરણ કરે છે. આ ક્રિયાઓ કરવાની શક્તિ છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને જે પુરુષાર્થ થયો હોય છે તેના આધારે આવે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિ સકામ નિર્જરા અને સકામ સંવર જે ઉત્કૃષ્ટતાથી કરે છે, બંનેને તેની ચરમ સીમા પર પહોંચાડે છે તેના ૧૭૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ આધારે તેમની શ્રેણિની ઉત્કૃષ્ટતા નક્કી થાય છે. આથી છટ્ઠા સાતમા ગુણસ્થાનનો મુનિનો પુરુષાર્થ એ સર્વ સોપાનોમાં શ્રેષ્ઠ છે, જે સમ્યક્ત્વ પરાક્રમનું સાતમું સોપાન છે. આ પગથિયા પર રહેલા મુનિ પોતાના પુરોગામી પાસેથી માર્ગદર્શન તથા ઋણ ગ્રહણ કરે છે, સાથે સાથે અનુગામીઓને માર્ગદર્શન આપી, તેમના ૫૨ ૠણ ચડાવી, પોતે ઋણમુક્ત થતા જાય છે. પહેલા છ સોપાનમાં જીવ માત્ર ઉત્તમ પુરુષોનું ઋણ ગ્રહણ કરતો જાય છે, આ સોપાન પર ગ્રહણ ત્યાગ બંને ઉત્તમ માત્રામાં થાય છે. ત્યારે શ્રેણિમાં ફરીથી, ઋણ સ્વીકારની જ પ્રક્રિયા છે, અને તે ઋણમુક્તિ અર્થે છેલ્લા સોપાનમાં કેવળીપ્રભુ માત્ર ઋણની ચૂકવણી નિસ્પૃહતાથી કરે છે. સકામ નિર્જરા અને સકામ સંવરનું ઉત્કૃષ્ટપણું મુનિને સમ્યક્ત્વ પરાક્રમના આઠમા સોપાને – શ્રેણિમાં લઈ જાય છે, જે મન, વચન, કાયાની ગુપ્તિ સાથેની સમાધારણાની ચરમ સીમા કહી શકાય. ક્ષપક શ્રેણિમાં શેષ રહેલા સત્તાગત અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની તથા સંજ્વલન કષાયો, અને ઉદયગત સંજ્વલન કષાયોનો પ્રમાદરહિતપણે ક્ષય શરૂ થાય છે. તે સાથે નોકષાય અને અન્ય ઘાતીકર્મોનો નાશ પણ આત્મા કરતો જાય છે. શ્રેણિની શરૂઆત સાતમા ગુણસ્થાને અધઃકરણ કરવાથી થાય છે, પણ આ ગુણસ્થાનનો સ્પર્શ તે પહેલાં અનેકવાર થઈ ગયો હોવાથી આઠમા ગુણસ્થાનથી જ્યાંથી અપૂર્વકરણ થાય છે, ત્યાંથી ગણાય છે. તે પછી આત્મા નવમા ગુણસ્થાને અનિવૃત્તિકરણ કરી દશમા સૂક્ષ્મ સં૫રાય નામના ગુણસ્થાને આવે છે. સમ્યક્દર્શન લેતી વખતે અંતભાગમાં જે પ્રક્રિયા થાય છે તે ક્ષપક શ્રેણિના દશમા અને બારમા ગુણસ્થાને થાય છે. ફરક એ છે કે સમ્યક્દર્શન વખતે ઘાતી કર્મો દબાય છે અને ક્ષપકશ્રેણિના દશમા તથા બારમા ગુણસ્થાને તે સર્વનો ક્ષય થાય છે. અર્થાત ચારિત્રમોહનીય કર્મ પૂર્ણતાએ વિનાશે છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને અપ્રત્યાખ્યાની ચતુષ્ક તથા પ્રત્યાખ્યાની ચતુષ્ક એ આઠે કર્મો ખપાવવાની શરૂઆત થાય છે. નવમા ગુણસ્થાનના પ્રથમ સમયે તે આઠે કષાય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિના થાય છે. તે પછી ત્રણ નિદ્રા, નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકથી ચાર ઇન્દ્રિય જાતિ, આદિ નામકર્મની ૧૭૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેર પ્રકૃતિનો નાશ થાય છે. આવી પ્રકૃતિના નાશ પછી મુનિ આઠ કષાયને નિઃશેષપણે હણે છે, તે પછી નપુંસક વેદ, સ્ત્રીવેદ ક્ષય કરી, હાસ્યાદિ છે નોકષાયને હણે છે, અને તે પછી પુરુષવેદને હણે, તે વખતે દશમા ગુણસ્થાને શેષ રહેલા પુરુષવેદને સંજ્વલન ક્રોધમાં, ક્રોધને સંજ્વલન માનમાં, માનને સંજ્વલન માયામાં તથા માયાને સંક્વલન લોભમાં સંક્રમાવે છે. તે પછી મુનિ સૂક્ષ્મ લોભને હણે છે. દશમાના અંતે શેષ રહેલાં અતિ અલ્પ લોભ કષાયને જ્ઞાનાવરણમાં પરિણમાવે છે. આમ જે ક્ષીણકષાયી થયા છે તે મુનિ બારમા ગુણસ્થાને શેષ ઘાતી કર્મોના સ્થિતિઘાતાદિક તે ગુણસ્થાનનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી કરે છે, અને તેમાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય અને નિદ્રાદ્ધિક એ સોળ પ્રકૃત્તિનો ક્ષય કરે છે, તે છેલ્લા સમયના અનંતર સમયે તે આત્મા કેવળજ્ઞાન, કેવળદર્શન પામી સયોગી કેવળી થાય છે. ત્યારે સમ્યકત્વ પરાક્રમનું આઠમું સોપાન સિધ્ધ થાય છે. કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થતાં જ તે શુધ્ધાત્મા ઇન્દ્રિયોનો સંપૂર્ણ નિગ્રહ અને સંપૂર્ણ કષાયજય કરે છે. ઇન્દ્રિય સાથે આત્માને જોડાવા ન દેવો તે ઇન્દ્રિય નિગ્રહ અને કષાયનો અંશ પણ આત્મામાં જન્મવા ન દેવો તે કષાય જય કહેવાય છે. ઇન્દ્રિય નિગ્રહ અને કષાયજયથી થતા લાભો ત્રેસઠથી બોંતેર સુધીના દશ સૂત્રોમાં સમજાવ્યા છે. આ સમજણ પ્રત્યેક જીવને લાભકારી થાય તેવી છે, કારણ કે કેવળીપ્રભુ જે કાર્ય પૂર્ણતાએ કરે છે તે કાર્ય અંશે પણ કરવાથી જીવને મહદ્ લાભ થાય છે. “શ્રોત્રંદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં થનાર રાગદ્વેષથી પર રહે છે. પછી તત્ પ્રત્યયિક અર્થાત્ શબ્દ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો. પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૩) “ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપોમાં થનાર રાગદ્વેષોનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો, અને પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૪) ૧૮૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ “ધ્રાણેદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ ગંધમાં રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગંધ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી, અને પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૫) જિહુવા ઇન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ રસોના રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રસ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી, અને પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૬) સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ સ્પર્શી સંબંધી રાગદ્વેષનો નિગ્રહ કરે છે. અને સ્પર્શ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી, પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૭) કર્મ ભોગવવા માટે મળતી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી એટલે કે આત્માને ઇન્દ્રિયોને આકર્ષક વિષયોમાં જોડાવા ન દેવાથી, તે ઇન્દ્રિય સંબંધી મનોજ્ઞ એટલે મનને રુચિકર અને અમનોજ્ઞ એટલે મનને અરુચિકર પ્રસંગોમાં થતા કર્મબંધનથી તે આત્મા મુક્ત રહે છે, એટલું જ નહિ, પણ પૂર્વે જ્યારે તે આત્માને ઇન્દ્રિયોનો નિગ્રહ ન હતો તે વખતે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિમાં લપાઈને જે કર્મબંધન કર્યા હતાં તે કર્મોની નિર્જરા પણ સાથે સાથે થતી જાય છે. એટલે કે ચારે ઘાતી કર્મોના ક્ષય પછી, સંપૂર્ણપણે ઇન્દ્રિયનિગ્રહ થતો હોવાથી બાકીના ચાર અઘાતી કર્મો પણ છૂટતા જાય છે. ઇન્દ્રિયો કષાયોને ઉપ્ત કરવામાં બળવાન નિમિત્ત છે, પણ ઇન્દ્રિયોથી શ્રી કેવળીપ્રભુ પૂર્ણપણે અલિપ્ત રહેતા હોવાથી તેમને અંશમાત્ર કષાય ઉત્પન્ન થતા નથી. ઇન્દ્રિયો સાથે આત્માનું જેટલી માત્રામાં જોડાણ થાય તેટલી માત્રામાં જીવને કષાયની ઉત્પત્તિ થતી હોય છે. તેથી આપણે કહી શકીએ કે ઇન્દ્રિયજય સાથે સાથે કષાયજય પણ સહજતાઓ થતો હોય છે. ઉત્પન્ન થતા કષાયોથી જીવને બળવાનપણે સંસારવૃદ્ધિ થાય છે, સંસાર ક્ષીણ કરવા કષાયજય જ ઉપકારી છે. આ કષાયજય પૂર્ણતાએ પ્રગટે છે ત્યારે આત્માને શું લાભ થાય છે તે સૂત્ર અડસઠ થી એકોત્તર સુધીના ચાર સૂત્રમાં બતાવ્યું છે. ૧૮૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ક્રોધ વિજયથી જીવને ક્ષાંતિ (ક્ષમા તથા તિતિક્ષા) પ્રાપ્ત થાય છે. ક્રોધ વેદનીય કર્મનો બંધ નથી કરતો, પૂર્વબધ્ધ કર્મની નિર્જરા કરે છે.”(૬૮) “માન વિજયથી જીવ મૃદુતા પામે છે. માન વેદનીય કર્મોનો બંધ નથી કરતો, પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા થાય છે.”(૬૯) “માયા વિજયથી ઋજુતા આવે છે. માયા વેદનીય કર્મનો બંધ નથી કરતો, પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૭૦) “લોભ વિજયથી જીવ સંતોષભાવ અનુભવે છે. લોભ વેદનીય કર્મનો બંધ નથી કરતો, પૂર્વબધ્ધ કર્મની નિર્જરા કરે છે.”(૭૧) જે ક્રમમાં કષાયનો જય થાય છે, તે ક્રમને અનુસરી તેના જયથી તેને લગતાં નવાં કર્મબંધ થતાં નથી, અને પૂર્વકાળમાં જ્યારે કષાયજય ન હતો ત્યારે બંધાયેલા કર્મોની નિર્જરા થતી જાય છે; એમ આ સૂત્રોથી સમજાવ્યું છે. આ કષાયો એવા પ્રકારના છે કે જે પ્રકારના કષાયનો ઉદય થાય તે પ્રકારના નવા કષાયનો બંધ પડે. ઉદા. ત. જો સંજ્વલન માનનો ઉદય હોય તો સંજ્વલન માનનો નવો બંધ પડે. અનંતાનુબંધી લોભનો ઉદય હોય તો અનંતાનુબંધી લોભનો નવો બંધ પડે, ઇત્યાદિ. અહીં સંપૂર્ણ કષાયજય હોવાથી તત્સંબંધી નવા કષાય આત્માને બંધાતા નથી. જો આત્માને કષાયનો બંધ ન થાય તો શાતા વેદનીય કર્મ સિવાય એક પણ નવા કર્મનો બંધ આત્માને સંભવતો નથી. આ માટે પ્રત્યેક કષાયજયના લાભ બતાવતાં કહ્યું છે કે, તત્સંબંધી વેદનીય – વેદવું પડે તેવા – કર્મનો બંધ આત્માને થતો નથી. તે ઉપરાંત પૂર્વે નિબંધન કરેલા કર્મો નિર્જરી જાય છે. આમ પૂર્ણ ઇન્દ્રિયજય અને કષાયજયથી તે પવિત્ર આત્મા અઘાતી કર્મોનો ક્ષય પૂર્ણતાએ કરવાની તૈયારી કરે છે. આ ચારે સૂત્રોની સમજણના સારરૂપે આપણે તારણ કાઢી શકીએ કે જેટલા અંશે ઇન્દ્રિયજય અને કષાયજય જીવ કરી શકે તેટલા અંશે તે જીવ નવીન કર્મના બંધનથી મુક્ત થતો જાય છે, અને પૂર્ણતાએ ઇન્દ્રિયજય તથા કષાયજય કરી શકે તે સર્વ પ્રકારના ઘાતી કર્મના બંધનથી છૂટી જાય છે. આ પરથી બીજી એકવાત પણ સમજાય છે કે ૧૮૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાક્રમ ઇન્દ્રિયજયના અનુસંધાનમાં કષાયજય આવે છે, એટલે કે સંસારની શાતા ભોગવવાની વૃત્તિ જેમ જેમ છૂટતી જાય છે તેમ તેમ તેનામાં શાંતિ કષાયજય વધતો જાય છે. આ એકોત્તેર સૂત્રના નિચોડરૂપ, સંસારવૃદ્ધિના મૂળ કારણરૂપ જે તત્ત્વ છે તેના નાશથી શું મળે એવો પ્રશ્ન સૂત્ર બોત્તેરમાં પૂછી તેના ઉત્તર માટે બે સૂત્ર રચાયાં છે. પ્રશ્ન છેઃ “પ્રેમ-રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને શું મળે છે?” બે સૂત્રમાં ઉત્તર આપ્યો છે કે, “પ્રેમ, દ્વેષ અને મિથ્યાદર્શન ૫૨ વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે તૈયાર થાય છે. આઠ પ્રકારનાં કર્મોની કર્મગ્રંથિ ખોલવા માટે સૌ પ્રથમ કર્મની અઠ્ઠાવીસ પ્રકૃત્તિનો અનુક્રમે ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ અને અંતરાય કર્મની પાંચ આ ત્રણે કર્મોની પ્રકૃત્તિઓનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુતર, અનંત, કૃત્સ્યસર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ, અજ્ઞાનતિમિર રહિત, વિશુધ્ધ અને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શન પામે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે ત્યાં સુધી તેને ઐર્યાપથિક કર્મનો બંધ થાય છે. તે બંધ પણ સુખસ્પર્શી છે. (સાતાવેદનીય રૂપ પુણ્યકર્મ છે.) તેની સ્થિતિ બે સમયની છે. પહેલા સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બધ્ધ થાય છે, સ્પષ્ટ થાય છે. ઉદયમાં આવે છે. ભોગવાય છે, નષ્ટ થાય છે. ફલતઃ આગળના કાળમાં અર્થાત્ અંતમાં તે કર્મ અકર્મ બને છે.” તોંત્તેરમા સૂત્રમાં આગળની સ્થિતિ બતાવી છે, “કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુ ભોગવતો તે જ્યારે અંતર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે ‘સૂક્ષ્મક્રિયાપ્રતિપાત' નામનું શુક્લધ્યાન કરતો થકો પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. પછી વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી તે આનાપાન – શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે. શ્વાસોશ્વાસાનો નિરોધ કરીને થોડા વખત સુધી પાંચ હ્રસ્વાક્ષરોના ઉચ્ચારણ કાલ સુધી ‘અમુચ્છિન ક્રિયા – અનિવૃત્તિ' નામક શુક્લધ્યાનમાં લીન થયેલો અણગાર વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર – આ ચારે કર્મનો એક સાથે નાશ કરે છે.” - ૧૮૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચુમોતેરમાં સૂત્રમાં કહ્યું છે કે, “તે પછી તે ઔદારિક અને કાશ્મણ શરીરને સદાને માટે પૂર્ણતયા છોડે છે, પૂર્ણતયા શરીર છોડીને ઋજુશ્રેણિ પામે છે. અને એક સમયમાં અસ્પૃશગતિરૂપ ઉર્ધ્વગતિથી – વળ્યા વિના સીધો લોકાએ જઈ સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. પરિનિર્વાણ પામે છે. સર્વ દુ:ખોનો અંત કરે છે.” “શ્રમણ ભગવાન મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ આખ્યાત છે, પ્રજ્ઞાપિત છે, પ્રરૂપિત છે, દર્શિત છે, અને ઉપદર્શિત છે.” એમ સુધર્માસ્વામી કહે છે. પ્રેમ, રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને ઉત્તમની કેવી રીતે પ્રાપ્તિ થાય છે, તે સૂત્ર બોત્તેરથી ચુમોત્તેરમાં વર્ણવ્યું છે. તેમાં ક્રમથી ક્ષપકશ્રેણિ, તેરમુ ગુણસ્થાન, ચૌદમું ગુણસ્થાન અને સિદ્ધદશાનું સંક્ષેપે છતાં વિશદ વર્ણન આપ્યું છે, આત્માનુભવી આત્મા સહેલાઇથી તેની સમજણ લઈ શકે તેમ છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ શુધ્ધભાવમાં જવા માટે, પોતાના શુભ ભાવનું ઉર્વીકરણ કરતા જાય છે, કલ્યાણભાવ વિસ્તૃત કરતા જાય છે. પરિણામે જ્યારે મુનિ ક્ષપકશ્રેણિનો આરંભ કરે છે ત્યારે તેમની કલ્યાણમય શુભભાવના ઘાતકર્મ વિભાગનો ક્ષય કરી શકે છે. સાથે સાથે પૂર્વબંધિત અન્ય કષાયો પણ ક્ષીણ કરી શ્રેણિના અંતે સયોગી કેવળી બને છે. તે પછી કેવળી પર્યાયમાં અઘાતી કર્મો કેવી રીતે નિવૃત્ત કરતા જાય છે તેની સમજણ આપી છે. અંતમાં ચૌદમાં ગુણસ્થાનવતી આત્માની પ્રવૃત્તિ અને તે પછી આત્માની સિદ્ધાત્મા રૂપે સ્થિતિ જણાવી સમ્યકત્વ પરાક્રમના અંતિમ નવમા સોપાનનું વર્ણન પૂરું કર્યું છે. આ આખા અધ્યયનનો મુખ્ય ભાગ છઠ્ઠા સાતમાં ગુણસ્થાને વર્તતા મુનિ ક્ષપક શ્રેણિએ ચડવા માટે કેવો પુરુષાર્થ કરે છે, અથવા તેમણે કેવો પુરુષાર્થ કરવો જોઈએ તેનું વર્ણન રોકે છે. અને તેનું ફળ મુનિને કેવું આવે છે તેની સમજણ છેલ્લા ત્રણ સૂત્રોમાં આપી છે, જે સ્વયં સમજણ આપનાર છે. આ પરથી જીવને સમ્યકત્વનું ૧૮૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાક્રમ સાચું મહાસ્ય સમજાય છે, આરાધન કરવાનો ઉત્સાહ આવે છે. અને તે માટે તે વિચારણામાં પડી જાય છે કે ઇચ્છા હોવા છતાં જોઇતું આરાધન કેમ થઈ શકતું નથી ? કર્મ વિશેની અહીં જાણવા મળતી સ્થિતિ પરથી જીવ કર્મ વિશે વધારે વિશદતાથી સમજવા આતુર થાય છે. આ અધ્યયનમાં જોવા મળતી બીજી ખાસિયત એ છે કે કોઇ પણ આત્મદશા માટે જીવ’ એવો શબ્દ પ્રયોગ થયેલો છે. જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં સુધી તે જીવ કહેવાય છે, અને શુદ્ધિ વધતાં તે આત્મસ્વરૂપ ધારણ કરતો જાય છે. સામાન્ય રીતે છટ્ટા સાતમા ગુણસ્થાને શ્રેણિની તૈયારી કરતા મુનિ માટે “આત્મા’ શબ્દ પ્રયોજાય છે, તે ભાવિ નયગમનયથી છે – ભાવિમાં પૂર્ણ શુધ્ધ થવાના જ છે તે આશયથી કહેવાય છે. પણ અહીં સર્વ જગ્યાએ “જીવ’ શબ્દ જ મૂકાયો છે. કર્મબંધનના આશયથી આમ થયું લાગે છે, કારણ કે મૂળ બોધ તો ઘાતકર્મ રહિત શ્રી મહાવીર પ્રભુએ આપેલો છે. અને તેમના ગણધર શ્રી સુધર્માસ્વામીએ ઝીલેલો છે. એમની દશાના પ્રમાણમાં “જીવ’ શબ્દનું પ્રયોજન આપણને ઘટિત લાગે છે. સમ્યકત્વનો આવો યથાર્થ મહિમા જાણ્યા પછી, તેની પ્રાપ્તિ તથા તેના શુદ્ધિકરણને રોકનારા કર્મોની જાણકારી, તથા તેને નિવૃત્ત કરવાના ઉપાયો જાણવાથી સન્માર્ગમાં વિકાસ કરવો સહેલો બને છે. ૧૮૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ લોકસંજ્ઞા જેની જિંદગીનો ધુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. – શ્રીમદ્ રાજચંદ્ર (આંક ૯૪૯) Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ અષ્ટકર્મ વ્યવહારદૃષ્ટિથી શુભાશુભ કર્મોનો કરનાર, એને ભોગવનાર કે એનો ક્ષય કરનાર જીવ નામનો પદાર્થ છે. જ્યારે નિશ્ચયદષ્ટિથી એ જીવ આત્મસ્વરૂપે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પોતાના અનંત ગુણોનો કર્તા અને ભોક્તા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના અનંત ગુણોમાંના મુખ્ય ગુણો છે. આત્મા પોતે શુધ્ધ છે, જ્ઞાન, દર્શનાદિ અનંત ગુણોમાં રમણ કરનારો છે. અને તે મુખ્યતાએ આઠ ગુણોનો ધારક છે. આ ગુણો છે: અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું, અને અવ્યાબાધ સુખ. આત્મા પર જ્યારે કર્મનો જમાવ થાય છે ત્યારે તેના મૂળ ગુણો પર આવરણ આવે છે. કર્મ એ સૂમ પુગલ વર્ગણા છે. આવી સૂમ પુદ્ગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં સુધી તે ખરી જતી નથી. આવો કર્મથી બંધાયેલો આત્મા જીવ તરીકે ઓળખાય છે. વ્યવહાર નયથી જીવને ઓળખવા માટે દશ પ્રાણનો ધારક કહ્યો છે. એમાં પાંચ ઇન્દ્રિય, મન, વચન અને કાયબાળ એ ત્રણ બળ તથા શ્વાસોશ્વાસ અને આયુષ્યનો સમાવેશ થાય છે. આ દશે પ્રાણનો ધારક સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે, અને સંજ્ઞા તથા ઇન્દ્રિય ઘટતાં જાય તેમ તેમ જીવનાં પ્રાણની સંખ્યા ઓછી થતી જાય છે. અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ પ્રાણ હોય છે, ચતુરેંદ્રિયને આઠ, ત્રણ ઇન્દ્રિયને સાત, બે ઇન્દ્રિય જીવને છે, અને એકેંદ્રિય જીવને ચાર પ્રાણ હોય છે. એકેંદ્રિયને સ્પર્શેન્દ્રિય, કાયબળ, આયુષ્ય તથા શ્વાસોશ્વાસ એ ચાર ૧૮૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રાણ હોય છે, બે ઇન્દ્રિયને રસના તથા વચનબળ વધે છે. પછી ઇન્દ્રિય સાથે એક એક પ્રાણ વધતા જાય છે. આત્મા પોતે પ્રાણ નથી, પણ પ્રાણનો ધારણ કરનાર છે. તેથી આત્મા સંસારમાં હોય ત્યારે તેના વિકાસ પ્રમાણે ચારથી દશ પ્રાણ ધારણ કરે છે, અને તે ‘જીવ’ તરીકે ઓળખાય છે. સંસારમાં ભમતો જીવ જ્યારે શુભાશુભ ભાવ કે ક્રિયા કરે છે, ત્યારે તેને અનુરૂપ કર્મવર્ગણા ખેંચાઇને આત્મપ્રદેશ પર ચીટકી જાય છે. આત્માનો આ રીતે કર્મ સાથે સંબંધ થવાથી આખો સંસાર રચાય છે; એક ભવથી બીજા ભવમાં ભ્રમણ થાય છે, અને દરેક ભવમાં નાની મોટી અનેક ક્રિયાઓ બનતી રહે છે, જેમાં નવીન બંધ થતા જાય છે. આમ આ સંસાર સતત ચાલ્યા કરે છે. આવો કર્મબંધ થવા માટે શ્રી પ્રભુએ મુખ્ય પાંચ કારણો ગણાવ્યાં છેઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર ન રહેતાં અન્ય પદાર્થો વિશેના વિભાવમાં પ્રવર્તે છે ત્યારે આ પાંચમાના કેટલાંક કારણોના આધારથી કર્મબંધ કરે છે, અને તે બંધન ભોગવતાં નવો વિભાવ કરી, નવાં કર્મને આવકારે છે. આ પ્રકારે સંસારની વણઝાર ચાલ્યા જ કરે છે. તેથી કર્મને સમજવા પહેલાં કર્મબંધના કારણો સમજવા વધારે ઉપકારી છે. મિથ્યાત્વ જીવ પોતાનાં સ્વરૂપને યોગ્ય રીતે સમજી ન શકે, આત્મા સંબંધી વિપરીત માન્યતામાં પ્રવર્ત્ય કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. સ્વસંબંધી મિથ્યા-ખોટી માન્યતા તે મિથ્યાત્વ કહી શકાય. મિથ્યાત્વના પાંચ પ્રકાર શાસ્ત્રમાં જણાવ્યા છે. અભિગૃહિત, અનભિગૃહિત, અભિનિવેશિક, અનાભોગિક અને સાંયિક. પારકાના ઉપદેશથી કે પોતાના ખોટા વિચારને પરિણામે યથાર્થ શ્રધ્ધાનનો અભાવ કરે કે અયથાર્થ વસ્તુનું શ્રધ્ધાન કરે તે અભિગૃહિત મિથ્યાત્વ. મતપંથના કદાચહો, ૧૮૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ ઉપદેશના ઉલટા પ્રવાહો અને સમજણનો દુરુપયોગ અભિગૃહિત મિથ્યાત્વમાં જાય. તો વગર વિચાર્યે ઉલટો મત બાંધી બેસે તે અનભિગૃહિત મિથ્યાત્વ ગણાય. મારી મચડીને શાસ્ત્રના અર્થ કરવા, ફાવે તેવી દલીલો કરી દુરાગ્રહથી પોતાના મતને વળગી રહેવું, સાચું જાણવા મળે તો પણ કીર્તિ જાળવવા સત્યનો સ્વીકાર ન કરવો તે અભિનિવેશિક મિથ્યાત્વ. શંકા કુશંકા કર્યા કરવી, આ સાચું કે પેલું સાચું તેનો મનમાં ઘાટ ઘડ્યા કરવો, એ સાંશયિક મિથ્યાત્વ. વિચારના અભાવે કોઈ દર્શનનું ભલું ભૂંડુ ન જાણવું અને અનંત અજ્ઞાનમાં સબડયા કરવું, મૂઢ દશામાં વર્તવું એ અનાભોગિક મિથ્યાત્વ કહેવાય. એકેંદ્રિયાદિને અનાભોગિક મિથ્યાત્વ હોય છે. - ટૂંકમાં કહીએ તો આત્મસ્વરૂપ સંબંધી મિથ્યા માન્યતામાં રાચવું એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ અલ્પ વિકાસવાળા જીવોને હોઈ શકે છે, તેમજ બુદ્ધિવિકાસ પામેલા, જ્ઞાનનો દુરુપયોગ કરવાવાળાને પણ હોઈ શકે છે. મિથ્યાત્વ જાય ત્યારે સમ્યક્ત્વ પ્રકાશે છે. અવિરતિ અવિરતિ એટલે દોષથી પાછા ન હઠવું. વિરતિ એટલે ત્યાગભાવ. કોઈ પણ પ્રકારના દોષથી વિરમવું નહિ તે અવિરતિ, અવિરતિમાં મન તથા ઇન્દ્રિયના વિષયોને વિશે દોષથી ન વિરમવાની વાત મુખ્યપણે છે. અવિરતિના બાર પ્રકાર છે: મનને ધૂળ કે સૂમ હિંસામાં પરોવવું તે પહેલો પ્રકાર, માનસિક અવિરતિ. પાંચ ઇન્દ્રિયોને દોષોથી પાછી ન હઠાવવી, તે પાંચ પ્રકારની અવિરતિ પાંચ એકેંદ્રિય તથા ત્રસકાય જીવોની હિંસાથી ન નિર્વતવું તે છ પ્રકારની અવિરતિ. આમ કુલ બાર પ્રકારે સ્થૂળથી શરૂ કરી સૂક્ષ્માતિસૂમ અવિરતિ શ્રી પ્રભુએ જણાવી છે. અવિરતિમાં મન, વચન અને કાયા એ ત્રણે યોગથી સંભવતા દોષોનો સમાવેશ થાય છે, વિરતિ વ્યવહાર નયથી પૂર્ણતાએ પ્રગટતાં જીવને છઠું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તેમાં અંતરંગથી જીવનાં મન, વચન તથા કાયા શ્રી પ્રભુને આધીન થાય છે, અને દ્રવ્યથી બાહ્ય સંગનો ત્યાગ થાય છે. ૧૮૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રમાદ પ્રભુની આજ્ઞાએ વર્તવા જતાં પ્રમાદને કારણે જીવ સ્વચ્છંદી વર્તન કરી બેસે છે, અને આજ્ઞાનું આરાધન જે સૂક્ષ્મતાથી કરવું જોઇએ તે સૂક્ષ્મતા સુધી કરી શકતો નથી, પરિણામે ભક્ત અને ભગવાન વચ્ચે દશાભેદ રહ્યા કરે છે. જે કાળ માટે જીવ પોતાનાં મન, વચન, તથા કાયાને પ્રમાદરહિત બની એક સાથે પ્રભુની આજ્ઞામાં રાખે છે, તે કાળ માટે ભક્ત અને ભગવાન એકરૂપ બની જાય છે, બે વચ્ચેની ભેદરેખા એટલા કાળ માટે ભૂંસાઈ જાય છે. આવી પ્રમાદરહિત સ્થિતિમાં જીવનાં કર્મબંધ અતિઅતિ અલ્પ થઈ જાય છે. અને તે સાતમા ઉચ્ચ ગુણસ્થાનનો અનુભવ કરી શકે છે. સર્વ વિરતિ મેળવ્યા પછી જીવ અપ્રમાદી થવાનો પુરુષાર્થ આદરે છે, અને સફળ થાય છે ત્યારે કર્મબંધનાં કારણરૂપ પ્રમાદથી છૂટી જાય છે. કષાય અવિરતિમાં ઇન્દ્રિયોના વિષયો કર્મબંધના હેતુ થાય છે, ત્યારે કષાયમાં મન સંબંધી દોષો આવે છે. કષાય ચાર છેઃ ક્રોધ, માન, માયા અને લોભ. તે પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એમ ચાર ભાંગા છે. આ સોળ કષાયને ઉદ્દિપ્ત કરનારા નવ નોકષાય છેઃ હાસ્ય, રતિ, અરિત, ભય, શોક, જુગુપ્સા અને ત્રણ વેદ. આમ કષાયના કુલ પચીસ પ્રકાર છે. જે કર્મબંધના કારણરૂપ છે. કર્ એટલે સંસાર અને આય એટલે લાભ. જે ભાવ સંસારની પ્રાપ્તિ કરાવે તે કષાય, જે ભાવ કરવાથી જીવનો સંસાર વધતો જાય તે કષાય. જીવને કર્મબંધ કરાવવામાં કષાય ઘણો મોટો ભાગ ભજવે છે. કષાય જીવનો સમભાવ છોડાવે છે. આ કષાયનો પૂર્ણ ક્ષય ક્ષપક શ્રેણિમાં થાય છે. અને ત્યારે જીવ કર્મબંધનથી બહુધા મુક્ત થઈ જાય છે. યોગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે જોડાણ થાય તે તેનો યોગ થયો કહેવાય. આત્માનું યોગ સાથે જોડાણ થવાથી તેના પ્રદેશો કંપે છે. અને પ્રદેશના આ કંપનથી યોગની શક્તિના પ્રમાણમાં કર્મવર્ગણાઓ ૧૯૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ આકર્ષાઈને આત્માને ચીટકે છે. યોગના કુલ પંદર પ્રકાર છે. મનના ચાર, વચનના ચાર અને કાયાના સાત પ્રકાર મળી પંદર પ્રકાર બંધહેતુરૂપ થાય છે. આ રીતે મિથ્યાત્વના પાંચ, અવિરતિના બાર, કષાયના પચીશ અને યોગના પંદર બંધહેતુ મળીને સત્તાવન બંધહેતુ થાય છે. પ્રમાદનો અર્થ આત્મ વિસ્મરણ અને આત્માને લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો અભાવ તથા કર્તવ્ય-અકર્તવ્યના ભાનમાં અસાવધાની છે. આવો પ્રમાદ બાકીના ચારે કારણો સાથે જોડાતો હોવાથી તેને બંધહેતુના કારણોમાં અલગ ગણેલ નથી. બંધહેતુના કારણો ખૂબ વ્યવસ્થિત રીતે જણાવ્યાં છે. મિથ્યાત્વ હોય તો તેની પાછળનાં ચારે કારણો હોય જ, અવિરતિ હોય તો તેની પાછળનાં ત્રણ કારણો હોય જ, પણ મિથ્યાત્વ હોય વા ન હોય, એ રીતે પ્રમાદ હોય તો તેની પાછળનાં બે કારણો હોય જ, પણ મિથ્યાત્વ અને અવિરતિની ભજના. આમ પાંચે કારણો વિશે છે. બંધહેતુનાં કારણોનો ક્ષય પણ એ જ ક્રમથી થાય છે. પ્રથમ મિથ્યાત્વ, તે પછી અવિરતિ, તે પછી પ્રમાદ, તે પછી કષાય અને છેલ્લે યોગ નાશ પામે છે. આ કારણો જેટલી માત્રામાં ઓછાં થાય તેટલી માત્રામાં કર્મબંધ પણ ઓછા થાય છે, અને સર્વ કારણો નિવૃત્ત થતાં કર્મબંધ પૂર્ણતાએ અટકી જાય છે. કર્મબંધના હેતુઓ સર્વ કર્મને લાગુ પડે છે, એમાં એક કે વધારે કારણો મળે ત્યારે કર્મબંધ થાય છે. કર્મબંધના પ્રકાર-પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અતિસૂક્ષ્મ કર્મવર્ગણાનો ચેતન આત્મા સાથે સંબંધ થાય તે બંધ. તેનાં ચાર પ્રકાર બને છેઃ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. કર્મનો આત્મા સાથે સંબંધ થાય તે વખતે આ ચાર બાબતો મુકરર થાય છે. પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો છે તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ જ્ઞાનને આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે રોગ આપે છે, કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ આપે છે. વગેરે. આ પ્રમાણે કર્મની અસરની રીતભાતનું નામ ‘પ્રકૃતિ’ કહી શકાય. ૧૯૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્થિતિ એટલે બાંધેલું કર્મ કેટલો કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે એ વિશે ‘સ્થિતિ’ વિભાગમાં નક્કી થાય છે. રસ એટલે જે કર્મ ગ્રહણ થયું છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ આપે તે રસબંધ. રસબંધને ‘અનુભાગ' પણ કહેવામાં આવે છે. પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે પ્રદેશ બંધમાં નક્કી થાય છે. આમ કર્મ ક્યા પ્રકારે ફળ આપશે તે પ્રકૃતિબંધનો વિષય છે, એ કેટલા વખત પછી કેટલા કાળ માટે ફળ આપશે તે સ્થિતિબંધનો વિષય છે, અને એ ફળ આપતી વખતે તેના વિપાકની તીવ્રતા કે મંદતા કેવી અને કેટલી હશે તે રસબંધનો વિષય છે. એ કર્મ કેટલાં પરમાણુના જથ્થાનું બનેલું છે તે પ્રદેશ બંધનો વિષય છે. આ કર્મ પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે, તે નરી આંખે દેખાય તેવાં ન હોવા છતાં પુદ્ગલ જ છે; જે જીવને ચીટકી જાય છે, અને પોતાનાં ફળ આપ્યા પછી જ છૂટે છે. ચેતનમાં કર્મનાં દળની સંખ્યા પ્રદેશબંધ નિર્માણ કરે છે. કષાયો રસબંધ અને સ્થિતિબંધ ઉપર સીધી અસર કરે છે, જ્યારે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનો નિર્ણય યોગ ઉપર આધાર રાખે છે. જેમ જેમ યોગની શક્તિ વધતી જાય તેમ તેમ મોટા જથ્થામાં કર્મની વર્ગણા આવતી જાય છે. એકેંદ્રિય જીવનું યોગબળ સહુથી ઓછું હોવાથી તે સહુથી અલ્પ કર્મબંધ કરે છે, શક્તિ વધતાં કર્મબંધ વધતાં જાય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સૌથી વિશેષ કર્મબંધ કરી શકે છે. તેમાં આત્માની પવિત્રતા જેમ જેમ વધતી જાય તેમ તેમ કર્મ પરમાણુનો આશ્રવ વધતો હોવા છતાં ઘાતી કર્મનો આશ્રવ શુભ પરિણતિમાં તૂટતો જતો હોવાથી અલ્પ અલ્પ કર્મબંધ થાય છે એમ જણાવ્યું છે. પવિત્ર આત્માને કલ્યાણભાવના પરમાણુનો આશ્રવ વધે છે અને ઘાતી કર્મનો આશ્રવ તૂટે છે. આમ આત્મિક વિકાસની નજરે જોઇએ તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ૧૯૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ યોગ વધતા ઓછા પ્રમાણમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધમાં ફાળો આપે છે. જેમ જેમ આત્મવિકાસ થાય છે તેમ તેમ મિથ્યાત્વ તૂટતું જાય છે, તે પછી ત્યાગભાવ નીપજતાં અવિરતિભાવ ઘટતો જાય છે, છેવટે તદન જાય છે. ત્યાર પછી પ્રમાદ છૂટતાં કષાયો ધીમે ધીમે ઓછા થતા જાય છે, અને તેનો ક્ષય થયા પછી, તેરમું ગુણસ્થાન મેળવ્યા પછી અંતમાં અર્થાત્ ચૌદમાં ગુણસ્થાને મન, વચન તથા કાયાના યોગ પણ છૂટી જાય છે. “પ્રદેશ, સ્થિતિ, અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશ સાથે પુદ્ગલનો જમાવ અર્થાત્ જોડાણ છે. ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી, તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે, મોહને લીધે સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. આવું મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે.” – શ્રીમદ્ રાજચંદ્ર (વ્યાખ્યાનસાર પૃ. ૭૪૩) મનના વિચારથી, વચનના ઉચ્ચારથી અને કાયાની પ્રવૃત્તિથી જે વિચારવામાં, બોલવામાં કે કરવામાં આવે તે પ્રત્યેક ક્રિયા પોતાની સાથે સૂક્ષ્મ કર્મ વર્ગણાને ખેંચી લાવે છે; તે આત્મા સાથે જોડાય છે, અને ફળ આપે છે. આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુગલની બનેલી છે, અવકાશમાં પથરાયેલી છે, તેને ચેતન આકર્ષીને પોતાની સાથે એકમેક કરી નાખે છે. ચેતન સાથે તેનો સંબંધ થતાં જ તેની પ્રકૃતિ નક્કી થઈ જાય છે. શુધ્ધ આત્માના મુખ્ય આઠ ગુણને આવરતી કર્મ પ્રકૃતિ મૂળ આઠ છે. તેના ઉત્તરભેદ ૧૪૮ અથવા ૧૫૮ છે. જેના પેટાવિભાગ અનંત થાય છે. કર્મની આઠ મૂળ પ્રકૃત્તિ આ પ્રમાણે છેઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠ કર્મમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મો છે, અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કર્મો છે. જે આત્માના ગુણોનો ઘાત કરે છે, આત્માને વિકળ કરે છે કે આત્માને સ્વભાવથી શ્રુત કરે છે તે ઘાતકર્મ છે. અને જે આત્માના ગુણોનો ઘાત ન કરતાં માત્ર આવરે છે ૧૯૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તે અઘાતી કર્મ છે. ઘાતકર્મ આત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે. ત્યારે અઘાતી કર્મ આત્મા સાથે દેહના સાધનથી સંબંધ ધરાવે છે. આત્માનાં અનંતજ્ઞાનને ઢાંકે તે જ્ઞાનાવરણીય કર્મ પ્રકાર ૫ આત્માનાં અનંતદર્શનને ઢાંકે તે દર્શનાવરણીય કર્મ પ્રકાર ૯ આત્માનાં અવ્યાબાધ સુખને આવરે તે વેદનીય કર્મ પ્રકાર ૨ આત્માનાં શ્રદ્ધાન તથા અનંત ચારિત્રને ઢાંકે તે મોહનીય કર્મ પ્રકાર ૨૮ આત્માની અક્ષયસ્થિતિ પ્રગટવા ન દે તે આયુષ્ય કર્મ પ્રકાર ૪ આત્માના અરૂપીપણાને આવરે તે નામકર્મ પ્રકાર ૧૦૩ – (૯૩) આત્માનાં અગુરુલઘુ ગુણને આવરે તે ગોત્ર કર્મ પ્રકાર ૨ આત્માનાં અનંતવીર્યને ગોપવે તે અંતરાય કર્મ પ્રકાર ૫ ૧૫૮ (૧૪૮) શ્રી સિધ્ધભગવાનને આ આઠે ગુણોનો ઉદય હોય છે અને આઠે કર્મોનો ક્ષય હોય છે. એક પણ કર્મનો બંધ થતો નથી. સર્વ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારની સિદ્ધિવંત તે પ્રભુ હોય છે, એટલે તેઓ “શ્રી સિદ્ધ ભગવાન” કહેવાય છે. ચૌદમા ગુણસ્થાને મન, વચન તથા કાયાનો રોધ થતો હોવાથી, કર્મબંધના પાંચ કારણોથી છૂટી સર્વ પ્રકારના નવીન બંધથી આત્મા મુક્ત થઈ જાય છે. તેમાં ગુણસ્થાને શ્રી અરિહંત પ્રભુ તથા શ્રી કેવળી પ્રભુને ચાર ઘાતી કર્મોનો ક્ષય અને ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે, તેથી માત્ર એક શાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે. વળી અગ્યારમા અને બારમા ગુણસ્થાને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી જીવને માત્ર શાતા વેદનીય જ બંધાય છે. શ્રેણિમાં દશમાં ગુણસ્થાને મોહ તથા આયુબંધ થતો ન હોવાથી છ કર્મનાં બંધન થાય છે. ત્રીજા, આઠમા અને નવમા એ ત્રણ ગુણસ્થાને આયુષ્યનો બંધ થતો ન હોવાથી સાત કર્મ જ બંધાય છે. બાકીના સર્વ ગુણસ્થાને – મિથ્યાત્વથી અપ્રમત્ત ગુણસ્થાન સુધી સાત અથવા આઠ કર્મ બંધાય છે. આયુષ્યના ૧૯૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ બંધન કાળે આઠ અન્યથા સાત કર્મ સદાસર્વ જીવ બાંધે છે. આમ ૧, ૨, ૪, ૫, ૬, ૭ ગુણસ્થાને સાત કે આઠ કર્મ બંધાય છે. ૩, ૮, ૯ માં ગુણસ્થાને આયુ વર્જિત સાત કર્મ બંધાય છે, ૧૦ મા ગુણસ્થાને મોહ અને આયુ વર્જિત છ પ્રકારનાં કર્મ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ મા ગુણસ્થાને માત્ર શાતાવેદનીય બંધાય છે, અને ૧૪મા ગુણસ્થાને આત્મા કર્મબંધ રહિત થાય છે. જ્ઞાનાવરણ કર્મ જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી વસ્તુ વિશેના ધર્મની જાણકારી આવે તે ‘જ્ઞાન’ છે. ઉદા. ‘આ પુસ્તક છે’, ‘આ ગાય છે’, આદિ જાણકારી તે જ્ઞાન છે. આત્માના આ જ્ઞાન સ્વભાવ ઉપ૨ મિથ્યાત્વ વગેરેનાં કારણે કર્મપુદ્ગલનું જે આવરણ આવે, આત્માનાં જ્ઞાન પર કર્મનું જે આચ્છાદન થાય તે જ્ઞાનાવરણ. સૂર્યના કે દીવાના પ્રકાશ આડે પડદો ધરવામાં આવે તો પ્રકાશમાં ઝાંખપ થાય છે, આ આવરણ જેમ જેમ વધારતાં જઇએ તેમ તેમ પ્રકાશ ઓછો થતો જાય છે. આ જ પ્રકારે આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો આવરણ કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ પુદ્ગલોને જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખી શકાય. કોઈ પણ પદાર્થનો જ્યારે વિશેષ બોધ જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે, અને જ્યારે પદાર્થ માટે પહેલા સમયની સામાન્ય જાણકારી આત્મા ગ્રહણ કરે ત્યારે તે દર્શન કહેવાય છે. ગાય સામે ઊભી હોય તેને જ્યારે ‘જનાવર'પણે જાણવામાં આવે ત્યારે તે દર્શન છે, અને તેમાં ‘ગાય’ રૂપ વિશેષનું ગ્રહણ કરી આ ‘ગાય’ છે એમ જાણવામાં આવે ત્યારે તે જ્ઞાન છે. ટૂંકામાં કહીએ તો પ્રત્યેક પદાર્થની ઇન્દ્રિય કે મનથી થતી પહેલા સમયની જાણકારી દર્શન કહેવાય છે, અને તે પદાર્થની બીજા સમયથી મળતો વિશેષનો ફોડ એ જ્ઞાન કહેવાય છે. આ પ્રકારે પદાર્થના સામાન્ય બોધને અથવા જોવાપણાને દર્શન અને વિશેષ બોધને કે જાણવાપણાને જ્ઞાન કહેવામાં આવે છે. દર્શન શબ્દ દર્શનાવરણ કર્મની પરિભાષામાં વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ ‘સામાન્ય બોધ’ કે જોવું એવો અર્થ ૧૯૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરવામાં આવે છે. એ જ ‘દર્શન’ શબ્દ મોહનીય કર્મના પ્રકારભેદમાં વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ ‘શ્રદ્ધાની થાય છે. અને જુદા જુદા ધર્મ માટે ‘દર્શન’ શબ્દ પ્રયોજાય છે ત્યારે વિશિષ્ટ મત કે અભિપ્રાય સમજાય છે. ઉદા. જૈન દર્શન, બૌધ્ધ દર્શન, ઇત્યાદિ. તેથી દર્શન શબ્દ ક્યા અર્થમાં પ્રયોજાયો છે તે વિશે કર્મની સમજણ લેતાં ખાસ લક્ષ રાખવું જરૂરી છે. શુદ્ધ અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. તેને સમગ્ર લોકાલોકનું પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન પ્રવર્તે છે. પણ તેનામાં રહેલા વિભાવ પરિણતિને કારણે કર્મ પુદ્ગલોએ તેનાં જ્ઞાનને આવરી લીધું છે, તે એટલે સુધી કે પોતા વિશેની જાણકારી પણ તે ગુમાવી બેઠો છે. અને ઠેઠ એકેંદ્રિયપણા જેટલી નીચી કક્ષાએ આવી ગયો હોય છે. આ સ્થિતિમાં તેનાં સર્વ કર્મો ખૂબ ભારે હોય છે. અને તેમાં જ્યારે જ્યારે તેને ઉત્તમ સપુરુષનો યોગ થાય છે ત્યારે કર્મ હળવાં કરતો કરતો સંજ્ઞી પંચેન્દ્રિય જીવની અવસ્થા સુધીનો વિકાસ કરે છે. જેમ જેમ તેનાં જ્ઞાનનાં આવરણો હળવાં થતાં જાય છે તેમ તેમ પદાર્થોને જાણવાની શક્તિનાં સાધનો પણ તેને વધારે મળતાં જાય છે. આ સાધનોના આધારે તેની સમજણ વધતી જાય છે. શ્રી પ્રભુએ જ્ઞાનનાં પાંચ પ્રકાર જણાવ્યા છે. મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવળજ્ઞાન. જ્યાં સુધી જીવને સમ્યHજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન અને તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય છે, સમ્યકત્વ થયા પછી તે અજ્ઞાન જ્ઞાન”ની સંજ્ઞા મેળવે છે. અર્થાત્ તે સમ્યક્ થાય છે. એટલે કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે જ્ઞાનરહિત સ્થિતિ નહિ; પરંતુ અસમ્યક જ્ઞાન એવો અર્થ થાય છે. આ પરિભાષા અનુસાર કુમતિ અને કુશ્રુત એ બે અજ્ઞાન એકેંદ્રિયથી શરૂ કરી અસમ્યકત્વી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને પ્રવર્તે છે. વળી, અજ્ઞાન અવસ્થાનું અવધિજ્ઞાન કુઅવધિ તરીકે ઓળખાય છે અને સમ્યદર્શન પામેલા આત્માને પ્રગટેલું જ્ઞાન ‘અવધિજ્ઞાન' તરીકે ઓળખાય છે. અજ્ઞાનદશામાં મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાનની કોઇ જ સંભવિતતા નથી, તેથી જ્ઞાન-અજ્ઞાનના મળીને કુલ આઠ પ્રકાર થાય છે. આ પાંચે જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણ કર્મ કહેવાય છે. એ રીતે જ્ઞાનને આવરણ કરનાર મતિજ્ઞાનાવરણ, ૧૯૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ તરીકે ગણાય છે. તેની સામાન્ય સમજણ આપણે લઇએ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં પહેલાં બે જ્ઞાન એવાં છે કે જે જીવ તેની ઇન્દ્રિય અને મનની સહાયથી કરે છે, તેથી તે બંને પરોક્ષ જ્ઞાન તરીકે ઓળખાય છે. તે પછીનાં બે જ્ઞાન એવાં છે કે જે જ્ઞાન લેવામાં જીવ ઇન્દ્રિયની સહાય લેતો નથી, પણ મનનો ઉપયોગ જરૂર કરે છે. આથી અવધિ અને મન:પર્યવ એ બે જ્ઞાન અપરોક્ષ અર્ધ પ્રત્યક્ષ જ્ઞાન ગણાય છે. ત્યારે આત્માની પૂર્ણ વિશુદ્ધિએ પ્રગટતું કેવળજ્ઞાન એવું છે કે તેમાં આત્મા ઇન્દ્રિય કે મનનો અંશમાત્ર ઉપયોગ જ્ઞાન મેળવવા કરતો નથી. તેથી કેવળજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાનની સંજ્ઞા પામે છે. આ ત્રણે વિભાગ આત્માની વિશુદ્ધિને આધારે થયેલા છે તે સમજી શકાશે. જેમાં કોઇની દરમિયાનગિરિની જરૂર પડે નહિ તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય. જૈન પરિભાષા પ્રમાણે અક્ષનું એટલે આત્મા. તેના પ્રતિ એટલે તરફ. આત્મા પ્રતિ એટલે પ્રત્યક્ષ, આંખથી પ્રત્યક્ષ નહિ પણ આત્માને પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ જ્ઞાન એમ જૈન તાત્ત્વિકોનું જણાવવું છે. મતિજ્ઞાન (૧) જ્ઞાનનાં પાંચ પ્રકારોમાં સૌ પ્રથમ મતિજ્ઞાન આવે છે. મનન કરી ઇન્દ્રિય અથવા મન દ્વારા જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાનને આભિનિબોધિક જ્ઞાન પણ કહેવામાં આવે છે. આભિ એટલે સન્મુખ, નિ એટલે નિશ્ચિત, એવો બોધ તે આભિનિબોધિક જ્ઞાન. આ જ્ઞાનમાં પાંચ ઇન્દ્રિય અને/અથવા મનની અપેક્ષા રહે છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, માનવાનો છે. જ્ઞાન તો આત્માને થાય જ છે, પણ મતિજ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની દરમિયાનગિરિ રહે છે. મતિજ્ઞાનનો વિષય વર્તમાન હોય છે, સાથે સાથે પૂર્વકાળની સ્મૃતિ, ભવિષ્યની ચિંતા કે જુદી જુદી નિશાનીઓ દ્વારા થતું જ્ઞાન પણ મતિજ્ઞાનમાં સમાવેશ પામે છે. આ સર્વ માટે “અભિનિબોધ' શબ્દ પ્રયોજાયો છે. મતિજ્ઞાનને આવરણ કરનાર કર્મનો નાશ થતાં મન અને ઇન્દ્રિયોની સહાયથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહેવાય છે. ૧૯૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મતિજ્ઞાનની ઉત્પત્તિનો ક્રમ વસ્તુનું પ્રથમ સામાન્ય દર્શન થાય ત્યારે તે કઈ જાતિની વસ્તુ છે તેનું દર્શન થાય છે. જનાવરનું જનાવરપણું, ઝાડનું ઝાડપણું કે મનુષ્યનું મનુષ્યપણું જાણવું તે દર્શન છે. આ વિશે જીવને વિશેષ જાણપણું આવે તે પહેલાં ઘણી પ્રક્રિયા થાય છે. અંગ્રેજી તર્કશાસ્ત્રમાં જ્ઞાનપ્રાપ્તિ માટે ત્રણ સ્થિતિ બતાવવામાં આવી છે conception, perception, knowledge. વસ્તુના વસ્તુપણાનો ખ્યાલ આવે તેને અંગ્રેજીમાં conception કહે છે, જેને જૈન પરિભાષામાં ‘દર્શન’ તથા ‘અવગ્રહ'ની દશા કહેવાય છે. તે પછી perception થાય તેમાં ઇહા અને અપાયનો સમાવેશ થાય છે, જ્યારે knowledge માં ધારણાનો સમાવેશ થાય છે. તે સમજવા પ્રયત્ન કરીએ. - કોઈ પણ વસ્તુને જાણવી એટલે તેનાં પર્યાય જાણવાં. વસ્તુ પર્યાયથી અલગ નથી. પર્યાયને જાણવાથી વસ્તુનો દેશથી ખ્યાલ આવે છે, એમાં સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે તે ઇન્દ્રિયજન્ય (પરોક્ષ) મતિજ્ઞાન કહેવાય અને મન દ્વારા જે જ્ઞાન થાય તે અતિન્દ્રિય મતિજ્ઞાન કહેવાય. વસ્તુનાં વસ્તુસ્વરૂપનો ખ્યાલ આવવો તે ‘દર્શન’ અને ‘અવગ્રહ'ની દશા છે. અવગ્રહ એટલે ગ્રહણ – પરિચ્છેદન. અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ. અવગ્રહ બે પ્રકારે છે: વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. ‘આ કંઇક છે' એવા બોધને અવગ્રહ કહેવામાં આવે છે, તે તદ્દન પ્રાથમિક અવ્યક્ત જ્ઞાન છે. આવું પ્રાથમિક જ્ઞાન લેવામાં બે પ્રકારનો ક્રમ જોવા મળે છે. વસ્તુનું પ્રાથમિક જ્ઞાન મેળવવામાં ઘણીવાર વ્યંજન (સંબંધ)ની જરૂ૨ પડે છે. જેમકે વસ્તુ ગ૨મ છે કે ઠંડી, સુગંધી છે કે દુર્ગંધી, વગેરે જાણવા વસ્તુ તથા ઇન્દ્રિયનો સંયોગ (વ્યંજન) થવો જરૂરી છે. આંખ સિવાયની ચાર ઇન્દ્રિયોથી વિના સંયોગ જ્ઞાન સંભવતું નથી, પણ આંખને વસ્તુ સાથે સંબંધમાં આવવાની જરૂર પડતી નથી, તે જ રીતે મનમાં કોઈ વસ્તુનો વિચાર કરવા માટે કે તેની સ્મૃતિ તાજી કરવા માટે મનનો તથા દ્રવ્યનો વ્યંજન (સંયોગ) કરવો પડતો નથી, આમ સામાન્ય બોધ થવા માટે બે પ્રકારનો ક્રમ જણાય છે – વ્યંજનથી મળતો ક્રમ મંદક્રમ, અને બીજો ૧૯૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ પટુકમ. પટુક્રમમાં ઇન્દ્રિય કે મન સાથે વસ્તુના સંયોગની જરૂર રહેતી નથી. તેથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે – ચાર ઇન્દ્રિયના સંયોગથી નિપજતો. “આ કંઇક છે એવો અવગ્રહરૂપ દર્શનથી સામાન્ય બોધ થયા પછીથી આ તન પ્રાથમિક સ્થિતિના વિશેષ જ્ઞાનની શરૂઆત થાય છે. વ્યંજનાવગ્રહનો છેલ્લો પુષ્ટ અંશ તે અર્થાવગ્રહ છે. અવ્યક્તતર જ્ઞાનમાંથી અવ્યક્ત જ્ઞાન થાય છે, ‘આ કંઇક છે' એવું ભાન થાય છે તે અર્થાવગ્રહ છે. અર્થાવગ્રહને પાંચ ઇન્દ્રિયો તથા મનમાંના ઓછામાં ઓછી એકની સહાય હોય જ છે. એટલે અર્થાવગ્રહના છ પ્રકાર થાય છે. અવગ્રહ થયા પછી વિશેષ રૂપે વિચારણા થાય તેને “ઇહા' કહેવામાં આવે છે. ઇહા એટલે વિચારણા અથવા સંભાવના. અંધારામાં કંઇક દેખાય, તે શું હશે તેની વિચારણા તે ઇહા. ઇહા દ્વારા વિશેષને ધારણ કર્યા પછી તેના અંગે નિશ્ચય થાય તે અપાય” અથવા “અવાય'. એમાં વિચારણા પછીનું અવધાન થાય છે; એકાગ્રતા થાય છે, કાચો નિશ્ચય થાય છે. અવગ્રહ થયા પછી વિશેષ રૂપે – સમાવેશ ધારણામાં થાય છે. આ પુસ્તક હોવું જોઇએ' એવી સંભાવના તે અપાય. ઇહા અને અપાયનો સમાવેશ perception માં થાય છે. પછી આ પુસ્તક જ છે અને બીજું નથી એવો નિશ્ચય તે ધારણા. આ ધારણાનો સમાવેશ knowledge માં થાય છે. અપાયથી થયેલો કાચો નિર્ણય સ્થાયી રહેતો નથી, બીજા વ્યાપારમાં જતાં તે ચાલ્યો જાય છે. પાકો નિશ્ચય જતાં જતાં પોતાની પાછળ સંસ્કાર મૂકી જાય છે. અને ભવિષ્યમાં પ્રસંગ મળતાં એ સંસ્કાર તાજા થાય છે. આ સર્વ મતિવ્યાપાર (પાકા નિશ્ચયથી માંડીને તેણે પાડેલા સંસ્કારથી જન્મતી સ્મૃતિ એ સર્વ)નો સમાવેશ ધારણામાં થાય છે. આ પ્રકારે વિચારતાં સમજાય છે કે વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર અને અર્થાવગ્રહના છ પ્રકાર મળી કુલ દશ પ્રકાર અવગણના થાય છે. તે પછીથી વિશેષ જ્ઞાનનો ક્રમ શરૂ થાય છે, તેમાં ઇહા, અપાય અને ધારણા તે પ્રત્યેકના છ પ્રકારની ગણતરી કરતાં મતિજ્ઞાનના અઢાવીશ પ્રકાર થાય છે. તેમાં અવગ્રહનો કાળ એક સમયનો છે, ઇહા તથા અપાયનો વધારેમાં વધારે કાળ અર્થમુહૂર્ત (૨૪ મિનિટનો)નો છે, અને ધારણાનો કાળ માપ વગરનો છે, આ વિશે થોડાં ઉદાહરણો સમજવાથી સ્પષ્ટતા થશે. ૧૯૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ધડાકો થયો કાનને અથડાયો – અવ્યક્તપણે સંબંધ થયો તે શ્રવણેંદ્રિયનો વ્યંજનાવગ્રહ (૧) કંઇક ફાટયું એવું અવ્યક્ત જ્ઞાન તે અર્થાવગ્રહ (૨) આ અવાજ બોંબનો હશે એવી વિચારણા તે ઇહા (૩) આ અવાજ બોંબનો છે તેવો નિર્ણય તે અપાય (૪) આ નિર્ણય ધારી રાખવો તે ધારણા (૫) — કોઈ આકાર જોયો - — આંખને વસ્તુનો સ્પર્શ ન હોવાથી વ્યંજનાવગ્રહ નથી કંઇક આકાર જોયો તેવો અર્થાવગ્રહ થયો (૬) તે ઝાડ છે કે પુરુષ ? તેવી વિચારણા તે ઇહા (૭) તે ચાલતો નથી માટે ઝાડ છે તે અપાય (૮) આ નિર્ણય ધારી રાખવો તે ધારણા (૯) દૂરથી ગંધ આવી ગંધના પરમાણુનો નાક સાથે સંબંધ થયો અને ગંધ છે તે ખ્યાલ આવવો તે વ્યંજનાવગ્રહ (૧૦) કંઈક સુગંધ છે તેવું અવ્યક્ત જ્ઞાન તે અર્થાવગ્રહ (૧૧) એ કસ્તુરી કે કપુરની સુગંધ છે તેવી વિચારણા તે ઇહા (૧૨) આ ગંધ ઠંડકવાળી હોવાથી કપુરની છે એવો વિચાર તે અપાય (૧૩) આ કપુરની જ વાસ છે તે ધારણા (૧૪) જીભથી કડવો લીમડો ચાખ્યો – આ રસ છે તેવું અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ (૧૫) કંઈક કડવી ચીજ છે તે અર્થાવગ્રહ (૧૬) ૨૦૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ લીમડો કે કરિયાતું હશે તેવી વિચારણા તે ઇહા (૧૭) લીમડાની કડવાશ લાગે છે તે અપાય (૧૮) તેનો નિર્ણય ધારવો તે ધારણા (૧૯) હાથને બરફ અડયો – બરફનો પ્રથમ સમયનો સ્પર્શ તે વ્યંજનાવગ્રહ (૨૦) પોતાને કંઈક સ્પર્યું તેનું જ્ઞાન તે અર્થાવગ્રહ (ર૧) આ પાણી કે બરફ છે તે વિચારણા તે ઇહા (૨૨) આ બરફ હોવો જોઇએ એવો નિર્ણય તે અપાય (૨૩) બરફ હોવાનો નિર્ણય ધારવો તે ધારણા (૨૪) સ્વપ્ન જોયું – મનને વ્યંજનાવગ્રહ નથી. સ્વપ્નમાં કંઇક જોયું તે અર્થાવગ્રહ (૨૫) મેં શું જોયું તેની વિચારણા તે ઇહા (૨૬) મેં સ્વપ્નમાં મિત્રને જોયો તે અપાય (૨૭) મિત્ર જોયાનો નિર્ણય ધારણ કરવો તે ધારણા (૨૮) આ પ્રકારે વિચારતાં મતિજ્ઞાનના અઢાવીશ પ્રકાર સમજાય છે. અને તેના ભેદો પ્રભેદો સહિત વિસ્તાર કરવાથી કુલ ૩૪૦ પ્રકાર ગણાય છે. આ મતિજ્ઞાનને આવરણ કરનાર કર્મ મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. શ્રુતજ્ઞાન (૨) પોતાની જાણકારી બીજાને જણાવવાનું કાર્ય શ્રુતજ્ઞાન કરે છે. એટલે કે કોઈ પણ હકીકત બીજાને જણાવવા યોગ્ય સ્થિતિમાં મૂકવી તે શ્રુતજ્ઞાનની સ્થિતિમાં આવે છે. ૨૦૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આમ મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન વર્તમાનને અવલંબે છે, શ્રુતજ્ઞાનનો સંબંધ ભૂત તથા ભવિષ્ય સાથે પણ રહે છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું બાહ્ય કારણ છે, બાકી ખરું અંતરંગ કારણ તો શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંનેમાં મન અને ઇન્દ્રિયની દરમિયાનગિરિ તો જરૂર રહે છે, પણ મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનનું ફલક ઘણું વિસ્તૃત હોય છે. પોતાનો અભિપ્રાય અન્યને જણાવવા માટે મનનો કે ઇન્દ્રિયનો ઉપયોગ કરાતો હોવાથી શ્રુતજ્ઞાન બોલકું ગણાય છે. અન્ય જ્ઞાન મૂક છે. ઇન્દ્રિય અને મનના આધારે રહેલું આ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. મતિજ્ઞાનમાં મનોવ્યાપારની પ્રધાનતા હોય છે, જ્યારે શ્રુતજ્ઞાનમાં વિચારના અંશોની મુખ્યતા અને અધિક્તા હોય છે. એમાં આગળ પાછળના સંબંધનું અનુસંધાન જળવાય છે. આથી મતિજ્ઞાન કરતાં વિશેષ પરિપક્વતા શ્રુતજ્ઞાનમાં જોવા મળે છે. ટુંકમાં કહીએ તો જ્ઞાનને જ્યારે ભાષામાં ઉતારવામાં આવે, એમની પાસેથી બીજાને તે જ્ઞાન પસાર કરવામાં આવે ત્યારે તે શ્રુતજ્ઞાન થાય છે. સામાન્ય રીતે આપણી સમજ પ્રમાણે શ્રુતજ્ઞાનની વિગતમાં શાસ્ત્ર તથા આગમોના જ્ઞાનની હકીકત હોય એમ લાગે છે. પરંતુ તે સિવાય પણ શ્રુતજ્ઞાન સંભવિત છે. મનુષ્ય સિવાયની અન્ય ગતિઓમાં તેમજ અસંજ્ઞીપણામાં પણ શ્રુતજ્ઞાન છે. એવું શ્રી તીર્થકર પ્રભુનું વિધાન સ્પષ્ટ કરે છે કે બીજાને જણાવવા યોગ્ય સ્થિતિમાં મૂકી શકાય તે સર્વ જ્ઞાન શ્રુતજ્ઞાનની કક્ષામાં આવે છે. એકેંદ્રિયપણામાં પણ શ્રુતજ્ઞાનનો અંશ રહેલો છે. અલબત્ત, જીવ જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે શ્રુતજ્ઞાન કુશ્રુત કે શ્રુત અજ્ઞાન રહે છે. ઇન્દ્રિય દ્વારા મૂર્ત વસ્તુનું જ્ઞાન થાય છે, અને મન દ્વારા અમૂર્ત પદાર્થોનું જ્ઞાન થાય છે. અમૂર્ત પદાર્થોનું પ્રથમ સામાન્ય જ્ઞાન થાય, તેનો આગળ પાછળનો સંબંધ વિચારપંથમાં ન આવે ત્યાં સુધી તે જ્ઞાન મતિજ્ઞાનની કક્ષામાં રહે છે, એમાં અધિક અંશો થાય ત્યારે તે શ્રુતજ્ઞાનની કક્ષામાં આવે છે. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં પાંચ ઇન્દ્રિયોથી માત્ર મતિજ્ઞાન થાય છે, અને મનથી મતિ તથા શ્રત બંને જ્ઞાન થાય છે. ૨૦૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ વ્યવહારમાં મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જ્ઞાન તે મતિજ્ઞાન અને શ્રવણ થવાથી થયેલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાનનું મનન થઈ પ્રગમ્યું તે પાછું મતિજ્ઞાન થાય છે, આમ શ્રુતજ્ઞાન મતિ વિના થઈ શકતું નથી અને એ જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઇએ. આમ આ બંને જ્ઞાનને એકબીજા સાથે કાર્યકારણ સંબંધ છે. તેથી આત્માને લગતાં મુખ્ય શાસ્ત્રોને સામાન્યપણે જૈન પરંપરામાં શ્રુતજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. શ્રી ગણધરજીની સહાયથી અન્ય આચાર્યો શ્રી તીર્થંકર પ્રભુના ઉપદેશને ભાષામાં ઉતારી ગ્રંથસ્થ કરે છે, આ ગ્રંથો અંગશ્રુત (અંગ પ્રવિષ્ટ) કહેવાયા છે. આવા બાર અંગો વર્તમાનમાં ગણાયા છે: આચારંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ), જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાતિકદશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દૃષ્ટિવાદ. આ સિવાયનાં આગમ સૂત્રોને અંગબાહ્ય શ્રુત તરીકે ઓળખાવ્યાં છે. આ અંગશ્રુત અને અંગબાહ્યશ્રુત શ્રુતજ્ઞાનનાં અગત્યનાં શાસ્ત્રો ગણાયા છે. તેમાં દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ચરણકરણાનુયોગ અને ગણિતાનુયોગ એ ચારે અનુયોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંતના તત્કાલીન તથા તે પછી રચાયેલાં આત્મલક્ષી શાસ્ત્રોનો સમાવેશ પણ અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં થયો છે. આ બધાં શ્રુતશાસ્ત્રો પરથી શ્રુતજ્ઞાનના ચોદ અથવા વીશ પ્રકાર જુદી જુદી અપેક્ષાથી ફલિત થાય છે. તેમાં ચૌદ પ્રકાર વિશેષ પ્રચલિત છે. આ ચૌદ પ્રકાર – અક્ષરશ્રુત, - અનક્ષરશ્રુત; સંજ્ઞીશ્રુત – અસંજ્ઞીશ્રુત; સમ્યકશ્રુત મિથ્યાશ્રુત; સાદિૠત – અનાદિઋત; સપર્યવસિત શ્રત – અપર્યવસિતશ્રુત; ગમિક શ્રત – અગમિક મૃત; અંગપ્રવિષ્ટ શ્રત – અંગબાહ્ય શ્રુત. અક્ષરભૃત – અનક્ષરશ્રુત અક્ષરદ્યુતના ત્રણ પ્રકાર છે. સંજ્ઞા અક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યાક્ષર. સંજ્ઞાક્ષર એટલે લખવામાં વપરાતી લિપિ. ગુજરાતી, બાળબોધ, ઉર્દુ ઇત્યાદિ. વ્યંજન અક્ષર એટલે કક્કા બારાક્ષરીનો ઉચ્ચારથી નિર્દેશ કરવો. અને લધ્યાક્ષર એટલે શબ્દ સાંભળવાથી કે વાંચવાથી જે અર્થબોધ થાય છે. આમ લેખન તે સંજ્ઞાક્ષર, વાંચન તે વ્યંજનાક્ષર ૨૦૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અને તેનાથી થતું રિજ્ઞાન તે લબ્યાક્ષર કહી શકાય, અભિલાપ્ય ભાવોનું પ્રતિપાદન કરનાર પ્રધાનશ્રુત તે અક્ષરશ્રુત છે. કોઈ જીવ પોતાના ભાવો અક્ષરના ઉપયોગ વગર જણાવે તે અનક્ષર શ્રુત છે. શિરકંપન, હલનચલન આદિ દ્વારા હાવભાવ કરી પોતાના ભાવને વ્યક્ત કરવા, વગર અક્ષરે હાથની સાનથી, આંખના મિચકારાથી વગર બોલ્યે ભાવ જણાવવા એ સર્વ અનક્ષ૨શ્રુતમાં સમાય છે. સંજ્ઞીશ્રુત – અસંજ્ઞીશ્રુત જેનાથી ભૂત, વર્તમાન, ભાવિના વિચાર કરવાની, સારાસારનું તોલન કરવાની શક્તિ જાગે છે તે સંજ્ઞા. આ સંજ્ઞાના ત્રણ પ્રકાર છેઃ દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી. અતીત, અનાગત ઘણા કાળનું ચિંતવવું તે દીર્ઘકાલિકી. ચારે ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. પોતાનાં તત્કાલીન હિત ઉપર નજર રાખી ઇષ્ટમાં પ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ કરવી તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા. આ સંજ્ઞા સંજ્ઞી તેમજ અસંશી એમ બંને પ્રકારનાં જીવોને સંભવે છે. જેને મોહાદિના ક્ષયોપશમને કારણે સમ્યક્દષ્ટિપણું આવે છે તેને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા આવે છે. આમ ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને ત્રણે પ્રકારનું સંજ્ઞીશ્રુતપણું સંભવે છે. સર્વ અસંજ્ઞી જીવોને દીર્ઘકાલિકી તથા દૃષ્ટિવાદોપદેશિકી શ્રુત સંભવતું નથી, પણ તેઓને માત્ર હેતુવાદોપદેશિકી શ્રુત સંભવે છે. મન વગરના એક થી પાંચ ઇન્દ્રિયવાળા જીવોને માત્ર ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું શ્રુત જ્ઞાન તે અસંજ્ઞીશ્રુત કહેવાય છે. સભ્યશ્રુત – મિથ્યાશ્રુત કોઈ પણ વસ્તુનો વાસ્તવિક બોધ થવો તે સભ્યશ્રુત છે. પક્ષપાતી બુદ્ધિ ન રાખતાં, દુરાગ્રહ કે અભિનિવેશ ન રાખતાં વાસ્તવિક હકીકત જેમ છે તેમ સ્વીકારવી, બીજાને જણાવવી આદિ સમ્યક્ શ્રુત છે. સમ્યક્દષ્ટિને આવું સમ્યક્ શ્રુત સંભવે છે. ૨૦૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ તેનાથી વિરુધ્ધ વગર પરીક્ષાએ પોતાની માન્યતાને જ દુરાગ્રહથી પકડી રાખવી, અન્ય સમક્ષ પ્રગટ કરવી, એકાંત બુદ્ધિનો જ આશ્રય રાખવો, ખોટી વાતોને જ મહત્ત્વ આપવું વગેરે મિથ્યાશ્રુતમાં સમાય છે. આવું મિથ્યાશ્રુત મિથ્યાત્વીને સંભવે છે. સાદિૠત – અનાદિૠત; સપર્યવસિત કૃત – અપર્યવસિત શ્રુત જે શ્રુતજ્ઞાનની શરૂઆત છે તે સાદિ શ્રુત, અને જેને શરૂઆત નથી તે અનાદિ શ્રત. જે જ્ઞાનનો અંત હોય તે સપર્યવસિત શ્રત. અને જેનો અંત ન હોય તે અપર્યવસિત શ્રત છે. આ ચાર વિભાગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આ ચારે પ્રકારમાં વ્યક્તિ અને ક્ષેત્રને લઈને ભેદ પડે છે. શ્રી તીર્થકર પ્રભુ જ્ઞાનની પ્રરૂપણા કરે અને દ્વાદશાંગીની રચના થાય તે અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ શ્રત છે. સમષ્ટિની દૃષ્ટિએ જ્ઞાનનો પ્રવાહ અનાદિકાળથી ચાલતો આવ્યો છે, તેથી અનાદિધૃત પણ છે. એક વ્યક્તિને કેવળજ્ઞાન થાય ત્યારે શ્રુતનો અંત થાય છે આથી સંપર્યવસિત શ્રુત છે. પરંતુ પ્રાણી સમસ્તની અપેક્ષાએ શ્રુતનો અંત નથી, તેથી તે અપર્યવસિત શ્રત પણ છે. અમુક ક્ષેત્રમાં અમુક કાળે કેવળજ્ઞાન થાય કે ન થાય, અને કેવળજ્ઞાન થાય ત્યારે શ્રુતજ્ઞાન રહેતું નથી તેથી શ્રુતના આદિ તેમજ અંતના ભેદ સ્થા છે. અમુક વિષયના જ્ઞાનને આદિ અંત હોઈ શકે, બાકી અક્ષરનો અનંતમો ભાગ સર્વ જીવને ખુલ્લો જ હોય છે, એ અપેક્ષાએ શ્રુત અનાદિ અપર્યવસિત થાય છે. તીર્થની સ્થાપના સાથે શ્રુત સાહિશ્રુત બને છે, અને તીર્થ વિચ્છેદ પામે ત્યારે તે સપર્યવસિત બને છે. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને શ્રુતજ્ઞાન સાદિ-સાંત, અને અનાદિઅનંત એવા ભાગમાં વહેંચાય છે. તેનો કોઠો આ પ્રમાણે કરી શકાય. દ્રવ્ય થકી : એક પુરુષ આશ્રયીને સાદિ સપર્યવસિત છે. અનેક પુરુષ આશ્રયીને અનાદિ અપર્યવસિત છે. : ભરત – ઐરાવત આશ્રયીને સાદિ સપર્યવસિત છે. મહાવિદેહ આશ્રયીને અનાદિ અપર્યવસિત છે. ક્ષેત્ર થકી ૨૦૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કાળ થકી : ઉત્સર્પિણી – અવસર્પિણી આશ્રયી ને સાદિ સપર્યવસિત છે. નો ઉત્સર્પિણી નોઅવસર્પિણી આશ્રયીને અનાદિ અપર્યવસિત છે. ભાવ થકી : ભવસિદ્ધિયા આશ્રયીને સાદિ સપર્યવસિત છે. ક્ષયોપશમિક ભાવે અનાદિ અપર્યવસિત છે. ગમિકશ્રુત – અગમિકશ્રુત જે સૂત્રના પાઠ એક સરખા હોય તે ગમિક શ્રુત, અને જેના પાઠો એક સરખા ન હોય તે અગમિક શ્રુત છે. વિચ્છેદ ગયેલા બારમા અંગ દૃષ્ટિવાદના પાઠો - આલાવો એક સરખા હતા. આખો ગ્રંથ એક જ વૃત્તમાં હોય ઉદા.અનુષ્ટુપમાં તો તે ગમિક શ્રુત થાય. તેમાં આલાવોની વિવિધતા હોય તો તે અગમિક શ્રુત કહેવાય. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુત મૂળ આગમ ગ્રંથોનું શ્રુતજ્ઞાન અંગપ્રવિષ્ટ છે, તેમાં આપેલું જ્ઞાન ખૂબ આધારભૂત અને માનનીય છે. તે પરથી રચાયેલા ઉપાંગો, પ્રકરણ ગ્રંથો, આવશ્યકો અને અન્ય આત્મલક્ષી ગ્રંથો અંગબાહ્ય શ્રુતમાં સમાય છે. આ વિશે આપણે અગાઉ વિચાર્યું છે. આ બધી વિચારણા કરવાથી ફલિત થાય છે કે શ્રુતજ્ઞાનના આ ચૌદ વિભાગો વૈયક્તિક રીતે અને શાસ્ત્રરચનાને આધારે થયાં છે. તેમાં જ્ઞાન તથા અજ્ઞાન બંનેનો સમાવેશ થયેલો છે. અહીં અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન એ અર્થ સમજવાનો છે. વળી જૈન દર્શનના આધારે શ્રુતજ્ઞાનના વીશ ભેદો પણ બતાવવામાં આવ્યા છે. તેમાં જૈન શાસ્ત્રની વિચારણાને પ્રાધાન્ય આપવા ઉપરાંત જ્ઞાનના આવિષ્કરણનું પૃથક્કરણ પણ થયેલું છે. તે પ્રકાર છે: પર્યાયશ્રુત-પર્યાયસમાસશ્રુત, અક્ષરશ્રુત-અક્ષરસમાસશ્રુત; પદશ્રુતપદસમાસશ્રુત; સંઘાતશ્રુત-સંઘાતસમાસશ્રુત; પ્રતિપત્તિશ્રુત-પ્રતિપત્તિસમાસશ્રુત; અનુયોગશ્રુત-અનુયોગસમાસશ્રુત; પ્રાભુતપ્રાભુતશ્રૃત-પ્રાકૃતપ્રાકૃતસમાસશ્રુત; પ્રાકૃતશ્રુત - પ્રાકૃતસમાસશ્રુત; વસ્તુશ્રુત - વસ્તુસમાસશ્રુત; પૂર્વશ્રુત - પૂર્વસમાસશ્રુત. ૨૦૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ આમ શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીશ પ્રકાર ગણાય છે. એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાનના ચાર ભેદ વિચારી શકાય. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની દ્રવ્યથી સર્વ દ્રવ્યોને જાણે, જૂએ નહિ, ક્ષેત્રથી લોકલોકના સર્વ ક્ષેત્રોને આદેશ જાણે; કાળથી સર્વ કાળને ભૂત, વર્તમાન અને ભાવિને જાણે, અને ભાવથી આદેશે સર્વ પર્યાયોને જાણેઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની કેવળજ્ઞાન સમાવડો હોય. પણ તેનું જ્ઞાન આદેશથી હોય, મન દ્વારા હોય. આ જ્ઞાન વ્યવહારથી પ્રત્યક્ષ કહેવાય પણ પરમાર્થે પરોક્ષ જ્ઞાન છે. આ જ્ઞાનને આવરણ કરે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. અવધિજ્ઞાન (૩) અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય કહેવાય. લોકનાં છ દ્રવ્યમાં એક માત્ર પુગલમાં જ આ ગુણો છે, બાકી સર્વ અરૂપી પદાર્થો છે. તેથી કહી શકાય કે અવધિજ્ઞાનમાં માત્ર પુદગલનું જ જ્ઞાન સંભવે છે. તે દ્રવ્ય ગમે તેટલું નાનું કે સૂક્ષ્મ હોય, અથવા મોટું કે મહાકાય હોય તો પણ તે સર્વ રૂપી દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય થઈ શકે છે. અવધિજ્ઞાનવાળો જીવ આ રૂપી દ્રવ્યોને પોતાની મર્યાદાના પ્રમાણમાં, સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ કે આંખ આદિ ઇન્દ્રિયની સહાય વગર સીધેસીધા જાણી તથા જોઈ શકે છે. અવધિ એટલે મર્યાદા. જીવને અવધિજ્ઞાનાવરણનો જેટલો ક્ષયોપશમ થયો હોય, તેટલા પ્રમાણમાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને રૂપી પદાર્થને જાણી તથા જોઈ શકે છે. અને તેમ કરવામાં તે માત્ર મનની સહાય લે છે, ઇન્દ્રિયાદિની સહાયની તેને જરૂર પડતી નથી. આમ આ જ્ઞાન મુખ્યતાએ આત્માની વિશુદ્ધિને કારણે પ્રગટતું હોવાથી અપરોક્ષ અથવા અર્ધ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન ભવપ્રત્યય કે ગુણપ્રત્યય હોય છે. દેવગતિ કે નરકગતિમાં સર્વ દેવ કે નારકીને આ જ્ઞાન હોય છે. ગતિનાં કારણે ઉત્પન્ન થતું આ જ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. મનુષ્ય કે તિર્યંચ ગતિમાં આકરી તપશ્ચર્યા કરવાથી, સાહિત્યસેવા કે જ્ઞાનની બળવાન આરાધનાના પરિણામે જીવને અવધિજ્ઞાનની ઉત્પત્તિ થાય તો તે ગુણપ્રત્યય કહેવાય છે. ૨૦૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રૂપી દ્રવ્યનાં દર્શનનાં અનેક ભેદ થઈ શકે છે, એટલે અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ પણ થઈ શકે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ આ જ્ઞાનના ચાર પ્રકાર થાય. દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાની ઓછામાં ઓછા અનંત રૂપી દ્રવ્યોને જાણે તથા જૂએ, અને ઉત્કૃષ્ટતાએ સર્વ રૂપી દ્રવ્યોને જાણે - જૂએ. ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યથી અંગુળના અસંખ્યાતમા ભાગનાં ક્ષેત્રમાં વિસ્તરે અને ઉત્કૃષ્ટથી લોકનાં આખા ક્ષેત્રને આવરી લે છે. અસત્ કલ્પનાથી અલોકમાં લોકપ્રમાણ અસંખ્ય ખંડોને જાણે – દેખે. કાળથી અવધિજ્ઞાની એક સેકંડના લાખમાં ભાગ જેટલા કાળનાં રૂપી દ્રવ્યને જાણે દેખે, અને ઉત્કૃષ્ટથી અતીત અનાગત કાળનાં સર્વ રૂપી દ્રવ્યોને જાણે – જૂએ. ભાવથી અવધિજ્ઞાની રૂપી દ્રવ્યના અનંત ભાવોને (પર્યાયોને) જાણે જૂએ. અનંતના અનંત ભેદો હોવાને લીધે, જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ ભાવ અવધિજ્ઞાનમાં અનંતશબ્દનો ઉપયોગ ઉચિત છે. સમ્યક્રદૃષ્ટિ સહિત થયેલું અવધિજ્ઞાન તે સાચું જ્ઞાન છે, તે સિવાયનું મિથ્યાષ્ટિ સહિતનું અવધિજ્ઞાન કુઅવધિ કે વિર્ભાગજ્ઞાન તરીકે ઓળખાય છે. વિર્ભાગજ્ઞાની અવળું, મુદ્દાવગરનું કે ઊંધું પણ જાણે. આવું વિર્ભાગજ્ઞાન મિથ્યાત્વી દેવો તથા નારકીને હોય છે. અને અવધિજ્ઞાન સમ્યકત્વી દેવો તથા નારકીને અને છગ્નસ્થ સમ્યકત્વી મનુષ્ય તથા તિર્યંચને પણ થાય છે. દ્રવ્ય અનંતાનંત હોવાથી અવધિજ્ઞાનનાં અસંખ્ય ભેદ થઈ શકે, પણ સરળતાથી સમજવા માટે તેનાં મુખ્યતાએ પ્રકાર શાસ્ત્રમાં જણાવ્યા છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ અવધિજ્ઞાન. અનુગામી અવધિજ્ઞાન અનુગામી અવધિજ્ઞાન જ્ઞાની જ્યાં જાય ત્યાં સાથે જાય છે. એટલે કે કોઈ જીવને દશ માઈલના વિસ્તારનું અવધિજ્ઞાન થયું હોય તો તે વિસ્તારમાં રહેલ રૂપી પદાર્થોને જાણે જૂએ. અને એ જીવ જ્યાં જાય ત્યાંથી દશ માઈલના વિસ્તારના રૂપી પદાર્થોને જાણે દેખે. ઉદા. એ જીવ આજે મુંબઈમાં હોય તો મુંબઈથી દશ માઈલના વિસ્તારમાં જાણે ૨૦૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ દેખે, અને પછી તે કલકત્તા જાય તો ત્યાંથી દશ માઈલના વિસ્તારમાં જાણે જૂએ. આંખની માફક અનુગામી અવધિજ્ઞાન સાથે જાય છે. અનનુગામી અવધિજ્ઞાન જે સ્થળે અવધિજ્ઞાન થયું હોય તેની ક્ષેત્રમર્યાદામાં તે જ્ઞાન રહે, એ મર્યાદાની બહાર જો અવધિજ્ઞાની જાય તો અવધિજ્ઞાન સાથે ન જાય. આ જ્ઞાનને વીજળીના દીવાની સાથે સરખાવી શકાય. તે જ્યાં હોય ત્યાં પોતાનાં ક્ષેત્રમાં જ પ્રકાશ આપે છે, બીજે આપે નહિ. જે સ્થાને જે મર્યાદાએ એ જ્ઞાન થયું હોય, તેટલું જ રહે, અને ત્યાં જ રહે, પણ સાથે ન ચાલે તે અનનુગામી અવધિજ્ઞાન. વર્ધમાન અવધિજ્ઞાન અવધિજ્ઞાન થયા પછી, ઉત્તરોત્તર તેનો વિસ્તાર વધતો જાય અને પરિણામ વિશુદ્ધિથી ક્ષેત્રમાં વધારો થતાં થતાં લોકના છેડા સુધી પણ પહોંચી જાય તે ત્રીજું વર્ધમાન અવધિજ્ઞાન. સારા અધ્યવસાય, ઉત્તમ વર્તન અને યોગસાધનાથી ક્ષેત્રમર્યાદા મોટી થતી જાય છે. અગ્નિમાં ઈધન નાખતાં અગ્નિ વધતો જાય તેની જેમ. હીયમાન અવધિજ્ઞાન અવધિજ્ઞાન ઉત્પન્ન થતી વખતે તેનું ક્ષેત્ર ફલક મોટું હોય, પછી પરિણામ ઢીલાં થતાં જાય, સામગ્રી અલ્પ થવાથી જ્ઞાનનું ક્ષેત્ર સંકોચાતું જાય, આવું હાનિ પામતું અવધિજ્ઞાન હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. ક્રમથી ઘટતું જતું અવધિજ્ઞાન હીયમાન ગણાય. પ્રતિપાતી અવધિજ્ઞાન પ્રાપ્ત થયેલું અવધિજ્ઞાન ચાલ્યું જાય કે વિલીન થઈ જાય ત્યારે તે પ્રતિપાતી બને છે. કુંક મારતાં દીવો ઓલવાય તેમ નિમિત્ત મળતાં પ્રગટેલું જ્ઞાન લુપ્ત થાય તે ૨૦૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રતિપાતી અવધિજ્ઞાન છે. હીયમાન જ્ઞાન ક્રમથી ઘટે ત્યારે પ્રતિપાતી એક સપાટે ચાલ્યું જાય છે. અપ્રતિપાતી અવધિજ્ઞાન થયેલું અવધિજ્ઞાન જાય નહિ, વધે અને ઉત્કૃષ્ટ રહે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન છે. ઘણેભાગે શ્રેણિ માંડતા પહેલાં એક અંતર્મુહૂત પહેલાં આ જ્ઞાન પ્રગટે છે, સ્થિર રહે છે અને પછી કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. અપ્રતિપાતી અવધિજ્ઞાનમાં સમસ્ત લોકનાં રૂપી દ્રવ્ય તથા અલોકના એક પ્રદેશને જાણવા તથા જોવામાં આવે છે. આ જ્ઞાનને પરમાવધિ જ્ઞાન પણ કહેવામાં આવે છે. જીવનાં અવધિજ્ઞાનને આવરણ કરનાર કર્મ અવધિજ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાય છે. મન:પર્યવ જ્ઞાન (૪) અવધિજ્ઞાનમાં રૂપી પદાર્થો જેવાં કે પુસ્તક, ઘડો, વાસણ આદિ દેખાય છે, પણ તેનો ઉપયોગ કરનારના મનના ભાવો જાણી શકાતા નથી. વસ્તુને જતી, આવતી, ઉત્પન્ન થતી કે નાશ પામતી જોઈ શકાય પણ તેમાં તે વસ્તુ કે સ્થિતિ અંગે પ્રાણીમાં થતા ભાવ તેમાં જાણી શકાતા નથી. આ મનોગત ભાવો જીવ મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના ભાવો જાણે છે. કારણ કે વિચાર કે અધ્યવસાય રૂપી છે. જીવ વિચાર કરે ત્યારે મનોવર્ગણાના પરમાણુઓ અમુક આકાર ધારણ કરે છે, તેની જાણકારી અને વિશ્લેષણ કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની ભાવોની જાણકારી પામે છે. પરંતુ મન:પર્યવજ્ઞાની અસંજ્ઞી જીવોના ભાવો જાણી શકતા નથી. મન:પર્યવ જ્ઞાન આત્માની ઉચ્ચ શુધ્ધ અવસ્થા વિના પ્રાપ્ત કરી શકાતું નથી. મન:પર્યવ જ્ઞાનના બે પ્રકાર કહ્યા છે. ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિ જ્ઞાન બીજાનાં મનના પર્યાયોને સમાન્યપણે જાણે છે, જ્યારે વિપુલમતિ જ્ઞાન મનનાં ૨૧૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ પર્યાયોને ઘણા વિશેષ પણે જાણી શકે છે. ઉદા. કોઈ પ્રાણી ઘડાનું ચિંતવન કરે તો ઋજુમતિ જ્ઞાનવાળો ઘડાનું ચિંતવન કર્યું તેટલું જ જાણે. પરંતુ વિપુલમતિ જ્ઞાનવાળો તે ઘડો ત્રાંબાનો છે, લાલ રંગનો છે, અમુક જગ્યાએ ઘડેલો છે, આટલા કદનો છે વગેરે વિગતો સ્પષ્ટતાથી જાણી શકે છે. મનના વિચારને કારણે પરમાણુઓ અમુક આકાર ધારણ કરે છે, આ આકારને જાણી તેનો અર્થ સમજી શકે તે મન:પર્યવ જ્ઞાન. મનોવર્ગણા પૌત્રલિક હોવાથી વિચાર અનુસાર તેના આકાર ઘડાય છે અને તે જ્ઞાનનો વિષય થાય છે. દ્રવ્યથી મન:પર્યવજ્ઞાની અનંત પ્રદેશવાળા અનંત પદાર્થોને જાણે છે. મન:પર્યવજ્ઞાનીનું ક્ષેત્ર અઢીદ્વીપ બતાવવામાં આવ્યું છે, ઉપર જ્યોતિશ્ચક્ર સુધી અને નીચે રત્નપ્રભા નરક સુધી એનું ક્ષેત્ર વિસ્તરે. કાળથી મન:પર્યવજ્ઞાની ભૂતમાં થયેલા, વર્તમાનમાં વર્તતા અને ભાવિમાં થવાના મનોગત ભાવોને જાણી શકે છે. ભાવથી તેઓ મનોગત અસંખ્ય પર્યાયોને જાણે છે. આ જ્ઞાનમાં ઇન્દ્રિયનો ઉપયોગ થતો નથી, માત્ર મનનો જ ઉપયોગ રહેલો છે. આત્માનાં શુદ્ધ ચારિત્ર અને અંતરંગ વિશુદ્ધિના પ્રભાવથી જ આ જ્ઞાન પ્રગટી શકે છે. ઇન્દ્રિયના ઉપયોગ રહિત અને માત્ર મનના ઉપયોગ સહિતનું આ જ્ઞાન અપરોક્ષ કે અર્ધ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનને આવરણ કરે તે મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ છે. કેવળજ્ઞાન (૫) ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાય છે. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રવર્તે છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે. અને એ વખતે અન્ય ચાર જ્ઞાનો, મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ પૂર્ણ શુધ્ધતા પામી કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. આ જ્ઞાન કરવામાં ઇન્દ્રિય કે મનનો જરાપણ ઉપયોગ આત્માને કરવો પડતો નથી, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. ૨૧૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ જ્ઞાન રૂપી, અરૂપી સર્વ દ્રવ્યોને સમકાળે જાણે છે. તેમાં ભેદ નથી, પ્રકાર નથી, અલ્પ કે વિશેષપણું નથી, તરતમતા નથી, ઉત્કૃષ્ટતા કે કનિષ્ઠતા નથી. તે સર્વ દ્રવ્યને સર્વ પર્યાય અને ગુણ સાથે જાણે છે, સાથે સાથે સર્વ ભાવોને પણ જાણે છે. એમાં અંશ માત્ર ફેર થતો નથી, સ્પષ્ટતામાં લેશ પણ ખામી નથી, સમય કે સ્થળનો તેમાં સંકોચ નથી કે વધઘટ નથી. માટે આ જ્ઞાનનો એક જ પ્રકાર છે. આ જ્ઞાનને આવરણ કરનાર કર્મ કેવળજ્ઞાનાવરણીય કહેવાય છે. મતિ તથા શ્રુત એ બે પરોક્ષ જ્ઞાનમાં પ્રથમ સામાન્ય બોધ (દર્શન) થાય છે, પછી વિશેષ બોધ (જ્ઞાન) થાય છે. અપરોક્ષ અને પ્રત્યક્ષ જ્ઞાનમાં, અર્થાત્ બાકીના ત્રણ જ્ઞાનમાં પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય છે. આ રીતે જ્ઞાનનો પરિચય થાય છે. મતિજ્ઞાનના ૨૮ ભેદ, શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ (અથવા ૨૦), અવધિજ્ઞાનના છે ભેદ, મન:પર્યવ જ્ઞાનના બે ભેદ અને કેવળજ્ઞાનનો એક ભેદ ગણતાં જ્ઞાનનાં કુલ એકાવન ભેદ થાય છે. પેટાભેદ અને પ્રભેદ સુધી પહોંચતા તેનાં અસંખ્ય પ્રકાર થઈ શકે છે. જ્ઞાનની આટલી સમજણ લીધા પછી તેને આવરણ કરનાર કર્મ જ્ઞાનાવરણની સમજ લઈ શકાશે. જ્ઞાન એ સૂર્ય છે, એ ચેતનનો મૂળ ગુણ છે, અને પોતે ચેતનરૂપ છે. તેના સ્વયંપ્રકાશિત જ્યોતિગુણની આડે આચ્છાદન કરવામાં આવે તેને આવરણ કહેવામાં આવે છે. દીવાની આડે કપડાંનો પડદો કર્યો હોય તો પ્રકાશ ઓછો દેખાય, વળી એકથી વધારે પડ કરાતાં જાય તેમ પ્રકાશ પણ ઘટતો જાય, એ જ પ્રમાણે જ્ઞાનપ્રકાશની આડે કર્મવર્ગણાના જેટલાં વધારે થર હોય તેટલું ઓછું જ્ઞાન સંભવે. આ જ્ઞાનને છાવરતાં કર્મવર્ગણાના થર જ્ઞાનાવરણીય કર્મ છે. જેટલા જ્ઞાનનાં ભેદ તેટલા પ્રકારનાં આવરણ હોય છે. આમ છતાં એક બાબત સ્મૃતિમાં રાખવા યોગ્ય છે કે જ્ઞાનાવરણ કર્મ ગમે તેટલું ભારે હોય છતાં જ્ઞાનનો અતિ અતિ સૂક્ષ્મ ભાગ તો ખુલ્લો જ હોય છે. જીવ ક્યારેય સંપૂર્ણતયા જ્ઞાનાવરણ કર્મથી છવાતો નથી. વળી, જ્ઞાનાવરણ કર્મની વચ્ચે રહેલો ૨૧૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ આત્મા તો ઝળહળતા સૂર્ય સમાન જ છે. તેનું જ્ઞાન ભરેલું જ છે, માત્ર તે આવરણો દૂર કરી જ્ઞાનને પ્રકાશિત કરવાની જરૂર છે. જ્ઞાનાવરણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. તે કર્મ આંખના પાટા જેવું છે. આંખમાં જોવાની શક્તિ છે, પણ આંખ પર કપડાંનો પાટો બાંધવાથી આ શક્તિ અટકી જાય છે. આવું જ જ્ઞાનાવરણ માટે છે. આ કર્મ ઘાતીકર્મ છે, તે આત્માના જ્ઞાનગુણનો ઘાત કરે છે, અને જ્ઞાનનાં મુખ્ય પાંચ પ્રકાર હોવાથી તેનાં આવરણ પણ મુખ્યતાએ પાંચ પ્રકારનાં છે. તેમાં પહેલાં ચાર દેશઘાતી છે, એટલે કે જેમ જેમ તે આવરણ ઘટતાં જાય તેમ તેમ જ્ઞાનનો ઉઘાડ થતો જાય છે. ત્યારે કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી છે, એટલે કે એ આવરણનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે, તે પહેલાં નહિ. આત્મા સિવાયના ૫૨૫દાર્થોમાં સુખબુદ્ધિ કરવાથી, તથા જ્ઞાન અને જ્ઞાનીની અશાતના કરવાથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. મતિજ્ઞાનના આવરણથી સમજણ પર આવરણ આવે છે. શ્રુતજ્ઞાનાવરણના પ્રભાવથી ભણતાં કે ભણાવતાં ન આવડે, વાંચવાની રુચિ ન થાય, ભણેલું ભૂલી જવાય ઇત્યાદિ પરિણામ આવે છે. અવધિજ્ઞાનના આવરણથી રુપી પદાર્થની જાણકારી તૂટે છે, મન:પર્યવજ્ઞાનનું આવરણ જીવને મનનાં ભાવ જાણતાં રોકે છે. અને કેવળજ્ઞાનાવરણ સર્વજ્ઞપણાને અટકાવે છે. જ્ઞાન પોતે ચેતનરૂપ છે અને તેનાં આવરણો કાર્મિક, પૌદ્ગલિક છે. દર્શનાવરણ કર્મ “દર્શન” શબ્દના શબ્દકોષમાં સત્તાવીશ અર્થ આપેલા છે. તેમાંના આપણે જાણીતો અર્થ લઈએ તો “દેખવું” એ મુખ્ય અર્થ છે, બીજો ‘ધર્મ સંબંધી જ્ઞાન' થાય છે. ઉદા. જૈન દર્શન, બૌધ્ધ દર્શન ઇત્યાદિ. બાકી ઉપદેશ, નજરમાં આવવું, અભિપ્રાય આદિ અનેક અર્થ થાય છે. અહીં “દેખવું” એ અર્થમાં દર્શન શબ્દ પ્રયોજાયો છે. જાણવામાં અને દેખવામાં તફાવત છે. આપણે ચર્મચક્ષુથી જાણવા પહેલાં જોઇએ છીએ, પછી ૨૧૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેને જાણીએ છીએ. એ જ પ્રકારે અન્ય ઇન્દ્રિયોની બાબતમાં પણ પહેલાં દેખવાનું અને પછી તેને જાણવાનું બને છે. બીજી રીતે વિચારીએ તો છદ્મસ્થ જીવોને જ્ઞાન થતાં પહેલાં દર્શન થાય છે, પહેલા સમયની ઇન્દ્રિયથી થતી જાણકારી તે ‘દર્શન’ અને પછી થતી તેથી વિશેષ જાણકારી તે જ્ઞાન. આમ જીવને જ્ઞાન થતાં પહેલાં વસ્તુનો જે સામાન્ય બોધ થાય છે તે દર્શન. વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે પ્રકાર જાણકારી માટે હોય છે. સામે ઉભેલા પ્રકાશભાઈનો મનુષ્ય રૂપનો બોધ એ સામાન્ય દર્શન છે, અને પછી તેનાં આકાર, રૂપ, પહેરવેશ આદિથી થતો બોધ એ પ્રકાશભાઈ સંબંધીનું વિશેષ જ્ઞાન છે. આમ વિશેષ જ્ઞાન થતાં પહેલાં પદાર્થની જાતિનું જે દેખવું થાય છે તે દર્શન કહેવાય છે. પાંચ ઇન્દ્રિય અને છઠું મન એમાંના કોઈ એક કે અનેક સાધનોથી થતું પ્રથમ સમયનું સામાન્ય જાણપણું તે દર્શન કહી શકાય. આ દર્શનને આવરનાર કર્મ તે દર્શનાવરણીય કર્મ છે. | દર્શનાવરણ કર્મને વેદી અથવા પોળિયા સાથે સરખાવવામાં આવે છે. વેદી એટલે પ્રતિહારી અથવા દરવાન. કોઈ નામાંકિત વ્યક્તિ કે રાજાને મળવા જવાનું હોય ત્યારે તેમને દરવાન મારફત સંદેશો પહોંચાડવો પડે છે. દરવાન સમાચાર આપી પરવાનગી ન લાવે ત્યાં સુધી રાજા કે નામાંકિત વ્યક્તિને મળવાનું થઈ શકતું નથી. અને રાજા કે વ્યક્તિ મળવા આવનાર બહારના માણસને જાણી શકતા નથી. એ રીતે જ્યાં સુધી દર્શનાવરણ કર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવને અર્થનો સામાન્યપણે પણ અવબોધ થઈ શકતો નથી. જે કર્મથી જે પ્રકારનું દર્શન અટકે તે તેનું આવરણ કહેવાય. એટલે દર્શનાવરણ કર્મને વેદી - પ્રતિહારી સાથે સરખાવ્યું છે. પ્રતિહારી વચ્ચે આડો આવે ત્યાં સુધી બે મુલાકાતીઓ મળી શકતા નથી. આ દર્શનાવરણ કર્મ સામાન્ય બોધની આડે આવે છે. દર્શનાવરણ હોય ત્યાં તેના પૂરતું જ્ઞાનાવરણ જરૂર હોય છે. દર્શનાવરણના ચાર પ્રકાર છે. ચક્ષુદર્શનાવરણ (૬), અચક્ષુદર્શનાવરણ (૭), અવધિદર્શનાવરણ (૮), કેવળદર્શનાવરણ (૯) અને દર્શનને આવરણરૂપ નિદ્રાના ૨૧૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ પાંચ પ્રકારનો પણ દર્શનાવરણમાં સમાવેશ થાય છે. નિદ્રાના પાંચ પ્રકાર તે નિદ્રા (૧૦), નિદ્રાનિદ્રા (૧૧), પ્રચલા (૧૨), પ્રચલા પ્રચલા (૧૩) અને થિણદ્ધિ (૧૪) આમ બધા મળી દર્શનાવરણના કુલ નવ પ્રકાર થાય છે. ચક્ષુ – અચક્ષુ દર્શનાવરણ (૬-૭) આંખની મારફત વસ્તુનું દર્શન થવું તેને ચક્ષુદર્શન કહેવામાં આવે છે. અને આંખ સિવાયની ઇન્દ્રિયોથી એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન કહેવામાં આવે છે. આ પ્રકારનાં દર્શનને આવરણ કરે તે ચક્ષુદર્શનાવરણ તથા અચક્ષુદર્શનાવરણ ગણાય છે. એકથી ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને ચક્ષુ હોતાં જ નથી, તેથી તેમને બળવાનપણે ચક્ષુદર્શનાવરણ વર્તે છે એમ કહી શકાય. ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવોને ચક્ષુ તો હોય છે, પણ ચક્ષુદર્શનાવરણ કર્મના યોગથી તેમને તે ઇન્દ્રિય નબળી હોય અથવા તેનો ઘાત હોય તેમ બને છે. કોઈ અંધ, કોઈ રતાંધળા, કોઈ રંગ ન ઓળખી શકનાર આદિ ચક્ષુદર્શનાવરણ કર્મના પ્રભાવથી થાય છે. આવી રીતે જે જીવને બાકીની ઇન્દ્રિયોમાંથી કોઈ અપૂર્ણ હોય, નબળી હોય, અથવા મન ન હોય તેવી સ્થિતિ અચક્ષુદર્શનાવરણ કર્મના પ્રભાવથી થાય છે. આ કર્મના પ્રભાવથી એકેંદ્રિય જીવને મન તથા અન્ય ઇન્દ્રિયોનો ઘાત હોય છે, બે ઇન્દ્રિયને બીજી બે ઇન્દ્રિય તથા મનનો ઘાત હોય છે; ત્રણ ઇન્દ્રિયને શ્રવણેદ્રિય તથા મનની પ્રાપ્તિ આ કર્મનાં કારણે થઈ શકતી નથી. ચતુરેંદ્રિય જીવને મન તથા કર્ણની પ્રાપ્તિ થતી નથી, પંચેન્દ્રિય જીવ કેટલીયે વાર અસંજ્ઞીપણે જીવે છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવ અચક્ષુદર્શનાવરણ કર્મના પ્રભાવથી નબળી ઇન્દ્રિયો કે નબળી સંજ્ઞા સાથે જીવે છે, આ ઇન્દ્રિયો હીણી અથવા ખામીવાળી થાય છે. અવધિદર્શનાવરણ તથા કેવળદર્શનાવરણ (૮-૯) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવધિદર્શન અને સર્વ દ્રવ્યોના સામાન્ય અંશનો અવબોધ તે કેવળદર્શન. આ બંને દર્શનને ક્રમથી ૨૧૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અટકાવનાર કર્મ તે અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ કર્મ કહેવાય છે. અવધિદર્શનાવરણ રૂપી પદાર્થોનું દર્શન અટકાવે છે, અને કેવળદર્શનાવરણ સર્વ દ્રવ્યોનો સામાન્ય બોધ અટકાવે છે. અવધિદર્શનાવરણમાં રૂપી દ્રવ્યની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે મર્યાદા છે, અને કેવળદર્શનાવરણમાં સર્વ રૂપી – અરૂપી દ્રવ્યો અને ભાવ વિશેનું આવરણ આવી જાય છે. સામાન્ય બોધની આડે આવતું દર્શનાવરણ કર્મ વિશેષના જ્ઞાનને અટકાવી, તેને જોવા પણ દેતું નથી, આથી જ્યાં દર્શનાવરણ કર્મ હોય ત્યાં જ્ઞાનાવરણ કર્મ તેટલા પૂરતું હોય જ છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે અવધિદર્શન અને કેવળદર્શન, જે તેના જ્ઞાન સાથે સંબંધિત છે, તેનું દર્શનાવરણ કર્મ છે એટલે કે અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ કર્મ છે, તો તે જ પ્રમાણે મન:પર્યવ દર્શનાવરણ કેમ કહ્યું નથી? અવધિજ્ઞાન અને કેવળજ્ઞાનમાં પ્રથમ સમયનો પદાર્થનો અવબોધ રહેલો છે, આ દર્શન અવરાઈ શકે છે માટે આ બે માટે દર્શનાવરણ કર્મ કાર્યકારી થાય છે. પરંતુ મન:પર્યવ જ્ઞાનમાં તો સીધું વિશેષ ધર્મોનું જ જ્ઞાન થાય છે, તેમાં સામાન્ય બોધ થતો જ નથી, તેથી પ્રથમ સમયનો અવબોધ ન હોવાને કારણે તેનું દર્શનાવરણ કર્મ સંભવતું નથી. આ ચાર પ્રકારનાં દર્શનાવરણ કર્મને સાથ આપનારા નિદ્રાના પાંચ પ્રકારો પણ દર્શનાવરણ કર્મમાં સમાય છે. પ્રાણી ઊંઘમાં હોય ત્યારે તેનું દર્શન જરૂર અટકે છે. ઊંઘતો માણસ સામાન્ય બોધ ન પામે એ સમજાય તેવી બાબત છે. નિદ્રાથી ઇન્દ્રિયના વિષયો રુંધાય છે, અને તેથી સમસ્ત દર્શનનો ઘાત થાય છે. તેથી નિદ્રાને પણ દર્શનાવરણ કર્મના ભાગ તરીકે ગણવામાં આવે છે. પાંચ પ્રકારની નિદ્રા (૧૦-૧૪) નિદ્રાના પાંચ પ્રકાર છે. સુખે સૂતા હોય તેમાંથી સહેલાઇથી જાગી શકે, થોડો અવાજ કરવાથી, ધીમેથી બોલાવવાથી, થોડી અન્ય ક્રિયા કરતાં જ જાગી જવાય તે નિદ્રા. જે કર્મના ઉદયથી આવા પ્રકારની દર્શનને રોકનારી ઊંઘ આવે તે “નિદ્રા” નામનું દર્શનાવરણનું પેટા કર્મ છે. (૧૦) ૨૧૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ જીવને પાકી ઊંઘ આવે, તેને જગાડવા ઢંઢોળવો પડે, બૂમ પાડવી પડે, બારણા ખટખટાવવા પડે અર્થાત્ જેને જગાડતાં મુશ્કેલી થાય તેવા પ્રકારનું, સામાન્ય બોધને અટકાવનારું “નિદ્રા નિદ્રા” નામનું કર્મ પણ દર્શનાવરણ કર્મનું પેટા વિભાગીય કર્મ છે. (૧૧) આ પછીનું નિદ્રાનું સ્વરૂપ તે “પ્રચલા”. પ્રચલા નિદ્રામાં જીવ બેઠા બેઠા કે ઊભા ઊભા પણ ઊંઘે છે. મનુષ્ય તથા તિર્યંચને આવી ઊંઘ હોઈ શકે છે. બળદ, ઘોડા આદિને ઊભા ઊભા ઊંઘતા આપણે જોઇએ છીએ, તે આ પ્રકારની નિદ્રાને કારણે હોય છે. પ્રચલાથી ઉત્પન્ન થતી દર્શનની અંતરાય “પ્રચલા” નામનું દર્શનાવરણનું પેટાકર્મ છે. (૧૨) તેનાથી ઉચ્ચ કક્ષાનું નિદ્રાનું સ્વરૂપ તે “પ્રચલા પ્રચલા”. આ પ્રકારની નિદ્રાનો ઉદય આવે ત્યારે જીવને હાલતાં ચાલતાં ઊંઘ આવે છે. હાથી તો ચાલતાં ચાલતાં ઊંઘી શકે છે. ઘોડાના માટે તો કહેવાય છે કે તે દોડતાં દોડતાં પણ ઊંઘી શકે છે. આવી ઊંઘને કારણે જીવને સામાન્ય બોધ થતો અટકાય તે “પ્રચલા પ્રચલા” નામે દર્શનાવરણ કર્મનો પેટાભેદ છે. (૧૩) આવી ઊંઘના એક ભયંકર પ્રકારને થિણદ્ધિ (સ્યાનગૃદ્ધિ)નું નામ આપવામાં આવ્યું છે. આ ઊંઘના ઉદય વખતે જીવ ઊંઘમાં દિવસે ચિંતવેલું કામ રાત્રે કરતો હોય છે. રાતના ચા બનાવી પીએ, દુકાન ખોલી માલ વેતરે આદિ અનેક પ્રવૃત્તિ ઊંઘમાં જીવ કરે, અને પાછો પોતાના સ્થાને જઈ સૂઈ જાય. સ્યાન એટલે આત્માની એકઠી થયેલી શક્તિ, તેને સ્ત્યાનર્ધિ કહે છે. અને વૃદ્ધિ એટલે મનની એકઠી થયેલી ઇચ્છાઓ. આ નિદ્રામાં જીવનું બળ ખૂબ વધી જાય છે. જીવ પોતા પરનો કાબૂ ગુમાવી બેસે છે, અને પરવશ બનેલો જીવ ઊંઘની અસર નીચે ન ક૨વા યોગ્ય કેટલાય કાર્યો કરી બેસે છે. આ નિદ્રાથી આત્માના દર્શનગુણને આવરણ થાય છે. (૧૪) દર્શનાવરણ કર્મ ઘાતી કર્મ છે. તે આત્માના મૂળ દર્શનગુણને હાનિ કરે છે, જીવને સંસારમાં ૨ખડાવે છે; એટલું જ નહિ પણ જીવને થતા વિશેષ જ્ઞાનને પણ તે અટકાવનાર બને છે. દર્શન રોકાતાં જ્ઞાન રોકાઈ જાય છે. ૨૧૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય, તેવા પ્રકારનું આત્માનું વીર્ય સ્કુરાયમાન થાય, તે પ્રમાણે જીવ નવાં પરમાણુઓ ગ્રહણ કરે અને તે પ્રકારે નવો બંધ થાય. તેવો જ વિપાક ઉદય આવે. કોઈને અંધારામાં ન દેખાય તો તે એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે, અને જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત કાળની છે. પોતાની ઇચ્છાઓ પોષવા જીવ જે પ્રવૃત્તિ કરે છે, તેમાં જે એક થી ચાર ઇન્દ્રિય જીવોની અર્થાત્ જે અસંજ્ઞી જીવોની હિંસા થાય છે, તે હિંસાના કારણથી મુખ્યતાએ દર્શનાવરણ કર્મ બંધાય છે, આ કર્મ ઉપશમભાવે હોઈ શકતું નથી, ક્ષયોપશમ ભાવે જ હોય છે. વેદનીય કર્મ વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વેદનીય (૧૫) અને અશાતા વેદનીય (૧૬). શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને કારણે સર્જાય છે. તેથી જ્ઞાનીઓએ આ સુખને તલવારની ધાર પર ચોપડેલા મધને ચાટવાથી થતા સુખ જેવું ગણાવ્યું છે. આ સુખમાં પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવાતા પોલિક સુખોની ગણતરી કરવામાં આવી છે. શરીર તંદુરસ્ત હોય, હાલતાં ચાલતાં થાક ન લાગે, ઇન્દ્રિયના વિષયો ભોગવતી વખતે મનને સારું લાગે એ સર્વ શાતા વેદનીયનો ઉદય છે. સુખનો ખ્યાલ, ગતિ, સ્થાન, સંયોગના આધારે અલગ અલગ હોય છે. રાજાને રાજ્યના વૈભવમાં સુખ લાગે, ઝેરના કીડાને ઝેરમાં સુખ લાગે, વિષ્ટાના કીડાને વિષ્ટા મીઠી લાગે; ટૂંકામાં જીવની સુખની માન્યતા પ્રમાણે સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા વેદનીય. ૨૧૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ શરીરમાં રોગ થાય, અશાંતિ અનુભવાય, શરીરમાં દુ:ખાવો થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અર્થાત્ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. દેવ તથા મનુષ્ય ગતિમાં શાતા વેદનીય પ્રમાણમાં વધારે છે, ત્યારે નરક અને તિર્યંચ ગતિમાં અશાતા વેદનીય વધારે છે. વેદનીય કર્મ મુખ્યતાએ શરીરની શાતા અશાતા સાથે સંબંધ ધરાવતું જણાય છે, પરંતુ આ કર્મ આઠે કર્મને લાગુ પડે છે. એ કર્મોનું લોકપ્રસિધ્ધ વેદાવું સર્વ કાળે જણાતું નહિ હોવાથી લોકપ્રસિધ્ધ વેદનીયને અલગ જ ગણેલ છે. જીવ અન્ય કર્મ ભોગવતી વખતે જો શાતા વેદનીય ભોગવે તો તે શાતા વેઠે છે, અને અશાતા વેદનીય ભોગવે તો તે એ જ સ્થિતિમાં અશાતા ભોગવે છે. આમ વેદનીય કર્મને કારણે અન્ય કર્મોની સુવિધા અસુવિધા ઘણીવાર ફેરફાર પામી જાય છે. અને જીવ તોલન કરવામાં ભૂલાવામાં પડી જાય છે. કોઈ જીવ જ્ઞાનાવરણનો ઉદય વેદતો હોય, અને સાથે જો તેને શાતા વેદનીયનો ઉદય હોય તો જ્ઞાનાવરણનું વેદન તેને અકળાવતું નથી, પણ જો સાથે તેને અશાતા વેદનીયનો ઉદય હોય તો જ્ઞાનનું આવરણ તેને પીડા આપે છે, તે આવરણ તૂટે અને સાથે શાતા વેદનીય ઉદયમાં આવે ત્યારે જ તેને શાંતિ થાય છે. એ જ પ્રમાણે દર્શનાવરણ કર્મ એક જીવને ઉદયમાં હોય, તેની સાથેના શાતા કે અશાતા વેદનીયના ઉદય પ્રમાણે તેને શાંતિ કે અશાંતિ થાય છે. અને એ કર્મ હળવું થતાંની સાથે શાતા વેદનીયનો ઉદય આવતાં તે શાતા વેદે છે. એ જ રીતે મોહનીય કર્મનાં ઉદયમાં રાગ કે દ્વેષના ઉદય સાથે શાતા અશાતા વેદનીય ભળતાં જીવ શાતા અશાતા વેઠે છે. અને આ કારણથી કોઈને દ્વેષનો ઉદય હોય ત્યારે ક્રોધના ઉદયમાં શાતા વેદનીય ભળતાં ક્રોધ કરવો મીઠો લાગે છે; માયાના ઉદય સાથે અશાતા વેદનીય ભળે તો તે રાગ ખૂબ દુ:ખદાયી લાગે છે, વગેરે અકળાવનારા સંજોગો જીવથી અનુભવાય છે. નહિતર સમાન્ય રીતે વિચારીએ તો રાગથી સુખ અને દ્વેષથી અસુખ થવું જોઇએ. પણ તેમ થતું નથી ત્યારે શાતા કે અશાતા વેદનીયનું જોર કાર્યકારી થતું હોય છે. આયુષ્યના ભોગવટામાં શાતા વેદનીયથી આયુષ્ય પ્રિય લાગે છે, અશાતા વેદનીયના જોરમાં આયુષ્ય ૨૧૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પસાર કરવું દુ:ખરૂપ બને છે. નામકર્મની પ્રત્યેક પ્રકૃતિ સાથે અશાતા વેદનીયનો ઉદય તે કર્મના જોરને ગૌણ કરાવી જીવને શાતા કે અશાતાના અનુભવમાં લઈ જાય છે. અર્થાત્ નામકર્મની કોઈ પ્રકૃત્તિનો ઉદય હોય તેમાં શાતા વેદનીયના પ્રભાવથી તે પ્રકૃતિ જીવને શાતારૂપ લાગે છે, અને જો અશાતાનો ઉદય હોય તો તે પ્રકૃતિ જીવને અશાતારૂપ અનુભવાય છે. આ જ પ્રમાણે જીવ ઉચ્ચ કે નીચ ગોત્રના ઉદયમાં પણ સાથે વેદાતા શાતા અશાતા વેદનીય પ્રમાણે સુખદુ:ખ વેદે છે. વળી, અંતરાય કર્મનો ઉદય વેદતી વખતે પણ જીવ શાતા અશાતા અનુસાર અંતરાય કર્મને વેદતો હોય છે. કોઈને કોઈ પ્રકારની જ્ઞાનની અંતરાય હોય, પણ તેમાં જો શાતા વેદનીય હોય તો તે અંતરાય તેને જરા પણ અકળાવતી નથી, અને જ્યાં એમાં અશાતા વેદનીયનો ઉદય આવે કે તરત જ એ જ્ઞાનાંતરાય તેને ખૂબ દુઃખી કરી નાખે છે. આવું વેદનીય કર્મનું બળવત્તરપણું સર્વ અન્ય કર્મોના વેદનમાં ફેરફાર કરાવી નાખે છે. જીવ જ્યારે કર્મબંધ કરે છે ત્યારે એક સાથે સાત કે આઠ કર્મનો બંધ કરે છે. આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એક જ વખત થાય છે, તે સિવાયના કાળમાં જીવને સતત સાત કર્મના બંધ પડતા રહે છે. અને કર્મનો જે જથ્થો આત્મપ્રદેશ પર ચીટકે છે તે સાત મુખ્ય પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. આમાંથી સહુથી મોટો જથ્થો વેદનીય કર્મના પરમાણુઓનો હોય છે. અને વેદનીય કર્મના ઘણા પરમાણુઓ હોવાથી જે કર્મ સાથે તે ભળે તેમાં મૂળ કર્મની અસરમાં વેદનીય મુખ્યપણું લઈ જાય છે. આ કર્મ અઘાતી છે. તે આત્માના ગુણનો ઘાત કરતું નથી, પણ જીવને ઘાતી કર્મ બાંધવા માટે ખૂબ મોટું નિમિત્ત આપે છે. જીવને અશાતા ગમતી નથી તેથી તેના ઉદયમાં તે દ્વેષ વેદે છે, અને શાતાની અતિ પ્રિયતા તેને રાગના બંધનમાં ખેંચી જાય છે, પરિણામે મોહનીયમાં ફસાઈ બાકીના ત્રણ ઘાતી કર્મો અને ત્રણ કે ચાર અઘાતી કર્મોની જાળમાં જીવને ફસાવી દે છે. વળી, આ કર્મની ખાસિયત એવી છે કે વેદનીય કર્મને આત્મપ્રદેશે જીવે વેદવું જ જોઈએ. ઘાતી કર્મોની જેમ તેને પ્રદેશોદયથી સામાન્ય રીતે વેદી શકાતું નથી, તેથી આ કર્મને વેદતાં જીવને મુશ્કેલીનો પૂરો અનુભવ થાય છે. ૨૨) Page #254 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ વેદનીય કર્મના ઉદયમાં, જો ભેદજ્ઞાન સંપૂર્ણપણે પ્રગટ થયું ન હોય તો તે વેદતી વખતે આત્મા દેહાકારે પરિણમે છે, અને દેહને પોતાનો માની લઈ વેદન કરે છે, પરિણામે આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગોમાં જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને શાતા કે અશાતા વેદની વેદતાં નિર્જરા જ થાય છે, અને તેમાં તેમના જ્ઞાનની કસોટી પણ થાય છે. વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે. અને જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. પરંતુ તેથી ઓછી સ્થિતિનો બંધ અકષાયીને થાય છે. કષાય વગરના શ્રી કેવળી પ્રભુને એક સમયનો શાતા વેદનીય કર્મનો બંધ થાય છે. એ જ પ્રમાણે અગ્યારમા અને બારમા ગુણસ્થાને જ્યાં કષાયનો ઉદય નથી ત્યાં વેદનીયની સ્થિતિ માત્ર બે જ સમયની હોય છે, પહેલા સમયે બંધાય, બીજા સમયે વેદાય અને ત્રીજા સમયે તે કર્મ નિર્જરી જાય છે. તે૨મા ગુણસ્થાને વર્તતા કેવળી પ્રભુને આ જ ક્રમ હોય છે. અન્ય સહુ સકષાયી જીવોને વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની કહી છે. મોહનીય કર્મ સંસારના પરિભ્રમણ કાળ દરમ્યાન સૌથી આકરું કામ કરી જીવને ચકડોળે ચળાવનાર મોહનીય કર્મ ચોથું છે. આ કર્મ સહુ કર્મમાં રાજા સમાન છે. જ્યાં સુધી મોહનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી અન્ય સર્વ કર્મનાં બંધ સંભવિત છે, અને જેમ જેમ એ કર્મનું જોર નબળું થતું જાય છે તેમ તેમ અન્ય કર્મોનાં બંધ ઘટતાં જાય છે. આ અપેક્ષાથી આ કર્મ ખૂબ ભમાવનાર છે. સાથે સાથે આ કર્મ ભોળું પણ છે, વેદનીય કર્મ જેવું ચીકણું નથી, કારણ કે મોહનાં પડળો જીવ સવળો થાય તો એક સાથે ક્ષણમાં ભાંગીને ભૂકો કરી શકે છે. એક પછી એક મોહનાં કર્મ વિપાકઉદયથી વેદવા પડે તેવો નિયમ નથી, આ કર્મ પ્રદેશોદયથી બહુલતાથી વેદી શકાય છે, અથવા તો એક સાથે અનેક કર્મોની ઉદ્દીરણા કરી, ભોગવીને ખેરવી શકાય છે. મોહનીય કર્મને મદિરા સાથે સરખાવવામાં આવે છે. મદિરા પીધેલો જીવ પડે, આખડે, ન સમજાય એવાં કામ કરે, જાત પરનો કાબૂ ગુમાવી ઢંગધડા વગરનાં ૨૨૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કામ કરે, તે જ રીતે મોહનીય કર્મની અસર નીચે પ્રાણી તદ્દન પરાધીન થઈ જાય છે, કર્માનુસાર નાચ નાચે છે, ગાંડા જેવો થઈ જાય છે, અને રઝળવામાં મોજ માણે છે. એટલું જ નહિ પણ જીવને આ કર્મના પ્રભાવથી પોતાના હિતાહિતનો કે સારાસારવિવેકનો લક્ષ રહેતો નથી. તત્કાલિન ઇન્દ્રિયસુખ, અભિમાન, દંભ, સંગ્રહવૃત્તિ આદિ કર્મવર્ધક પ્રવૃત્તિમાં તે એકાગ્ર રહે છે. વેદનીય કર્મ બાહ્ય કે સ્થૂળ સુખદુ:ખ પર અસર કરે છે ત્યારે મોહનીય કર્મ સમગ્ર આંતરસૃષ્ટિને હચમચાવી નાખે છે. સાતે પ્રકારનાં વ્યસનોનો ભોગ જીવ મોહનીયના પ્રભાવથી જ થાય છે. જીવને સંસારીભાવમાં ઓતપ્રોત કરનાર, પૌગલિક દશા સાથે એકરૂપ કરનાર, સ્વરૂપને સદંતર વિસરાવનાર એવું આ મોહનીય કર્મ છે. આવા મોહનીય કર્મના બે ભેદ છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ. અને તેની ૨૮ ઉત્તર પ્રવૃતિઓ છે. આપણે અત્યાર સુધીમાં વેદનીય કર્મ સુધીની સોળ પ્રકૃતિઓ વિચારી. હવે મોહનીયની ૨૮ પ્રકૃતિનો વિચાર કરીએ. દર્શન મોહનીય દર્શન મોહનીય કર્મના ત્રણ પ્રકાર છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય. આત્માને પોતાનાં સ્વરૂપનું યથાર્થ ભાન થવા ન દે તે દર્શનમોહનીય કહેવાય છે. | મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવને પોતાનાં અસ્તિત્ત્વનો જ નકાર આવે છે. તેની વિચારણા ઊંધી હોય, તેને મિથ્યા અભિનિવેશ હોય, મમત હોય, ક્ષમા, માદવ, આર્જવ આદિ ગુણોનો નકાર હોય, ધર્મની અરુચિ હોય, ધર્મરુચિવાળાને તે ઢોંગી ગણે અથવા તેની અવગણના કરે, કુગુરુને ગુરુ ગણી તેમનો પક્ષપાત કરે, વીતરાગ દેવની અશાતના કરે, સંસારી દેવની સેવા કરે આદિ વિપરીતપણે પ્રવર્તી મિથ્યાત્વી જીવ પોતાનો સંસાર ખૂબ વધારી, ભવભ્રમણમાં ઇતિ સિદ્ધમ્ કરે છે. (૧૭) જ્યારે મિથ્યાત્વ મોહનીય નબળું પડે છે ત્યારે તેના અમુક ભાગના કટકા થઈ મિશ્ર મોહનીયમાં પલટાય છે. એ કર્મના પ્રભાવથી જીવનો આત્માસંબંધી નકાર હળવો થાય ૨૨૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ છે, આત્માનું અસ્તિત્ત્વ હોઈ શકે, એવી વિચારણાને તેના આત્મામાં સ્થાન મળે છે, તેમ છતાં તેને આત્માનું યોગ્ય આકર્ષણ વેદાતું નથી, પરંતુ આત્માના અમુક અમુક ગુણોનું સભાનપણું તેને થતું જાય છે. આ સ્થિતિમાં આત્માનો હકાર કે નકા૨ ન હોય. એવી મિશ્ર સ્થિતિ તે મિશ્ર મોહનીય કર્મનો પ્રભાવ છે.પરંતુ આવી સ્થિતિ સામાન્યપણે અંતર્મુહૂર્તથી વધારે કાળ માટે રહી શકતી નથી. જીવની સ્થિતિ મિથ્યાત્વ મોહનીય કે સમ્યક્ત્વ મોહનીયમાં પલટાય છે. મિથ્યાત્વ મોહનીય અનાદિકાળથી જીવને લાગુ પડેલું છે, અને જ્યારે જીવ સમકિત પ્રાપ્ત કરે ત્યારે તેનો ઉદય નષ્ટ થાય છે. કોઈ ભૂલને કારણે જો એ દબાયેલું કર્મ ઉદયમાં આવી જાય તો જીવનું સમિકત વમાઈ જાય છે, અને તે મિથ્યાત્વી થઈ જાય છે. (૧૮) ઉદિત મિથ્યાત્વને તોડી જીવ સમ્યક્ત્વ મેળવે છે ત્યારે તેનું મિથ્યાત્વ દબાઈ જાય છે, અને જીવ ક્ષયોપશમ સમિતધારી બને છે.આ સંજોગમાં તેના મિથ્યાત્વના ત્રણ પ્રકાર થાય છે – મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. સમકિત મેળવ્યા પછી જીવને દર્શનમોહના પહેલા બે પ્રકાર ઉદયમાં રહેતા નથી, પણ ત્રીજો સમ્યક્ત્વ મોહનીયનો પ્રકાર ઉદયમાં રહે છે. સમ્યક્ત્વ મોહનીય એ દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે, તેના ઉદયથી સમિકત વમાતું નથી, માત્ર દુષિત જ થાય છે. આ ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ પણ અમુક અમુક કાળના અંતરે થયા કરે છે. તેનાથી તે જીવની તત્ત્વરુચિનું શ્રદ્ધાન સ્થિર થતું જાય છે. જીવ જ્યારે દર્શનમોહનો બંધ કરે છે ત્યારે તે માત્ર મિથ્યાત્વ મોહનીય જ બાંધે છે, તે મિશ્ર મોહનીય કે સમ્યક્ત્વ મોહનીયનો બંધ કરતો નથી, પણ જ્યારે તે સમકિતી થઈ આ કર્મ ભોગવે છે ત્યારે મિથ્યાત્વ મોહનીયનો ઘાત કરી મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવે છે, પહેલા બે પ્રકારને આત્મા ઉદયમાં આવવા દેતો નથી, અને સમ્યક્ત્વ મોહનીયને ઉદયમાં લાવી ભોગવતો જાય છે. અને આ રીતે તે દર્શનમોહનો નાશ કરતો જાય છે. વ્યવહાર નયથી વિચારીએ તો પોતાની હિતાહીતની બુદ્ધિને વિકળ કરનાર મિથ્યાત્વ મોહનીય છે, તેનો તીવ્ર આકરો સર્વઘાતી રસ હોય છે. જીવને તત્ત્વરુચિ ૨૨૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થાય પણ તે રુચિ અંદર દબાઈ જાય, અને ક્યારેક ક્યારેક તત્ત્વરુચિ પ્રગટ પણ થવા દે તો તે સમ્યકત્વ મોહનીય કહેવાય છે. રુચિ પણ ન હોય, અરુચિ પણ ન હોય તેવી મધ્યમ દશાને મિશ્રમોહનીય કહે છે. આ દર્શનમોહનીય પૌગલિક છે, અહીં દર્શન શબ્દ તત્ત્વ શ્રદ્ધાનના અર્થમાં પ્રયોજાયો છે. આ ત્રણે પ્રકારનાં દર્શનમોહનો ક્ષય થાય ત્યારે જીવ ક્ષાયિક સમકિત મેળવે છે. સમકિતના ઉપશમ, ક્ષયોપશમ, વેદક, ક્ષાયિક અને સાસ્વાદન પ્રકાર આપણે “સમ્યકત્વ પરાક્રમ” માં વિચાર્યા છે. મિથ્યાત્વ જુદા જુદા કારણે બંધાય છે – સુસાધુને કુસાધુ માનવાથી, કુસાધુને સુસાધુ માનવાથી, ક્ષમા, માર્દવ, આર્જવ આદિને અધર્મરૂપ માનવાથી, દેહને આત્મા માનવાથી, અજીવને જીવ અને જીવને અજીવ સમજવાથી, કુમાર્ગ ને સુમાર્ગ અને સુમાર્ગને કુમાર્ગ સમજવાથી, આદિ અનેક માન્યતા અને વર્તન કરવાથી જીવ મિથ્યાત્વનો બંધ કરે છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ચારિત્ર મોહનીયના ભેદો આત્મસ્વરૂપને જાણ્યા પછી, તેનો અનુભવ કર્યા પછી પણ તે અનુભવમાં આત્માને સ્થિર થવા ન દે તે ચારિત્રમોહ છે. ચારિત્રમોહમાં કષાય અગ્રસ્થાને છે. કષાય ખૂબ આકરા છે, સંસારને વધારી મૂકનાર છે, અને કર્મનાં દળિયાંને રસ પૂરો પાડનાર છે. કષાયના મુખ્ય ચાર પ્રકાર છે: ક્રોધ, માન, માયા અને લોભ. એ પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચાર પ્રકાર છે. આમ કષાયના કુલ સોળ પ્રકાર થાય છે. અનંતાનુબંધી વર્ગના ચારે કષાયો ખૂબ ગાઢા હોય છે. અને પરભાવમાં ખૂબ રમણ કરાવવાવાળા હોય છે. આ ચાર પ્રકૃતિની આકરી માત્રા દર્શનમોહને ગાઢ કરવામાં ખૂબ મદદ કરે છે. તેથી મિથ્યાત્વનો નાશ કરતાં પહેલાં જીવે નિયમપૂર્વક અનંતાનુબંધી કષાયનો નાશ કરવો પડે છે. અનંતાનુબંધી કષાયના ક્ષય વિના મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય થઈ શકતો નથી. અનંતાનુબંધી કષાયનો સમય કાળ યાવજીવનો હોય છે. આ ૨૨૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ પ્રકારના કષાયો જીવને નરક ગતિ તરફ ઘસડી જાય છે. અને તેનો ઉદય હોય તો જીવ સમકિત પ્રાપ્ત કરી શકતો નથી. ક્ષયોપશમ સમકિતમાં જીવ અનંતાનુબંધીને સત્તાગત કરે છે અને ક્ષાયિક સકિત લેતાં પહેલાં અનંતાનુબંધી કષાયનો ક્ષય કરે છે. અનંતાનુબંધી ક્રોધની સરખામણી પર્વતમાં પડેલી ફાટ સાથે થાય છે. આ ફાટ સાંધવી કે પૂરવી અશક્ય જેવી છે, તેવો જ અનંતાનુબંધી ક્રોધનો પ્રભાવ છે. આનાથી માથાવાઢ વેર, આજીવન અબોલા, ખૂનામરકી આદિ પરિણામ આવે છે. આવો ક્રોધ જીવને મુખ્યતાએ દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રતિ તીવ્ર અણગમો વેદાય ત્યારે ઉત્પન્ન થાય છે. અનંતાનુબંધી માનને પથ્થરના થાંભલા સાથે સરખાવાય છે. જેમ પથ્થરનો થાંભલો નમે નહિ, તેને વાળવો અશક્ય ગણાય, તેવો જ કઠણ માનનો પ્રકાર છે. એની અકડાઈ, અહમિંદ્રતા ખૂબ બળવાન હોય, અને બીજા પ્રત્યે તુચ્છભાવ વિશેષ હોય, સામાન્ય પણે અનંતાનુબંધી માન સન્દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્ર પ્રતિના બળવાન અવિનયથી બંધાય છે. અનંતાનુબંધી માયા વાંસના મૂળની ગાંઠ જેવી હોય છે. તે ગાંઠ વાંકી જ હોય છે. તે કપાય પણ વાંકાઈ છોડે નહિ. અનંતાનુબંધી માયાવી ઢોંગ, દગો, દેખાવ આખા જીવન પર્યંત રાખે, અને કપટજાળ બિછાવ્યા જ કરે. મુખ્યતાએ સદેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્ર પ્રતિનું માયાકપટ આ કર્મના બંધનમાં જીવને લઈ જાય છે. અનંતાનુબંધી લોભને કીરમજી રંગ સાથે સરખાવ્યો છે. લાલ કસુંબીરંગને હજાર પાણીએ સાબુથી ધોઇએ તો પણ જાય નહિ, તેમ આવા લોભી જીવનો સંસારી પદાર્થો પરનો આસક્તિભાવ એવો ઘટ્ટ હોય કે તેની સામે આત્મા કે સદેવ, ગુરુ શાસ્ત્રાદિ પ્રતિ અવગણનાના ભાવ ખૂબ મોટા પ્રમાણમાં વર્તતાં હોય. અપ્રત્યાખ્યાની ચાર કષાયોનો કાળ સામાન્યપણે એક વર્ષનો ગણાય છે. અવિરતિ જતાં જીવમાં અંશે ત્યાગભાવ પ્રગટે છે. તેને દેશવિરતિ ગુણ કહે છે. સાચા શ્રાવકને પાંચમા ગુણસ્થાને દેશવિરતિ પ્રગટે છે. અપ્રત્યાખ્યાની કષાય જીવના દેશિવરતિ ગુણને અટકાવે છે. અપ્રત્યાખ્યાની કષાયના પ્રભાવથી જીવને તિર્યંચગતિ મળે છે. ૨૨૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ ચારે કષાયોને ઉદાહરણથી સમજવા સહેલા પડે છે. અપ્રત્યાખ્યાની ક્રોધને જમીનમાં પડેલી ફાટ સાથે સરખાવાય છે. આ ફાટ અન્ય વરસે વરસાદ થાય ત્યારે પૂરાય છે, તેમ આ ક્રોધ વરસ સુધી નભે છે. અપ્રત્યાખ્યાની માનને હાડકાની ઉપમા આપી છે. હાડકાને વાળવા માટે કે વળેલાં હાડકાને સીધું કરવા, તેના પર લગભગ વરસ સુધીનું તેલનું માલિશ કરવામાં આવે ત્યારે સિદ્ધિ થાય છે. તેમ આ માનને કાઢવા જીવ બાર મહિના સુધી પ્રયત્ન કરે ત્યારે સફળ થાય છે. અપ્રત્યાખ્યાની માયા મેંઢાના શીંગડા જેવી છે. એ વળાંક કાઢવા લગભગ વરસ જેવો ગાળો જોઇએ છે. આમાં સંસારી પદાર્થો પ્રતિનો જીવનો રાગ મજબૂત હોય છે, જેથી સદૈવ, ગુરુ, ધર્મ પ્રતિ યથાર્થ પ્રેમ જાગી શકતો નથી. અપ્રત્યાખ્યાની લોભ ગાડીના કીલ જેવો ઘેરો હોય છે. આ કીલ જ્યારે કપડાં પર લાગે ત્યારે તેને કાઢવો ઘણો મુશ્કેલ પડે છે, તેમ આવો લોભ કાઢવા પણ જીવે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. સંસારી પદાર્થો ભોગવવાનો લોભ એવો બળવાન હોય છે કે સાચી સમજણ આવવા છતાં જીવ સંસારી પદાર્થોનો લોભ છોડી શકતો નથી. ટૂંકામાં અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ એ, એ પ્રકારનાં છે કે તેને દબાવવાનો બળવાન પ્રયત્ન કરવામાં આવે છતાં ઉદિત થતી વખતે તેને દબાવી શકાતાં નથી. તેનો ઉદય થઈને જ રહે છે. એટલે તેને ક્ષીણ કરવા હોય તો તે કર્મો સત્તાગત હોય ત્યારે જ સફળ થઈ શકાય છે. ચારે પ્રત્યાખ્યાન કષાયો અપ્રત્યાખ્યાન કષાયો કરતાં હળવા હોય છે. તેને જીવ ધારે ત્યારે પુરુષાર્થ કરી દબાવી શકે છે. આ કષાય ધરાવનાર જીવ સર્વસંગ પરિત્યાગ કરી મુનિ થઈ શકતો નથી. અંતરંગથી પ્રત્યાખ્યાન કષાયોને દબાવી, જીવ મન, વચન, અને કાયા ત્રણે એક સાથે આજ્ઞાધીન કરે છે અને કોઈ ને કોઈ એકને કે બેને સતત આજ્ઞાધીન રાખે છે ત્યારે તેને છઠું સર્વવિરતિ ગુણસ્થાન ભાવથી મળે છે. અને જેટલા કાળ માટે ત્રણે યોગને સતત આજ્ઞાધીન રાખે છે તે સાતમું ગુણસ્થાન છે. આ ૨૨૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનરૂપ મુનિ અવસ્થાને અટકાવનાર પ્રત્યાખ્યાની વર્ગના કષાયો છે. આ કષાય ચાર માસ વર્તી ગણાય છે. પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળની રેખા જેવો છે. ધૂળમાં લીટી દોરી તેના ભાગ પાડવામાં આવે તો તે પવનની લહેરથી કે અન્ય રીતે તરત ભૂંસાઈ જાય છે, પ્રયત્ન કરતાં છૂટી જાય એવો પ્રત્યાખ્યાની ક્રોધનો સ્વભાવ છે. શાસ્ત્રમાં પ્રત્યાખ્યાની માનને સૂકાં કાષ્ટ સાથે સરખાવ્યું છે. લાકડાનું તેલ લગાવવાથી ધીમે ધીમે વાળી શકાય છે, તે પ્રકારનું પ્રત્યાખ્યાની માન છે. આ વર્ગની માયાને ગૌમૂત્ર સાથે સરખાવી છે. ચાલતાં ચાલતાં ગાય મૂતરે, તેની વક્રતા ધૂળ સૂકાતાં ટળી જાય છે, તેમ પ્રત્યાખ્યાની માયાને થોડા પ્રયત્નથી ટાળી શકાય છે. એ જ પ્રકારે પ્રત્યાખ્યાની લોભને સરાવના ચીકણા મેલ જેવો ગણ્યો છે. માટીના કોડિયા કે સરાવ પર ચીકાશ લાગી હોય તેને કાઢતાં થોડી મહેનત થાય છે, તેમ ધનાદિ પુદ્ગલ પદાર્થોનો આ પ્રકારનો લોભ કાઢતાં જીવને મહેનત તો પડે છે, પણ પરિણામે મહેનત કરવાથી સફળ તો થાય છે. આવા પ્રત્યાખ્યાન કષાયોની સ્થિતિને ટાળનારને મનુષ્ય ગતિનો લાભ મળતો રહે છે, જ્યાં આત્મવિશુદ્ધિ ઘણા મોટા પ્રમાણમાં મેળવી શકાય છે. કષાયનો ચોથો અને છેલ્લો પ્રકાર સંજ્વલન છે. તન સાદા, ઘણી ઓછી અસર કરનારા આ કષાયો ઉપરછલ્લી જ અસર કરે છે. તેનો કાળ પંદર દિવસનો જ ગણાયો છે. અને આ કષાયોનો ઉપદ્રવ જીવનાં કેવળજ્ઞાનને રોકે છે. ક્યારેક સામાન્ય ક્રોધ થાય, જરા અમથું અભિમાન થઈ જાય, પોતાની ચતુરાઈ દેખાડવા અલ્પ માયાકપટ થાય કે ઊંડાણમાં સામાન્ય પરિગ્રહબુદ્ધિ રૂપ લોભ થઈ જાય તેવું આ પ્રકારના કષાયોમાં સંભવે છે. આ કષાયો યથાખ્યાત ચારિત્રને રોકે છે. આ કષાયના પ્રભાવથી જીવ જરા ચલિત થાય, પણ પાછો તરત જ સ્થિર થઈ શકે છે. આથી સંજ્વલન ક્રોધને જળરેખા સાથે સરખાવાય છે. પાણીમાં પડેલો લીંટો તરત ભૂંસાઈ જાય છે. સંજ્વલન માનને નેતરની સોટી જેવું ગણવામાં આવે છે. નેતરની સોટી વાળીને છોડતાં તે તરત જ સીધી થઈ જાય છે. સંજ્વલન માયાને વાંસના છોતરા જેવી ગણાય છે. છોતરામાં વાંકાઈ સહજ હોય છે પણ હાથમાં તેને ગ્રહણ કરતાં વાંકાઈ નીકળી જાય છે તેમ ૨૨૭. Page #261 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સહજ પ્રયત્ન કરતાં માયા છૂટી જાય છે. અને સંજ્વલન લોભને હળદરના રંગ સમાન ગણવામાં આવે છે. તે રંગ લાગે ત્યારે પીળો ડાઘ પડે પણ તેને કાઢતાં ઝાઝી મહેનત પડતી નથી. તેવો સંજ્વલન લોભ છે. ચારે કષાયોને સમજતાં, તેનું પૃથક્કરણ કરવાથી ખ્યાલ આવે છે કે ક્રોધના ચારે પ્રકારમાં સંયોગ-મિલન સૂચવાય છે. માનના ચારે પ્રકારમાં વાળવાની વાત આવે છે. માયાના ચારે દાખલા સીધા થવાની વાત કરે છે, અને લોભના ચારે ઉદાહરણ ચડેલા રંગની પકૂવતા જણાવે છે. આ રીતે ચારિત્રમોહની સોળ પ્રકૃતિ ગણીએ તો અનંતાનુબંધી ચોકડી – ૨૦ થી ૨૩, અપ્રત્યાખ્યાની ચોકડી – ૨૪ થી ૨૭, પ્રત્યાખ્યાની ચોકડી – ૨૮ થી ૩૧, અને સંજ્વલન ચોકડી – ૩ર થી ૩૫ સુધીની કમની ઉત્તર પ્રકૃતિ થઈ. ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય કરનાર, ઉપ્ત કરનાર નવ નોકષાય છે. નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ર થાય છે. આ કષાયો તે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ છે. હાસ્યઃ કારણ વગર, મશ્કરી રૂપે, તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે. (૩૬). રતિઃ મનમાં મજા આવે, પૌલિક વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે રતિ નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર નિમિત્તે અકારણ સાંસારિક મજા આવે તે રતિનો પ્રકાર છે. (૩૭) અરતિઃ ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાં મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય છે. કારણ કે અકારણ અણગમો તે અરતિ. અનિષ્ટનો યોગ અરતિ કરાવે છે. ઇષ્ટનો વિયોગ પણ અરતિ આપે છે. રતિ તથા અરતિ બંને આર્તધ્યાનનાં કારણ બને છે. (૩૮) શોક: રડવું, દિલગીર થવું, ગમગીની લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે, અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે. (૩૯) ૨૨૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ ભયઃ સનિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે ભય. આ ભયના સાત પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે. (અ) ઈહલોક ભય – અધમ મનુષ્યથી નીપજતો ભય. (આ) પરલોક ભય - ભૂત, પ્રેત, વ્યંતરાદિથી થતો ભય. (ઇ) આદાન ભય – ચોર નો ભય, ઇન્કમટેક્ષ કે રાજ્ય ભય (ઈ) અકસ્માત ભય – વીજળી, ગાડી, વિમાનાદિના અકસ્માતનો ભય (ઉ) આજીવિકાભય – નોકરી જવી, આજીવિકા ટળવી આદિના ભય (ઉ) મરણભય – મૃત્યુ, માંદગી આદિનો ભય, અને (એ) અપયશ ભય – જગતમાં અપકીર્તિ થવાનો, લોકો વાંકુ બોલે તેવો ભય. (૪૦) | દુર્ગચ્છા - જુસ્સા – દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. (૪૧) આ છ નોષાય હાયષટકું પણ કહેવાય છે. એટલે કે હાસ્યથી શરૂ કરી છે એ નોકષાય માટે આ સમુચ્ચયવાચક શબ્દ છે. ત્રણ વેદ એટલે ત્રણ પ્રકારે કામનો ઉદય. આ વેદના ઉદયથી જીવને કામેચ્છા સિવાય કંઈ સૂઝતું નથી, તેવો જીવ વિવેકરહિત થઈ જાય છે. અને આ ઉદયના કારણે તીવ્ર ભાવો કરી જીવ બળવાન કર્મો બાંધી લે છે. આ વેદના ત્રણ પ્રકારો છે: પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ. પુરુષવેદઃ આ વેદના ઉદયથી સ્ત્રીસેવનની ઇચ્છા થાય, વિષય સેવન કરે, મનમાં સ્ત્રીને ભોગવવાના વિચારો આકાર પામે, વગેરે પુરુષવેદ છે. તેના જોરથી સ્ત્રીભોગ ગમે. પુરુષવેદનો ભડકો મોટો થાય, સ્પર્શનાદિથી તે વધે, સેવનની ઉતાવળ થાય, પણ સેવન પછી એ અગ્નિ તરત શમી જાય. (૪૨) - સ્ત્રીવેદઃ સ્ત્રીને વિષયભોગની ઇચ્છા થાય, પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, તે ભાવ સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદના ઉદયમાં આવે. પુરુષવેદના કાળ કરતાં સ્ત્રીવેદનો કાળ ઘણો લાંબો હોય છે. (૪૩) નપુંસક વેદઃ આ વેદના ઉદયથી જીવને સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા સતત રહ્યા કરે. તિર્યંચો, વનસ્પતિ અને કોઈ કોઈ મનુષ્યને આ વેદનો ઉદય ૨૨૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હોય છે. નારકી તથા અસંજ્ઞી નપુંસકવેદે હોય છે. આ વેદથી જાગૃત થયેલો કામ સહેલાઇથી નિવૃત્ત થતો નથી. (૪૪) આમ હાસ્યષટકુ અને ત્રણ વેદ મળી નવ નોકષાય થાય છે. તેમાં સોળ કષાય ભળવાથી પચ્ચીસ પ્રકૃતિ ચારિત્રમોહની ગણાય છે. અને દર્શનમોહની ત્રણ પ્રકૃતિ તેમાં ઉમેરતાં મોહનીય કર્મની કુલ અઢાવીશ પ્રકૃતિ થાય છે. મોહનીય કર્મની અસરથી જીવ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેસે છે. એ સંસારમાં રખડાવનાર મુખ્ય કર્મ છે. તે ચેતનના સમ્યક્ત્વ ગુણને રોકે છે અને સાથે સાથે ચારિત્રગુણને પણ રોકે છે. આમ આ કર્મ ચેતનના બે મુખ્ય ગુણને રોકનાર હોવાથી એને ખૂબ આકરું કર્મ ગણ્યું છે. ચાર ઘાતકર્મોમાં તે ત્રીજું સ્થાન ધરાવે છે. આ કર્મને ઓળખવા માટે શ્રી ઉપમિતિભવપ્રપંચમાં યોગ્ય રૂપક યોજવામાં આવ્યું છે. આઠે કર્મરૂપ રાજાઓમાં મોહનીયને મહારાજાનું સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. રાગદ્વેષને તેના પુત્રો બતાવ્યા છે. વિષય અભિલાષાને એનો મંત્રી જણાવ્યો છે. સોળે કષાયોને એના સિંહાસન પાસે રમતાં, ગેલ કરતાં બાળકો કહ્યાં છે. મકરધ્વજને તાબાના નાના રાજા તરીકે ઓળખાવ્યો છે. રતિને એની રાણી બનાવી છે. હાસ્ય, ભય તથા શોકને મકરધ્વજ સાથે પુરુષ તરીકે બેસાડયા છે; અને અરતિને સ્ત્રી તરીકે બેસાડી છે. તુચ્છતાને હાસ્યની પત્ની તરીકે બતાવી છે. આ આખા અસરકારક રૂપકનું સ્થાન ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદીમાં આવેલા તદ્વિલસિત બેટમાં મૂકી, ત્યાં ચિત્તવિક્ષેપ મંડપમાં તૃષ્ણા નામની વેદિકા મૂકી, તે પર વિપર્યાસ સિંહાસન પર મહામોહરાજાને બેસાડ્યા છે. આ વર્ણન અભુત છે. મોહનીય કર્મની દર્શનમોહની પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે, ત્યારે ચારિત્રમોહની પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. અને એ બંનેની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની કહી છે. દર્શનમોહ કર્મ બોધ - ઉપદેશથી તૂટે અને ચારિત્રમોહ વીતરાગતાથી તૂટે છે. મોહનીય કર્મ મનથી જીતી શકાય છે, પણ વેદનીય કર્મ મનથી જીતી શકાતું નથી, તે વિપાકોદયથી ભોગવવું ૨૩) Page #264 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ પડે છે. શ્રી તીર્થકરને પણ તે વેદવું પડે છે, ને બીજાના જેવું વસમું પણ લાગે. જેમ મોહનીયની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીય કર્મનો બંધ તીવ્ર હોય છે, તો પણ તેને પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. એક ઈટનો મોટો ઢગલો હોય, અને તેમાં વચ્ચેની નીચેની ઈટ ખેંચી લેવામાં આવે તો આખો ઢગલો જમીનદોસ્ત થઈ જાય છે; તેમ મોહનીય કર્મ પણ યોગ્ય પુરુષાર્થ કરવાથી એક ઝપાટે ક્ષીણ કરી શકાય છે. આવું આ કર્મનું ભોળપણું છે. આયુષ્ય કર્મ પ્રત્યેક ભવમાં, સંસારમાં પરિભ્રમણ કરતા જીવે કેટલો વખત રહેવું તેનું નિર્માણ આયુકર્મથી થાય છે. એને હેડ-બેડી સાથે સરખાવવામાં આવે છે. લાકડાની કે લોઢાની હેડ કેદીને પકડી રાખે છે, ખસવા દેતી નથી, તેમ આયુષ્યકાળ દરમ્યાન આ કર્મ એ પ્રાણીને એ ગતિમાં જકડી રાખે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરક ગતિમાં કેટલો કાળ રહેવું તે આયુકર્મથી નક્કી થાય છે. આ કર્મ અઘાતી છે, તે કર્મ કંઈ સુખદુ:ખ નીપજાવતું નથી, પણ સુખદુ:ખના આધારભૂત શરીરમાં જીવને હેડની જેમ પકડી રાખે છે. આ કર્મ આત્માના અવિનાશી ગુણને રોકે છે. અને પુદ્ગલ સંગે રખડાવે છે. પણ દ્રવ્યરૂપે આત્મા અવિનાશી છે. આ કર્મની ચાર પ્રકૃતિ છે. દેવાયુ (૪૫), મનુષ્પાયુ (૪૬), તિર્યંચાયુ (૪૭) અને નરકાયુ (૪૮). દેવાયુ દેવ ગતિમાં રહેવા માટેનો કાળ દેવાયુ કહેવાય છે. દેવ ચાર પ્રકારના છે. ભુવનપતિ, વાણ વ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. તેઓને ઇચ્છા પૂરી કરવા કલ્પવૃક્ષ દેવલોકમાં હોય છે. આ ગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેંત્રીસ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે. તેમને મુખ્યતાએ શાતાના અને ગૌણતાએ અશાતાના ઉદયો વર્તે છે. (૪૫) ૨૩૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મનુષ્યાય માનવ તરીકે આત્માને ઓળખાવે તે કાળને મનુષ્ય આયુ કહે છે. મનુષ્ય કર્મભૂમિના, ભોગભૂમિના, આંતર દ્વીપના એમ અનેક પ્રકારે છે. તેના ભેદો પ્રભેદો સહિત, પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને ૩પ૩ પ્રકાર છે. મનુષ્યનું ભોગભૂમિમાં ઉત્કૃષ્ટ આયુ ૩ પલ્યોપમનું, કર્મભૂમિમાં એક કરોડ પૂર્વનું ગણાય છે. અને જઘન્ય આયુ અંતમુહૂર્ત પ્રમાણ છે. (૪૬) તિર્યંચાયુ તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારમાં વહેંચાય છે. તિર્યંચને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમનું હોય છે અને જઘન્ય આયુ અંતમુહુર્ત છે. (૪૭) નરકાયુ જીવના નરકમાં રહેવાના કાળને નરકાયુ કહે છે. નરક સાત છે, અને તે લોકના નીચેના ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આય તેંત્રીસ સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર વર્ષનું છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુ:ખ ભોગવવું પડે છે. (૪૮) દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુ એ શુભ કર્મપ્રકૃતિ છે, અને નરકાયુ એ કર્મની પાપપ્રકૃતિ છે. આયુષ્ય કર્મ સાથે જીવ આગલા ભવમાંથી છ બોલ સાથે લઈને આવે છે: ૧. ગતિ, ૨. જાતિ, ૩. સ્થિતિ, ૪. અનુભાગ, ૫. પ્રદેશ અને ૬. અવગાહના. નરકાદિ ગતિમાંથી આગામી ભવમાં કઈ ગતિ મળશે તે આયુષ્ય કર્મ નક્કી થતાં પાકું થઈ જાય છે. તે સાથે એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધીની પાંચ જાતિમાંથી કઈ જાતિમાં ઉત્પન્ન થવાનું છે તે નિશ્ચતિ થાય છે. વળી તે આયુષ્યનો કાળ કેટલો હશે, તે સ્થિતિબંધ થાય છે. જેટલા કાળનું આયુષ્ય બાંધ્યું હોય, તેટલા જ કાળ માટે ભોગવાય. ૨૩૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ આયુષ્ય કર્મનો એક વાર ઉદય થયા પછી તેમાં એક સમય માત્રનો પણ ફેરફાર થઈ શકતો નથી. તે કર્મનો અનુભાગ એટલે રસ પણ ચોક્કસ થાય છે. કર્મ તીવપણે કે મંદપણે, કેવા રસે ઉદયમાં આવશે તે પણ નક્કી થાય છે. એટલે કે સંસારમાં સંપત્તિ, સંતતિનાં સુખદુ:ખ, સંયોગ વિયોગનું નક્કી થયું તે અનુભાગ. પ્રદેશ એટલે જથ્થો. કર્મ કેટલા પ્રમાણમાં ઉદયમાં આવશે, તેમજ આગામી ભવમાં કયા કયા કર્મો કેટલા પ્રમાણના જથ્થામાં ભોગવવા પડશે તે નિર્ણિત થાય છે. અવગાહના એટલે શરીરની લંબાઈ, જાડાઈ, રૂપ, રંગ, આકૃતિ, પ્રકૃતિ આદિ કેવાં મળશે તેનું નક્કી થયું. જીવ જે ભવની આયુષ્ય પ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધ પ્રકૃતિ છે. તે પ્રકૃતિનો ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય છે. આથી જે ભવની આયુષ્ય પ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ(વધારે), અપકર્ષ (ઘટાડો) આદિ થઈ શકતાં નથી, સંક્રમણાદિ નિયમ આયુકર્મ સત્તામાં હોય ત્યાં સુધી જ થઈ શકે છે. આયુષ્ય આખા જીવનમાં એક જ વાર બંધાય છે. બાકીના સાતે કર્મો પ્રત્યેક સમયે બંધાતા રહે છે. આયુષ્ય તીવ્ર સંકિલષ્ટ અધ્યવસાયમાં બંધાય છે, અને અંતર્મુહૂર્ત પ્રમાણકાળ સુધી જીવ તેવા શુભ અથવા અશુભ અધ્યવસાયમાં આયુષ્ય બાંધે ત્યારે આયુષ્યનાં દળિયાં એકઠાં કરે છે, કામણવર્ગણાને ખેંચી તે કાર્મણવર્ગણાને આયુષ્યનાં દળિયાં રૂપે સ્થિર કરી આયુષ્ય કર્મ બાંધે છે. જે સમયે જીવ આયુકર્મ બાંધવાનું શરૂ કરે તે સમયે તેને માનકષાયનો ઉદય હોવો જરૂરી છે. આયુષ્ય બે પ્રકારે છેઃ નિરુપક્રમી અને સોપક્રમી. નારકી, દેવતા, જુગલિયા આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવનું એટલે કે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. તેઓ નિરુપક્રમી આયુષ્ય બાંધે છે. બાકીના જીવો એટલે તિર્યંચ તથા મનુષ્ય સોપક્રમી તથા નિરુપક્રમી એ બંને પ્રકારે આયુષ્ય બાંધે છે. શલાકાપુરુષાદિ નિરુપક્રમી આયુષ્ય બાંધે છે, બાકી સર્વ જીવો સોપક્રમ આયુષ્ય બાંધે છે. જીવ જેટલું આયુષ્ય બાંધીને આવે છે એટલું પૂર્ણ ભોગવ્યા પછી જ મૃત્યુ પામે તે નિરુપક્રમી આયુષ્ય. તેઓ બાહ્ય નિમિત્તના કારણે ક્યારેય અધૂરા આયખે મરણ ૨૩૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પામતા નથી. દેવતા, નારકી, ૬૩ શલાકાપુરુષ, જુગલિયા અને ચરમશ૨ી૨ીને આ પ્રકારનું આયુષ્ય હોય છે. જીવ જે આયુષ્ય બાંધીને આવે છે તે આયુષ્ય અગ્નિ, પાણી, રોગ, વિષ આદિ સાત કારણોથી સ્થિતિ પૂર્ણ થતાં જ પહેલાં જ પૂરું થતું જણાય તે સોપક્રમ આયુષ્ય - જેને આપણે અકાળે મૃત્યુ કહીએ છીએ. નિશ્ચયનયથી આયુષ્ય ઉદય પ્રકૃતિ અધવચથી તૂટી શકે નહિ. જે પ્રકારે બંધ પડયો હોય તે જ પ્રકારે તે ઉદયમાં આવવાથી બાહ્યથી અકાળે આયુષ્ય તૂટતું જણાય. તેમ થવામાં આયુકર્મના વિશેષ પરમાણુઓ અંતકાળમાં ભોગવાઇ જતા હોવાથી તે સોપક્રમ આયુષ્ય જણાય છે. આવું આયુષ્ય સાત કારણે તૂટે છે – ૧. અધ્યવસાય - રાગજન્ય અધ્યવસાય. મોહ લાગણી આદિના કારણે મૃત્યુ થાય, સ્નેહજન્ય - પુત્રપુત્રી, પતિપત્ની આદિના મૃત્યુથી તથા તેવા સમાચારથી મૃત્યુ થાય. ભયજન્ય - કોઈના ડરાવવાથી, ભય પમાડવાથી મૃત્યુ થાય, આ ત્રણ કારણે આઘાત લાગવાથી આયુષ્ય વહેલું તૂટતું જણાય છે. ૨. નિમિત્ત: લાકડી, ચાબૂક, શસ્ત્ર, ઝેર, અકસ્માતાદિના નિમિત્તથી મૃત્યુ થાય. ૩. આહાર: અતિ આહાર, વિકૃત આહાર, અજીર્ણના કારણે મૃત્યુ સંભવે. ૪. વેદનાઃ રોગ, શૂળ, મૈથૂન સેવનના અતિરેકથી મૃત્યુ આવે. ૫. શ્વાસોશ્વાસ: શ્વાસોશ્વાસ રોકવાથી કે ઘણા લેવાથી મરણને શરણ થવું પડે. ૬. સ્પર્શઃ વીંછી કે સાપ આદિના દંશથી મૃત્યુ થાય. ૭. પરાઘાતઃ આપઘાત કરવાથી, કૂવા, નદી, સમુદ્રમાં પડવાથી મૃત્યુ પામવું. આ પ્રકારે અકાળે આયુષ્ય પૂરું થતું જણાય તેવો બંધ પૂર્વમાં પડી ગયો હોય તેને જ આવું મૃત્યુ આવે છે. બાકીનાને આયુષ્ય સામાન્ય પ્રકારે પૂરું થાય એમ જણાય છે. બાકી આયુષ્ય કર્મનો ઉદય થયા પછી નિશ્ચયથી તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ૨૩૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ નામકર્મ ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા નવા આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચિત્ર સ્વર આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે અનેક બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ કહેવાય છે. આ કર્મની સૌથી વિશેષ ઉત્તર પ્રકૃતિઓ છે. ૧૦૩ કે ૯૩ પ્રકૃતિ નામકર્મની છે. નામકર્મના મુખ્ય ચાર વિભાગ થાય છે. તે પિંડપ્રકૃતિ, પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદશક અને સ્થાવરદશક નામે ચાર વિભાગ છે. પિંડ પ્રકૃતિના ચૌદ વિભાગ છે, તેના ૬૫ કે ૭૫ પેટાવિભાગ છે, પ્રત્યેક પ્રકૃતિના આઠ વિભાગ, ત્રસદશકના દશ અને સ્થાવર દશકના દશ વિભાગ મળી નામકર્મની ૯૩ કે ૧૦૩ ઉત્તર પ્રવૃતિઓ થાય છે. નામકર્મની આ વિવિધ પ્રવૃતિઓના કારણે જીવનું અલગ અલગ વ્યક્તિત્વ કેવી રીતે રચાય છે તેની જાણકારી આ પ્રવૃતિઓના અભ્યાસથી આવે છે. ચૌદ પિંડ પ્રકૃતિઓ તેમાં ૧. ગતિ નામ (૪ અવાંતર ભેદ), ૨. જાતિ નામ (પ ભેદ), ૩. શરીર નામ (૫ ભેદ), ૪. અંગોપાંગ નામ (૩ ભેદ), ૫. બંધન નામ (૫ કે ૧૫ ભેદ), ૬. સંઘાતન નામ (૫ ભેદ), ૭. સંવનન નામ (૬ ભેદ), ૮. સંસ્થાન નામ (૬ ભેદ), ૯. વર્ણ નામ (૫ ભેદ), ૧૦. ગંધ નામ (૨ ભેદ), ૧૧. રસ નામ (૫ ભેદ), ૧૨. સ્પર્શ નામ (૮ ભેદ), ૧૩. આનુપૂર્વી નામ (૪ ભેદ), ૧૪. વિહાયોગતિ નામ (૨ ભેદ). આ પ્રમાણે પિંડ પ્રકૃતિના ૬૫ કે ૭૫ ભેદ થાય છે. [ઉત્તર પ્રકૃતિ ૪૯ થી ૧૫૧] ૧. ગતિ નામકર્મ (૪૯ થી પર). સંસારમાં ભમતો જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ચાર ગતિમાં આખા સંસારનો સમાવેશ થાય છે. દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય છે (૪૯), મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે ઓળખાય છે (૫૦), તિર્યંચગતિમાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય છે (૫૧), અને નરકનો જીવ નારકી કહેવાય છે (પર). આમ ગતિ ૨૩૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નામકર્મમાં ચાર અવાંતર વિભાગ છે. દેવ, નારકી અને મનુષ્ય સિવાયનાં સર્વ સંજ્ઞી અસંજ્ઞી જીવો તિર્યંચ ગતિના કહેવાય છે. અને કર્માનુસાર જીવ આ ચારમાંથી એક ગતિમાં રહી, ચારે ગતિમાં ભમતો રહે છે. ૨. જાતિ નામ કર્મ (૫૩ થી ૫૭). આ નામ કર્મના પાંચ અવાંતર વિભાગ છે. જાતિ એટલે ભેદસૂચક વર્ગ. સમાનધર્મી એક જાતિના કહેવાય, જીવને એક થી પાંચ ઇન્દ્રિય સુધીની પ્રાપ્તિ હોય છેઃ સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ. માત્ર સ્પર્શેદ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે (૫૩), સ્પર્શ અને રસ મેળવનાર જીવ બેઇન્દ્રિયમાં સમાય છે (૫૪), સ્પર્શ, રસ અને ઘ્રાણ ઇન્દ્રિય મેળવનાર જીવ તેઇન્દ્રિય તરીકે ઓળખાય છે (૫૫), સ્પર્શ, રસ, ઘ્રાણ અને ચક્ષુ પામનાર જીવ ચૌરેંદ્રિય બને છે (૫૬), અને સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણની પ્રાપ્તિ વાળો જીવ પંચેન્દ્રિય બને છે (૫૭). જીવને ચડતી વખતે ક્રમથી એક એક ઇન્દ્રિય વધતી હોય છે. અને પાંચે ઇન્દ્રિયની લબ્ધિથી તે પંચેન્દ્રિય કહેવાય છે. તિર્યંચ સિવાયની ત્રણે ગતિમાં જીવ પંચેન્દ્રિય જ હોય છે, માત્ર તિર્યંચ ગતિમાં જ એકથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવો હોય છે. ૩. શરી૨ નામ કર્મ (૫૮ થી ૬૨). ત્રીજી શ૨ી૨ નામકર્મ નામની પિંડપ્રકૃતિના પાંચ પ્રકાર છે. ઔદારિક (૫૮), વૈક્રિય (૫૯), આહા૨ક (૬૦), તેજસ (૬૧) અને કાર્મણ (૬૨). ઉદાર એટલે સ્થૂળ પરથી ઔદારિક શબ્દ આવ્યો છે. જે સ્થૂળ પુદ્ગલ પરમાણુનું બનેલું શરીર હોય તે ઔદારિક શરી૨ કહેવાય છે. ઔદારિક શરીરમાં સર્વ મનુષ્યો, જળચર, સ્થળચર, ખેચર તિર્યંચો, અને વનસ્પતિ, પાણી, અગ્નિ આદિ સર્વ તિર્યંચોના શરીરનો સમાવેશ થાય છે. અસ્થિ, મજ્જા, મેદ, લોહી, વગેરેનાં, તથા પીંછા, માંસ, ચામડીવાળાં અંડજ, પોતજ, ગર્ભજ કે સંમુર્ચ્છિમ જીવોનાં શરી૨ સ્થૂળ ઉદાર પુદ્ગલનાં બનેલાં હોવાથી ઔદારિક શરીર કહેવાય છે. અને જે નામકર્મના કારણે આવાં પુદ્ગલનાં શરીર બંધાય છે તે ઔદારિક શરીર નામકર્મ કહેવાય છે. (૫૮) ૨૩૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ દેવો તથા નારકીને વૈક્રિય શરીર હોય છે. તેમને શરીરમાં વિક્રિયા કરવાની શક્તિ હોવાને લીધે વૈક્રિય કહેવાય છે. વિક્રિયા એટલે ફેરફાર. તેઓ પોતાનાં શરીરને નાનું મોટું કરી શકે છે, સુરૂપ કે કુરૂપ બનાવી શકે છે, ખેચર, ભૂચરમાં ફેરવી શકાય છે, આમ ફેરફાર કરવાની વિવિધતાભરી શક્તિ તેમનામાં હોવાથી તેમનાં શરીર વૈક્રિય કહેવાય છે. દેવો તથા નારકીને આ શરીર ભવપ્રત્યયી હોય છે. મનુષ્યને યોગલબ્ધિથી ટૂંકા સમય માટે આવું વૈક્રિય શરીર મળે છે, અને કોઇક જ તિર્યંચને આ શરીર કરવાની લબ્ધિ મળે છે. (૫૯). ત્રીજું શરીર તે આહારક. ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઈ જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે અથવા તીર્થકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં આવે છે. આ શરીરની વર્ગણાઓ અતિ સૂમ અને સ્ફટિક જેવી નિર્મળ હોય છે. જે કર્મના વિપાક રૂપે આ શરીર નિર્માણ થાય છે તેને આહારક શરીર નામકર્મ કહે છે. તેનો સમય કાળ ઘણો નાનો હોય છે. આ શરીરની લબ્ધિ મનુષ્ય ગતિમાં અપ્રમત્ત યતિને પ્રાપ્ત થાય છે. અન્ય ગતિઓમાં આ શરીર મળવું સંભવિત નથી. કારણ કે ઉચ્ચ અપ્રમત્ત દશા મનુષ્ય ગતિ સિવાયની ગતિમાં શક્ય નથી. (૬૦) આ ત્રણ સિવાયનાં બાકીનાં બે શરીરો સૂક્ષ્મ છે, ધૂળ આંખથી જોઈ શકાય તેવાં નથી, અને અનાદિકાળથી આત્મા પર ચીટકેલાં છે. તેમાં જૂનાં પરમાણુઓ ખરતાં જાય છે, અને નવાં પરમાણુઓ આત્મા પ્રહણ કરતો જાય છે, તેથી આ બે શરીર રહિત કોઈ પણ સંસારી અવસ્થામાં આત્મા થતો નથી. ઔદારિક કે વૈક્રિય શરીર છોડીને અન્ય શરીરમાં આત્મા જાય ત્યારે વાટે વહેતી વખતે પણ આ બે શરીર સાથે જ જાય છે. આ બંને શરીરનો યોગ આત્મા સિદ્ધ થાય ત્યારે જ છૂટે છે. શરીરમાં ગરમીને ઉત્પન્ન કરવાનું કાર્ય, લોહીનું પરિભ્રમણ કરાવવાનું કાર્ય, આહારને પચાવવાનું કાર્ય તેજસ શરીર કરે છે. પરભવમાં જતાં આ શરીર દ્વારા ૨૩૭. Page #271 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પુદ્ગલોનો આહાર કરી, તેનાથી ચેતન નવું શરીર બાંધે છે. તેજસ શરીરના પ્રભાવથી કોઈ વ્યક્તિ અન્ય જીવને બાળી નાખવા સમર્થ એવી તેજોવેશ્યા ઉત્પન્ન કરી શકે છે. ઉદા. ગોશાલક. (૬૧) કર્મ વર્ગણાનો આત્મા સાથે સંબંધ થાય, ચેતન અને કર્મ એકરૂપ થયેલાં લાગે, અથવા બહારની કર્મવર્ગણાને સ્વીકારી કર્મરૂપે પરિણમાવે તે કર્મ રૂપ શરીર તે કામણ શરીર. ટુંકમાં કર્મના આખા માળખાને કાશ્મણ શરીર તરીકે ઓળખી શકાય. કર્મ તો પ્રત્યેક સમયે બંધાતા હોવાથી પ્રત્યેક સમયે કામણ શરીરમાં ફેરફાર થયા જ કરે છે. મૃત્યુ પછી પણ તેજસ તથા કામણ શરીર જીવ સાથે જાય છે. દારિક શરીર સૌથી સ્થૂળ છે, અને તે પછીનાં સર્વ શરીરો ઉત્તરોત્તર સૂમ થતાં જાય છે, આ ક્રમે વિચારતાં કાર્પણ શરીર સહુથી સૂક્ષ્મ છે. (૬૨) ૪. અંગોપાંગ નામકર્મ (૬૩, ૬૪, ૬૫) શરીરને અંગ, ઉપાંગ અને અંગોપાંગ હોય છે. મનુષ્યને ઔદારિક શરીરમાં આઠ અંગો છેઃ બે હાથ, બે સાથળ, પીઠ, માથું, ઉર (હૃદય) અને ઉદર (પેટ). ઉપાંગ એટલે અંગને લાગેલા અવયવો. હાથપગની આંગળી, જંઘાને લાગેલ ઢીંચણ વગેરે. અને અંગોપાંગ એટલે આંગળીના સાંધા, રેખા, વાળ, રોમ વગેરે. અંગ, ઉપાંગ અને અંગોપાંગ દારિક, વૈક્રિય તથા આહારક શરીરમાં હોય છે, તેજસ અને કાર્પણ શરીરમાં અંગોપાંગ સંભવતા નથી. તેથી આ પિંડ પ્રકૃતિનાં ત્રણ ભાગ પડે છેઃ ઔદારિક અંગોપાંગ નામકર્મ (૬૩), વૈક્રિય અંગોપાંગ નામકર્મ (૬૪) અને આહારક અંગોપાંગ નામકર્મ (૬૫). ૫. બંધન નામકર્મ (૬૬-૮૦). શરીરમાં જુનાં પુદ્ગલો ભોગવાઈને ખરતાં જાય છે, અને નવાં ગ્રહણ થતાં જાય છે. નવાં તથા જૂનાં પુગલોને જોડવાનું કામ બંધન નામકર્મ કરે છે. બે ટીનનાં પતરાંને જોડનાર રેણ, બે કાગળને જોડનાર ગંદર જેવું કામ આ બંધન નામકર્મ કરે છે. પુદ્ગલ પુદ્ગલ વચ્ચેનું અનુસંધાન કરે છે, અને તેથી પરમાણુઓ વચ્ચેનો સંબંધ ૨૩૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ બંધાય છે, અને વિખરાય નહિ ત્યાં સુધી ચાલુ રહે છે. તેજસ તથા કાર્મણ શરીરનો જીવ સાથે સંબંધ આ કર્મ કરાવે છે. પરભવથી આવી પ્રથમ આહાર કરી શરીર બાંધે ત્યારે સર્વબંધ કરે છે, અને શરીરનો ત્યાગ થાય ત્યાં સુધી વખતો વખત દેશબંધ કરે છે. તેજસ તથા કાર્મણ શરીરને સર્વબંધ નથી, માત્ર દેશબંધ જ છે. આ બંધન પાંચ શરીરને હોવાથી તેનાં પાંચ પ્રકાર થાય છે: ઔદારિક બંધન નામકર્મ (૬૬), વેક્રિય બંધન નામકર્મ (૬૭), આહારક બંધન નામકર્મ (૬૮), તેજસ બંધન નામકર્મ (૬૯) અને કાશ્મણ બંધન નામકર્મ (૭૦). આ પાંચ પ્રકારનાં બંધનો એકબીજા સાથે મેળ જમાવે ત્યારે બંધન નામકર્મનાં પંદર પ્રકાર થાય છે. ઔદારિક ઔદારિક બંધન નામકર્મ (૬૬), વૈક્રિય વૈક્રિય બંધન (૬૭), આહારક આહારક બંધન (૬૮), દારિક તેજસ (૬૯), વૈક્રિય તેજસ બંધન (૭૦), આહારક તેજસ બંધન (૭૧), ઔદારિક કાર્પણ બંધન (૭૨), વૈક્રિય કાર્પણ બંધન (૭૩), આહારક કાર્પણ બંધન (૭૪), ઔદારિક તેજસ કામણ (૭૫), વૈક્રિય તેજસ કામણ (૭૬), આહારક તેજસ કામણ બંધન (૭૭), તેજસ્ તેજસ બંધન (૭૮), કાર્પણ કાર્પણ બંધન (૭૯), તેજસ્ કામણ બંધન (૮૦). ૬. સંઘાતનામકર્મ (૮૧ થી ૮૫). સંઘાત એટલે એકઠું કરવું. જેમ ખરપડીથી તણખલાં કે ઘાસને એકઠું કરવામાં આવે કે પાવડાથી માટી, ગારો, ચૂનો, ભેગો કરવામાં આવે છે, તેમ ઔદારિક પુગલોને આત્મા તરફ ખેંચી લાવે અથવા વૈક્રિય, આહારક, તેજસ કે કાશ્મણ પુગલોને ચેતન તરફ ખેંચી લાવે તે સંઘાતન નામકર્મ છે. મતલબ કે આ કર્મને લીધે પ્રાણી સ્વયોગ્ય ઔદારિક પુદ્ગલનો રાશિ કરે, તેને બંધન નામકર્મને લીધે બાંધે અને અંગોપાંગ નામકર્મને લઈને હાથપગ વગેરેના આકારો ઘડે. આ રીતે સંઘાતનના પાંચ પ્રકાર થાય છે. ૧. ઔદારિક સંઘાતન નામકર્મ (૮૧), ૨. વૈક્રિય સંઘાતન નામકર્મ (૮૨), ૩. આહારક સંઘાતન નામકર્મ (૮૩), ૪. તેજસ સંઘાતન નામકર્મ (૮૪) અને કાર્પણ સંઘાતન નામકર્મ (૮૫). જીવ મનુષ્ય જીવનમાં ઔદારિક સંઘાતનથી પુદ્ગલ એકઠાં કરે છે, અને શરીર તથા અંગોપાંગને બાંધવામાં બંધન અને અંગોપાંગ બંધનની ૨૩૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રકૃતિ કાર્યકારી થાય છે. તેજસ કામણ શરીર તો હોય જ છે. આમ શરીર રચનાની કાર્યસિદ્ધિ થવાની શરૂઆત થાય છે. ૭. સંવનનનામ કર્મ (૮૬ થી ૯૧). મનુષ્ય અને તિર્યચના ઔદારિક શરીરમાં હાડકાંની રચના અને તેના સાંધાઓનો મેળ બહુ અગત્યનો ભાગ ભજવે છે. આ હાડકાંના જોડાણની રચના સંવનન નામ કર્મથી થાય છે. તેના છ પ્રકાર છે. તેમાં જે સૌથી મજબૂત પ્રકાર તે “વજઋષભનારાચ સંહનન” છે. આ સંઘયણ (સંહનન)માં બે જોડાયેલાં હાડકાં પર તેને જકડી રાખનાર એક ત્રીજું ઋષભ નામનું નાનું હાડકું હોય છે, અને એ ત્રણેને ભેદે તેવી સ્કુ જેવી હાડકાંની ખીલી “વજ” હોય છે. અને તેના ફરતું પાટા જેવું “નારાચ” નામનું હાડકું રહે છે. આ રીતે પાટો, ખીલી અને નાના હાડકાંથી અરસપરસ લાગી રહેલા હાડકાના મેળાપવાળા શરીરને “વજઋષભનારાચ સંઘયણ” વાળું શરીર કહે છે. (૮૬) બે હાડકાંને મર્કટબંધ (પાટો) હોય; ઉપર ત્રીજું નાનું હાડકું હોય; પણ વજખીલી ન હોય તે બીજું ઋષભનારા સંઘયણ છે. (૮૭) બે હાડકાંને જોડનાર મર્કટબંધ હોય પણ ત્રીજું હાડકું (ઋષભ) ન હોય અને ખીલી પણ ન હોય તે ત્રીજું “નારાચ સંઘયણ”. (૮૮) શરીરમાં બે હાડકાંને જોડનાર એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ ખીલી હોય તે હાડકાંની સંધિ “અર્ધનારાચ સંઘયણ” કહેવાય. (૮૯) બે હાડકાંની વચ્ચે માત્ર ખીલી (વજ) હોય તેવાં હાડકાંના સાંધાવાળા શરીરને “કીલિકા સંઘયણ” કહેવાય છે. (૯૦) અને જે અસ્થિસંધિમાં પાટો (નારાચ), બંધન (ઋષભ) કે ખીલી (વજ) પણ ન હોય, માત્ર હાડકાં એકબીજાને અડીને રહેતાં હોય તે સંધિબંધને છેવટું (સેવા) સંઘયણ” કહેવામાં આવે છે. (૯૧) આ સંઘયણો માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે. વૈક્રિય કે આહારક શરીરમાં હાડકાં જ ન હોવાને કારણે આ સંઘયણ નથી. ચોથા આરામાં પહેલાં પાંચ સંઘયણો ૨૪૦ Page #274 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ હતા, છઠું સંઘયણ પાંચમા આરામાં છે. મોક્ષમાં જવા માટે જે શરીરબળ જોઇએ તે માત્ર પહેલા સંઘયણમાં જ છે. અને ઉત્તમ ધ્યાનબળ માટેનું શરીર પ્રથમના ત્રણ સંઘયણવાળું છે. ૮. સંસ્થાન નામકર્મ (૯૨ થી ૯૭). શરીરનાં બંધારણ સાથે તેનો આકાર કેવો થવો તે સંસ્થાન નામકર્મ નક્કી કરે છે. સંસ્થાનથી શરીરનો બાહ્ય આકાર નક્કી થાય છે. સહુથી સુડોળ “સમચતુરર્સ સંસ્થાન છે. સમ એટલે સરખું. ચતુ એટલે ચાર અને અસ એટલે ખુણા. એક વ્યક્તિ પદ્માસને બેસે ત્યારે તેના જંઘાના એક છેડાથી બીજા છેડા સુધીનું માપ, ડાબા જાનુ અને જમણા ખભા વચ્ચેનું માપ, જમણા જાનુ અને ડાબા ખભા સુધીનું માપ અને પલાંઠીની પીઠથી કપાળ વચ્ચેનું માપ, આ ચારે માપ એકસરખાં આવે તે સમચતુરસ સંસ્થાન છે. ઉત્તમ મનુષ્યો તથા દેવોને આ પ્રકારનું સંસ્થાન હોય છે. (૯૨) - નાભિ (ઘૂંટી) ઉપરનો શરીરનો ભાગ ખૂબ સુંદર અને આકર્ષક હોય તે બીજું “ચરોધ” સંસ્થાન કહેવાય છે. જગોધ એટલે વડનું ઝાડ તે ઉપરથી ફાલેલું સુંદર હોય અને નીચેના અડધા ભાગનાં મૂળિયાં આકર્ષક ન હોય. (૯૩) નાભિની નીચેનો ભાગ ઘાટસરનો આકર્ષક હોય અને ઉપરનાં અંગો હીન હોય તે ત્રીજું “સાદિ” સંસ્થાન. (૯૪) જેનાં હાથ, પગ, ડોક સુંદર હોય, હૃદય, પેટ, પૂંઠ હીન હોય અને પીઠમાં મુંધવાળાને “કુલ્થ” સંસ્થાન કહેવામાં આવે છે. (૯૫) જેનાં હાથ, પગ, ડોક અધમ હોય પણ બાકીનાં અંગો સરસ હોય તે પાંચમું વામન” સંસ્થાન. (૯૬) આખા અંગના લક્ષણો વાંકાચુંકા અને આડાંઅવળાં હોય તે છઠું અને છેલ્લું હુંડક' સંસ્થાન છે. (૭) દરેક ગતિમાં જીવને સંસ્થાન હોય છે. આ આઠમી પિંડ પ્રકૃતિનાં ૨૪૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ પ્રમાણે છ પ્રકાર છે. દેવગતિમાં પ્રથમ સંસ્થાન હોય છે, મનુષ્ય ગતિમાં છએ સંસ્થાન સંભવે છે અને તિર્યંચ તથા નરક ગતિમાં માત્ર છ સંસ્થાન જ હોય છે. ૯. વર્ણ નામકર્મ (૯૮ થી ૧૦૨). જૈન પરંપરામાં મૂળ પાંચ વર્ણ - રંગ જણાવવામાં આવ્યા છે. કૃષ્ણ-કાળો; નીલઘેરો લ્યુ. આ બે રંગ અશુભ અને પાપપ્રકૃતિરૂપ છે. હરિત-હળદર જેવો પીળો, લોહિત-સિંદુર જેવો લાલ અને શ્વેત-દૂધ કે શંખ જેવો સફેદ. આ ત્રણ રંગ શુભ અને પુણ્યપ્રકૃતિરૂપ છે. આ પાંચમાંથી કોઇ પણ વર્ણનું શરીર હોઈ શકે છે. આ વર્ણ ચક્ષુઇન્દ્રિયનો વિષય છે. ૧૦. ગંધ નામકર્મ (૧૦૩-૧૦૪). શરીરની વાસના બે પ્રકાર છે: સુગંધી અને દુર્ગધી. જેના શરીરમાંથી સુગંધ છૂટતી હોય તે શુભ અને પુણ્યપ્રકૃતિ છે. આવું સુગંધી શરીર મનુષ્યોમાં માત્ર તીર્થકરને અને પદ્મિની સ્ત્રીને જ હોય છે. (૧૦૩) અને બાકી બધાનાં દુર્ગધ છોડનારાં શરીર છે. આવું શરીર અશુભ અને પાપપ્રકૃતિવાળું છે. (૧૦) ગંધ એ નાકનો વિષય છે. અને તેના અનુસંધાનમાં સુરભિગંધ નામકર્મ (૧૦૩) અને દુરભિગંધ નામકર્મ (૧૦૪) એમ બે પ્રકાર થાય છે. ૧૧. રસ નામકર્મ (૧૦૫ થી ૧૦૯). રસ એ જીલ્ડા ઇન્દ્રિયનો વિષય છે. અને તેનાં પાંચ પ્રકાર છે. તે રસોની મેળવણીથી અન્ય રસો ઉત્પન્ન થાય છે, પણ મૂળ પાંચ રસ છે. તિક્તરસ – કરિયાતા જેવો કડવો (૧૦૫), કટુ રસ – સુંઠ કે મરી જેવો આકરો (૧૦૬). આ બંને રસ અશુભ અને પાપપ્રકૃતિ છે. કષાયલ રસ – હરડે જેવો તુરો (૧૦૭), આમ્સ – આંબલી જેવો ખાટો (૧૦૮) અને મધુરસ – શેરડી જેવો મીઠો (૧૦૦). આ ત્રણ શુભ અને પુણ્યપ્રકૃતિવાળા રસ છે. ૨૪૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ ૧૨. સ્પર્શ નામકર્મ (૧૧૦ થી ૧૧૭). સ્પર્શ આઠ પ્રકારના ગણાય છે. તેમાં બે બેના જોડકાંરૂપ ચાર યુગલ તૈયાર થાય છે. આ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. ગુરુ – લઘુ સ્પર્શ (૧૧૦-૧૧૧) – ભાર સહિતનો સ્પર્શ તે ગુરુ સ્પર્શ અને પીછાં કે રૂનો હળવો સ્પર્શ તે લઘુ સ્પર્શ છે. ખર – મૃદુ સ્પર્શ (૧૧૨-૧૧૩) બરછટ સ્પર્શ, ગાયની જીભ જેવો કઠણ સ્પર્શ તે ખર સ્પર્શ અને સુંવાળો માખણ જેવો સ્પર્શ તે મૃદુ સ્પર્શ છે. શીત – ઉષ્ણ સ્પર્શ (૧૧૪-૧૧૫) ઠંડો બરફ જેવો સ્પર્શ તે શીત સ્પર્શ અને ગરમ ઊનો અગ્નિ જેવો સ્પર્શ તે ઉષ્ણ સ્પર્શ કહ્યો છે. રુક્ષ – સ્નિગ્ધ સ્પર્શ (૧૧૬-૧૧૭) લુખો રાખ જેવો સ્પર્શ તે રુક્ષ સ્પર્શ અને ચીકાશવાળો ઘી, તેલ, ગુંદરના સ્પર્શ જેવો સ્પર્શ તે સ્નિગ્ધ સ્પર્શ કહ્યો છે. આ આઠે પ્રકારનાં સ્પર્શ સ્પર્શેન્દ્રિયના વિષયો છે. તેમાંથી ગુરુ, ખર, શીત અને રુક્ષ સ્પર્શ અશુભ ગણાયા છે, તથા લઘુ, મૃદુ, ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શને શુભ ગણવામાં આવ્યા છે. દરેક જોડકામાંથી એકનું સંભવિતપણું હોય, બંને પ્રકાર એક સાથે સંભવે નહિ. તેથી વધુમાં વધુ એક સાથે ચાર પ્રકારનાં સ્પર્શ સંભવી શકે છે. આ રીતે વિચારતાં પાંચ વર્ણ (ચક્ષુનો વિષય), બે ગંધ (નાકનો વિષય), પાંચ રસ (જીવ્હાનો વિષય), આઠ સ્પર્શ (સ્પર્શેન્દ્રિયનો વિષય) મળતાં ચાર ઇન્દ્રિયને લગતાં વીસ વિષયો થયા, તેમાં શ્રવણેદ્રિયના શુભ અવાજ, અશુભ અવાજ અને શુભાશુભ અવાજ એ ત્રણ ભેળવતાં પાંચ ઇન્દ્રિયના કુલ ત્રેવીશ વિષયો થાય છે. આમાંથી અગ્યાર અશુભ અને બાર શુભ છે. આ વિષયાભિલાષા જીવને સંસારનું પરિભ્રમણ કરાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ૧૩. આનુપૂર્વી નામકર્મ (૧૧૮ થી ૧૨૧). આત્મા અમર હોવા છતાં તે એક દેહ છોડી બીજા દેહમાં પ્રવેશ કરવા જાય છે તેમાં તેને એકથી ચાર સમય જેટલો કાળ લાગે છે. સમશ્રેણિએ થઈ આત્મા ઉપજવાના ૨૪૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્થળે પહોંચે તો તેને એક સમય લાગે અને જો વક્રગતિથી જાય તો તેને બે, ત્રણ કે વધુમાં વધુ ચાર સમય લાગે છે. આ રીતે વર્તમાન શરીર મૂક્યા પછી ઉપજવાના સ્થળ તરફ ખેંચી જનાર કર્મને “આનુપૂર્વી નામકર્મ” કહે છે. બળદને નાથેલા દોરાથી જેમ ખેંચવામાં આવે છે, તેવું કાર્ય આનુપૂર્વી નામકર્મ કરે છે. આ કર્મ ચારે ગતિને વિશે હોય છે. જે કર્મ જીવને નરક પ્રતિ દોરી જાય તે નરકાનુપૂર્વી કર્મ (૧૧૮) છે, જે તિર્યંચ ગતિ તરફ દોરી જાય તે તિર્યગાનુપૂર્વી નામ કર્મ (૧૧૯) છે, મનુષ્ય ગતિમાં દોરી જનાર કર્મ મનુષ્યાનુપૂર્વી (૧૨૦) છે, અને દેવગતિમાં સ્થિતિ કરાવનાર દેવાનુપૂર્વી (૧ર૧) કર્મ છે. ૧૪. વિહાયોગતિ નામકર્મ (૧૨૨ થી ૧૨૩). - વિહાયોગતિ એટલે ચાલવાનો પ્રકાર. કેટલાંકની ચાલવાની રીત બેઢંગી હોય છે. ઊંટ, ગધેડાં, તીડ જેવાંની ચાલ ખરાબ ગણાય છે, અશુભ કહેવાય છે. આવી ચાલ અશુભ વિહાયોગતિ (૧૨૨) કહેવાય છે. ત્યારે હંસ, બળદ, હાથી જેવાંની ચાલને સારી ગણવામાં આવે છે. આવી ચાલને શુભ વિહાયોગતિ (૧૨૩) કહે છે. આમ વિહાયોગતિના બે પ્રકાર થાય છે. આ પ્રકારે ચોદ પિંડ પ્રકૃતિના કુલ ૬૫ કે ૭૫ વિભાગ થાય છે. ગતિ-૪, જાતિ-૫, શરીર-૫, અંગોપાંગ-૩, બંધન-૫ કે ૧૫, સંઘાતન-૫, સંઘયણ-૬, સંસ્થાન-૬, (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ)-૨૦, આનુપૂર્વી-૪ અને વિહાયોગતિ-૨. આઠ પ્રત્યેકપ્રકૃતિ (૧૨૪ થી ૧૩૧). જે પ્રકૃતિને પેટાવિભાગ નથી, જે માત્ર એક પ્રકારના પર્યાયોને નીપજાવનાર હોય છે, તેને પ્રત્યેક પ્રકૃતિ કહે છે. આ પ્રકૃતિ આ પ્રમાણે છે – પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉઘાત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ અને ઉપઘાત નામકર્મ. આમાંની ઉપઘાત સિવાયની સાતે પ્રકૃતિ શુભ છે. ૨૪૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ ૧. પરાઘાત નામકર્મ પરાઘાત નામકર્મથી જીવ પોતે વિજય મેળવે અને સામાથી હાર ન પામે એવો બેવડો લાભ આ નામકર્મ આપે છે. ઉગ્રતાથી આવતો માણસ સામે આવતા ઠંડો થઈ જાય, લડાઈ, મેચ, કુસ્તી, શરત વગેરેમાં વિજયી થાય, જેને આગેવાની ભરેલું સ્થાન મળે તે સર્વ આ નામકર્મના પ્રભાવથી થાય છે.પોતે દેખાવમાં બળવાન કે લટ્ટ ન હોય છતાં સામા પર વિજય મેળવે એ આ કર્મનું શુભ ફળ છે. આ નામકર્મ સદેવ શુભ છે. (૧૨૪) ૨. ઉચ્છવાસ નામકર્મ સહેલાઇથી શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા આ નામકર્મના આધારથી થાય છે. કાકડા આડા ન આવે, ફેફસાં મજબૂત હોય, શ્વાસ લેતાં કે મૂકતાં જરાય અડચણ ન થાય તે આ નામકર્મનો વિપાક છે. શ્વાસોશ્વાસ નામકર્મ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ વચ્ચે ભેદ છે. આ નામકર્મ શુભ જ હોય છે. (૧૨૫) ૩. આતપ નામકર્મ જે કર્મના ઉદયથી પોતે ઠંડો હોવા છતાં સામાને પ્રકાશ આપે, ગરમી આપે તે આતપ નામકર્મ કહેવાય છે. પારકાંને તાપ ઉપજાવે તેવા ઠંડા શરીરપુગલોની પ્રાપ્તિ કરાવે તે કર્મ આપ નામકર્મ છે. સૂર્ય પરના પૃથ્વીકાય જીવો જાતે શીતસ્પર્શી છે, પણ બીજાને તે ગરમી આપે છે તે આ નામકર્મના ઉદયથી. અગ્નિકાય જીવોને આતપ નામકર્મ નથી, તેને ઉષ્ણસ્પર્શનામકર્મનો ઉદય છે. આતપ કર્મ શુભ જ હોય છે. (૧૬) ૪. ઉદ્યોત નામકર્મ જે કર્મના ઉદયથી જીવનું શરીર ચંદ્રના પ્રકાશ જેવું ઠંડું કરે, સામાને ઠંડક આપે તે ઉદ્યોત નામકર્મ. ચંદ્ર, તારા, ગ્રહ, આદિમાંથી શીત પ્રકાશ નીકળે છે તે ઉદ્યોત નામકર્મનું ફળ છે. ચોમાસામાં આગિયાનો જોવા મળતો પ્રકાશ પણ આ કર્મનો ઉદય સૂચવે છે. આ પણ શુભ કર્મ છે. (૧૨૭) ૨૪૫. Page #279 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૫. અગુરુલઘુ નામકર્મ સમધારણ ઔદારિક શરીરની પ્રાપ્તિ અગુરુલઘુ નામકર્મના ઉદયથી થાય છે. શરીર ભારે નહિ, હળવું નહિ, પાતળું નહિ, જાડું નહિ વગેરે આ નામ કર્મના શુભ પ્રભાવથી થાય છે. આત્મા-જીવ નિત્ય નિગોદમાં પૂરેપૂરો અવરાયેલો હોય છે. તે વખતે તેનું એટલું સૂક્ષ્મ રૂપ હોય છે કે તેના પર માત્ર અસંખ્ય પરમાણુઓ જ રહી શકે છે. શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણકના નિમિત્તથી એક પછી એક એમ સાત પરમાણુઓ નીકળે છે, અને, તેટલી જગ્યા આત્મા પર ખુલ્લી થાય છે. આને સાત પ્રદેશ અનાવરણ થયા એમ કહેવામાં આવે છે. જીવનું આ સ્વરૂપ તે અગુરુ રૂપ. સિધ્ધ થતા આત્માના પ્રભાવથી નિત્ય નિગોદના જીવનો આઠમો પ્રદેશ ખૂલે છે અને તે જીવ ઔદારિક શરીર ધારણ કરી પૃથ્વીકાયરૂપે પરિભ્રમણ શરૂ કરે છે. પછી જેમ જેમ જીવનાં કર્મો ઓછાં થતાં જાય છે, તેમ તેમ તેનું વિસ્તૃત સ્વરૂપ થતું જાય છે. કેવળી સમુદ્યાત વખતે તે આખા લોકપ્રમાણ થઈ જાય છે - તે આત્માનો અલઘુ ગુણ. એક પરમાણુને રહેવાની જગ્યા તે એક પ્રદેશ. અસંખ્ય પરમાણુરૂપ આત્મા છૂટતી વખતે આખા લોકમાં વિસ્તરી લોકરૂપ થાય છે. તેથી લોકના અસંખ્ય પ્રદેશ કહ્યા છે. વળી લોકની સાથે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકરૂપ હોવાથી તે પણ અસંખ્ય પ્રદેશી ગણાયા છે. એ જ રીતે લોકાકાશ અસંખ્ય પ્રદેશી છે અને સમગ્ર આકાશ અનંત પ્રદેશ છે. તત્ત્વથી આત્માના વિભાગ નથી. પ્રદેશ આત્માને સમજાવવા માટે જણાવેલ છે. સૂમથી સ્થૂળ સ્વરૂપનો વિસ્તાર થાય છે તે આત્માનો અગુરુલઘુ ગુણ બતાવે છે. (૧૨૮). ૬. તીર્થંકર નામકર્મ સર્વ જીવોનું કલ્યાણ થાય એવા ભાવ ઘણા ઘણા ભવો સુધી કર્યા પછી, સારી રીતે આગળ વધેલો આત્મા આ નામકર્મ બાંધે છે. જે ભવમાં તીર્થ પ્રવર્તાવે તેના ૨૪૬ Page #280 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ પહેલાના મનુષ્ય જન્મમાં આ નામકર્મ નિકાચિત થાય છે, અને તેના પ્રભાવથી પ્રભુને અનેક અતિશયો પ્રગટે છે. કેવળજ્ઞાન લેતાંની સાથે આ નામકર્મનો ઉદય થાય છે, દેવો ઉત્સવ કરે છે, સમવસરણ રચે છે, ૩૪ અતિશયો પ્રગટે છે, તેમાંના ચાર અતિશય તેમને જન્મથી જ હોય છે. પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ ચોતરફ ફેલાવે છે. આ કર્મ અતિ શુભ છે. એક કાળચક્રમાં ભરતક્ષેત્રમાં માત્ર બે વખત ચોવીશ તીર્થંકર થાય છે. ઐરાવતમાં પણ એમ જ છે, અને મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્ય વીશ અને ઉત્કૃષ્ટ ૧૬૦ તીર્થંકર એક સાથે હોય છે. (૧૨૯) ૭. નિર્માણ નામકર્મ આ કર્મના ઉદયથી શરીરનાં સર્વ અવયવો યોગ્ય સ્થાને, સારા આકારે ગોઠવાય છે. હાથ, પગ, પેટ, મસ્તક વગેરે સ્વયોગ્ય સ્થાને આ કર્મના પ્રભાવથી ગોઠવાય છે. અંગોપાંગ નામકર્મ તેનું સર્જન કરે છે, અને નિર્માણ નામકર્મ તે અંગોપાંગને યોગ્ય સ્થાને મૂકે છે. આ શુભ નામકર્મ છે. (૧૩૦) ૮. ઉપઘાત નામકર્મ જે કર્મના ઉદયથી પોતાના શરીરનાં અવયવોથી પોતાને પીડા થાય, પોતે હણાય, ત્રાસ પામે તે ઉપઘાત નામકર્મ. આ કર્મને કારણે જરૂરી અંગ ન હોય, બિનજરૂરી વધારાનાં કષ્ટ કરનાર અંગો આવે, ચાલતાં પગ લચકાય, પગથી પગને નુકશાન થાય ઇત્યાદિ કર્મ તે ઉપઘાત નામકર્મ. આઠ પ્રત્યેક પ્રકૃતિમાં આ એક જ પ્રકૃતિ અશુભ છે. બાકીની સાત શુભ છે. (૧૩૧) નામકર્મની ત્રસદશક અને સ્થાવર દશક પ્રકૃતિઓ. ત્રસદશક અને સ્થાવર દશક એ વીશ પ્રકૃતિ એક રીતે પ્રત્યેક પ્રકૃતિ જેવી જ છે. ત્રસદશકની દરેક પ્રકૃતિ શુભ અને સ્થાવર દશકની દરેક પ્રકૃતિ અશુભ છે. ત્રસદશકમાં ત્રસનામ, બાદર નામ, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આઠેય અને ૨૪૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ યશકીર્તિનો સમાવેશ છે. અને સ્થાવર દશકમાં સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય અને અપયશ નામકર્મ આવે છે. ત્રણ અને સ્થાવર દશકની પ્રકૃતિઓ એકબીજાથી વિરોધી છે, તે તેનો અભ્યાસ કરવાથી સમજાય છે. ત્રણ-સ્થાવર નામકર્મ લોકમાં સર્વત્ર ગતિ કરવાની આત્માની શક્તિને મર્યાદિત બનાવી, અમુક જીવને અમુક હદ સુધી પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાની શક્તિ જે કર્મને લીધે મળે છે તે કર્મનું નામ ત્રસ નામકર્મ છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસ છે. આ પુણ્યપ્રકૃતિ છે. (૧૩૨) જીવોને સ્થિર રાખવાનું કામ સ્થાવર નામકર્મ કરે છે. આત્માની ગમનશક્તિને મર્યાદિત કરનાર ત્રસ નામકર્મ છે, તો સ્થાવર કર્મથી એ શક્તિ પણ રુંધાય છે. જે પોતાની ઇચ્છાથી સ્થળાંતર ન કરી શકે તે સ્થાવર. એકેંદ્રિય જીવ સ્થાવર છે. આ પાપપ્રકૃતિ છે. (૧૩૩) બાદર – સૂક્ષ્મ નામકર્મ અરૂપી આત્માને રૂપી બનાવનાર આ બાદર – ધૂળ કર્મ છે. જે શરીરને ચહ્યું કે અન્ય ઇન્દ્રિયથી જાણી દેખી શકાય તે બાદર નામકર્મ. બેથી પાંચ ઇન્દ્રિય જીવો બાદર નામકર્મ ધરાવે છે. આ પુણ્ય પ્રકૃતિ છે. (૧૩૪) સૂક્ષ્મ નામકર્મ આત્માનું રૂપીપણું ઉત્પન્ન તો કરે છે, પણ તે એટલું બધું બારિક – સૂક્ષ્મ હોય છે કે ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી. પુદ્ગલના સ્થૂળતાના અને સૂમતાના ગુણને પ્રગટ કરનાર બાદર અને સૂક્ષ્મનામકર્મ છે. એકેંદ્રિય જીવોમાં ઘણા સૂક્ષ્મનામકર્મ ધરાવે છે, અને કેટલાંક બાદર નામકર્મ ધરાવે છે. જ્યાં એક શરીરમાં અનેક એકેંદ્રિય જીવો સમાય છે તે સૂમ નામકર્મના પ્રભાવથી થાય છે. આ નામકર્મ એ પાપ પ્રકૃતિ છે. (૧૩૫) ૨૪૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ પર્યાપ્ત – અપર્યાપ્ત નામકર્મ જીવ બહારથી આવી પ્રથમ પુદ્ગલોનો સંચય કરે તેને આહાર પર્યાપ્ત કહેવામાં આવે છે. જીવ પોતાની સાથે તેજસ્ તથા કાર્મણ શરીર લઇને આવે છે, અને આહાર લઈ શરીર બાંધવાનું શરૂ કરે તે બીજી શરીર પર્યાપ્તિ. તે પછી એક થી પાંચ સુધીની સ્વયોગ્ય ઇન્દ્રિય બંધાય, તે પછી શ્વાસોશ્વાસ, ભાષા અને મન બંધાય છે. આ રીતે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પ્રકારે વધુમાં વધુ પર્યાપ્તિ હોય છે. એકેંદ્રિયને પ્રથમની ચાર, વિકલૅન્દ્રિયને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. જીવની પુદ્ગલોને ગ્રહણ કરવાની અને પરિણમાવવાની શક્તિને પર્યાપ્તિ કહે છે. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરવાળો છએ પર્યાપ્તિ એકી સાથે શરૂ કરે છે, અને ત્રણે શરીરોની પહેલી પર્યાપ્તિ એક સમયમાં અને બીજી અંતમુહૂર્તમાં પૂરી થાય છે. દારિક શરીરમાં બાકીની ચારે પર્યાપ્તિ જુદી જુદી અસંખ્ય સમયના અંતમુહૂર્ત પ્રમાણ હોય છે. ત્યારે વૈક્રિય તથા આહારક શરીરમાં બાકીની ચારે પર્યાપ્તિ એક એક સમયની હોય છે. છએ પર્યાપ્તિનો આરંભ સાથે હોય છે, પણ પહેલી એક જ સમયમાં પૂરી થાય છે. દેવોમાં બીજી પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે, ત્રીજી અને ચોથી સમયે સમયે તથા પાંચમી અને છઠ્ઠી એક સમયમાં પૂરી થાય છે. ઔદારિક શરીરી પહેલી પર્યાપ્તિ એક સમયમાં પૂરી કરે, તે પછી અંતમુહૂર્તમાં બીજી પર્યાપ્તિ પૂરી કરે, તે પછીના અંતમુહૂર્તમાં ત્રીજી પર્યાપ્તિ પૂરી થાય અને એ રીતે ચોથી, પાંચમી તથા છઠ્ઠી પર્યાપ્તિ પછીના દરેક અંતર્મુહૂર્ત કાળમાં પૂરી થાય છે. વૈક્રિય અને આહારક શરીરી પહેલી પર્યાપ્તિ એક સમયમાં પૂરી કરે છે. તે પછીની બીજી પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે. અને પછીની ચારે પર્યાપ્તિ એક એક સમયે પૂરી થતી જાય છે. દેવતા પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ બંને એક જ સમયે પૂરી કરે છે. ૨૪૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જેને જેટલી પર્યાપ્તિ કહી છે તેટલી પર્યાપ્તિ પૂરી કરીને મરે તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે (૧૩૬). અને એ પર્યાપ્તિઓ પૂરી કર્યા પહેલાં મરે છે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે (૧૩૭). જેણે પર્યાપ્તિ બાંધવાની શરૂ કરી છે પણ પૂરી થઈ નથી, છતાં તે પૂરી કરનાર છે તે કરણ અપર્યાપ્ત અને જેણે સર્વ પર્યાપ્તિ પૂરી કરી લીધી છે તે કરણ પર્યાપ્ત કહેવાય છે. ટુંકમાં કહીએ તો જે કર્મની મદદથી આત્મા પોતાને યોગ્ય તમામ જીવનશક્તિઓ ચલાવવાના સાધનથી સંપન્ન થઈ શકે છે તે કર્મનું નામ પર્યાપ્ત નામકર્મ છે, અને જેને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરાવનાર કર્મ ન હોવાથી, પર્યાપ્ત પૂરી થયા વિના મરવું પડે તે અપર્યાપ્ત નામકર્મ છે. આવા જીવ અનુક્રમે પર્યાપ્ત તથા અપર્યાપ્ત કહેવાય છે. (૧૩૬-૧૩૭) પર્યાપ્ત નામકર્મ શુભ અને અપર્યાપ્ત નામકર્મ અશુભ છે. પ્રત્યેક નામકર્મ - સાધારણ નામકર્મ જીવને પોતાને માટે સ્વતંત્ર શરીર બાંધવાની શક્તિ આપનાર કર્મ તે પ્રત્યેક નામકર્મ છે. વિકલત્રય અને સંજ્ઞી પંચેન્દ્રિયને પ્રત્યેક નામકર્મનો ઉદય હોય છે. આ શુભ પ્રકૃતિ છે (૧૩૮). અને જીવ પોતાને માટે સ્વતંત્ર શરીર બાંધી ન શકે, પણ અનંત જીવો વચ્ચે એક જ શરીર બાંધી શકે. તે સાધારણ નામકર્મ છે. સાધારણ એટલે સહિયારું. સાધારણ શરીરી જીવ બાદર કે સૂક્ષ્મ નિગોદમાં અને કેટલીક બાદર વનસ્પતિકાયમાં હોય છે. આ અશુભ પ્રકૃતિ છે. (૧૩૯) સ્થિર-અસ્થિર નામકર્મ શરીરમાં દરેક અવયવો વળી જાય તેવાં હોય તો શરીર ટટ્ટાર રહી શકે નહિ, તેથી હાડકાં, દાંત વગેરે સ્થિર રહે તેવાં મજબૂત હોવાં જોઇએ. આ જાતની સ્થિરતા ઉત્પન્ન કરનાર કર્મ સ્થિર નામકર્મ છે. આ કર્મ પ્રકૃતિ શુભ છે. (૧૪૦) ૨૫ Page #284 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ તે જ પ્રમાણે જો શરીરનાં દરેક અવયવો સ્થિર જ હોય તો શરીરનું કામ ચાલી શકે નહિ. તેથી જીભ, પાંપણ આદિ અવયવો અસ્થિર એટલે કે જેમ વાળવા હોય તેમ વળે તેવાં હોવાં જોઇએ. વાળ્યાં વળી શકે તેવાં અવયવ થવાં તે અસ્થિર નામકર્મને આભારી છે. આ અશુભ પ્રકૃતિ ગણાય છે. (૧૪૧) શુભ-અશુભ નામકર્મ સામાન્ય રીતે મનુષ્ય શરીરનો ઉપરનો ભાગ અને અન્ય શરીરનો આગળનો ભાગ શુભ ગણાય છે. કેમકે તેમાં બધી ઇન્દ્રિયો (ત્વચાથી શ્રવણ સુધીની), મગજ, આદિ વગેરે વિશેષ ઉપયોગી અંગો રહેલાં છે. આ અવયવોની મનોહર રચના શુભ નામકર્મના પ્રભાવથી થાય છે. તે પુણ્ય પ્રકૃતિ છે. (૧૪૨) ત્યારે મનુષ્યોને શરીરનાં નીચેનાં ભાગમાં અને તિર્યંચોને પાછળના ભાગમાં મળાશય, મુત્રાશય, જનનસ્થાન આદિ અશુભ અવયવો આવેલાં હોય છે. તે અશુભ નામકર્મના પ્રભાવથી છે. આ પ્રકૃતિ પાપી છે. (૧૪૩) અંગોપાંગ કર્મથી અવયવ મળે છે, નિર્માણ કર્મથી તે યોગ્ય સ્થાને ગોઠવાય છે. પણ તે અંગોનું સારાનરસાપણું શુભાશુભ નામકર્મથી નક્કી થાય છે. સુસ્વર-દુસ્વર નામકર્મ સાંભળનારને પ્રિય તથા મીઠો અવાજ લાગે, તે બોલ્યા જ કરે અને આપણે સાંભળ્યા જ કરીએ એવો ભાવ જે કર્મને લીધે આવે છે તે સુસ્વર નામકર્મ છે. ઉદા. કોયલ આદિ. આ પુણ્ય પ્રકૃતિ છે. (૧૪૪) અને સાંભળતાં કર્કશ લાગે, ન બોલે તો સારું એવા ભાવ થાય, તે દુસ્વર નામ કર્મ છે. કાગડાનો અવાજ, બિલાડીની ઘરઘૂરાટી, ઘુવડ આદિના અવાજ એ આવા દુસ્વર નામકર્મનું કારણ છે. આ પાપ પ્રકૃતિ છે. (૧૪૫) ભાષા વર્ગણાનો ઉપયોગ કરતી વખતે આ કર્મ ઉદયમાં આવે છે. ૨૫૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સુભગ-દુર્ભગ નામકર્મ જે કર્મના ઉદયથી જીવ ઓછા કાર્યથી પણ માનપાન તથા પ્રેમ પામે તે સુભગ નામકર્મ છે તે પુણ્ય પ્રકૃતિ છે.(૧૪૬) અને જે કર્મના ઉદયથી પુરુષાર્થ કરવા છતાં પણ અન્ય જીવો તરફથી પ્રેમ, માનપાન ન મેળવી શકે, પ્રવૃતિ શુભ હોવા છતાં અપ્રિય જ રહે તે દુર્ભગ નામકર્મનો વિપાક છે. આ પાપ પ્રકૃતિ છે (૧૪૭). જો આ કર્મ ન હોત તો કોઇ કોઇને પ્રિય કે અપ્રિય ગણત નહિ. કાગડા કરતાં હિંસની પ્રિયતા, ઘોડા કરતાં ગધેડાની અપ્રિયતા આદિ આ કર્મને આભારી છે. આદેય-અનાદેય નામકર્મ જે કર્મના ઉદયથી જીવનું વચન માન્ય કરવા જેવું જ લાગે, તે આદેય નામકર્મ. શેઠ, સંઘના ઉપરી, રાજ્યના અમલદાર આદિનાં વચનો માન્ય થાય છે તે આ આદેય કર્મના કારણે હોય છે. આ પુણ્ય પ્રકૃતિ છે. (૧૪૮) ત્યારે બીજી બાજુ ગમે તેવી હિતકારી વાત હોય, છતાં અનાદેય નામકર્મના ઉદયથી તેની વાતનો સ્વીકાર થતો નથી. આ કર્મમાં અન્ય દ્વારા વચનની માન્યતાનો મુદ્દો ઉપસ્થિત છે. અનાદેય નામકર્મ પાપપ્રકૃતિ છે. (૧૪૯). યશકીર્તિ-અપયશ નામકર્મ જે કર્મના ઉદયથી લોકોમાં નામના થાય, પ્રસિદ્ધિ વધે, સહુની ચાહના વધતી જાય તે યશકીર્તિ નામકર્મ. શૌર્યના પ્રસારણથી નામના થાય તે યશ, અને ઉત્તમ ચારિત્રને લીધે નામના થાય તે કીર્તિ. કીર્તિ નાના ક્ષેત્રમાં ફેલાય છે, ત્યારે યશનું ક્ષેત્રફલક વિશાળ હોય છે. આમ યશ એટલે સામાન્ય પ્રસિદ્ધિ અને કીર્તિ એટલે ગુણોની બિરદાવલી. આ શુભ નામકર્મ છે, પુણ્યપ્રકૃતિ છે. (૧૫) ૨૫૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ બીજી બાજુ સારાં કાર્યો કરે, બીજાનું હિત થાય એવી પ્રવૃત્તિ કરે તેમ છતાં તેનો અપયશ ફેલાય, તેના દોષો શોધી તેની પ્રસિદ્ધિ કરવામાં આવે તે અપયશ નામકર્મ છે. આ નામકર્મ પાપ પ્રકૃતિ છે, અશુભ છે. આ નામકર્મના ઉદયથી સદાચારી, સાત્ત્વિક વ્યક્તિ માટે પણ અપયશ ફેલાય છે. (૧૫૧) આ પ્રમાણે નામકર્મની (૯૩ થી ૧૦૩) પ્રકૃતિની સમજણ લીધી. તેનાથી મનુષ્ય જીવનમાં ઘણી વિવિધતા સર્જાય છે. આ ૧૦૩ પ્રકૃતિના પેટાભાગ કરવા જઇએ તો અસંખ્ય થઈ શકે, પણ સરળતાથી નામકર્મને સમજવા માટે ૧૦૩ પ્રકૃતિનો આપણે વિચાર કર્યો છે. કર્મની આ પ્રકૃતિઓ ત્રણ પ્રકારે પોતાનો પ્રભાવ બતાવે છે. જીવમાં રહેલા જ્ઞાનાદિ ગુણો પર વિપાક બતાવે તે જીવવિપાકી, પુદ્ગલરૂપે કે શરીર પર મુખ્યપણે ફળ બતાવે તે પુદ્ગલ વિપાકી. અમુક જગ્યાએ જ અને અમુક ભવમાં જ મુખ્યપણે ઉદયમાં આવે તે ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી પ્રકૃતિ કહેવાય છે. કર્મની કુલ ૧૫૮ પ્રકૃતિમાંથી ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે, ૭૨ પ્રકૃતિ પુદ્ગલ વિપાકી છે, ૪ આયુકર્મ પ્રકૃતિ ભવવિપાકી છે, અને ૪ આનુપૂર્વી નામકર્મ ક્ષેત્ર વિપાકી છે. આગામી ભવમાં જતી વખતે વિગ્રહ ગતિએ વર્તતાં જીવને તે પોતાનો વિપાક દેખાડે છે માટે તે ક્ષેત્રવિપાકી કહેવાય છે. નામકર્મની ઉત્કૃષ્ટ સ્થતિ વીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહુર્તની છે. ગોત્રકર્મ સાતમું ગોત્રકર્મ બે ભેદે છે. ઉચ્ચ ગોત્ર (૧૫૨) અને નીચ ગોત્ર (૧૫૩). જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ટ લાભો મળે છે. નીચગોત્રવાળાને જીવનની અસુવિધા, ગરીબાઈ આદિ હોય છે. આ ઉચ્ચ કે નીચ ૨૫૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગોત્ર દરેક ગતિ અને દરેક જાતિમાં હોય છે, જેમકે ગંગાનું નીર અને ખાબોચિયાનું ગંધાતું નીર, પાસાદાર સાચો હીરો અને નકલી હીરો, આસોપાલવનું ઝાડ અને આંબલીનું ઝાડ, ગુલાબ, મોગરાનાં ફૂલ અને ધતૂરાનાં ફૂલ, કેરી અને લીંબડા, ઘોડો અને ગધેડો, પોપટ અને ઘુવડ. આવા ઉચ્ચ તથા નીચ ગોત્ર જણાવતા અસંખ્ય દાખલા આપી શકાય. ઉચ્ચ ગોત્રવાળા પ્રાણી ઉચ્ચ સ્થાને જાય છે. સુંદર ફૂલ પ્રભુના શિર પર ચડે છે, અન્ય ફૂલ પગ નીચે કચડાય છે. ઉચ્ચગોત્રવાળા જીવ પરમેષ્ઠિ પદમાં સ્થાન પામે છે, નીચગોત્રવાળા અનેકના સેવક થાય છે. ઉચ્ચ ગોત્રી દેવો વૈમાનિક દેવ થાય છે, નીચગોત્રી દેવો ભૂવનપતિ, વાણવ્યંતર આદિ થાય છે. આ ગોત્રકર્મથી ચેતનનો અગુરુલઘુ ગુણ અવરાય છે. આત્મા ભારે કે હળવો નથી. તેથી સર્વ કર્મથી મુક્ત થતાં ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ આત્મા સિધ્ધભૂમિમાં ચાલ્યો જાય છે. ગોત્રકર્મ અઘાતી છે. તેની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે. મુહૂર્ત એટલે ૪૮ મિનિટ. અંતરાય કર્મ ચેતન આત્માની અનંત શક્તિને કુંઠિત કરનાર કર્મ તે અંતરાય કર્મ છે. શક્તિ એટલે વીર્ય. વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. સહુનો ભોગોપભોગ કરવાની શક્તિ પણ આત્માને છે. આત્માની આ અનેક પ્રકારની શક્તિનો રોધ કરનાર અંતરાય કર્મ છે. આત્માનું વીર્ય બે પ્રકારે પ્રવર્તે છે: અભિસંધિજ અને અનભિસંધિજ. અભિસંધિજ વીર્ય એટલે આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે. અનભિસંધિજ વીર્ય એટલે કષાયની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે. ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે; વીર્યની પ્રવૃત્તિ જો સમ્યપણે થાય તો જીવ સિદ્ધ પર્યાય પામે. આત્મા કોઈ ૨૫૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી આત્મા ક્રિયા કરે છે, આ ક્રિયા તે પોતાની વીર્યશક્તિથી કરે છે. ઘણીવાર તે ક્રિયા જોવામાં આવતી નથી, પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ઉદા. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે, એમ સવારે ઉઠતાં જણાય છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાંઘણાં પણ ખુલ્લાં રહેલાં હોવાથી તે ક્રિયામાં પ્રવર્તી શકે છે. વીર્ય હંમેશા ચળાચળ રહ્યા કરે છે. વીર્યને સંધનાર અંતરાય કર્મના પાંચ પ્રકાર છેઃ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય અને વીર્યાતરાય. આ અંતરાય કર્મને ભંડારી સાથે સરખાવવામાં આવ્યું છે. રાજા દાન આપવાનો હુકમ કરે પણ ભંડારી આંટા ખવરાવી દાન આપે નહિ. અને ગરીબ માણસ રાવફરિયાદ કરી શકે નહિ. તેવી જ રીતે આત્માની અનંત શક્તિનો રોધ અંતરાય કર્મ કરે છે. અને શ્રી પ્રભુનાં તથા ગુરુનાં શરણે જઇ, ક્ષમા માગતાં રહેવાથી અંતરાય કર્મ ક્ષીણ થતું જાય છે. સામાન્ય રીતે જીવે પરમાર્થની અંતરાય સ૮વ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રની અશાતના કરવાથી બાંધી હોય છે, અને સંસારની અંતરાય બીજા જીવોને સંસારની શાતા ભોગવવામાં અટકાયત કરવાથી બંધાઈ હોય છે. દાનાંતરાય પોતાની પાસે વસ્તુ હોય, ખપ કરતાં વધારે હોય, સામા માણસને તેનો ખપ હોય, અને દાન આપવાની ભાવના હોય, છતાં દાન આપી શકે નહિ તે દાનાંતરાય કર્મ છે. કૃપણ આદિ વિશેષણને યોગ્ય આવા જીવો ધનાદિની ચોકી કરે છે પણ કોઇને ઉપયોગ કરવા આપી શકતા નથી. આને યોગ્ય શ્રેણિક રાજાની કપિલાદાસીનો દાખલો છે. (૧૫૪) લાભાંતરાય દાનાંતરાયમાં આપવાની વાત છે, ત્યારે લાભાંતરાયમાં લાભ લેવાની વાત છે. આપનારની ઇચ્છા આપવાની હોય, લેનારની ઇચ્છા લેવાની હોય, વસ્તુ તૈયાર હોય, ૨૫૫. Page #289 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેમ છતાં કોઇ કારણસર લેનાર વસ્તુ લઇ શકે નહિ તે લાભાંતરાય કર્મ છે. આદિનાથ પ્રભુને એક વર્ષ સુધી ગોચરી મળી ન હતી કે ઢંઢણમુનિને ગોચરીમાં કંઈ મળ્યું ન હતું તે લાભાંતરાયનો પ્રકાર છે. (૧૫૫) ભોગાંતરાય જે વસ્તુનો ભોગવટો એક જ વખત કરી શકાય તે ભોગ કહેવાય છે. ખોરાક, મિઠાઈ, વિલેપનની વસ્તુઓ, પુષ્પ આદિ ચીજો ભોગવવાની છે. આવી વસ્તુ મળવા છતાં ભોગવી ન શકાય તે ભોગાંતરાય કર્મ છે. ધનધાન્યની સમૃદ્ધિ હોવા છતાં રોગને કારણે માણી ન શકે તે ભોગાંતરાય કર્મ છે. સારાં ફળ ન ભાવે, ઉત્તમ વસ્તુઓ ન જચે તે પણ ભોગાંતરાય કર્મ છે. ઇત્યાદિ. (૧૫૬). ઉપભોગાંતરાય જે વસ્તુનો એક કરતાં વધારે વખત ઉપયોગ કરી શકાય છે તે ઉપભોગ. વસ્ત્ર, પાત્ર, ઘરેણાં, ઘરબાર આદિ ઉપભોગ કરવાની વસ્તુઓ છે. તે વસ્તુઓની પ્રાપ્તિ હોવા છતાં ભોગવટો ન કરી શકે એ ઉપભોગાંતરાય કર્મ ગણાય. અથવા આવી વસ્તુઓ વિના ટળવળવું પડે એ પણ અંતરાય કર્મનો જ ઉદય કહી શકાય. (૧૫૭) વીર્યંતરાય પોતામાં શક્તિ જ ન હોય અથવા શક્તિ હોવા છતાં તેનો યથાર્થ ઉપયોગ ન થઈ શકે તે વીર્યંતરાય. પોતે બળવાન હોવા છતાં બીજા પાસે શક્તિ ખુલ્લી કરી શકે નહિ, તે વીઆંતરાય. જે અણસમજુ શક્તિનો ઉપયોગ કરી શકે નહિ તે બાળવીઆંતરાય અને મોક્ષાર્થે પોતાની શક્તિનો ઉપયોગ કરી ન શકે તે પંડિત વીઆંતરાય ગણાય છે. ગૃહસ્થ પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે નહિ તે બાલપંડિત વીર્યંતરાય ગણાય છે. (૧૫૮) અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની હોય છે. ૨૫૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ કર્મ પ્રકૃતિનો ક્રમ આ પ્રમાણે આઠ મુખ્ય કર્મની ૧૫૮ ઉત્તર પ્રકૃતિ થાય છે. આઠ મુખ્ય કર્મમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે, તથા આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કર્મો છે. આ કર્મોને શ્રી પ્રભુએ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ ક્રમમાં જણાવ્યાં છે. આ ક્રમ રચનાનો હેતુ વિચારણીય છે. ચાર ઘાતી તથા ચાર અઘાતી કર્મોને સાથે રાખવાને બદલે બંનેનું મિશ્રણ કર્યું છે, તે ખૂબ સહેતુક હોવું જોઇએ એમ લાગે છે. જ્ઞાન અને દર્શન બંને આત્માના ગુણો છે. આત્માને પહેલા સમયે પદાર્થની જે સામાન્ય જાણકારી આવે છે તે દર્શન અને તેનો બીજા સમયથી વિશેષ બોધ થાય છે તે જ્ઞાન. આ પરથી સમજાય છે કે આત્માને આવરણ આવે ત્યારે પહેલાં જ્ઞાન પર આવરણ આવે અને પછી દર્શન પર આવરણ આવે. અને જીવ જ્યારે આવરણ તોડે ત્યારે પહેલું જ્ઞાન પરથી આવરણ જાય અને દર્શન પરનું આવરણ તે પછી જ જાય. આમ બંધન કરતી વખતે તેમજ છોડતી વખતે દર્શન પહેલાં જ્ઞાન ગુણ સંડોવાય છે. એ અપેક્ષાનો વિચાર કરીએ તો જ્ઞાનાવરણ કર્મને દર્શનાવરણ કર્મ પહેલાં મૂક્યું. છે એ વ્યાજબી લાગે છે. વળી જ્યારે આત્મા કેવળજ્ઞાન લે છે ત્યારે પહેલાં જ્ઞાન પરનાં આવરણ નિ:શેષ કરે છે અને બીજા જ સમયે દર્શનના આવરણ નિ:શેષ કરી આત્માના બે મૂળભૂત ગુણો જ્ઞાન અને દર્શનને એક સમયના અંતરે પૂર્ણતાએ પ્રગટ કરે છે. જે બંને જ્ઞાન અને દર્શન કેવળી પર્યાયમાં તેમજ સિદ્ધ પર્યાયમાં અવિનાભાવી સંબંધથી આત્મા સાથે જ રહે છે. અને જીવની એકેંદ્રિય પર્યાયમાં પણ આ બે ગુણો આત્મામાં અંશે પણ પ્રગટ હોય છે, તેથી આપણે કહી શકીએ કે જ્ઞાન તથા દર્શન ગુણ આત્મા સાથે સીધો અને પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. આ ગુણવત્તાને કારણે આ બંને આવરણ કર્મ પ્રથમ, અને તેમાં પણ જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ ક્રમમાં મૂક્યાં છે તે યથાર્થ છે, યોગ્ય છે. ૨ ૫૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ જ પ્રકારે વેદતા – વેદન કરવું એ આત્માનો મૂળભૂત ગુણ છે. જીવ રૂપે આત્મા અસમ્યકુપણે શાતા કે અશાતાનું એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિયપણાની અવસ્થા સુધી વેદન કરે છે, અને છમસ્થ અવસ્થામાં આત્મસ્વરૂપના સુખનું વેદન જીવ ચોથાથી બારમા ગુણસ્થાન સુધી સમ્યપણે કરે છે. આ આત્મસુખનું વેદન તેરમા તથા ચૌદમા ગુણસ્થાને પૂર્ણતાએ સમ્યક્ષણે પ્રકાશે છે, જે સિદ્ધ પર્યાયમાં પણ સતત સાથે રહે છે. આમ વેદનીય કર્મ પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મની જેમ સતત આત્માના ગુણનો અનુભવ ન્યૂનાધિક કરવામાં અગ્રેસરપણે રહે છે. વળી, જીવનમાં પ્રગટ થતાં જ્ઞાન તથા દર્શનગુણનું વેદન જીવ કે આત્મા તે જ સમયે કરતો રહે છે. આ પ્રક્રિયા વેદનીય કર્મનું અને સમ્યક્ વેદનગુણનું યથાક્રમ આત્મા સાથેનું અવિનાભાવિપણું બતાવે છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન અને દર્શનની વિશુદ્ધિ સાથે આત્મામાં પ્રગટ થતું સ્વસુખનું વેદન વધતું જાય છે, અને એ ત્રણે ગુણો કેવળીપર્યાયથી શરૂ કરી સિધ્ધપર્યાય સુધી પણ પૂર્ણતાએ આત્મા અનુભવે છે. આમ આત્મા સાથે સીધો સંબંધ ધરાવનાર ત્રણ ગુણના આવરણને યથાર્થ રીતે સાથે મૂક્યા જણાય છે. આ સ્થિતિનો વિચાર કરતાં અઘાતી હોવા છતાં વેદનીય કર્મને ઘાતી કર્મના અનુસંધાનમાં કેમ મૂક્યું છે, તેનું સમાધાન આપણને મળી જાય છે. કર્મના ક્રમમાં મોહનીય કર્મને ચોથું લીધું છે. મોહનીય કર્મ સર્વ કર્મોમાં સૌથી બળવાન ગણાયું છે. આ કર્મથી જીવનું આત્મચારિત્ર અવરાય છે. જેમ જેમ મોહનીય કર્મ ક્ષીણ થતું જાય છે તેમ તેમ જીવ આત્મચારિત્ર ખીલવતો જાય છે. અને મોહના કારણે જ અન્ય સર્વ ઘાતી તથા અઘાતી કર્મો બંધાતા હોય છે, તેથી તેનું બળવત્તરપણું બતાવવા મોહનીયનાં ક્ષયોપશમને આધારે પ્રભુએ ચૌદ ગુણસ્થાન બતાવ્યા છે. જ્યાં સુધી જીવને મોહ બંધાય છે ત્યાં સુધી બાકીના ત્રણ ઘાતી કર્મો જીવને બંધાય જ છે. અને તેના અનુસંધાનમાં અઘાતી કર્મો આવે જ છે. દશમા ગુણસ્થાનને અંતે જ્યારે મોહનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે બાકીના ત્રણ ઘાતી કર્મો બંધાતા અટકે છે, અને શાતાવેદનીય વર્જીને સર્વ કર્મબંધન થતાં અટકી જાય છે. આ હકીકત મોહનીય કર્મને ક્ષીણ કરવાની અગત્ય સમજાવે છે. મોહનીય જેમ જેમ ક્ષીણ થતું જાય છે તેમ તેમ ચોથા ગુણસ્થાનથી ૨૫૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ આગળ વધતાં જીવનું આત્મચારિત્ર ખીલતું જાય છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાને ચારિત્ર પૂર્ણ વિશુદ્ધ બની વેદકતામાં સમાઈ જાય છે. કષાયો ક્ષીણ થતાં વેદકતા શુધ્ધ થાય છે. અને તે પછી આત્મચારિત્રનો સ્વતંત્ર ઉપયોગ રહેતો નથી. આ રીતે મોહનીય કર્મ આત્મચારિત્રને સંધતું હોવાથી આત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે. આમ આત્માના મુખ્ય ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર – વેદકતાને આવરનારા કર્મો ક્ષણ કરવાની અગત્ય સમજાય છે. તે જ્યાં સુધી નબળા ન પડે ત્યાં સુધી વિકાસનું કાર્ય થઈ શકતું નથી. જ્ઞાન-દર્શનની ખીલવણીથી જીવની સમજણ વધતાં, જીવ ચારિત્ર ખીલવી પોતાની વેદકતાને શુધ્ધ કરતો જાય છે. જો સમજણ જ ન હોય તો જીવ ચારિત્ર પાલન કેવી રીતે કરે? આ દલીલથી પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને મોહનીય કર્મનો આ ક્રમ યોગ્ય લાગે છે. જો કે શાતાવેદનીય કર્મ અમુક અંશે આત્મચારિત્રની વિશુદ્ધિને આવરે છે, પણ તે આવરણ અઘાતી હોવાથી, આત્માના શુધ્ધ વેદનને બાધાકારી ન હોવાથી તેના મુખ્ય ગુણને અનુલક્ષી આત્મા સાથે સીધો સંબંધ ધરાવનાર ચાર કર્મની ગણતરીમાં સમાવેલ જણાય છે. બાકીનાં ચાર કર્મો આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મો સંસારી અવસ્થામાં વિશેષ કાર્યકારી જણાય છે. ત્રણ અઘાતી કર્મો સાથે ઘાતી અંતરાય કર્મને મૂક્યું છે તે જરૂર વિચારણીય છે. જ્ઞાન, દર્શન તથા ચારિત્રના આવરણનું વેદન કરવા જીવને શરીરની જરૂર છે. મોહમાં ફસાયેલો જીવ આરંભ તથા પરિગ્રહમાં પડી તેના વેદન માટે કોઇક સાધનની અવશ્ય ઊભી કરે છે. અને તે અગત્ય પૂરી થાય છે આયુષ્ય નામના અઘાતી કર્મથી, દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરકનું આયુષ્ય બાંધી, તે તે ગતિમાં પોતાનાં ઘાતી અઘાતી કર્મો જીવ ભોગવતો રહે છે. જો આયુષ્ય ન હોય તો કર્મનો ભોગવટો કરવામાં ખાંચ આવે છે. તેથી મોહનીયના અનુસંધાનમાં આયુષ્ય કર્મ યોગ્ય જણાય છે. આ કર્મ આત્માના ગુણોનો ઘાત કરતું નથી, આયુષ્ય હોય છતાં જીવ આત્મા પોતાના ગુણોનો આસ્વાદ માણી શકે છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કેવળી પ્રભુ છે. જીવન હોય તો જ શરીરને લગતાં નામકર્મ અને ગોત્રકર્મ કાર્યકારી થઈ શકે, તે માટે આ બંને પહેલાં આયુષ્ય કર્મનું આવવું સમજાય છે. આયુષ્ય નક્કી થતાં જીવનાં ૨૫૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગતિ, જાતિ, શરીર, સંહનન, સંઘાતન આદિ નામકર્મનાં પ્રકાર નક્કી થાય છે, અર્થાત્ આયુષ્યના બંધ સાથે જીવની ગતિ અને તેના અનુસંધાનમાં નામકર્મના અન્ય પ્રકારો નિશ્ચિત થાય છે. આ કારણે આયુષ્ય કર્મના અનુસંધાનમાં મૂકાયેલું નામકર્મ યથોચિત જણાયા વિના રહેતું નથી. વળી આયુષ્ય સાથે નામકર્મ નક્કી થતાં, તે શુભ રીતે કર્મો ભોગવશે કે અશુભ રીતે ભોગવશે તેનો નિર્ણય ગોત્ર કર્મથી થાય છે. જીવનની સુવિધાઓ વિશેષ હોય તે ઉચ્ચ ગોત્ર અને સુવિધાઓની ખૂબ ખામી હોય તે નીચ ગોત્ર કર્મ સમજાય છે. આ કર્મ પણ અઘાતી છે, કારણ કે ઉચ્ચ કે નીચ ગોત્ર આત્મચારિત્ર ખીલવવામાં કે તેને અનુભવવામાં બાધાકારક થઈ શકતું નથી. આમ હોવાથી નામ કર્મની પછવાડે મૂકાયેલું ગોત્રકર્મ સમુચિત જણાય છે. આ બધા કર્મમાં અંતરાય કર્મને સહુથી છેલ્લે શા માટે મૂક્યું છે તેની વિચારણા કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. જીવ સંસારમાં હોય ત્યાં સુધી જ અંતરાય કર્મ પ્રવર્તે છે. કેવળજ્ઞાન થતાં અંતરાય કર્મનો અંત આવે છે, ઘાતી કર્મ જતાં માત્ર અઘાતી કર્મ બાકી રહે છે. તો અંતરાય કર્મને અન્ય ઘાતી કર્મ સાથે ન મૂકતાં અઘાતીની સાથે અને તે પણ સહુથી છેલ્લે શા કારણે મૂક્યું હશે? વળી આપણી સમજ પ્રમાણે આ અંતરાય કર્મ શ્રી પ્રભુનાં અને શ્રી ગુરુના શરણે જઈ, શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાથી તૂટતું જાય છે. જીવનો અન્ય પુરુષાર્થ આત્માર્થે આ કર્મ તોડવામાં કાર્યકારી થતો નથી, ત્યારે અન્ય સર્વ કર્મો ક્ષીણ કરવા જીવે સ્વતંત્ર રીતે યોગ્ય પુરુષાર્થ કરવાની જરૂર પડે છે. વળી અંતરાય તોડવાનો પુરુષાર્થ અંતરાય કર્મના બંધ પડવા પૂરાં થાય ત્યાં પૂરો થવો જોઇએ. આ ગણતરીથી વિચારણા કરીએ તો જીવને ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાનના અંતે મોહ બંધાતો અટકે છે, બારમા ગુણસ્થાને આવતાં નવા મોહનો બંધ ન હોવાથી, તેના અનુસંધાનમાં બંધાતા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના બંધ અટકી જાય છે, એટલું જ નહિ પણ દેશમાં ગુણસ્થાન પહેલાં બંધાયેલા એ ત્રણે કર્મોનો પણ ક્ષય થાય છે. અને ચારે ઘાતી કર્મો જતાં આત્મા કેવળીપર્યાય પામી સ્વસુખનો અબાધિત ભોક્તા થાય છે. તો પછી અંતરાય કર્મને છેલ્લે મૂકવાનો હેતુ શો હોઈ શકે ? ૨૬૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ આ વિશે વિચારતાં શ્રી પ્રભુની અસીમ કૃપાથી સમજાય છે કે અંતરાય કર્મને માત્ર ઘાતીરૂપ જ નથી, તેનું અઘાતી સ્વરૂપ પણ અસ્તિત્વમાં છે. એટલે કે અંતરાયકર્મ ઘાતી તથા અઘાતી એમ બે પ્રકારે છે. ઘાતીકર્મની અંતરાય તૂટતાં ઘાતીકર્મનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરી આત્મા કેવળીપર્યાય પામે છે. આમ છતાં તે વખતે પણ સિદ્ધ પર્યાયની અંતરાય બાકી હોવાને કારણે આયુષ્ય, નામ અને ગોત્ર તથા વેદનીય કર્મ ભોગવવા આત્મા દેહમાં વસે છે. નહિતર સર્વ કર્મ એક સાથે ખેરવી સિદ્ધ થઈ જાત. તે પરથી સમજાય છે કે આત્મા સિધ્ધ થાય છે તે છેલ્લા સમયે જ સિદ્ધ પર્યાયની અઘાતી અંતરાય સર્વથા ક્ષીણ થાય છે. આ અઘાતી અંતરાય સ્વરૂપની અનુભૂતિ માટે કષ્ટકારી ન હોવાથી પ્રભુએ પ્રગટપણે વર્ણવી ન હોય તેમ બને, અથવા સામાન્ય જનને બહુ ઉપકારી ન લાગે તેથી આ જ્ઞાન લુપ્ત થયું હોય તેમ પણ બને. કષાયનો અંત થવાથી કેવળજ્ઞાન થયા પછી શાતા વેદનીય સિવાય એક પણ કર્મનો બંધ પડતો નથી અને આયુષ્ય, નામ, ગોત્ર અને અઘાતી અંતરાય ક્ષય થતાં જાય છે. તે સર્વ ક્ષીણ થતાં આત્મા સિદ્ધ પર્યાય પ્રાપ્ત કરે છે. આ કારણો વિચારતાં અંતરાય કર્મ સહુથી છેલ્લે જતું હોવાથી, આઠે કર્મના અંતભાગમાં યોગ્યતાએ રખાયું જણાય છે. કૃપા કરી આવી ગૂઢ સમજણ આપવા માટે શ્રી પ્રભુના પરમ ઉપકા૨ને અગણિત વંદન હો. કર્મની મુખ્ય દશ અવસ્થાઓ કર્મ બંધાય, આત્મપ્રદેશો પર ફરે, ભોગવાય અને નિર્જરા થાય તેની જુદી જુદી દશ અવસ્થાઓ બતાવવામાં આવી છે. આ અવસ્થા તે બંધ, ઉદય, ઉદ્વર્તન, અપવર્તન, સત્તા, ઉદ્દીરણા, સંક્રમણ, ઉપશમન્, નિવ્રુત તથા નિકાચિત એ દશ છે. બંધ આકાશમાં રહેલી પુદ્ગલ કર્મવર્ગણાને યોગ અને મિથ્યાત્વાદિ અધ્યવસાયોના બળથી ખેંચીને જીવ પોતાની સાથે દૂધ અને પાણીની માફક મેળવે તે બંધ. આ રીતે બંધાયેલી કાર્પણ વર્ગણા જ્યારથી બંધાય અને જ્યાં સુધી છૂટે નહિ ત્યાં સુધી કર્મ કહેવાય છે. ૨૬૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આવો કર્મબંધ વધતી ઓછી માત્રામાં એક થી તેર ગુણસ્થાન સુધી થાય છે. જેમ જેમ જીવ આત્માની શુદ્ધિ વધારતો જાય છે તેમ તેમ તે ઓછી ને ઓછી કર્મપ્રકૃતિ બાંધે છે. કુલ ૧૫૮ ઉત્તર પ્રકૃતિથી શરૂ કરી ઘટતાં ઘટતાં તેરમા ગુણસ્થાને માત્ર એક શાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે, અને ચૌદમા ગુણસ્થાને એક પણ કર્મનો નવીન બંધ સંભવતો નથી. ઉદય બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. બાંધ્યા પછી જેટલા કાળ માટે કર્મો નિષ્ક્રિય રહે છે તેટલા કાળને જૈન પરિભાષામાં અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત કર્મો કહે છે. એક વખત કર્મ ઉદયમાં આવ્યા પછી તેમાં ફેરફાર થઈ શકતો નથી, કર્મની જે જે પ્રકૃતિનો ઉદય હોય, શુભ કે અશુભ તે જીવે ભોગવવી જ પડે છે. સામાન્ય રીતે ગુણસ્થાન ચડતાં અને આત્મશુદ્ધિ વધતાં ઉદિત કર્મોની પ્રકૃતિની સંખ્યા ઓછી થતી જાય છે. અભ્યાસીઓએ ઉદયની ૧૨૨ પ્રકૃતિનું યંત્ર બનાવી સમજ આપી છે કે ક્યા ગુણસ્થાને કઈ કઈ પ્રકૃતિના ઉદય હોય અને કઈ કઈ પ્રકૃતિના ઉદય ન હોય. પુણ્યપ્રકૃતિઓ ચૌદમા ગુણસ્થાને પણ ઉદયમાં હોય છે તેથી અયોગી ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધીમાં સર્વ સત્તાગત કર્મો પણ ક્ષીણ થઈ જાય છે. સંસારી સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છેઃ પ્રદેશોદય અને વિપાકોદય. જે કર્મોને ભોગવવામાં મનોયોગથી જોડાયા વિના જીવ માત્ર આત્મપ્રદેશથી ભોગવીને ખેરવી નાખે છે તે કર્મો પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. તેમ કરવાથી નવીન કર્મબંધ નહિવત્ થઈ જાય છે. વિપાકઉદય એટલે કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી જીવથી ભોગવાઈને ખરે તે. તેમાં જીવને શુભાશુભ ભાવ થતા હોવાથી નવાં કર્મનાં બંધન થાય છે. જીવ મુખ્યતાએ કર્માં વિપાકોદયથી ભોગવતો હોય છે. ઉદ્દીરણા કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં આવે એવાં સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉદ્દીરણા કરી કહેવાય છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ ૨૬૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકમ્ પુરુષાર્થથી ખેંચવામાં આવે છે. અને તે કાર્ય સામાન્ય રીતે મુનિ તથા આત્મદશાવાન જીવ કરી શકતા હોય છે. આ પ્રકારે કર્મની ઉદ્દીરણા કરી જીવ પોતાનો સંસારકાળ ઘટાડી શકે છે. સત્તા કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ કર્મના સ્વરૂપે આત્મપ્રદેશ પર નિષ્ક્રિયપણે રહે, તે કાળમાં કર્મો સત્તાગત કહેવાય છે. આત્મા સાથે કાર્મણ વર્ગણા જોડાઈ ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે, જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ થાય છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું સ્વરૂપ શરૂ થાય છે ત્યારથી જ્યાં સુધી તેની આત્મા સાથેની વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી તે કર્મની સત્તા ગણાય છે. જેમકે કોઇએ નરકગતિનો બંધ કર્યો, તો તે બંધ થાય ત્યારથી તે ઉદયમાં આવીને ખરી જાય ત્યાં સુધી તેને નરકગતિના નામકર્મની સત્તા ગણાય, ક્યારેક જીવના પુરુષાર્થથી કર્મનું એક સ્વરૂપ બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે ત્યારે તે કર્મની સત્તા અન્ય કર્મની સત્તા રૂપે રૂપાંતર પામે છે. જેમ જેમ આત્મા શુદ્ધિનો વિકાસ કરે છે તેમ તેમ તેના બંધસ્થાનો અને સત્તાસ્થાનો તરતમપણાને પામે છે. ઉદ્વર્તન જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્વર્તન થયું એમ કહેવાય છે. શુભ કર્મનું ઉદ્વર્તન લાભકારી તથા અશુભકર્મનું ઉદ્વર્તન સામાન્ય રીતે જીવને હાનિકારી નીવડતું હોય છે. અપવર્તન એ જ પ્રકારે જીવે બાંધેલા કર્મની સત્તામાં ફેરફાર થાય છે, અને ઘટાડો થાય છે ત્યારે તેને અપવર્તન કહે છે. જીવ જે પ્રવૃત્તિ કરે છે, ભાવનું વેદન કરે છે તેના ૨૬૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આધારે સત્તાગત કર્મના સ્થિતિબંધ તથા અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તે કર્મનું અપવર્તન થયું કહેવાય. મોટાકાળનો બંધ નાનાકાળનો થાય કે તીવરસવાળો બંધ મંદરસ વાળો થાય તો તે અપવર્તન કહેવાય છે. જીવને માટે સામાન્યપણે શુભકર્મનું અપવર્તન અહિતકારી અને અશુભકર્મનું અપવર્તન હિતકારી બને છે. જેમકે એક જીવે પુણ્યકર્મ બાંધ્યું, અને પછીથી વિશેષ શુભભાવ અને પ્રવૃત્તિ કરી એ કર્મને મોટું કર્યું તો ઉદ્વર્તન કહેવાય અને જો અશુભભાવ વધારી એ કર્મને નાનું કરે તો અપવર્તન કર્યું કહેવાય. એ જ પ્રમાણે અશુભ ભાવનો બંધ ક્ય પછી, વિશેષ અશુભભાવ કરવામાં આવે તો અશુભ કર્મનું ઉદ્વર્તન થાય, અને પછીથી શુભભાવમાં પલટો ખાઈ કર્મને નાનું કરે કે શુભરૂપ કરે તો તે અપવર્તન કર્યું કહેવાય. સંક્રમણ સંક્રમણ એટલે ફેરફાર. એક કર્મની પ્રકૃતિ જે સત્તામાં પડી છે, તેને જીવના પરિણામ વિશેષથી પોતાની સજાતીય અન્ય પ્રકૃતિના રૂપમાં ફેરવવાની ક્રિયાને સંક્રમણ કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય કર્મ અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા વેદનીય શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે. એ જ રીતે અનંતુનાબંધી ક્રોધ અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની ક્રોધમાં ફેરવાય તે પણ સંક્રમણ છે. અને બધા કર્મમાં આ પ્રકારના ફેરફાર જીવના સતત ચાલતા ભાવને કારણે થયા જ કરે છે. ઉપશમન કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ થવું તે કર્મનું ઉપશમન કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. મોહનીય કર્મના સર્વથા અનુદય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે. ઉપશમ સમકિત વખતે તથા ઉપશમ શ્રેણિમાં આવી સ્થિતિ નિર્માણ થાય છે. મોહનીય સિવાય કોઈ પણ કર્મનો સર્વથા ઉપશમ થઈ શકતો નથી. ૨૬૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ નિદ્ધત જે કર્મના પ્રકારમાં માત્ર ઉર્તન અને અપવર્તન થાય, પણ તે સિવાયનું સંક્રમણ, ઉપશમન આદિ ન થઈ શકે તે નિદ્ભુત. નિકાચિત જીવ જ્યારે એકનો એક ભાવ અનેકવાર કરી કર્મને એવું ઘટ્ટ બનાવે છે કે તેમાં ઉર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ પણ સામાન્ય રીતે થઈ શકે નહિ, તે નિકાચિત કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે પ્રકારે બાંધ્યું હોય તે પ્રકારે ભોગવવું પડે છે. શુભ અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ નિકાચિત હોઈ શકે છે. તીર્થંકર નામકર્મ, મૃત્યુ, જન્મ આદિ આવાં નિકાચિત છે. અહીં કર્મના સામાન્ય સ્વરૂપની વિચારણા કરી છે. આઠ કર્મ કેવી રીતે બંધાય છે, અને શું કરવાથી ન બંધાય તે સાદી વિચારણાથી સમજી શકાય તેવું છે. આપણે જાણીએ છીએ કે મુખ્ય ઘાતી કર્મ ચાર છે, જેનાં કારણે બીજા ચાર અઘાતી કર્મો બંધાય છે. જો આપણે ઘાતી કર્મો બાંધતા અટકતા જઇએ તો તે માત્રામાં અશુભ કર્મો બંધાતાં ઓછાં થતાં જાય છે. આઠ મુખ્ય કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ કે ૧૪૮ થાય છે. જ્ઞાનાવરણની પાંચ, દર્શનાવરણની નવ, મોહનીયની અઠ્ઠાવીસ (બંધ કરતી વખતે દર્શનમોહની એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી છવ્વીસ થાય), આયુષ્યની ચાર, નામકર્મની ૯૩ કે ૧૦૩, ગોત્ર કર્મની ૨ અને વેદનીય કર્મની બે એમ ઘાતી અઘાતી કર્મની કુલ ૧૪૮ કે ૧૫૮ પ્રકૃતિ થાય. તેમાંથી ઘાતી કર્મની ૪૫ (૪૭) પ્રકૃતિ છે, તે બધી જ પાપ પ્રકૃતિ છે. અને અઘાતી કર્મની ૧૦૧ કે ૧૧૧ પ્રકૃતિ છે, તેમાંથી ૩૭ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ છે અને બાકીની પાપ પ્રકૃતિ છે. પુણ્ય પ્રકૃતિથી જીવ શાતા વેદે છે, અને પાપ પ્રકૃતિથી જીવ અશાતા વેદે છે. કર્મ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૧૪૮ કે ૧૫૮ની સંખ્યા ગણાય છે. ઉદ્દીરણા માટે ૧૨૨ પ્રકૃતિની ગણના કરવામાં આવે છે. તે આ રીતેઃ નામકર્મની ૧૦૩ પ્રકૃતિમાંથી ૨૬૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧૫ બંધન પ્રકૃતિ અને પાંચ સંઘયણને જુદા ગણવાની જરૂર રહેતી નથી. શરીર હોય તેને બંધન હોય જ, એટલે એ ૨૦ પ્રકૃતિ ઓછી થઈ જાય. વળી વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શને ૨૦ની સંખ્યામાં ન ગણતાં એક એક ગણવાથી તે ચાર જ રહે; અને ૧૬ પ્રકૃતિ નીકળી જાય. આમ ૧૫૮ માંથી ૩૬ પ્રકૃતિ બાદ કરવાથી ૧૨૨ રહે છે. તેથી કર્મના ઉદય વખતે ૧૨૨ પ્રકૃતિનો હિસાબ આ પ્રમાણે કરાય છે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અને અંતરાય-૫ મળી કુલ ૧૨૨ પ્રકૃતિ થાય. બંધ વખતે દર્શનમોહની એક જ પ્રકૃતિ બંધાય છે, ત્રણ નહિ, તેથી ૧૨૦ પ્રકૃતિના બંધ થાય છે. બંધન માટે ૪૨ પ્રકૃતિ પુણ્યની અને ૮૨ પ્રકૃતિ પાપોની ગણાય છે. પુણ્ય પ્રકૃતિ - ૪૨ પાપ પ્રકૃતિ - ૮૨ ૧ શાતા વેદનીય ૫ જ્ઞાનાવરણ ૨ ગતિ નામ – દેવ, મનુષ્ય ૯ દર્શનાવરણ ૧ જાતિ નામ - પંચેન્દ્રિય ૨૬ મોહનીય પ શરીર નામ - ઔદારિકાદિ ૫ અંતરાય ૩ અંગોપાંગ નામ - ઔદારિકાદિ ૧ અશાતા વેદનીય ૧ સંઘયણ નામ - વજઋષભનારાચ ૨ ગતિ નામ – તિર્યંચ, નરક ૧ સંસ્થાન - સમચતુરસ ૪ જાતિનામ - ૧ થી ૪ ઇન્દ્રિય ૪ વર્ણગંધ રસ સ્પર્શનામ ૫ સંઘયણ નામ - ઋષભનારાચથી છેવટું ૨ આનુપૂર્વી નામ - દેવ, મનુષ્ય ૫ સંસ્થાન નામ - નરોધાદિ ૧ વિહાયોગતિ નામ ૪ વર્ણ, રસ, ગંધ, સ્પર્શ નામ ૭ પ્રત્યેક પ્રકૃતિ નામ – પરાઘાત આદિ ૨ આનુપુર્વી નામ - નરક તિર્યંચ ૧૦ ત્રસ દશક ૧ અશુભ વિહાયોગતિ નામ ૧ ઉચ્ચ ગોત્ર ૧ પ્રત્યેક પ્રકૃતિ - ઉપઘાત નામ ૩ દેવ, તિર્યચ, મનુષ્ય આયુ ૧૦ સ્થાવર દશક ૧ નીચ ગોત્ર ૧ નરકાયુ ૪૨ ૮૨ ૨૬૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ પ્રકૃતિબંધ ૧૨૦ કહી છે, ત્યાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એક જ વખત ગણ્યા છે, પણ તે પુણ્ય તથા પાપ બંને પ્રકૃતિમાં આવતા હોવાથી સરવાળો ૧૨૪ થાય. વર્ણાદિ પુણ્ય અને પાપ પ્રકૃતિ એક સાથે બંધાતા ન હોવાથી ૧૨૦ બંધ પ્રકૃતિ ગણવી તે યોગ્ય જણાય છે. અહીં આપણે જોયું તે પ્રમાણે ઘાતકર્મની સર્વ પ્રકૃતિ પાપ પ્રકૃતિ જ છે. કારણ કે કોઈ પણ માત્રામાં એ પ્રકૃતિ હોય તો પણ તે તેના પ્રમાણમાં આત્માના ગુણનો ઘાત કરે જ છે. ઘાતકર્મની ૪૫ પ્રકૃતિમાંથી ૨૦ પ્રકૃતિ સર્વઘાતી છે, એટલે કે પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ તે ગુણ દેખાય. એમાં કેવળજ્ઞાનાવરણ (૧), કેવળદર્શનાવરણ (૧), નિદ્રા (૫), મિથ્યાત્વ મોહનીય (૧) અને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ (૧૨) એ વીશ સર્વઘાતી છે. આ પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ ઉઘાડ થાય છે. બાકીની ૨૫ પ્રકૃતિ દેશઘાતી છે. એટલે કે જેમ જેમ કર્મનો ક્ષય થતો જાય તેમ તેમ આત્માના ગુણો ખીલતા જાય. તેમાં મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાનાવરણ (૪), ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શનાવરણ (૩), સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ (૪), નવ નોકષાય (૯) અને પાંચ અંતરાય (૫) નો સમાવેશ થાય છે. આ ચાર પ્રકારનાં ઘાતી કર્મો વિભાવથી બંધાય છે. આત્મા સિવાયના પરપદાર્થમાં સુખબુદ્ધિ કરવાથી, એટલે કે એમાં સુખ રહેલું છે એવા ભાવ કરવાથી જ્ઞાનાવરણ બંધાય છે. સાચી સમજણથી વિરુધ્ધના ભાવ જ્ઞાનાવરણનો બંધ આત્મા પર કરાવે છે. આ સુખબુદ્ધિનો ત્યાગ કરવાથી જ્ઞાનાવરણના બંધ ક્રમથી ઘટતા જાય છે. એટલે કે ત્યાગનો ગુણ કેળવવાથી તથા સમ્યકજ્ઞાન અને જ્ઞાની માટે અહોભાવ વધારવાથી બાંધેલું જ્ઞાનાવરણ છૂટતું જાય છે. અને જીવનું જ્ઞાન અનુક્રમે ખીલતું જાય છે. અમુક પદાર્થ મેળવવામાં અને ભોગવવામાં સુખ છે, એવી બુદ્ધિ થવાથી તે પદાર્થ મેળવવવા માટે જીવ પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન કરતાં કરતાં એક થી ચાર ઇન્દ્રિયવાળા અસંજ્ઞી જીવોની હિંસા જાણતાં કે અજાણતાં જીવ કરતો જાય છે. આ હિંસાથી જીવ પોતાને અને અન્યને સ્વરૂપથી વિમુખ કરે છે, ઊંધી દૃષ્ટિનું સેવન કરે છે; ૨૬૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરિણામે દર્શનાવરણ કર્મના પાશમાં ફસાય છે. થતી હિંસાથી તે પોતાના સત્ય અવબોધ પર આવરણ સ્વીકારે છે. જો તે ત્યાગભાવ કેળવી અહિંસા વધારતો જાય તો તેને નવું દર્શનાવરણ બંધાતું અટકતું જાય છે. સાથે સાથે સમ્યHજ્ઞાની અને મહામુનિ પ્રતિ પોતાનો અહોભાવ વધારવાથી, પૂર્વ સંચિત કર્મ માટે પશ્ચાતાપ કરવાથી, ક્ષમા માગવાથી બંધાયેલું દર્શનાવરણ કર્મ તૂટતું જાય છે. જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ એકબીજા સાથે સંકલિત હોવાથી સમાન પુરુષાર્થ કરતાં કરતાં બંનેનો ક્ષયોપશમ વધતો જાય છે. પરપદાર્થમાં સુખ છે, એવી બુદ્ધિ થતાં તે સુખરૂપ લાગતા પદાર્થો મેળવવાનો અને ભોગવવાનો મોહ જીવમાં પ્રવર્તે છે. તે કારણે તે પદાર્થોમાં મારાપણું તથા મમતા વેદી તે જીવ પોતા પર મોહનું આચ્છાદન કરતો રહે છે. મોહ એ કર્મનો રાજા છે, તેનાં કારણે મોહ ઉપરાંત અન્ય સર્વ કર્મનાં બંધ પણ જીવ સ્વીકારતો રહે છે. જીવમાં જ્યારે વેરાગ્યભાવ જાગૃત થાય છે ત્યારે તે બંધનથી છૂટી શકે છે. વેરાગ્ય એટલે સંસારના પદાર્થો ભોગવવાની વૃત્તિમાં મંદતા. વૈરાગ્ય બે પ્રકારે છે: દુ:ખગર્ભિત અને જ્ઞાનગર્ભિત. જીવને જ્યારે કર્મનાં કારણે અનેક વિધ દુઃખનો હુમલો આવે છે ત્યારે અન્ય શાતાકારી સંજોગોના ભોગવટામાં રસ રહેતો નથી. આવો વૈરાગ્ય કે નિર્વેદ તે દુ:ખ ગર્ભિત કહેવાય છે. આવો વૈરાગ લાંબો સમય ટકતો નથી, કારણ કે દુ:ખનાં નિમિત્તથી છૂટી શાતાનાં નિમિત્તમાં આવતાં જ તે જીવ ફરીથી મોહજાળમાં ફસાઈ પૂર્વવત્ કર્મબંધ કરતો થઈ જાય છે. પરંતુ તે જીવ સત્પરુષ તથા ઉત્તમ પુરુષના સંસર્ગથી દુ:ખના સમયમાં મેળવેલા નિર્વેદને શાતાના સમયમાં પણ ગુમાવતો નથી; અને સંસાર કેવળ અશાતામય છે તેવો નિર્ણય પામી, શાતાના સમયમાં પણ આત્મસુખને જ મહત્ત્વ આપે છે. આવો નિર્વેદ તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. જેમ જેમ સાચા જ્ઞાનગર્ભિત વૈરાગ્યની વર્ધમાનતા થાય છે, તેમ તેમ જીવનો મોહ ક્ષીણ થતો જાય છે, અને તે એક પછી એક ગુણસ્થાન ચડતો જાય છે. સહુથી બળવાન ઘાતકર્મ તે અંતરાય કર્મ છે, જ્યાં જ્યાં જીવ પોતાને કે અન્યને સ્વરૂપ વિમુખ કરે છે ત્યાં ત્યાં તે જીવ પરમાર્થની અંતરાય બાંધે છે અને અંતરાય ૨૬૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ કર્મના ઉદયને કારણે પોતાનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની ખીલવણી કરી શકતો નથી. સંસારમાં અન્ય જીવને સુખના ભોગવટામાં બાધા કરે છે ત્યારે જીવ સંસારની અંતરાય બાંધે છે, અને પોતાને ભાવિના શાતાના ઉદયોથી વંચિત કરે છે. આમ થવામાં જીવ જેટલા બળવાન કષાય કરે તેટલી બળવાન અંતરાય બાંધે છે. આ જ રીતે જીવ જ્યારે સદૈવ, ગુરુ, શાસ્ત્ર કે ધર્મ સંબંધી બળવાન કષાય કરે છે ત્યારે તે પરમાર્થની બળવાન અંતરાય બાંધે છે. આ સહુ અંતરાય બંધાતી અટકાવવા માટે જીવે સહુ માટે શાતાભાવ વેદવો, સહુ કલ્યાણ પામે એ ભાવમાં રમવું તે ખૂબ ઉપકારી છે. અને પ્રભુના શરણે જઈ, પૂર્વકૃત સર્વ અંતરાયબંધ માટે સતત પશ્ચાતાપ કરતા રહેવાથી તે અંતરાય ક્ષીણ થતી જાય છે. પ્રભુ માટે અહોભાવ, પૂજ્યભાવ આદિ ભાવવાથી અંતરાય કર્મ નાશ પામતું જાય છે. જ્ઞાનાવરણનો નાશ કરવા માટે જીવે આ ગુણો પોતામાં ખીલવવા જરૂરી છે. પરમાં સુખબુદ્ધિનો ત્યાગ અર્થાત્ ત્યાગ ગુણ. જો જીવમાં વૈરાગ્ય ખીલે, નિર્વેદ વધે તો જ સુખબુદ્ધિ છૂટતી જાય છે. ક્ષમાનો ગુણ કેળવવાથી, જતું કરવાની ભાવના વધારવાથી વૈરાગ્ય વધે છે અને સ્વપર દયાનો ગુણ કેળવવાથી, જીવમાં જતું કરવાની ભાવના વધતી જાય છે. દર્શનાવરણ કર્મનો નાશ કરવા માટે ક્ષમાભાવ સહુથી ઉપકારી છે. ક્ષમાભાવ કેળવવાથી, જતું કરતા જવાથી હિંસા અટકે છે. હિંસાની પ્રવૃત્તિ વિશેષ વિશેષ સૂક્ષ્મતાથી છોડતા જવાથી દર્શન ગુણ ખીલતો જાય છે. સ્વપર દયાના ભાવની ખીલવણીથી ક્ષમા મૂર્તરૂપ ધારણ કરે છે. ત્યાગ કરવાની, છોડવાની વૃત્તિમાં દયાભાવ પ્રગટ થાય છે. (ક્ષમાભાવમાં સૂક્ષ્મતા છે, તથા ત્યાગભાવમાં થોડી સ્થૂળતા સમાયેલ છે). વૈરાગ્ય કે નિર્વેદ કેળવવાથી, તેમાં સંસારના ભોગવટાની અનિચ્છા સમાતી હોવાથી ત્યાગબુદ્ધિ જાગે છે. મોહનીયનો ક્ષય કરવા માટે સહુથી કાર્યકારી ગુણ વૈરાગ્ય કે નિર્વેદ છે. સંસારસુખની અનિચ્છા જાગતાં, સાચા સુખને મેળવવાની તાલાવેલીથી વૈરાગ્ય ૨૬૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જાગે છે. વૈરાગ્યની પૂર્તિ માટે ક્ષમાભાવ ઉપકારી થાય છે. બીજાના દોષ જોવાની ભાવના ઘટતાં ક્ષમાભાવ પ્રગટે છે, અને વૈરાગ્ય વધતો જાય છે. થયેલા દોષ માટે શિક્ષા કરવાના ભાવમાં અક્ષમાં રહેલી છે. ક્ષમાનો ગુણ કેળવવા માટે સ્વપર દયા – કલ્યાણભાવ ખૂબ ઉપકારી થાય છે. ક્ષમાભાવમાં સૂક્ષ્મ ત્યાગ અને અન્ય સ્થૂળ ત્યાગ ઉપકારક બની સ્વપર દયા જગાડે છે. અંતરાય કર્મને તોડવા માટે સ્વપર દયાનો ગુણ ખૂબ મદદગાર થાય છે. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં કે ભોગવટામાં અવરોધ થાય તે અંતરાય કર્મ છે. આ અંતરાય બીનશરતીપણે પ્રભુનાં શરણે જવાથી તૂટે છે. જીવમાં સ્વદયા પ્રગટે ત્યારે કષ્ટોથી છૂટવા તે પ્રભુનાં શરણે જાય છે, દયા એ સર્વમાન્ય ધર્મ છે. દયાના ગુણને વિકસાવવા ત્યાગ મદદે આવે છે. જે વસ્તુ અંતરાય કરે છે તેનો ત્યાગ કરતાં શીખવાથી દયાગુણ પ્રગટે છે. જીવને સંસારથી છોડાવવાના ભાવ એ સૂક્ષ્મ દયા છે, અને હિંસાદિ પ્રવૃત્તિનો ત્યાગ એ સ્થૂળ દયા છે. આ ગુણ માટે વૈરાગ્ય હિતકારી થાય છે. સંસારસુખની ઇચ્છામાં મંદતા તે વૈરાગ્ય. સંસારના ત્યાગની ભાવના થતાં સ્વદયા પ્રગટે, અંતરાયા જાય. એમાં જતું કરવાના ભાવથી ક્ષમા ઊગે છે. સંસારસુખની અનિચ્છાનું પરિણામ ક્ષમામાં આવે છે. આ રીતે ચાર ઘાતકર્મોનો અભ્યાસ કરતાં સમજાય છે કે દયા, ત્યાગ, વૈરાગ્ય અને ક્ષમાભાવની ખીલવણીથી આ કર્મો ઘટતાં જાય છે. જે ગુણ વિશેષતાએ ખીલે તેના આધારે રહેલ ઘાતકર્મ વધારે જાય. જો ચારે ગુણો વિશેષતાએ ખીલવવામાં આવે તો સર્વકર્મક્ષય કરવો સુલભ થઈ જાય. આ ચાર ઘાતકર્મના અનુસંધાનમાં અન્ય ગુણો ખીલવવાથી અન્ય અઘાતી કર્મો પણ અલ્પ થતા જાય છે. શાંતિના ગુણથી નામકર્મ ઠંડુ થાય છે, સમતાના ગુણથી વેદનીય શુભ બને છે અને સત્યનો ગુણ ખીલવવાથી ગોત્ર કર્મ ઉત્તમ રૂપ ધારણ કરે છે. જો આ ગુણોથી અઘાતી કર્મોને મહાત્ કરતા જવામાં આવે તો આયુષ્ય કર્મને બંધાવાનો જ પ્રસંગ આવતો નથી. કોઈ પણ ઉદય વખતે આત્મા શાંતપરિણામી ૨૭) Page #304 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકર્મ રહે તો એક પણ અશુભ પ્રકૃતિ બંધાતી નથી. સમતાના ગુણથી – ધીરજનો ગુણ કેળવતા જવાથી વેદનીય કર્મ કલ્યાણના પરમાણુઓ જ સ્વીકારતું થઈ જાય છે, અને સત્યના આધારે આત્માનો અગુરુલઘુ ગુણ પ્રગટ થઈ ગોત્રકર્મથી છૂટવાનો રસ્તો મોકળો થાય છે. આત્માને શાંતપરિણામી રાખવો એટલે બનતા પ્રસંગોના પ્રત્યાઘાતો આત્મા પર પડવા ન દેવા. જ્યાં અશાંતિ આવે ત્યાં અંતરાય ઊભી થાય, અને એ ઘાતીકર્મ હોવાથી બંધન વધે. આ શાંતિને નામકર્મ સાથે સંબંધ હોવાથી શુભનામકર્મ બંધાય છે. આત્માએ સમતા ધારણ કરવી એટલે આર્તધ્યાન થવા ન દેવું. જે ઉદય હોય તેને સ્થિર પરિણામથી વેદવા, સમતા ધરવાથી શાતા વેદનીય વધે છે, અને ઘાતીકર્મ નિર્બળ થતાં જાય છે. જે જેમ છે તેમ સ્વીકારવું તે સત્ય. સત્યના સ્વીકારથી ગર્વ થતો નથી, પણ નમ્રતા વધે છે. ગર્વ નીચગોત્ર બંધાવે છે, અને અમદ, અગર્વ ઉચ્ચ ગોત્ર પ્રતિ લઈ જાય છે. સાથે સાથે ઘાતી કર્મોનું નબળાપણું થતું હોવાથી છૂટવાના માર્ગ વધતા જાય છે. કર્મોના બંધન અને છોડવા વિશેની આ સાદી ભાષાની સમજણ વિશે વિચારણા કરવાથી જીવને ઘણો ઘણો લાભ થાય તેમ છે. ૨૭૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ પગ મૂકતા પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે; માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે. – શ્રીમદ્ રાજચંદ્ર પુષ્પમાળા. આંક ૨. Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ અઢાર પાપસ્થાનક ચતુર્ગતિરૂપ આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ પૂર્વમાં બાંધેલા કર્મ ભોગવીને નિવૃત્ત કરતો જાય છે, પરંતુ આ કર્મ ભોગવતી વખતે વિભાવ ભાવો કરી નવાં કર્મો બાંધતો પણ જાય છે. આમ બંધનની નિવૃત્તિ, નિવૃત્તિમાં બંધન, એ બંધનની નિવૃત્તિ અને વળી નવાં બંધનો એવો સૃષ્ટિક્રમ ચાલ્યા જ કરે છે. અને જે પ્રકારનાં કર્મો હોય તે પ્રમાણે જીવ આ સંસારમાં આમથી તેમ ફંગોળાયા જ કરે છે, તેમાં તેને ક્યાંય પણ સ્વતંત્રતા અનુભવાતી નથી, તે સતત મુખ્યતાએ અશાતા અને ગૌણતાએ શાતાનું વેદન કરતાં કરતાં કાળ વ્યતીત કરતો રહે છે. આવું પરિભ્રમણ કરતાં કરતાં જીવ મુખ્યતાએ આઠ પ્રકારની કર્મ પ્રકૃતિનું બંધન, વેદન અને નિર્જરન કરતો રહે છે. તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. જીવની શુધ્ધ અવસ્થાના મુખ્ય આઠ ગુણો : અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું અને અનંતવીર્યને કુંઠિત કરી સંસારમાં રખડાવનાર કર્મો અનુક્રમે આ પ્રમાણે છેઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મ. જ્ઞાનને પ્રગટ થતું અટકાવનાર જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે: મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ (૫). દર્શન ગુણને આવરનાર દર્શનાવરણ કર્મ નવ પ્રકારે છે: ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને થિણદ્ધિ એ પાંચ પ્રકારની ઉત્તરોત્તર ગાઢ થતી નિદ્રા (૯). ભૌતિક શાતા અને અશાતામાં લઈ જઈ આત્માના અવ્યાબાધ સુખને અટકાવનાર વેદનીય કર્મ ૨૭૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બે પ્રકારે છેઃ શાતા અને અશાતા (૨) સંસારની આસક્તિમાં લપટાવી જીવને મુંઝવના૨ કર્મ તે મોહનીય. તેના બે મુખ્ય ભેદ છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ. આત્માના અસ્તિત્વ અને નિત્યત્વનાં શ્રદ્ધાનને આવરે – ગોપવે તે દર્શનમોહ. તે ત્રણ પ્રકારે છેઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય (૩) અને આત્માને તેના સ્વરૂપાનુભવથી વ્યુત કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહનાં મુખ્ય ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ છે. તે પ્રત્યેકનાં ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન ગણતાં સોળ ભાગ થાય. આ બધાને ઉદ્દીપ્ત કરનાર, સહાય કરનાર નવ નોકષાય પણ ચારિત્રમોહમાં આવે છેઃ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ. આમ બધું મળી ચારિત્રમોહની પચીસ પ્રકૃતિ થાય અને મોહનીય કર્મની અઢાવીશ પ્રકૃતિ થાય (૨૮) આ ચારે કર્મને આત્મા સાથે સીધો સંબંધ રહેલો છે. જે કર્મના ઉદયથી જીવ પોતાના નિયત ભવમાં જીવી શકે, અને જ્યારે તે કર્મોદય પૂરો થાય ત્યારે નિયમા મૃત્યુ પામે, એવું જે કર્મ તે આયુષ્ય. આ કર્મ જીવની અક્ષય સ્થિતિને પ્રગટવા દેતું નથી. આ કર્મ ચાર પ્રકારે છેઃ દેવ, નરક, તિર્યંચ અને મનુષ્યનાં આયુષ્ય. (૪) જે કર્મનાં પ્રભાવથી શરીરનાં પ્રકાર, જાતિ, ગતિ આદિ નિર્ણિત થાય છે તે નામકર્મ તરીકે ઓળખાય છે. અને તે કર્મની ૯૩ કે ૧૦૩ પ્રકૃતિ નીચે પ્રમાણે કહેવાય છે – ૪ ૫ ૫ ૩ ૫ ગતિ નામકર્મ – નરક, તિર્યંચ, દેવ તથા મનુષ્ય. જાતિ નામકર્મ – એકેંદ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. શરીર નામકર્મ – ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ. અંગોપાંગ નામકર્મ – ઔદારિક, વૈક્રિય, આહારક. બંધન નામકર્મ – ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ (કોઈ અપેક્ષાએ પંદર પ્રકારનાં બંધન ગણ્યાં છે) ૨૭૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પ સંઘાતન નામકર્મ – કર્મ પુદ્ગલોને એકઠા કરનાર ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ સંઘાતન કર્મ. ૬ સંઘયણ નામકર્મ હાડકાંની રચનાનાં છ પ્રકારઃ વજઋષભ નારાચ, ઋષભ નારાચ, નારાચ, અર્ધ નારાચ, કીલિકા, અને સેવાર્ત (છેવટું). ૬ સંસ્થાન નામકર્મ – શરીર રચનાના પ્રકાર સમચતુરસ, ન્યગોધ પરિમંડલ, સાદિ, કુન્જ, વામન અને હુંડક. ૫ વર્ણ નામકર્મ – શરીરના રંગ ૫ પ્રકારે: કૃષ્ણ, નીલ, લાલ, પીળો અને શ્વેત. ગંધ નામકર્મ – સુરભિ તથા દુરભિ. રસ નામકર્મ – તિક્ત (કડવો), કટુ (તીખો), કષાયલો (તુરો), ખાટો તથા મધુર. ૮ સ્પર્શ નામકર્મ – ગુરુ, લઘુ, કર્કશ, મૃદુ, રુક્ષ, સ્નિગ્ધ, શીત, ઊષ્ણ. ૪ આનુપૂર્વી નામકર્મ - નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, - તિર્યગાનુપૂવી. ૨ વિહાયોગતિ નામકર્મ – શુભ વિહાયોગતિ અને અશુભ વિહાયોગતિ. ૧ પરાઘાત નામકર્મ – સામા જીવને સદાય હરાવનાર, પોતે જીતનાર. ૧ ઉચ્છશ્વાસ નામકર્મ – શ્વાસોશ્વાસ સહેલાઇથી લઈ શકાય તેવું કર્મ. ૧ આતપ નામકર્મ – પોતે શીત હોવા છતાં સામાને ગરમી આપે. ૧ ઉદ્યોત નામકર્મ – જીવનું શરીર ચંદ્ર સમાન શીતળ અજવાળું કરે (આગિયો). ૧ અગુરુલઘુ નામકર્મ – સમધારણ શરીર મળે. ૧ તીર્થકર નામકર્મ – ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવે. ૧ નિર્માણ નામકર્મ – સર્વ અવયવોને યથાયોગ્ય સ્થાને ગોઠવાવે. ૧ ઉપઘાત નામકર્મ – પોતાના અવયવોથી પોતાને પીડા કરે. ઉદા. રસોળી, ચોરદાંત. ૨૭૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧૦ ત્રસદશક નામકર્મ – ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશકીર્તિ નામકર્મ. ૧૦ સ્થાવરદશક નામકર્મ – સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુસ્વર, અનાદેય અને અપયશ નામકર્મ. સંસારમાં વિશેષતાએ સુવિધાઓ મળે, ઉચ્ચ ફળ મળે તે ઉચ્ચગોત્ર. તેથી વિપરીત સ્થિતિ તે નીચગોત્ર. આમ ગોત્ર કમ બે પ્રકારે છે (૨) તે આત્માના અગુરુલઘુ ગુણને હણે છે. ચેતન આત્માની અનંત શક્તિને કુંઠિત કરનાર અંતરાય કર્મ છે. તે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એમ પાંચ પ્રકારનું છે. (૫) આ આઠે પ્રકૃતિની પેટા પ્રકૃતિનો સરવાળો ૧૪૮ કે ૧૫૮ (બંધનની પ ને બદલે ૧૫ પ્રકૃતિ ગણીએ તો) થાય છે. તેમાંથી ૪૨ પ્રકૃતિ પુણ્યપ્રકૃતિ છે અને ૮૨ પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. ઘાતકર્મની સર્વ પ્રકૃતિ પાપ કે અશુભ પ્રકૃતિ છે, કારણ કે તે આત્માના ગુણોનો ઘાત કરે છે. અને આત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે. અઘાતી કર્મો દેહનાં સાધન દ્વારા આત્મા સાથે સંબંધ ધરાવે છે, એટલે કે સંસારની ભોગસામગ્રી, સુખદુ:ખ, શરીરની શાતા અશાતા સંબંધી કાર્ય કરનારાં તે કર્મો છે. તે કર્મો જીવે શરીરમાં કેટલા કાળ માટે રહેવું, તે શરીરનું બંધારણ, ગતિ જાતિ આદિ કેવાં થવાં, ઉચ્ચ કે નીચ કુળમાં ઉત્પન્ન થવું તથા તે બધાના ભોગવટામાં શાતા કે અશાતા અનુભવવી તે આ અઘાતી કર્મો નક્કી કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે; મોહનીય કર્મમાં દર્શનમોહની ૭૦ ક્રોડાકોડી સાગરોપમની અને ચારિત્રમોહની ચાલીશ ક્રોડાક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ ચારે કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની, નામકર્મ તથા ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. નારકી તથા દેવની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૩ સાગરોપમની, મનુષ્ય અને તિર્યંચની ૨૭૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ પલ્યોપમની (ભોગભૂમિની અપેક્ષાએ) તથા કર્મભૂમિમાં એક કરોડ પૂર્વની હોય છે. ચારે ઘાતી કર્મની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની હોય છે. સકષાયીને વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની, અકષાયીને બે સમયની હોય છે. નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ આઠ મુહૂર્તની અને આયુષ્યની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની છે. આઠે પ્રકારનાં કર્મબંધ થવાનાં કારણમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગની ગણના થાય છે. મિથ્યાત્વના ઉદયથી જીવ અતત્ત્વશ્રધ્ધાન કરે છે, તેથી સ્વપરનો ભેદ તે કરી શકતો નથી. મિથ્યાત્વના કારણથી જીવનું સમ્યકત્વ રોકાય છે. વીતરાગ પ્રભુની યથાર્થ વાણીનો વિનાશ કરવાથી, તેથી વિરુદ્ધ વાણીનો પ્રચાર કરવાથી, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરવાથી, જિનેશ્વર, મુનિ, ચૈત્યાદિનો વિનાશ કરવાથી, તેમની નિંદા કરવાથી મિથ્યાત્વ બંધાય છે. મિથ્યાત્વી જીવને બીજાં ચાર કારણો કર્મબંધ થવા માટે સતત હાજર હોય છે. જ્યાં સુધી મિથ્યાત્વ ન જાય કે ન દબાય ત્યાં સુધી બીજાં કારણોનો નાશ જીવ કરી શકતો નથી. મિથ્યાત્વના મુખ્ય પાંચ પ્રકાર છે. અભિગૃહિત (પારકાના ઉપદેશથી ખોટા વિચાર કરી મિથ્યાત્વ બાંધવું), અનભિગૃહિત (વગર વિચારે ઉલટો મત બાંધવાથી આવતું), અભિનિવેશિક (મારી મચડી ખોટા અર્થ કરવા, દુરાગ્રહથી સ્વમતને વળગી રહેવું, સાચા દર્શનનો સ્વીકાર ન કરવો), સાંશયિક (માર્ગમાં શંકાકુશંકા કર્યા કરવી), અને અનાભોગિક (મૂઢ દશાને વશ કરી અજ્ઞાનમાં સબડવું). - મિથ્યાત્વનો નાશ થાય અર્થાતુ ક્ષાયિક સમકિત થાય અગર મિથ્યાત્વ દબાય – તે ઉદયમાં ન આવી શકે એવી સત્તા જીવને આવે જેથી ક્ષયોપશમ સમકિત થાય ત્યારે બાકીનાં કારણોનો નાશ અથવા મંદ કરવા જીવ શક્તિમાન થાય છે. જીવને જ્યારે સમ્યકત્વનો ઉદય થાય છે ત્યારે પોતે આચારમાં જે જે ભૂલ કરતો હોય તેની સમજણ આવવા માંડે છે. તેની સમજણને આધારે તે જીવ ભૂલોથી છૂટવા પ્રયત્નવાન થાય ૨૭૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ છે. થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને કારણે થતા દોષ ન અટકાવવા કે ચલાવી લેવા તેનું નામ અવિરતિ. અવિરતિને કારણે આત્માનો ચારિત્રગુણ ઘાત પામે છે, ઉદિત થઈ શકતો નથી. ચારિત્રની ખામીને કારણે જીવ અનેકવિધ બંધ બાંધતો રહે છે. અવિરતિ પ્રભુજીએ બાર પ્રકારે વર્ણવી છે: માનસિક અવિરતિ ૧, પાંચ ઇન્દ્રિયોનો સંવર ન કરવો તે પાંચ, પાંચ એકેન્દ્રિય અને ત્રસ એ છકાયની હિંસાનો સંવર ન કરવો તે બીજા છ પ્રકાર. આ બાર પ્રકારની અવિરતિનો નાશ કરવા સમ્યક્તના ઉદયથી જીવ પુરુષાર્થ કરે છે, અને ક્રમે ક્રમે સફળ થતો જાય છે. અમુક દોષોનો સંવર તથા બાકીનાનો અસંવર થવો એ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનની દશા છે. જ્યારે જીવ બારે પ્રકારની અવિરતિનો સંવર કરવામાં સફળ થાય છે ત્યારે તે છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાને આવે છે. આ સ્થળે જીવનો સ્વછંદ પ્રાયઃ દબાયેલો રહે છે. તે શ્રી પ્રભુ અને ગુરુની આજ્ઞાનુસાર સર્વથા વર્તવા પ્રયત્ન માંડે છે. જ્યાં સુધી અવિરતિ હોય ત્યાં સુધી ઇન્દ્રિયોના વિષયો કર્મબંધના હેતુ થાય છે. સંયમ આવતાં ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ રોકાઈ જાય છે, અને કર્મબંધની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સર્વવિરતિ ગુણસ્થાને જીવ મુખ્યતાએ સ્વચ્છંદ નિરોધથી વર્તે છે, પણ સૂક્ષ્મતાએ પ્રમાદથી વર્તી કર્મબંધ કરતો રહે છે. આત્માને લાભકારી કુશળ કાર્યમાં આદરનો અભાવ અને કર્તવ્ય અકર્તવ્યના ભાનમાં અસાવધાની તે પ્રમાદ. આ પ્રમાદને શ્રી પ્રભુએ પાંચ પ્રકારે બાહ્યથી વર્ણવ્યો છે: મદ, વિષય, કષાય, નિદ્રા તથા વિકથા. આનું સૂક્ષ્મ રૂપ તે મન, વચન કે કાયાનો અલ્પ સ્વછંદ. જીવને જ્યાં સુધી મિથ્યાત્વનું જોર રહે છે ત્યાં સુધી પ્રમાદ ઉગરૂપે રહે છે, તેના ગયા પછી અવિરતિના જોરમાં પ્રમાદ હળવો બને છે, ત્યારે સર્વવિરતિના સાનિધ્યમાં પ્રમાદનું સ્વરૂપ ઘણું અલ્પ થઈ જાય છે. તે વખતે જીવ વિશેષ ઉદ્યમવંત થઈ અમુક કાળ માટે અપ્રમાદી બની સ્વરૂપમાં સ્થિર થાય છે. આ સ્થાનને સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન કહે છે. તે વધુમાં વધુ અંતમુહૂર્તકાળ રહે છે. તે પછી જીવ અલ્પપ્રમાદી થઈ છઠ્ઠા ગુણસ્થાને ઊતરી આવે છે. ૨૭૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને છોડયા પછી જ જીવ કષાયનો જય કરવા સુભાગી થાય છે. જીવને જ્યાં સુધી મિથ્યાત્વનું જોર હોય છે ત્યાં સુધી કષાયો તેને અનંતાનુબંધી પ્રકારથી આવતા રહે છે. મિથ્યાત્વના નારા સાથે જ અનંતાનુબંધી કષાયોનો પણ અંત આવે છે. પછીથી અપ્રત્યાખ્યાન કષાયો તેનું જોર અજમાવતા રહે છે. દેશવિરતિ ગુણસ્થાને અપ્રત્યાખ્યાન કષાયોનું જોર નરમ થતું જાય છે, અને સર્વવિરતિસ્થાને પ્રત્યાખ્યાની પણ નરમ બની સત્તાગત થાય છે. અપ્રમત્ત ગુણસ્થાનથી સંજ્વલન નરમ થવા લાગે છે, અને ક્ષપકશ્રેણિમાં સત્તાગત થયેલા અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કષાયો ક્ષીણ થતા જાય છે. બારમા ગુણસ્થાને સર્વ ઘાતકર્મો ક્ષય પામી આત્મા તેરમા ગુણસ્થાને સર્વવિશુદ્ધિ દશાને મેળવે છે. ત્યારે કર્મબંધનું એકમાત્ર પાંચમું કારણ યોગ જ સક્રિય રહે છે. યોગ એટલે મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ, આત્માનું તે ત્રણે સાથેનું વારાફરતી થતું અનુસંધાન. યોગ એ આત્માનો પરિસ્પંદનરૂપ વીર્ય વેપાર છે. યોગ પંદર પ્રકારે વર્ણવાયા છે, ૪ મનના, ૪ વચનના અને સાત કાયાના યોગ છે. મનોયોગ – સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, સત્યમૃષા મનોયોગ અને અસત્યમૃષા મનોયોગ. વચનયોગ – સત્ય વચનયોગ, અસત્ય વચનયોગ, સત્યમૃષા વચનયોગ અને અસત્યમૃષા વચનયોગ. કાયયોગ – ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાયયોગ, વૈક્રિય કાયયોગ, વૈક્રિય મિશ્ર કાયયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર કાયયોગ અને કાર્પણ કાયયોગ. ૧. અસ્તિ જીવ ઇત્યાદિ સર્વનું હિતચિંતવન તે સત્યમનોયોગ. ૨. નાસ્તિ જીવ ઇત્યાદિ સર્વનું પરને વિપ્રતારણ બુદ્ધિ તે મૃષા મનોયોગ. ૩. તે બંનેનું મિશ્રણ કંઈક સત્ય કંઈક અસત્ય તે સત્યમૃષા મનોયોગ. ૪. સત્ય પણ નહિ, અસત્ય પણ નહિ તેવી વિચારણા તે અસત્યમૃષા મનોયોગ. ૫. સર્વનું શુભ ઇચ્છતી વાણી તે સત્ય વચનયોગ. ૬. પરનું અશુભ કરતી વાણી તે અસત્ય વચનયોગ. ૭. તે બંનેનું મિશ્રણ તે સત્યમૃષા વચનયોગ. ૮. સત્ય પણ નહિ, અસત્ય પણ નહિ તેવાં વચન તે અસત્યમૃષા વચનયોગ. ૯. મનુષ્ય તથા તિર્યંચનો ઔદારિક કાયયોગ. ૧૦. મનુષ્ય તથા તિર્યંચને ઉપજતાં ૨૭૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એક સમય પછી, શરીર પર્યાપ્તિ પૂરી કરે ત્યાં સુધી, કામણ શરીર સાથે મિશ્રપણું તે દારિક મિશ્ર કાયયોગ, તથા કેવળી સમુદુધાતે ૨, ૬, ૭ મા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. ૧૧. દેવતા, નારકી, લબ્ધિવંત મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ અને વાયુકાય એકેંદ્રિયને વૈક્રિય કાયયોગ સંભવે છે. ૧૨. દેવતા નારકીને ઉપજતાં કામણ સાથે વૈક્રિયનો યોગ તે વેક્રિય મિશ્ર કાયયોગ. મનુષ્ય અને તિર્યંચને વિક્રિયારંભકાળે તથા છાંડવાના કાળે ઔદારિક શરીર સાથે વૈક્રિય મિશ્ર કાયયોગ. ૧૩. ચૌદ પૂર્વધારી તથા મહામુનિ આહારક શરીર કરે ત્યારે આહારક કાયયોગ. ૧૪. તેના પ્રારંભકાળે તથા છાંડવાના કાળે ઔદારિક સાથે આહારક મિશ્ર કાયયોગ. ૧૫. અષ્ટકર્મનો જે વિકાર તે કાર્પણ કાયયોગ. તે જીવને અંતરાલગતિએ અને ઉપજવાને પહેલે સમયે તથા કેવળી સમુદ્યાતના ૩,૪,૫ સમયે કાર્પણ કાયયોગ હોય છે. એકેંદ્રિય જીવને માત્ર કાયયોગ હોય છે, બે થી અસંજ્ઞીપંચેન્દ્રિય જીવોને કાયયોગ તથા વચનયોગ હોય છે, અને સર્વ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને મન, વચન તથા કાય એ ત્રણે યોગ હોય છે. જીવને એકેંદ્રિયપણામાં માત્ર કાયયોગ જ હોય છે. તેથી જીવની યોગની શક્તિ એટલી બધી અવરાયેલી હોય છે કે તે પુગલપરમાણુઓને કર્મરૂપે નાની સંખ્યામાં આકર્ષી શકે છે. મુખ્યતાએ આ જીવો પૂર્વસંચિત કર્મોને મળેલી એક ઇન્દ્રિય દ્વારા ભોગવી ભોગવીને નિવૃત્ત કરતો જાય છે, અને તેનાથી અલ્પ સંખ્યામાં તે નવાં કર્મ આશ્રવે છે. આમ થતું હોવાથી, યોગ્ય કાળે જીવ એકેંદ્રિયપણું ત્યાગી બે ઇન્દ્રિય મેળવી, કાયયોગ સાથે વચનયોગ પણ મેળવે છે. બે યોગ થતાં જીવની ગ્રહણશક્તિ તથા નિર્જરા કરવાની શક્તિ ઘણી વધી જાય છે. તેમ છતાં આ સ્થિતિમાં પણ આશ્રવ કરતાં નિર્જરા સામાન્યપણે વધારે રહે છે. પરિણામે જીવ ત્રણ ઇન્દ્રિય મેળવવા ભાગ્યશાળી થાય છે. જેટલી ઇન્દ્રિય વધારે તેટલા પ્રમાણમાં કાયયોગ તથા વચનયોગની શક્તિ વધતી જાય છે. આમ ચાર ઇન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિયપણામાં યોગશક્તિ વધારે ખીલે છે. તેના ફળરૂપે જીવ આશ્રવ તથા નિર્જરા વિશેષતાએ કરી શકે છે. તેથી જીવ જેવાં જેવાં નિમિત્તમાં આવે છે તેની માત્રાના પ્રમાણમાં તેની ગ્રહણ તથા ત્યાગની ૨૮૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પ્રવૃત્તિ ચાલતી રહે છે. જીવ જો અશુભ નિમિત્તમાં આવી જાય તો અધોગતિ અને શુભ નિમિત્તમાં આવી જાય તો ઉર્ધ્વગતિ પામતો રહે છે. આવી ઉર્ધ્વગતિમાં જતો જીવ, અકામ નિર્જરા કરતાં કરતાં કર્મની સ્થિતિ મર્યાદિત કરે છે ત્યારે તેને સંજ્ઞા અર્થાત્ મનોયોગ મળે છે. મનોયોગ આવતાં જીવનું પરતંત્રપણું છૂટી સ્વતંત્રપણું આવે છે, અને તેનામાં પોતાને કલ્યાણકારી શું છે અને અકલ્યાણકારી શું છે તેનો વિવેક કરવા તે સદ્ભાગી થઈ શકે છે. સંજ્ઞી પંચેન્દ્રિયપણાની ચારે ગતિમાં સૌથી વધુ સંજ્ઞાની ખીલવણી મનુષ્યને જ હોય છે, એટલે કે મનુષ્યમાં સૌથી વિશેષ સારાસાર વિવેક પ્રગટે છે. આમ જીવને વીર્યનો સૌથી વિશેષ ઉઘાડ મનુષ્ય ગતિમાં હોય છે. સંજ્ઞીપણામાં અસંજ્ઞી કરતાં વીર્ય ઘણું વિશેષ હોવાથી પ્રત્યેક જીવને કર્મને નિવૃત્ત કરવાની તથા ગ્રહણ કરવાની શક્તિ અસંખ્યગણી થઈ જાય છે અને જે પ્રકારનો તે જીવનો મનોયોગ હોય તે પ્રકારે તેની ઉર્ધ્વગતિ કે અધોગતિ થાય છે. આ વીર્યને વિશેષતાએ ખીલવવામાં તથા સન્માર્ગે વાપરવામાં મુખ્યતાએ પુરુષો અને બળવાન વીર્યવાન જ્ઞાનીપુરુષોનો ફાળો ઘણો મોટો હોય છે. સંજ્ઞીપણામાં જીવ ધારે તો યોગને સન્માર્ગે પ્રવર્તાવી કર્મક્ષય પામે અને નહિતર એકેંદ્રિયપણા સુધીની અધોગતિ પણ પામે. જીવની યોગશક્તિ જેમ જેમ વધતી જાય તેમ તેમ તે કર્મલિકોને મોટા ને મોટા પ્રમાણમાં ગ્રહણ કરતો જાય છે. સંજ્ઞી જીવ પોતાના સ્વતંત્ર શુભાશુભ ભાવ અનુસાર શુભાશુભ કર્મના જથ્થાને મોટા પ્રમાણમાં આકર્ષે છે. આકર્ષાયેલો કર્મ પરમાણુનો જથ્થો એકેંદ્રિયથી શરૂ કરી સર્વ છદ્મસ્થ જીવોમાં સાત કે આઠ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે, આયુષ્યનો બંધ થાય ત્યારે અંતમુહૂર્ત કાળ માટે કર્મ આઠ પ્રકૃતિમાં વહેંચાય છે, અને તે સિવાય સતત સાત પ્રકૃતિમાં તેનું વિભાગીકરણ થતું રહે છે. સામાન્યપણે અસંજ્ઞીપણામાં આશ્રવ કરતાં નિર્જરા વધારે થતી હોય ત્યારે જીવ ઇન્દ્રિય પ્રાપ્તિમાં આગળ વધે છે, અને જ્યારે તેને આશ્રવ કરતાં નિર્જરા ઓછી થતી હોય છે ત્યારે તે નીચે ઉતરતાં એક પછી એક ઇન્દ્રિય ગુમાવતો જાય છે. આમ થવાનો આધાર જીવનાં અંતરંગ પરિણામ ઉપર રહેલો છે, જેનું નિમિત્તે શુભાશુભ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે. પણ સંજ્ઞીપણામાં જીવ નિમિત્તાધીન થવું કે નહિ તે બાબત સ્વતંત્ર ૨૮૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બને છે. તેને સારાસાર વિવેક સાથે વિશેષ વીર્યની ભેટ મળી હોવાથી પોતાની ઇચ્છા અનુસાર શુભ કે અશુભભાવમાં તે સ્થિર થઈ શકે છે. આમ હોવાથી જીવ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થામાં કર્મ પરમાણુઓનો સૌથી વિશેષ જથ્થો આકર્ષી શકે છે. વળી, જેમ જેમ તેની આત્મવિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ યોગશક્તિ વધતી જતી હોવાથી, કર્મપરમાણુનો જથ્થો પણ મોટો થતો જાય છે. જીવ ક્યાં અને કેવાં કર્મ પરમાણુને કેવી રીતે આકર્ષે છે તેની સમજણ ઉપકારી છે. જીવ જે સજાતીય પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરે છે, તે પુગલના સમૂહને “વર્ગણા' કહેવામાં આવે છે. આવી વર્ગણા આ જગતમાં આઠ પ્રકારે પ્રવર્તે છે - ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાશ્મણ વર્ગણા. આમાં દારિક વર્ગણા સહુથી સ્થૂળ હોય છે, અને ક્રમથી સૂક્ષ્મ સૂક્ષ્મ થતાં કામણ વર્ગણા સહુથી સૂક્ષ્મ હોય છે. એટલે કે તેની અવગાહના (રહેવાની જગ્યા) ક્રમથી ઘટતી જાય છે. ઔદારિક વર્ગણાનાં અનંત પરમાણુ જેટલી જગ્યા રોકે તેનાં કરતાં મનોવર્ગણાનાં અનંત પરમાણુનો જથ્થો ઘણી ઓછી જગ્યા રોકે છે. આ સર્વનાં ગ્રહણનું ગણિત નીચે પ્રમાણે છે. આ જગતમાં આઠ પ્રકારનાં પરમાણુ એક એક પુગલ પરમાણુ રૂપે હોય તેવાં અનંતાનંત પરમાણુ પ્રવર્તે છે. તે જ રીતે એક જ જાતિનાં બે બે પરમાણુ જોડાયેલાં હોય તેવા દ્રયણુક પરમાણુ પણ અનંતાનંત છે. તેમજ ત્રણ ત્રણ સજાતીય પરમાણુના સ્કંધ પણ આ જગતમાં અનંતાનંત છે. આ રીતે એક એક પરમાણુ વધારતા જઈ, સંખ્યાત પરમાણુના સજાતીય સ્કંધની સજાતીય વર્ગરૂપ સંખ્યાતી વર્ગણા છે, અસંખ્ય પ્રદેશી (પરમાણુ) સ્કંધની અસંખ્યાત વર્ગણા રહેલી છે, અનંત પ્રદેશી (પરમાણુ) સ્કંધની અનંત વર્ગણા અને અનંતાનંત પ્રદેશ સ્કંધની અનંતાનંત વર્ગણા છે. સજાતીય પુદ્ગલનો સમૂહ તે વર્ગણા છે. આ સર્વ અણુમયપણે સ્થૂળ હોવાથી જીવને ગ્રહણ કરવામાં કામ આવતી ન હોવાથી તે અગ્રહણયોગ્ય છે. આ સર્વને ઉલ્લંઘીને, અભવ્યથી અનંતગુણે અને સિદ્ધને અનંતમા ભાગે, એટલા પરમાણુએ નિષ્પન્ન અંધ તે ઔદારિકપણે ગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. સ્થૂળ સ્કંધવડે નિષ્પન્ન તે ઔદારિક શરીર. તેની વર્ગણા તે સજાતીય પુદ્ગલનો સમૂહ, એ દારિક શરીરની જઘન્ય વર્ગણા થઈ. તે પછી એક એક પરમાણુની વૃદ્ધિએ ૨૮૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણા ત્યાં સુધી ગણાય કે જેમાં એક પરમાણુ વધતાં તે ઉત્કૃષ્ટ વર્ગણા થાય. આ ઉત્કૃષ્ટ વર્ગણામાં એક પરમાણુની વૃદ્ધિ થતાં તે વર્ગણા ઔદારિકને અગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. આ પ્રમાણે ઔદારિક ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય વર્ગણાની માફક વૈક્રિય શરીરની પણ ગ્રહણયોગ્ય અને અગ્રહણ યોગ્ય વર્ગણા હોય છે. તેની સમજ આ રીતે લઈ શકાય. ઔદારિક ઉત્કૃષ્ટ ગ્રહણ યોગ્ય વર્ગણામાં એક પરમાણુ અધિક થતાં તે બહુ અણુએ નિષ્પન્ન અને સૂક્ષ્મ પરિણામ થવાથી ઔદારિકને ગ્રહણયોગ્ય રહેતી નથી, સાથે સાથે વૈક્રિયને ગ્રહણ માટે તે સંખ્યા અલ્પ બને, તથા, વૈક્રિય શરીર માટે તે પરમાણુઓ સ્થૂળ હોવાથી તે અગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. સાથે સાથે બે, ત્રણ, ચાર યાવતું અનંત પરમાણુઓની વૃદ્ધિ સુધી તે વર્ગણાઓ વૈક્રિય શરીર માટે અગ્રહણયોગ્ય વર્ગણા બને છે. ત્યાર પછી એક અણુની વૃદ્ધિથી જઘન્ય વૈક્રિય ગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. આમ બે, ત્રણ, ચાર યાવત અનંત સૂક્ષ્મ પરમાણુઓની વૃદ્ધિ સુધી તે વર્ગણાઓ વૈક્રિય શરીર માટે ગ્રહણયોગ્ય થાય છે, તેમાં એક પરમાણુ વધતાં તે વર્ગણાઓ વૈક્રિય તથા આહારક બને શરીર માટે અગ્રહણયોગ્ય બને છે, કેમકે તે વર્ગણાઓ વૈક્રિય શરીર માટે બહુ તથા સૂક્ષ્મ પરિણામી થાય, અને આહારક શરીર માટે તે સ્તોક (અલ્પ) અણુ અને ધૂળ પરિણામી થાય. તે વર્ગણામાં બે, ત્રણ ચાર, પાંચ યાવતુ અનંત પરમાણુ સુધીની વૃદ્ધિ વાણી વર્ગણા આહારક શરીર માટે અગ્રાહ્ય રહે છે. તે પછીની એક પરમાણુની વૃદ્ધિએ તે વર્ગણા જઘન્ય આહારક ગ્રહણયોગ્ય વર્ગણા થાય. આમ આઠેની ગ્રહણયોગ્ય વર્ગણાની વચ્ચે અગ્રહણયોગ્ય વર્ગણા રહેલી હોય છે. અને તે પ્રત્યેકનાં પરમાણુઓ ક્રમથી સૂક્ષ્મ અને સૂક્ષ્મ થતાં જાય છે. આ આઠેની અવગાહના – ક્ષેત્રવ્યાપ્તિ એક એકથી ઓછી અને નાની થતી જાય છે. પુગલ દ્રવ્યમાં જેમ સમુહ મોટો થતો જાય તેમ પરિણામ સૂમ થતાં જાય છે. એટલે કે ઝાઝા પરમાણુઓ હોવા છતાં ક્ષેત્રફલક સૂમ થતું જાય છે. આ પ્રમાણે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્પણ વર્ગણા એક એકથી સૂક્ષ્મ થતી જાય છે, અને પ્રત્યેકની વચ્ચે જીવને અગ્રહણયોગ્ય એવી વર્ગણાઓ રહેલી હોય છે. આ સહુમાં કામણ વર્ગણા સહુથી સૂક્ષ્મ હોય છે. ૨૮૩ Page #317 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પોતાને વર્તતા કષાયને કારણે જે કાશ્મણ વર્ગણા આત્મા પ્રતિ ખેંચાય છે તેમાંની કેટલીક વર્ગણા જ્ઞાનાવરણ રૂપે, કેટલીક દર્શનાવરણ રૂપે અને અન્ય બાકીના સર્વ ઘાતી અઘાતી કર્મ રૂપે પરિણામે છે. દરેક પ્રકારનાં કર્મની પોતપોતાની સંખ્યા નિશ્ચિત હોય છે. આ રીતે યોગના કારણથી કર્મની પ્રકૃતિ નક્કી થાય છે. યોગ સાથેના જોડાણથી આત્મપ્રદેશોનું જે પરિસ્પંદન થાય છે તેના આધારે સ્કંધોની સંખ્યા નિશ્ચિત થાય છે. આકર્ષાયેલા સ્કંધોના અમુક સ્કંધો મોહનીય રૂપે, અમુક જ્ઞાનાવરણ રૂપે આદિ સાત પ્રકૃતિ રૂપે અને આયુષ્યના બંધ વખતે આઠ પ્રકૃતિમાં આકર્ષાયેલા સ્કંધો વહેંચાઈ જાય છે. જે પ્રકૃતિના ભાગે જે જથ્થો આવે છે તે તેનો પ્રદેશબંધ ગણાય છે. પ્રદેશબંધ જુદી જુદી રીતે સમજાવાય છે. યોગના નિમિત્તથી જે કર્મવર્ગણા આકર્ષાય છે તે વર્ગણાના સમુહને પ્રદેશબંધ કહે છે. કર્મવર્ગણાની પરિણામ પામવાની હકીકતને પ્રદેશબંધ કહે છે. માત્ર કર્મદળનું ગ્રહણ તે પ્રદેશબંધ, સ્થિતિ કે રસની અપેક્ષા વિના કર્મ વર્ગણાનાં દળિયાં રહણ થાય તે કર્મવર્ગણાનાં દળિયાંનો જથ્થો, તેની સંખ્યાને પ્રદેશબંધ સાથે સંબંધ છે. અમુક સરખી સંખ્યાના કંધવાળા પુદ્ગલ પરમાણુને આકર્ષવા તેને પ્રદેશબંધ કહેવાય છે. આ અપેક્ષાએ મોહનીય કર્મનાં પરમાણુઓ વિવિધ સંખ્યાના સ્કંધવાળા રહેતા હોવાથી, જુદી જુદી સંખ્યાનાં પરમાણુઓથી મોહનીયના સ્કંધો બનેલા હોવાથી તેને પ્રદેશબંધ નથી એમ કહેવામાં આવે છે. “મોહનીયને પ્રદેશબંધ નથી, તેથી એક સાથે ભોગવી શકાય છે. મોહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીય કર્મ મનથી જિતાય નહિ. તીર્થકરાદિને પણ વેદવું પડે. ને બીજાનાં જેવું વસમું પણ લાગે.” – શ્રી. રા. વચનામૃત જેમ તેની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી શકે છે. મોહનીય કર્મનો તીવ્રબંધ હોય છે, તો પણ તેને પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. – વ્યાખ્યાનસાર પૃ. ૭પ૮ ૨૮૪ Page #318 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક જે અનંત પરમાણુઓ કર્મ રૂપે ગ્રહણ થાય તેમાંથી અષ્ટવિધ બંધકને સૌથી ઓછા પરમાણુઓ આયુકર્મમાં જાય. નામ અને ગોત્ર કર્મમાં તેથી અધિક ભાગ આવે. અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મને વિશે તેનાથી પણ અધિક ભાગ આવે. મોહનીય કર્મને વિશે તેથી પણ અધિક પરમાણુઓ આવે કારણ કે તેની સ્થિતિ અધિક છે. વેદનીય કર્મને વિશે સર્વથી અધિક પરમાણુઓ હોય છે. વેદનીયમાં કર્મનાં થોડાં દળથી અનુભવ થતો નથી. વેદનીય સિવાયનાં કર્મોમાં અધિકી ઓછી સ્થિતિ અનુસાર સ્કંધોનો અધિક હીન ભાગ આવે છે. પોતપોતાની મૂળ પ્રકૃતિરૂપ જાતિ વડે જે દલિક પ્રાપ્ત થાય, તેનો અનંતમો ભાગ તેની સર્વઘાતી પ્રકૃતિરૂપે આવે. જ્ઞાનાવરણ કર્મનો અનંતમો ભાગ કેવળજ્ઞાનાવરણ રૂપે પરિણમે, દર્શનાવરણનો અનંતમો ભાગ કેવળદર્શનાવરણ રૂપે, અને નિદ્રાપંચકને ભાગે આવે. મોહનીયનો અનંતમો ભાગ મિથ્યાત્વ અને બાર કષાયને ભાગે આવે. સર્વ કર્મ પુદ્ગલોમાં અનંતમો ભાગ જ સર્વઘાતી રસવંત હોય, અને શેષ અનુક્રમે હીન હીનતર હોય, સર્વઘાતી સિવાયનાં કર્મ દળિયાં રહ્યાં તે દેશઘાતી અને અઘાતી પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. કર્મ પુદ્ગલનાં પ્રકાર અને સંખ્યા નક્કી કરવામાં મુખ્યતાએ મનોયોગ અને વચનયોગ ભાગ ભજવે છે. જેમ જેમ વીર્ય ખીલે, તેમ તેમ વિશેષ કર્મનો જથ્થો આત્માના પ્રદેશો તરફ ખેંચાય છે. તેમાં મનોયોગ તથા વચનયોગ જેટલા શુદ્ધ અને શુભ થતા જાય તેટલા વિશેષ શુભ અને ઊંચા પ્રકારનાં પુદ્ગલ પરમાણુઓ આત્મા તરફ ખેંચાય છે. જ્યારે જ્યારે આ યોગો અશુદ્ધ તથા અશુભ ને અસત્ય થાય ત્યારે ત્યારે અશુભ અને નબળાં પ્રકારનાં પરમાણુઓ આત્મા તરફ આકર્ષાય છે. જે પ્રકારનાં શુભાશુભ પરમાણુઓ આત્માને ચીટકે તે પ્રકારના ભાવિના શુભાશુભ ઉદયો નક્કી થાય છે. કર્મનાં પુગલ પરમાણુને ખેંચવાનું કામ જેમ યોગ કરે છે અને તેનાથી કર્મની પ્રકૃતિ તથા પ્રદેશબંધ નક્કી થાય છે, તેમ તે કર્મ પરમાણુઓ કેટલા પ્રમાણમાં તીવ્રતા આપશે અને તે કેટલા કાળ સુધી રહેશે તેનું નિયંત્રણ કષાયને આધારે થાય છે, એટલે કે કષાયના તરતમપણા અનુસાર કર્મની સ્થિતિ અને રસ નક્કી થાય છે. ૨૮૫. Page #319 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયનું જેટલું તીવ્રપણું હોય, તેટલા લાંબા ગાળાનો કર્મબંધ જીવને થાય. સાથે સાથે તે કષાય કોના પ્રતિ છે, સત્સંવાદિ કે સામાન્ય જનાદિ પ્રતિ તેના આધારે પણ તેનો પ્રકાર તથા તીવ્રતા નક્કી થાય છે. જીવને જો અનંતાનુબંધી કષાય ઉદયમાં હોય તો નવો બંધ અનંતાનુબંધીનો પડે છે, અપ્રત્યાખ્યાન કષાય ઉદયમાં હોય તો નવો બંધ અપ્રત્યાખ્યાનીનો પડે છે, એ જ રીતે ઉદયાનુસાર પ્રત્યાખ્યાની તથા સંજ્વલન કષાયના નવા બંધ જીવને થાય છે. આ કષાયની તીવ્રતા તથા તે કેટલા કાળ માટે ઉદયમાં રહે છે તેના અનુસંધાનમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મના બંધના અનુભાગ તથા સ્થિતિ નક્કી થાય છે. જેટલી માત્રામાં આ કષાય સાથે જીવનું એકરૂપપણું થાય છે તેટલી માત્રામાં તેનો રસ – અનુભાગ બંધાય છે. જો જીવને કષાય સાથે સામાન્ય પ્રકારનું તદ્રુપપણું હોય તો સામાન્ય રસબંધ થાય, અને તીવ્રતાવાળું તદ્રુપપણું હોય તો તીવ્ર રસબંધ થાય. આથી તો અનંતાનુબંધી કષાય સાથે સામાન્ય રસબંધ હોઈ શકે છે અને સંજ્વલન કષાય સાથે તીવ્ર રસ પણ સંભવી શકે છે. રસની તરતમતા આ પ્રમાણે વિચારી શકાય, શેરડીનો મધુર રસ કે લીમડાનો કડવો રસ જે સહજતાએ શેરડી કે લીમડામાંથી નીકળે તેટલો જ લઇએ, તો તે રસ એકઠાણિયો રસ કહેવાય. તે રસને ઉકાળીને અડધો રહે તેટલો ઘટ્ટ કરીએ તો તે બેઠાણિયો રસ કહેવાય. આ રસને વધારે ઉકાળીને ત્રીજા ભાગનો કરી નાખીએ તો તે ત્રણઠાણિયો રસ થાય અને જો ચોથા ભાગ જેટલો જ રહેવા દઇએ તો તે ચોઠાણિયો રસ થઇ જાય. શુભ પ્રવૃતિઓ માટે શેરડીનું દૃષ્ટાંત અને અશુભ પ્રવૃતિઓ માટે લીમડાના કડવા રસનું દૃષ્ટાંત અપાય છે. રસના સઘનપણાની માત્રા તે રસબંધ. અને તે કેટલા સમય માટે રહે તેનું માપ તે સ્થિતિબંધ. કર્મની સ્થિતિ તથા રસની માત્રા, કેટલી છે તેનો આધાર કષાયની ઉગ્રતા કેટલો કાળ રહે છે તેની સાથે અને કષાય સાથે જીવનું એકરૂપપણું કેટલું છે તેની સાથે અનુક્રમે રહે છે. જ્યારે ઉત્કૃષ્ટ કષાય ઉત્કૃષ્ટ એકરૂપતા સાથે લાંબા ગાળા માટે વેચવામાં આવે છે ત્યારે જીવને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો અને તીવ્ર રસ ભોગવવો પડે એવો કર્મબંધ થાય છે. વળી, જ્યારે અત્યંત મંદ કષાય જઘન્ય એકરૂપતા સાથે વેદવામાં ૨૮૬ Page #320 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક આવે ત્યારે જઘન્ય સ્થિતિનો સાધારણ બંધ પડે છે. પરંતુ કષાયરહિત સ્થિતિમાં નિરસપણે માત્ર યોગના કારણે કર્મના જથ્થાને આત્મા સ્વીકારે છે ત્યારે તેને માત્ર બે જ સમયનો બંધ પડે છે. પહેલા સમયે બંધાય, બીજા સમયે વેદાય, ત્રીજા સમયે નિર્જરી જાય. વળી, કષાય ન હોવાના કારણે ઘાતી કર્મની પ્રકૃતિના બંધ આત્માને પડતા નથી, અને અઘાતીની માત્ર શાતા વેદનીય પ્રકૃતિનો જ બંધ પડે છે, જે બીજા જ સમયે ભોગવાઈ જાય છે. આમ સહુથી બળવાન સત્યયોગ હોવાથી શ્રી કેવળી ભગવંતને કર્મ પરમાણુનો જે સહુથી મોટો જથ્થો આવે છે તે શાતા વેદનીયરૂપે પરિણમી નિર્જરી જાય છે. જો જીવમાં કષાયનું અસ્તિત્વ હોય તો તેને એક સાથે ચાર ઘાતી અને ત્રણ અઘાતી પ્રકૃતિનાં બંધ પડે છે, અને આયુષ્યબંધ વખતે આઠ પ્રકૃતિ બંધાય છે. તે મૂળ પ્રકૃતિના પેટાભેદોમાં કોઇના બંધ પડે, કોઇના બંધ ન પડે, તેનો આધાર જીવની દશા પર છે, પરંતુ મૂળ પ્રકૃતિના બંધ તો થયા જ કરે છે. આ રીતે જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં સાત કે આઠ મૂળપ્રકૃતિના બંધ સતત થાય જ છે. તેની ઉત્કૃષ્ટતા અને કાળને ઓછા કરતાં કરતાં ક્ષીણ કરવા માટે શ્રી પ્રભુએ જે સાધનો અને માર્ગ દાખવેલ છે, તે મોક્ષમાર્ગ તરીકે પ્રસિધ્ધ છે. આનાથી વિરુધ્ધ જે જે પ્રવૃત્તિ કરવાથી કર્મબંધની સ્થિતિ તથા રસ ઘટ્ટ થતાં જાય, તે તે પ્રવૃત્તિને પાપસ્થાનક તરીકે શ્રી પ્રભુએ ઓળખાવેલ છે. આ આઠે કર્મનો સમગ્રપણે વિચાર કરી, તેનાથી મુક્ત થવા માટે જે જે કરવા યોગ્ય છે તે આદરવા જેવું છે, આના આરાધન માટે, જે જે સ્થાનમાં જવાથી જીવના કષાયોની તીવ્રતા અને એકરૂપપણું વધે છે તે તે પાપસ્થાનકોને ત્યાગવા યોગ્ય કહ્યા છે. જે કાર્યથી પાપબંધ વધે તે પાપસ્થાનક ગણાય. શાસ્ત્રોમાં શ્રી પ્રભુ દ્વારા આવા અઢાર પાપDાનો વર્ણવ્યા છે. આ અઢાર પાપસ્થાન આ પ્રમાણે છેઃ હિંસા, અસત્ય (મૃષા), ચોરી, મૈથુન, પરિગ્રહ. ક્રોધ, માન, માયા, લોભ. રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ. રતિ, અરતિ, માયામૃષાવાદ, મિથ્યાદર્શન શલ્ય. ૨૮૭ Page #321 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચાર ઘાતીકર્મોમાં જ્યાં સુધી મોહનીય કર્મનું અસ્તિત્વ છે ત્યાં સુધી બાકીનાં ત્રણ કર્મો સતત બંધાયા જ કરે છે, અને મોહનીય કર્મ આત્માના ચારિત્ર ગુણને મૂર્છિત અથવા વિકળ કરી તેને મુંઝવ્યા જ કરે છે. પરિણામે તે ગુણને અવગુણ માની અને અવગુણને ગુણ સમજી વિપરીત વર્તન કરી, તેની તરતમતાના આધારે નવાં સ્થિતિ તથા રસ સાથેનાં કર્મબંધ કરતો રહે છે. આવી મૂર્છા તથા વિકળતાને કા૨ણે તેનો જ્ઞાનગુણ (સાચી સમજણ) અવરાય છે. આથી તે દુઃખને સુખ તથા સુખને દુઃખ સમજી બેસે છે. સંસારી શાતાને સુખ અને શાશ્વત સુખને ગૌણ માનવાની ભૂલ કરી જ્ઞાનાવરણ વધારે છે. આ વિપરીત સમજણ તેના દર્શન – દૃષ્ટિને પડળ આપી દર્શનાવરણ કર્મમાં ખેંચી જાય છે. આમ મોહનીય કર્મ આત્માના બે મુખ્ય અને ઉત્તમ ગુણોને છાવરી દઈ શક્તિને અતિ મર્યાદિત કરી નાખે છે. આમ બે મુખ્ય ગુણ અવરાઈ જવાથી જીવ પોતાનાં અનંતવીર્યના ભોગવટામાં અવરોધ વધારતો જાય છે. વીર્ય જેટલા વિશેષ પ્રમાણમાં રોકાય તેટલી નિર્બળતા આત્મામાં પ્રવેશે છે. અને ત્રણ ઘાતી કર્મોને તોડવાની અસમર્થતા રૂપ અંતરાય કર્મ બળવાન થતું જાય છે. જ્યાં સુધી શ્રી પ્રભુ અને સત્પુરુષનાં શરણમાં જઈ અંતરાય કર્મ તોડવામાં આવતું નથી, ત્યાં સુધી તેનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ કે મોહ ક્ષીણ થતાં નથી. આમ કર્મ તોડવાની અપેક્ષાએ અંતરાય કર્મ ઘણું ઘણું બળવાન છે. પણ પ્રભુકૃપાથી તેનો ક્ષય જલદીથી થઈ શકે છે એ અપેક્ષાએ, અને જો મોહ કરવામાં ન આવે તો અંતરાય બંધાય નહિ, એ અપેક્ષાએ પણ મોહનીય કર્મને અંતરાય કર્મ કરતાં વિશેષ શક્તિશાળી ગણ્યું છે. તે કર્મની સ્થિતિની ઉત્કૃષ્ટતાએ વિચારીએ તો અંતરાય કર્મ જીવ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમનું બાંધે છે, ત્યારે મોહનીય ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમનું બંધાય છે. આ અપેક્ષાએ પણ મોહનીય કર્મની બળવત્તરતા જોવા મળે છે. જીવ ચારે ઘાતીકર્મ એક સાથે બાંધતો રહે છે, કોઈ એકની મુખ્યતા અને બાકીનાં ત્રણ કર્મની ગૌણતા રહે છે, પરંતુ એક કર્મ બંધાય અને બાકીનાં ત્રણ સદંતર ન બંધાય એવું ક્યારેય પણ બનતું નથી. આ ચાર ઘાતીકર્મની સાથોસાથ જીવના કષાય તથા યોગની તીવ્રતા તથા મંદતાના આધારે ત્રણ અઘાતી કર્મો નામ, ગોત્ર અને ૨૮૮ Page #322 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક વેદનીય પણ બંધાતાં જ રહે છે. પણ તેની પેટા પ્રકૃતિઓમાં અમુક બંધાય અને અમુક બંધાતી નથી. માત્ર આયુષ્ય કર્મ જ એવું છે કે તે જીવનમાં એક જ વાર અને તે પણ અંતમુહૂર્ત કાળમાં જ જીવ બાંધે છે. આ બધાનો વિચાર કરતાં સ્પષ્ટ સમજાય છે કે જો મોહનીય કર્મ બાંધવામાં આવે તો જ બાકીની છ કે સાત પ્રકૃતિ બંધાય છે. વળી મોહનીય કર્મના કષાયોની તીવ્રતા હોય તો બાકીની અશુભ પ્રવૃતિઓ વિશેષતાએ બંધાય છે અને કષાયોની મંદતા હોય તો શુભ પ્રકૃતિઓ બહુલતાએ બંધાય છે. આ બધી કર્મ પ્રકૃતિઓનો જીવનાં કલ્યાણની અપેક્ષાએ શ્રી પ્રભુએ અને તે અનુસરીને સત્પરુષોએ ઊંડાણથી વિચાર કરી, કઈ કઈ પ્રવૃત્તિ કરવાથી જીવને તીવ્ર અશુભકર્મનો બંધ પડે છે, કઈ કઈ પ્રવૃત્તિ કરવાથી મંદતાએ અશુભકર્મનો બંધ પડે છે, અને કેવો કેવો પુરુષાર્થ કરવાથી જીવ સંપૂર્ણ રીતે કર્મથી મુક્ત થઈ મોક્ષનાં સુખને માણી શકે છે. આ સર્વનો સમગ્રપણે વિચાર વિનિમય એટલે અઢાર પાપસ્થાનકની વિચારણા. આ સ્થાનોની વિચારણા કરતી વખતે મુખ્યતાએ ઘાતી કર્મોનો અભ્યાસ થયો છે અને ગૌણતાએ અઘાતી કર્મોનો અભ્યાસ થયો છે; કારણ કે જો ઘાતકર્મ બંધાતા અટકે, અને તેમાં પણ મોહનીયના બંધ થતા અટકે તો આપોઆપ અઘાતી કર્મોનો છેદ થતો જાય છે. - પાપસ્થાનક એટલે એવા પ્રકારની અશુભ કષાયી પ્રવૃત્તિ કે જેના ફળરૂપે ઘાતકર્મો બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ જીવને શાતાના સ્થાનકોથી વિમુખ કરે છે અને અશાતાના ઉદયમાં સતત રહેવા માટે જીવને મજબૂર કરે છે. આવી પ્રવૃત્તિ અને આવા સ્થાનોનું સેવન જીવ સમજપૂર્વક ત્યાગે, પોતાની વિકળતાને સમાવે, તો જીવ ઘાતકર્મની ચુંગાલમાંથી છૂટકારો મેળવી શકે છે. આ વિકળતાથી છૂટવા સત્સંવ, સગુરુ અને સધર્મના આશ્રયે રહી સમ્યક્ પુરુષાર્થ કરવા જેવો બીજો કોઈ ઉત્તમ માર્ગ નથી, સત્સંગ અને સધર્મના પાલન કરવા જેવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી એવો અભિપ્રાય સર્વ મહાપુરુષોએ પોતાના અનુભવને આધારે વ્યક્ત કર્યો છે. આત્માના જ્ઞાન, દર્શન આદિ મુખ્ય ચાર ગુણોને આવરનાર ચાર ઘાતી કર્મનાં નિવારણ માટે શ્રી પ્રભુએ જે ઉપાય સૂચવ્યા છે તે વિચારણીય છે. દર્શન એટલે પાંચ ૨૮૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઇન્દ્રિય તથા મનના સાધનથી થતો દ્રવ્યનો પહેલા સમયનો સામાન્ય અવબોધ. કોઈ પણ પદાર્થની પહેલા સમયની પ્રાથમિક ઓળખાણ કે સમજણને દર્શન કહેવામાં આવે છે. તે પદાર્થની અન્ય સમયથી વિશેષ સમજણ પામી જ્ઞાનસ્વરૂપ આપવું તે જ્ઞાન કહેવાય છે. એ પરથી આપણે તારવણી કાઢી શકીએ કે જો પહેલા સમયની સમજણ (દર્શન) ખોટી કે અસત્ય હોય તો તે પછીની તેની વિશેષ સમજણ સાચી આવી શકે નહિ. જો દર્શન સત્ય હોય તો જ જ્ઞાન સત્ય હોઈ શકે. આથી કર્મોથી છૂટવાનો ઉપાય કરતી વખતે શ્રી પ્રભુએ દર્શનને શુધ્ધ કરવા સમજાવ્યું છે. જ્ઞાન તથા દર્શન બંને એકબીજા સાથે સંકળાયેલા હોવાથી તેનો વિચાર સાથે કરવો ઘટે છે. આત્મા સિવાયના સર્વ પ્રકારના પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું છે એવી માન્યતાવાળી સુખબુદ્ધિ કરવાથી જીવનું જ્ઞાનનું આવરણ બંધાય છે. જે પદાર્થ પોતાનો નથી, તે પદાર્થ વિશે પહેલા સમયની જાણકારી અશુધ્ધ હોવાથી તેના પછીના સમયમાં એ જાણકારીની વિશેષતા કરતી વખતે તેમાં સુખાભાસ થતો હોવાથી – અશુધ્ધ જ્ઞાન થતું હોવાથી જીવને તત્ સંબંધી જ્ઞાનાવરણ બંધાય છે. અશુધ્ધ દર્શન જ્ઞાનને અશુધ્ધ કરે છે. વળી, પરપદાર્થના ભોગવટામાં સુખ જણાતું હોવાથી તે પદાર્થો મેળવવાની, ભોગવવાની ઇચ્છા પૂરી કરવા માટે જે પ્રવૃત્તિ જીવ કરે છે તે કરવામાં એક થી ચાર ઇન્દ્રિય જીવોની હિંસા જાણતાં અજાણતાં કરે છે. પરિણામે જીવ જ્ઞાનાવરણ કર્મના અનુસંધાનમાં દર્શનાવરણ કર્મ પણ બાંધતો જાય છે. આમ આત્માના બે મુખ્ય ગુણો જ્ઞાન તથા દર્શન અવરાય છે. આવરિત થવામાં પહેલાં જ્ઞાનગુણ અને પછી દર્શન ગુણ આવતો હોવાથી જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મના ક્રમથી આ આવરણ ઓળખાય છે. પરંતુ આવરણ ન થવા દેવા માટે સમજી શકાય તેમ છે કે દર્શન વિશુધ્ધ થાય તો જ્ઞાનનું આવરણ હળવું કરવું સહેલું બને. આ હેતુએ શ્રી પ્રભુએ સમજાવ્યું છે કે હિંસાથી છૂટી દર્શન શુધ્ધ કરવાનો પુરુષાર્થ કરવામાં આવે તો તે તે પદાર્થો પર છે તે સમજણથી તેના માટેની સુખબુદ્ધિ છોડવામાં જીવ સફળ થતો જાય. આમ સુખબુદ્ધિ જે અસત્ય છે – મૃષા છે એનો ત્યાગ કરવા તરફ જીવ વળી શકે. ૨૯૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક જે પદાર્થ પોતાનો નથી, તેને પોતાનો માની જીવ ગ્રહણ કરે તો તે પદાર્થના માલિકને પદાર્થથી વિમુખ કર્યો કહેવાય, એટલે કે પદાર્થ અને તેના માલિક વચ્ચેનું અંતર પદાર્થ ગ્રહણ કરનાર જીવ વધારે છે. આ રીતે માલિક તથા પદાર્થ વચ્ચેનું અંતર વધારવું, અથવા અંતર વધારવાનું નિમિત્ત આપવું તે અંતરાય કર્મ છે. અંતરાય કર્મના પ્રભાવથી જીવ પોતાને જરૂરી પદાર્થોથી વિમુખ થાય છે, અને સૌથી વિશેષ પોતાના સ્વરૂપની જાણકારીથી અજાણ બની જાય છે. જીવ જેમ જેમ સ્થૂળતાથી શરૂ કરી સૂક્ષ્મતાવાળી પરવસ્તુ, પૂછયા વગર કે પૂછીને ગ્રહણ કરે તેમ તેમ તે સ્વીકાર ધૂળ કે સૂમ પ્રકારની ચોરીમાં સમાવેશ પામે છે. જે પોતાનું નથી તેવા સ્થળ પદાર્થો ગ્રહવા તે આત્મદષ્ટિએ સ્થળ ચોરી છે, અને કર્મનાં સૂમ કે સૂફમાતિસૂમ પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ કરવા તે સૂક્ષ્મ ચોરી છે. આવી ચોરી કરતાં જીવ જેમ જેમ અટકતો જાય છે તેમ તેમ તેને અંતરાય બંધાતી ઘટતી જાય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે આત્માને પદાર્થોનો મૂચ્છભાવ કરાવે, આસક્તિ કરાવી મુંઝવે તે મોહનીય કર્મ. મોહનીયના બે પ્રકાર છે: દર્શનમોહ અને ચારિત્રમોહ. આત્માની પરપદાર્થો માટેની મૂર્છા કે આસક્તિ એટલી જોરદાર હોય કે જેથી જીવ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ આદિ બાબતમાં અશ્રદ્ધાન સેવે, પોતે પોતાનો જ નકાર કરી પુદ્ગલના મોહપાશમાં બળવાનપણે પ્રવર્તે. આ સ્થિતિ મિથ્યાત્વીની-દર્શનમોહની છે. જ્યાં સુધી મિથ્યાત્વ બળવાન હોય ત્યાં સુધી જીવ સન્માર્ગમાં પ્રવર્તી શકતો નથી. અકામ નિર્જરા કરતાં કરતાં અને સત્પષના આશ્રયે શુભ પરિણતિ કરતાં કરતાં જીવને મિથ્યાત્વની સ્થિતિ પાંચ ક્રોડાક્રોડી સાગરોપમ જેટલી નાની થાય છે ત્યારે તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવને આત્મસુખ મેળવવાના, આત્માર્થે આરાધન કરવા માટેના સામાન્ય અવ્યક્ત ભાવ થાય છે. અને એ જ ક્રમે તે જીવનું મિથ્યાત્વ એક ક્રોડાક્રોડી સાગરોપમ જેટલું નાનું થાય છે ત્યારે તેને સંસારથી છૂટવાના ભાવ પ્રગટપણે થવાની સંભાવના ઊભી થાય છે. જીવને મિથ્યાત્વ સાથેના ચારિત્રમોહનીય કર્મનાં દળિયાં પણ સાથે સાથે તોડતા જવાનાં રહે છે. દર્શનમોહ અને ચારિત્રમોહ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, તેથી મિથ્યાત્વ એક ક્રોડાક્રોડીનું કરવામાં આવે ત્યારે સાથે સાથે ૨૯૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચારિત્રમોહની પ્રકૃતિઓ પણ ઘટાડીને તેટલા પ્રમાણની કરવી જરૂરી છે. જ્યારે સર્વ ઘાતીકર્મની પ્રકૃતિઓ એક ક્રોડાક્રોડી સાગરોપમથી થોડી ઉણી કરવામાં આવે છે ત્યારે જીવમાં સભાનપણે આત્માર્થ આરાધવાની શક્તિ આવે છે. તેનો સદુપયોગ જીવ કરે તો આત્માર્થે આગળ વધી તે શુધ્ધ, બુધ્ધ તથા મુક્ત થવા ભાગ્યશાળી થાય છે, અને જીવ જો તેનો દુરુપયોગ કરે તો ફરીથી કર્મબંધની જાળમાં ફસાઈ સંસાર અપરિમિત કરી મૂકે છે. દર્શનમોહ બોધ અને સત્સંગથી ઘટે છે, ત્યારે ચારિત્રમોહ વીતરાગતાથી ક્ષીણ થાય છે. આથી શ્રી પ્રભુએ મોહને તોડવા માટે અપરિગ્રહવ્રતને ખૂબ ઉપકારી ગણ્યું છે, અપરિગ્રહી થતા જવાથી જીવને લૌકિક જવાબદારી ઘટતી જાય છે, અને પ્રાપ્ત બોધ ગ્રહી વીતરાગતા તરફ જીવ વળતો જાય છે. આ રીતે વિચારીએ તો સમજાય છે કે ચાર પ્રકારનાં ઘનઘાતી કર્મોનો નાશ કરવા માટે ચાર મહાગુણોનો આશ્રય શ્રી પ્રભુએ આપણને સૂચવ્યો છે. દર્શનાવરણને નિવારવા અહિંસા વ્રત ખૂબ ઉપકારી થાય છે. જ્ઞાનાવરણને ક્ષીણ કરવા સત્યવ્રતનું આરાધન જરૂરી છે, અંતરાય કર્મથી બચવા અચૌર્ય વ્રત અને મોહનો ઘાત કરવા અપરિગ્રહવ્રત અમોઘ શસ્ત્ર છે. આમ મુખ્ય ચાર વ્રત ચાર ઘાતીકર્મોને ઘાતે છે. વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુ અને ચોવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ એ બે સિવાયના શ્રી અજીતનાથ પ્રભુથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધીના બાવીસ તીર્થંકરોના સમયમાં ચાર મહાવ્રતનું પાલન થતું હતું. આ બાવીસે તીર્થંકરના શિષ્યો દક્ષ અને વિનિત હોવાથી થોડામાં ઘણું સમજી, ચાર મહાવ્રતના પાલન દ્વારા ચાર ઘાતીકર્મોનો ક્ષય કરવા સમર્થ થતા હતા. પરંતુ શ્રી ઋષભદેવ સ્વામીના શિષ્યો એટલા દક્ષ ન હતા, ભદ્રિકતા અને વધારે પડતી સરળતા તેમનામાં હોવાથી, ચાર મહાવ્રતથી ચારે ઘાતીકર્મોનો ક્ષય કરવો તેમના માટે સુલભ નહિ થાય એમ જાણવાથી શ્રી આદિનાથ પ્રભુએ તેમના માટે મોહનીય કર્મના યથાર્થ ક્ષય માટે અમૈથુન અને અપરિગ્રહ એ બે મહાવ્રત જણાવ્યા હતા. જેનું આરાધન કરી ભદ્રિક શિષ્યો મોહનીયના બંને પ્રકાર – દર્શનમોહ તથા ચારિત્રમોહનું યથાર્થ સ્વરૂપ જાણીને તેનાથી નિવૃત્ત થઈ શકે. ૨૯૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના શિષ્યો જડ અને વક્ર હોવાને કારણે અંતરંગ મોહને વશ થઈ, વ્રતની છટકબારી શોધી અકલ્યાણમાં અટવાઈ જાય એવું શ્રી પ્રભુને લાગ્યું હોવાથી, તેમણે પણ મોહનીય કર્મને નિવૃત્ત કરવા બે મહાવ્રતોની કડક નિયમો સાથેની રચના જણાવી હતી. તેમણે તેમના શિષ્યો માટે, તેમની પ્રકૃતિ જાણીને અપરિગ્રહ વ્રતના બે ભાગ કર્યા – સચેત અને અચેત. સજીવ આત્મા સાથેની સુખબુદ્ધિ – દેહસુખવૃત્તિ જીવને મિથ્યાત્વ ભણી દોરી જાય છે, અને અચેત પદાર્થો માટેની સુખબુદ્ધિ જીવને ચારિત્રમોહના પાશમાં લઈ જાય છે, એવું જાણી મોહનીયના બંને પ્રકારને પરાસ્ત કરવા કડક નિયમ સહિત બે મહાવ્રતની રચના કરી હતી. જેથી શિષ્યોને કર્મના પાશથી મુક્ત થવા માટે યોગ્ય માર્ગદર્શન મળતું રહે. બે અંતિમ તીર્થંકર વચ્ચેના બાવીશ તીર્થંકર પ્રભુના શિષ્યો દક્ષ તથા વિનિત હતા, તેથી તેઓ થોડામાં ઘણું સમજી આચારમાં ઉતારનાર હતા. જો શિષ્યોને કહેવામાં આવ્યું હોય કે “સ્ત્રીઓના નાચગાન જોવામાં રોકાવાથી આત્મા વિકારી થાય છે” તો એવા કાળે શ્રી ઋષભદેવ પ્રભુના શિષ્યોની અમુક પ્રકારની જડતા હોવાને કારણે તેઓ સમજી શકે નહિ કે જે સર્વથી આત્મા વિકારી થાય તે સર્વ ત્યાજ્ય છે. તેઓ મંદબુદ્ધિને કારણે આજ્ઞાધીન થઈ સ્ત્રીઓના નાચગાન ન જુએ, પણ અન્ય કાર્યો કરતાં અટકે નહિ, તેથી શ્રી પ્રભુએ તેમના પ્રતિ કરુણા આણી સર્વ પ્રકારે તેઓ સુરક્ષિત રહે તે માટે બે મહાવ્રતની રચના સમજાવી તેમને સર્વ પ્રકારના વિકારથી બચાવ્યા હતા. તેમના પછીના બાવીશ તીર્થંકર પ્રભુના શિષ્યો એવા દક્ષ અને વિનિત હતા કે ઉપરની સૂચના શ્રી પ્રભુ તરફથી મળતાં જ તેઓ આત્મપ્રદેશ કંપે તેવા સર્વ વિભાવયુક્ત કાર્યોથી અલિપ્ત રહી પોતાના આત્મગુણોથી વિભૂષિત બની, સચેત અચેત સર્વ પદાર્થના આકર્ષણને ત્યાગી એક મહાવ્રતમાં જ બંને મહાવ્રતનું યથાર્થ પાલન કરી શકતા હતા. તેથી બાવીશે તીર્થંકર પ્રભુના સમયમાં ચાર મહાવ્રતનું યથાર્થ પાલન થતું હતું, અને ચારે ઘાતીકર્મોનો ઘાણ કાઢવા શિષ્યો સમર્થ થતા હતા; કારણ કે તેઓ પોતાની અપરિગ્રહબુદ્ધિ સચેત અચેત પદાર્થો પ્રતિ સમાનપણે પ્રવર્તાવી મોહથી છૂટી શકતા હતા. પરંતુ શ્રી મહાવીર પ્રભુના સમયમાં શિષ્યો જડ તથા વક્ર થઈ ગયા હતા. ૨૯૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેથી તેઓ ઉપર મુજબની સૂચના શ્રી પ્રભુ પાસેથી સાંભળે તો, પોતાની મોહબુદ્ધિને પંપાળવા મનગમતો અર્થ કરી પ્રવર્તે તેવી સંભાવના થઈ હતી. પ્રભુએ સ્ત્રીઓના નાચ જોવાની ના પાડી છે, પણ પુરુષોની ગરબી જોવાની ક્યાં ના કહી છે? આમ વિચારી ઇન્દ્રિયસુખ માણવા અર્થે પુરુષોની ગરબી જોવા રૂપ અંતરંગ સ્વછંદથી રાચતાં તેઓ અચકાય નહિ, અને કર્મબંધનમાં વિશેષ જકડાય. આ શક્યતા ટાળવા શ્રી મહાવીર પ્રભુએ અપરિગ્રહ માટે બે મહાવ્રત કડક નિયમો સાથે સૂચવી શિષ્યો પર મહદ્ મહદ્ ઉપકાર કર્યો હતો. આવા જ રાગબંધનમાં જીવ ન પડે તેવાં કારણે પૂર્વકાળમાં વપરાતાં રંગીન વસ્ત્રોને બદલે મુનિ માટે સફેદ વસ્ત્રો જ ધારણ કરવાનો નિયમ શ્રી મહાવીર પ્રભુએ આપ્યો હતો. આ વિચારણાનો આધાર લેતાં આપણને સમજાય છે કે બાવીશ તીર્થંકર પ્રભુના શાસનકાળમાં ચાર મહાવ્રત અને બે તીર્થકર પ્રભુના શાસનકાળમાં પાંચ મહાવ્રતની રચના શા માટે થયેલી છે. કોઈ પણ ઘાતકર્મને વધારનાર પ્રવૃત્તિ પાપસ્થાનક તરીકે ઓળખાય છે. અને તે પ્રવૃત્તિનું સંયમન કરનાર આરાધનને શ્રી પ્રભુએ મહાવ્રતના પાલન તરીકે સમજાવ્યું છે. જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા સમર્થ બને તે મહાવ્રત અને મહદ્અંશે ક્ષીણ કરવા સમર્થ થાય તે અણુવ્રત કહેવાય છે. અણુ એટલે નાનું. અને ઘાતકર્મને ખૂબ ઉપ્ત કરે તે પાપસ્થાનક. આ અપેક્ષાથી શ્રી પ્રભુએ આપેલા – વર્ણવેલા પાંચ મહાવ્રતનો આપણે અભ્યાસ કરીએ તો ચારે ઘાતકર્મ બાબત આપણે નીચે પ્રમાણે તારણ કાઢી શકીએ. આત્માના અનંત દર્શનગુણને આવરનાર દર્શનાવરણ કર્મ છે. તે તેની તરતમતા સાથે સંસાર ભજવાના આરંભકાળથી જીવની સાથે જોડાયેલું જ છે. તે કર્મનું વધવા ઘટવાપણું જીવ કઈ માત્રામાં હિંસા આચરે છે તેના આધારે નક્કી થાય છે, અને તેનું પૂર્ણ નિવારણ કરવા માટે પહેલું અહિંસાવ્રત છે. આત્માનાં અનંતજ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણ કર્મ છે. તે કર્મ પણ તેની તરતમતા સાથે સંસારના આરંભકાળથી જીવની સાથે જ જડાયેલું છે. આ કર્મની હાનિવૃદ્ધિ જીવ કઈ માત્રામાં મૃષાનો – અસત્યનો આશ્રય કરે છે તેના આધારે નક્કી થાય છે. તેથી તેનું પૂર્ણ નિવારણ સર્વ અપેક્ષાએ ૨૯૪ Page #328 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સત્ય વ્રતનું આરાધન કરવાથી થાય છે. જ્ઞાન તથા દર્શનનાં આવરણને મજબૂત કરવામાં આત્માનાં વીર્યને – શક્તિને રોકનાર અંતરાય કર્મ છે. જીવનાં જ્ઞાન તથા દર્શન અવળા પ્રકારે પ્રવર્તે તો જીવ જગતનાં પુદ્ગલ પરમાણુને ભળતા જ પ્રકારે આકર્ષ, પરમાણુની ચોરી કરી સ્વવીર્ય સંધી નાખે છે. આવું અંતરાય કર્મ પણ જીવને આરંભકાળથી જ ચીટકેલું રહેલું છે. આ ચોરી પાપસ્થાનકથી છૂટવા જીવે ત્રીજા અચૌર્ય મહાવ્રતનો આશ્રય કરવો અનિવાર્ય છે. આ ત્રણે કર્મનાં બંધનનું મુખ્ય કારણ છે મોહનીય. મોહનીયનો દર્શનમોહ પ્રકાર જીવનું આત્મશ્રદ્ધાન રોકી, તેને દેહભોગ સુખની પાછળ ઘસડી જાય છે. અને મૈથુનવૃત્તિને ઉદ્દીપ્ત કરી ગમે તેવાં કુકર્મ કરવા પ્રેરે છે. જે જીવનાં અનાદિકાળથી પાછળ પડેલાં મિથ્યાત્વને બહેકાવે છે, અને સ્વરૂપથી ખૂબ ખૂબ દૂર ધકેલે છે. મોહનીયના આવા કસાઈકાર્યથી જીવને બચાવવા, મૈથુન પાપસ્થાનકથી છોડાવવા ચોથા બહ્મચર્ય મહાવ્રતના પાલનનો મહિમા પ્રભુએ અતિ સ્પષ્ટતાથી વર્ણવ્યો છે. જીવ પુરુષાર્થ કરી મિથ્યાત્વથી છૂટે, તો પણ તેને સ્વરૂપમાં લીન ન થવા દે તેવું ચારિત્રમોહ નામનું મોહનીય તેની પાછળ પડેલું જ છે. અને તેનું મુખ્ય કારણ બને છે જીવની પરિગ્રહ બુદ્ધિ. આ પાપસ્થાનકથી જીવને રક્ષણ આપવા પ્રભુએ પાંચમાં અપરિગ્રહ વ્રતનો પુરુષાર્થ વર્ણવી, સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિગ્રહથી જીવ રહિત બને – અર્થાત્ સર્વ પ્રકારનાં કાર્મણ પુદ્ગલથી છૂટે ત્યારે કેવાં અદ્ભુત, અવર્ણનીય અને શાશ્વત નિજસુખને પ્રાપ્ત કરે છે તેનો મહિમા વિવિધ અપેક્ષાએ ગાયો છે. આ રીતે પાંચ મહાવ્રતના આશ્રયથી જીવ ઘાતકર્મથી છૂટે છે, અને પાંચ અણુવ્રતના આશ્રયથી જીવ મુખ્યતાએ ઘાતી કર્મને દબાવવામાં સફળ થાય છે. આ બધી અપેક્ષાઓ સમજીને વિચારવાથી શ્રી પ્રભુએ વર્ણવેલા અઢારે પાપસ્થાનકનો ઘટસ્ફોટ થાય છે. શ્રી પ્રભુજીએ ખૂબ જ વિચારપૂર્વક, જે સ્થૂળ સૂક્ષ્મ ક્રિયાઓ જીવથી થયા કરે છે, તેનું ઉત્તમ પૃથકકરણ કરી તેનાથી બંધાતા ઘાતકર્મો નિવારવા તે તે ક્રિયાઓથી કેવી રીતે પાછા હઠવું, તે સ્થાનોના સંપર્કથી કેવી રીતે દૂર રહેવું, તે તે ક્રિયાઓને કેવી રીતે છોડતા જવી, તેનું સુંદર માર્ગદર્શન આપણને આપ્યું છે. અને પાપસ્થાનકોના સંપર્કથી છૂટવા તે માર્ગદર્શન આપણને ખૂબ જ ઉપકારી થાય તેવું છે. ૨૯૫. Page #329 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પહેલું પાપસ્થાનક હિંસા જીવથી થતી સર્વ ક્રિયાઓમાં સૌથી વિશેષ કષ્ટ આપનાર કોઈ પણ ક્રિયા હોય તો તે, તેનાથી થતી હિંસાને પ્રભુએ અગ્રસ્થાન આપ્યું છે. આ હિંસાના સ્થૂળથી સૂક્ષ્મ સુધીના અનેક પ્રકારો શ્રી પ્રભુએ વર્ણવ્યા છે. સ્થૂળ હિંસા એટલે એક જીવને તેના શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને ખૂબ જ દુ:ખ પહોંચાડવું. આ જ હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ દૂભવણી કરવી. આમાં એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવોની દૂભવણી કરી હિંસામાં સતત ભાગ લેતા જોવા મળે છે. સામાન્ય રીતે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો અન્ય જીવોને દૂભવતા વારંવાર જોવા મળે છે, પણ જીવની સામાન્ય બુદ્ધિથી અસંજ્ઞી જીવો અન્યને દૂભવે છે તે સમજી શકાતું નથી. આપણા જેવા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યો પાંચ પ્રકારના એક ઇન્દ્રિયવાળા જીવોની તથા વિકલત્રયની હિંસા કરતાં સતત જોવા મળે છે. પોતાના ખોરાક માટે, દેહની જાળવણી માટે, સુંદરતા જાળવવાના અભરખા માટે, આદિ અનેક કારણો માટે મનુષ્યો એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવોની સ્થળ હિંસા કરતાં ખચકાતાં નથી, એટલું જ નહિ પણ તે માટે આવા હિંસા કરવાના સ્થાનકો પણ ઊભા કરતાં જોવામાં આવે છે, તેથી તે બાબત સમજવી બહુ મુશ્કેલ જણાતી નથી. પરંતુ અન્ય અસંજ્ઞી જીવો બીજાને કેવી રીતે દૂભવે છે, તે સમજવું કઠણ લાગે છે. જો થોડા ઊંડાણથી વિચારીએ તો આ ક્રિયાઓ પણ સહેજે સમજાય છે – સમજાતી જાય છે. પાંચ પ્રકારના એકેંદ્રિયના નિમિત્તથી આપણને રોગાદિની ઉત્પત્તિ થાય છે, અસહ્ય વેદના ભોગવવી પડે છે, અને કેટલીયે વાર તેનાં કારણે અતિપ્રિય એવા દેહના ત્યાગનો સંભવ પણ ઊભો થાય છે. એ જ રીતે વિકલત્રયના નિમિત્તે પણ જીવ દુઃખ વેદે છે. મચ્છર, માંકડ, કીડી, મકોડા આદિ અનેક જીવોનાં કારણે મનુષ્યને જે ઉપાધિ અને દુ:ખ વેદવાં પડે છે તે સર્વવિદિત છે. આ બધાં પ્રકારનાં દુ:ખની અનુભૂતિ કરાવવી તે, તે તે જીવો માટે હિંસાત્મક ક્રિયા છે. આવી ક્રિયા કરનારને હિંસાનું પાપ ભોગવવું પડે છે. અને હિંસાનો ભોગ બનનારે, તેણે પૂર્વે ૨૯૬ Page #330 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક આચરેલ હિંસાના ફળરૂપે એ વેદના ભોગવવી પડે છે. આમ વિચારતાં આ લોકમાં ચારે બાજુ હિંસાનું સામ્રાજ્ય જ ફેલાયેલું આપણને જોવા મળે છે. લોકમાં ભમતા જીવો એકબીજાંને જાણતાં અજાણતાં, ઇરાદાપૂર્વક કે અનિચ્છાપૂર્વક પોતપોતાના કર્મ અનુસાર દૂભવતાં જ રહે છે, અને પરિણામે સતત દુ:ખ ભોગવતાં જ રહે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પણ એકેંદ્રિયાદિ જીવો દૂભવતાં રહે છે, એ જ રીતે તેઓ અસંજ્ઞી જીવોને પણ દૂભવવામાં સમર્થ થાય તે અકલ્પનીય બાબત નથી. આવી રીતે એકબીજાને થતી દૂભવણી તીવ્ર તથા મંદ પ્રકારની હોય છે. હિંસાનું તીવ્રરૂપ એટલે એક બળવાન દેહાધ્યાસી જીવને અથવા તો મહાદશાવાન આત્માને ઇરાદાપૂર્વક શસ્ત્ર, અસ્ત્રના સાધનથી દેહને આત્માથી વેગળો કરવો. અને હિંસાનું મંદસ્વરૂપ એટલે જીવને સામાન્યપણે અણગમો આવે, અને સહેલાઇથી ગૌણ કરી શકે એવા પ્રકારની દૂભવણી કરવી. આવા તીવ્રતમથી મંદતમ સુધીની હિંસાના અનંત પ્રકાર થઈ શકે છે. હિંસા કરનારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસંધાનમાં હિંસાનો ભોગ બનનારના દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવનું અનુસંધાન કરી તેના ભાંગા રચવામાં આવે તો અનંત ભાંગા થઈ જાય. ઉદા. એક અજ્ઞાની જીવ કષાય કરી મુનિની હત્યા કરે તો તેને મોટો બંધ થાય, એ જ જીવ અજ્ઞાનીની હત્યા કરે, દોષિતની હત્યા કરે તો તેનાથી ઘણો નાનો બંધ થાય, એ જ જીવ પોતાના દેહની શાતા માટે વિકલત્રયની હત્યા કરે તો તેથી પણ અલ્પ બંધ થાય, અને તે ખોરાકની અનિવાર્યતા માટે એકેંદ્રિયની હિંસા કરે તો તેને સૂક્ષ્મ બંધ થાય. આ જ બધી હિંસાઓ જો સમિકતી જીવ કે આત્માર્થે આગળ વધેલો જીવ કરે તો તેને અજ્ઞાની જીવ કરતાં ઘણાં વિશેષ કર્મ બંધ થાય છે. વળી, સુવિધાવાળા ક્ષેત્રમાં આવી હિંસા થાય તો મોટાકર્મબંધ આવે, અને અસુવિધાવાળા ક્ષેત્રમાં જરૂરિયાતને કારણે આવી હિંસા થાય તો અલ્પ કર્મબંધ પડે છે. એ જ પ્રકારે જે કાળે અયોગ્ય હોય તે કાળે આવી હિંસા કરવામાં આવે તો બળવાન બંધ થાય, અને અનિવાર્ય કાળે હિંસાનું ફળ તેનાથી અલ્પ થઈ જાય. તેવી જ રીતે જે ભાવથી જીવ હિંસા કરે તે ભાવની તીવ્રતા મંદતા અનુસાર તીવ્ર કે મંદ બંધ જીવને થાય છે. આમ હિંસા કરનાર જીવનાં વિવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ૨૯૭ Page #331 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વિચાર કરવામાં આવે તો તેનાં અનંત પ્રકાર થાય છે, અને તેમાં હિંસાનો ભોગ બનનાર જીવનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિવિધતા ઉમેરવામાં આવે તો હિંસાના અનંતાનંત પ્રકારો થઈ શકે છે. , હિંસાના તીવ્રતમથી મંદતમ પ્રકારોના જે અનંતાનંત ભાંગા થાય છે, તેમાંથી હિંસાના પ્રકાર અનુસાર જીવને દર્શનાવરણ કર્મનો બંધ પડે છે. મુખ્યતાએ એક થી ચાર ઇન્દ્રિયો સુધીના અસંજ્ઞી જીવોની હિંસા કરવાથી, એ હિંસાના ફળરૂપે દર્શનાવરણ કર્મ જીવને બંધાય છે. ચાર ઇન્દ્રિય સુધીના અસંશી જીવોને મન ન હોવાથી, તેઓ પરવશપણે તથા અભાનપણે વેદના વેદે છે, મનના અભાવના કારણે તેઓ બદલો લેવાની ભાવના સભાનપણે ભાવી શકતા નથી. એટલે બે વચ્ચેનું વેર ઇરાદાપૂર્વકનું થતું નથી. વળી, અસંશી જીવોની હિંસા કરનાર મુખ્યતાએ વેરનો બદલો લેવા હિંસા કરતો નથી, પરંતુ પોતાને વર્તતા દેહાધ્યાસને કારણે, દેહની શાતા જાળવવા તે જીવ હિંસા કરતો હોય છે, આથી આવી હિંસાના ફળરૂપે તેને દર્શનાવરણ કર્મ બંધાય છે. બીજી રીતે કહીએ તો દર્શનાવરણ કર્મને કારણે ઇન્દ્રિયોની શક્તિ મંદ થાય છે. અને દેહાધ્યાસનું અતિ બળવાનપણું હોય તો ઇન્દ્રિયનો ઘાત પણ થાય છે. આમ સંસારની શાતા મેળવવા, દેહાધ્યાસ જાળવવા જે હિંસા થાય છે તેના ફળ રૂપે જીવને મુખ્યપણે દર્શનાવરણ કર્મ બંધાય છે, અને અન્ય ઘાતીકર્મો તેના પ્રમાણમાં અલ્પ બંધાય છે. ઉદા. આહારાદિની પ્રાપ્તિ માટે એકેંદ્રિયની હિંસા, પ્રકાશ મેળવવા થતી અગ્નિકાયની હિંસા, તરસ છીપાવવા કે સ્વચ્છતા જાળવવા થતી પાણીકાયની હિંસા, શ્વાસોશ્વાસ ચાલુ રાખવા કે ગરમીની અશાતા નિવારવા થતી વાયુકાયની હિંસા, નાનાં જીવજંતુથી થતી શરીરની અશાતાથી બચવા તેમની કરાતી હિંસા વગેરે પ્રવૃત્તિ એકથી ચાર ઇન્દ્રિયની હિંસામાં પરિણમે છે. આ હિંસા કરતી વખતે જીવને તીવ્ર કષાયનો ઉપદ્રવ હોય અથવા ન પણ હોય. આ હિંસા જાણતાં તથા અજાણતાં એમ બે પ્રકારે પણ સંભવી શકે છે, જે દર્શનાવરણ કર્મને મુખ્યતા આપે છે. જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિય જીવને હણવામાં આવે છે અથવા તો દૂભવવામાં આવે છે, ત્યારે આનાથી વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. આવા જીવોને મન હોવાથી, બાહ્યથી ૨૯૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પરવશપણે આવા જીવો હણાતા હોવા છતાં, પોતાને વર્તતા મોહને કારણે મનથી તીવ્ર વેર અનુભવે છે. તેને પોતાને જે દુ:ખનું વેદના થાય છે, તેનું સભાનપણું હોય છે, અને આ સભાનપણાને કારણે તે મોહના વેરબંધનમાં, તીવ્રકષાયભાવના બંધનમાં જાય છે. એટલે સામસામા વેરબંધના કારણે મોહનીય કર્મ મુખ્યતાએ બંધાય છે. અને દર્શનાવરણ કર્મનું બંધન ગણતાએ થાય છે. જે જીવ અન્ય જીવને હણે છે, તેને વેરતૃપ્તિનો ભાવ સામાન્યપણે રહેતો હોવાથી મોહનીયનું મુખ્યપણું અને દર્શનાવરણનું ગૌણપણું થાય છે. તો, જે જીવ હણાય છે તે બળવાન અશાતા વેદનીયના અનુભવને કારણે નવાં વેર, ઇર્ષા, આદિ રૂપે મોહનાં નવાં બંધ કરી નાખે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વચ્ચે આથી મંદ કષાયના ઉદય હોય ત્યારે નવાં બંધ પણ મંદ થાય છે. આવા સંજોગમાં એક જીવ, બીજા જીવને દેહથી છૂટો ન પાડે, પણ તેને દૂભવણી થાય, અશાતા પહોંચે તેવી પ્રવૃત્તિ કરે. આવા સંજોગોમાં સામા જીવને પોતે દુઃખી છે, દૂભાય છે એનું ભાન સતત રહેતું હોવાથી તેના મનના પ્રત્યાઘાત બળવાન થાય છે; એટલે કે જેમને મનોયોગ છે એવા જીવ સાથેનો દુર્વ્યવહાર પણ મોટાફળને આપે છે. તેથી સામાન્ય રીતે પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની દૂભવણી ન કરવા માટે શ્રી પ્રભુએ આપણને ભલામણ કરી છે, સાથે સાથે સર્વ અસંજ્ઞી જીવોની હિંસાથી છૂટવા પણ અનુરોધ કર્યો છે. અને એ માટે દયાનો ગુણ ખીલવી, સર્વ જીવ સાથેના વેરભાવથી છૂટી સંપૂર્ણ શુધ્ધ થવા સુધીનો પુરુષાર્થ કરવા શ્રી પ્રભુ આશીર્વાદ આપે છે. “સૂક્ષ્મ અપર્યાપ્તથી પંચેન્દ્રિય પર્યત હિંસા મૂકો હોંશથી, શિવકાંતાના કંત. મુષ્ટિ પ્રહારથી માંડીને, પ્રાણહરણ પર્વત, હિંસા મૂકો હોંશથી, શિવકાંતાના કંત.” “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય.” આ પરથી આપણને સમજાય છે કે જો જીવે સ્વરૂપને મેળવવું હોય, સર્વ પ્રકારનાં દુઃખ અને ક્લેશથી છૂટવું હોય તો ધૂળમાં ધૂળ અને મોટામાં મોટી હિંસાથી નિવૃત્ત ૨૯૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થતા જઈ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસાનો પણ પ્રથમ પાયાથી ત્યાગ કરવો જોઇએ. હિંસાથી છૂટવા માટે સર્વ જીવો પ્રત્યેનો મૈત્રીભાવ કેળવતા જવાનો છે, મિત્ર મિત્રને હાનિ કરતો નથી, બલ્કે સહાય કરે છે. આથી સહુ પ્રત્યેના મૈત્રીભાવ અને દયાભાવ જીવને ઘાતીકર્મથી છોડાવતા જાય છે. જેમ જેમ દર્શનાવરણ કર્મ નબળું થતું જાય છે, તેમ તેમ તે જીવની ઇન્દ્રિયો બળવાન અને શક્તિશાળી થતી જાય છે. આ બધી વિચારણા કરતાં સમજાય છે કે હિંસામાં બીજાના આત્માની થતી દૂભવણીને મુખ્ય ગણવામાં આવે છે. આ ભવણી થવાનું કે કરવાનું મુખ્ય કારણ દેહાધ્યાસ જ છે. પોતાના દેહના અધ્યાસને કારણે, દેહને વધુમાં વધુ સુવિધા આપવા માટે, તેની મનગમતી સાચવણી કરવા માટે બીજાના દેહનો ઘાત કે દૂભવણી કરવામાં આવે છે. સ્થૂળ હિંસા જીવના દેહ સાથે સંબંધ ધરાવે છે, અને સૂક્ષ્મ હિંસા સામા જીવના આત્મા સાથે સંબંધ ધરાવે છે. હિંસક જીવના પક્ષે દેહાધ્યાસનું જો૨ હોવાથી તેની ઇન્દ્રિયોનાં દર્શનમાં આવરણ આવે છે, તેને લીધે તેને વિપરીત દર્શન થતું હોવાથી તેના સામાન્ય બોધને આવરણ થાય છે, આ આવરણ એ જ દર્શનાવરણ કર્મ. સામાન્ય પ્રાથમિક બોધ અટકવા સાથે જીવને થતો વિશેષ બોધ પણ રોકાય તે સ્વાભાવિક છે. વિશેષ બોધ અટકે તેનું વિપરીણામ થાય તે જ્ઞાનાવરણ. આમ હિંસા કરવાથી દર્શનાવરણ કર્મ તો બંધાય છે, પરંતુ તેના અનુસંધાનમાં થતી દેહાધ્યાસની અસત્ય ઘેલછા કે સુખબુદ્ધિને કારણે જ્ઞાનાવરણ પણ બંધાય છે. આમ હિંસાના કૃત્યથી જીવનાં જ્ઞાન દર્શન બંને અવરાય છે. જ્યારે જીવને જ્ઞાનદર્શન વિપરીતપણે પરિણમે છે ત્યારે તેની દેહાત્મબુદ્ધિ અને મોહ વિશેષે જાગૃત થાય છે અર્થાત્ જીવનું મોહનીય કર્મ જલદીથી વધે છે. હિંસાની જેટલી ઉગ્રતા અને કષાયની જેટલી તીવ્રતા તેટલું બળવાન મોહનીય તેને બંધાય. વળી, હિંસા કરવાથી તીવ્ર દેહાસક્તિવાળા જીવને દેહથી છૂટા પડવું પડે છે, અને તેને તેણે માનેલી શાતાથી વંચિત થવું પડે છે, આમ હિંસા કરનાર અન્ય જીવને સુખની અંતરાય આપી, પોતે નવું અંતરાય કર્મ બાંધે છે. આમ હિંસા કરવાથી જીવ એક નહિ પણ ચારે ઘાતીકર્મની ચુંગલમાં ફસાઈ જાય છે. ૩૦૦ Page #334 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક વળી, હિંસાને કારણે ત્રણ અઘાતી કર્મના બંધ પણ જીવને પડે છે. કષાયુક્તભાવ સાથેની હિંસામાં અશુભ નામકર્મ, નીચગોત્ર અને અશાતા વેદનીય બંધાય છે, કારણ કે તે બીજા જીવને ઇરાદાપૂર્વક અશાતા પહોંચાડે છે. હિંસા કરતી વખતે જો જીવને કષાયની મંદતા હોય તો તે નીચગોત્રના બંધથી બચી જાય છે, પણ અશુભ નામકર્મ અને અશાતા વેદનીય તેનો પીછો છોડતા નથી. જો આવું અકાર્ય કરતી વખતે જીવને આયુષ્યનો બંધ પડે તો તે અશુભગતિનો જ હોય. આમ હિંસાયુક્ત પરિણામ કરી જીવ આઠે પ્રકારનાં કર્મના તીવ્રથી મંદ પ્રકારમાં અવરાતો રહે છે. તેથી જ શ્રી પ્રભુએ “અહિંસા” ને સૌ પ્રથમ આચરવા યોગ્ય વ્રત કહ્યું છે. અહિંસાનું યોગ્ય પાલન કરવાથી જીવ અન્ય પાપબંધથી પણ છૂટતો જાય છે. અહિંસાને સંપૂર્ણતયા પાળવાથી અન્ય મહાવ્રતો પણ આપોઆપ પળાતાં જાય છે. અતિ રોદ્ર પરિણામ સહિત જ્યારે હિંસા કરવામાં આવે છે ત્યારે જીવને અતિ ભયંકર પાપબંધ થાય છે, રૌદ્ર પરિણામી હિંસકને તેનાથી થોડા અલ્પતાવાળા પાપબંધ થાય છે, આર્ત પરિણામ સહિત થયેલી હિંસામાં તેનાથી અલ્પ પાપબંધ થાય છે, અને શાંત પરિણામથી, કલ્યાણભાવ સહિત અનિચ્છાએ અનિવાર્યપણે જીવ હિંસામાં જોડાય છે ત્યારે તેને અત્યંત અલ્પ કષાયયુક્ત ઘાતકર્મો બંધાય છે, અને અઘાતી કર્મોની અશુભને બદલે શુભ પ્રકૃતિના બંધ પણ થઈ શકે છે. હિંસાથી બંધાતા દર્શનાવરણ કર્મનો વિચાર કરતાં સમજાય છે કે તેની પેટાભેદની નવ પ્રકૃતિ છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવળ દર્શનાવરણ તથા પાંચ પ્રકારની નિદ્રા. જીવને પ્રાપ્ત થતી ચોથી ઇન્દ્રિય તે ચક્ષુ. ચક્ષુનાં દર્શનને આવરણ કરનાર કર્મ ચક્ષુદર્શનાવરણ છે, બાકીની ચાર ઇન્દ્રિયોના દર્શનને આવરણ કરે તે અચક્ષુદર્શનાવરણ, મનથી થતા દર્શનને આવરણ કરે તે અવધિદર્શનાવરણ અને આત્માથી શુધ્ધતાએ થતા દર્શનને આવરણ કરે તે કેવળદર્શનાવરણ કહેવાય છે. સહેલાઈથી જાણી શકાય તેવા પ્રકારથી શરૂ કરી મહાકષ્ટ જાણી શકાય તેવા ઉંઘના પાંચ પ્રકાર દર્શનાવરણ કર્મમાં સમાય છે. ૩૦૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ નવ પ્રકૃતિઓમાં ચક્ષુ તથા અચક્ષુદર્શનાવરણ અને અવધિદર્શનાવરણ એ દેશઘાતી પ્રકૃતિ છે. બાકીની છ પ્રકૃતિ સર્વઘાતી છે. જે પ્રકૃતિ આત્માના ગુણને સર્વથા હશે, અને તે કર્મનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ તે ગુણ પ્રગટી શકે એ સર્વઘાતી પ્રકૃતિ છે. કેવળદર્શનાવરણ અને નિદ્રા પંચક સર્વઘાતી છે. નિદ્રા પંચક પણ ઇન્દ્રિયોના અવબોધને સર્વથા હણે છે તેથી તે સર્વઘાતી છે. જેનો ઉદય ક્ષયોપશમ સાથે અવિરોધી હોય તે દેશઘાતી પ્રકૃતિ છે. બીજી રીતે કહીએ તો જેમ જેમ કર્મનો ક્ષય થતો જાય તેમ તેમ ગુણ પ્રકાશિત થતા જાય તેવી પ્રકૃતિ દેશઘાતી ગણાય છે. ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ તથા અવધિદર્શનાવરણ આ રીતે દેશઘાતી છે. દર્શનાવરણ કર્મની નવે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની છે. અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ કે જઘન્ય સ્થિતિના બંધ જીવને ક્યારેક જ પડે છે, પણ તેની વચ્ચેના મધ્યમ સ્થિતિના બંધ સતત પડયા જ કરે છે. દર્શનાવરણની પહેલી ચાર પ્રકૃતિના બંધ વધતા ઓછા પ્રમાણમાં દશમાં ગુણસ્થાન સુધી સતત પડયા જ કરે છે. પહેલી બે નિદ્રા આઠમા ગુણસ્થાનના પહેલા ભાગ સુધી ધ્રુવબંધી છે. બાકીની ત્રણ નિદ્રા બીજા ગુણસ્થાન સુધી ધુવબંધી છે. તે પછી તેનો બંધ પડતો નથી. સામાન્ય રીતે સંજ્ઞી પંચેન્દ્રિય જીવને આ કર્મનો અંત:કોડાકોડી સાગરોપમ કાળનો બંધ થતો હોય છે. દર્શનાવરણની પહેલી ચાર પ્રકૃતિનો ઉદય જીવને સતત વત્ય કરે છે, અર્થાત્ આ પ્રકૃતિઓ ધુવોદયી છે. આ ચારે પ્રકૃતિનો બારમા ગુણસ્થાન સુધી જીવને સતત ઉદય રહે છે. આ પ્રકૃતિઓનો બારમા ગુણસ્થાનના અંતે ક્ષય થવાથી અંત આવે છે. પાંચ પ્રકારની નિદ્રાનો ક્યારેક ઉદય હોય, અને ક્યારેક ઉદય હોતો નથી, તેથી નિદ્રા પંચક અધુવોદયી છે. દર્શનાવરણ કર્મની પહેલી ચાર પ્રકૃતિ જીવને બારમાં ગુણસ્થાન સુધી સતત સત્તામાં હોય છે. નિદ્રા પંચક પણ ધુવસત્તામાં હોય, તેમાંથી પહેલી બે દશમા ગુણસ્થાન સુધી અને બાકીની ત્રણ ઉપશમ શ્રેણિમાં અગ્યારમા ગુણસ્થાન સુધી અને ક્ષપક શ્રેણિમાં ૩૦૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. આ બધી વાસ્તવિકતા પરથી સમજાય છે કે આ કર્મ કેટલું બળવાન છે. જો આના પર જીવ લક્ષ આપે નહિ તો હિંસા જીવને બીજાં અનેક પાપકર્મમાં ખેંચી જાય છે, એટલું જ નહિ પણ જો એનું સ્વરૂપ ઉગ્ર થાય તો જીવને અસંજ્ઞીપણામાં પણ જવાનો વખત આવે એવા બળવાન કર્મપાશમાં ફસાવી દે. દર્શનાવરણથી બચવા માટે જીવ જો પોતામાં ક્ષમાનો ગુણ વિકસાવે તો તેને ધારી સફળતા મળે છે. ક્ષમા કરવી એટલે બીજા જીવોને અપરાધ બદલ શિક્ષા કરવાની વૃત્તિથી છૂટતા જવું; અથવા પોતાનાં સ્વાર્થની લોલુપતા માટે અન્યને કષ્ટમાં મૂકતાં અટકવું. આ કાર્યમાં જીવમાં દયાનો ગુણ પણ ભળે છે તેથી જીવ પોતાના દેહાધ્યાસને ઘટાડવામાં અને તોડવામાં સફળ થાય છે. દેહાધ્યાસ છૂટતાં જીવની દેહ અને આત્મા પ્રતિની વિપરીત દૃષ્ટિ સવળી થતાં, તેને દર્શનાવરણ કર્મ બંધાવાનું અલ્પ થતું જાય છે, અને સત્તાગત કર્મ ક્રમથી ભોગવાતું જાય છે. તે માટે મન, વચન કે કાયાના યોગથી જાણતાં કે અજાણતાં, એક થી સંક્ષીપંચેન્દ્રિય જીવોની જે વિવિધ પ્રકારે પોતાથી હિંસા થઈ હોય, થતી હોય કે થવાની હોય, તેની પશ્ચાતાપપૂર્વક ક્ષમા માગતાં રહેવાથી આ કર્મનું બળવાનપણું ક્ષીણ થતું જાય છે. વળી, હિંસાથી નિવૃત્ત થવા માટે, હિંસા ન કરવાનો નિશ્ચય કરી પાળવાથી દર્શનાવરણાદિ કર્મબંધથી જીવ બચતો જાય છે. અજ્ઞાન અવસ્થામાં પણ જીવ સ્થૂળ હિંસાનો ત્યાગી થઈ શકે છે, અને સમ્યક્ત્વની પ્રાપ્તિ સાથે તે હિંસાને સૂક્ષ્મરૂપે પણ ત્યાગતાં શીખે છે. સર્વવિરતિ નામક છઠ્ઠા ગુણસ્થાને મુનિ સર્વ સ્થૂળ હિંસાથી છૂટે છે, અને સાથે સાથે તેઓ સૂક્ષ્મ હિંસાથી બચવાનો આરંભ કરે છે, જે ક્રમે ક્રમે સૂક્ષ્મ થતાં થતાં ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાનના અંતે, મોહ નાશ પામતાં હિંસાનો સંપૂર્ણ ક્ષય થાય છે, નવું દર્શનાવરણ કર્મ બંધાતું અટકે છે, અને બારમા ગુણસ્થાનના અંતે સત્તાગત દર્શનાવરણ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે. દયા સહિતના ક્ષમાના ગુણને ધારવાથી હિંસા તૂટતાં દર્શનાવરણ કર્મના બંધ અલ્પ અલ્પ થતા જાય છે. અને પૂર્વે કરેલા દોષ તથા બંધન માટે યોગ્ય પશ્ચાતાપપૂર્વક શ્રી પ્રભુની પાસે ક્ષમાયાચના કરવાથી નિર્જરાને ઘણો વેગ મળે છે. ૩૦૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ति मे सव्व भूएसु, वैरं मझं न केणइ ॥ સર્વ જીવ સાથેની મૈત્રીભાવ એટલે પૂર્ણ અહિંસાપાલન, હિંસાત્યાગ. બીજું પાપસ્થાનક મૃષાવાદ મૃષા એટલે જૂઠું અથવા અસત્ય. જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી; આ સર્વનો મૃષામાં સમાવેશ થાય છે. મૃષાની પ્રવૃત્તિમાં રાચતા રહી, તેને સત્ય માની, યોગ્ય માની કાર્ય કરતાં રહેવાં તે મૃષાવાદ. મૃષા શૂળ, સૂક્ષ્મ, મોટું, નાનું એમ વિવિધ પ્રકારે સંભવે છે. ઉત્કૃષ્ટ મૃષાથી જઘન્ય મૃષા સુધીના અનંત ભેદ થઈ શકે છે, અને તેને લીધે જીવ અનંત ભેદે આવરણ બાંધી શકે છે. તે જૂઠનો આશ્રય ગમે તે ગતિમાં, ગમે તે જાતિમાં લઈ જ્ઞાનને વિપરીત ઓપ આપી જ્ઞાનાવરણ બાંધતો રહે છે. કેટલીયે વાર જીવ સભાનતાપૂર્વક, ઇચ્છાપૂર્વક, બળવાનપણે મૃષાવાદનો આશ્રય કરે છે, કેટલીક વાર જીવ બેકાળજીથી, અન્યની અસરમાં આવી મૃષાવાદ સેવે છે, તો કેટલીક વાર અજાણતાં, અણસમજથી, ઇચ્છારહિતપણે આવો મૃષાવાદ સેવી પોતાને કર્મબંધનમાં લપેટતો જાય છે. મનુષ્ય ગતિમાં મોટા જૂઠમાં કન્યાલિક (વરકન્યાના રૂપગુણ સંબંધી જૂઠ), ગૌવાલિક (ગાય, ભેંસ આદિ ચોપગા પશુના રૂપગુણ સંબંધી જૂઠ), ભૌમાલિક (જમીન સંબંધી જૂઠ), કોઈની થાપણ ઓળવવી, ખોટી સાક્ષી આપી અન્યને કષ્ટમાં ઉતારવું એ સર્વનો સમાવેશ થાય છે. પોતા માટે તત્કાલિન લાભ લેવા માટે આવા પ્રકારનાં જૂઠાં કાર્યો જીવ કરતો હોય છે. આ ઉપરાંત બીજા જીવોને સારું લગાડવા તેનામાં ન હોય તેવા ગુણોનું આરોપણ કરે, પોતાની અયોગ્ય પ્રવૃત્તિ છૂપાવવા કરતા હોય તેનાથી વિપરીત પ્રવૃત્તિ બતાવે, પોતાની વર્તતી સ્થિતિ જુદી જ રીતે પ્રગટ કરે, એવી અનેક પ્રવૃત્તિ પોતાનો સ્વાર્થ સાધવા, ઓછી મહેનતે ઘણું પ્રાપ્ત કરી લેવા, બીજાને સારું લગાડવા, પોતાનો અણગમો વ્યક્ત કરવા આદિ અનેક હેતુસર જીવ કરતો રહી ૩/૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક મૃષાવાદને પોષે છે. આ ઉપરાંત ઘણીવાર જીવ આવરણને કારણે સાચાખોટાનો ભેદ પારખી ન શકવાને કારણે, સારાસાર વિવેક યથાયોગ્ય ખીલ્યો ન હોવાને કારણે તથા આવાં બીજાં અનેક કારણોસર મૃષાવાદનું સેવન કરતો હોય છે. આ થઈ મનુષ્યગતિની વાત. પરંતુ આમાનાં કેટલાંયે કારણો અન્ય ગતિનાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની બાબતમાં સક્રિય રહેતાં હોય છે. પરિણામે ચારે ગતિનાં જીવો મૃષાવાદમાં સંડોવાયેલા રહે છે અને આ પાપસ્થાનકને સેવા કરે છે. અને સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં સેવેલા મૃષાવાદનું જોર એટલું બધું હોય છે કે અસંજ્ઞીપણામાં પણ અવ્યક્તપણે મૃષાવાદ સેવી દુ:ખી થતો રહે છે. મૃષાવાદ એ હિંસા જેવું જ બીજું બળવાન પાપસ્થાનક છે. મૃષાનો આશ્રય કરવાથી જીવ અસત્યને સત્ય માને છે, આચરે છે, સત્યને અસત્ય માને છે, આચરે છે, વગેરે રીતે પ્રવતી તે પોતાનાં મૂળભૂત જ્ઞાનગુણને આવરે છે. મન, વચન અને કાયાથી જૂઠું બોલવાથી, આચરવાથી જીવનો જ્ઞાનગુણ અવરાય છે, કારણ કે તેમની સમજણ પર અસત્યનો પ્રભાવ વધી જાય છે. જ્ઞાન એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેને સત્ય સ્વરૂપે જાણવાથી, આચરવાથી જ્ઞાનગુણ અકબંધ રહે છે, પરંતુ જ્યારે આત્મા સિવાયના પદાર્થોમાં જીવ પોતાપણાનું સુખ વેદે છે ત્યારે પરપદાર્થમાં સુખબુદ્ધિ કરવાથી તેની સાચી સમજણ પર આવરણ આવી જાય છે. સાચી સમજણ પર આવતું આવરણ જ્ઞાનાવરણ તરીકે ઓળખાય છે. વર્તતા આવા આવરણને કારણે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી, વર્તતી પરિસ્થિતિમાં પોતાપણું કરી દુઃખનું વેદન કરતો રહે છે. વર્તતા જ્ઞાનનાં આવરણને કારણે જીવ ચારે ગતિમાં પોતાને જે દેહ મળ્યો છે તેમાં જ પોતાનું આત્મસ્વરૂપ સમજી, તેને જ લાલનપાલનનું પોતાનું કર્તવ્ય સમજી શાતા અશાતામાં રમમાણ થાય છે. આ જ્ઞાનાવરણનાં બળવાનપણાને કારણે અસંજ્ઞીપણામાં જીવની દેહાત્મબુદ્ધિ ખૂબ તીવ્ર રહે છે. સંજ્ઞા અવરાઈ જાય એટલું જ્ઞાનનાં આવરણનું બળવાનપણું વર્તતું હોય છે. પરપદાર્થમાં સુખ છે એવા ભાવ કરવાથી જીવ પોતાની સાચી સમજણ પર જ્ઞાનનું આવરણ ઓઢે છે, અને પરપદાર્થની સુખબુદ્ધિ પોષવા જતાં જીવ ખોટાને સાચું માની બેસી ૩૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સત્યથી વિમુખ થાય છે. વિવિધ પ્રકારે જૂઠાંને સત્ય માનવાથી, સત્યને જૂઠું માનવાથી; જૂઠાંને સત્ય કહેવાથી, સત્યને જૂઠું કહેવાથી અને જૂઠાંને સાચું ગણી આચરવાથી તથા સાચાને જૂઠું ગણી આચરવાથી જીવનું જ્ઞાન અવરાતું જાય છે, પદાર્થનો વિશેષ બોધ થતો અટકી જાય છે. અને તે પણ એટલી હદ સુધી કે આત્મા પોતાના સ્વરૂપને ભૂલી દેહને જ સર્વસ્વ માનતો તથા અનુભવતો થઈ જાય છે, આ ભાવનું ઉત્કૃષ્ટપણું અવ્યક્તપણે જીવ અસંશીપણામાં વેઠે છે. આ પ્રકારે પરમાં સુખબુદ્ધિ વેદવાની માત્રાના અનુસંધાનમાં જીવ જ્ઞાનાવરણના તીવ્ર કે મંદ બંધ સ્વીકારે છે, અને તે પણ સતત. સાચી સમજણ પર આવેલા આવરણને કારણે જીવને દેહાદિમાં સુખબુદ્ધિ થવા ઉપરાંત મોહબુદ્ધિ પણ ઉપજે છે. દેહાદિમાં સુખ છે એવા ભાવ થવા તે સુખબુદ્ધિ, અને તે મારાં છે, મને ગમે છે આદિ પોતાપણાના ભાવ તથા મમતા જાગવી તે મોહબુદ્ધિ છે. મોહબુદ્ધિ ક્યા પ્રમાણમાં થઈ છે તેના અનુસંધાનમાં જીવ તીવ્ર કે મંદ મોહનીય કર્મ પણ બાંધતો જાય છે. અજ્ઞાન તથા મોહવશ વર્તતો જીવ, પોતે માનેલી શાતાને સિધ્ધ કરવા જે વર્તના કરે છે તેમાં કોઈને કોઇની દૂભવણી થયા વિના રહેતી જ નથી. પરિણામે તે દર્શનાવરણ કર્મ બાંધી તેના સામાન્ય બોધ પર પણ આવરણ વધારે છે. આ પ્રકારે સૃષા જ્ઞાન, દર્શન અને દેહાત્મબુદ્ધિને લીધે તે જીવ બીજા અનેક જીવને વિવિધ પ્રકારે નુકશાન કરી અંતરાય કર્મ આશ્રવે છે. વળી, જેમ જેમ તેની અસત્ પ્રવૃત્તિ વધતી જાય તેમ તેમ તે સત્યથી વેગળો થતો જતો હોવાથી પરમાર્થ અંતરાય પણ વધારતો જાય છે. પરમાર્થની અંતરાય જીવને આત્માર્થે વિકાસ કરવા દેતી નથી, તેથી આ ખૂબ વિચારવા યોગ્ય હકીકત છે. અને આત્મસ્વરૂપ ઇચ્છતી વ્યક્તિએ તેનાથી છૂટવા પ્રવૃત્ત થવું ઘટે. આ પ્રકારે મૃષાવાદનો આશ્રય કરી જીવ મુખ્યતાએ જ્ઞાનાવરણ બાંધે છે, અને તેના અનુસંધાનમાં બીજા ત્રણ ઘાતીકર્મો પણ બાંધે છે; તેમ છતાં તે અઘાતી કર્મના બંધનથી બચી શકતો નથી. જીવ જ્યારે તીવ્રતાએ મૃષાવાદનો આશ્રય કરે છે ત્યારે બીજા જીવોને અનેક પ્રકારે અશાતા પહોંચાડતો હોવાથી તે પોતા માટે પણ અશાતા વેદનીય ઉપાર્જે છે. સાથે સાથે તે અશુભ નામકર્મ તથા નીચગોત્રને પણ ખેંચે છે. આવા કાળે ૩૦૬ Page #340 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક તે જીવને આયુષ્યનો બંધ થાય તો તેને અશુભ ગતિમાં જવું પડે છે. પરંતુ જો જીવ સમજપૂર્વક સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં પોતાને મળતી સ્વતંત્રતાનો ઉપયોગ કરી, મૃષાવાદનો ત્યાગ કરે અને સત્યના આશ્રયનું બળવાનપણું વધારતો જાય તો તેના જ્ઞાનાવરણાદિ કર્મના બંધ હળવા અને શિથિલ થતા જાય અને અઘાતીકર્મોની પ્રકૃતિ અશુભમાંથી શુભબંધમાં પલટાતી જાય છે. આમ મૃષાવાદના આશ્રયમાં જીવ આઠે પ્રકારના તીવ્રથી મંદ પ્રકારના બંધમાં બંધાતો રહે છે. તેનાથી બચવા શ્રી પ્રભુએ “સત્ય” વ્રતને બીજા મહાવ્રત સ્વરૂપે આચરવા યોગ્ય બતાવી જગતજીવો પર ઘણો ઘણો ઉપકાર કર્યો છે. સત્યવ્રતના પાલનમાં જીવ સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ વિકાસ કરતો જાય છે, જેમ જેમ જીવનાં જ્ઞાનનાં આવરણ હળવાં થતાં જાય છે તેમ તેમ તેની આત્માર્થને લગતી સમજણ વધારે વિશુદ્ધ, અનુભવમૂલક અને સ્પષ્ટ થતી જાય છે. પરિણામે તે જીવ સત્યવ્રતનું પાલન યોગ્યતાએ કરી, સત્યવ્રતને પૂર્ણપણે આરાધી સર્વ પાપબંધથી છૂટી શકે છે. સત્યવ્રતનું સંપૂર્ણ પાલન થાય ત્યારે અન્ય મહાવ્રતો પણ ઉત્તમતાએ પાળી શકાય છે, અને જીવ શુધ્ધ, બુધ્ધ તથા મુક્ત થવા ભાગ્યશાળી થાય છે. અતિ ઉચ્ચ પરિણામથી જીવ મૃષાનો આધાર લઈ વર્તે છે ત્યારે તેને અતિ ભયંકર પાપબંધ થાય છે, રૌદ્ર પરિણામથી મૃષાવાદ આરાધવાથી તેથી અલ્પતાએ પાપબંધ થાય છે, આ પરિણામને કારણે સેવેલો મૃષાવાદ તેનાથી અલ્પ પાપબંધ આપે છે, અને શાંત પરિણામથી, કલ્યાણભાવ સહિત અનિચ્છાએ અનિવાર્યપણે આચરેલ મંદ મૃષાવાદ જીવને અતિ અલ્પ કષાયયુક્ત ઘાતકર્મથી બાંધે છે, સાથે સાથે અઘાતી કર્મોની અશુભને બદલે શુભ પ્રકૃતિનો બંધ થતો હોય છે. મૃષાવાદથી બંધાતુ જ્ઞાનાવરણ કર્મ પાંચ ભેદે છે. જ્ઞાનને આઠ પ્રકારે ગણવામાં આવ્યું છેઃ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન તથા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ ત્રણ અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાનરહિત સ્થિતિ નહિ પણ ખોટું જ્ઞાન. તેથી સમ્યકજ્ઞાનના પાંચ પ્રકાર છે. જે જાણકારીથી પદાર્થના વિશેષ ધર્મોની સમજણ પ્રાપ્તિ થાય તે જ્ઞાન. આ જ્ઞાનને ત્રણ પ્રકારે ઓળખી શકાય છે. જે જ્ઞાન ઇન્દ્રિય તથા મનના સાધનના ઉપયોગથી ૩૦૭ Page #341 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મેળવી શકાય છે તે પરોક્ષજ્ઞાન (૧); જે જ્ઞાન મેળવવામાં ઇન્દ્રિયની સાધન તરીકે જરૂર પડતી નથી, પણ માત્ર મનના સાધનથી મેળવી શકાય છે તે અપરોક્ષ જ્ઞાન (૨); અને જે જ્ઞાન ઇન્દ્રિય, મન કે અન્ય કોઈ પણ સાધનની સહાય વિના આત્મા મેળવે છે તે પ્રત્યક્ષ જ્ઞાન (૩). મતિ તથા શ્રુત એ બે જ્ઞાન માટે જીવને ઇન્દ્રિય કે મનના સાધનની જરૂર પડતી હોવાથી પરોક્ષ જ્ઞાન છે, અવિધ અને મન:પર્યવ જ્ઞાન માટે જીવ માત્ર મનના સાધનનો જ ઉપયોગ કરે છે માટે અપરોક્ષ જ્ઞાન છે, અને કેવળજ્ઞાનમાં ઇન્દ્રિય કે મન કે અન્ય કોઈ સાધનનો ઉપયોગ આત્માને જરૂરી નથી માટે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. મિથ્યાત્વ સાથેના મતિ, શ્રુત અને અવધિજ્ઞાન કુમતિ, કુશ્રુત અને કુઅવિધ ગણાય છે, પણ આવરણની દૃષ્ટિએ વિચારીએ તો કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, મતિ, શ્રુત તથા અવધિજ્ઞાનમાં સમાઈ જતા હોવાથી, આવરણના પાંચ પ્રકાર જ થાય છે; આઠ પ્રકાર થાય નહિ. પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠું મન એ છ પૈકી કોઈ એક અથવા વધારેની મદદથી મતિજ્ઞાન થાય છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, તે વર્તમાનકાળ સૂચવે છે. શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનથી પોતાપૂરતી સમજણ આવે છે, ત્યારે શ્રુતજ્ઞાનથી બીજાને સમજાવી શકાય છે. તેમાં ઇન્દ્રિય અને મનની સહાય સમાયેલી હોવાથી આ બંને પરોક્ષ જ્ઞાન થાય છે. મતિ સ્ફૂરાયમાન થઈ જણાયેલું જ્ઞાન તે મતિજ્ઞાન અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનનું મનન થઈ તે જ્ઞાન અનુભવરૂપ થાય ત્યારે તે મતિજ્ઞાન બને છે. શ્રુતજ્ઞાન મતિ વિના થઈ શકતું નથી, અને એ જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઇએ. અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે દ્રવ્યને રૂપ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય છે. મુખ્યતાએ પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. સ્થૂળથી સૂક્ષ્મ સર્વ રૂપી દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય થઈ શકે છે. ઇન્દ્રિયોની મદદ વિના, માત્ર મનની સહાયથી આ જ્ઞાન જીવને થાય છે. પ૨ના મનના વિચારો જાણવા તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. સંશીપંચેન્દ્રિય પ્રાણીના મનના ભાવોને જાણવાની શક્તિ જીવને મનના સાથથી આ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. અને ત્રણે લોકનું, ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન આત્મામાં ઇન્દ્રિય તથા ૩૦૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક મનની સહાય વિના નિપજવું તે કેવળજ્ઞાન. આ જ્ઞાનમાં આત્મા એક પ્રદેશ, એક પરમાણુ તથા એક સમયનું જ્ઞાન મેળવવાની સૂક્ષ્મતા સુધી જઈ શકે છે, જાય છે. કેવળજ્ઞાન એક જ પ્રકારે છે. પાંચ પ્રકારનાં જ્ઞાનને આવરણ કરનાર કર્મ જ્ઞાનાવરણ તરીકે ઓળખાય છે. તેમાંથી કેવળજ્ઞાનાવરણ એ એક જ પ્રકૃતિ સર્વઘાતી છે, બાકીની ચાર – મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવનો ઘાત કરતી પ્રકૃતિ દેશઘાતી છે. કેવળજ્ઞાનાવરણનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટી શકતું નથી, તેથી તે પ્રકૃતિ સર્વઘાતી કહી છે. અન્ય ચાર પ્રકૃતિઓમાં જેમ જેમ આવરણ ઘટતાં જાય છે, ક્ષયોપશમ વધતો જાય છે તેમ તેમ તે જ્ઞાન ખીલતું જાય છે, તેથી આ ચાર આવરણ દેશઘાતી પ્રકૃતિનાં ગણાય છે. પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની છે, અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત કાળની છે. જીવનમાં અત્યંત સંકિલષ્ટ અધ્યવસાય – પરિણામ થાય ત્યારે જ્ઞાનાવરણનો ઉત્કૃષ્ટ બંધ પડે છે. જ્યારે તેનો જઘન્ય બંધ અત્યંત મંદકષાયી જીવ થાય ત્યારે પડે છે, બાકી સામાન્ય રીતે તેની વચ્ચેના મધ્ય સ્થિતિના બંધ જીવને સતત પડતા રહે છે. પાંચ પ્રકારના જ્ઞાનાવરણના બંધ ધ્રુવબંધી છે, એટલે કે એ પાંચેના બંધ જીવને સતત, સમયે સમયે પડતા જ રહે છે. દશમાં ગુણસ્થાનના અંતભાગ સુધી આ પ્રવૃતિઓ જીવને બંધાયા જ કરે છે, તે સમજાવે છે કે જગતના પરપદાર્થોમાં સુખબુદ્ધિ રાખીને જીવ પોતાનું કેટલું બધું અહિત કરતો રહ્યો છે. જ્ઞાનાવરણની આ પાંચ પ્રકૃતિનો ઉદય જીવને સતત વર્યા જ કરે છે. તેથી આ પ્રકૃતિઓ ઘુવોદયી ગણાય છે. અને આ પ્રકૃતિઓનો ઉદય જીવને બારમા ગુણસ્થાનના અંત સુધી વેદવો પડે છે. બારમા ગુણસ્થાન સુધી આ પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણ જીવને સત્તામાં પણ હોય છે, તે સર્વનો સંપૂર્ણ ક્ષય થતાં બારમા ગુણસ્થાનના અંતે પહેલાં ચાર જ્ઞાન પંચમ કેવળજ્ઞાનમાં એકરૂપ થાય છે અને આત્મા સયોગી કેવળી અવસ્થાને મેળવે છે, પરિપૂર્ણ જ્ઞાન પ્રગટાવે છે. ૩/૯ Page #343 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ હકીકત પરથી જ્ઞાનાવરણ કર્મની બળવત્તરતા સમજવામાં આવે છે, અને તેમાં પણ તેને દર્શનાવરણ કર્મનો સથવારો મળે ત્યારે તેનાં શક્તિમાનપણામાં કેટલો વધારો થઈ જાય એ વિચારવા યોગ્ય છે. જો સમજપૂર્વક આ કર્મને હરાવવામાં ન આવે તો જીવને કેવી નીચી કક્ષાએ ઊતરવું પડે તે સમજવું અઘરું નથી. વળી, જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ એકબીજા સાથે સારી રીતે સંકળાયેલાં છે. એક કર્મનું બળવાનપણું હોય તો તેના આધારે બીજાનું પણ બળવાનપણું થઈ જાય છે. એક કર્મ ખૂબ બળવાન અને બીજું કર્મ ખૂબ નિર્બળ એવું થતું નથી. બે કર્મો વચ્ચે સાધારણ તરતમપણું હોય છે, પણ જોરદાર તીવ્રમંદપણું થતું નથી. એ માટે જો હિંસા તથા જૂઠની અન્યોન્ય સોબતનો વિચાર કરીએ તો સહજતાએ આ સ્થિતિનું કારણ સમજી શકાય તેમ છે. જ્ઞાનાવરણીય કર્મથી પોતાનું રક્ષણ કરવા માટે જીવે ત્યાગનો ગુણ ખીલવવો જોઇએ એવી ભલામણ શ્રી પ્રભુ આપણને કરે છે. જે મૃષા છે, ખોટું છે તે છોડતા જવાથી, તેનો ત્યાગ કરતા જવાથી જીવ સત્યનું આચરણ વધારતો જાય છે. એનાથી જેમ જેમ તેની પરપદાર્થ માટેની સુખબુદ્ધિ ઓછી થતી જાય છે, તે ત્યાગી થતો જાય છે, તેમ તેમ તેના સ્વમાં રહેવાના, સ્વમાં શમાવાના ભાવ વધતાં જાય છે, પરિણામે તેનું જ્ઞાનાવરણ કર્મ નબળું ને નબળું થતું જાય છે. સુખબુદ્ધિ ઘટતાં, પરપદાર્થનો મોહ ઓછો થવાથી તે મેળવવા માટેની હિંસાદિ પ્રવૃત્તિ અલ્પ થતી જાય છે, અને જીવનું દર્શનાવરણ કર્મ પણ હળવું થતું જાય છે. આ પ્રમાણે સત્યવ્રતના આરાધનથી જ્ઞાનાવરણ કર્મનો અને તેના અનુસંધાનમાં દર્શનાવરણ કર્મનો સંવર થાય છે – એ કર્મોની આવણી ઘટે છે. વળી, પૂર્વકાળમાં મન, વચન તથા કાયાથી મૃષાના સેવનથી જે જે બંધન થયા હોય તેની યોગ્ય પશ્ચાતાપપૂર્વક ક્ષમા માગવાથી સંચિત આવરણોની નિર્જરા જલદીથી વધારી શકાય છે. તેથી જીવ જ્યારથી સમજપૂર્વક શ્રી ગુરુનાં માર્ગદર્શન નીચે સત્ય મહાવ્રતની આરાધના શરૂ કરે છે ત્યારથી, તેનો જેમ જેમ ત્યાગગુણ ખીલતો જાય છે તેમ તેમ નવું જ્ઞાનાવરણ બંધાતું ઓછું થતું જાય છે, અને પૂર્વ કર્મ માટે પશ્ચાતાપ વધતો જાય છે, તેમ તેમ કર્મનિર્જરા જોર પકડતી જાય છે. ૩૧૦ Page #344 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક ત્રીજું પાપસ્થાનક ચોરી જે વસ્તુ પોતાની નથી, તે કોઇના દીધા વિના ગ્રહણ કરવી, અથવા તો પોતાને જોઇતી ચીજ તેના માલિકને પૂછયા વિના લઈ લેવી, તે ચોરી. સ્થૂળ પૌદ્ગલિક વસ્તુ, માલિકની જાણબહાર ઉઠાવી જવી તે ધૂળ ચોરી, અને સૂમ ચોરી તે નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે કે ઉપયોગ રહિતે ચૂક કરતા જવી. કોઈનું ધન ચોરી લેવું, દાગીના ખાનગીમાં પડાવી લેવા, લોકોનો વિશ્વાસઘાત કરી થાપણ ઓળવવી, પરસ્ત્રી, પરધન હરણ કરવાં, વગેરે મોટા પ્રકારની લૌકિક વિરુધ્ધની ચોરી ગણાય. વળી, જાણતાં અજાણતાં પોતાની ફરજ ન બજાવવી, વ્યવહારશુદ્ધિ ન જાળવવી, પોતાનાં કર્તવ્યો કરવામાં ગલ્લાતલ્લાં કરવાં ઇત્યાદિ અલ્પ ચોરી કહેવાય, અને સૂક્ષ્મતમ ચોરી તે વિભાવભાવ કરી, જે પોતાનાં નથી તેવાં પુગલ પરમાણુઓને કમરૂપે ગ્રહણ કરવાં. ધૂળ ચોરી કરવામાં જીવ વચન તથા કાયાનો ઉપયોગ કરે છે, અને સૂક્ષ્મ ચોરી કરવામાં મનથી થતા ભાવોનો મુખ્યતાએ ઉપયોગ કરે છે. અસંજ્ઞી જીવોને મન હોતું નથી, પણ તે જીવો આત્માથી અવ્યક્ત ભાવ વેદે છે અને કર્મપુદ્ગલને આકષી સૂક્ષ્મ ચોરી કરે છે. અને ધૂળ ચોરી તેઓ પોતાને આકર્ષક લાગે તેવા પદાર્થ પર માલિકીભાવ જમાવી કરે છે. તે પ્રમાણે સ્થૂળથી સૂક્ષ્મ સુધીની ચોરી સર્વ સંસારી જીવ કરતા રહે છે. પરવસ્તુ પર પોતાનો માલિકીભાવ જમાવવો, તેના પર પોતાનું આધિપત્ય રાખી, અન્ય જીવોને તેના ભોગવટાથી વંચિત કરવાથી જીવને અંતરાય કર્મ બંધાય છે. જે અન્ય જીવો અમુક પુદ્ગલ પદાર્થનો ભોગવટો કરવા લલચાય છે, ઇચ્છા ધરાવે છે તેમને તે ઇચ્છા પૂરી કરતાં અટકાવવાથી, અંતરાય આપવાથી તે જીવની દૂભવણી પણ થાય છે. આ રીતે અંતરાય કરવાથી, અંતરાય આપનારને ચોરી કરવાનું પાપકર્મ બંધાતા, તે જીવ આ પાપકર્મના ફળરૂપે જે પોતાનું છે તેવા આત્મસ્વરૂપથી વંચિત થાય છે. જે ક્ષણે જીવ વિભાવ કરી પરવસ્તુ તરફ આકર્ષાય છે તે જ ક્ષણે તે જીવનું શુધ્ધ આત્મસ્વરૂપ અંતરાયથી અવરાય છે, અને તે પોતાનાં મૂળ સ્વરૂપથી છૂટો પડી ચોરીનું ફળ ભોગવે છે. જીવ જ્યારે ધૂળ ચોરી કરે છે ત્યારે તેનાં ફળરૂપે તે ઇચ્છિત ૩૧૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સંસારી પદાર્થોથી વંચિત બને છે. અને સૂક્ષ્મ ચોરી કરીને પોતાનાં શુદ્ધ સ્વરૂપને ગુમાવે છે. આ રીતે ચોરી કરતાં કરતાં જીવ અંતરાય કર્મનો બંધ સતત કરતો રહે છે. અને તેના અનુસંધાનમાં અન્ય ઘાતી અઘાતી કર્મો પણ બાંધે છે. વિચારતાં પ્રશ્ન થાય છે કે બીજાની રજા વિના, પરપદાર્થને ગ્રહણ કરવાની, ઉપાડી લેવાની વૃત્તિ જીવમાં ક્યારે અને સાથી ઉત્પન્ન થાય છે? જ્યારે તેની પાસે તે પદાર્થનો અભાવ હોય છે, વળી તેને પદાર્થ માટેનો ગમો તથા જરૂરિયાત જણાય છે, અને તે પદાર્થનો માલિક પોતાને તે પદાર્થનું દાન આપવા તૈયાર નહિ થાય, એ પદાર્થ મેળવવાની અનુજ્ઞા તેનો માલિક આપશે નહિ, આવી સ્થિતિ જણાય ત્યારે એ દ્રવ્ય ચોરી લેવાની વૃત્તિ, પદાર્થ પ્રત્યેની મોહબુદ્ધિ થવાથી જીવમાં આવે છે. અને પોતાની વિવેક શક્તિ પર પડદો પાડી ચોરીનું કાર્ય જીવ કરી લે છે. ચોરી કરતી વખતે વર્તતી મોહબુદ્ધિ જીવને અંતરાય કર્મ સાથે મોહનીયનો બંધ પણ કરાવે છે. આ રીતે ચોરી કરતાં જીવ પદાર્થ કે દ્રવ્ય વિશે સુખબુદ્ધિ પણ વેદે છે. તેને એમ લાગતું હોય છે કે આ દ્રવ્ય મને મળે તો જ સુખ થાય. થતી પરપદાર્થની સુખબુદ્ધિથી એ જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે છે, અને સારાસાર વિવેક પરનો પડદો વધારે જાડો થાય છે. વળી, આવો પરપદાર્થ ગ્રહણ કરતી વખતે ધૂળ કે સૂક્ષ્મ હિંસા તો થાય જ, કારણ કે જીવ સામનો કરે તો સ્થૂળ હિંસા થાય અને નહિતર વસ્તુથી વંચિત થવારૂપ દૂભવણી કરાવી સૂક્ષ્મ હિંસા આચરે. થતી હિંસાના પ્રમાણમાં એ જીવને દર્શનાવરણ કર્મનો બંધ પડ્યા વિના રહે જ નહિ તે નિર્વિવાદ છે. આમ ચોરી કરવાથી જીવને ચારે પ્રકારનાં ઘાતકર્મનો બંધ અવશ્ય થાય છે. આ ઉપરાંત કરેલાં કુકર્મના પ્રકારની માત્રાના અનુસંધાનમાં ત્રણ કે ચાર અઘાતી કર્મનો બંધ પણ થયા વિના રહેતો નથી. જેની વસ્તુ ચોરી છે કે છીનવી છે તેને અશાતા પહોંચાડી છે, માટે કાર્યની તીવ્રતાનાં પ્રમાણમાં અશાતા વેદનીય બંધાય છે, પ્રભુના નીતિનિયમથી વિરુધ્ધ ચાલવા માટે અશુભ નામકર્મ બંધાય છે, સાથે સાથે નીચગોત્રનું ભાવિ પણ ઘડાય છે. પરંતુ જ્યારે જીવ શુભ કલ્યાણમય ભાવ કરે છે ત્યારે તેનાથી જગતનાં પુગલ પરમાણુની ચોરી ૩૧૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક તો થાય જ છે, જેના અનુસંધાનમાં અતિ મંદ કષાય ઉદિત હોવાથી ઘાતીકર્મોના બંધ અતિ મંદ અર્થાત્ સંજ્વલન પ્રકારનાં થાય છે, અને અઘાતી કર્મોમાં શુભ નામકર્મ, ઉચ્ચ ગોત્ર તથા શાતા વેદનીય બંધાય છે. અને જો આયુષ્યનો બંધ આવે તો તે શુભ પ્રકારનો હોય છે. આ પરથી સમજાય છે કે સ્થૂળમાં સ્થૂળ ચોરીથી માંડી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચોરી પણ જો જીવ કરે તો તેનાં ફળરૂપે અંતરાય કર્મની સાથે સાથે બીજાં ત્રણ ઘાતી કર્મો તેનાથી ગૌણરૂપે બાંધે છે એટલું જ નહિ અઘાતી કર્મની અશુભ કે શુભ પ્રકૃતિ પણ બાંધે છે. આ અંતરાય કર્મનાં દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાયરૂપ પાંચ પ્રકાર છે. આ પ્રકારો સમજતાં જીવ કેવા પ્રકારની અંતરાય ક્યારે બાંધે છે તેની સમજ આવે છે. પોતાની પાસે વસ્તુ હોય, ખપ કરતાં વધારે હોય, બીજાને તેની જરૂર હોય, પોતે દાનનો મહિમા જાણતો હોય, છતાં બીજાને દાન આપી શકે નહિ તે દાનાંતરાય કર્મ. કૃપણતા એનું લક્ષણ છે. શ્રેણિક રાજાના સમયમાં થયેલી કપિલા દાસી આનું ઉદાહરણ છે. અન્ય જીવો જ્યારે દાન આપતા હોય ત્યારે તેની ટીકા કરવાથી, કોઇને કોઇ પ્રકારે તેના અવર્ણવાદ બોલવાથી, અથવા તેને પીડા પહોંચાડવાથી દાનાંતરાય નામનું કર્મ જીવ બાંધે છે. આપનારને આપવાની ઇચ્છા હોય, લેનારની લેવાની ઇચ્છા કે માગણી હોય, વસ્તુ તૈયાર હોય છતાં કોઇ ને કોઇ કારણસર તે વસ્તુ પામી શકે નહિ, તેનો લાભ તેને ન મળે તે લાભાંતરાય. દાનાંતરાયના ઉદયથી જીવ દાન આપી શકતો નથી, લાભાંતરાયના ઉદયથી જીવ દાન નથી લઈ શકતો. શ્રી આદિનાથ પ્રભુને એક વર્ષ સુધી શુદ્ધ આહારની અને પાણીની પ્રાપ્તિ થઈ ન હતી તે કર્મ લાભાંતરાયનું હતું. અન્ય જીવ કંઇક મેળવતા હોય તેમાં અડચણ કે વિઘ્ન નાખવાથી લાભાંતરાય બંધાય છે. નિર્ધન અવસ્થા, ખાવાપીવાની તંગી, જીવન જરૂરિયાતની વસ્તુઓનો અભાવ આ સર્વ લાભાંતરાયકર્મનાં પરિણામો છે. ૩૧૩ Page #347 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જે વસ્તુનો માત્ર એક જ વખત ભોગવટો થઈ શકે તે ભોગ્ય વસ્તુ કહેવાય. મિઠાઈ, આહાર, પાણી, વિલેપનની ચીજો આદિ ભોગ્યવસ્તુઓ છે. પાસે રહેલી આવી ભોગ્ય સામગ્રી કોઈ પણ કારણથી ઇચ્છા હોવા છતાં ભોગવી શકાય નહિ તે ભોગાંતરાય કર્મનું ફળ છે. સિકંદરે પોતાનાં બાહુબળથી અઢળક લક્ષ્મી મેળવી હતી, પણ તેને તે ભોગવી શક્યો નહિ, કેટલાય કંજુસ શેઠિયાઓ અઢળક ધન એકઠું કરવા છતાં તેનો શાતા માટે ઉપયોગ કરી શકતા નથી, એ આદિ ભોગાંતરાય કર્મના પ્રભાવથી થાય છે. અન્ય સંસારી જીવો શાતાના પદાર્થો ભોગવતા હોય છે ત્યારે તેમના વિશે ઇર્ષા આદિ કારણથી વિઘ્નો નાખતાં રહેવાથી જીવ ભોગાંતરાય કર્મ બાંધે છે. પરિણામે ખાવાની વસ્તુ સામે આવે છતાં ખાઈ ન શકે, સુગંધી પદાર્થોનું વિલેપન માણી ન શકે ઇત્યાદિ અનુભવે. જે દ્રવ્યનો એક ને બદલે અનેકવાર ઉપયોગ કરી શકાય તેને ઉપભોગ્ય દ્રવ્ય કહે છે. અને તેના ઉપયોગને ઉપભોગ કહે છે. કપડાં, ઘરેણાં, રાચરચીલું, આદિ ઉપભોગ કરવાની વસ્તુઓ છે. આવી વસ્તુઓને યથાર્થ રીતે જીવ માણી ન શકે તે ઉપભોગાંતરાય કર્મના ફળથી થાય છે. વસ્તુઓ હોય છતાં શરીરની નાદુરસ્તી આદિને કારણે તેનો ઉપભોગ કરવામાં વિદન આવે અથવા ઉપભોગયોગ્ય વસ્તુઓની પ્રાપ્તિ જ ન થાય તે ઉપભોગાંતરાય કર્મનો પ્રભાવ બતાવે છે. અઢળક સંપત્તિ સાથે તન ગરીબાઈનું જીવન જીવતા મમ્મણ શેઠ યોગ્ય ઉદાહરણરૂપ છે. જીવની ભિખારી અવસ્થા ઉપભોગાંતરાય કર્મનો ઉદય સૂચવે છે. જેઓ સંસારી પદાર્થોનો ભોગવટો યથાયોગ્યપણે કરે છે તેમને માટે વિન રચે, વિપરીત ભાવો કરે, તથા અન્ય જીવને દાનાદિ પ્રવૃત્તિ કરતાં રોકી લાભાંતરાયની સાથે ઉપભોગાંતરાય કર્મ પણ જીવ બાંધતો હોય છે. પોતામાં પ્રગટેલી શક્તિનો સાચો ઉપયોગ કરી ન શકે, તેની તાકાત દબાયેલી જ રહે તે વીઆંતરાય કર્મનું ફળ છે. આ કર્મનો ક્ષયોપશમ કરી જીવ વીર્ય પ્રગટાવતો જાય છે. એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં ઉત્તરોત્તર વીર્યંતરાયનો ક્ષયોપશમ વધતો રહે છે. અને શલાકાપુરુષોને તો આ ક્ષયોપશમ ઘણો વિશેષતાએ હોય છે. ૩૧૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક આ પાંચ પ્રકારનાં અંતરાયકર્મ દેશઘાતી છે. તેની એક પણ પ્રકૃતિ સર્વઘાતી નથી. અંતરાયકર્મ જો સર્વઘાતી હોય તો જીવ જડ થઈ જાય, અને તેનો વિકાસ અસંભવિત થઈ જાય. જીવનું એક અંશે પણ વીર્ય ખુલ્લું જ રહે છે, અને જેમ જેમ અંતરાયકર્મ તૂટતું જાય છે તેમ તેમ જીવનું વીર્ય વધતું જાય છે. વળી આ પ્રવૃતિઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવનારી પણ છે. કોઇને દાન આપતાં અટકાવી જીવ દાનાંતરાય તો બાંધે છે, પણ પોતાને માટે લાભાંતરાય પણ બાંધે છે. બીજાને દાન આપતાં અટકાવી પોતાનો ભાવિનો લાભ ગુમાવે છે. અને તેની સાથે સાથે થતા અલાભને કારણે ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મ પણ જોડાઈ જાય છે. કોઇ પણ એક પ્રકારની અંતરાય જીવ વિશેષતાએ બાંધે તો અન્ય પ્રકારની અંતરાય પણ સાથે સાથે બંધાતી જાય છે. વળી, જેમ સંસારની અને પરમાર્થની એમ બે પ્રકારની અંતરાય છે, તેમ ઘાતી અને અઘાતી એમ બીજા બે પ્રકારની અંતરાયનો પણ ઉલ્લેખ કરી શકાય. સંસારી પદાર્થોની પ્રાપ્તિનો લાભ થવા ન દે તે સાંસારિક અંતરાય, અને પરમાર્થના વિકાસમાં વિપ્ન આવ્યા જ કરે તે પારમાર્થિક અંતરાય. એ જ રીતે આત્માનાં વીર્યગુણનો ઘાત કરે તે ઘાતી અંતરાય અને વીર્ય હોવાં છતાં ઇચ્છિત પ્રાપ્તિથી વંચિત રાખે તે અઘાતી અંતરાય. આ બંને પ્રકારની અંતરાયો એકબીજા સાથે એકરૂપ થઈ વર્તતી હોય છે તેથી સંસારી અવસ્થામાં આ ભેદ પકડવો ખૂબ મુશ્કેલ પડે છે. પરંતુ કેવળજ્ઞાન થતાં ઘાતી અંતરાયનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે જ અઘાતી અંતરાયની સમજણ આવે છે. આત્માને કેવળજ્ઞાન થયા પછી જે સિધ્ધપદની અંતરાય ભોગવવી પડે છે તે અઘાતી પ્રકારની છે. અને આ સ્થિતિની વિચારણા વખતે જ અઘાતી કર્મોનો પ્રભાવ આપણને સમજાય છે. પાંચ પ્રકારનાં અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે, અને તેનો જઘન્ય સ્થિતિબંધ અંતમુહૂર્ત કાળનો હોય છે. અંતરાય કર્મનો ઉત્કૃષ્ટ બંધ જીવનાં અત્યંત સંકિલષ્ટ પરિણામ થાય ત્યારે પડે છે, અને તેનો જઘન્ય બંધ અત્યંત મંદ કષાયના ઉદય વખતે થાય છે. બાકીના વચ્ચેના મધ્યમ બંધ જીવને સામાન્ય રીતે ૩૧૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સતત પડ્યા કરતા જ હોય છે. પાંચ પ્રકારનાં અંતરાય કર્મ ધુવબંધી છે, એટલે કે એ બધાનાં બંધ આત્મપ્રદેશ પર સતત પડતા જ રહે છે, તે ઠેઠ દશમા ગુણસ્થાન સુધી, જ્યાં સુધી મોહનીયનો ઉદય છે ત્યાં સુધી. મોહનીય કર્મના ઉદયને લીધે બાકીનાં ત્રણ કર્મો સતત બંધાય જ છે. મોહ ક્ષીણ થતાં ક્ષપકશ્રેણિના દશમા ગુણસ્થાનના અંત ભાગમાં જીવ મોહનો બંધ પાડતાં અટકે છે, અને તે સાથે જ બાકીના ત્રણ ઘાતકર્મના બંધ પણ નીકળી જાય છે. જે રીતે અંતરાયકર્મ ધુવબંધી છે, તે જ રીતે આ કર્મ ધુવોદયી પણ છે. બીજી રીતે કહીએ તો અંતરાય કર્મની પાંચે પ્રકૃતિનો ઉદય જીવને સતત રહેતો હોય છે; જીવના ભાવ અનુસાર તેના તરતમપણા પ્રમાણે બંધોદય પણ તીવ્રમંદ થાય છે, પણ મોહનીય કર્મનાં અસ્તિત્વ સુધી આ કર્મના બંધોદયથી જીવ છૂટી શકતો નથી. આમ દશમા ગુણસ્થાનના અંતભાગમાં મોહનીય ક્ષય થતાં, અંતરાયનો નવો બંધ થતો અટકી જાય છે, અને બારમા ગુણસ્થાને પૂર્વસંચિત અંતરાય કર્મની ઘાતી પ્રકૃતિનો ક્ષય કરી, બાકી રહેલી જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ પ્રકૃતિનો પણ સર્વથા નાશ કરી કેવળજ્ઞાન-દર્શન પ્રગટાવે છે. અંતરાય કર્મના ક્ષય સાથે જ આત્મા અનંતવીર્યનો સ્વામી થાય છે. આ પાંચે અંતરાયની પ્રકૃતિ બારમા ગુણસ્થાન સુધી સત્તામાં હોય છે, જેનો ક્ષય એ જ ગુણસ્થાને પૂર્ણપણે થાય છે. આ અંતરાય કર્મનો જરા ઝીણવટથી અને વિશેષ ઊંડાણથી વિચાર કરવાથી આપણને સમજાય છે કે આ કર્મ બાકીનાં સર્વ કર્મને પણ વેદનીય કર્મની જેમ લાગુ પડે છે. કોઈ જીવને જ્ઞાનાવરણ તોડી જ્ઞાન મેળવવું હોય, તેનો તે જીવ પુરુષાર્થ કરતો હોય છતાં જ્યાં સુધી તે જ્ઞાનાવરણ કર્મની અંતરાય તોડતો નથી, ત્યાં સુધી તે જ્ઞાન મેળવવામાં સફળ થઈ શકતો નથી. એ જ પ્રમાણે જીવ જ્યાં સુધી દર્શનાવરણ કર્મ તોડવાની અંતરાયથી છૂટતો નથી ત્યાં સુધી દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધારી શકતો નથી. મોહનો નાશ કરવાને લગતી જીવની અંતરાય જ્યાં સુધી ક્ષીણ ન થાય ત્યાં સુધી જીવ મોહનો નાશ કરી શકતો નથી, મોહ ત્યાગી શકતો નથી. એ જ પ્રમાણે જીવની અઘાતી કર્મોને લગતી અંતરાય જાય નહિ ત્યાં સુધી જીવ તેનાથી મુક્ત ૩૧૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક થઈ શકતો નથી. કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવ્યા પછી પૂર્ણ વીર્યવાન થયેલો આત્મા પણ અન્ય અઘાતી કર્મો છૂટે નહિ ત્યાં સુધી સિધ્ધ થતો નથી, તે હકીકત અંતરાયકર્મના અઘાતી વિભાગની સમજ આપણને પૂરી પાડે છે. આવા મહા બળવાન અંતરાય કર્મથી બચવા માટે જીવે દયાનો ગુણ ખીલવવો ઘટે છે. જ્યારે જીવમાં સ્વપ૨ દયાનો ગુણ ખીલે છે ત્યારે તે તેને સ્વપણાથી વંચિત કરતો અટકાવે છે, અને નવા બંધાતા અંતરાય કર્મ ઓછાં થતાં જાય છે. આ ઉપરાંત ભૂતકાળમાં બાંધેલાં અને સંચિત કરેલાં અંતરાય કર્મની નિર્જરા કરવાનો ઉપાય એ છે કે શ્રી પ્રભુનાં અને ગુરુનાં શરણમાં જઈ, કરેલી ભૂલોનો શુધ્ધ હ્રદયથી પશ્ચાતાપ કરવો. આમ નવી બંધાતી અંતરાયનો સંવર અને જુની બાંધેલી અંતરાયની નિર્જરા કરવા દ્વારા, દયાના ગુણને વધા૨વાથી અને પશ્ચાતાપ સ્વીકારવાથી, અંતરાય કર્મને બેવડા દોરે આંટી શકાય છે. અત્યાર સુધીની વિચારણા કરતાં આપણે જાણ્યું કે મોહનીય કર્મનો બંધ હોય તો જ અન્ય ત્રણ ઘાતી કર્મોના બંધ થાય છે. જ્યાં મોહનીય કર્મનો બંધ થતો નિવારાય છે ત્યાં આપોઆપ અન્ય ત્રણ ઘાતી કર્મોના બંધ પણ નિવારાઈ જાય છે. આપણે એ વખતે પ્રશ્નમાં ગુંચવાઈએ છીએ કે અન્ય ત્રણ કર્મોનાં કારણે મોહનીય બંધાતું હોય તેવું કેમ ન હોઈ શકે? આ પ્રશ્નની વિચારણા કરવાથી શ્રી પ્રભુની કૃપાથી આમ સમજી શકાય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મના ક્ષયોપશમથી જીવમાં જ્ઞાન, દર્શન અને વીર્યગુણ પ્રગટ થાય છે. આ ત્રણે ગુણ એ આત્માનો સ્વભાવ છે, તે પરથી લક્ષ થાય કે આત્મસ્વભાવ પ્રગટવાથી નવીન કર્મનો બંધ થઈ શકતો નથી, થવો જ ન જોઇએ, કારણ કે નિજ સ્વભાવ જો બંધનું કારણ થાય તો થયેલા બંધથી છૂટાય કેમ ? એમ થતું હોય તો જીવ કદાપિ થયેલા બંધથી છૂટી શકે નહિ, અને વિશેષ વિશેષ સ્વરૂપ પ્રગટ થતું જાય તેમ તેમ તે વિશેષ બંધમાં બંધાતો જાય. તે તો કોઈ કાળે સંભવિત થાય જ નહિ. ૩૧૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વળી, આ ત્રણે કર્મોના ઉદયને કારણે જીવને જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપે છે, તે વડે પણ બંધ થઈ શકતો નથી; કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે, ત્યાં તે અભાવ અન્યને બંધનું કારણ કેમ થઈ શકે? તેથી આપણે કહી શકીએ કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનાં નિમિત્તથી ઉપજેલા ભાવ નવીનબંધનાં કારણરૂપ નથી. સાથે સાથે મોહનીય કર્મનો વિચાર કરતાં જણાય છે કે જીવને અયથાર્થ શ્રદ્ધાને કારણે મિથ્યાત્વભાવ થાય છે, તેની સાથે ક્રોધ, માન, માયા તથા લોભ આદિ કષાયભાવ પણ થાય છે. આ સર્વ મિથ્યાભાવો જો કે જીવનાં જ અસ્તિત્વમય છે, જાદા નથી. જીવ જ તે ભાવોનો કર્તા છે, અને જીવનાં પરિણામરૂપે જ એનું કાર્ય થાય છે. આમ છતાં તે મિથ્યાભાવનું હોવું મોહકર્મના નિમિત્તથી છે, આ કર્મનિમિત્ત દૂર થતાં મિથ્યાભાવનો અભાવ થાય છે અને સ્વભાવ પ્રગટ થાય છે. તેથી કહી શકાય કે મિથ્યાભાવ તે જીવનો નિજસ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે, અને એ ભાવો વડે નવીન કર્મનાં બંધન થયા કરે છે. તેથી મોહના ઉદયના કારણે ઉત્પન્ન થયેલા ભાવો જીવને બંધના કારણરૂપ છે એ સ્પષ્ટ થાય છે. આ ઉપરાંતમાં અઘાતી કર્મોનો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે તે કર્મો પણ કર્મનાં બંધનનાં કારણો થઈ શકતાં નથી. જો કે શ૨ી૨ આદિ નામકર્મની પ્રકૃતિ જીવના પ્રદેશોથી એકક્ષેત્ર અવગાહી થઈ એક બંધાનરૂપ જ હોય છે, છતાં તે પુદ્ગલ હોવાથી આત્માથી ભિન્ન જ રહે છે, અને ધનાદિ અન્ય દ્રવ્યો તો આત્માથી સ્પષ્ટ ભિન્નરૂપે જ છે, માટે એ બધાં બંધના કારણો નથી, કારણકે કોઇ પણ પરદ્રવ્ય બંધનું કારણ હોઈ શકે નહિ. પરંતુ તે પરદ્રવ્ય પ્રતિ આત્માને જે મમત્વ આદિ રૂપ મિથ્યાત્વાદિ ભાવો થાય છે તે જ આત્માને બંધનાં કારણો છે. મિથ્યાભાવ પણ આત્માના જ હોવાથી તે ચેતનરૂપ છે, અને ચેતન ચેતનથી બંધાઈ જડ પુદ્ગલ વર્ગણાને ગ્રહણ કરે છે અને તે પુદ્ગલ વર્ગણાના આઠ મુખ્ય પ્રકાર થાય છે. આ રીતે યથાર્થ વિચાર કરવાથી સમજણ સ્પષ્ટ થાય છે કે આઠે પ્રકારનાં કર્મબંધ થવાનું મુખ્ય કારણ મોહનીયના મિથ્યાત્વ અને કષાય સ્વરૂપ વિભાવો છે. ૩૧૮ Page #352 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક જે મોહનીયના કારણે જીવ અનંત પ્રકારનાં કર્મો બાંધી અનંત સંસારમાં ભમે છે, તેનો નાશ કરવા એટલો જ ઉગ્ર પુરુષાર્થ જરૂરી છે એ સમજવું જરાય કઠિન નથી. અને એથી તો મોહનીયના કારણે ઉત્પન્ન થતા લગભગ પંદર પાપસ્થાનકો સમજાવી શ્રી પ્રભુએ તેના ઉપાય સૂચવ્યા છે. ચોથું પાપસ્થાનક મૈથુન – અબહ્મ આપણે જાણ્યું તે પ્રમાણે ચારે ઘાતકર્મમાં ભયંકરમાં ભયંકર મોહનીય કર્મ છે. અને તેના ક્ષયોપશમના પ્રમાણમાં જીવનાં પરિભ્રમણની હાનિ તથા વૃદ્ધિ થાય છે. વળી, જેમ જેમ મોહ નાશ પામતો જાય તેમ તેમ જીવની દશા ઉદ્ઘ થતી જાય છે, અને મોહના ક્ષય પછી અન્ય ત્રણ ઘાતકર્મો ક્ષીણ થઈ જાય છે. આનો અર્થ એ થયો કે મોહનાં અસ્તિત્વ સુધી જીવને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના બંધ થયા જ કરે છે. આ ઉપરાંત જીવને કેટલી માત્રામાં મોહનીયનો ક્ષયોપશમ થયો છે તેનું સૂચવન કરતાં ચૌદ ગુણસ્થાનકની રચના શ્રી પ્રભુએ આપણને સમજાવી છે. જેમ મોહ વિશેષ તેમ ગુણનું સ્થાન નીચું, અને જેમ મોહ અલ્પ તેમ જીવનું ગુણસ્થાન ઊંચું બતાવ્યું છે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે જીવનો મોહ જેમ જેમ ઘટતો જાય છે, તેમ તેમ તેનામાં પોતાના મૂળભૂત ગુણો ખીલતા જાય છે, અને જ્યારે મોહનો સંપૂર્ણ નાશ થાય છે ત્યારે આત્માનાં સર્વ ગુણો પૂર્ણપણે પ્રકાશે છે. આ કર્મમાં બીજી વિશેષતા એ છે કે જો કોઈ જીવ પુરુષાર્થ કરી પોતાનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો જોરદાર ક્ષયોપશમ કરે તો પણ તેનું મોહનીય કર્મ નાશ પામે જ એવો નિયમ નથી, આવા પુરુષાર્થના અનુસંધાનમાં મોહનીય કર્મ નાશ પામે વા ન પણ પામે. મોહનો એક ઝપાટો આવતાં ક્ષયોપશમ પામેલાં અન્ય કર્મો ફરીથી બળવાન થઈ શકે છે ખરા. એની સામે જો કોઈ જીવ સપુરુષાર્થ કરી મોહનીયનો બળવાન ક્ષયોપશમ કરે તો તેના અનુસંધાનમાં બાકીનાં ત્રણે આવરણો વધતા ઓછા પ્રમાણમાં નાશ તો પામે જ છે. આ અપેક્ષાએ મોહનીય કર્મને રાજા સમાન ગણવામાં આવે છે. આ ઉપરાંત મોહનાં અસ્તિત્વને કારણે જ ૩૧૯ Page #353 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અઘાતી કર્મો મોટી સ્થિતિના બંધાય છે. મોહના સાથ વગર શાતા વેદનીય સિવાય કોઈ પણ કર્મ બંધાતું નથી એટલું જ નહિ એ શાતા વેદનીય પણ માત્ર એક સમયના જ કાળનું બંધાય છે. મોહનીય કર્મનાં અન્ય કર્મો પરના આ વર્ચસ્વને લીધે તે રાજા તરીકે ઓળખાય છે તે યથાર્થ છે. મોહનીય કર્મના મુખ્ય બે વિભાગ છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ. અહીં દર્શન એટલે આત્માનું સમ્યક્ શ્રદ્ધાન. આવાં શ્રદ્ધાનને કલુષિત કરે અથવા વિનષ્ટ કરે તે દર્શનમોહ છે, અને આત્માનાં શુધ્ધ આચરણને કલુષિત કરે કે વિનષ્ટ કરે તે ચારિત્રમોહ છે. દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓ છેઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. જીવ, અજીવ આદિ સાત તત્ત્વ અને આત્માનાં અસ્તિત્વ આદિ છ પદ વિશે જે વાસ્તવિક યથાર્થ શ્રદ્ધાન થાય તે દર્શન અથવા તો સમ્યક્ત્વ કહેવાય છે. આ શ્રદ્ધાનનો જે કર્મ વિનાશ કરે અથવા તેને કલુષિત કરે તે દર્શનમોહ અથવા મિથ્યાત્વ કહેવાય છે. જીવ જ્યારે દર્શનમોહનો કર્મબંધ કરે છે ત્યારે ત્રણમાંની એક મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિનો જ બંધ કરે છે. પછી એ કર્મ ભોગવતાં ભોગવતાં તે કર્મને ટૂકડા કરી નાના સ્વરૂપનું કરી નાખે અથવા તો પુરુષાર્થ કરી મિથ્યાત્વના તીવ્ર રસને મંદ કરે છે ત્યારે તે મંદરસ વાળું મિથ્યાત્વ મિશ્ર મોહનીય કહેવાય છે. આ દશામાં તેને જીવનાં અસ્તિત્ત્વ માટે સાધારણ હકાર ઉપજે છે. તે પહેલાંની અવસ્થામાં જીવ આત્માનાં અસ્તિત્વને સ્વીકારી શકતો નથી. પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વની મંદતર અવસ્થા થાય ત્યારે તે સમ્યક્ત્વ મોહનીય બને છે. તેમાં તેને આત્માનાં અસ્તિત્વનો હકાર વર્તે છે, પણ અતિ સૂક્ષ્મપણે જીવને એ બાબતનું અશ્રધ્ધાન રહે છે, જે કેવળીગમ્ય છે. જીવને જો મિથ્યાત્વનો કે મિશ્ર મોહનીયનો ઉદય વર્તતો હોય તો તેને સમ્યક્ત્વ સંભવી શકતું નથી. પરંતુ જીવને જો માત્ર સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વર્તતો હોય તો તેને સમ્યક્ત્વ હોય છે, પણ અંશે દુષિત બને છે. આનો અર્થ એ થયો કે આત્માનાં અસ્તિત્વ આદિ બાબતનાં શ્રધ્ધાનમાં જે વિપરીતતા જીવને પ્રવર્તે છે તેના આધારે દર્શનમોહના ત્રણ વિભાગ પાડેલા છે. અને જીવ જ્યારે મિથ્યાત્વનો સંપૂર્ણ નાશ ૩૨૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક કરે છે અથવા મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે તેનું સમ્યક્ત્વ શુધ્ધ થાય છે. આવું શુધ્ધ સમ્યકત્વ ક્ષાયિક સમકિત' તરીકે ઓળખાય છે. ક્ષાયિક સમકિતની પ્રાપ્તિનું મહાભ્ય અદ્ભુત છે. તેની પ્રાપ્તિ થયા પછી, જીવ મુખ્યતાએ તે જ ભવે અથવા વધુમાં વધુ ત્રીજા મનુષ્યભવે કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવવા સદ્ભાગી થાય છે. જીવ જ્યાં સુધી ક્ષાયિક સમકિત મેળવતો નથી, ત્યાં સુધી ક્ષપક શ્રેણિ માંડી શકતો નથી, તેવો જીવ ઉપશમ શ્રેણિમાં જ જાય અને અગ્યારમાં ગુણસ્થાનેથી પાછો ફરી, દોષના પ્રમાણમાં નીચે ઊતરી જાય છે. જ્યાં સુધી ક્ષાયિક સમકિત પ્રગટ થયું ન હોય ત્યાં સુધી જીવને માટે મોટામાં મોટો એ ભય વર્તે છે કે નબળા પાડેલા મિથ્યાત્વને ઉપ્તિ કરે એવો કોઈ બળવાન સહારો મળી જાય તો તે મિથ્યાત્વ વકરી, ઉદયમાં આવી જીવને સમ્યકત્વથી વિમુખ કરી નાખે છે. અર્થાત્ તેવા જીવનું સમ્યકત્વ વમાઈ જાય છે, અને તે જીવ મિથ્યાત્વી બની, ફરીથી સમ્યક્ત ન મેળવે ત્યાં સુધી સંસારમાં ભમ્યા કરે છે. આ હકીકત એ સાબિત કરે છે કે સર્વ પ્રકારનાં પાપબંધોમાં જો કોઈ ભયંકરમાં ભયંકર પાપબંધ હોય તો તે મિથ્યાત્વનો બંધ છે. મિથ્યાત્વનો નાશ કર્યા વિના સંસારની અલ્પતા કોઈ કાળે સંભવતી નથી. આ ઉપરાંત સર્વ કર્મોમાં સહુથી દીર્ઘ સ્થિતિ પણ દર્શનમોહની જ છે, તે છે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ. ચારિત્રમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમ છે, ત્યારે અન્ય ઘાતી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. આનાથી પણ એ જ પ્રમાણ મળે છે કે દર્શનમોહ સૌથી બળવાન કર્મ છે. આ સમજણ મળતાં જીવને સહેજે વિચાર થાય કે આવું દર્શનમોહ-મિથ્યાત્વ કેવા પ્રકારના ભાવ સેવવાથી અને આચરણ કરવાથી બંધાય છે? શ્રી પ્રભુએ મિથ્યાત્વ બંધનના મુખ્ય કારણરૂપે વિષય તથા કષાયને ગણાવ્યા છે. વિષયવાસના અને કષાય જેટલા વધારે બળવાન એટલું વધારે બળવાન મિથ્યાત્વ બંધાય છે. વિષયવાસના એટલે ઇન્દ્રિયોના સુખની બળવાન વાસના અર્થાત્ ઇચ્છા. વિષય એટલે ઇન્દ્રિયનું સુખ, ઇન્દ્રિયોને જેનાથી શાતા લાગે તે વિષય કહેવાય છે. અને તે શાતા મેળવવાની અદમ્ય કે મંદ ઇચ્છા તે વાસના. આવી તીવ્ર કે મંદ ઇચ્છા પૂરી કરવા માટે જીવ ૩૨૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયનું સેવન કરે છે, અને એ વિષય તથા કષાયના તરતમપણાના સુમેળથી જીવનું તીવ્ર કે મંદ મિથ્યાત્વ બંધાતું રહે છે. દેહસુખની આ વાસના તે મૈથુન છે. આવી વાસના એકેંદ્રિય જીવોથી શરૂ કરી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના સર્વ જીવોમાં ભરી પડેલી જોવામાં આવે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં આ વાસના કેટલી જોરદાર રીતે વ્યક્ત થાય છે અને તેનાથી કેવી ખાનાખરાબી સર્જાય છે તેની જાણકારી લગભગ જીવોને હોવા છતાં, તેઓ તેનાથી બચી શકતા નથી. આવી દેહસુખની વાસનાની પૂર્તિ અર્થે કેટલાંય મોટાં મોટાં યુધ્ધો સર્જાયાં છે અને ઘાતક સંહાર પણ યોજાયા છે. આવી જ સ્થિતિ તિર્યંચો અને દેવોમાં પણ બનતી જોવામાં આવે છે. વાસના માટે તિર્યંચોમાં ઘણા પ્રકારે લડાઈ થાય છે, અને કોઈને કોઈ માર્યું પણ જાય છે. દેવોમાં પણ દેવીઓના હરણ થાય, દેવો સ્ત્રીનું હરણ કરે, રાક્ષસો સ્ત્રીને અનેક પ્રકારે વાસના સંતોષવા રંજાડે વગેરે પ્રસંગો સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં વર્તતું વિષયનું જોર બતાવે છે. આ વિષયને કારણે કષાય પણ ઉગ્રરૂપ ધારણ કરી વૈર વિરોધના વમળમાં જીવને ઢાંકે છે. આવી વિષયવૃત્તિ માત્ર સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં જ છે, એવું નથી, તેનો આવિષ્કાર સર્વ અસંજ્ઞી જીવોમાં પણ પડેલો છે. ફરક એ છે કે મોહ તથા મિથ્યાત્વનું જોર અસંજ્ઞીપણામાં એટલું બળવાન છે કે તે જીવો પોતાના વિષય કષાયને સાચા રૂપમાં પ્રગટ પણ કરી શકતાં નથી, સંજ્ઞી જીવો એ લાગણીને પ્રગટપણે વ્યક્ત કરી શકે છે. આમ શ્રી પ્રભુના જણાવવા પ્રમાણે સંજ્ઞી જીવો કરતાં અસંજ્ઞી જીવોમાં વિષયકષાયનું જોર વધારે રહેલું છે. અસંજ્ઞી જીવો અભાનપણાની સ્થિતિમાં પણ મૈથુનસેવન કરે છે. એકેંદ્રિય જીવને અનુકૂળ સ્પર્શાદિની પ્રિયતા જે અવ્યક્તપણે છે તે મૈથુનસંજ્ઞા છે. આ જ રીતે અન્ય ત્રણ વિકસેન્દ્રિયની બાબતમાં સમજી શકાય તેમ છે. દેહસુખની જે બળવાન વાસના જીવનમાં પ્રવર્તે છે, તેને આધારે જીવ સ્વઆત્માનો જ નકાર કરે છે; સદૈવ, સદ્ગુરુ અને સત્કર્મ પ્રતિ અશાતનાથી ભરેલી પ્રવૃત્તિઓ કરે છે. પોતાની દેહવાસના સંતોષવા કોઈ પણ પ્રકારનાં અકાર્ય કરતાં કે ગમે તેવા ૩૨૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક બળવાન કષાયનું સેવન કરતાં તે જીવ અચકાતો નથી, અને પરિણામે તેવો જીવ મિથ્યાત્વની જાળમાં વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. આવી વાસનાને લીધે તે જીવ જોરદાર કષાય રાગદ્વેષરૂપે વેદે છે, જે દર્શનમોહના બંધમાં પરિણમે છે. આત્માનાં યથાર્થ શ્રદ્ધાનને બદલે પ૨વસ્તુના વિષયકષાયમાં એકાકારતા અનુભવે છે, અને સૌથી મોટું અને સૌથી ચીકણું કર્મ બાંધે છે. ઘાતી અઘાતી સર્વ કર્મોમાં મોટામાં મોટું કર્મ દર્શનમોહનો મિથ્યાત્વ પ્રકાર છે. પહેલા ગુણસ્થાન સુધી મિથ્યાત્વ કે દર્શનમોહ ધ્રુવબંધી છે, એટલે કે જીવને તેનો બંધ સતત થયા જ કરે છે. તે ઉપરના ગુણસ્થાને તેને બંધ થતો હોતો નથી. વળી પહેલા ગુણસ્થાને જીવને મિથ્યાત્વનો ઉદય સતત રહેતો હોવાથી તે ત્યાં સુધી ધ્રુવોદયી પ્રકૃતિ છે. પહેલા ગુણસ્થાનથી જીવ આગળ વધે ત્યારે તે પ્રકૃતિ દબાય છે. અને જ્યાં સુધી મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી તે પ્રકૃતિ ધ્રુવસત્તાએ રહે છે. પાતળા મિથ્યાત્વને સત્તામાં રાખી જીવ ઠેઠ અગ્યારમા ગુણસ્થાન સુધી વિકાસ કરી શકે છે, અને ત્યાંથી તેનો ઉદય આવતાં અવશ્ય પતન પામે છે. મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય કર્યા પહેલાં જીવને કર્મમુક્તિ સંભવતી નથી. જે ગુણસ્થાને જીવને સત્તાગત મિથ્યાત્વનો ઉદય આવે તે ગુણસ્થાનથી તેનું અવશ્ય પતન થાય છે. આ મિથ્યાત્વનો રસબંધ શિથિલ થઈ તે મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયરૂપ થાય છે ત્યારે તે પ્રકૃતિઓ અવસત્તાવાળી કહેવાય છે, કારણ કે આ બે પ્રકૃતિઓ અભવ્યને સત્તામાં હોય જ નહિ. વળી, બહુકાલીન ભવ્યને અથવા તો દૂરભવીને પણ તે પ્રકૃતિઓનો સદ્ભાવ હોતો નથી. આ બે પ્રકૃતિનો સદ્ભાવ માત્ર નિકટભવીને જ હોય છે. મિશ્રમોહનીયનો સત્તાવાળો જીવ આગળ વધે તો તે ક્ષેપક શ્રેણિ માંડી શકતો ન હોવાથી, તેની પૂર્ણ મુક્તિ સંભવતી નથી. તે જીવને સત્તાગત મિથ્યાત્વ ડગલે ને પગલે ખૂબ સતાવતું રહે છે. સમ્યક્ત્વ મોહનીય ક્ષયોપશમિક સમકિત પામ્યા પછી ઉદયમાં રહે છે, અને સૂક્ષ્મતાએ ભોગવાઇને ખરતું જાય છે. જ્યારે ઉદયગત અને સત્તાગત સમ્યક્ત્વ મોહનીય તથા સત્તાગત મિશ્રમોહનીય તથા મિથ્યાત્વ જ્યારે જીવના આત્મપ્રદેશ પરથી પૂર્ણતાએ વિદાય લે છે ત્યારે તે જીવ ક્ષાયિક સમકિતી થાય છે. ૩૨૩ Page #357 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ ભયંકર મિથ્યાત્વને બહેકાવનાર તત્ત્વ છે વેદનો ઉદય. જીવમાં પડેલી વાસનાને નોકષાયમાં સમાતા ત્રણ વેદ વિભાવભાવથી ખૂબ ઉદ્દીપ્ત કરે છે. ત્રણ વેદ તે પુરુષવેદ, સ્ત્રીવેદ તથા નપુંસક વેદ. જે જીવને સ્ત્રીદેહનો સંગ કરી સુખ વેદવાના ભાવ થાય તે પુરુષવેદ, જે જીવને પુરુષદેહનો સંગ કરી સુખ માણવાના ભાવ થાય તે સ્ત્રીવેદ અને જે જીવને ઉભયદેહનો સંગ કરી સુખ અનુભવવાના ભાવ વર્યા કરે તે નપુંસકલિંગ વેદ. બધા જ અસંજ્ઞીજીવો નપુંસક હોય છે. અને સંજ્ઞી જીવોમાં ત્રણે પ્રકારનાં વેદ સંભવે છે. નારકી જીવો નપુંસક વેદે હોય છે, દેવોમાં મુખ્યતાએ પુરુષવેદ તથા સ્ત્રીવેદનો ઉદય હોય છે, મનુષ્ય તથા તિર્યચોમાં મુખ્યતાએ પુરુષ તથા સ્ત્રીવેદ અને ગૌણતાએ નપુંસક વેદનો ઉદય આવતો હોય છે. પુરુષવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ, તથા જઘન્ય સ્થિતિ ૮ વર્ષ. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમ, તથા જઘન્ય સ્થિતિ ૩/૧૪ સાગરોપમ. નપુંસકવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ, તથા જઘન્ય સ્થિતિ ૨/૭ સાગરોપમ. વેદની આ ત્રણે પ્રકૃતિ અધુવબંધી છે, ત્રણમાંથી એકનો બંધ પડતો રહે છે. આ ત્રણે પ્રકૃતિ અધુવોદયી પણ છે, ત્રણમાંથી એકનો જ ઉદય થાય છે. વળી, આ ત્રણે પ્રકૃતિ દેશઘાતી છે, તેમ છતાં તે સર્વઘાતી મિથ્યાત્વને ખૂબ સહાયક હોવાથી ખૂબ આકરી પણ છે. આ ત્રણે પ્રકૃતિઓ અધુવસત્તાવાળી છે, તે પ્રકૃતિ સત્તામાં હોય અથવા ન પણ હોય તે માટે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાને ત્રણે વેદનો ક્ષય થાય છે, તેમાં પહેલાં નપુંસકવેદનો, તે પછી સ્ત્રીવેદનો અને પછી પુરુષવેદનો ક્ષય થાય છે. અને તે ત્રણેનાં નવીન બંધનો પણ તે ગુણસ્થાને છેદ થાય છે. જીવની જો ઉપશમશ્રેણિ હોય તો તેને નવમા ગુણસ્થાને પહેલાં નપુંસકવેદ ઉપશાંત થાય, પછી તે સ્ત્રીવેદને ઉપશાંત કરે અને નવમા ગુણસ્થાનના અંતભાગમાં પુરુષવેદને પણ ઉપશાંત કરે અને એ કાળથી વેદોદયના બંધ, ઉદય અને ઉણાનો પણ વ્યવચ્છેદ કરે છે. જીવને મિથ્યાત્વનો બંધ પડે છે ત્યારે તે સાચી રીતે પ્રવર્તતો હોતો નથી, પ્રવર્તી શકતો નથી, એટલે એ વખતે તેને પરપદાર્થમાં સુખબુદ્ધિ થયા વિના રહેતી ૩૨૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક જ નથી. આ કારણે તેને દર્શનમોહની સાથોસાથ જ્ઞાનાવરણ બંધાયા વિના રહેતું જ નથી. વળી, પોતાને થયેલી સુખબુદ્ધિની આકુળતા તોડવા માટે જે પ્રવૃત્તિ કરે છે તેમાં હિંસા તો છુપાયેલી જ છે, જેના પરિણામે તે જીવને દર્શનાવરણ કર્મનો બંધ અનિવાર્ય થઈ જાય છે. અને આ ત્રણે ભાવના મિશ્રણની પૂર્તિમાં કંઇક જીવોને સ્વરૂપથી વિમુખ કરવાના ભાવ તો પથરાયેલા જ રહે છે, જેનાથી અંતરાય કમી બંધાયા વિના રહેતું નથી. આવી પરિસ્થિતિમાં ભાવની તરતમતા પ્રમાણે ત્રણ કે ચાર અઘાતી કર્મ બંધાઇને જ રહે છે. આ બધી અપેક્ષાઓનો વિચાર કરતાં જણાય છે કે દર્શનમોહ સહ કર્મોમાં ભયંકરમાં ભયંકર અને બળવાનમાં બળવાન કર્મ છે. તેથી તે કર્મથી છૂટવા માટે એટલો જ ઉગ્ર પુરુષાર્થ કરવો જીવને માટે જરૂરી છે એમ શ્રી પ્રભુ જણાવે છે. આ ઉગ પુરુષાર્થ કરવામાં સહાય મળે તે માટે ખૂબ જ ઉપકારી એવા કડક નિયમોનું પાલન કરવાની તેમણે ભલામણ આપી છે. મિથ્યાત્વનાં કારણથી વેદના ઉદયને જે રીતે પોષણ મળે છે, જીવને અતિ વિકળ થવું પડે છે, તેને તોડવા માટે, તથા મિથ્યાત્વ અને વેદના મિશ્ર ઉદયના કારણે જીવ મૈથુનની જાળમાં સપડાઈ અતિ તીવ્ર રાગદ્વેષની ભંગજાળમાં સપડાય છે; તેનાથી બચવા માટે, શ્રી પ્રભુએ નવવાડ વિશુધ્ધ બ્રહ્મચર્ય પાળવાની સલાહ આપી છે. મિથ્યાત્વ અને વેદના સંગથી બચવા તથા પોતાનું રક્ષણ કરવા શ્રી પ્રભુએ બ્રહ્મચર્ય પાલનને શ્રેષ્ઠ ઉપાય કહ્યો છે. બ્રહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા સાથે આત્માને જોડવો તથા રાખવો એ બહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ છે. આ સ્થિતિએ પહોંચવા તથા તેમાં સતત રહેવા માટે પુરુષાર્થી થવા જે જે બાહ્યાચરણો ઉપકારી છે તેનું પાલન વિના અપવાદે કરવા જણાવ્યું છે. કારણ કે એના નિયમપાલનમાં થતો નાનો સરખો ભંગ પણ કાળે કરીને જીવને મોટા પાપબંધમાં લઈ જઈ શકે છે. વળી, બ્રહ્મમાં રહેવાનાં પોતાનાં ઉત્તમ ધ્યેયને જમીનદોસ્ત કરવાની શક્તિ આ પાપબંધ ધરાવે છે. તેથી પોતાનાં ઇચ્છિત ધ્યેય સુધી પહોંચવા માટે બાહ્યથી પણ સંયમ કેળવી આત્માને સ્વમાં પ્રવર્તાવવો એ આ પાપસ્થાનથી છૂટવાનો શ્રેષ્ઠ ૩૨૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઉપાય છે. ત્રણે વેદ મોહને અતિ બળવાન કરતા હોવાથી, સ્વને બદલે પરની એકાકારતા જીવને અપાવતા હોવાથી, અને ઉગ્ર દર્શનમોહના બંધનમાં ખેંચી જતા હોવાથી, તેનાથી પોતાનું રક્ષણ કરવા માટે બ્રહ્મચર્ય નામનું ચોથું મહાવ્રત કહ્યું છે. આ વ્રત નવવાડ વિશુદ્ધિથી પાળવાનું છે, તથા તેનાથી નિષ્પન્ન સંયમનો જ્યાં જ્યાં ભંગ થાય ત્યાં ત્યાં તે સ્થિતિનો તીવ્ર નકાર કરવાનો કહ્યો છે. વિકારત્યાગને સાચવવા માટે શ્રી પ્રભુએ નીચે પ્રમાણે નવ સૂચનો કર્યા છે – ૧. વસતિ – સ્ત્રી આદિ જનો, જેની ચેષ્ટા મુનિમાં વિકાર કરાવી શકે તેમ હોય, જ્યાં વસતાં હોય ત્યાં બ્રહ્મચારીએ વસવું ઘટે નહિ. હૃદયમાં જાગતો નાનો અમથો વિકારનો તણખો ભાવિમાં અગ્નિરૂપ ધારણ કરી શકે છે. માટે ચેતતા રહેવું. ૨. કથા – બ્રહ્મચારીએ માત્ર સ્ત્રી કે એક જ સ્ત્રીને ઉપદેશ કરવો ઘટે નહિ. શૃંગારની વાતો કરવી નહિ. કથા એ મોહને ઉત્પન્ન થવાનું નિમિત્ત છે, મનનો વિકાર દેહના વિકાર સુધી ફેલાઇ શકે છે માટે. ૩. આસન – બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એકાસને બેસવું નહિ, એટલું જ નહિ પણ જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં તેના ઊઠયા પછી પણ બે ઘડી સુધી બ્રહ્મચારીએ બેસવું નહિ કારણ કે તેના અંગમાંથી નીકળેલા સ્ત્રીવેદના ઘટકો સ્ત્રીની સ્મૃતિનું કારણ બની વિકારની ઉત્પત્તિ કરાવવામાં સહભાગી થવાની સંભાવના છે. ૪. ઇન્દ્રિય નિરીક્ષણ – સ્ત્રીઓનાં અંગોપાંગોનું નિરીક્ષણ બહ્મચારીએ કરવું નહિ. અંગ પર દૃષ્ટિ એકાગ્ર થવાથી તે વિકાર જાગવાનું નિમિત્ત બની શકે છે. ૫. કુડયાંતર – ભીંત, પડદા આદિનું અંતર વચમાં હોય, અને બીજી બાજુ સ્ત્રીપુરુષ મૈથુન સેવતા હોય તેવી જગ્યામાં બ્રહ્મચારીએ રહેવું નહિ, તેમનાં વચનો, શબ્દો પણ બહ્મચારી માટે વિકારનાં કારણ બની જાય છે. ૩૨૬ Page #360 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક ૬. પૂર્વક્રીડા – પૂર્વનાં ગૃહસ્થ જીવનમાં બ્રહ્મચારીએ ગમે તેવી રતિક્રીડા કે શૃંગારચેષ્ટા કરી હોય તેની સ્મૃતિ પણ તેણે કરવી નહિ કારણ કે પૂર્વક્રિયાની એ સ્મૃતિઓ બળવાન બની મુનિને વિકારદોષમાં ઘસડી જઈ શકે છે. ૭. પ્રણીત – બ્રહ્મચારીએ દૂધ, દહીં, ઘી આદિ ચિકાશવાળા પદાર્થો બહુધા ગ્રહણ કરવા નહિ, કારણ કે એમ કરવાથી પ્રમાદ વધે છે, વીર્યની વૃદ્ધિ થાય છે, અને તેના પરિણામ રૂપે ઉન્માદ તથા કામની ઉત્પત્તિ થવાનો સંભવ વધી જાય છે. તેથી લુખો અને અપૌષ્ટિક આહાર શુધ્ધાચારણ માટે મદદરૂપ થાય છે. ૮. અતિમાત્રાહાર – બ્રહ્મચારીએ પેટભરીને કે તેથી વિશેષ આહાર લેવો ન જોઇએ. અતિ માત્રામાં આહાર કરવાથી આફરો ચડે છે અને વિકાર થવાની સંભાવના ઘણી વધી જાય છે. ૯. વિભૂષણ – શરીરને સુંદર દેખાડવાના ઉપાયો ત્યક્તા ઘટે છે. સ્નાન, વિલેપન, પુષ્પાદિનું ગ્રહણ આદિ ત્યાજ્ય છે. તેના થકી દેહનું આકર્ષણ તથા મમત્વ વધે છે, અને તેમાંથી વિકાર તરફ ક્યારે ઘસડાઈ જવાય છે તેનો ખ્યાલ પણ બહ્મચારીને કેટલીક વાર આવતો નથી. અહીં પુરુષવેદનો નિષેધ થાય એ રીતે નિયમો બતાવ્યા છે, અને આ જ નિયમો સ્ત્રીવેદના નિષેધ માટે એટલા જ ઉપકારી છે. ટૂંકમાં જેણે બ્રહ્મચર્યની જાળવણી કરવી હોય તેણે આ નિયમોનો ગૂઢાર્થ સાથે અભ્યાસ કરી, નિયમ પાલનમાં એકાગ્ર બનવું જરૂરી છે. આ નિયમોનો જીવ સાચો અભ્યાસ કરે તો તે સહેલાઇથી સમજી શકે કે જેનાથી માનસિક, વાચિક કે કાયિક વિકાર ઉત્પન્ન થઈ શકે તેમ હોય તે સર્વથી દૂર રહેવાની સાવચેતી શ્રી પ્રભુએ આપી છે. વળી, આ વિકારથી મિથ્યાત્વ અપાતું હોવાથી આ વ્રતને શ્રી પ્રભુએ નિરપવાદરૂપે પાળવા યોગ્ય વ્રત કહ્યું છે. અન્ય સર્વ વ્રતોમાં નિસ્પૃહભાવથી અલિપ્ત રહી અપવાદ સેવી શકવાની શક્યતા છે, જેમકે અનિવાર્ય સંજોગમાં નદી પાર કરવી, વસ્ત્ર, પાત્રાદિ અતિ અલ્પ પરિગ્રહ ધારણ કરવો વગેરે વગેરે. તેથી અન્ય વ્રતોમાં મુનિ જે જે અપવાદ રાખી શકે તેની યાદી પણ પ્રભુએ ૩૨૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આપી છે. પણ આ વ્રતને તો નિરપવાદ જ કહ્યું છે, કારણ કે નાનો સરખો અપવાદ લેવા જતાં પણ ચારિત્રભંગની મોટી ખીણમાં જીવ ફસાઈ શકે છે. મૈથુન સેવવામાં ધૂળ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારની હિંસા થાય છે. એક સ્ત્રીપુરુષના ભોગમાં નવલાખ જીવો હણાવા રૂપ સ્થૂળ હિંસા થાય છે, એટલે કે અનેક જીવો ઉત્પન થઈ અંતમુહૂર્તકાળમાં મરે છે તે સ્થળ હિંસા છે. અને કષાય વેદ્યા વિના મૈથુન કાર્ય સંભવતું નથી, કષાયથી સૂક્ષ્મ હિંસા થાય છે. આમ મૈથુન સેવનથી ધૂળ સૂક્ષ્મ બંને પ્રકારની હિંસા થતી હોવાથી જીવને દર્શનાવરણ બંધાય છે. આ મૈથુન સેવન બળવાન મોહના ઉદય વિના થઈ શકતું ન હોવાથી જીવ તેમાં ઉચ મોહબંધ પણ કરે જ છે. તે જીવ દેહની વાસનાના સંતોષમાં સુખબુદ્ધિ વેદતો હોવાથી જ્ઞાનાવરણ પણ સુખબુદ્ધિની માત્રા પ્રમાણે બાંધે જ છે. વળી, દેહભોગના સુખમાં રાચવાથી જીવ પોતે સ્વસ્વરૂપથી વિમુખ થાય છે, અને અન્ય ભાગીદારને પણ વિમુખ કરે છે. કારણ કે બે વ્યક્તિના યોગ વિના જીવ સંયોગસુખ ભોગવી શકતો નથી. તેથી તે જીવ સ્વની બળવાન અંતરાય પણ બાંધે જ છે. આ રીતે બંધાતા ચારે ઘાતી કર્મોનાં અનુસંધાનમાં અઘાતી કર્મો બંધાયા વિના રહે જ નહિ તે સહેલાઇથી સમજી શકાય એવી સ્પષ્ટ બાબત છે. કષાયનું જેવું જેવું બળવત્તરપણું તેવું તેવું અઘાતી કર્મની અશુભ પ્રકૃતિઓ વિશેષ બંધાય, અને કષાયની જેટલી જેટલી મંદતા તેટલી તેટલી અઘાતી કર્મની શુભ પ્રવૃતિઓના બંધ થાય એ નિયમ આ કર્મ માટે એવો જ લાગુ પડે છે. જે જીવો દક્ષ છે, જે જીવો થોડામાં ઘણું ઘણું સમજી ગ્રહણ કરી શકે છે, તેમને માટે આ વ્રતનો સમાવેશ અપરિગ્રહ વ્રતમાં કરેલો છે, પણ જે જીવો આનાથી વિરુધ્ધ પ્રકારના છે તેમને માટે આ બહ્મચર્ય વ્રત સ્પષ્ટપણે, વિના અપવાદે આરાધવાની ભલામણ શ્રી પ્રભુએ આપી છે. આ પાપસ્થાનકથી બચવા માટે શ્રી પ્રભુએ વૈરાગ્ય ગુણ પ્રગટાવવો જરૂરી જણાવ્યો છે. વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની ભાવના, સંસારના ભોગઉપભોગમાં ૩૨૮ Page #362 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક જવાના ભાવની મંદતા. એટલે કે નિર્વેદનું સેવન. સંસારમાં દેખાતા સુખમાં સાચું સુખ નથી, તેમાં તો સતત દુઃખ ડોકિયાં જ કરી રહ્યું હોય છે, તેવી સમજણ સત્ય સ્વરૂપે પ્રગટવાથી જીવનો નિર્વેદ વધતો જાય છે. આ ભાવની સત્યતાની અનુભૂતિથી જીવની વાસના શાંત ને શાંત થતી જાય છે. આ ભાવની સિદ્ધિ કરવા માટે, વૈરાગ્યને દઢતાથી સાચવવા માટે સત્પરુષના ઉપદેશ અને સત્સંગ જેવું બીજું કોઈ બળવાન સાધન નથી. મિથ્યાત્વથી મુક્ત થઈ, પોતાના અનુભવ મૌક્તિકને માત્ર કલ્યાણભાવથી પુરુષ જીવને સંસારની અસારતાનો ચિતાર આપે છે, પોતાના અનુભવથી લાધેલા સંસારના પરિચયના પરિપાકને જગતજીવો સમક્ષ રજુ કરે છે, ત્યારે તેમને આ બોધની અસર થાય છે. તે જીવ પોતાના સંસારી અનુભવ સાથે, જગતમાંથી મળતા રાગમિશ્રિત પ્રેમ સાથે પુરુષના માત્ર કલ્યાણભરિત પ્રેમની સરખામણી કરી, સપુરુષના બોધને જાણે છે તથા ઓળખે છે ત્યારે તેમના નિર્મળ પ્રેમ પ્રતિ આકર્ષાઈ, તે બોધનું ઉત્તમપણું જાણી શાશ્વત સુખ મેળવવાના શુભ ઉદ્દેશથી તેમના ચરણમાં અને શરણમાં જાય છે. ત્યારથી તે સંસારી જીવની આત્મશુદ્ધિની યાત્રા શરૂ થાય છે; અને ક્રમથી વિકાસનાં પગથિયાં ચડતાં તે શીખતો જાય છે. પાંચમું પાપસ્થાનક પરિગ્રહ જીવને સંસારી પદાર્થો માટે જે આસક્તિ પ્રવર્તે છે, તે આસક્તિ જીવને સ્વસ્વરૂપ તરફ વિપરીતપણે પ્રવર્તાવે છે તે આપણે જાણ્યું. જીવની આસક્તિ જ્યારે સંસારમાં સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે જીવ સંસારમાં શાતા આપનારા પદાર્થો એકઠા કરવા, તેને ભોગવવા અને આ ક્રિયાઓમાં સતત પરોવાયેલા રહી, તેમાં જ જીવનની સફળતા અનુભવવી, આવી વૃત્તિની લાલચમાં સપડાય છે. સંસારના પદાર્થોનું ગ્રહણ કરી, તેનો ભોગવટો કરવામાં મમત્વ કરવું એ જીવની પરિગ્રહબુદ્ધિનું પરિણામ છે. અને આવી બુદ્ધિમાં એકતા રાખી તેમાં રાચવું, એ જીવને માટે પાંચમું પરિગ્રહ પાપસ્થાનક છે. ૩૨૯ Page #363 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સંસારમાં જીવને સચેત તથા અચેત એમ બે રૂપે પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. સચેત પરિગ્રહ એટલે કુટુંબીજનો, દાસ, દાસી, અનુચરો, પશુપંખીરૂપ પરિવાર આદિ ત્રસ જીવોનો સમૂહ અને એ ઉપરાંત મણિ, રત્ન, હીરા આદિ એકેંદ્રિય સ્થાવર જીવો પરનો માલિકીભાવ. અચેત પરિગ્રહ એટલે સોનું, રૂપું, વસ્ત્ર, ઘરનું રાચરચીલું, આભરણ આદિ અનેક પદાર્થોની ગણતરી તેમાં કરવામાં આવે છે. આવા પરિગ્રહના પદાર્થોમાં જીવને અહંપણું અને મમપણું વિશેષપણે વર્તે છે, તેનાં કારણે તેનામાં કષાયનો ઉદ્ભવ થાય છે, કષ એટલે સંસાર અને આય એટલે લાભ. આમ જેનાથી સંસારની વૃદ્ધિ ઘણી સહેલાઈથી થઈ શકે છે તેને કષાય તરીકે ઓળખવામાં આવે છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર કષાયની ગણતરી સંસારમાં થાય છે. જીવને પોતાને ગમતા પદાર્થો પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા રહે છે તે લોભ કષાય છે. તેને પોષવા તે જીવ, જે શાતાના નિમિત્તો છે, સાધનો છે તે વધતા જાય એવી લોભી વિચારણા સફળ થાય તેની પ્રવૃત્તિમાં જીવ રચ્યોપચ્યો રહે છે. જ્યારે આ લોભપૂર્તિ થાય છે, લોભની સફળતા થાય છે એટલે કે પરિગ્રહ ધારવાની ઇચ્છા સંતોષાતી જાય છે ત્યારે તે જીવ માનભાવ વેદે છે, પોતે કંઈક વિશેષ છે અને બીજા તુચ્છ છે એવી લાગણીમાં તે રમવા લાગે છે. આ રીતે લોભ કષાયના વેદનમાં માન કષાયને પણ ભેળવે છે. આ લોભ કષાય કે માન કષાયને બીજા કોઈ તરફથી હાનિ થાય, તેમના તરફથી તેની જાળવણી ન થાય તો તે ક્રોધ કષાયના ફંદામાં જકડાય છે. તે નિમિત્તરૂપ અન્ય જીવ કે અશાતા આપનાર અન્ય પદાર્થ પ્રતિ અણગમાની તથા તુચ્છતાની લાગણીરૂપ ક્રોધ અનુભવે છે. વળી, આનાથી અનુભવાતા પરાજયને જ્યારે જીવ જીરવી શકતો નથી, ત્યારે તે માયાકપટ કરી ધારી સફળતા પામવા યત્નાવાન થાય છે. આમ કરવામાં તે જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચત્તુ જણાવી ધાર્યું કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું અવલંબન લઈ વર્તે છે. આ માયાકપટ નામનો કષાય છે. આ રીતે જીવ પોતે ધારેલા પરિગ્રહની બાબતમાં ચાર પ્રકારની લાગણી ચાર કષાયના સ્વરૂપે અનુભવે છે. આ કષાયોની તીવ્રતાથી મંદતા સુધીમાં ૩૩૦ Page #364 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક અનંત ભાંગા થઈ શકે છે, તેમાં મુખ્ય ચાર ભાગ છે, જેના આધારે જીવના સંસારની વૃદ્ધિ તથા હાનિ નક્કી થાય છે. ક્રોધ, માન, માયા તથા લોભ એ ચાર કષાયની અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચાર પ્રકારની પ્રકૃતિઓ છે. જે કષાય જીવનો અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી કષાય, જે કષાય ઉદય થવાથી કોઈ પણ પ્રયત્ન જીવ દાબી શકે નહિ તે અપ્રત્યાખ્યાની કષાય, જે કષાયને જીવ ધારે તો ઉત્તમ પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાની, અને જે કષાયને દાબવામાં જીવને ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય કહેવાય છે. આમ કુલ સોળ પ્રકારના કષાયો જીવને સ્થૂળથી શરૂ કરી સૂમમાં સૂમ પરિગ્રહની જાળમાં ખેંચી જાય છે. સ્થૂળ પરિગ્રહ સચેત, અચેત સ્વરૂપે જીવ રહે છે, અને સૂમ પરિગ્રહ તે સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુઓ કર્મ સ્વરૂપે પ્રહવા તે છે. કષાયથી જીવની પરિગ્રહબુદ્ધિ પોષાય છે, અને તેને સથવારો આપે છે હાસ્યષટકુહાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા એ છ નોકષાય કષાયને ઉપ્ત કરી જીવના પરિગ્રહને વધારવાનું કામ કરે છે. ચારિત્રમોહની કુલ ૨૫ પ્રકૃતિ છે, તેમાંથી અનંતાનુબંધી ચોકડી અને ત્રણ વેદ મિથ્યાત્વને મજબૂત કરવામાં ભાગ ભજવે છે. અને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન પ્રકાર મળી કષાયની બાર પ્રકૃતિ તથા નોકષાયની છ પ્રકૃતિ સહિત કુલ અઢાર પ્રકૃતિઓ મિથ્યાત્વ ગયા પછી પણ જીવને તેના સ્વરૂપમાં સ્થિર થવા દેતી નથી. અનંતાનુબંધી ચોકડીનો નાશ મિથ્યાત્વનાં નાશ સાથે થઈ જાય છે, એટલે એને મિથ્યાત્વની સાથીદાર ગણી દર્શનમોહ સાથે વણી લેવાય છે. ત્યારે ચારિત્રમોહની અન્ય બાર પ્રકૃતિ અને નવ નોકષાય ચારિત્રમોહની જાળ બિછાવવામાં પૂરો ભાગ ભજવે છે. ત્રણ વેદ મિથ્યાત્વને તો પોષણ આપે જ છે, પણ મિથ્યાત્વ ગયા પછી યે સ્વરૂપસ્થિરતામાંથી જીવને ડગાવવા ખૂબ ભાગ ભજવે છે. મોહનીય કર્મની ર૬ પ્રકૃતિમાંથી મિથ્યાત્વ, અનંતાનુબંધી ચોકડી, અપ્રત્યાખ્યાની ચોકડી અને પ્રત્યાખ્યાની ચોકડી (ક્રોધ, માન, માયા, લોભરૂ૫) એ તેર પ્રકૃતિ સર્વઘાતી ૩૩૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રકૃતિ છે. અહીં દર્શનમોહનો બંધની અપેક્ષાએ એક જ પ્રકાર હોવાથી એક જ પ્રકૃતિ ગણી છે. બાકીની સંજ્વલન ચોકડી અને નવ નોકષાય એ તેર પ્રકૃતિ દેશઘાતી છે. મોહનીય કર્મમાં ચારિત્રમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે, અને જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્ત કાળની છે. ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિનો બંધ જીવને ક્યારેક જ થાય છે, પણ તે વચ્ચેના મધ્યમ બંધ જીવને સતત પડતા રહે છે. ક્ષાયિક સમકિત ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ બંધાય છે. છઠ્ઠા સાતમાં ગુણસ્થાન સુધી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન કષાયના બંધ થઈ શકે છે, અને સંજ્વલન પ્રકારના બંધ દશમા ગુણસ્થાન સુધી થાય છે. દેશમાં ગુણસ્થાનના અંતે તે બંધ નષ્ટ થાય છે. સમ્યકત્વ થતાં મિથ્યાત્વનો ઉદય જાય છે, સાથે સાથે અનંતાનુબંધી ચોકડી સત્તાગત થાય છે, પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાની પ્રકૃતિનો અનુદય થાય છે, છઠ્ઠા ગુણસ્થાનથી પ્રત્યાખ્યાની પ્રકૃતિઓનો પણ અનુદય આવે છે, અને તે બધી પ્રવૃતિઓ સત્તામાં રહે છે. ક્ષપક શ્રેણિના આઠમા ગુણસ્થાનથી સર્વઘાતી ચારિત્રમોહની સત્તાગત પ્રકૃતિનો અને દેશઘાતી સંજ્વલન પ્રકૃતિનો આત્મા ક્ષય કરવાનો શરૂ કરે છે, અને ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાને તે સર્વ સત્તાગત પ્રકૃતિનો અંત કરી, મોહના બંધનથી છૂટી સર્વ ઘાતકર્મનાં નવાં બંધન કરવામાંથી જીવ મુક્ત થાય છે. ઉપશમ શ્રેણિમાં દરેક પ્રકૃતિનો ભાગ પૂર્ણ ક્ષીણ થતો નથી અને અંશે સત્તાગત રહે છે, જે અગ્યારમા ઉપશાંતમોહ નામના ગુણસ્થાને ઉદયમાં આવી જીવને નીચે ઉતારે છે. અપ્રત્યાખ્યાની ચાર કષાયનો ચોથા ગુણસ્થાન સુધી ધ્રુવબંધ થાય છે, પ્રત્યાખ્યાની ચાર કષાયનો પાંચમા ગુણસ્થાન સુધી ધુવબંધ થાય છે, સંજ્વલન ચાર કષાયનો નવમા ગુણસ્થાન સુધી ધુવબંધ થાય છે. નોકષાયમાં ભય અને જુગુપ્સા નવમા ગુણસ્થાન સુધી ધ્રુવબંધી છે અને બાકીના સાત નોષાય અધુવબંધી છે. મિથ્યાત્વ સિવાયની મોહનીય કર્મની અઢારે ધુવબંધી પ્રકૃતિ અધુવોદયી છે. અને તે સર્વ ક્ષય ન થાય ત્યાં સુધી ધ્રુવસત્તાએ પણ હોય છે. આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર રહેવું તે છે, અને પોતાનાં સ્વરૂપમાં સ્થિરતા કે લીનતા માણવી એ આત્મચારિત્ર કહેવાય છે. પરંતુ જીવમાં જે પરિગ્રહબુદ્ધિ ૩૩૨ Page #366 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પ્રવર્તે છે તે બુદ્ધિ તેને સ્વરૂપથી ચૂત કરે છે, અર્થાત્ આ બુદ્ધિ તેને ચારિત્રમાં સ્થિર થવા દેતી નથી. પરિગ્રહ કરવાની ઇચ્છા કરવી તે જ સ્વરૂપની સ્મૃતિ છે, આ પરિગ્રહ મેળવવાની પ્રવૃત્તિ કરવી તે વિશેષ સ્મૃતિ છે, મેળવેલા પરિગ્રહની માવજત કે સારસંભાળ લેવા જતાં જીવ સ્વરૂપનું અનુસંધાન છોડી પર પદાર્થ સાથે તાદાત્મ્યભાવ સાધે છે. આમ જોઇએ તો પરિગ્રહની ઇચ્છાથી શરૂ કરી, તેને લગતી સર્વ પ્રવૃત્તિઓ જીવને તેના ચારિત્રથી વિમુખ કરે છે. બીજી બાજુ પરિગ્રહબુદ્ધિને કા૨ણે જીવનો આત્મલક્ષ ચૂકાઈ જાય છે, પરિગ્રહ અને તેની સારસંભાળમાં ઊંડો રસ જાગવાથી, તેની પ્રવૃત્તિ વધી જવાથી આત્મલક્ષ ગૌણ થાય છે, નષ્ટ પણ થઈ શકે છે. આમ પરિગ્રહ ચારિત્રમોહ વધા૨વાનું કાર્ય સારી રીતે કરે છે. ચારિત્રમોહ એટલે આત્માચારને કલુષિત કરવા અથવા વિનષ્ટ કરવા. આ ભાવની તરતમતાના આધારે જીવ કષાયોનું તરતમપણું વેદતો હોય છે. આ સમજણ પરથી આપણે તારણ કાઢી શકીએ કે કર્મપરમાણુરૂપ સૂક્ષ્મ પરિગ્રહ સચેત પંચેન્દ્રિય જીવો સાથેના વેદના ઉદયથી ગ્રહાય છે અથવા તો જડ પદાર્થો સંબંધી અતિ તીવ્ર ભાવ વેદવાથી ગ્રહાય છે, અને તેનાથી જીવનું દર્શનમોહ કર્મ બળવાન થાય છે. દર્શનમોહના ક્ષય માટે બ્રહ્મચર્યવ્રત - બ્રહ્મમાં ચરવાનો કે રહેવાનો ઉપાય શ્રી પ્રભુએ જણાવ્યો છે. અને કર્મપરમાણુરૂપ સૂક્ષ્મ પરિગ્રહ જીવ અચેત પદાર્થો સંબંધી ભાવ કરી ગ્રહણ કરે છે ત્યારે તથા અન્ય સચેત પદાર્થો પ્રતિ સામાન્ય બળવાન ભાવ વેદે છે ત્યારે તેનો ચારિત્રમોહ બળવાન થાય છે. આ કર્મના ક્ષય માટે પ્રભુજીએ અપરિગ્રહ વ્રતનો મહિમા બતાવ્યો છે. ચારિત્રમોહ વધારનાર અને જીવને બંધનના બળવાન પાશમાં જકડનાર ચાર કષાય અને નવ નોકષાય છે. મિથ્યાત્વ અર્થાત્ દર્શનમોહનો નાશ થયા પછી પણ ચારિત્રમોહ જીવને ખૂબ જ પરેશાન કરે છે, તો પછી મિથ્યાત્વ સાથેના ચારિત્રમોહની પજવણી માટે કહેવું જ શું? આવા સર્વ અપેક્ષાએ જીવના શાશ્વત સુખને તોડનારા ચારિત્રમોહની અટકાયત ઘટાડવા તથા નષ્ટ કરવા શ્રી પ્રભુએ ખૂબ જ ઝીણવટથી એની સમજણ આપણને આપી છે. ચારિત્રમોહને વધારવામાં જીવમાં ૩૩૩ Page #367 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ક્યાં ક્યાં તત્ત્વો ભાગ ભજવે છે અને તેનો ઉપાય કેમ કરવી તેની સમજણ માટે આ પછીનાં સર્વ પાપસ્થાનક વર્ણવ્યાં છે. પરિગ્રહની બુદ્ધિને તોડવા જીવે શક્ય તેટલી વીતરાગતા કેળવવાની છે. કષાયના ક્ષય સાથે વીતરાગતા પણ પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે. પહેલાં ત્રણ પાપસ્થાનક મોહનીય સિવાયનાં ત્રણ ઘાતકર્મોને આવરે છે, અને બાકીનાં પંદર પાપસ્થાનક મોહનીય કર્મનો હલ્લો કેવો આકરો હોય છે તેની સમજણ આપે છે. જીવ જરા પણ ગફલતમાં રહે તો તરત જ દર્શનમોહ તથા ચારિત્રમોહ ક્યાં ક્યાંથી પ્રવેશી જઈ જીવને નીચો પાડે છે તેનું પૃથકકરણ આ પંદર પાપસ્થાનોને સમજતાં થઈ જાય છે. સામાન્યપણે જીવ પોતાના જ પુરુષાર્થથી દર્શનમોહ તોડી શકતો નથી, એ તોડવા માટે શ્રી સત્પરુષ કે સગુરુનું શરણ અને તેમનાથી મળતો બોધ કે ઉપદેશ એ મુખ્ય સાધન છે. શ્રી સદ્ગુરુ પ્રતિ શિષ્યને પ્રેમ થાય, શ્રધ્ધા જાગે અને અર્પણબુદ્ધિ આવે તો તેમના યોગબળથી શિષ્યને દર્શનમોહ તોડવો સહેલો થતો જાય છે. ગુરુ તથા શિષ્યની પાત્રતા જેમ જેમ ઉત્કૃષ્ટ થતી જાય તેમ તેમ શિષ્યને દર્શનમોહ તોડવો સુલભ અને સરળ થતો જાય છે. દર્શનમોહનો નાશ, શિષ્યને ચારિત્રમોહ ક્ષીણ કરવા માટે જે પુરુષાર્થ કરવાનો છે તેમાં ખૂબ સહાયરૂપ થાય છે કારણ કે દર્શનમોહ જવાથી શિષ્યની મતિનું સવળાપણું થાય છે. ચારિત્રમોહને તોડવા માટે જીવે ક્યા ક્યા સ્થાનોથી ચેતવા જેવું છે, તેનું દર્શન શ્રી પ્રભુએ આ પાપસ્થાનકો મારફત કરાવ્યું છે. અન્ય ત્રણ ઘાતકર્મોનાં બંધનનાં કારણરૂપ ત્રણ પાપસ્થાનક જણાવી તેનાથી નિવૃત્તિ કરવાનો અભિપ્રાય મૂક્યો છે. અને સર્વ કર્મમાં અગ્રેસર એવા મોહનીય કર્મની સમજણ ઘણાં ઊંડાણથી લેવી જરૂરી હોવાથી, તેની નિવૃત્ત યથાર્થપણે કરવા માટે પંદર પાપસ્થાનકોની સમજણ આપી તેનાથી છૂટવા માટે ક્યું છે. આ પંદરે પાપસ્થાનકો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે વિચારીએ. પહેલાં પાંચ પાપસ્થાનક ચાર ઘાતકર્મોની પ્રવૃત્તિ સૂચવે છે. પહેલું હિંસા પાપસ્થાનક દર્શનાવરણ બંધાવે – અહિંસા મહાવ્રતના પાલનથી જાય. બીજું મૃષા પાપસ્થાનક જ્ઞાનાવરણ બંધાવે – સત્ય મહાવ્રતનું પાલન ઉપકારી. 33४ Page #368 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક ત્રીજું ચોરી પાપDાનક અંતરાય કર્મ બંધાવે – અચૌર્ય મહાવ્રતનું પાલન જરૂરી. ચોથું મૈથુન પાપસ્થાનક દર્શનમોહ વધારે – બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન અવશ્ય. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક ચારિત્રમોહ ઘડે – અપરિગ્રહ વ્રત અનિવાર્ય. છઠું ક્રોધ પાપસ્થાનક ચારિત્રમોહ કરાવે. સાતમું માન પાપસ્થાનક ચારિત્રમોહ કરાવે. આઠમું માયા પાપસ્થાનક ચારિત્રમોહ કરાવે. નવમું લોભ પાપસ્થાનક ચારિત્રમોહ કરાવે. ચારિત્રમોહ વધારનાર આ ચાર મુખ્ય કષાયો છે. તેની નિવૃત્તિ કરવી જીવને માટે ઘણી કઠણ થાય છે કારણ કે જીવ અનાદિકાળથી આ ચારે કષાયોથી બરાબર વીંટળાયેલો છે. તેથી તેના સિવાયની સ્થિતિની કલ્પના સરખી પણ તેને શરૂમાં હોતી નથી. જીવને આ બધા કષાયોના કરતુતની સમજણ વિસ્તારથી મળે, અને એક એક કષાય કેટલી હદ સુધી જીવને ત્રાસ આપી શકે છે તેની ફોડ પડે તો જ જીવ તેનાથી છૂટવા તૈયાર થાય, આવા આશયથી ચારે કષાયને સ્વતંત્ર પાપસ્થાનક તરીકે ગણાવી પ્રભુએ તેનું મહત્ત્વ બતાવ્યું છે. દશમું પાપસ્થાનક રાગ ચારિત્રમોહ સૂચવે છે. લોભ અને માયા કષાયનું મિશ્રણ એટલે રાગ. રાગ જીવનમાં કેવો તરખાટ મચાવે છે એ સમજાવવા આ પાપસ્થાનકની રચના થઈ છે. અગ્યારમું ‘ષ પાપસ્થાનક પણ ચારિત્રમોહ માટે છે. ક્રોધ અને માન કષાયનું મિશ્રણ એટલે દ્વેષ. જ્યાં રાગ હોય ત્યાં પ્રગટ કે અપ્રગટ સ્વરૂપે દ્વેષ રહેલો હોય છે, અને દ્વેષ કેવી અંધાધૂંધી ફેલાવી શકે છે તેની જાણકારી આ પાપસ્થાનકને સમજવાથી આવે છે. બારમું કલહ પાપસ્થાનક ઉગ્ર ચારિત્રમોહનું સ્વરૂપ જણાવે છે. ક્રોધ અને માનના મિશ્રણમાં ક્રોધની માત્રા વધે છે અને વેરભાવ પ્રગટરૂપ ધારણ કરે છે ત્યારે જીવ કલહ પાપસ્થાનનો સ્પર્શ પામે છે. ૩૩૫ Page #369 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક ચારિત્રમોહની કુટિલતા સમજાવે છે. કોઈ જીવમાં જે દોષ ન હોય તે દોષનું આરોપણ કરી, આળ ચડાવી પોતાનો તે વ્યક્તિ માટેનો રોષ વ્યક્ત કરવો તે અભ્યાખ્યાન. આ પાપસ્થાને જીવને માન કષાયનું મુખ્યપણું, ક્રોધનું ગૌણપણું હોવા સાથે દ્વેષની પ્રગટ આવૃત્તિ સામાન્યપણે જોવા મળે છે. ચૌદમું પૈશુન્ય પાપસ્થાનક ચારિત્રમોહની એક નવી ચાલ પર પ્રકાશ પાડે છે. પૈશુન્ય એટલે પરની ચાડીચૂગલી કરવી. જીવની ગેરહાજરીમાં અછતાઆળ ચડાવવા, ચાડી ખાઈ અન્ય અસંબંધિત જીવોને પણ કલહ તથા અશુભભાવમાં દોરી જવા અને ઘણા સાથે પોતાનો અશુભબંધ વધારાવવાનું કાર્ય આ પાપસ્થાનક કરે છે. ક્રોધ માન રૂપ દ્વેષની સાથે માયાકપટ ભળવાથી આ દુ:ખદાયી પાપસ્થાનનો ઉદ્ભવ થાય છે. પંદરમું ૫૨પરિવાદ પાપસ્થાનક જીવને ખુલ્લેઆમ ચારિત્રમોહની જાળમાં ધકેલી અનેકવિધ નુકશાન કરે છે. પ૨રિવાદ એટલે અવર્ણવાદ કે નિંદા. જીવનાં અશુભ ભાવો, કાર્યો કે કરતુત માટે (જેનું અસ્તિત્વ હોય વા ન હોય) જાહેરમાં સમૂહની વચ્ચે અયોગ્ય વિશેષણો સાથે બોલી ખોટાં આળ ચડાવવાં તે પરરિવાદ નામનું પાપસ્થાનક છે. ચારે પ્રકારના કષાયના મિશ્રણથી આ સ્થાન રચાય છે. સોળમું રિત-અરિત પાપસ્થાનક પણ ચારિત્રમોહનું કાર્ય પ્રગટ કરે છે. નોકષાયમાં રિત-અતિભાવ, ગમા અણગમાના ભાવને કારણે અન્ય કષાયો ઉદ્દીપ્ત થતા હોવાથી, થતાં કર્મબંધનને જણાવનાર આ પાપસ્થાનક છે. સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક ચારિત્રમોહનાં નવા સ્વરૂપનું દર્શન કરાવે છે. અસત્ય અને માયારૂપ ચારિત્રમોહની મેળવણીથી જીવને જે ફળ ભોગવવું પડે છે તે આ પાપસ્થાનકથી સમજાય છે. બે ઘાતીકર્મો એક અશુભકર્મ કરવામાં ભળે તો કેવી તીવ્રતા આવે તે અહીં જણાવ્યું છે. અઢારમું મિથ્યાદર્શન શલ્ય પાપસ્થાનક એટલે પૂર્વનાં સત્તરે પાપસ્થાનકનો સરવાળો. જે માર્ગે આત્મા કર્મથી મુક્ત થાય તે સમ્યક્દર્શન. જે માર્ગે જીવ મુક્ત થવામાં અવરોધ પામે તે મિથ્યાદર્શન. મિથ્યાદર્શન મોહનીયના દર્શનમોહ તથા ૩૩૬ Page #370 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક ચારિત્રમોહ બંનેને લાગુ પડે છે. ક્યાંય પણ ખોટા માર્ગે જવાથી કેવી પછડાટ ખાવી પડે તેનું સ્મતાએ વર્ણન આ પાપસ્થાને આવી શકે છે. આમ ત્રણ પાપસ્થાનક ત્રણ ઘાતકર્મો માટે, ચોદ પાપસ્થાન મોહનીય માટે એક પાપસ્થાનક સત્તરે પાપસ્થાનકના સરવાળા રૂપે છે. જીવ જ્યારે ચારિત્ર મોહનીયના કોઈ પણ કષાયનું વેદન કરે છે ત્યારે તેનું મિથ્યાત્વ નષ્ટ થયું ન હોય તો બંધનનો અમુક ભાગ મિથ્યાત્વમાં જાય છે પણ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું હોય છે તેને આત્માના અસ્તિત્વ આદિની સતત પ્રતીતિ રહેતી હોવાથી વિભાવભાવ થોડા મંદપરિણામથી થાય છે, એટલું જ નહિ, મિથ્યાત્વ બંધાતુ ન હોવાથી, તેમાં જતો કર્મબંધનનો ભાગ અશાતાવેદનીયમાં ભળતો જાય છે. માટે પરપદાર્થની આસક્તિનો બંધ પડે છે ત્યારે ક્ષાયિક સમકિતીને ચારિત્રમોહનો બંધ થાય છે, તે સાથે અન્ય ત્રણ ઘાતી કર્મો પણ થોડી મંદતાએ બંધાય છે. ચારે કષાયની તીવ્રતા અને મંદતાના આધારે મોહનીય કર્મની સ્થિતિ તથા રસ (અનુભાગ) નક્કી થાય છે, અને તેને આધારે અન્ય ઘાતકર્મ બંધાય તેવી પ્રવૃત્તિ થતી હોવાથી તે ઘાતકર્મોની સ્થિતિ તથા અનુભાગ પણ કષાયની તીવ્રતા તથા મંદતાને આધારે નક્કી થાય છે. આમ મોહ એ કર્મનો રાજા બની, કષાયની તીવ્રતા કે મંદતાના અનુસંધાનમાં અન્ય ઘાતી અઘાતી કર્મોની સ્થિતિ તથા રસ-અનુભાગ બંધાય છે. તીવ્ર કષાયના લાંબા ગાળાના ઉદયમાં અશુભ પ્રકૃતિઓ લાંબાગાળા માટે તીવ્ર રસવાળી બંધાય છે. તથા મંદ કષાયના લાંબા ગાળાના ઉદયમાં શુભ પ્રકૃતિઓ લાંબા ગાળાની બંધાય છે. કષાયનું મંદપણું સતત કરતા જવા માટે લક્ષિત રહેવા શ્રી પ્રભુએ એક એક કષાયને સ્વતંત્ર પાપસ્થાનક ગણાવી, તે માટે બોધ નિરૂપ્યો છે. છઠું પાપસ્થાનક ક્રોધ સાતમું પાપસ્થાનક માન આઠમું પાપસ્થાનક માયો નવમું પાપસ્થાનક લોભ ક્રોધ, માન, માયા તથા લોભ રૂપ ચારે કષાયો એકબીજાથી જુદાં હોવા છતાં એકબીજાને એવો સથવારો આપનાર છે કે તે ચારેનો સાથે જ વિચાર કરવાથી સમજણ સમ્ય ૩૩૭ Page #371 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થાય છે. આ ચાર કષાયમાં સહુથી જલદી છતો થાય તેવો, જણાઈ આવે તેવો કષાયા તે ક્રોધ છે. ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે. આ પછીનો કષાય તે માનભાવ. પોતે કંઇક છે, બીજા કરતાં પોતા પાસે વધારે સારું છે, બીજા પોતાના કરતાં તુચ્છ છે આવી જાતની લાગણી અનુભવવી તે માન કષાય છે. અહંકાર, મોટાઈ, આપવડાઈ, વગેરે માનના જુદા જુદા પ્રકારો ગણી શકાય. આવો માનભાવ જીવને રૂપ, બળ, વિદ્યા, જાતિ, ધન, સત્તા આદિ જુદા જુદા કારણોસર આવતો હોય છે. આ જુદી જુદી સમર્થતાને કારણે તેનું અભિમાન જીવને થાય છે, પરંતુ ઘણીવાર તો ‘મને માન નથી' એ ભાવનું અભિમાન પણ વર્તતું હોય છે. સાથે સાથે કેટલીકવાર માન કરવા યોગ્ય કોઈ પણ પદાર્થ જીવ પાસે ન હોય છતાં દેહાદિના તીવ્ર મમત્વને કારણે જે માનભાવ આવે છે તે શોચનીય છે. ભિખારી આદિમાં જે ઝગડા થતા જોવા મળે છે તેમાં આ પ્રકારનો માનભાવ કાર્યકારી થતો અનુભવાય છે. માયા એટલે રાગભાવ અથવા છળ કપટ. સંસારી પદાર્થો પ્રતિ જીવને જે રાગભાવ થાય છે તેનો સમાવેશ માયા કષાયમાં થાય છે, તે માયાનો ગૌણ અર્થ છે. અને મુખ્ય અર્થ છે, કોઈપણ ભાવની છળ, કપટ, છેતરપિંડી, કે બનાવટ સાથે રજૂઆત કરવી. મનમાં એક પ્રકારનો ભાવ કે લાગણી વર્તતાં હોય, તેનાથી વિપરીત પ્રકારનો ભાવ વચનથી કે કાર્યથી પ્રગટ કરવો અથવા જુદા જ પ્રકારની લાગણી બતાવવી એ માયા કષાયને આભારી છે. પોતાનો સંસારી સ્વાર્થ સાધવા, સંસારી શાતા મેળવવા કે અન્ય કોઈ હેતુથી બીજાને હોય તેનાથી ઊંધુંચતું ભણાવી પ્રવૃત્તિ કરવી તે માયાદોષ. સત્યને અસત્ય અને અસત્યને સત્ય રૂપે રજૂ કરે તે માયા. લોભ એટલે સંસારી પદાર્થોની આસક્તિ, મમતા, મૂરછ આદિ ભાવ સંતોષવા એ પદાર્થો મેળવવાની, સાચવવાની, તેનાથી જુદા ન થવાની ભાવના એ લોભ પ્રકૃતિ છે. ૩૩૮ Page #372 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક આ લોભવૃત્તિમાં મુખ્યતાએ ઇષ્ટ અર્થાત્ પોતાને ગમતા પદાર્થોનો વિયોગ ન થાય અને અનિષ્ટ અર્થાતુ પોતાને ન ગમતા અન્ય પદાર્થોનો સંયોગ થાય તેવી લાગણી એ લોભનું લક્ષણ છે. લોભને ખૂબ જ વિસ્તૃત અર્થમાં સમજવો જરૂરી છે. કારણ કે તેમાં અનંત પ્રકારના પદાર્થો વિશેની તરતમતાભરી લાગણી ભરી હોવાથી તેના અનંત પ્રકાર થઈ જાય છે. લોભ એ ખૂબ જ ઊંડો કષાય છે, તે જલદીથી પ્રગટપણે દેખાતો નથી, તેથી જીવને એ કષાયને સમજવામાં ઘણી ઘણી ભૂલો થતી રહે છે, વળી ચાર કષાયમાં આ કષાય સહુથી છેલ્લે ક્ષય થાય છે, એ હકીકત તેનું ચીકણાપણું પણ બતાવે છે. આ ચારે પ્રકારના ભાવો પ્રત્યેક સંસારી જીવ અનુભવતો હોય છે, માત્ર તે ભાવોની તરતમતા દરેકની જુદી જુદી હોય છે. આમ અનંતજીવોના ક્રોધ, માન, માયા, લોભની તરતમતાને ગણવા જઈએ તો તે સંખ્યા અનંતાનંત થઈ જાય. આ ચારે કષાયોને બહુલતાએ તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર તથા મંદતમ રૂપે છે. ભાગમાં વહેંચી શકાય. પરંતુ સુગમતા માટે તથા ત્વરાથી સમજણ લઈ શકાય એ કારણથી શ્રી પ્રભુએ આ કષાયોના તરતમતા પ્રમાણે અનંતાનુબંધી આદિ ચાર પ્રકાર બતાવ્યા છે. અનંતાનુબંધી કષાય એટલા તીવ્ર હોય છે કે તેનાથી જીવનો અનંત સંસાર વધી જાય છે, તે કષાયનો સૌથી તીવ્ર ભાવ છે. આ કષાયો જીવને સંસારથી છૂટવાના ભાવથી જ વિમુખ રાખે છે. આવા અનંતાનુબંધી કષાય ક્યારે બંધાય? અનંતાનુબંધી કષાયના ઉદય વખતે જીવને મહામૂલા મોક્ષમાર્ગને પ્રકાશનારા દેવ, ગુરુ તથા શાસ્ત્ર સંબંધી વિપરીત ભાવ પ્રવર્તે છે, તે ભાવના અનુસંધાનમાં તે જીવ નવાં અનંતાનુબંધી કર્મ ઉપાર્જે છે. કલ્યાણનાં સાધનો પ્રતિનો અભાવ કે અણગમો એ અનંતાનુબંધી ક્રોધ. સત્સંવ, ગુરુ તથા શાસ્ત્ર પ્રતિ અહોભાવને બદલે જીવને તુચ્છતાનો કે અતિસામાન્યપણાનો ભાવ વેદાય તે અનંતાનુબંધી માન. શ્રી સર્વજ્ઞ આદિને બદલે સંસારના લાભાર્થે અન્યને ઉચ્ચ બતાવવાની વૃત્તિ તે અનંતાનુબંધી માયા. અને ધર્મનાં નામથી સંસારી લાભમાં રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ તે અનંતાનુબંધી લોભ. આ ચારે પ્રકાર ઉત્કૃષ્ટતાથી મંદતા સુધીના હોઈ શકે છે. પણ તે સહુ જીવને કલ્યાણના માર્ગમાં વિચરતાં વિક્ષેપ કરનારા ૩૩૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હોવાથી અનંતાનુબંધીનો જ પ્રકાર બને છે. આ કષાયો જીવનાં સમ્યક્દર્શનને પ્રગટ થવા દેતા નથી અને સમ્યગ્દર્શન વિના સંસારનું પરિમિતપણું સંભવિત નથી. તેનાથી ઉતરતી કક્ષાના કષાયો તે અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ છે. અપ્રત્યાખ્યાની પ્રકાર એટલે સંયમ કરવા બળવાન પુરુષાર્થ કરે છતાં તે બહેકીને જ રહે તેવો પ્રકાર. અન્ય સંસારી જીવો પ્રતિનો તીવ્ર ક્રોધ તે અપ્રત્યાખ્યાની ક્રોધ. બીજા જીવો કરતાં પોતા પ્રત્યેનો બળવાન માનભાવ કે અન્ય પ્રતિનો બળવાન તુચ્છભાવ તે અપ્રત્યાખ્યાની માન. પોતાના ધારેલા સ્વાર્થને સફળ કરવા ગમે તેવાં કપટ ખેલતાં અચકાય નહિ તે અપ્રત્યાખ્યાની માયા. અને સંસારના સમસ્ત પદાર્થોને મેળવવાની તથા ભોગવવાની ઉગ્ર લાલસા તે અપ્રત્યાખ્યાની લોભ. સમ્યક્દર્શન મેળવ્યા પછી વિશેષ વિકાસ કરવામાં જીવને આ અપ્રત્યાખ્યાન કષાયો વિગ્ન કરતા રહે છે. તેથી જ્યાં સુધી તેનો ઉદય હોય ત્યાં સુધી જીવનો દેશવિરતિ ગુણ પ્રગટતો નથી. તેનાથી નબળા કષાયો તે પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા તથા લોભ છે. આ કષાયોને જીવ ધારે તો પુરુષાર્થ કરી તાબામાં રાખી શકે છે. અપ્રત્યાખ્યાની કરતાં આ કષાયો મંદતાવાળા છે. સંસારી જીવો તથા પદાર્થો પ્રત્યે પ્રવર્તતા સામાન્ય ઉગ્રતાવાળા કષાયો આ પ્રકારમાં સમાવેશ પામે છે. પ્રત્યાખ્યાની કષાયો જીવના સર્વવિરતિ ગુણને પ્રગટવા દેતા નથી. સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને સંસારાવસ્થામાં મુખ્યતાએ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયો ઉદયમાં હોય છે. કષાયોનો સહુથી મંદ પ્રકાર તે સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ છે. પહેલા ત્રણ પ્રકારના કષાયની જાળમાં ફસાયેલા જીવને આ પ્રકારની ખાસ કોઈ વિશેષ અસર જણાતી નથી, વળી ભોગવવામાં આ કષાય સહુથી હળવા છે. તેમ છતાં આ કષાયો જીવનાં સર્વજ્ઞપણાને પ્રગટ થવાં દેતાં નથી. તેથી સર્વજ્ઞ વીતરાગ થવા માટે જીવે ચારે કષાયથી સંપૂર્ણ છૂટવું અનિવાર્ય છે. આ ચારે કષાયોની તીવ્રતા મંદતાના આધારે અન્ય સાતે કર્મની પ્રકૃતિનો બંધ થતો હોવાથી તેની સવિગત સમજણ લેવી ખૂબ જરૂરી છે. આ માટે ચોથા પાંચમા ૩૪૦ Page #374 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પાપસ્થાનકમાં આ કષાયોની વિગત આવતી હોવા છતાં, પ્રત્યેક કષાયની સમજણ આપવા દરેક કષાય માટે વિશેષ પાપસ્થાનક બતાવ્યું છે. અને તે જ કારણથી પુનરાવર્તનનો દોષ વહોરીને પણ આ કષાયો તથા તેનાં કાર્યો વિશે ફરી ફરી સમજ લેવા પ્રયત્ન કર્યો છે. અનંતાનુબંધી કષાયો બીજા ગુણસ્થાન સુધી ધ્રુવબંધી છે. અપ્રત્યાખ્યાની કષાયો ચોથા ગુણસ્થાન સુધી ધ્રુવબંધી છે. પ્રત્યાખ્યાની કષાયો પાંચમા ગુણસ્થાન સુધી ધ્રુવબંધી છે. સંજ્વલન ક્રોધ નવમા ગુણસ્થાનના બીજા ભાગ સુધી ધ્રુવબંધી છે. સંજ્વલન માન નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગ સુધી ધ્રુવબંધી છે. સંજ્વલન માયા નવમા ગુણસ્થાનના ચોથા ભાગ સુધી ધ્રુવબંધી છે. સંજ્વલન લોભ નવમા ગુણસ્થાનના પાંચમા ભાગ સુધી ધ્રુવબંધી છે. ચારે પ્રકારોના કષાયોની ચોકડી અવોદયી છે. કોઇ પણ એક કષાયનો ઉદય આવે અને જાય, બીજા અનુદિત હોય. પરંતુ કોઈને કોઈ પ્રકારના કષાયનો ઉદય દશમા ગુણસ્થાન સુધી જીવને હોય જ છે. જ્યાં સુધી આ કષાયો તેના પ્રકાર સાથે પૂર્ણ ક્ષય થાય નહિ, ત્યાં સુધી એ બધા ધ્રુવસત્તાએ હોય છે. અનંતાનુબંધી કષાયનો વહેલામાં વહેલો નાશ ચોથા ગુણસ્થાને થઈ શકે છે. જો નાશ ન પામે તો વધુમાં વધુ ૧૧મા ગુણસ્થાન સુધી પણ તે સત્તામાં રહે છે. તે પહેલાં જીવ તેનો ક્ષય ૪,૫,૬ ગુણસ્થાને કરી શકે છે. એ જ રીતે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયોનો ક્ષય ક્ષપક શ્રેણિમાં થાય છે, ક્ષય ન થાય ત્યાં સુધી સત્તામાં રહે છે. અને જો ઉપશમ શ્રેણિ હોય તો ૧૧મા ગુણસ્થાન સુધી ધ્રુવસત્તાએ હોય છે. સંજ્વલન કષાય ક્ષપક શ્રેણિમાં દશમા ગુણસ્થાન સુધી ધ્રુવસત્તાએ રહે છે, અને ઉપશમ શ્રેણિમાં ૧૧મા ગુણસ્થાન સુધી ધ્રુવસત્તાએ હોય છે. આ ચારે કષાયો આત્મચારિત્રને રોકે છે. ક્રોધનો જય કરવા જીવે શાંતિ ભજવી જરૂરી છે. માનનો પરાજય કરવા પ્રભુ પ્રતિનું દીનત્વ ઉપકારી થાય છે. માયાને છોડવા પદાર્થો પ્રતિનો સાક્ષીભાવ જરૂરી થાય છે, અને લોભને મોડવા ઉદારતાનો ગુણ વધારવાનો રહે છે, અર્થાત્ લોભનો જ લોભ કરવો ઘટે છે. ૩૪૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ ચારે પાપસ્થાનકનો વિચાર કરતાં સમજાય છે કે જીવ પાંચ મહાવ્રતમાં સ્થિર થાય એટલે કષાય જય થાય જ એમ નથી. તેના એક એક પ્રકારને સૂક્ષ્મતાએ વિચારી, તેનો ક્ષય કરવા જીવે સતત પુરુષાર્થી રહેવું જરૂરી છે. અને આ પુરુષાર્થનું યોગ્ય મહાસ્ય દર્શાવવા માટે ચારે કષાય માટે એક એક સ્વતંત્ર પાપસ્થાનક શ્રી પ્રભુએ વર્ણવ્યું છે. જીવની આત્મદશા જેમ જેમ સુધરતી જાય તેમ તેમ તે વિશદતાથી પાપસ્થાનકને ઓળખી તેનાથી નિવૃત્ત થતો જાય છે. દશમું પાપસ્થાનક રાગ અગ્યારમું પાપસ્થાનક દ્વેષ રાગ એ મોહનીય કર્મનો એક પ્રકાર છે. જીવને કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય જીવ માટે મારાપણાનો ભાવ થાય છે, તે પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું વેદન થાય છે, વિયોગમાં અશાતા વેદાય છે; વળી જેવી લાગણીનું વેદન પોતે કરે છે તેવી જ લાગણી સામો જીવ પણ વેદે એવા પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; આવી આવી લાગણી, જેમાં બદલાની તેને અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ઓળખાવે છે. સંસારી પદાર્થોમાં જીવ આ પ્રકારની લાગણી વેદે છે, અને તે પદાર્થ માટે અન્ય કોઇ જીવ મમત્વ બતાવે તો તેના પ્રતિ તે નારાજ થઈ જાય છે. આવી માલિકીભાવની સાપેક્ષ લાગણી તે રાગભાવ. આ રાગભાવ લોભ તથા માયા કષાયના મિશ્રણથી ઉત્પન્ન થાય છે. અન્ય જીવ કે પદાર્થ પોતાના તાબામાં કે સાનિધ્યમાં રહે એવા લોભની સાથે, તેના તરફથી એને અમુક પ્રકારની શાતા કે પ્રતિભાવ મળે એવી અપેક્ષાવાળી માયાનું મિશ્રણ એટલે રાગ. રાગમાં કંઈ કરવા પાછળ અપેક્ષા ભળેલી જ હોય છે. આ અપેક્ષા જો સંતોષાય નહિ તો જીવનો રાગ દ્વેષમાં રૂપાંતર પામી જાય છે. તેને તે વ્યક્તિ કે પદાર્થ માટે અણગમાનો ભાવ જોરમાં જાગે છે. વૈષ એટલે કોઈ જીવ કે પદાર્થ માટેનું અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા પાર પડે નહિ ત્યારે તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે જીવને અણગમાના અશુભ ભાવો અર્થાત્ ક્રોધ કષાય વેદાય છે. જ્યારે જીવનો રાગ પોષાતો નથી, ત્યારે તે ૩૪૨ Page #376 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક જીવને નિમિત્ત બનનાર માટે ક્રોધની લાગણી અનુભવાય છે, કે આણે મારી ભાવના પૂરી થવા દીધી નથી. આ ભાવના પૂરી થવી જ જોઇએ એવા તેના ભાવને આથી ધક્કો પહોંચે છે, જે તેના માનભાવનો ભંગ કરે છે. પરિણામે માનભંગના ધંધવાટમાં અકળાવાથી ક્રોધ ભભૂકે છે. આમ રાગના બે ઘટકો લોભ અને માયાને પોષણ ન મળતાં, તેની વહારે દ્વેષના અન્ય બે ઘટકો માન તથા ક્રોધ જાય છે. આમ ચારે કષાયોનો શંભુમેળો સર્જાય છે. જે જીવની અશાંતિ વધારવામાં ઘણો મોટો ભાગ ભજવી જાય છે. રાગ કે દ્વેષની લાગણીમાં બંને ઘટકોની માત્રા સરખી જ હોવી જોઇએ એવું નથી, રાગમાં લોભ અને માયાના ઘટકોનું તરતમપણું રહે છે, અને દ્વેષમાં માન અને ક્રોધના ઘટકોનું તરતમપણું હોય છે. પરંતુ બે કષાયના મિશ્રણથી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, અને બંનેમાં પ્રત્યેક કષાયની માત્રા ઓછી વધતી રહેતી હોવાથી રાગ કે દ્વેષના અસંખ્ય પ્રકાર થાય છે. આ પ્રકારના અનુસંધાનમાં તેને કાઢવા માટે જીવે પુરુષાર્થ પણ વિવિધ પ્રકારે કરવાનો રહે તે સમજાય તેવી બાબત છે. ચારે કષાયો એકબીજાના આધારે તરતમતા સાથે બંધાય છે. અને ક્રમે ક્રમે જીવ પુરુષાર્થ કરે છે ત્યારે તે કષાયો મંદ પણ થતા જાય છે. પરંતુ છેવટે તેનો ક્ષય થવાનો ક્રમ નિશ્ચિત છે. સૌ પ્રથમ ક્રોધ, પછી માન, પછી માયા અને છેલ્લે લોભ કષાય જાય છે. દેશમાં ગુણસ્થાને આ ક્રમથી જ કષાયો ક્ષય થાય છે. આ ચારે કષાયો બંધાય છે તેના વિભાવભાવને લીધે દ્વેષ અને રાગનાં જોડકાં બંધાય છે. એને ભોગવતી વખતે બેવડા કષાયનું જોર રહેતું હોવાથી, કાઢવામાં પણ વિશેષ જોર જીવને વાપરવું પડે છે. જીવ પોતાનાં વીર્યનો ઉપયોગ રાગદ્વેષની ગાંઠને છોડવા માટે કરે છે ત્યારે તે ક્રોધ અને માનના મિશ્રણવાળા દ્વેષ ઉપર પહેલા વિજય મેળવે છે. શ્રેષથી છૂટયા પછી જીવ માયા અને લોભના મિશ્રણરૂપ રાગ ઉપર વિજય પતાકા ચડાવી શકે છે. જીવને કોઈ પદાર્થ પર રાગ હોય તો તેના અનુસંધાનમાં અન્ય પદાર્થ પ્રતિ દ્વેષ હોય વા ન હોય. પરંતુ વૈષ હોય ત્યાં રાગ હોય જ છે. કોઈ વિશેષ પદાર્થ માટેનો રાગ અન્ય સંબંધિત પદાર્થ માટે દ્વેષ જન્માવે છે. એટલે જ્યાં દ્વેષનું અસ્તિત્વ જોવા મળે ત્યાં અન્ય પ્રતિનો રાગ અવશ્ય હોય જ છે, રાગ વિના ઠેષ ઉત્પન્ન થઈ શકતો નથી. રાગ તથા ૩૪૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દ્વેષમાં જીવ સામાન્યપણે બે બે પ્રકારના કષાયો એકસાથે અનુભવતો હોય છે, તેની ભયંકરતા સમજાવવા માટે ચારે કષાયોને સ્વતંત્ર રીતે પાપસ્થાનક ગણાવ્યા પછી રાગ દ્વેષનાં જોડકાંને પણ સ્વતંત્ર પાપસ્થાનક તરીકે નિરૂપ્યાં છે. તેમાં આપણે એ વિશેષપણું સમજવાનું છે કે એક એક કષાય તોડવા જો ઘણા મુશ્કેલ હોય તો બન્નેના જોડકા તોડવા કેટલું મુશ્કેલ થાય? રાગ અને દ્વેષથી મુક્ત થવા માટે પ્રભુએ ઉપાય સૂચવ્યો છે. રાગને કાઢવા તેને પ્રેમમાં પલટાવવો ઘટે છે. રાગમાં આસક્તિ અને અપેક્ષા છે, ત્યારે પ્રેમમાં નિરાસક્તિ અને નિરાપેક્ષા રહેલાં છે. પ્રેમ આપવામાં બદલાની આશા રહેતી નથી, તેને બદલે તે જીવ કે પદાર્થનું કલ્યાણ થાય એવી કલ્યાણભાવના પ્રેમમાં લહેરાતી રહે છે. નિરપેક્ષ ભાવથી, કલ્યાણભાવ કેળવવાથી પહેલાં જીવનો દ્વેષભાવ ઘટતો જાય છે. અને એ જ આરાધનમાં આગળ વધવાથી રાગભાવ ઘટતો જાય છે. બીજી રીતે કહીએ તો જ્યાં વૈષ થવાનાં નિમિત્તો છે, તે પ્રતિ સમતા કેળવવાથી કલ્યાણભાવ વિસ્તારી શકાય છે, અને એમાં અપેક્ષા છોડતા જવાથી રાગભાવથી જીવ મુક્ત થતો જાય છે. જેને રાગ નથી તેને દ્વેષ હોઈ શકતો નથી, પરંતુ દ્વેષ ન હોય તો જીવને રાગ હોય વા ન પણ હોય. આ કારણથી શ્રી વીતરાગ જિને વીતષ થનાર કરતાં વીતરાગનું મહત્ત્વ ઘણું ઘણું વધારે બતાવ્યું છે. જીવ જ્યારે રાગ કે દ્વેષરૂપ કોઈ લાગણી અનુભવે છે ત્યારે તેને પરપદાર્થ સંબંધી કોઈ ને કોઈ સ્વરૂપે સુખબુદ્ધિ પ્રવર્તે જ છે. આ પ્રવર્તનની માત્રામાં જીવ તરત જ જ્ઞાનાવરણ કર્મ બાંધે છે. રાગ કે દ્વેષમાં ઘસડાનાર જીવથી દ્રવ્ય કે ભાવથી હિંસા થાય છે તેથી તે જીવ દર્શનાવરણ કર્મનો બંધ પણ કરે જ છે. આ બંને ભાવ કરતી વખતે જીવ સ્વથી છૂટો પડે છે, અન્યને પણ તેના સ્વરૂપથી વિમુખ થવાનું નિમિત્ત આપે છે, પરિણામે અંતરાય કર્મનાં બંધનમાં જીવ જકડાય છે, ત્યારે ઘાતકર્મોની અને તેના અનુસંધાનમાં બંધાતા અઘાતી કર્મોનું સ્વરૂપ કષાયના જોર પરથી નક્કી થાય છે. તીવ્ર ભાવમાં અશુભ પ્રકૃતિ અને મંદ ભાવમાં શુભ પ્રકૃતિના બંધ જીવને થાય છે. ૩૪૪ Page #378 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરી, વર્તતા અશુભ ભાવોને શુભમાં પલટાવી, અશુભને બદલે શુભ પ્રકૃતિઓ બાંધી, ઘાતીકર્મોનાં બંધ ક્રમથી સૂક્ષ્મ કરતા જઈ જીવ અંતમાં પૂર્ણ શુધ્ધ થઈ શકે છે. બારમું પાપસ્થાનક કલહ કલહ એટલે તકરાર. અન્ય જીવ સાથે વેરભાવનો ઉદય થાય ત્યારે જીવ તેના માટે અશુભ ભાવ કરી કષાયને બળવાન કરી વકરાવે છે. વેરનો ઉદય થવાથી, સામસામા વૈમનસ્ય ભરેલા શબ્દોથી અંદ૨નો અણગમો જ્યારે વ્યક્ત થાય છે ત્યારે તે કલહનું સ્વરૂપ ધારણ કરે છે. કલહ અર્થાત્ ઝગડા કે તકરારમાં એકબીજા સામેનો અણગમો જીવ ક્રોધ કષાયની સહાયથી પ્રગટ કરે છે. અને તેમ કરવામાં એકબીજા સામે અયોગ્ય કે અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે; આથી કલહ પાપસ્થાનકમાં ક્રોધ કષાયની મુખ્યતા રહી હોય છે. વળી, ક્રોધની સાથે જ્યારે તેમાં માન ભળે છે ત્યારે કલહનું સ્વરૂપ વિપરીત થઈ જાય છે. કલહ કરનાર સામા જીવને તુચ્છ ગણે છે, તેની કોઈ પ્રવૃત્તિ વિશે બળવાન અણગમો વેદે છે અને તે વ્યક્ત કરવા તુચ્છકારક વચનોનો પ્રયોગ પણ કરે છે. આવા તુચ્છકારવાચક શબ્દોથી કલહનો ઉદ્ભવ થાય છે, આમ આ પાપસ્થાને માન કષાય ગૌણપણે તથા મૌનપણે ભાગ ભજવી જાય છે. કલહમાં બે જીવો સામસામા કષાય કરતા હોવાથી બંનેને મોહનીયના દ્વેષ ઘટકનો જોરદાર બંધ થાય છે, અને તે પણ બેવડા દોરે – પોતે જોરદાર કષાય કર્યા તેનો બંધ અને સામાને કષાય કરવા માટે જોરદાર નિમિત્ત આપ્યું તેનો બંધ પણ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ તથા દ્વેષનું વેદન જીવ એકલો એકલો કરી શકે છે, અન્ય જીવના નિમિત્તની હાજરીની જરૂર રહેતી નથી. આથી આ બધા પાપસ્થાનોએ કષાય કરનાર જીવ જ, એક પોતે જ કર્મબંધ કરે છે, તેમાં બીજા જીવની હાજરી હોવી અનિવાર્ય નથી; ત્યારે કલહ પાપસ્થાનને સિધ્ધ કરવા માટે બે જીવની ઓછામાં ઓછી જરૂરિયાત રહે છે. સાથે સાથે એકબીજાના ૩૪૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કષાયને ઉગ્ર કરે એવાં વાણી વર્તન કલહમાં થતાં હોવાથી બંનેને મોહનીય કર્મ જોરદાર અને લાંબા ગાળા માટેનું બંધાઈ શકે છે. કલહ કરતી વખતે ઇરાદાપૂર્વક અન્ય વ્યક્તિને દુઃખ તથા કષ્ટ આપવામાં આવતાં હોવાથી, અને એમ કરવામાં કલહ કરનાર વ્યક્તિને શાતા લાગતી હોવાથી અર્થાત્ અશુભમાં શાતાની માન્યતા રહેતી હોવાથી તે વ્યક્તિને બળવાન જ્ઞાનાવરણ બંધાય છે. એક જીવ બીજા જીવને કલહ કરતી વખતે અશાતામાં ખેંચી જઈ, અશુભભાવમાં લઈ જવારૂપ દૂભવણી કરી, હિંસામય પ્રવૃત્તિ કરી દર્શનાવરણ કર્મ પણ બાંધે છે. વળી, કલહ કરનાર બે કે બેથી વધારે વ્યક્તિઓ એકબીજાને સ્વરૂપથી વિમુખ થવાય એવી જ પ્રવૃત્તિમાં રાચતા હોવાથી અંતરાય કર્મ પણ ઉગ્રતાથી બાંધે છે. આમ કલહ પાપસ્થાને ક્રોધ, માનાદિ પાપસ્થાનો કરતાં વિશેષ ઘાતીકર્મો જીવ બાંધતો હોવાથી કલહને સ્વતંત્ર પાપસ્થાનક ગણાવી તેનું ઉગ્રપણું દર્શાવ્યું છે. કલહમાં જીવ ઇરાદાપૂર્વક અન્ય સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સાથે અશુભ વેરબંધ કરે છે, જે તેને ભાવિમાં બળવાન અશાતા વેદનીય રૂપે ભોગવવું પડે છે. આવી અયોગ્ય પ્રવૃત્તિ કરવાથી અશુભનામકર્મ તથા નીચગોત્ર બંધાય તે સમજી શકાય તેવું છે. આમ એક પક્ષીય ક્રોધ, માન, માયા કે લોભ કરવા કરતાં કલહ પાપસ્થાને જીવ વધારે બંધ કરી શકે છે, તેથી તેનાથી ખૂબ સાવચેત રહેવા જેવું છે. આ પાપસ્થનાકનો સ્પર્શ મુખ્યતાએ સંશી પંચેન્દ્રિય જીવો કરતા હોય છે, અસંજ્ઞીને સમજપૂર્વક ભાવ કરવાની શક્તિ જ ન હોવાથી કલહ કરવાની આવડત તેઓમાં રહેતી નથી. નરકમાં જીવો પોતાના ક્રોધને વ્યક્ત કરવા માટે સતત કલહની સ્થિતિમાં જ જીવતા હોય છે, તિર્યંચ યોનિમાં તો અમુક અમુક પશુપંખી વચ્ચે જન્મજાત કલહની સ્થિતિ પ્રવર્તતી જોવા મળે છે, તેથી આ બે ગતિમાં કલહનું જોર વધારે દેખાય છે. મનુષ્ય ગતિમાં ઘણાખરા જીવોને આ પાપસ્થાનકને સ્પર્શવાનો પ્રસંગ જીવનમાં આવે છે, પણ આ ગતિમાં સંજ્ઞા ખૂબ ખીલેલી રહેતી હોવાથી, તેના દુરુપયોગના પ્રસંગે તેનું ઉગ્નરૂપ થાય છે, અને સદુપયોગના પ્રસંગોમાં કલહની શાંતિ ત્વરાથી થતી જોવા મળે છે. એટલે એ મનુષ્ય ગતિમાં કલહનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના ૩૪૬ Page #380 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક અનુસંધાનમાં નક્કી થાય છે. દેવ ગતિમાં કલહનાં નિમિત્તો ઓછાં થાય છે, તેથી ત્યાં સામાન્યપણે આ પાપસ્થાનકના બંધમાં પ્રમાણમાં ઓછા દેવો ફસાય છે. સમજપૂર્વક જેણે કલહ ટાળવો છે, તેણે પોતામાં મૈત્રીભાવનો ગુણ ખીલવવો જરૂરી બને છે. જે કલહ કરનાર છે તેના પ્રતિ પણ તે મિત્ર હોય તેવો ભાવ દોહરાવવાથી ક્રમે ક્રમે એ અશુભ નિમિત્ત શુભમાં પલટાતા જાય છે, અને જીવને શાતા વેદવાનો અવકાશ મળે છે. શ્રી તીર્થંકર ભગવાન પોતાના અનેક ભવોમાં સહુ જીવો સાથેનો મૈત્રીભાવ વિકસાવતા જતા હોવાથી તેમના ભવોમાં સામાન્ય જીવો કરતાં શાતાના ઉદયો વિશેષ જોવા મળે છે. તેરમું પાપસ્થાનક અભ્યાખ્યાન કલહ કરવાની અશુભ પ્રવૃત્તિમાં જીવને જ્યારે ઉણપ લાગે છે, તેને કરેલા અશુભથી સંતોષ થતો નથી, ત્યારે તે અશુભ પ્રવૃત્તિ કરવામાં એક ડગ આગળ વધે છે. થયેલા કલહને કારણે તેનો ક્રોધ તો ભભૂકતો જ હોય છે, તેમાં સામા જીવના નિમિત્તથી તેનું માન પણ ઘવાયું હોય છે. એટલે પોતાના માનને પોષવા અને પોતે કરેલા ક્રોધ કષાયનું સત્યપણું દેખાડવા તે વ્યક્તિ સામા જીવમાં ન હોય એવા દોષનું આરોપણ કરી તેને હલકો પાડવા, નીચો બતાવવા પ્રયત્ન કરે છે. ક્રોધ કષાય સાથે માનભાવનું જોર વધે ત્યારે એક જીવ બીજા જીવ પર આળ ચડાવવાનું અશુભ કાર્ય કરતો હોય છે. આવું અકાર્ય તે અભ્યાખ્યાન. કોઈ જીવ પર અછતા આળ ચડાવવાં તે અભ્યાખ્યાન પાપસ્થાનકનો વિષય છે. આ પાપસ્થાનકે માન તથા ક્રોધ કષાયનું વર્ચસ્વ રહેતું હોવાથી મોહનીય કર્મનો બંધ જોરદાર થાય તે સમજાય તેમ છે. સામા જીવ પર અસત્યનો આશ્રય કરી આળ ચડાવવામાં આવતું હોવાથી, તેમાં રહેલાં મૃષા વચન અને આચરણને કા૨ણે જ્ઞાનાવરણ કર્મ બંધાયા વિના રહે જ નહિ. જેના પર આળ ચડાવ્યું છે, તેની જોરદાર દુભવણી કરવાના પાપકર્મના ફળરૂપે દર્શનાવરણ કર્મ જીવને જરાય છોડતું નથી. વળી, આવા અકાર્યથી જીવ પોતાના અને પરના આત્માને શાતાથી વંચિત ૩૪૭ Page #381 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરી અંતરાય કર્મની ગાંઠ મજબૂત કરતો જાય છે. આ પ્રકારે અશુભ ભાવોની બોલબાલામાં જ જીવ રાચતો હોવાથી અશાતા વેદનીયના બંધનથી કોઈ પ્રકારે બચી શકતો નથી. તેના પરિણામમાં અશુભ નામકર્મ તથા નીચ ગોત્ર કર્મ ગાડીના ડબ્બાની જેમ જોડાઈ જાય છે. આ બધાનો વિચાર કરીએ તો સહેલાઇથી સમજાય એવું છે કે કલહ પાપસ્થાનક કરતાં અભ્યાખ્યાન પાપસ્થાનક વધારે જોરદાર છે. આ કષાયમાં ક્રોધ અને માન કષાયની સાથે મૃષાનો આશ્રય વધતો હોવાથી જ્ઞાનાવરણના બંધની માત્રા પ્રમાણમાં વધી જાય છે. કલહમાં કષાયો પ્રગટ થાય છે ત્યારે તેનાં કારણો સત્ય વા અસત્ય હોઈ શકે છે, પણ અભ્યાખ્યાનમાં તો મૃષાના આશ્રય સાથે જ કષાયો તેની વિશેષતાવાળું રૂપ ધારણ કરે છે એ અપેક્ષાએ આ પાપસ્થાનક જીવને સ્વરૂપ પ્રતિ ન જવા દેવા માટે વિશેષ સફળ થાય છે. અભ્યાખ્યાન પાપસ્થાનકનો સ્પર્શ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ કરી શકે છે, અને તેમાં પણ મનુષ્ય પોતાની ખીલેલી સંજ્ઞાનો દુરુપયોગ કરી અગ્રસ્થાન લઈ શકે છે નારકી જીવો પોતાનાં દુ:ખથી એટલા બધા ત્રાસેલા હોય છે કે અન્યની પ્રવૃત્તિ વિશે ટીકા ટીપ્પણ કરવાનો અવકાશ તેને ઓછો રહે છે. તિર્યંચોમાં એ પ્રકારની બુદ્ધિ પ્રમાણમાં ઓછી હોય છે અને સાથે સાથે પોતાનો ખોરાક આદિ મેળવી લેવા માટે તેનો મોટાભાગનો સમય વપરાઈ જતો હોવાથી આવી પ્રવૃત્તિમાં ઓછા જાય છે. તો દેવોને શાતાના નિમિત્તો ઘણા હોવાથી, શાતામાંથી બહાર નીકળી આવી કષ્ટકારી પ્રવૃત્તિમાં જવાની ઇચ્છા તેમને ભાગ્યે જ થતી હોય છે. ત્યારે ધન, સત્તા કે કીર્તિલોભની લાલસામાં મનુષ્યને આ પાપસ્થાનકનો સ્પર્શ અવારનવાર થતો રહે છે. આ પાપસ્થાનથી બચવું હોય તેણે વિવેકપૂર્વક ધીરજ ગુણ ખીલવવો જરૂરી બને છે. જો પોતા પર આળ આવ્યું હોય તો તે પ્રસંગને ધીરજથી વિવેકપૂર્વક હલ કરે તો સત્ય પ્રગટ થઈ આવેલા આળથી બચી શકે છે. અને જો તેને બીજા પર આળ ચડાવી ३४८ Page #382 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક આ પાપસ્થાનનો આશ્રય કરવાની ભાવના થાય તો એ જ ધીરજ ગુણથી વિચારતાં તેનું તુચ્છપણું અને ભાવિ અશુભ પરિણામની સંભાવના જણાઈ આવતાં તે અકાર્ય કરતાં અટકી જાય છે. વળી, સામાન્યપણે કલહના અનુસંધાનમાં આળ ચડાવવાની પ્રવૃત્તિ આવે છે. તેથી મૈત્રીભાવ પ્રસારી ધીરજ રાખવામાં આવે તો પોતે અને સામો જીવ બંને અશુભ કર્મના પરંપર બંધથી બચી શકે છે. ચૌદમું પાપસ્થાનક વૈશુન્ય અભ્યાખ્યાનમાં જીવો સામસામા આળ ચડાવતા હોય છે, ત્યાં એકબીજાની હાજરીમાં અવર્ણવાદ કરવામાં આવે છે. એટલે બંને જીવ કષાયી થઈ પાપબંધમાં સપડાય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે કોઈનું બળ વધારે હોય ત્યારે બીજો જીવ તેની સામે આવી પાપપ્રવૃત્તિ કરી શકતો નથી, વ્યવહારિક નુકશાન થવાના ભયથી તે જીવ બીજા સામે કષાયની તલવાર ઉગામતાં અચકાતો હોય છે. તેવા સંજોગોમાં તે જીવ સામસામી જીભાજોડીમાં ઉતરવાને બદલે બળવાન જીવની ગેરહાજરીમાં નબળો જીવ કોઈ ત્રીજા જીવ પાસે, જેને સબળા જીવ સાથે અમુક સંબંધમાં શુભાશુભ સંબંધના ઉદય હોય તેવા જીવ પાસે સબળા જીવ માટે ખોટી વાતો કરી પોતાની અશુભ વૃત્તિને સંતોષવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્રીજો જીવ આ વાતોમાં આવી જાય, પણ તેને વાતની સત્યાસત્યતાનો લક્ષ ન આવતો હોવાથી, એ વાતોથી દોરવાઈ જઈ સબળા જીવ માટે અશુભભાવ કરતો થઈ જાય, પરિણામે તેને જો પહેલા જીવ સાથે અશુભના ઉદય હોય તો તેને મજબૂત કરે, અને જો શુભના ઉદય હોય તો એ સંબંધમાં ઓટ લાવે. આમ એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે ત્રીજી વ્યક્તિ પાસે બદબોઈ કરે, નિંદા કરે, ખોટી વાતો ફેલાવે અને ત્રીજી વ્યક્તિને પોતાના પક્ષમાં ખેંચવા પ્રયત્ન કરે ત્યારે પૈશુન્ય પાપસ્થાનકનો ઉદય થાય છે. પેશુન્ય એટલે ચાડીચુગલી કરવી. જેની સત્યતા ન હોય એવા આળ એક જીવ પર, તેની ગેરહાજરીમાં અન્ય જીવ સમક્ષ મૂકવા પૈશુન્ય કાર્ય કહેવાય. આવી પ્રવૃત્તિથી ત્રીજો જીવ ચાડીચુગલીને કા૨ણે કલહ તથા અશુભભાવમાં દોરવાઇ જાય છે, અને વિવિધ પ્રકારના વેરભાવના નવા સંબંધો તે ૩૪૯ Page #383 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવ બાંધી નાખે છે. આ રીતે પૈશુન્ય કાર્યમાં ઓછામાં ઓછા ત્રણ જીવ સંડોવાયેલા રહે છે અને એકબીજાને અશુભ બંધનું કારણ બને છે. માન અને ક્રોધ કષાયને જ્યારે માયા કષાય દોરવણી આપે છે ત્યારે પશુન્ય પાપસ્થાનક અસ્તિત્વમાં આવે છે. એક જીવ પ્રતિ બીજા જીવને ક્રોધ વર્તતો હોય, અને તેને તેનાથી પોતાનું માન ઘવાતું લાગતું હોય, તેથી તે જીવ પોતાનું માન પોષવા પોતાના માનઘાતના નિમિત્ત રૂપ પહેલા જીવ પર આરોપ નાખે, તેની નિંદા કરે. આમ ક્રોધ તથા માનનું મિશ્રણ થાય. તે નિંદાદિનું છતાપણું ત્રીજા જીવ પાસે મૂળવ્યક્તિની ગેરહાજરીમાં કરવામાં આવે ત્યારે નિંદક જીવ માયા કષાયનો આશ્રય કરીને આળ ચડાવતો હોય છે. વળી, મૂળ વ્યક્તિ હાજર ન હોવાથી પોતાનો બચાવ કરી શકે નહિ, સામા જીવને સત્ય વસ્તુનો ફોડ પાડી શકે નહિ, પરિણામે તે જીવ બીજાની અશુભ પ્રવૃત્તિનો ભોગ બને. આ રીતે એક જીવ જેને બીજી વ્યક્તિ માટે શ્રેષ છે, તેને હલકો પાડવા, તેને નીચાજોણું કરાવવા કોઈ ત્રીજા જ જીવ પાસે તેની નિંદા કરી ચાડી ખાતો હોય છે. આ રીતે બદબોઈ કરી ત્રીજી વ્યક્તિને આ પાપકર્મ કરવામાં સંડોવી પૈશુન્ય પાપસ્થાનક સિદ્ધ કરે છે. આ રીતે પૈશુન્ય પાપસ્થાન એક કરતાં વધારે જીવોને પાપકાર્યમાં ધકેલી કર્મના પાશમાં બરાબર જકડે છે. આ સ્થાને મોહનીય કર્મના એક સાથે ત્રણ કષાયો કામ કરતા હોવાથી તે કર્મ તો બંધાય જ છે, જેવા રસનો ઉદય તેવા રસથી નવો કર્મબંધ થાય છે. એમાં માયાકપટનું જોર વધતું હોવાથી મોહનીય કર્મના બંધની તીવ્રતા થાય છે. પૈશુન્ય પાપકાર્યમાં બેથી વધારે જીવો અથડામણમાં આવતા હોવાથી અશાતા વેદનીય સાથો સાથ બંધાય જ છે. આ અથડામણમાં જીવોની વ્યવહારથી દુભવણી થતી હોવાથી દર્શનાવરણ કર્મ જરાય પાછું પડતું નથી. મૃષાના આશ્રયે, પરને હલકો કરવાની જીવની વૃત્તિમાં પરની સુખબુદ્ધિ સમાયેલી રહેતી હોવાથી જ્ઞાનાવરણના બંધમાં જરાય રહેમ થતી નથી. પૈશુન્યકાર્યમાં સંડોવાયેલા સર્વ જીવ આત્મસુખ અને શાતાથી વંચિત થતા હોવાથી અંતરાય કર્મનો બોજ જીવ પર પડયા વિના રહેતો જ નથી, અને આ સર્વના અનુયાયી તરીકે અશુભનામકર્મ તથા નીચગોત્ર જરાય ૩પ૦ Page #384 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પાછળ રહેતા નથી. અન્ય પાપસ્થાનો કરતાં આ પાપસ્થાનક જીવને નીચે પાડવા માટે વધારે સમર્થ જણાય છે. સંજ્ઞીપંચેન્દ્રિય સિવાય આ પાપસ્થાનકનો સ્પર્શ કરવાની અન્ય જીવોની સમર્થતા જ નથી, કારણ કે તેમાં સંજ્ઞાનો વિશેષતાએ ઉપયોગ જીવે કરવો પડે છે. નારકીને દુ:ખની બહુલતા અને દેવોને શાતાની સુલભતા આ પાપસ્થાનકથી સામાન્ય રીતે દૂર રાખે છે, તો તિર્યંચને આવી કુટિલતા આચરવાની સામાન્યપણે સમર્થતા ન હોવાથી તે પણ બાદ થઈ જાય છે. બાકી રહી જાય છે સંજ્ઞાની વિશેષતાએ ખીલવણી કરવાવાળા અને તેનો દુરુપયોગ કરનારા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જીવો. જે મનુષ્યોને મિથ્યાત્વનું જોર હોય છે, અને સંસારી પદાર્થોની આસક્તિ તીવ્ર હોય છે તેવા મનુષ્યો આવી પ્રવૃત્તિમાં ગરક રહે છે અને ક્રમથી નીચે ઉતરાય તેવી પ્રવૃત્તિ કરી, પાપકર્મમાં રાચે છે. આ પાપસ્થાનકના સ્પર્શ કરવાવાળા જીવો સામાન્યપણે અન્ય જીવોના દોષનું અવલોકન કરી, તેની બદબોઇમાં રાચી ત્રિવિધ ત્રિવિધ કર્મોપાર્જન કરતા રહે છે. એથી આ સ્થાનકથી બચવા જીવ ગુણગ્રાહી થતો જાય તો તેને ખૂબ ફાયદો થાય છે. પ્રત્યેક મનુષ્ય અપૂર્ણ હોવાથી તેનામાં અમુક દોષ હોય જ છે. સાથે સાથે આટલી સ્થિતિ સુધી તે પહોંચ્યો હોવાથી અમુક ગુણ પણ તેનામાં પ્રવર્તતા જ હોય છે. આથી તે જીવ પ્રતિ દોષદ્રષ્ટિ ત્યાગી જો ગુણગ્રહણની દૃષ્ટિ કેળવવામાં આવે તો તેને સર્વાંગી ફાયદો થાય છે. જે જીવ માત્ર દોષ જ જોયા કરે છે, તે જીવ ક્રમે કરીને એ દોષને આવકારી પોતામાં દોષનો ઢગલો ઊભો કરે છે અને ગુણને ત્યાગતો જાય છે. ત્યારે જે જીવ અન્યના દોષને ગૌણ કરી ગુણને આવકારતો જાય છે તે જીવ ક્રમે ક્રમે એ બધા ગુણોને પ્રેમ કરી, તેને આવકારી પોતે ગુણના સમૂહરૂપ બની જાય છે. ગુણો એ આત્માની મૂળભૂત મિલકત (property) છે, તેથી તે ગ્રહણ કરવા પ્રમાણમાં સહેલા પડે છે. જેમ જેમ જીવના ગુણો વધતા જાય છે તેમ તેમ દોષ તૂટતા જાય છે, અને તેથી સ્વગુણથી નિષ્પન્ન થતાં સુખ અને શાતા માણવાનો અધિકારી તે જીવ થતો જાય છે. આ પ્રકારે ગુણગ્રાહી થવાનો ગુણ કેળવવાથી પોતાના અનંતે દોષોથી મુક્ત થઈ અનંત ગુણોનો ગ્રાહક થાય છે. ૩૫૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પંદરમું પાપસ્થાનક પરપરિવાદ ઘણીવાર મોહમાયા તથા દુષણોમાં વિશેષતાએ રાચતા જીવોને પૈશુન્ય કાર્ય કરવાથી સંતોષ થતો નથી. જેના માટે દ્વેષભાવ વર્તે છે, તેનું આનાથી પણ વધારે અહિત કરવાની વૃત્તિ તેનામાં સળવળ્યા જ કરે છે. આ વૃત્તિ તેને વિશેષ અશુભ કાર્ય કરવા દોરે છે. પરિણામે તેને જેના માટે શ્રેષ પ્રવર્તે છે તેના માટે તે જીવ જાહેરમાં, મોટા સમૂહમાં અનેક પ્રકારે તેના અવર્ણવાદ બોલી, તેને ખરાબ ચિતરી તેની નિંદા કરે છે કે જેથી તે જનસમૂહમાં ખૂબ અળખામણો થઈ જાય. તે જીવનું ખૂબ અહિત કરવાના બળવાન ઇરાદાથી જાહેરમાં, મોટા સમૂહની વચ્ચે તેના પર ખોટા આળ ચડાવવાં, તેને માટે અયોગ્ય તથા ખરાબ વિશેષણો વાપરી તેની બદબોઈ કરવી તે પરપરિવાદ પાપસ્થાનકનું કાર્યક્ષેત્ર છે. આ અવગુણ બીજા માટેની ઇર્ષામાંથી જન્મ પામે છે. કોઈનું સારું થતું હોય તે સહન ન થાય, તેનાથી પોતાનું કંઈ અહિત થયું હોય તો તેના બદલામાં તેનું ઘણું વધારે અહિત થાય, તેની ઘણી ઘણી બેઇજ્જતી થાય એવા ભાવથી જાહેરસમૂહમાં તેના અવગુણ ગાવા તેનું નામ પરપરિવાદ પાપસ્થાનક છે. બીજાની નીચતા થાય, પડતી થાય એવા ભાવ રાખવા તે ઇર્ષાભાવ છે. આ ઇષ માન તથા દૈષના (ક્રોધ + માન) મિશ્રણમાંથી જન્મે છે. ઇર્ષાભાવને ફળવાન કરવા માયા તથા મૃષાનો આધાર લઈ તે જીવ તેની મોટા સમૂહમાં અવહેલના થાય તેવો લોભ ભેળવી પ્રવૃત્તિ કરે છે. આમ ચારે કષાયના સરવાળામાંથી પરપરિવાદ પાપસ્થાનકનો ઉદ્ભવ થાય છે. ચારે કષાયના જોરવાળી પ્રવૃત્તિથી ભયંકર મોહનીય કર્મ બંધાય છે. રાજકારણીઓમાં આવી પરંપરિવાદથી ભરેલી પ્રવૃત્તિ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. અને તેના આધારે તો કહેવત રચાઈ છે કે “રાજ્યશ્રી તે નરકેશ્રી'. વિના મર્યાદા પરપરિવાદ કરવાથી અનેક જીવોની ખૂબ દુભવણી થતી હોવાથી દર્શનાવરણ કર્મ પણ એવું જ સમર્થ બંધાય. અસત્ તત્ત્વમાં જ સુખબુદ્ધિ રમતી હોવાથી, બીજાને હલકા બતાવવામાં સુખ હોવાની માન્યતાને કારણે તેને જ્ઞાનાવરણ પણ કંઈ નબળું બંધાતું નથી. અનેકોને ગેરમાર્ગે દોરી સ્વ તથા પરના આત્માને સ્વરૂપ વિમુખ કરવાથી અંતરાય કર્મ પણ પાછળ રહી જતું નથી. વળી આ વિમુખતા સંસારી શાતા બાબતમાં ઉપર Page #386 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પણ કરાતી હોવાથી વ્યવહારની અંતરાય પણ મોટા પ્રમાણમાં પરપરિવાદી જીવો બાંધતા ફરતા હોય છે. આ બધા કર્મોને પોષનારું મિથ્યાત્વ તો આ પાપસ્થાનકે મોખરે રહે છે, કારણ કે સર્વ અસત્ અને હાનિકારી પ્રવૃત્તિમાં જ રસ ધરાવી, તેમાં જ પરંપરિવાદી ગળાબૂડ રહે છે. આવાં આકરાં ઘાતકર્મનાં બંધનની પાછળ અશાતા વેદનીય, અશુભ નામકર્મ તથા નીચગોત્ર બંધાય નહિ તો તે એક આશ્ચર્ય જ ગણાઈ જાય. આ બધું વિચારતાં સમજાય તેવું છે કે આવી તીવ્ર અશુભ પ્રવૃત્તિ કરનાર જીવને સન્માર્ગ મળવો ઘણો દુર્લભ છે. ચારે કષાયની જુદી જુદી મેળવણી કરવાથી કેવા દુષ્કૃત થઈ શકે છે, અને તેનાં કેવાં ભયંકર પરિણામ આવી શકે છે તે કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય અને પરંપરિવાદ પાપસ્થાનકનો વિચાર કરતાં સમજાય છે. કષાયોની તરતમતાના આધારે જીવને તીવ્રમંદ બંધ થયા કરે છે. અને આ પાપસ્થાનનો સહુથી વધુ ઉપયોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ કરતો હોય એમ લાગે. કારણ કે આવી કુટિલતાનું સેવન કરવું અન્ય ગતિના જીવો માટે સહેલું નથી. પરપરિવાદ કરી શકવા જેટલી સંજ્ઞાની ખીલવણી અને અન્ય વિકૃત ભાવો કરવાનું સામર્થ્ય તેમની પાસે હોતું નથી. એટલે આ પાપસ્થાનક મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોના સેવનમાં મુખ્યતાએ આવતું જણાય છે. આ પાપસ્થાનના કષ્ટદાયી પરિણામોથી જેણે બચવું હોય તેણે ગુણાનુવાદ કરવાનો ગુણ ખીલવવો જોઇએ. દરેક જીવ છદ્મસ્થ અવસ્થામાં ગુણદોષથી ભરેલા જ છે. માત્ર દોષને મોખરે રાખી તેની પ્રસિદ્ધિ કરતા રહેવાથી જીવ પર પરિવાદ પાપસ્થાનકમાં ફસાય છે, તેનાથી વિરુધ્ધ રીતે ગુણને મોખરે કરી તેની પ્રસિદ્ધિ કરતા રહેવાથી જીવ ગુણાનુરાગી બની, પૂર્વકૃત અશુભને શુભમાં પલટાવતો જાય છે, પોતાના ગુણોનો વિસ્તાર વધારતો જાય છે અને કષાય ઉપર સંયમ મેળવતો જાય છે. આ ફેરફાર કોઇ પણ જીવ એકસામટો કે રાતોરાત કરી શકતો નથી, પણ સદ્દગુરુના આશ્રયે સાચી સમજ વિકસાવવાથી, પુરુષાર્થ કરતા રહેવાથી નવા બંધોને તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર તથા મંદતમ એ ક્રમે બાંધી વિકાસ કરી શકે છે. અને તેમાં વિજયી થાય છે. ૩૫૩ Page #387 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સોળમું પાપસ્થાનક રતિ-અરતિ રતિ એટલે સંસારમાં શાતા આપતા પદાર્થોના સંયોગમાં અને ભોગવટામાં જીવને જે પ્રકારનું પોતાપણું તથા આસક્તિ વેદાય છે તે, અને અરતિ એટલે તેનાથી વિરુધ્ધનો ભાવ, અર્થાત્ સંસારમાં અશાતા આપતા પદાર્થોના સંયોગમાં જે ઇતરાજીનો અને અણગમાનો ભાવ અનુભવાય છે તે. મોહનીય કર્મની નોકષાયરૂપ જે નવ પ્રકૃતિ છે તેમાંની આ બે પ્રકૃતિ મુખ્ય ગણાય છે. ત્રણ વેદ સિવાયના બાકીના ચારે નોકષાય રતિ-અરતિમાં સમાવેશ પામે છે. હાસ્યાદિ છે નોકષાયથી બંધાતા પાપનો સમન્વય કરી આ સોળમું રતિ-અરતિ પાપસ્થાનક બંધાયું જણાય છે. ત્રણ વેદ સિવાયના છ નોકષાય એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા. આ નોકષાયો કષાયોને ઉદ્દીપ્ત કરવામાં કાર્યકારી થાય છે. રતિ અરતિનો વિચાર કરતાં બાકીના ચાર નોકષાય તેમાં કેવી રીતે સમાવેશ પામે છે તે જાણવું રસિક છે. જીવને મનથી થતો પદાર્થનો ગમો તે રુચિ કે રતિ; અને મનથી થતો અણગમો તે અરુચિ કે અરતિ છે. બીજી રીતે કહીએ તો પૌગલિક વસ્તુના સંયોગમાં લુબ્ધતા અનુભવાય તે રતિ અને અપાકર્ષણ અનુભવાય તે અરતિ. આમ જગતના પદાર્થોમાં જીવને માટે કેટલાક પદાર્થો અનિષ્ટ હોય છે. ઘણાખરા જીવોને ઇષ્ટનો સંયોગ તથા અનિષ્ટનો વિયોગ અનુકૂળ લાગે છે, તથા ઇષ્ટનો વિયોગ તથા અનિષ્ટનો સંયોગ દુ:ખદાયી લાગતો હોય છે. મહાજ્ઞાની મહાત્માઓ જ ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિમાં તથા અપ્રાપ્તિમાં સમ રહી શકે છે. જીવને ઇષ્ટનો સંયોગ તથા અનિષ્ટનો વિયોગ થાય ત્યારે વેદાની અનુકૂળતામાં તે હાસ્ય-હર્ષનું વેદન કરે છે, અને તેમાંથી નિષ્પન થતી પ્રસન્નતા તે સરળતાભરી રીતે અભિવ્યક્ત કરે છે. આ હાસ્ય કષાયનું જમાપાસું છે. એ જ રીતે જીવ ઇષ્ટના વિયોગમાં તથા અનિષ્ટના યોગમાં પ્રતિકૂળતા વેદે છે, અને આ વેદન તે ઘણીવાર બીજા પ્રતિ વ્યંગ કે કટાક્ષ કરી વ્યક્ત કરે છે. તેમ કરવામાં હાસ્યનું ઉધાર પાસે વ્યક્ત થાય છે, જે હાસ્ય કષાયનો જ પ્રકાર છે. આ પ્રકારે રતિ-અરતિ નોકષાયમાં હાસ્યના શુભાશુભ ૩૫૪ Page #388 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક બંને પ્રકાર સમાઈ જાય છે. આ સાથે જીવ ઇષ્ટનો વિયોગ થશે તો, અનિષ્ટનો યોગ થશે તો એવી ભયસંજ્ઞા સતત વેદતો હોવાથી રિત-અરિત નોકષાયમાં ભયસંજ્ઞા સતત બંધાય પણ છે અને અનુભવાય પણ છે. આમ ભય એ ધ્રુવબંધી, ધ્રુવોદયી તથા ધ્રુવસત્તાએ રહેનાર કષાય છે. વળી ઇષ્ટના વિયોગથી અને અનિષ્ટના યોગથી જીવ અરિતના વેદન સાથે શોક, અને જુગુપ્સા (ઘૃણા) પણ વેદતો હોય છે. જ્યારે ઇષ્ટનો વિયોગ કે અનિષ્ટનો યોગ થાય ત્યારે તે દુ:ખ અને ગમગીની વેદે છે, જે શોક કષાય તરીકે ઓળખાય છે. વળી, કેટલાક પદાર્થો પ્રતિ જો૨દા૨ અણગમો થાય ત્યારે તે ધૃણા કે જુગુપ્સાનું રૂપ ધારણ કરે છે, આથી અતિના પેટાવિભાગમાં આ કષાય પણ સમાઈ જાય છે. આ રીતે વિચારતાં રતિ-અતિ એ બેમાં બાકીના ચાર કષાય સમાય છે, અને ત્રણ વેદ મિથ્યાત્વને ઉદ્દીપ્ત કરતા હોવાથી દર્શનમોહના ભાગમાં જાય છે. ક્રોધ, માન, માયા તથા લોભનું મંદ સ્વરૂપ તે રતિ-અતિ. અન્ય પદાર્થ પ્રત્યેના ગમા-અણગમાના ભાવ માયા, લોભ, માન તથા ક્રોધને મજબૂત કરે છે. તેથી મંદકષાયો પણ આગળના વિકાસમાં અવરોધ કરતા હોવાથી તેને પણ પાપસ્થાનકમાં ગણાવી તેનાથી છૂટવાનું પ્રભુજીએ બોધ્યું છે. અને તે માટે યોગ્ય પુરુષાર્થ કરી કષાય નિવૃત્તિ કરવા ભલામણ કરી છે. રિત-અતિથી મૂળ ચારે કષાયો વર્ધમાન થતા હોવાથી મોહનીય કર્મ બંધાય છે. ગમા-અણગમાના ભાવ દ્વારા પરમાં સુખબુદ્ધિ થતી હોવાથી જ્ઞાનાવરણના બંધ થાય છે. એ રિત-અતિથી અન્યની દુભવણી થયા વિના રહે નહિ તેથી દર્શનાવરણ કર્મ તેની પાછળ આવે જ છે. અને આ બધા ભાવો સ્વપરના આત્માને સ્વરૂપથી વંચિત કરતા હોવાથી ધ્રુવબંધી અંતરાય કર્મ પોતાનો ભાગ ભજવ્યા વગર રહે જ નહિ. આ પ્રકારે ચારે ઘાતી કર્મો બંધાવાથી તેના અનુસંધાનમાં અઘાતી કર્મો જોડાઈ જાય છે. રિત-અતિથી બંધાતા કર્મોથી છૂટવા માટે સંતોષ ગુણ જીવને ખૂબ મદદ કરે છે. જીવમાં જો સંતોષ પ્રગટે તો સામાન્ય ગમા તથા અણગમાથી ત્વરાથી પર થઈ શકે છે, અને ભાવની અતિ તીવ્રતા નોકષાયમાં ન હોવાને લીધે જીવ સંતોષ ગુણથી ઘણા બધા પાપબંધથી છૂટી જાય છે. ૩૫૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મોહનીયની કુલ ૨૮ પ્રકૃતિને મહાત કરવા શ્રી પ્રભુએ ચોથાથી સોળમા સુધીના તેર પાપસ્થાનક બતાવ્યાં છે, જે મોહનીય કર્મની બળવત્તરતા અને તેનો નાશ કરવાની અતિ જરૂરિયાત સ્પષ્ટ કરે છે. ચોથા મૈથુન પાપસ્થાનકમાં દર્શનમોહની મિથ્યાત્વ પ્રકૃતિ અને ત્રણ વેદને જીતવાની જરૂરિયાત બતાવી છે, પાંચમાં પરિગ્રહ પાપસ્થાનમાં ચારે કષાયો અને નવ નોકષાય જીવનમાં કેવો તરખાટ ઊભો કરે છે તે વર્ણવી ચારિત્રમોહની પચીસે પ્રકૃતિ તોડવા જણાવ્યું છે. ત્યાંથી આગળ વધી એક એક સ્વતંત્ર કષાયની દુવૃત્તિઓનો પરિચય કરાવવા ક્રોધ, માન, માયા તથા લોભ કષાય માટે સ્વતંત્ર પાપસ્થાનક બતાવી ૬ઠાથી ૯મા પાપસ્થાનક ગૂંથ્યા છે. તે પછીના બે પાપસ્થાનક ૧૦, ૧૧ માં બે બે કષાયના જોડકા-રાગદ્વેષ-માં જીવને માટે કેવા ભયસ્થાનો છે તે વર્ણવ્યું છે. અને તે પછીના ચારે કષાયોના જુદા જુદા મિશ્રણથી કેવી દુર્ઘટના થઈ શકે છે તેનો ચિતાર ૧૨ થી ૧૫ એ ચાર પાપસ્થાનમાં આપ્યો છે. સોળમા રતિ-અરતિ પાપસ્થાનમાં સર્વ નોકષાયની પાપપ્રવૃત્તિ સમજાવી છે. આમ કષાય નોકષાય ક્યાં ક્યાં બંધાય છે તે જણાવવા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય અને પરપરિવાદ ઉપરાંત રતિ-અરતિ મળીને અગ્યાર વાપસ્થાનો વર્ણવ્યા છે. જે મોહનીયની કેવી બળવત્તરતા છે તે આપણી પાસે સ્પષ્ટ કરે છે. સત્તરમું પાપસ્થાનક માયામૃષાવાદ પહેલાં ત્રણ પાપસ્થાનક સિવાયનાં પાપસ્થાનકો મોહનીય કર્મની જુદી જુદી પ્રકૃત્તિના મિશ્રણથી ઉત્પન્ન થતાં પાપસ્થાનો છે, અને પહેલાં ત્રણ પાપસ્થાનો જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મને લગતાં પાપસ્થાનો છે. ત્યારે આ પાપસ્થાનમાં મૃષા અને માયા એ જુદા જુદા ઘાતકર્મના મિશ્રણથી ઉદ્ભવતું પાપસ્થાનક છે. માયામૃષાવાદ એટલે કપટ સહિત મોહથી જૂઠું બોલવું. માયાના રાગ તથા કપટ એ બંને અર્થને સમાવી મૃષા બોલવું કે આચરવું તે માયામૃષાવાદ છે. કોઇક ચીજનો બળવાન લોભ મનમાં વસ્યો હોય ત્યારે જીવ કપટ અને અસત્યનો આશ્રય લઈ સ્વાર્થ સાધવાની પ્રવૃત્તિ કરે છે. આવા મિશ્ર ભાવો સાથેની અનર્થકારી ૩પ૬ Page #390 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પ્રવૃત્તિ તે માયામૃષાવાદ. આ પ્રકારની પ્રવૃત્તિ જીવને કર્મના બળવાન સકંજામાં લઇ જાય છે. જે મૂળ સ્વરૂપ હોય તેનાથી જુદું કે વિપરીત સ્વરૂપ છળનો આશ્રય કરી બતાવવું તે માયા. વાસ્તવિક સત્ય સ્વરૂપને ગોપવી તેનાથી વિપરીત રુપ પ્રગટાવી તેની પરંપરા સર્જવી તે માયા. આવી માયા કરવામાં ગૌણપણે મૃષા કે અસત્ય તો હોય જ છે, પણ તેની સાથે બળવાન જૂઠાણાનો આશ્રય કરવામાં આવે છે ત્યારે તે માયામૃષાવાદનું રૂપ ધારણ કરે છે. સંસારી પદાર્થોની પ્રાપ્તિની તીવ્ર આકાંક્ષા હોય ત્યારે તેને પૂર્ણ કરવા જીવ માયામૃષાવાદનો આશ્રય કરે છે ત્યારે તે આત્માર્થે પોતાનું બળવાન અહિત સાધે છે. માયા મોહનીયને અને મૃષા જ્ઞાનાવરણને ખૂબ બળવાન કરે છે. આ બંને પ્રકારો સાથે મળતાં બંનેની અહિતકારી પ્રવૃત્તિની માત્રા ઘણી વધી જાય છે. જેમ એક તોફાની બાળક તોફાન કરે અને તેમાં બીજું તોફાની બાળક તોફાન કરવામાં ભળે તો તેમનાં તોફાન બેવડા નહિ પણ ચાર ગણા થઈ જાય છે, તેવું જ કંઇક બે જુદા જુદા ઘાતી કર્મો એક પ્રવૃત્તિ કરવામાં બળવાનપણું પામે ત્યારે તેનાથી નુકશાન થવાની બાબતમાં પણ બને છે. ધર્મરાજાને દુત રમવાનું આમંત્રણ આપતી વખતે કૌરવો તરફથી માયામૃષાવાદનું આચરણ થયું હતું. માયામૃષાવાદમાં કષાયની તીવ્રતા ઘણી વધી જાય છે, અને ચારે ઘાતકર્મો બળવાનપણે બંધાય છે. માયા તથા મૃષાના તીવ્ર ભાવ સામે માન આદિ ગૌણપણે રહી તેને વિશેષપણે વકરાવે છે તે સમજાય તેવું છે. ખાલી માયા કે ખાલી મૃષા જીવનું જેટલું અહિત કરે છે તેનાથી અનેકગણું અહિત આ બે ઘાતકર્મો સાથે મળવાથી થાય છે માટે આ પાપસ્થાનકથી ચેતવા જેવું છે એમ પ્રભુએ કહ્યું છે. આપણે જાણીએ છીએ કે એક ઘાતકર્મની જીવને વિશેષતા હોય, ત્યારે તેના અનુસંધાનમાં બીજા ઘાતકર્મો બંધાય જ છે, અર્થાતુ વધતી ઓછી માત્રામાં ચારે ઘાતકર્મ સાથે જ બંધાય છે, એક બંધાય અને બીજાં ન બંધાય એવું ક્યારેય બનતું નથી, તો પછી આ પાપસ્થાનકને જુદું જણાવવા પાછળ શ્રી પ્રભુનો શો હેતુ હોઇ શકે ? આ પ્રશ્ન ઉદ્ભવે છે. શ્રી પ્રભુની જ અસીમ કૃપાથી સમજણ આવે છે કે આ પાપસ્થાને એક સાથે બે પ્રવૃત્તિની ઉગ્રતા થતી હોવાથી જીવ તીવ્ર પરિણામથી ઘાતકર્મ ૩પ૭ Page #391 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બાંધે છે. બીજા સર્વ પ્રસંગોમાં એક ભાવની તીવ્રતાને કારણે જીવ બંધાતો હોય છે, ત્યારે આ પાપસ્થાનકે બે પ્રકારના ભાવોનું મુખ્યપણું આવે છે – માયાનું અને મૃષાનું. જેના પરિણામે સર્વ ઘાતકર્મોના સ્થિતિ અને રસ તીવ્ર અને મોટા થઈ જાય. આ પાપસ્થાનક મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સેવતા હોય છે. કારણ કે જ્યાં સુધી વીર્ય જોરદાર ન હોય, કે સંજ્ઞાની ખીલવણી ઉત્તમ ન હોય ત્યાં સુધી જીવ માયા અને મૃષાની મેળવણી કરી સ્વાર્થ સાધવાની પ્રવૃત્તિ કરી શકતો નથી. આ બંને મનુષ્યમાં સારી રીતે હોય છે, અને તેમાં તેની દુવૃત્તિઓ ભળતાં તે આ પાપસ્થાનકની પ્રવૃત્તિ કરવા માંડે છે. આ કાર્ય કરવું દેવો માટે પણ શક્ય છે, પરંતુ કલ્પવાસી આદિ દેવોને જીવનની સુવિધા વધારે રહેતી હોવાથી તેમને મનુષ્યની જેમ આ કૃત્ય કરવાની લાલચ થતી નથી, પરંતુ ભવનપતિ આદિ નીચલી કક્ષાના દેવો પૂર્વની અતૃપ્ત વાસનાઓ પૂરી કરવા માટે આ પાપસ્થાનકનું અમુક અંશે સેવન કરતા હોય છે. પરંતુ ઉચ્ચ કક્ષાના દેવો આવી અધમવૃત્તિમાં ક્યારેય જતા નથી. વળી, માનવીઓમાં પણ સમકિતી મનુષ્યો સરળતા અને અન્ય ગુણો વિકસાવવા પ્રતિ ઝોક ધરાવતા હોવાથી આવી પાપપ્રવૃત્તિ કરતા નથી, બલ્ક પોતાને મળેલ વીર્ય તથા સંજ્ઞાની શુદ્ધિનો ઉપયોગ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધારવા માટે કરતા રહે છે. અને જો કોઈ મનુષ્ય પૂર્વકર્મના બળવાન ઉદયને કારણે આ પાપસ્થાનકમાં ફસાય તો તેને સમકિતથી વિમુખ થવાનો પ્રસંગ પણ આવે. એવાં ભયંકર પાપકર્મ માયામૃષાવાદથી જીવને બંધાઈ જાય છે. તિર્યંચ તથા નરક ગતિમાં આ પાપસ્થાનક ખાસ કરીને સેવાતું નથી, કારણ કે તેમનું એ માટેનું વીર્ય જ પ્રમાણમાં ઓછું પડે છે. આ બંને ગતિઓમાં જીવ પૂર્વના અશુભ કર્મોને મુખ્યતાએ ભોગવે છે. અને તેમાં જ ઘણું વીર્ય વપરાઈ જતું હોવાથી આ પાપDાનક સેવવા જેટલું વીર્ય તેમને બચતું નથી. હિંસા, ચોરી, મૈથુન અને પરિગ્રહ પાપસ્થાન સેવવામાં જીવને પોતા સિવાય અન્ય જીવની અપેક્ષા રહે છે, એટલે સામા જીવના પ્રત્યાઘાતને કારણે તે પાપસ્થાનકના સેવનમાં જીવનું સ્વાધીનપણું અંશે ઓછું થાય છે, ત્યારે મૃષા બોલવા કે આચરવામાં અન્ય જીવની એ પ્રકારની અપેક્ષા રહેતી ન હોવાથી એ પાપ જીવ સ્વાધીનતા જાળવતો ૩૫૮ Page #392 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક હોવાથી સહેલાઇથી કરી શકે છે. મૃષા બોલવા અને આચરવામાં જીવ ત્રિકરણ યોગે સહેલાઇથી પ્રવર્તી શકે છે, અન્ય ચાર પ્રકારમાં અંશે અલ્પપણું આવે છે. હિંસા, ચોરી, મૈથુન અને પરિગ્રહની સાથે માયા કરવાથી કષાયોનું જે વર્ધમાનપણું થાય છે તેના કરતાં વિશેષ વર્ધમાનપણું મૃષા સાથે માયા કરવાથી આવે છે તે કારણે તેનું ભયસ્થાન સ્પષ્ટ કરવા શ્રી પ્રભુએ આ પાપસ્થાનક જુદું વર્ણવ્યું હોય તેમ જણાય છે. માયા અને મૃષાના જોડાણથી મોહનીય તથા જ્ઞાનાવરણ તો બંધાય જ છે, પણ તેના સંયુક્ત કાર્યને લીધે અન્યની દુભવણી વિશેષતાએ થતી હોવાથી દર્શનાવરણ કર્મ બંધાવામાં જરાય પાછળ રહેતું નથી. આ પાપસ્થાનકે થતી પ્રવૃત્તિ સદંતર આત્મશુદ્ધિની વિરુધ્ધ હોવાથી તે પ્રવૃત્તિ જીવને અંતરાય કર્મના બોજા હેઠળ દબાવી દે છે. અશુભ પ્રવૃત્તિના જોરને કારણે અશાતા વેદનીય અશુભ નામકર્મ અને નીચ ગોત્ર ઘાતકર્મ બંધનના પહેરદાર બની સદાય માટે હાજર જ રહે છે. આ પાપકર્મથી બચવા જીવને ત્રિકરણ યોગે સત્યનો આશ્રય કર્તવ્ય છે. જેમ જેમ સત્યના આરાધનની ભાવના બળવાન થતી જાય છે તેમ તેમ જીવ અશુભ પ્રવૃત્તિઓથી છૂટી સત્ પ્રતિ વળતો જાય છે. કેટલાંક પાપ એવાં છે કે જે માત્ર મન, વચન કે કાયામાંથી કોઈ પણ એકથી થઈ શકે છે, કેટલાંક પાપ કરવા માટે જીવે છે યોગનો ઉપયોગ કરવો પડે છે, અને અમુક પાપ એવાં છે કે જે ત્રણે યોગ એકત્રિત કર્યા વિના સેવી શકાતાં નથી. તેમ છતાં સર્વ પાપસ્થાન એવાં છે કે જે ત્રણે યોગને એકત્રિત કરીને પણ ભોગવી શકાય છે. જે પ્રવૃત્તિ ત્રણે યોગને એક સાથે પાપપ્રવૃત્તિમાં જોડીને થઈ શકે છે તે પાપસ્થાનક કહેવાય છે. જેમાં ત્રણ કરતાં ઓછા યોગથી પાપ થઈ શકતું હોય તેમ કરવામાં પાપની માત્રા ઓછી થાય છે, અને જેમાં ત્રણે યોગની જરૂરત રહે છે તેમાં વિશેષ પાપબંધ થાય તે સમજાય તેવી બાબત છે. એમાં રહેલી અપેક્ષાઓનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હિંસા, મૃષા, ચોરી, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ અને રતિ અરતિ પાપસ્થાનમાં ઓછામાં ઓછા એક યોગથી પણ કાર્ય સધાય છે, અને બે કે ત્રણ યોગના ઉપયોગથી પણ આ પાપસ્થાન સેવી શકાય છે. રાગ, દ્વેષ તથા કલહ પાપસ્થાન સેવવા માટે ૩પ૯ Page #393 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઓછામાં ઓછા બે યોગની જરૂર પડે છે, ત્રણથી પણ સેવાય પણ માત્ર એક યોગથી આ પાપસ્થાનક સેવાતું નથી. ત્યારે બાકીના મૈથુન, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ અને માયામૃષાવાદને સેવવા માટે વધતી ઓછી માત્રામાં ત્રણે યોગના જોડાણની જરૂરત રહે છે. આ સત્તરે પાપસ્થાનકના સરવાળારૂપ અઢારમું પાપસ્થાનક છે જે સમકિત પામ્યા પહેલાં સર્વ જીવ સેવતા જ હોય છે અને તે ત્રણે યોગ વાપરે તે સમજાય તેવું છે. અઢારમું પાપસ્થાનક મિથ્યાદર્શનશલ્ય મિથ્યાદર્શન શલ્ય વિશે વિચાર કરતાં સમજાય છે કે પ્રથમનાં સત્તરે પાપાનનો સરવાળો છે. સંસારના પરિભ્રમણથી પૂર્ણતાએ છોડાવનાર જે વીતરાગદર્શન છે તેના પ્રત્યેની અરુચિ, અભાવ, તેમાં શંકાદિની વિપરીત પ્રરૂપણા વગેરે મિથ્યાદર્શનમાં સમાય છે. જે દર્શન અર્થાત્ જાણકારી આત્મા માટે અહિતકારી હોવા છતાં હિતકારી જણાય અને હિતકારી હોવા છતાં અહિતકારી લાગે તે મિથ્યાદર્શન છે. તેથી જ સંસારની વૃદ્ધિ કરે એવી પ્રવૃત્તિમાં જોડનાર દર્શન (મત) પ્રત્યેની જીવની રુચિ, સભાવ, આસ્થા વગેરે ભાવ, એ ભાવોની મંડનરૂપ પ્રરૂપણા ઇત્યાદિ પણ મિથ્યાદર્શનમાં સમાવેશ પામે છે. શલ્ય એટલે કાંટો. કાંટો વાગે ત્યારે જીવને અત્યંત પીડા થાય છે, કષ્ટનો અનુભવ કરવો પડે છે. એ જ રીતે મિથ્યાદર્શનરૂપી કાંટો જ્યારે આત્માને વાગે છે ત્યારે તેનાં અનેકવિધ સંસારી કષ્ટો વધી જાય છે, અને આત્માર્થે ભોગવવા પડતાં કષ્ટોનો તો પાર જ નથી હોતો. સમજપૂર્વક, ઇચ્છાપૂર્વક, આત્માના બંધન વધી જાય એવી પ્રવૃત્તિ જ્યારે જીવ કરે છે ત્યારે તેને આ પાપસ્થાનકનો મુખ્યતાએ બંધ થાય છે. જીવ જ્યારે અવળા માર્ગદર્શનથી પ્રવર્તે છે ત્યારે તેને સંસારમાં જ સર્વસ્વ સમાતું હોય એમ જણાય છે, પરિણામે પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે જીવ હિંસામાં જોડાય છે. તે જીવ એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવોની પણ મુષ્ટિ પ્રહારથી માંડીને પ્રાણ હરવા સુધીની હિંસામાં પ્રવર્તતાં અચકાતો નથી. તેમાં પણ તેને મિથ્યાત્વનું જોર વધારે હોય તો તે જ્ઞાનીમહાત્મા અને પુરુષોની નિંદા કરવામાં, તેમનું અપમાન કરવામાં કે તેમનો ઘાત કરવામાં પાછો પડતો નથી. પોતાના સંસારીભાવને ૩૬૦ Page #394 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પોષવા માટે નાનામાં નાના જૂઠથી શરૂ કરી મહાબંધનકારક અસત્ય સુધીનો આશ્રય પણ તેના મિથ્યાદર્શનને કારણે લઈ લે છે. આવી જ મિથ્યામતિને કારણે તે જીવ ધૂળ જેવી નાનામાં નાની તથા મૂલ્યરહિત વસ્તુથી માંડીને મહામૂલ્યવાન રત્નોની ચોરી કરવા સુધીનું પાપ આચરે છે. મિથ્યાવસ્તુમાં સુખ માનવાને કારણે તે જીવ આત્માને અવગણી, દેહસુખમાં રાચતા રહેવા માટે પરસ્ત્રી ગમન તથા જે નીતિવિરુધ્ધ છે તેવા મૈથુનને અતિ રાગ તથા રૌદ્ર પરિણામથી સેવા કરે છે. વળી, તે જ મિથ્યામતિના પ્રભાવથી ત્રણ લોકના સામ્રાજ્ય જેટલો પરિગ્રહ પણ તેને નાનો લાગે એવી બળવાન પરિગ્રહ બુદ્ધિ રાખી પાપ પ્રવૃત્તિની સંતતિ ચલાવ્યા જ કરે છે. જેના થકી તેના પર કર્મનો અસહ્ય બોજ આવી જાય છે. ક્રોધ, માન, માયા તથા લોભ જેવા બળવાન કષાયો આત્માને તેના ગુણથી કેવો વંચિત કરે છે તે હકીકતથી બિનવાકેફ મિથ્યામતિ જીવ આ કષાયોને અતિ રૌદ્ર પરિણામે સેવતાં જરાય અચકાતો નથી, એટલું જ નહિ પણ, તેમ કરવામાં પોતે કંઇક સારું કરે છે એવી મિથ્યાવૃત્તિને પાળીપોષી આ પાપસ્થાનકની તે એકાંતે આરાધના કરતો રહે છે. આવા ઉગ્ર કષાયોની સાથોસાથ તે જીવ પોતે જેને ઇષ્ટ માન્યા છે તેવા સંસારી પદાર્થોમાં ચોક્કસ પ્રકારનો રાગ અને અન્ય પદાર્થો પ્રતિ ઉગ દ્વેષ ધરાવતો થાય છે. તેમ કરવામાં પણ તેને તેની મિથ્યામતિ ગેરમાર્ગે દોરી જઈ અનિષ્ટને ઇષ્ટ મનાવે છે અને ઇષ્ટને અનિષ્ટ મનાવે છે. એટલે કે તેને માટે કલ્યાણકારી હોય તેવાં તત્ત્વોને તે અકલ્યાણકારી કહ્યું છે, અને જે ખરેખર અહિતકારી હોય તેવાં તત્ત્વોને તે હિતકારી માની પોતાના રાગદ્વેષને બળવાન કરી મહાપાપ ઉપાર્જતો રહે છે. આવી અનિષ્ટ મિથ્થામતિથી દોરવાઇને તે જીવ કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય તથા પરપરિવાદ જેવી નિંદનીય, આત્માને નીચે પછાડનારી પ્રવૃત્તિઓમાં સતત રત બની, મહામોહનીય કર્મને ઉત્કૃષ્ટતાએ બાંધે છે. આ બધી પ્રવૃત્તિઓને સાથ આપે છે રતિ-અરતિ ભાવ અને માયામૃષાવાદ. આ બધાંનાં વમળોની વચ્ચે જીવની કલ્યાણ સંબંધી વ્યાખ્યા ઊલટી જ બંધાય છે, જેના પરિણામે પહેલાં સત્તર વાપસ્થાનક ઊભા થાય છે. પરંતુ આ મિથ્યા સમજણ જો સમ્યક્ થાય તો બધા સ્થાનકોએ બંધાતા પાપ ૩૬૧ Page #395 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઘટતાં જાય છે, ક્રમે ક્રમે કર્મબંધ ઓછાં થતાં જાય છે, તે બંધ ઘણા મંદ થાય છે અને જીવને શુધ્ધતા પ્રતિ દોરી જાય છે. આ રીતે થતી જીવની મિથ્યાપ્રવૃત્તિનું પૃથક્કરણ કરીએ તો સમજાય છે કે જીવને તેની અવળી મતિ-મિથ્યાત્વ જ બધી ગેર પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. આ મિથ્યામતિને ટાળવા શ્રી જિનેશ્વર પ્રભુ પ્રણીત માર્ગને આજ્ઞાધીનપણે આરાધતા શ્રી પુરુષનો બોધ તથા સત્સંગ ખૂબ ઉપકારી થાય છે. તેમની પાસેથી જીવ આ કલ્યાણકારી માર્ગને યથાર્થ રીતે સાંભળે, સમજે, શ્રદ્ધે તથા આરાધે તો તેને અનાદિકાળથી ભેટમાં મળેલી મિથ્યામતિ રૂપાંતર પામી સન્મતિ થાય છે અને તેથી જીવ સર્વ સવળી પ્રવૃત્તિ કરતાં શીખી આત્મસુખને માણનારો થાય છે. શ્રી વીતરાગ પ્રભુના કલ્યાણકારી માર્ગને જાણે, પોતાને તે માર્ગ કેટલો ઉપકારી છે તે સમજે ત્યારે તે સદ્ગુરુના આશ્રયે જઈ અકલ્યાણકારી માર્ગ ન પ્રવર્તાવવાનો નિયમ લે છે. આમ કરવાથી તેના નવીન બંધો ઘણા ઓછા થતા જાય છે. આના પડછામાં, ભૂતકાળમાં અવળા માર્ગે ચાલવાથી જે મહાપાપ ઉપાર્જન તેણે કર્યા હતાં તેનું શલ્ય તેને ખૂબ પજવે છે. તેથી તેનો પશ્ચાતાપ તેને થાય છે, અને આવી ભૂલો કરી હતી, તેનું ભવતારક ગુરુ પાસે ક્ષમા માગી પ્રાયશ્ચિત ઇચ્છે છે. વળી ભાવિમાં, મિથ્યામતિમાં વર્તી આવા કોઈ પાપ કરવામાં તે ફસાઈ ન જાય તે માટે તથા શ્રી પ્રભુ તથા શ્રી ગુરુનું અનન્ય શરણ ક્યારેય છૂટે નહિ એવા આશયથી બળવાન નિયમો ગ્રહણ કરે છે. તેને સમજાય છે કે સંસાર ભજવાના આરંભથી જે જે મિથ્યાપ્રવૃત્તિઓ તેણે કરી છે, તે પ્રવૃત્તિ કરવા માટે જ્યાં સુધી તેને સાચો પશ્ચાતાપ જાગશે નહિ ત્યાં સુધી તે તે મિથ્યાપ્રવૃત્તિ ફરીથી કરવાનો અવકાશ રહેશે. આથી આ સંભાવના તોડવા માટે સર્વ પ્રકારની અસહ્મવૃત્તિથી છૂટવા માટેના નિયમો જીવ સ્વીકારતો જાય છે. જો ચોતરફ નજર ફેરવવામાં આવે તો ખૂલું જણાય છે કે સદર્શનના ફેલાવા કરતાં અસદ્દર્શનનો ફેલાવો વધારે છે. આવા અસદર્શન અને મિથ્યાદર્શન જીવને ગમે ત્યાં અને ગમે તે સ્વરૂપે જકડી શકે છે. એ મિથ્યાદર્શન પ્રાપ્ત થયેલા થોડા ઘણા સદર્શનના પ્રભાવને ત્વરાથી દૂર કરી, પાપના પાશમાં લઈ જાય છે. તે વખતે ૩૬૨ Page #396 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક અસદર્શનનો પ્રભાવ જોવા મળે છે. આમાં બને છે એવું કે અનાદિકાળથી જીવને અસદ્દર્શનનો જ પનારો પડેલો છે, અને તેના મારફત જીવ સંસારના શાતાના નિમિત્તો પ્રતિ આકર્ષાયેલો રહેલો હોય છે, તેવા સંજોગોમાં તેને શાતાની પાછળ પાછળ આવતી અશાતા નજરે પડતી નથી. એટલે સદ્દર્શનના સદ્ભાવથી જે કંઈ પુણ્ય બંધાય છે તેને લીધે શાતાના ઉદયો તેને આકર્ષવા લાગે છે, અને પૂર્વ મહાવરાને કારણે એ જીવ શાતાના આકર્ષણ પાછળ આંધળી દોટ મૂકે છે. અને મળેલા સદર્શનના સદ્ભાવને ધોઈ નાખી, અસ સત્ માનવાની ભૂલ ફરી ફરી કરતો રહે છે. અસહ્ના આવા અદમ્ય આકર્ષણથી જીવ છૂટે તો જ તે પૂર્વનાં બધાં પાપસ્થાનોથી છૂટી શકે. જ્યાં સુધી મિથ્યાદર્શનનો ત્યાગ ન થાય ત્યાં સુધી સન્દર્શન ફળવાન થઈ શકતું નથી. આ ભાવને વિસ્તારથી સમજીએ તો ખ્યાલ આવે છે કે આ એક પાપસ્થાનકનો વિસ્તાર એટલે આખો સંસાર. આ પાપસ્થાનક વિશેની સમ્યક્ વિચારણા એટલે સંસારની પરિસમાપ્તિનું નિમિત્ત. આ એક જ પાપસ્થાનકમાં બંને અપેક્ષા સમાઈ જાય છે તે શું આશ્ચર્યકારક નથી? મિથ્યામતિના ઉપદ્રવથી જીવ અઢારે પાપસ્થાન સ્પર્શ છે, આઠે કર્મ ઉત્કૃષ્ટતાએ બાંધી શકે છે. અને તેને સન્મતિમાં રૂપાંતર કરતા જવાથી પાપસ્થાનનો સ્પર્શ ઘટતો જાય છે, આઠે કર્મની નિર્જરા થાય છે અને અંતમાં આત્મા પોતાનાં શુધ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. મિથ્યાદર્શનથી અનુભવવા પડતાં શલ્યને સમભાવ તથા કલ્યાણભાવ કેળવવાથી નિવૃત્ત કરી શકાય છે, બીજી બાજુ મમત, દુરાગ્રહ, અભિનિવેશ, અવિનય અને મતાગ્રહ ત્યાગતા જવાથી સ્વસ્વરૂપની અનુભૂતિ નજીક આવતી જાય છે. જીવમાં જેમ જેમ ગુણો વધતા જાય તેમ તેમ તેની પાપ પ્રવૃત્તિ ઓછી થતી જાય છે. એટલે કે ઓછાં ને ઓછાં પાપસ્થાનકોનાં પાપ બાંધતો જાય છે. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જીવ અઢારે પાપસ્થાનકને સ્પર્શી ઉત્કૃષ્ટ કર્મબંધ કરી શકે છે. તે પછીથી બીજા ગુણસ્થાનથી શરૂ કરી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાન સુધી જીવ અંત:ક્રોડાકોડી સાગરોપમ સુધીનો જ કર્મબંધ કરે છે, તેથી વિશેષ કાળનો કર્મબંધ કરતો નથી, એટલે કે આ પાપસ્થાનકોએ વર્તતી અશુભ પ્રવૃત્તિમાં તેને ક્રમે ૩૬૩ Page #397 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ક્રમે વિશેષ મંદતા થતી જાય છે. અંત:ક્રોડાકોડી સાગરોપમથી અધિકો બંધ માત્ર પહેલા ગુણસ્થાને જ થાય છે. જીવ આત્મશુદ્ધિના માર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય છે, તેમ તેમ એ પાપસ્થાનોમાં તેના ભાવોની તીવ્રતા મંદ થાય છે, મંદતર થાય છે, મંદતમ પણ થાય છે. અને ક્ષપક શ્રેણિમાં કષાયોનું મંદપણું અત્યંત થતું હોવાથી તે કષાયોની ગણતરી કરવાની પણ જરૂર રહેતી નથી. ગુણસ્થાનની રચના મોહનીય કર્મના ક્ષયોપશમને આધારે કરવામાં આવી છે. પહેલા ગુણસ્થાને ત્રણ યોગ ધરાવનાર જીવ અઢારે પાપસ્થાનક ઉત્કૃષ્ટતાએ એવી શકે છે. બીજા ગુણસ્થાનનો સમય ઘણો અલ્પ છે, અને ત્યાં અનંતાનુબંધી કર્મનો ઉદય હોવાથી પરિગ્રહ અને અબ્રહ્મ પાપસ્થાન સેવાય છે. તે સિવાયના કષાયો ત્યાં હોતા નથી તેથી અન્ય પાપસ્થાનક આવતા નથી. ત્રીજા ગુણસ્થાને મિશ્રભાવ રહેતા હોવાથી પહેલા પાંચ પાપસ્થાનક અને કષાયના ચાર સ્થાનના પાપ બંધાય છે. તે પછીનાં રાગદ્વેષ આદિ સામાન્યપણે બંધાતા નથી. ચોથા ગુણસ્થાને આવતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય દબાય છે અથવા ક્ષય પણ થાય છે. તેથી લગભગ પહેલાં અગ્યાર પાપસ્થાનકનો સ્પર્શ થાય છે. તે પછી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયોનો ઉદય પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાને જતો હોવાથી રાગ દ્વેષ કષાયોના પાપસ્થાનક સ્પર્શાવા ઘટી જાય છે. છટ્ટે પહેલા નવ પાપસ્થાનક રહે છે. અને તે બધાં પાપસ્થાનક ક્રમથી ઓછાં થતાં જઈ કષાયના ક્ષય સાથે અઢારે દુષણોથી આત્મા વર્જીત બને છે. અઢારમું મિથ્યાદર્શન શલ્ય અને પહેલાં પાંચ પાપસ્થાનક એકથી પાંચ ઇન્દ્રિય સુધીના પહેલા ગુણસ્થાને વર્તતા તમામ જીવો સ્પર્શે છે. અને એકથી અગ્યાર પાપસ્થાનક મિથ્યાત્વ ગયા પછી પણ પ્રત્યેક છદ્મસ્થ જીવ સ્પર્શતો રહે છે, માત્રા ઘણી ઘટતી જાય છે. એકેંદ્રિયરૂપે રોગાદિના જીવાણુ બની અન્યને પીડા પહોંચાડવી તે હિંસા. આ પરવશપણે થતી પ્રવૃત્તિ મૃષાનું આચરણ કરાવે છે. તેને લીધે કર્મપરમાણુઓ ગ્રહણ કરી બીજાની શાતા છીનવે છે તે ચોરી. અનુકૂળ સ્પર્શાદિની અવ્યક્ત પ્રિયતા તે મૈથુન સંજ્ઞા અને જોરદાર અવ્યક્ત દેહાધ્યાસ તે પરિગ્રહ. આ જીવોને બીજી એકપણ 3६४ Page #398 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક ઇન્દ્રિય ન હોવાથી બાકીના પાપસ્થાનક સ્પર્શી શકે તેટલું વીર્ય તેને હોતું નથી. બીજી ઇન્દ્રિય મળતાં, તેનામાં ત્રપણું આવવાથી તે જીવો રસના પ્રગટવાથી વેદાતા કષાયો થોડે અંશે વ્યક્ત થાય છે. તે જીવો પહેલાં નવ અને અઢારમા પાપસ્થાનકના પાપ બાંધે છે. ત્રણ ઇન્દ્રિયવાળા તથા તેનાથી વધારે ઇન્દ્રિયોવાળા જીવો રાગ તથા વૈષનું વેદન કરતા થાય છે. પણ જેમાં અન્ય વ્યક્તિના સાથની જરૂર પડે તેવાં કલહ આદિ પાપસ્થાનોના પાપ બાંધવા જેટલી શક્તિ તેમનામાં હોતી નથી. કલહથી શરૂ કરીને સાત પાપસ્થાનોના પાપ માત્ર સંજ્ઞીપંચેન્દ્રિય જીવો જ બાંધી શકે છે. કારણ કે એ માટે સંજ્ઞાના ઉપયોગની જરૂરિયાત રહે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સંજ્ઞાને લીધે વિચાર કરવાની શક્તિ તથા લાભાલાભની માત્રા જાણવાની આવડત આવે છે. તે જીવો જ્યારે સંજ્ઞાનો અવળો ઉપયોગ કરે છે ત્યારે અઢારે પાપસ્થાનકોના પાપ ઉત્કૃષ્ટતાએ બાંધી શકે છે, અને સંજ્ઞાનો સદુપયોગ કરે ત્યારે તે જીવો આ બધા પાપોથી છૂટતા પણ જાય છે. તેમાં પણ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યની સંજ્ઞા સહુથી વિશેષ ખીલેલી હોવાથી તેના દુરુપયોગે અઢારે પાપસ્થાનકના બંધને ઉત્કૃષ્ટતાએ બાંધી શકે છે, અને સદુપયોગ અઢારે પાપસ્થાનકના પાપથી છૂટી પણ જાય છે. અન્ય કોઈ પણ ગતિ એવી નથી કે જ્યાં જીવ પહેલાં અગ્યાર વાપસ્થાનના બંધ કરતો ન હોય. અઢારે પાપસ્થાનકે બંધાતા જઘન્યથી ઉત્કૃષ્ટ કર્મબંધ તોડવાનો મહામાર્ગ શ્રી પ્રભુએ અત્યંત ઉપકાર કરીને જણાવ્યો છે. આ પાપસ્થાનોથી જીવને બચાવી મુક્તિના માર્ગમાં પ્રેમથી દોરી રહ્યા છે તેવા સગુરુના આશ્રયે જઈ તેમનામાં પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા કેળવતા જવાથી આપણને આ મુક્તિમાર્ગની યથાર્થ ઓળખાણ થાય છે; અને તેમના જ આશ્રયમાં રહી આરાધના કરવાથી કર્મબંધ શિથિલ થતાં જાય છે. જ્યાં સુધી જીવ સ્વચ્છંદને પોષે છે ત્યાં સુધી આ બધાં દુષણો જીવને પાપબંધમાં નાખે છે, પણ જીવ સ્વછંદને ત્યાગી સગુરુની આજ્ઞાએ વર્તતાં શીખે છે ત્યારે પાપચાનકથી બંધાતા કર્મને છોડી મુક્તિની સાધના યથાર્થ રીતે કરી શકે છે. આ માટેનું પ્રથમ અનિવાર્ય અંગ તે સત્પરુષ કે સદ્ગુરુનું શરણ લેવું, તેમના પ્રતિ અપ્રતીમ પ્રેમ, શ્રધ્ધા તથા અર્પણભાવ કેળવવાં, અને તે પછી એમના આશ્રયે, એમના ૩૬૫ Page #399 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ માર્ગદર્શન નીચે પૂર્વે બાંધેલા કર્મો માટે, સેવેલા સ્વછંદ માટે પશ્ચાતાપ કરી ક્ષમા માંગવી. ક્ષમા માંગી ભૂલનું પ્રાયશ્ચિત સ્વીકારી નિર્જરાને સકામ કરવી. સામાન્યપણે થતી અકામ નિર્જરામાં સકામ નિર્જરા ભળવાથી પૂર્વ સંચિત કર્મો જલદીથી ખપતાં જાય છે. આ ક્રિયાની સાથો સાથ જીવે, પોતાને શુધ્ધ થવું છે, કર્મબંધ રહિત થવું છે, એ માટે યોગ્ય માર્ગદર્શન મેળવવા શ્રી પ્રભુને પ્રાર્થના કરી સ્વચ્છંદનો નિરોધ કરવો યોગ્ય છે, તેનાથી માર્ગથી શ્રુત થવાની તેની સંભાવના ક્ષીણ થતી જાય છે, તથા થતી કર્મવૃદ્ધિ અટકતી જાય છે. આ બંનેથી, ક્ષમાપના અને પ્રાર્થનાના જોરથી વણજોતા વિચારોથી જીવ છૂટે છે, અને એ કાળમાં શ્રી સગુરુએ સમજાવેલા આત્મગુણોની વિચારણા તથા રટનામાં એકાકાર થઈ તે દેહાત્મબુદ્ધિ ત્યાગી સ્વરૂપમાં લીન થવાનો સુઅવસર મેળવે છે. આ પ્રકારે આરાધનમાં લીન થવા માટે જીવને બાહ્ય સંજોગોની સાનુકૂળતા ખૂબ મદદ કરે છે. સર્વસંગ પરિત્યાગી મુનિ અવસ્થામાં પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું પાલન, ગ્રંથાભ્યાસ આદિ માટેની સુવિધા ઉપકારી થાય છે. અને જીવને જો ગૃહસ્થ જીવન હોય તો પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવતરૂપ બાર અણુવ્રતનું પાલન, સાથે સ્વાધ્યાય આદિ ઉપકારી રહે છે. આ બધા સદાભ્યાસમાં, સદાચારમાં, સવૃત્તિઓમાં રમતા રહેવાથી જીવ સહજતાએ અસત્નો ત્યાગ કરી શકે છે. જેની પાસેથી આ રીતે રહેવા માટે જીવને બળ મળે છે તેવા આપ્ત પુરુષના સંગમાં રહેવું, સત્સંગને ઉપાસવો અને તે બંને સતત મળતા રહે તેવી ભાવના ભાવવી એ જીવ માટે મુખ્ય કર્તવ્ય બની રહે છે. જ્યાં સુધી જીવ સત્સંગનો આશ્રય કરી, પોતાના આત્માને સંસારથી મુક્ત કરવાના ભાવ જોરદાર રીતે કરતો નથી, ત્યાં સુધી તેણે સેવેલા સદાચાર કે ધર્માચરણ આત્માર્થે ફળવાન થતાં નથી. આથી અંતરંગથી છૂટવાના ભાવ કરવા તે આ પાપસ્થાનકોથી બચવાનું પહેલું પગથિયું છે. શ્રી ગુરુના આશ્રયે છૂટવાના માર્ગની જાણકારી લેવી તે બીજું પગથિયું છે. અને સત્સંગ તથા સન્માર્ગ દ્વારા છૂટવાની પ્રવૃત્તિ કરવી તે ઉત્તમ અને અગત્યનું ત્રીજું પગથિયું છે. જીવની પાત્રતા, ગુરુની યોગ્યતા કે ધર્મની પૂર્ણતા ૩૬૬ Page #400 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક બાબતમાં જો કંઇ પણ ખામી હોય તો તે ખામીના કારણે કોઈ ને કોઈ પાપસ્થાનક બળવાન બની જીવને કર્મબંધનમાં બાંધી લે છે, અને તેના આત્મવિકાસને સંધે છે. તેથી તે ત્રણે તત્ત્વો ઉત્તમ થાય તેની તકેદારી રાખવી જરૂરી છે. આ પાપથાનોથી બચવા જીવે સત્ય મનોયોગ તથા સત્ય વચનયોગ વધારે સ્વીકારવા યોગ્ય છે. સત્ય મનોયોગ તથા વચનયોગને કારણે ગ્રહણ થતાં જીવનાં પુદ્ગલ પરમાણુઓ શુભ પ્રકારનાં થતાં જાય છે. વ્યવહારથી સર્વ જીવો માટે શુભભાવ રાખવા, અશાતા આપનારને પણ શાતા મળે એ ભાવમાં વર્તવું, ગુણોનો આશ્રવ કરવાની ભાવના આદિથી સત્ય મનોયોગ અને સત્ય વચનયોગ તરફ તે જીવ પ્રગતિ કરે છે. સત્યયોગના સ્વીકારના ફળરૂપે જીવનું વીર્ય ખીલે છે, શુભ પરમાણુઓ ગ્રહણ થતાં જાય છે અને તે પરમાણુઓ જીવને શુધ્ધ થવામાં મદદ કરે છે. આ પ્રવૃત્તિમાં સ્થિર થવા માટે જીવને પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ ખૂબ જ ઉપકારી થાય છે. સમ્યક્ટર્શન થયા પહેલાં જીવમાં સ્થિરતા હોતી નથી, વળી સગુરુ, સત્સંવ અને સત્કર્મ પ્રતિની શ્રદ્ધા પણ અવિચળ હોતી નથી. તે મેળવવા અને અચલિતપણું પ્રાપ્ત કરવા, દઢ કરવા, પ્રાર્થના તથા ક્ષમાપના ઉપકારી થાય છે. આ દશામાં જીવને પોતાની પૂર્વની ભૂલોનો યથાર્થ ખ્યાલ હોતો નથી, પોતાની વર્તનામાં કેવા દોષ રહ્યા છે તેની વિવેકપૂર્વકની સમજણ પ્રગટી હોતી નથી, તેથી તેના દિલમાં સાચો કે ઉત્કૃષ્ટ પશ્ચાતાપ જાગતો નથી. આ સ્થિતિથી બહાર નીકળવા માટે તેને પ્રાર્થના ખૂબ જ મદદ કરે છે. પ્રાર્થનામાં પોતાને સુખી થવું છે, શાંતિ મેળવવી છે, શાશ્વત સુખનો અનુભવ કરવો છે, બધાનો પ્રેમ અનુભવવો છે વગેરે ભાવો તે સહેલાઈથી ગૂંથી, તેના પ્રેરક સદ્ગુરુ પ્રતિના અને પ્રભુ પ્રતિના પોતાનાં પ્રેમ તથા શ્રધ્ધાને વિકસાવી શકે છે. આ કાર્ય કરવાથી તે સહજતાએ દૂષણોથી છૂટતો જાય છે, એટલે તેનાં કર્મનો સંવર થવાની શરૂઆત થાય છે. ગુણોનો લક્ષ આવતાં પોતાનાં પૂર્વ દોષોની સમજણ આવવી શરૂ થાય છે, અને તે માટે તે પશ્ચાતાપ અનુભવી ક્ષમાપના કરતાં શીખે છે. પ્રાર્થના તથા ક્ષમાપનાના બળથી હળવો બનતો તે જીવ આત્માના ગુણોમાં એકરૂપ ૩૬૭ Page #401 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થવા મંત્રસ્મરણનું આરાધન કરે છે. આમ જીવ તેની પ્રાથમિક અવસ્થામાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ એ ક્રમથી વિકાસ સાધે છે. તે જીવ આગળ વધી જ્યારે સમ્યક્દર્શન મેળવે છે ત્યારે તેને થયેલા આત્માનુભવને કારણે સાચું શું છે અને ખોટું શું છે તેની પરખ આવે છે. આથી કલ્યાણના માર્ગમાં ચાલવાની તેની આતુરતા વધે છે, તેના પરિણામે પોતે પૂર્વમાં કેવા ખોટા માર્ગે ચાલ્યો હતો તેની સમજણ વધતાં તેનો ખોટાં કાર્યો કરવા માટેનો પશ્ચાતાપ ઉગ્રતા ધારણ કરતો જાય છે. સાથે સાથે વર્તમાનમાં અવળા માર્ગે જવું નથી એ ભાવને કારણે, કર્મવશતાથી તથા વીર્યની ઓછપથી નવા બંધાતા કર્મો માટે પણ તેને પશ્ચાતાપ વેદાતો રહે છે. આમ જ્યાં સુધી તેનામાં યથાર્થ સ્થિરતા આવતી નથી, પૂરતું વીર્ય ખીલતું નથી ત્યાં સુધી તેને મુખ્યતાએ પશ્ચાતાપ વર્તે છે, અને ક્ષમાપના થયા કરે છે. તેની સાથોસાથ તે જીવને આત્મસ્થિરતાનો અનુભવ વારંવાર કરવાની અભિલાષા રહેતી હોવાથી, સ્વરૂપસ્થિરતાના કારણરૂપ આત્મગુણોનું રટણ – મંત્રસ્મરણ પણ થયા કરે છે. આ બે પ્રકારના ભાવોના વેદનમાં જ્યારે તે જીવને મંદતા જણાય છે ત્યારે તે મંદતા દૂર કરવા માટેની પ્રાર્થના તે પ્રભુ સમક્ષ કરી, વીર્ય પ્રગટાવી લે છે. આમ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના પ્રારંભમાં જીવના આરાધનનો ક્રમ ક્ષમાપના, મંત્રસ્મરણ તથા પ્રાર્થના એ પ્રકારે રહે છે. આત્માર્થે શરૂ કરેલા પુરુષાર્થના સાતત્યથી, વારંવાર આત્માનુભવ મળતો હોવાથી જીવનાં કર્મક્ષયનું પ્રમાણ વધી જાય છે, વીર્ય ખીલતું જાય છે, આત્મસ્થિરતા વધતી જાય છે, તેથી તેની ભૂલો ઘટે છે, દોષ આત્મપ્રદેશ પરથી વિદાય લેતાં જાય છે, એટલે તેને માટે ક્ષમાપના કરવાનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. અને આત્મસ્થિરતા તથા વીર્ય વધારનાર આત્મગુણોનું રટણ અર્થાત્ મંત્રનું સ્મરણ અગ્રસ્થાન લે છે. તેનાથી સંવર ઉત્કૃષ્ટ સ્વરૂપ પકડે છે. સાથે સાથે નિર્જરા પણ સકામ અકામ રૂપે થતી જાય છે. પરિણામે ઉપયોગથી વર્તવા છતાં જ્યારે દોષ થઈ જાય ત્યારે તેનું પાયશ્ચિત કરવા જીવ ક્ષમાપનાનો આશ્રય કરે છે. આમ છટ્ટા સાતમા ગુણસ્થાને મંત્રસ્મરણ અગ્રસ્થાને આવી જાય છે, જીવને માટે સ્વરૂપસ્થિરતા માણવાનો ક્રમ અગ્રસ્થાને પહોંચે છે. અને उ६८ Page #402 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક તે જીવ જ્યારે સ્મરણ કે ક્ષમાપનામાં મંદતા અનુભવે ત્યારે પ્રાર્થનાનો આશ્રય કરે છે. તેમ છતાં આ ગુણસ્થાનોએ મુખ્યતાએ ક્ષમાપના તથા પ્રાર્થના એકબીજામાં ભળી જાય છે. તે જીવ થયેલા દોષોની ક્ષમા માગી, આવા દોષો ફરીથી ન થાય તે માટે પ્રાર્થતો રહે છે. તેની વર્તનાના અનુસંધાનમાં પ્રાર્થના ક્ષમાપનાની માત્રા બદલાતી રહે છે. તેનાં આત્મસ્મરણ અને આત્માનુભવ અનુક્રમે વધતાં જાય છે, અને તેથી ધીમે ધીમે તે જીવ સાતમા ગુણસ્થાનની ઉત્કૃષ્ટતા સુધી પહોંચે છે. આથી આગળ વધી આત્મા ક્ષપક શ્રેણિ શરૂ કરે છે ત્યારે તેનાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ સૂક્ષ્મ રૂપ ધારણ કરતાં જઈ એકમેકમાં ભળતાં જાય છે. અને છેવટે તે એકરૂપ થઈ પૂર્ણતા સુધી પહોંચે છે. આ રીતે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ એ ત્રણેનો લાભ જીવ પોતપોતાની રીતે અને પોતાની દશા અનુસાર મેળવી લેતો રહે છે. આ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું સ્વરૂપ વિસ્તારથી સમજવા યોગ્ય છે. ૩૬૯ Page #403 --------------------------------------------------------------------------  Page #404 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ અકામ નિર્જરા - જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ અચૌર્ય વ્રત - સ્થૂળથી સૂક્ષ્મ પ્રકારની ચોરી ન તેમ ભોગવીને તેને નિવૃત્ત કરવા તે અકામ કરવી તે. નિર્જરા. અકામ નિર્જરા કરતી વખતે જીવ અજીવ - ચેતનરહિત દ્રવ્યને અજીવ કહેવાય છે. વિભાવમાં રહેતો હોવાથી નવાં અનેક કર્મો બંધાય છે, પરિણામે સંસાર લંબાય છે. અણગાર - ગૃહસ્થ જીવન છોડી ગૃહ રહિત સ્થિતિ એટલે કે મુનિ જીવન સ્વીકારનાર. અગુરુલઘુપણું - ભારે પણ નહિ, હલકું પણ નહિ તેવું. અણુવ્રત – મુનિ જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન - સર્વ કષાયો તેનું નાનાં સ્વરૂપનું પાલન શ્રાવક કરે છે તેથી તે અણુવ્રત કહેવાય છે. પાંચ અણુવ્રત - અહિંસા, સત્તાગત થાય છે, એકનો પણ ઉદય હોતો નથી. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અઘાતી અંતરાય - આત્માના ગુણનો ઘાત કર્યા અણુવ્રત કુલ બાર છે. વિના ઈચ્છિત પ્રાપ્તિથી વંચિત રાખે તે અઘાતી અંતરાય કહેવાય છે. અધ:કરણ – અધ:કરણમાં સત્તાગત અશુભ કર્મોની સ્થિતિ તથા રસ એક એક અંતર્મુહૂર્તથી ઘટતાં અઘાતી કર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત જાય છે, અને આત્મવિશુદ્ધિ સમયે સમયે ન કરતાં, દેહથી ભોગવાય છે તે અઘાતી કર્મ છે. વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો અચક્ષુદર્શનાવરણ - આંખ સિવાયની ઇન્દ્રિયોથી અનુભાગબંધ ઘટે છે. એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા અધુવોદયી - જે કર્મનો ક્યારેક ઉદય હોય, અને વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન કહેવામાં ક્યારેક ઉદય હોતો નથી, તે કર્મને અધુવોદયી આવે છે. આ પ્રકારનાં દર્શનને આવરણ કરે તે કર્મ કહે છે. ઉદા. નિદ્રા પંચક. અચક્ષુદર્શનાવરણ ગણાય છે. અચેત પરિગ્રહ - અચેત પરિગ્રહ એટલે સોનું, - અન્યત્વભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી રૂપું, વસ્ત્ર, ઘરનું રાચરચીલું, આભરણ એમ વિચારવું તે અન્યત્વભાવના. આદિ અનેક પદાર્થોની ગણતરી તેમાં કરવામાં અનભિસંધિજ વીર્ય - અનભિસંધિજ વીર્ય એટલે આવે છે. કષાયની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે. ૩૭૧ Page #405 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના. અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને અધ: કરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી જ જીવને સ્થિતિઘાત, રસધાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી રહે છે. અનુકંપા – સ્વાર કલ્યાણના ભાવ દ્વારા સહુ જીવો સુખને પામે એવા ભાવમાં રહેવું તે અનુકંપા. અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને અનંતચતુષ્ટય કહે છે. અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની શુદ્ધ સ્થિતિ તે અનંત ચારિત્ર અથવા યથાખ્યાત ચારિત્ર. અનંતદર્શન - એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું લોકાલોકનું જોવું તે અનંત દર્શન. અનંતવીર્ય - વીર્યનું ઉત્કૃષ્ટ પ્રગટપણું તે અનંતવીર્ય. અનંતજ્ઞાન - સમા લોકાલોકનું પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. અનંતાનુબંધી કષાય - જે કષાય જીવનો અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી કષાય છે. આ કષાયો જીવના સમ્યગ્દર્શનને પ્રગટ થવા દેતા નથી. અનંતાનુબંધી ક્રોધ - કલ્યાણના સાધનો પ્રતિનો અભાવ કે અણગમો એ અનંતાનુબંધી ક્રોધ. અનંતાનુબંધી ચોકડી - અનંત અનુબંધ કરવાવાળા ક્રોધ, માન, માયા તથા લોભના સમૂહને અનંતાનુબંધી ચોકડી કહે છે. અનંતાનુબંધી માન - સદૈવ, ગુરુ તથા શાસ્ત્ર પ્રતિ અહોભાવને બદલે જીવને તુચ્છતાનો કે અતિસામાન્યપણાનો ભાવ વેદાય તે અનંતાનુબંધી માન. અનંતાનુબંધી માયા - શ્રી સર્વજ્ઞ આદિને બદલે સંસારના લાભાર્થે અન્યને ઉચ્ચ બતાવવાની - વૃત્તિ તે અનંતાનુબંધી માયા. અનંતાનુબંધી લોભ - ધર્મના નામથી સંસારી લાભમાં રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ તે અનંતાનુબંધી લોભ. અપરિગ્રહવ્રત - કોઈ પણ પરિગ્રહ (સંસારી પદાર્થ) ગ્રહણ ન કરવાનો નિયમ. અપવર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય. ૩૭૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ અપ્રશસ્ત ઉપશમ - જે કરણ વડે ઉપશમ વિધાનથી ટેલિસ્કોપ કે આંખ આદિ ઇન્દ્રિયની સહાય વગર ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ છે તથા સીધેસીધા જાણી તથા જોઈ શકે છે. ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે. અવસર્પિણી કાળ - જે કાળમાં સુખની હાનિ અને અભવીપણું - જે જીવને મોક્ષમાં જવાનું થતું દુઃખની વૃદ્ધિ ઉત્તરોત્તર થતી જાય તે અવસર્પિણી નથી, અંતવૃત્તિસ્પર્શ પહેલાં સહુ જીવ અભવી કાળ ગણાય છે. ગણાય છે. અવિરતિ - થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. અભિસંધિજ વીર્ય - અભિસંધિજ વીર્ય એટલે દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને કારણે છે તે. થતા દોષ ન અટકાવવા કે ચલાવી લેવા તેનું અભ્યાખ્યાન પાપસ્થાનક - પોતાનાં માનભાવને નામ અવિરતિ. પોષવા અને પોતે કરેલા ક્રોધ કષાયનું સત્યપણું અવ્યાબાધ સુખ - જે સુખને કોઈ બાધી શકે નહિ, દેખાડવા, કોઈ જીવમાં જે દોષ ન હોય તે દોષનું તોડી શકે નહિ તે અવ્યાબાધ સુખ. આરોપણ કરી, આળ ચડાવી પોતાનો તે વ્યક્તિ અશરણભાવના - સંસારમાં મરણસમયે જીવને શરણ માટેનો રોષ વ્યક્ત કરવો તે અભ્યાખ્યાન. કોઈ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ જીવ પર અછતા આળ ચડાવવાં તે અભ્યાખ્યાન સત્ય છે એમ વિચારવું તે અશરણભાવના. પાપસ્થાનકનો વિષય છે. અશાતાવેદનીય - અશાતા વેદનીય કર્મના ઉદયથી અત્યંતર તપ - અંતરંગથી, મનથી કરાતું તા. જીવ દુ:ખનો અનુભવ કરે છે. શરીરમાં રોગ અરતિ નોકષાય - ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાં થાય, અશાંતિ અનુભવાય, શરીરમાં દુ:ખાવો મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં છે. કારણ કે અકારણ અણગમો તે અરતિ. અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અરૂપીપણું – જે ચર્મચક્ષુથી દેખાય નહિ તેવું. અર્થાતુ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. અવધિદર્શનાવરણ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અશુચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવધિદર્શન. આ દર્શનને અટકાવનાર કર્મ તે ખાણ છે, રોગ જરાદિનું ધામ છે. આ શરીરથી અવધિદર્શનાવરણ કર્મ કહેવાય છે. હું ન્યારો છું એમ ભાવવું તે અશુચિભાવના. અવધિજ્ઞાન - અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે અહિંસાવ્રત - અન્ય જીવને દૂભવવાથી શરૂ કરી દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય માણહરણ પર્યંતનાં દુ:ખ આપતાં અટકવું. કહેવાય. અવધિજ્ઞાનવાળો જીવ એ રૂપી દ્રવ્યોને અક્ષય સ્થિતિ - જે સ્થિતિનો કદી નાશ થવાનો નથી પોતાની મર્યાદાના પ્રમાણમાં, સુક્ષ્મદર્શક યંત્ર કે ૩૭૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અજ્ઞાન - જ્યાં સુધી જીવને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ આલોચના - આલોચના એટલે ગુરુજનો સમક્ષ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન અને પોતાના દોષ વર્ણવી તે માટે પશ્ચાતાપ કરવો. તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય છે, એટલે આવશ્યક - આવશ્યક એટલે જરૂરથી કરવા કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે જ્ઞાનરહિત યોગ્ય. પ્રભુજીએ બતાવેલા છ આવશ્યક એટલે સ્થિતિ નહિ, પરંતુ અસમ્યક્ જ્ઞાન એવો અર્થ સામાયિક, ચોવીશ જિન સ્તવન, વંદના, થાય છે. પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આગમ સૂત્રો - શ્રી તીર્થંકર પ્રભુના બોધને આસ્થા - જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય, તે માર્ગનું ગણધરજીની સહાયથી આચાર્યજી ગ્રંથસ્થ કરે શ્રધ્ધાન કરવું તે આસ્થા. છે, તે આગમ કહેવાય છે. તે સંક્ષિપ્ત હોવાથી સૂત્ર કહેવાય છે. આશ્રવ - પાપ અથવા પુણ્ય સૂચવતા કર્મપરમાણુઓ આચાર્યજી – શ્રી પ્રભુએ જણાવેલા મુનિ જીવનના આત્માના પ્રદેશ પર સ્વીકારવા તેને આશ્રવ આચારને યથાર્થતાએ પાળી, પોતાના આચારથી કહે છે. જીવ સારા અથવા નરસા ભાવ તથા જ અન્ય જીવોને ધર્મસન્મુખ કરે છે તે આચાર્ય. ક્રિયા કરી શુભ અથવા અશુભ કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે - આ પ્રક્રિયાને આશ્રવ આઠમું નિવૃત્તિનાદર ગુણસ્થાન (અપૂર્વકરણ) કહેવાય છે. - બાદર એટલે મોટું, મોટા કર્મનાં ઉદય જ્યાં સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી આશ્રવભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન આદિથી કર્મ નિવૃત્ત થયો છે, તે “નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન આત્મા પર આવે છે, એમ સમજવું તે આશ્રવ તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનથી શ્રેણી શરૂ ભાવના. થાય છે. આહારક શરીર – ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઇ આર્તધ્યાન - મનનાં ચિંતાત્મક પરિણામ. જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે આત્મા - ચેતન તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ અથવા કર્મરહિત અથવા તીર્થંકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા જીવ. માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું આત્માનાં છ પદ - ૧. આત્મા છે. ૨. આત્મા અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, નિત્ય છે. ૩. આત્મા કર્તા છે. ૪. આત્મા ભોક્તા ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. આવે છે. આપ્ત પુરુષ - જેણે આત્માની શુદ્ધિ મેળવી છે તે. ઈતરનિગોદ - નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા આયુષ્ય કર્મ - જે કર્મના ઉદયથી જીવ પોતાના પછી સૂમ એકેંદ્રિયરૂપે જીવ રહે તે ઈતરનિગોદ નિયત ભવમાં જીવી શકે, અને જ્યારે કર્મોદય કહેવાય છે. પૂરો થાય ત્યારે નિયમા મૃત્યુ પામે, એવું જે કર્મ ઉચ્ચ ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, તે આયુષ્ય કર્મ કહેવાય. શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ૩૭૪ Page #408 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ ગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. ઉત્સર્પિણી કાળ – જે કાળમાં દુઃખની હાનિ અને સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ ગણાય છે. ઉર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્દવર્તન થયું એમ કહેવાય છે. ઉદાસીનતા - ઉર્દુ એટલે ઊંચે. અસીનતા એટલે રહેવાપણું. ઉદાસીનતા એટલે કષાયથી ઊંચું, આત્મા સમીપ રહેવાપણું અર્થાત્ નિસ્પૃહપણું વેદવું. ઉદ્દી૨ણા - કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં આવે એવા સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉદ્દીરણા કરી કહેવાય છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ પુરુષાર્થથી ખેંચવામાં આવે છે. - ઉપભોગાંતરાય જે વસ્તુનો એક કરતાં વધારે વખત ઉપયોગ કરી શકાય છે તે ઉપભોગ. વસ્ત્ર, પાત્ર, ઘરેણાં, ઘરબાર આદિ ઉપભોગ કરવાની વસ્તુઓ છે. તે વસ્તુઓનો ભોગવટો ન કરી શકે એ ઉપભોગાંતરાય કર્મ ગણાય. ઉપશમ - કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ થવું તે કર્મનો ઉપશમ કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. પરિશિષ્ટ ૧ મોહનીય કર્મના સર્વથા અનુદય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે. ઉપશમ સમકિત - જીવ જ્યારે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે. ઉપશમ શ્રેણિ - ઉપશમ કરવું એટલે શાંત કરવું. કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યાં કહેવાય. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય. ઉપાદાન - જીવની પાત્રતા. ઉપાધ્યાયજી – ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વપર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનારને ઉપાધ્યાયજી કહેવાય છે. એકેંદ્રિય - માત્ર સ્પર્શેદ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે. એકત્વભાવના – મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, અને એકલો જવાનો છે, આમ અંતઃ કરણથી ચિંતવવું તે એકત્વભાવના. ઔદારિક શરીર - ઉદાર એટલે સ્થૂળ, તે પરથી ઔદારિક શબ્દ આવ્યો છે. જે સ્થૂળ પુદ્ગલ પરમાણુનું બનેલું શરીર હોય તે ઔદારિક શરીર કહેવાય છે. અંતર્મુહૂર્ત - આઠ સમયથી વધારે અને ૪૮ મિનિટથી ઓછા કાળને અંતર્મુહૂર્ત કાળ કહે છે. ૩૭૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અંતરકરણ - જીવ અનિવૃત્તિકરણના કાળ પછી, કર્મ ઉદય – બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી અનંતાનુબંધી કર્મનાં નિષેકોનો અંતરમુહૂર્ત સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે - માત્ર અભાવ કરે છે, અને તે પરમાણુને અન્ય પ્રદેશોદય અને વિપાકોદય. સ્થિતિરૂપ પરિણાવે છે, જેથી તેનો ઉદય કર્મ પ્રકૃતિ - પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ થાય નહિ. આ પ્રક્રિયાને અંતરકરણ કહેવામાં કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો આવે છે. છે તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ અંતરાય કર્મ - જે કર્મ આત્માનાં વીર્યબળને - જ્ઞાનને આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે રોગ શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ છે. આપે છે, કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ આપે છે. ચેતન આત્માની અનંત શક્તિને કુંઠિત કરનાર વગેરે. આ પ્રમાણે કર્મની અસરની રીતભાતને કર્મ તે અંતરાય કર્મ છે. કર્મ પ્રકૃતિ કહેવાય છે. કર્મ પ્રદેશ બંધ -પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો અંતવૃત્તિસ્પર્શ - શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, એક સમય માટે જીવ દેહથી ભિન્નપણાનો અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે અનુભવ કરે છે, એટલે કે એક સમય માટે તે પ્રદેશ બંધમાં નક્કી થાય છે. જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના કર્મ બંધ - આકાશમાં રહેલી પુદ્ગલ કર્મવર્ગણાને અનુભવને અંતવૃત્તિસ્પર્શ કહેવામાં આવે છે. યોગ અને મિથ્યાત્વાદિ અધ્યવસાયોનાં બળથી ખેંચીને જીવ પોતાની સાથે દૂધ અને પાણીની કર્મ – કર્મ એ સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણા છે. આવી સૂક્ષ્મ માફક મેળવે તેને કર્મ બંધ કહેવાય છે. પુદ્ગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ કર્મ વર્ગણા - મનના વિચારથી, વચનના ઉચ્ચારથી આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે અને કાયાની પ્રવૃત્તિથી જે વિચારવામાં, ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય બોલવામાં કે કરવામાં આવે તે પ્રત્યેક ક્રિયા છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે પોતાની સાથે સૂક્ષ્મ કર્મ વર્ગણાને ખેંચી લાવે છે; જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં તે આત્મા સાથે જોડાય છે, અને ફળ આપે છે. સુધી તે ખરી જતી નથી. આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુદ્ગલની બનેલી છે, કર્મ અનુભાગ/રસ - રસ એટલે જે કર્મ રહણ થયું અવકાશમાં પથરાયેલી છે, તેને ચેતન આકર્ષીને છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા પોતાની સાથે એકમેક કરી નાખે છે. કેટલા પ્રમાણમાં હશે તેનું મા૫. ફળ આપતી કર્મ સત્તા - આત્મા સાથે કામણ વર્ગણા જોડાઈ વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે, આપે તે રસબંધ. રસબંધને “અનુભાગ” પણ જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ થાય કહેવામાં આવે છે. છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું સ્વરૂપ શરૂ ૩૭૬ Page #410 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ થાય છે ત્યારથી જ્યાં સુધી તેની આત્મા સાથેની કાયગુપ્તિ - કાયાની હલનચલન આદિ ક્રિયા એવી વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી તે કર્મની સત્તા યત્નાપૂર્વક કરવી કે જેથી અતિ અલ્પ કર્મબંધ ગણાય છે. થાય. કર્મ સ્થિતિ - સ્થતિ એટલે બાંધેલું કર્મ કેટલો કાળ કાયયોગ - કાયા એટલે શરીર, કાયા સાથે આત્માનું ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું શરૂ કરશે, જોડાણ તે કાયયોગ. અને કેટલા કાળ માટે ફળ આપશે એ વિશે “કર્મ સ્થિતિ” વિભાગમાં નક્કી થાય છે. આ સમયગાળો કેવળજ્ઞાન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું અંતમુહૂર્તથી શરૂ કરી ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાક્રોડી સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન તે કેવળજ્ઞાન. સાગરોપમ સુધીની તરતમતાવાળો સંભવે છે. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ એક પરમાણુ અને કરણ - કરણ એટલે સાધન. એક સમયનું જ્ઞાન પ્રવર્તે છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે. કરણસત્ય - ભાવસત્યને પૂરા કરવાનાં સાધનોની શુદ્ધિ. કેવળદર્શન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક કલહ પાપસ્થાનક - કલહ એટલે તકરાર. પદાર્થનું સમય સમયનું જોવાપણું તે કેવળદર્શન. અન્ય જીવ સાથે વેરભાવનો ઉદય થાય ત્યારે કેવળીપર્યાય - કેવળજ્ઞાન સહિતની અવસ્થા. જીવ તેના માટે અશુભ ભાવ કરી કષાયને વકરાવે છે. વેરનો ઉદય થવાથી, સામસામા વૈમનસ્ય ક્રોડાક્રોડી સાગરોપમ - એક કરોડ X એક ભરેલા શબ્દોથી અંદરનો અણગમો જ્યારે કરોડ = ક્રોડાક્રોડી સાગરોપમ એટલે એક વ્યક્ત થાય છે ત્યારે તે કલહનું સ્વરૂપ ધારણ જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો કરે છે. ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં કલ્યાણભાવ - સહુને સુખ મળે એ પ્રકારની ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભાવનાને કલ્યાણભાવ કહેવાય. ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ કષાય - કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જે જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ ભાવ સંસારની પ્રાપ્તિ કરાવે તે કષાય, જે ભાવ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક કરવાથી જીવનો સંસાર વધતો જાય તે કષાય. સાગરોપમ થાય છે. કષાય ચાર છે ક્રોધ, માન, માયા અને લોભ. કાર્મણ શરીર - કર્મ વર્ગણાનો આત્મા સાથે સંબંધ ક્રોધ - ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે થાય, ચેતન અને કર્મ એકરૂપ થયેલાં લાગે, અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, અથવા બહારની કર્મવર્ગણાને સ્વીકારી કર્મરૂપે તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય પરિણમાવે તે કર્મ રૂપ શરીર તે કાર્મણ શરીર. તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં ટૂંકમાં કર્મના આખા માળખાને કામણ શરીર આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ તરીકે ઓળખવામાં આવે છે. પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે. ૩૭૭ Page #411 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગણધરજી - જેઓ તીર્થંકર પ્રભુને તથા તેમના થાય. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે અન્ય કાર્યને ત્વરાથી અનુસરી, સ્વાર કલ્યાણના ત્રણે ઘાતકર્મોનો પણ ક્ષય થાય છે તેથી તે સ્થાન કાર્યમાં પોતાના શુદ્ધ આચરણથી લીન થાય છે, ગુણ અપેક્ષાએ સર્વોચ્ચ ગણાયું છે. તેઓ શ્રી ગણધરજી કહેવાય છે. શ્રી ગણધરજી ગુણશ્રેણિ – પ્રત્યેક સમયે આત્માનાં ગુણો વધતા પંચ પરમેષ્ટિ ભગવંતની શ્રેણિમાં આચાર્યજીના જાય, આ વિકાસ જ્યાં સુધી અટકે નહિ ત્યાં પદ પર ગણાય છે. ગણધર એટલે તીર્થકર સુધી ગુણશ્રેણિ કહેવાય છે. ભગવાનના મૂળ શિષ્ય. ગુપ્તિ - મુનિ પોતાનાં મન, વચન અને કાયાને ગૃહસ્થ - ગૃહ એટલે ઘર. ઘરમાં રહેનાર ગૃહસ્થ. અમુક રીતે જ પ્રવર્તાવે છે, જેથી અલ્પાતિઅલ્પ ગુણવ્રત – ગુણની વૃદ્ધિ કરનાર જે ત્રણ વ્રત શ્રાવક કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. યોગના આરાધ છે તે ગુણવ્રત કહેવાય છે. દિગ્વિરમણ આ પ્રકારના પ્રવર્તનને મનોગુપ્તિ, વચનગુપ્તિ, (જુદી જુદી દિશામાં જવાની મર્યાદા), અને કાયગુપ્તિ કહે છે. ભોગોપભોગ પરિમાણ (ભોગપભોગના ગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, સાધનોના ઉપયોગની મર્યાદા) અને અનર્થદંડ વિરમણ (જરૂર વિનાના પાપકર્મથી શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે છૂટવું). શરીરાદિની સાચવણી માટે થતાં ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ પાપ તે અર્થદંડ. તે સિવાયના પાપ તે હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં અનર્થદંડ. જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. ગુણસ્થાન/ગુણસ્થાનક – અનંત પ્રકારના ગુણોને રહેવાનું સ્થાન, ગુણોનું ઘર આત્મા છે. જેમ જેમ ઘાતી અંતરાય – આત્માનાં વીર્યગુણનો ઘાત કરે તે અવરાયેલા ગુણો પટાંતર પામી ખીલતા જાય છે, ઘાતી અંતરાય. તેમ તેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે. જેટલા ઘાતકર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ કરી, ચતુર્વિધ સંધ - શ્રી અરિહંત ભગવાન, સાધુ, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારના બનેલા ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક વિભાગને સંઘની સ્થાપના કરે છે. તે સંઘ ચતુર્વિધ સંઘ ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. આત્મામાં જેટલા કહેવાય છે. વધારે ગુણોની ખીલવણી થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. મોહનીય કર્મની ચક્ષુદર્શનાવરણ - આંખની મારફત વસ્તુનું દર્શન તરતમતાને આધારે જીવમાં ગુણોની ખીલવણી થવું તેને ચક્ષુદર્શન કહેવામાં આવે છે. થાય છે, તેથી જેટલા પ્રમાણમાં મોહનીય કર્મનો આ પ્રકારનાં દર્શનને આવરણ કરે તે ક્ષયોપશમ વધારે તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત ચક્ષુદર્શનાવરણ કર્મ કહેવાય છે. ૩૭૮ Page #412 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ચારિત્ર - આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર ચોરી તે નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિત રહેવું તે છે, અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કે કે ઉપયોગ રહિતે ચૂક કરતા જવી. લીનતા માણવી એ આત્મ ચારિત્ર કહેવાય છે. ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન - શ્રી કેવળી પ્રભુને ચારિત્રમોહ - આત્માને તેના સ્વરૂપાનુભવથી વ્યુત આયુષ્યનો છેલ્લો અંતમુહૂર્ત કાળ બાકી રહે કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા ત્યારે બીજા ત્રણ અઘાતી-કર્મો નામ, ગોત્ર અને દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહમાં મુખ્ય ચાર શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા ઉપરાંત કષાય ક્રોધ, માન, માયા, લોભ છે. તે પ્રત્યેકનાં આત્મા મન, વચન અને કાયાના યોગને સંધી ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, નાખે છે. મન, વચન તથા કાયાના યોગ આ પ્રત્યાખ્યાની, સંજ્વલન ગણતાં સોળ ભાગ છેલ્લા અને ચૌદમાં ગુણસ્થાને રુંધાતા હોવાથી થાય. આ અયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે. આ ચોથું અવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન - દેહ, ગુણસ્થાનના છેલ્લા સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક જ સમયમાં સિદ્ધભૂમિમાં પહોંચી ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ત્યાં સ્થિર થઈ જાય છે. તે જગ્યાએ અનંતકાળ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યગ્દર્શન કહ્યું છે. પહેલા ગુણસ્થાને જે મિથ્થામાન્યતા સુધી અડોલ અને અકંપ સ્થિતિમાં આત્મા પ્રવર્તતી હતી, તેનું સમ્યમાન્યતામાં પલટાવાપણું અનંતજ્ઞાન તથા અનંતદર્શન સહિત વસે છે. આવે છે. આત્માનાં અસ્તિત્વ, નિયત્વ, કર્તૃત્વ, ચૌરેંદ્રિય - સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એ ચાર ભોક્તૃત્ત્વ આદિ પદો અનુભવપૂર્વક સમજાય ઇન્દ્રિય પામનાર જીવ ચૌરેંદ્રિય કહેવાય છે. છે, અને એની સ્પષ્ટતા એવી હોય છે કે છઠું સર્વવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન - પાંચમા સામાન્ય રીતે તે અનુભવના શ્રદ્ધાનમાં ફેરફાર ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા કાયાનો થતો નથી. ચોથા ગુણસ્થાને આત્માનાં અનંત સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ આરાધી ગુણોમાના પ્રત્યેક ગુણના અંશનો અનુભવ પૂર્ણતાએ પહોંચે ત્યારે છટ્ઠ ગુણસ્થાન આવે છે. થાય છે. આત્માનો એક પણ ગુણ એવો નથી કે તે વખતે અંતરંગથી સ્વચ્છંદનો રોધ થઈ મન, જેનો આંશિક અનુભવ જીવને ચોથા ગુણસ્થાને વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. પ્રભુની થયો ન હોય (સર્વગુણાંશ તે સમ્યકત્વ). આ આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી ગુણસ્થાને ત્યાગ ન હોવાથી અવિરતિ ગુણસ્થાન સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની વૃત્તિ ક્ષીણ કહેવાય છે. થાય છે ત્યારે છટ્ઠ ગુણસ્થાન પ્રગટે છે. ચોરી પાપસ્થાનક - જે વસ્તુ પોતાની નથી, તે કોઇના છદ્મસ્થ - કેવળજ્ઞાન લીધા પહેલાંની જીવની સ્થિતિ દીધા વિના ગ્રહણ કરવી, અથવા તો પોતાને તે છબસ્થ અવસ્થા. જોઇતી ચીજ તેના માલિકને પૂછયા વિના લઈ જિનકલ્પી - મુનિ શિષ્યાદિ સર્વના સંગનો ત્યાગ લેવી, તે ચોરી. સ્થળ પૌદ્ગલિક વસ્તુ, માલિકની કરી એકાકીપણે આત્મારાધન માટે એકાંતમાં જાણબહાર ઉઠાવી જવી તે ધૂળ ચોરી, અને સૂમ રહે ત્યારે તે જિનકલ્પી સાધુ કહેવાય છે. ૩૭૯ Page #413 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવ - જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં સુધી તે જીવ કહેવાય છે. વ્યવહાર-દૃષ્ટિથી શુભાશુભ કર્મોનો કરનાર, એને ભોગવનાર કે એનો ક્ષય કરનાર જીવ નામનો પદાર્થ છે. જુગુપ્સા નોકષાય - દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. તપ - સંસારની શારીરિક, માનસિક, આર્થિક આદિ સર્વભૌતિક સુખોની ઇચ્છાનો ત્યાગ કરી, કર્મની નિર્જરા કરવામાં એકાગ્ર થવું એ તપ છે. તપ બાર પ્રકારે છે, છ બાહ્યતા અને છે આંતરતપ છે. તિતિક્ષા – સહન કરવાની શક્તિ. તિર્યંચ – તિર્યંચગતિનાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય છે. તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારમાં વહેંચાય છે. પશુ, પંખી, આદિ તિર્યંચ કહેવાય. તેઈદ્રિય - સ્પર્શ, રસ અને થ્રાણ એ ત્રણ ઇન્દ્રિય મેળવનાર જીવ તેઇન્દ્રિય તરીકે ઓળખાય છે. તેજસ શરીર - શરીરમાં ગરમીને ઉત્પન્ન કરવાનું કાર્ય, લોહીનું પરિભ્રમણ કરાવવાનું કાર્ય, આહારને પચાવવાનું કાર્ય તેજસ શરીર કરે છે. પરભવમાં જતાં આ શરીર દ્વારા પુદ્ગલોનો આહાર કરી, તેનાથી ચેતન નવું શરીર બાંધે છે. તેરમું સયોગી કેવળી ગુણસ્થાન - મન, વચન અને કાયાના યોગવાળા તે સયોગી. કેવળજ્ઞાન લીધા પછી જેમને યોગ પ્રવર્તે છે તે સયોગી કેવળી. એ દશા તે સયોગી કેવળી ગુણસ્થાન. ત્યાગ ગુણ - આત્માના અનુભવને અવરોધ કરનાર પદાર્થને છોડતા જવા તે ત્યાગગુણ. ત્રસકાય - જે જીવ પોતાના શરીરને હલાવી ચલાવી શકે તે ત્રસકાય જીવ કહેવાય છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસકાય છે. એકેંદ્રિય સ્થાવરકાય છે. ત્રીજું મિશ્ર ગુણસ્થાન - પહેલા ગુણસ્થાનેથી વિકાસ કરી જીવ જ્યારે આગળ વધે છે ત્યારે તે બીજા ગુણસ્થાનને સ્પર્યા વિના જ સીધો ત્રીજા ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાને તેની સ્થિતિ ખૂબ ડામાડોળ હોય છે. પહેલા ગુણસ્થાને જીવને આત્માના અસ્તિત્વ આદિનો સ્પષ્ટ નકાર વર્તતો હોય છે, તેનો અહીં અભાવ કે મંદતા થાય છે. અને તેને સ્થાને કદાચ આત્માનું અસ્તિત્વ હોઈ શકે એવો ભાવ ઊંડે ઊંડે જાગવા લાગે છે, તેમ છતાં તેનામાં આત્માના અસ્તિત્વનો સ્પષ્ટ હકારપણ આવતો નથી. આ ગુણસ્થાને જીવને ‘આત્મા નથી જ' અથવા તો આત્મા છે જ’ એવી સ્પષ્ટતા થતી નથી, પરંતુ આમ પણ હોય અથવા આમ પણ હોય એવી દ્વિધાવાળી અનુભૂતિ તેને રહ્યા કરે છે. આવી દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. તેનો કાળ અંતમુહૂર્તનો છે. દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન – કષાયોમાં સહુથી સૂક્ષ્મ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ ગુણસ્થાને બધા બાદર – સ્થળ કષાયોનો નાશ કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય છે. આ કષાયો નાશ પામવાનો ક્રમ ક્રોધ, માન, માયા અને લોભ છે. આ પ્રકારે ક્ષેપક શ્રેણિમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાય પણ હણાતા હોવાથી તેને સૂક્ષ્મ સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે. ૩૮૦ Page #414 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ દર્શન - પ્રત્યેક પદાર્થની પાંચ ઇન્દ્રિય કે મનથી પહેલા અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા પાર પડે સમયની સામાન્ય જાણકારી આત્મા ગ્રહણ કરે છે નહિ ત્યારે તેના માનભાવનો ભંગ થાય છે, અને તેને દર્શન કહેવાય છે. તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે જીવને દર્શનમોહ - આત્માની પરપદાર્થો માટેની મુચ્છ અણગમાના અશુભ ભાવો અર્થાત્ ક્રોધ કષાય વેદાય છે. કે આસક્તિ એટલી જોરદાર હોય કે જેથી જીવ આત્માના અસ્તિત્વ, નિત્યત્વ આદિ બાબતમાં ધર્મદુર્લભ ભાવના - ધર્મના ઉપદેશક તથા શુધ્ધ અશ્રદ્ધાન સેવે, પોતે પોતાનો જ નકાર કરી શાસ્ત્રના બોધક એવા ગુરુ મળવા અને તેમના પુદ્ગલના મોહપાશમાં બળવાનપણે પ્રવર્તે. આ વચનોનું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે સ્થિતિ મિથ્યાત્વીની -દર્શનમોહની છે. ધર્મદુર્લભ ભાવના. દર્શનાવરણ કર્મ - જે કર્મ આત્માના દર્શનગુણને ધુવબંધી – જે કર્મ પ્રકૃતિ જીવને સતત બંધાયા કરે તે છાવરે છે, હણે છે તે દર્શનાવરણ કર્મ કહેવાય છે. ધુવબંધી કર્મ કહેવાય. ઉદા. જ્ઞાનાવરણ કર્મ. અર્થાત્ આ કર્મ આત્માના દર્શનગુણ પર છવાઈ ધુવોદયી - જે પ્રકૃતિનો ઉદય જીવને સતત જઈ દર્શનને પ્રગટવા દેતું નથી. વર્યા કરે તે ધુવોદયી પ્રકૃતિ છે. ઉદા. દાનાંતરાય - પોતાની પાસે વસ્તુ હોય, ખપ કરતાં આયુષ્ય કર્મ. વધારે હોય, સામા માણસને તેનો ખપ હોય, અને નપુંસકવેદ નોકષાય - આ વેદના ઉદયથી જીવને દાન આપવાની ભાવના હોય, છતાં દાન આપી સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા સતત શકે નહિ તે દાનાંતરાય કર્મ છે. રહ્યા કરે. દૂરભવીપણું - મોક્ષમાં જવા માટે જેને ઘણા ઘણા ભવ નરક - નરક સાત છે, અને તે લોકના નીચેના બાકી હોય તે જીવ દૂરભવી કહેવાય છે. ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ દેવ - દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય છે. સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર વર્ષનું છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુઃખ ભોગવવું દેવલોક - દેવો જ્યાં રહે તે જગ્યાને દેવલોક પડે છે. કહેવાય છે. નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન - સંપરાય દેશઘાતી પ્રકૃતિ - જે પ્રકૃતિનો ઉદય ક્ષયોપશમ સાથે એટલે કષાય. અને બાદર એટલે ધૂળ અથવા અવિરોધી હોય તે દેશઘાતી પ્રકૃતિ છે. બીજી રીતે મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો પુરુષાર્થ કહીએ તો જેમ જેમ કર્મનો ક્ષય થતો જાય તેમ જીવે આઠમા ગુણસ્થાને ઉપાડયો હતો, તેમાં ઘણી તેમ ગુણ પ્રકાશિત થતા જાય તેવી પ્રકૃતિ દેશઘાતી સફળતા મળી હોવા છતાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ ગણાય છે. નથી, અને તે પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે લેષ - દ્વેષ એ ક્રોધ અને માનનાં સંયોજનથી ઉત્પન્ન તે સૂચવવા આ ગુણસ્થાનને “અનિ-વૃત્તિ બાદર થાય છે. તેષ એટલે કોઈ જીવ કે પદાર્થ માટેનું સંપરાય” ગુણસ્થાન તરીકે ઓળખાવ્યું છે. ૩૮૧ Page #415 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નામ કર્મ - ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ નિત્યનિગોદ – એવા પ્રકારનું નિગોદ કે જેમાંથી રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા નવા જીવ ક્યારે પણ બહાર નીકળ્યો નથી. એક વખત આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચિત્ર સ્વર આ નિગોદમાંથી જીવ બહાર નીકળે ત્યાર પછી આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે અનેક ક્યારેય એ નિગોદમાં જતો નથી. બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ કહેવાય છે. નિદ્ધત - જે કર્મના પ્રકારમાં માત્ર ઉદ્વર્તન અને નારકી - નરક ગતિનો જીવ નારકી કહેવાય છે. અપવર્તન થાય, પણ તે સિવાયનું સંક્રમણ, નોકષાય - ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય ઉપશમન આદિ ન થઈ શકે તે નિદ્ધત. કરનાર, ઉપ્ત કરનાર નવ નોકષાય છે. નિમિત્ત - જેના કારણે જીવને ભાવાભાવ થાય તે. નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ર થાય છે. નિરુપક્રમી - જીવ જેટલું આયુષ્ય બાંધીને આવે આ કષાયો તે હાસ્ય, રતિ, અરતિ, ભય, છે એટલું પૂર્ણ ભોગવ્યા પછી જ મૃત્યુ પામે તે શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નિરુપક્રમી આયુષ્ય. તેઓ બાહ્ય નિમિત્તનાં કારણે નપુંસકવેદ છે. ક્યારેય અધૂરા આયખે મરણ પામતા નથી. નિકાચીત - જીવ જ્યારે એકનો એક ભાવ અનેકવાર નિર્વાણ - જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં કરી કર્મને એવું ઘટ્ટ અને ચીકણું બનાવે છે કે અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ થઈ આ તેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ પરિભ્રમણથી છૂટી જાય છે - મુક્ત થાય છે ત્યારે પણ સામાન્ય રીતે થઈ શકે નહિ, તે નિકાચીત તેને સંસારમાં રખડવાપણું રહેતું નથી અને આત્મા કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે મુક્ત થાય છે, એટલે કે તે નિર્વાણ પામે છે અને પ્રકારે બાંધ્યું હોય તે પ્રકારે ભોગવવો પડે છે. શુભ સિદ્ધભૂમિમાં ગમન કરે છે. અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ નિકાચીત હોઈ નિર્વિકલ્પતા - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર. શકે છે. “આ કે તે” એવા ઠંદ્રભાવ વગરની સ્થિતિ એ નિગ્રહ કરવો - તત્ સંબંધી રાગદ્વેષથી છૂટવું. નિર્વકલ્પતા કહેવાય. નિર્ગથ - ગ્રંથિ એટલે ગાંઠ. નિર્ગથ એટલે ગાંઠ નિર્વિચારપણું - સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર વગરની વગરનું. જેની કર્મની ગાંઠ નીકળી ગઈ છે તે સ્થિતિ. આ સ્થિતિ કેવળ પ્રભુને હોય છે. નિર્ગથ મુનિ. નિર્વેદ - સંસારના પરિભ્રમણથી છૂટવાના ભાવ નિર્જરા - પૂર્વે અહણ કરેલા સર્વ કર્મો આત્માના પ્રદેશ | વેદવા તેને નિર્વેદ કહે છે. પરથી ખપાવવાની પ્રવૃત્તિ તે નિર્જરા. નિર્જરા બે નિશ્ચયથી વ્યવહાર સમકિત - જીવે અનુભવેલી એક પ્રકારે છે: અકામ ને સકામ. સમય માટેની દેહથી ભિન્નતા (અંતવૃત્તિસ્પર્શ), નિર્જરાભાવના – જ્ઞાન અને તપ સહિત ક્રિયા કરવાથી શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય પૂર્વે બાંધેલા કર્મો જલદીથી ખરે છે તેમ ચિંતવવું. સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ નિશ્ચયથી તે નિર્જરાભાવના. વ્યવહાર સમકિત પામ્યો ગણાય છે. ૩૮૨ Page #416 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ નિશ્ચયનય - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. મિથ્થામાન્યતાઓ બળવાનપણે સ્વીકારી લે છે, નીચગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ હલકા અને પરિણામે પોતાના લગભગ બધા જ ગુણો ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે આવરિત કરી નાખે છે. તે નીચગોત્રકર્મ. નીચગોત્રવાળાને જીવનની પાપ - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી વખતે અસુવિધા, ગરીબાઈ આદિ હોય છે, કોઈ પણ જીવને અશાતારૂપ નીવડે છે તે પરમાણુઓ ગતિમાં. ગ્રહણ કરવા તે પાપ બતાવે છે. એટલે કે જે પર પરિવાદ પાપસ્થાનક - પરપરિવાદ એટલે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો ઉદય વેદવો અવર્ણવાદ કે નિંદા. કોઈ જીવના અશુભ ભાવો, પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પાપ તત્ત્વ કાર્યો કે કરતુત માટે (જનું અસ્તિત્વ હોય વા ન સૂચવે છે. હોય) જાહેરમાં સમૂહની વચ્ચે અયોગ્ય વિશેષણો પાપસ્થાનક - પાપચાનક એટલે એવા પ્રકારની સાથે બોલી ખોટાં આળ ચડાવવાં તે પરસ્પરિવાદ અશુભ કષાયી પ્રવૃત્તિ કે જેના ફળરૂપે ઘાતકર્મો નામનું પાપસ્થાનક છે. ચારે પ્રકારના કષાયના બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ જીવને શાતાના મિશ્રણથી આ સ્થાન રચાય છે. સ્થાનકોથી વિમુખ કરે છે અને અશાતાના ઉદયમાં પરિગ્રહ પાપસ્થાનક - જીવની આસક્તિ જ્યારે સતત રહેવા માટે જીવને મજબૂર કરે છે. સંસારમાં સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે પારમાર્થિક અંતરાય - પરમાર્થના વિકાસમાં વિઘ્ન જીવ સંસારમાં શાતા આપનારા પદાર્થો એકઠા આપ્યા જ કરે તે પારમાર્થિક અંતરાય. કરવા, તેને ભોગવવા અને આ ક્રિયાઓમાં સતત પરોવાયેલા રહી, તેમાં જ જીવનની સફળતા પાંચમું દેશવિરતિ સમ્યક્રદૃષ્ટિ ગુણસ્થાન - “દેશ” અનુભવવી, આવી વૃત્તિની લાલચમાં સપડાય છે. એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ સંસારના પદાર્થોને ગ્રહણ કરી, તેનો ભોગવટો એટલે રતિથી(આસક્તિથી) વિરમવું – છૂટવું. કરવામાં મમત્વ કરવું એ જીવની પરિગ્રહબુદ્ધિનું ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી પરિણામ છે.આવી બુદ્ધિમાં રાચવું તે પરિગ્રહ પદાર્થોની આસક્તિનો ત્યાગ. થોડાં વતપાલનથી પાપસ્થાનક છે. શરૂ કરી, સર્વવિરતિમાં અંશે ઉણા વ્રતપાલન પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક - મિથ્યા એટલે ખોટું. સુધી આ ગુણસ્થાન વર્તે છે. સમ્યક્દર્શન સહિત દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો પાંચમું ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે, આ ગુણસ્થાને જીવને જગતમાં પ્રવર્તતી સત્ય ગુણસ્થાન દર્શાવે છે. બાબતો વિપરીત રૂપે જણાય છે, અને અસત્યનો પુણ્ય - જે કર્મના પરમાણુઓ ભોગવટો કરતી વખતે સત્યરૂપે સ્વીકાર થાય છે. તે જીવ દેહાદિ પુદ્ગલ શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ ગ્રહવા પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની લાગણી વેદે છે. તે પુણ્ય. એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અને જે પોતાનું છે તેને પરપણે અનુભવે છે. શાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા આવી આવી અનેક રીતે જીવ ઘણી ઘણી કાર્ય પુણ્ય તત્ત્વ સૂચવે છે. ૩૮૩ Page #417 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પુદ્ગલ પરમાણુ – પુદ્ગલ એ છ દ્રવ્યમાંનું એક છે. તેનાં નાનામાં નાના અવિભાજ્ય અંગને પરમાણુ કહે છે. પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી સ્ત્રીસેવનની ઇચ્છા થાય, વિષય સેવન કરે, મનમાં સ્ત્રીને ભોગવવાના વિચારો આકાર પામે, વગેરે પુરુષવેદ છે. પૈશુન્ય પાપસ્થાનક-પૈશુન્ય એટલે પરનીચાડીચૂગલી કરવી. જીવની ગેરહાજરીમાં અછતાળ ચડાવવા, ચાડી ખાઈ અન્ય અસંબંધિત જીવોને પણ કલહ તથા અશુભભાવમાં દોરી જવા. ઘણા સાથે પોતાનો અશુભબંધ વધારાવવાનું કાર્ય આ પાપસ્થાનક કરે છે. ક્રોધ માન રૂપ દ્વેષની સાથે માયાકપટ ભળવાથી આ દ:ખદાયી વાપસ્થાનનો ઉદ્ભવ થાય છે. પંચ પરમેષ્ટિ- અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ કહેવાય છે. પંચંદ્રિય - સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણની પ્રાપ્તિ ધરાવનાર જીવ પંચેન્દ્રિય કહેવાય છે. પ્રત્યાખ્યાન કષાય - જે કષાયને જીવ ધારે તો ઉત્તમ પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાની કષાય છે. પ્રતિક્રમણ - પ્રતિક્રમણ એટલે સામા પૂરે તરવું, કરેલા પાપની ક્ષમા યાચવી. પ્રદેશોદય - પ્રદેશોદય એ સંસારી સ્થિતિમાં કર્મના ઉદયને ભોગવવાનો પ્રકાર છે. જે કર્મો જીવ આત્મપ્રદેશે ભોગવે છે પણ મનોયોગમાં જોડાતો નથી, તેવાં નવાં કર્મ બાંધ્યા વિના ભોગવાઈને ખરી જતાં કર્મો પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. પ્રમાદ - પ્રમાદનો અર્થ આત્મ વિસ્મરણ અને આત્માને લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો અભાવ તથા કર્તવ્ય - અકર્તવ્યના ભાનમાં અસાવધાની છે. પ્રાર્થના - પોતાને જે જોઈએ છે તે મેળવવા માટે તેના ધારક સમક્ષ તેનું દાન કરવા વિનંતિ કરવી. પ્રાયશ્ચિત - પ્રાયશ્ચિત એ આંતરતા છે. તે તપમાં જીવ પોતાથી થયેલા દોષનો મનથી ખૂબ પશ્ચાતાપ કરે છે, ખૂબ ખેદ વેદે છે અને પોતાનો તે દોષ ગુરુજન પાસે વર્ણવી, તેનાથી નિવૃત્ત થવા દોષને અનુરૂપ શિક્ષા કરવાની વિનંતિ કરે છે. બંધ - કર્મ પરમાણુઓ ચીટકવાને કારણે આત્માના ગુણો અવરાઈ જાય છે, અને તે ગુણહીન સ્થિતિમાં આવી પડે છે. આ દશામાં જીવ પોતાની રીતે સ્વતંત્રતાથી વર્તી શકતો નથી, તેને કર્મ દોરે તેમ, તેનો ભોગવટો કરવા દોરાવું પડે છે. કર્મનાં પરમાણુઓ આવી જીવની જે પરવશ અવસ્થા કરે છે તેને બંધ કહે છે. બાર ભાવના - અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મદુર્લભ. એ બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો બોધ થવા માટે જણાવી છે. બારમું ક્ષીણમોહ ગુણસ્થાન - જે ગુણસ્થાને જીવનો મોહ સંપૂર્ણ ક્ષય થાય છે તે. બાહ્યત૫ - શરીરથી કરવામાં આવતું તપ બાહ્યતા છે. 3८४ Page #418 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ બીજુંસાસ્વાદન ગુણસ્થાન-જીવજ્યારે પોતાના ગુણો બ્રહ્મચર્ય વ્રત - બહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ ખીલવતા ખીલવતા આગળ વધે છે ત્યારે તે પહેલા એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા સાથે ગુણસ્થાનેથી કુદકો મારી સીધો ત્રીજા ગુણસ્થાને આત્માને જોડવો તથા રાખવો એ બ્રહ્મચર્યનો સૂક્ષ્મ આવે છે, ચડતી વખતે તે બીજા ગુણસ્થાનને અર્થ છે. અને વ્યવહારથી દેહસુખના ભાવની સ્પર્શતો નથી. ત્રીજા ગુણસ્થાનેથી આગળ વધી નિવૃત્તિ કરવી તે બ્રહ્મચર્ય વ્રત છે. જીવ ચોથા, છઠ્ઠા કે અગ્યારમાં ગુણસ્થાન સુધી ભવીપણું - કોઇને કોઇકાળે મોક્ષની સિદ્ધિ મેળવવાનું પહોંચે છે, અને જે સ્થાને જે ન ઘટે તેવો દોષ અભયવચન તે ભવીપણું કહેવાય છે. કરે છે ત્યારે તે ત્યાંથી નીચે ઊતરી જાય છે; અને કેટલીક વખત તો છેક નીચેના ગુણસ્થાન, પહેલા ભય નોકષાય - સનિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે ગુણસ્થાન સુધી આવી જાય છે. આવી પડવાઈ ભય નોકષાય છે. વખતે જીવ જ્યારે ચોથું ગુણસ્થાન છોડે છે ત્યારે તેને ભાવસત્ય - અંતરાત્માની સચ્ચાઈ, આત્માના જો અનંતાનુબંધી કર્મનો ઉદય આવે છે તો તે જીવ કલ્યાણકારી ભાવ. ચોથાથી ત્રીજા ગુણસ્થાને થઈ બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. અહીં બીજા ગુણસ્થાને એક સમયથી ભોગાંતરાય – જે વસ્તુનો ભોગવટો એક જ વખત છ આવલિકા જેટલા સમય માટે ટકે છે, અને તે કરી શકાય તે ભોગ કહેવાય છે. ખોરાક, કાળમાં આત્માનુભૂતિનો અંતિમ આસ્વાદ લે મિઠાઈ, વિલેપનની વસ્તુઓ, પુષ્પ આદિ ચીજો છે; તે વખતે તે ફરીથી મૂળભૂત આત્મશાંતિનો ભોગવવાની છે. આવી વસ્તુ મળે નહિ કે મળવા અનુભવ પામે છે, જે ત્રીજા ગુણસ્થાને હોતો નથી. છતાં ભોગવી ન શકાય તે ભોગાંતરાય કર્મ છે. બીજા ગુણસ્થાને આત્માને છેલ્લો છેલ્લો પોતાના મતિજ્ઞાન - મનન કરી ઇન્દ્રિય અથવા મન દ્વારા ગુણોનો આસ્વાદ મળતો હોવાથી, તે ગુણસ્થાન જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન કહેવામાં સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. આવે છે. પાંચ ઇન્દ્રિય તથા છઠું મન એ છ પૈકી બેઈન્દ્રિય - સ્પર્શ અને રસ ઈદ્રિય ધરાવનાર જીવ કોઈ એક અથવા વધારેની મદદથી મતિજ્ઞાન બેઇન્દ્રિય કહેવાય છે. થાય છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, તે બોધદુર્લભભાવના - સંસારમાં ભમતા આત્માને વર્તમાનકાળ સૂચવે છે. મનુષ્યત્વ, સત્કર્મનું શ્રવણ, તેની શ્રદ્ધા અને મન:પર્યવજ્ઞાન - અન્યના મનના ભાવો જીવ પુરુષાર્થ મળવાં ઉત્તરોત્તર દુર્લભ છે એમ વિચારવું મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની તે બોધદુર્લભભાવના. સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના ભાવો જાણે છે. બોધસ્વરૂપ - જ્યારે આત્માનાં જ્ઞાનદર્શનને બાધા જીવ વિચાર કરે ત્યારે મનોવર્ગણાના પરમાણુઓ કરનાર એક પણ પરમાણુનો સ્પર્શ શુદ્ધાત્માને અમુક આકાર ધારણ કરે છે, તેની જાણકારી અને રહેતો નથી ત્યારે આત્મા બોધસ્વરૂપની પૂર્ણતાએ વિશ્લેષણ કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની પહોંચે છે. ભાવોની જાણકારી પામે છે. ૩૮૫. Page #419 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મનોયોગ - મન સાથે આત્માનું જોડાણ. વાગે છે ત્યારે તેનાં અનેકવિધ સંસારી કષ્ટો વધી મનોગુપ્તિ - ઓછામાં ઓછાં કર્મ બંધાય તે રીતે જાય છે, અને આત્માર્થે ભોગવવાં પડતાં કષ્ટોનો મનને પ્રવર્તાવવું. તો પાર જ નથી હોતો. મનુષ્ય - મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે મિથ્યાત્વ - જીવ પોતાના સ્વરૂપને યોગ્ય રીતે સમજી ઓળખાય છે. ન શકે, આત્મા સંબંધી વિપરીત માન્યતામાં મહાવ્રત - જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા પ્રવર્યા કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં સમર્થ બને તે મહાવત. અહિંસા, સત્ય, અચૌર્ય, પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત ઉત્કૃષ્ટતાએ મિથ્યાત્વ મોહનીય - દર્શન મોહનીય કર્મના ઉદયથી પાળવાં તે મહાવ્રત. જીવને પોતાના અસ્તિત્ત્વનો જ બળવાન નકાર માન કષાય - પોતે કંઇક છે, બીજા કરતાં પોતે વધારે આવે છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. ઊંચો છે, બીજા પોતાના કરતાં ત૭ છે. આવી મિશ્ર મોહનીય – જ્યારે મિથ્યાત્વ મોહનીય નબળું જાતની લાગણી અનુભવવી તે માન કષાય છે. પડે છે ત્યારે તેના અમુક ભાગના કટકા થઈ મિશ્ર મોહનીયમાં પલટાય છે. એ કર્મના પ્રભાવથી માયા કષાય - માયા એટલે રાગભાવ અથવા જીવનો આત્માસંબંધી નકાર હળવો થાય છે, છળ કપટ. જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને આત્માનું અસ્તિત્ત્વ હોઈ શકે, એવી વિચારણાને સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચનુ જણાવી ધાર્યું કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું તેના આત્મામાં સ્થાન મળે છે. અવલંબન લઈ વર્તે છે તે માયા કષાય છે. મોહનીય કર્મ - જે કર્મ આત્માના સ્વાનુભવને રોકે છે, સ્વને ઓળખવાની શક્તિને મૂર્શિત કરે છે માયામૃષાવાદ પાપસ્થાનક - માયામૃષાવાદ એટલે અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે તે મોહનીય કપટ સહિત મોહથી જૂઠું બોલવું. માયાના રાગ કર્મ છે. તથા કપટ એ બંને અર્થને સમાવી મૃષા બોલવું કે આચરવું તે માયામૃષાવાદ છે. મોક્ષ - આત્માની નિબંધ સ્થિતિ તે મોક્ષ છે. મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક - સંસારનાં મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. પરિભ્રમણથી પૂર્ણતાએ છોડાવનાર જે વીતરાગદર્શન છે તેના પ્રત્યેની અરુચિ. મૈથુનઃ દેહસુખની વાસના તે મૈથુન છે. અભાવ, તેમાં શંકાદિની વિપરીત પ્રરૂપણા મંત્રસ્મરણ - મંત્ર એટલે સૂત્રાત્મક વચન, જેમાં વગેરે મિથ્યાદર્શનમાં સમાય છે. જે દર્શન અર્થાત્ ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી કોઇકરૂપે જાણકારી આત્મા માટે અહિતકારી હોવા છતાં ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની હિતકારી જણાય અને હિતકારી હોવા છતાં આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુ:ખક્ષયના અહિતકારી લાગે તે મિથ્યાદર્શન છે. શલ્ય એટલે આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે કાંટો. મિથ્યાદર્શનરૂપી કાંટો જ્યારે આત્માને છે તેને મંત્રસ્મરણ કર્યું એમ કહેવામાં આવે છે. 3८६ Page #420 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ પાપસ્થાનક મૃષા એટલે જૂઠું અથવા અસત્ય. જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી; આ સર્વનો મૃષામાં સમાવેશ થાય છે. મૃષાની પ્રવૃત્તિમાં રાચતા રહી, તેને સત્ય માની, યોગ્ય માની કાર્ય કરતાં રહેવાં તે મૃષાવાદ. - યથાપ્રવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક કર્મ(આઠે કર્મ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમ કાળથી ન્યૂન કરવી. આ સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં જઈ શકે છે. યોગ - મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે જોડાણ થાય તે તેનો યોગ થયો કહેવાય. યોગસત્ય - મન, વચન અને કાયા એ ત્રણે યોગ સાથેનું જોડાણ થાય ત્યારે તેના સત્યયોગમાં રહેવાનો જીવનો પુરુષાર્થ. રસઘાત - જીવ સત્તામાં રહેલાં કર્મના રસ (રુચિ)ને ઘટાડે તે રસઘાત. રતિનોકષાય – મનમાં મજા આવે, પૌદ્ગલિક વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે તિ નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર નિમિત્તે અકારણ સાંસારિક મજા આવે તે રતિનો પ્રકાર છે. રતિ અતિ પાપસ્થાનક રિત એટલે સંસારમાં શાતા આપતા પદાર્થોના સંયોગમાં અને ભોગવટામાં જીવને જે પ્રકારનું પોતાપણું તથા આસક્તિ વેદાય છે તે, અને અરિત એટલે તેનાથી વિરુધ્ધનો ભાવ, અર્થાત્ સંસારમાં અશાતા - ૩૮૭ પરિશિષ્ટ ૧ આપતા પદાર્થોના સંયોગમાં જે ઇતરાજીનો અને અણગમાનો ભાવ અનુભવાય છે તે. હાસ્યાદિ છ નોકષાયથી બંધાતા પાપનો સમન્વય કરી આ સોળમું રિત-અરિત પાપસ્થાનક બંધાયું છે. રાગ - જીવને કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય જીવ માટે મારાપણાનો ભાવ થાય છે, તે પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું વેદન થાય છે, વિયોગમાં અશાતા વેદાય છે; વળી જેવી લાગણીનું વેદન પોતે કરે છે તેવી જ લાગણી સામો જીવ પણ વેદે એવા પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; આવી આવી લાગણી, જેમાં બદલાની તેને અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ઓળખાવે છે. રાગ એ માયા તથા લોભનું મિશ્રણ છે. રુચક પ્રદેશ - આત્માના આઠ નિરાવરણ શુદ્ધ પ્રદેશોને રુચક પ્રદેશ કહેવાય છે. આ આઠ રુચક પ્રદેશો પર કદી પણ કર્મનું આવરણ આવતું નથી. રૌદ્રધ્યાન કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે રૌદ્રધ્યાન. ઋણાનુબંધ અન્ય જીવ સાથેનો સંબંધ તે ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે. લાભાંતરાય - આપનારની ઇચ્છા આપવાની હોય, લેનારની ઇચ્છા લેવાની હોય, વસ્તુ તૈયાર હોય, તેમ છતાં કોઇ કારણસર લેનાર વસ્તુ લઇ શકે નહિ તે લાભાંતરાય કર્મ છે. લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ ભાવના. લોભ કષાય જીવને પોતાને ગમતા પદાર્થો પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, - Page #421 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા રહે છે તે લોભ કષાય છે. વચનયોગ – ગ્રહણ કરેલા વાચાવર્ગણાના પરમાણુના ઉદયથી બોલવાનો યોગ આવે તે વચનયોગ છે. વચનગુપ્તિ - અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય તે રીતે વાણીનો ઉપયોગ કરવો, જરૂર વિના બોલવું નહિ તે વચનગુપ્તિ. વાસના - ઇન્દ્રિયોના સુખને મેળવવાની અદમ્ય કે મંદ ઇચ્છા તે વાસના. વિનિવર્તના - મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધના. વિપાકોદય – વિપાકોદય એ સંસારી સ્થિતિમાં કર્મના ઉદયને ભોગવવાનો પ્રકાર છે. વિપાકોદય એટલે કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી આત્માથી ભોગવાઈને ખરે તે. તેમાં નવાં કર્મબંધન થાય છે. વિશુદ્ધિ – જેમ જેમ કષાયો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય છે, અને નિર્જરા વધતી જાય છે. આથી જ્યારે આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે ઘાતીકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ નહિ પણ પૂર્વસંચિત થાતીકર્મો સર્વથા નિર્જરી જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ વધતી જાય છે. વિશુદ્ધિ એટલે પવિત્રતા. વિષય(વિષયસુખ) વિષય એટલે ઇન્દ્રિયનું સુખ, ઇન્દ્રિયોને જેનાથી શાતા લાગે તે વિષય કહેવાય છે. વિસંયોજન જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને ચારિત્રમોહની અન્ય પ્રકૃતિરૂપ - પરિણમાવી અનંતાનુબંધીની સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. વીતરાગતા – વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ પ્રતિ રાગદ્વેષરહિતપણું. વીતરાગી આત્મા સંસારી પદાર્થોના ભોગવટાની રતિથી પર હોય છે, તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષી શકતા નથી, શુભાશુભ કર્મના ઉદયમાં નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત હોય છે અને સર્વથી અલિપ્ત રહી આત્મા આત્મરસમાં રમમાણ રહે છે. ૩૮૮ વીર્ય - વીર્ય એટલે શક્તિ. વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. - વીર્યંતરાય - પોતામાં શક્તિ ખીલી ન હોય અથવા શક્તિ હોવા છતાં તેનો યથાર્થ ઉપયોગ ન થઈ શકે તે વીર્યંતરાય. વેદકતા - અનુભવવાપણું. વેદક સમ્યક્ત્વ - ક્ષાયિક સમકિત લેતાં પહેલાના અનંતર સમયે જીવ મિથ્યાત્વનાં છેલ્લાં પુદ્ગલો ભોગવી લે છે અને એક પણ મિથ્યાત્વનું નવું પરમાણુ ગ્રહણ કરતો નથી અને તે પછીના જ સમયે તેને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એક સમયના મિથ્યાત્વના માત્ર ભોગવટાના કાળને વેદક સમ્યક્ત્વ કહે છે. - વેદનીય કર્મ - વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુ:ખનો અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી Page #422 -------------------------------------------------------------------------- ________________ શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને કારણે સર્જાય છે. વૈક્રિય શરીર - વિક્રિયા એટલે ફેરફાર. દેવો તથા નારકીને વૈક્રિય શરીર હોય છે. તેમને શરીરમાં વિક્રિયા કરવાની શક્તિ હોવાને લીધે વૈક્રિય કહેવાય છે. તેઓ પોતાનાં શરીરને નાનું મોટું કરી શકે છે, સુરૂપ કે કુરૂપ બનાવી શકે છે, ખેચર, કે ભૂચરમાં ફેરવી શકાય છે, આમ ફેરફાર કરવાની વિવિધતાભરી શક્તિ તેમનામાં હોવાથી તેમનાં શરીર વૈક્રિય કહેવાય છે. તેમનાં શરીરમાં હાડકાં હોતાં નથી. - વૈરાગ્ય – વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની ભાવના, સંસારના ભોગ ઉપભોગમાં જવાના ભાવની મંદતા. વ્યવહા૨નય - રોજિંદા જીવનની પ્રવૃત્તિની અપેક્ષા. શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને શાંત કરવા તે શમ. શાતાવેદનીય - શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે. આ સુખમાં પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવાતા પૌદ્ગલિક સુખોની ગણતરી કરવામાં આવી છે. જીવની સુખની માન્યતા પ્રમાણે સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા વેદનીય. શિક્ષાવ્રત – જે વ્રત પાલનમાં સમજણ વધે છે તેવા ચાર શિક્ષાવ્રત શ્રાવકનાં બાર વ્રતમાં ગણાયાં છે. ૧. સામાયિક વ્રત ૨. દેશાવગાસિક વ્રત (રોજેરોજની હરવાફરવાની મર્યાદા) ૩. પૌષધ વ્રત (એક દિવસનું સાધુજીવન) ૪. અતિથિસંવિભાગ વ્રત (પૂર્વે જણાવ્યા પરિશિષ્ટ ૧ વિના આવેલા સાધુ કે શ્રાવકનો આદર સત્કાર કરવો). શુક્લધ્યાન - આત્માની નિર્વિકલ્પ સ્થિતિ. શોક નોકષાય - રડવું, દિલગીર થવું, ગમગીની લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે, અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે. ૩૮૯ શ્રુતકેવળીપણું - સમ્યજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું આવે છે. આ જાણકારીમાં સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ તો શ્રી કેવળીપ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન શ્રુત તથા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું કહેવાય છે. શ્રુતજ્ઞાન - શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર તે શ્રુતજ્ઞાન. શ્રેણિ - આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણી કહેવાય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીના દરેક સ્થાને જીવ વધુમાં વધુ અંતર્મુહૂર્તકાળ સુધી રહે છે અને ઓછામાં ઓછો એક સમય ટકે છે. શ્રેણી બે પ્રકારે કહી છેઃ ઉપશમ અને ક્ષપક. સકામ નિર્જરા પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી પશ્ચાતાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. - સચેત પરિગ્રહ – સચેત પરિગ્રહ એટલે કુટુંબીજનો, દાસ, દાસી, અનુચરો, પશુપંખીરૂપ પરિવાર Page #423 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આદિ ત્રસ જીવોનો સમૂહ અને એ ઉપરાંત મણિ, શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન એવા રત્ન, હીરા આદિ એકેંદ્રિય સ્થાવર જીવો પરનો આત્માનો અનુભવ પણ અમુક અમુક કાળના માલિકીભાવ. અંતરે થયા કરે છે. સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે સમ્યજ્ઞાન -સાચા શ્રદ્ધાનપૂર્વક, આત્માની અનુભૂતિ પરમાણુઓ કર્મના સ્વરૂપે આત્મપ્રદેશ પર સાથેની સ્વરૂપની જાણકારી. નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં વીરકલ્પી - મુનિજીવનમાં અન્ય સાધુઓ સાથે અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત વિચરે તેવા આરાધક જીવો., તેથી તે થવીરકલ્પી કર્મો કહે છે. કહેવાય છે. સદ્ગુરુ - જીવને સાચા મોક્ષના માર્ગે દોરે તે સ્થાવરકાય - પાંચ પ્રકારના એકેંદ્રિય જીવો જેઓ સદ્દગુરુ. પોતાની કાયા જાતે હલાવી શકતા નથી તે સ્થાવરકાય. સમય - કાળનું નાનામાં નાનું અવિભાજ્ય માપ તે સમય. સ્વચ્છેદ – પોતાની કલ્પના અને ઇચ્છાનુસાર ગમે તે સમિતિ - જીવને બંધનના માર્ગમાં જતો રોકે તે પ્રકારે, અહીતકારી વર્તન કરવું તે સ્વચ્છંદ છે. સમિતિ. સમિતિ પાંચ પ્રકારે છે. ઇર્ષા, ભાષા, સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન - મન, વચન તથા એષણા, આદાન-પ્રદાન અને પ્રતિષ્ઠાપના. કાયાના યોગને સતત આજ્ઞાધીન રાખે તે કાળની અપ્રમાદી સ્થિતિ. સર્વઘાતી પ્રકૃતિ - જે પ્રકૃતિ આત્માના ગુણને સર્વથા હશે, અને તે કર્મનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ સાધુ સાધ્વીજી - સર્વ જીવનું કલ્યાણ ઇચ્છતા, તે ગુણ પ્રગટી શકે એ સર્વઘાતી પ્રકૃતિ છે. ઉદા. ગુરુજનોની આજ્ઞાએ ચાલતા મુનિ જનો. કેવળજ્ઞાનાવરણ સાંસારિક અંતરાય - સંસારી પદાર્થોની પ્રાપ્તિનો સમ્યક્દર્શન/સમ્યકત્વ - દર્શન એટલે શ્રદ્ધાન. લાભ થવા ન દે તે સાંસારિક અંતરાય. સમ્યકુદર્શન એટલે દેહાદિ સર્વ પદાર્થોથી આત્મા સ્થિતિઘાત - જેટલા કાળનું કર્મ બાંધ્યું હોય તે કાળની ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, અનુભવસહિતનું સ્થિતિ પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિઘાત. શ્રદ્ધાન. જીવ, અજીવ આદિ સાત તત્ત્વ અને સિદ્ધભૂમિ-જ્યાંઅશરીરીઅર્થાસંસારપરિભ્રમણથી આત્માનાં અસ્તિત્વ આદિ છે પદ વિશે જે મુક્ત થઈ નિર્વાણ પામેલા આત્માઓ વસે છે તે વાસ્તવિક યથાર્થ શ્રદ્ધાન થાય તે સમ્યગ્દર્શન ભૂમિને સિદ્ધભૂમિ કહે છે. અથવા તો સમ્યકત્વ કહેવાય છે. સુખબુદ્ધિ - સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની સમ્યક્ત્વ મોહનીય - સમ્યક્ત્વ મોહનીય એ આસક્તિ. આત્મા સિવાયના સર્વ પ્રકારના દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે. એના પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું છે એવી માન્યતાને સુખબુદ્ધિ કહેવાય છે. ૩૯) Page #424 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ સુધારસ - આત્માની શાંત દશામાં દેહમાં ઉત્પન્ન સંવેગ - મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે થતો અમૃતરસ. તે કર્મ ક્ષય કરવા ખૂબ સહાયકારી સંવેગ. થાય છે. સંસારભાવના - જીવ આ સંસારમાં અનંતકાળથી સોપક્રમી આયુષ્ય - જીવ જે આયુષ્ય બાંધીને આવે છે રખડ્યો છે, આ સંસાર મારો નથી. તેનાથી હું તે આયુષ્ય અગ્નિ, પાણી, રોગ, વિષ આદિ સાત ક્યારે છૂટીશ એમ ચિંતવવું તે સંસારભાવના. કારણોથી સ્થિતિ પૂર્ણ થતાં જ પહેલાં જ પૂરું થતું સંજ્ઞા - જીવની વિચારશક્તિ અને વિવેકશક્તિ તે જણાય તે સોપક્રમ આયુષ્ય - જેને આપણે અકાળે સંજ્ઞા છે. તેના આધારે જીવ ભૂત, વર્તમાન તથા મૃત્યુ કહીએ છીએ. ભાવિના વિચાર કરે છે. સંક્રમણ - એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, સંજ્ઞીપંચેન્દ્રિય - પાંચ ઇન્દ્રિય, મન, વચન અને તેને જીવે પરિણામ વિશેષથી પોતાની સજાતીય કાયબળ એ ત્રણ બળ તથા શ્વાસોશ્વાસ અને અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવાની ક્રિયાને સંક્રમણ આયુષ્ય, આ દશે પ્રાણનો ધારક જીવ સંજ્ઞી કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય કર્મ પંચેન્દ્રિય કહેવાય છે.પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા વેદનીય સહિતનો જીવ. શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે. સ્ત્રીવેદ નોકષાય -પુરુષને ભોગવવાની ઇચ્છા થાય, સંજ્વલન - જે કષાયને દાબવામાં જીવને પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, તે ભાવ ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદના ઉદયમાં આવે. કહેવાય છે. હાસ્ય નોકષાય - કારણ વગર, મશ્કરી રૂપે, સંયમ - વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે. એ સંયમ છે, જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા હિંસા પાપસ્થાનક - સ્થૂળ હિંસા એટલે એક જીવને પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે તેનાં શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને સંયમ છે. ખૂબ જ દુ:ખ પહોંચાડવું. હિંસાનું સૂમ સ્વરૂપ સંવર – પાપ અથવા પુણ્ય કર્મને આત્માના પ્રદેશો એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ પર આવતાં રોકવા તે સંવર તત્ત્વ છે. જે સાધનથી દૂભવણી કરવી. આત્મા નવાં કર્મ સ્વીકારતો નથી તે સંવર હીનવીર્ય - હીનવીર્ય એટલે ઓછી શક્તિવાળો. કહેવાય છે. અંતરાય કર્મ આત્માના વીર્યને ગોપવે છે, તે સંવરભાવના – જ્ઞાન, ધ્યાનાદિમાં પ્રવર્તી જીવ કર્મને આત્માને હીનવીર્ય કરી નાખે છે. હીનવીય આવતાં રોકે તે સંવરભાવના. બનેલો જીવ અન્ય કર્મો સામે જીત મેળવી શકતો ૩૯૧ Page #425 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નથી. તેથી વિશેષ વિભાવમાં જઈ નવાં કર્મો નાનોભાગ ઉપશમ થાય છે, તે સત્તામાં રહે છે. ઉપાર્જન કરે છે. તેનો ઉદય થાય તો સમકિત વમાઈ જાય. ક્ષપકશ્રેણિ - જે જીવ ક્ષપક શ્રેણીમાં આગળ વધે ક્ષાંતિ - બીજા જીવોના દોષો પ્રત્યે ક્ષમાભાવ, સાથે છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સાથે પૂર્વદોષના ફળરૂપે જે અશુભકર્મ પરિષહરૂપે સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; આવે તેને સમભાવથી સહન કરવાની શક્તિ. તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. ક્ષાયિક સમકિત - દર્શનમોહની ત્રણે પ્રકૃતિ તથા બારમાના અંતે ઘાતી કર્મોનો પૂર્ણ ક્ષય કરી તેરમાં ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડી ના સર્વ ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને નિષેકોનો સર્વથા નાશ થવાથી, જે અત્યંત નિર્મળ દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ છે. જ અનિવાર્ય છે. ક્ષાયિક સમ્યકત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ શકે છે. ક્ષમા – ક્ષમા કરવી એટલે બીજા જીવોને અપરાધ બદલ શિક્ષા કરવાની વૃત્તિથી છૂટતા જવું; અથવા જ્ઞાન - જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી વસ્તુ પોતાના સ્વાર્થની લોલુપતા માટે અન્યને કષ્ટમાં વિશેના ધર્મની જાણકારી આવે તે જ્ઞાન મૂકતાં અટકવું. છે. કોઈ પણ પદાર્થનો જ્યારે વિશેષ બોધ જીવને ક્ષમાપના – ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય જીવો થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા જ્ઞાનાવરણ કર્મ - આત્માના જ્ઞાનગુણને જે છાવરે હોય તેને અંતરંગથી છોડી દેવા, અને તે પછી છે, હણે છે તે કર્મ જ્ઞાનાવરણ કહેવાય છે. અર્થાત્ અન્ય સર્વને પોતા માટે થયેલા વિષમભાવ ત્યાગી તે આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા દેતું નથી. દેવા વિનમ્ર બની વિનંતિ કરવી. આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો આવરણ ક્ષયોપશમ સમકિત - સમકિતમાં મિથ્યાત્વ અને કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ પુદ્ગલોને અનંતાનુબંધી કષાયનો મોટાભાગનો ક્ષય અને જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખી શકાય. ૩૯૨ Page #426 -------------------------------------------------------------------------- ________________ આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં સહાયક થાય એ દૃષ્ટિ થી કરેલ છે. જે વિષયો અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી.જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેના માટે પારિભાષિક શબ્દો નો કોષ' વાપરવો. વિષયને ઊંડાણથી સમજવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોના પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમ માં મૂક્યા છે. અ પરિશિષ્ટ ૨ આરાધક માટે વિષયવાર સુચિ અભવીપણું, ૩ અંતર્વૃત્તિસ્પર્શ પણ જુઓ અઘાતી કર્મો, ૧૩, ૧૯૩ — — અશુભ બંધનનું કારણઃ સમજણ, ૨૮૮૨૮૯; અભ્યાખ્યાન, ૩૪૮; ચોરી, ૩૧૨૩૧૩; પૈશુન્ય, ૩૫૦; મોહનીય કર્મ, ૩૧૮; મૃષા, ૩૦૬-૩૦૭; રાગ-દ્વેષ, ૩૪૪; હિંસા, ૩૦૧; આયુષ્ય કર્મ, જુઓ આયુષ્ય કર્મ ગોત્ર કર્મ, જુઓ ગોત્રકર્મ નામ કર્મ, જુઓ નામકર્મ બંધનની પ્રક્રિયા, ૨૮૨-૨૮૭ વેદનીય કર્મ, જુઓ વેદનીય કર્મ આ આત્માઃ શાંતિ અને સંસા૨શાતા વચ્ચે ફરક, ૧૯; વિકાસની પ્રક્રિયા, ૯૯; મૂળભૂત ગુણો, ૧૮૭, ૧૯૪ ૩૯૩ આત્મજ્ઞાન, જુઓ સમકિત આયુષ્ય કર્મ, ૧૩, ૨૩૧ - અશુભ ગતિ બંધનના કારણો, ૩૦૧, ૩૦૭, ૩૧૨ ગુણ આવરે, અક્ષયસ્થિતિ, ૧૯૬ પુણ્ય અને પાપ પ્રકૃતિ, ૨૩૨, ૨૬૬ પ્રકાર, ૨૩૧ બંધન ની પ્રક્રિયા, ૨૨૦, ૨૩૨-૨૩૩ શુભ ગતિ બાંધવાના ઉપાયો, ૨૭૦-૨૭૧, ૩૦૧, ૩૦૭, ૩૧૩ સોપક્રમ અને નિરુપક્રમ, ૨૩૩-૨૩૪ આરાધન, ગૃહસ્થ નું, ૩૬૬ આજ્ઞા, જુઓ ગુણ:આજ્ઞાધીનતા ઉ ઉપશમ સમિકત, સમકિત પણ જુઓ સમજણ, ૧૦૭-૧૦૯ Page #427 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ – મેળવવા પુરુષાર્થ, ૧૪, ૧૦૮ – પ્રભાવ, ૧૨, ૧૧૦, ૨૨૦, ૩૧૨ – પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧૫, ૧૦૭-૧૦૮ – બંધાવાનું કારણ: મુખ્ય કારણ, ૨૫૫, - પ્રાપ્તિનું ફળ, ૧૦૯ ૨૬૮-૨૬૯; કષાય, ૨૮૬; ચોરી, ૨૯૧, ૩૧૧-૩૧૨; રાગ-દ્વેષ, ૩૪૪ - પ્રાપ્તિ પછી જીવની દશા, ૧૮-૧૯, ૩૬૮ – સંસાર (સાંસારિક) અંતરાય: ૩૧૫, ૩૫૩; – અને ગુણસ્થાન, ૧૦૭, ૧૦૯ સંસાર અંતરાય કેમ બંધાય, ૨૬૯ – વધુ વિકાસ માટે પુરુષાર્થ, ૧૬-૧૭, ૩૬૮ – સ્થિતિ, જઘન્ય તથા ઉત્કૃષ્ટ, ૨૫૬, ૩૧૫ - ક્ષીણ કરવાના ઉપાય: અચૌર્ય, ૨૯૫, અંતવૃત્તિસ્પર્શ, ૯૭ ૩૩૫; દયાનો ગુણ ખીલવવો, ૨૭૦, ૩૧૭; પશ્ચાતાપ, ૧૧૦, ૩૧૭; પ્રભુ – પ્રાપ્તિ, ૩, ૯૭ તથા ગુરુની સહાય, ૧૧૦-૧૧૧, ૩૧૭; - પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૯૬, ૯૭ પ્રભુનું શરણું, ૨૨, ૬૬, ૧૩૯, ૨૫૫, - પ્રાપ્તિનું ફળ, ૩, ૯૭ ૨૭૦; પ્રાયશ્ચિત, ૧૪૮ તીર્થકર પ્રભુની સહાય, ૯૭ - ક્ષીણ થવાનું પરિણામ, ર૬૦-૨૬૧ અંતરાય કર્મ, ૨૧, ૨૫૪-૨૫૭, ૨૬૭, ૩૧૩-૩૧૭ - ખૂબ બળવાન કર્મ (તોડવાની અપેક્ષાથી), કર્મ, ૧૮૭ ૨૮૮-૨૮૯ – અઘાતી કર્મ, જુઓ અઘાતી કર્મ – ગુણને આવરે, વીર્ય, જુઓ વીર્ય – અવસ્થાઓ, મુખ્ય દશ, ૨૬૩-૨૬૫ - ઘાતી તથા અઘાતી અંતરાય, ર૬૦-૨૬૧, ૨૬૮, ૩૧૫, ૩૧૭ ઉદય: પ્રકાર, ૧૩,૪૪, ૨૬૨; પ્રદેશોદય, જુઓ પ્રદેશોદય; વિપાકોદય, જુઓ - દરેક કર્મ ને લાગુ પડે, ૩૧૬ વિપાકોદય - પરમાર્થ અંતરાયઃ ૪૧, ૧૪૭, ૩૦૬, – ઘાતી કર્મ, જુઓ ઘાતી કર્મ ૩૧૫; પરમાર્થ અંતરાય કેમ બંધાય,, ૧૪૭, ૨૬૮; - પુદ્ગલ વર્ગણા, ૧૮૭, ૨૮૨-૨૮૩ – પ્રકાર (પ્રકૃતિ), મુખ્ય પાંચ, ૬૬, ૨૫૫, - પ્રકૃતિઓઃ મુખ્ય આઠ, ૧૯૩, ૨૭૩ ૩૧૩-૩૧૪; દેશઘાતી, ૩૧૫; ધુવબંધી, ૨૭૬; ઉત્તર, ૧૯૪; પુણ્ય તથા પાપ, ૩૧૬; ધુવોદયી,૩૧૬ ૨૬૫-૨૬૬, નો ક્રમ, ૨૫૭-૨૬૧ ૩૯૪ Page #428 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ બંધ: સમજણ, ૧૮૭ -૧૮૮; ૨૬૧; અને ગુણસ્થાન, ૧૯૪-૧૯૫; અને ભાવનો સંબંધ, ૧૭૩; નાં કારણો: ૧૮૮-૧૯૦, ૨૭૭, ૨૮૪; ની પ્રક્રિયા, ૨૮૨-૨૮૭; પ્રકાર (પ્રકૃતિ, સ્થિતિ, રસ, બંધ), ૧૨, ૧૯૧-૧૯૩, ૨૮૪-૨૮૭; બંધહેતુ, ૧૯૧ પ્રકાર: ૩૩૧; અનંતાનુબંધી, ૨૨૪૨૨૫, ૩૩૯; અપ્રત્યાખ્યાની, ૨૨૬૨૨૭, ૩૪૦; પ્રત્યાખ્યાની, ૨૨૫-૨૨૬, ૩૪૦; સંજ્વલન, ૨૨૭-૨૨૮, ૩૪૦ – બંધનનાં કારણોનો નાશ કેમ થાય, ૨૭૭ – સ્થિતિ, જઘન્ય તથા ઉત્કૃષ્ટ, ૨૭૬-૨૭૭ કલ્યાણભાવ, જુઓ પંચ પરમેષ્ઠિ ભગવાન, ગુણ : કલ્યાણભાવ કષાય, ૧૯૦ – અન્ય કર્મબંધનું કારણ, ૧૯૦, ૨૮૬ ૨૮૭, ૩૪૦-૩૪૧ – કષાયજય: સમજણ, ૧૩૩, અને આત્મશાંતિ, ૬૪; અને ઇન્દ્રિયજય, ૧૮૧; અને મિથ્યાત્વ, ૨૭૯; અને શુક્લધ્યાન, ૬૫; નું ફળ, ૧૮૨; – ચારિત્રમોહનો પ્રકાર, ૨૨૪ - મુખ્ય ચાર (ક્રોધ, માન, માયા, લોભ), ૧૯૦, ૨૨૪, દોષની નીચે પણ જુઓ – ક્ષય કરવાના ઉપાયો, ૩૩૪, ૩૪૧ - ક્ષય થવાનો ક્રમ, ૩૪૩ કેવળદર્શન, ૭૬, ૧૮૦, ૨૫૭, ૩૧૬ કેવળજ્ઞાન, ૮૨, ૨૧૧, ૨૧૩, ૩૦૮-૩૦૯ – અને કેવળદર્શન, ૭૬, ૧૮૩, ૨૫૭, ૩૧૬ - અને સયોગીકેવળીપણું, ૧૮૦, ૨૧૩, ૨૫૭ – અને અંતરાય કર્મનો અંત, ર૬૦-૨૬૧, ૩૧૫ બંધન અને ગુણસ્થાન, ૩૩૨, ૩૪૧ – તીવ્રતા અને અશુભકર્મબંધન, ૩૩૭ , ૩પ૩, ૩૬૧ – તીવ્રતાથી કર્મની સ્થિતિ,રસ નક્કી થવા, ૨૮૬, ૩૩૭ – બંધનનું કારણ: દેવ-ગુરુ-ધર્મનું અશ્રધ્ધાન, ૩૩૯; નોકષાય, ૨૨૮; પરિગ્રહ, ૩૩૦; રાગ-દ્વેષ, ૩૪૩-૩૪૪; - પાપપ્રકૃતિ, ઘાતકર્મની, ૨૬૬ ગોત્ર કર્મ, ૧૩, ૨૫૩ – ઉચ્ચગોત્ર બાંધવાના ઉપાયો, ૧૩૯-૧૪૦, ૨૭૦-૨૭૧, ૩૦૭, ૩૧૩ – ગુણ આવરે, અગુરુલઘુ , ૨૪૬, ૨૭૩ – નીચગોત્ર બંધનના કારણો, ૨૭૦-૨૭૧, ૩૦૬, ૩૧૨ – પ્રકાર, ૨૫૩-૨૫૪ - પ્રભાવ, ૨૫૪, ૨૫૯ - પુણ્ય અને પાપ પ્રકૃતિ, ૨૬૬ ૩૯૫ Page #429 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગુણ આત્માના મુખ્ય આઠ ગુણ, ૧૮૭, ૧૯૪ અનુકંપા, જુઓ દયા અર્પણતા: સમજણ, ૫૪, ૧/૯; ખીલવવાનું ફળ, ૫૪, ૧૪૭, ૩૩૪, ૩૬૫ અહોભાવ, સપુરુષ માટે: સમજણ, ૧૦૮, ૧૪૪; મિથ્યાત્વ નાશ કરવા, ૧૧૧-૧૧૨; ખીલવવાનાં સાધનો, ૧૩૯-૧૪૦, ૧૬૮; ખીલવવાનું ફળ, ૧૪૪, ૨૬૭-૨૭૦, ૧૬૯ – દર્શન, જુઓ દર્શન – દયા: સમજણ, ૧૩૧, ૨૬૯-૨૭૦; દર્શનાવરણનો ક્ષય, ૨૯૯, ૩૦૦, ૩૦૩, અંતરાય કર્મનો ક્ષય, ૩૧૭ - દીનત્વ, ૩૪૧ – ધીરજ, ૨૭૧, ૩૪૮ - નિર્વેદ, જુઓ વૈરાગ્ય – નિઃસ્પૃહતા, ૧૪૬, ૧૬૫,૧૬૬, ૧૭૧ મૈત્રીભાવ: સમજણ, ૩૦૪; ખીલવવાનાં સાધનો, ૧૪૮-૧૪૯; ખીલવણીનું ફળ, ૩૦૦, ૩૪૭, ૩૪૯ વિનય: ખીલવવાનાં સાધનો ૧૩૨,૧૪૦, ૧૫૧; ખીલવણીનું ફળ, ૧૦૮, ૧૩૩, અહિંસા: સમજણ, ૨૯૪, ૩૦૪; ખીલવવાનું ફળ, ૨૬૮, ૨૯૨, ૩૦૧ ૧૭૭ - આસ્થા, જુઓ શ્રદ્ધા, દર્શન – આજ્ઞાધીનતા: સમજણ, પ૩; ખીલવવાનાં સાધનો, ૧૨૨, ૧૩૩; ખીલવવાનું ફળ, ૩૦,૫૦, ૭૨, ૨૨૬; ચૂકનું ફળ, ૪૫૪૬; નડતા વિદ્ગો, ૪૫, ૪૭, ૭૦ ઉદારતા, ૩૪૧ કરુણા, ૨૭, ૨૯, ૧૩૨ કલ્યાણભાવ, સ્વપ૨: ખીલવવાનાં સાધનો ૧૩૩, ૧૪૮, ૧૭૧, ૧૭૨, ૧૭૪; ખીલવવાનું ફળ, ૧૮૪, ૨૬૯, ૩૪૪, ૩૬૩; અને ઋણમુક્તિ, ૧૨૧-૧૨૩ કોમળતા (ઋજુતા, મૂદુતા): ૨૩, ૨૭, ૨૯, ૧૩૫, ૧૭૨ - ચારિત્ર, જુઓ ચારિત્ર – ત્યાગ, ૨૬૯-૨૭૦, ૩૧૦ વીતરાગતા: સમજણ, ૧૭૦; ધર્મ આરાધનનું અંતિમ ધ્યેય, ૧૬૬; ખીલવવાનું ફળ, ૧૭૦, ૨૩૦, ૩૩૪ – વીર્ય, જુઓ વીર્ય – વૈરાગ્ય: સમજણ, ૨૬૮ ૩ર૮: ખીલવવા બાર ભાવના, ૧૦૮; ખીલવવાનું ફળ, ૨૬૮-૨૭૦, ૩૨૯ – વ્યવહારશુદ્ધિ, ૩૧૧ – શમ, ૧૨૬-૧૨૭ – શાંતિ, આત્માની: કષાયનું ઉપશમન, ૬૪, ૧૩૪, ૧૫૫, ૧૮૩; ખીલવવાનાં સાધનો, પ૪, ૧૩૭, ૧પ૩; ખીલવવાનું ફળ, પ૫, ૧૨૧, ૨૭૦-૨૭૧, ૩૪૧; અને સપુરુષના કલ્યાણભાવ, ૯૮, ૧૦૮ ૩૯૬ Page #430 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ – ત્રીજું ગુણસ્થાન, મિશ્ર, ૧૦૯ - ચોથું ગુણસ્થાન, અવિરતિ સમ્યક્રદૃષ્ટિ: સમકિતની પ્રાપ્તિ, ૨૬, ૧૧૫-૧૧૬ સમકિત પહેલા ચઢઉતર, ૧૦૭, ૧૦૯, અને પાપસ્થાનક, ૩૬૪; સમકિત પણ જુઓ – પાંચમુ ગુણસ્થાન, દેશવિરતિ સમ્યક્રદૃષ્ટિ, જુઓ પાંચમું ગુણસ્થાન - છઠું ગુણસ્થાન, સર્વવિરતિ સમ્યક્રદૃષ્ટિ, જુઓ ઠું ગુણસ્થાન સાતમું ગુણસ્થાન, અપ્રમત્તસંયત, જુઓ સાતમું ગુણસ્થાન – શ્રધ્ધા (ધર્મશ્રદ્ધા), ૧૩૦-૧૩૧ – સત્ય, ૨૭૦, ૩૦૭, ૩૧૦ સમભાવ, સમતાઃ ખીલવવાનાં સાધનો, ૫૪, ૧૨૬, ૧૩૪, ૧૫૩; ખીલવવાનું ફળ, ૧૭૦, ૨૭૦-૨૭૧, ૩૪૪, ૩૬૩ – સરળતા (ઋજુતા), ૧૩૪-૧૩૫, ૧૭૨ – સાક્ષીભાવ, ૩૪૧ સંતોષ, ૩૫૫ – સંયમ: સમજણ,૧૫૬; મન પર, પ૬, ૧૭૫; યોગ પર, ૧૭૫; સ્વાદેંદ્રિય પર, ૧૬૪; ખીલવવાનું ફળ, ૪૫-૪૬, ૧૨૦ ૧૨૧ – સંવેગ, ૧૨૭-૧૨૯ સ્થિરતા અને ચારિત્ર, ૩૩૨; અને ધ્યાન, ૮૬-૮૭, ૧૪૭; અને મન, ૧૫૫, ૧૭૫; કેળવવા મંત્રસ્મરણ, ૧૧૧, ૩૬૮ ક્ષમાભાવ: સમજણ, ૧૪૮, ૧૭૦; થી અંતરાયનો ક્ષય, ૨૧, ૯૫, ૧૧૦, ૨૫૫; થી દર્શનાવરણનો ક્ષય, ૨૬૮-૨૭૦, ૩૦૩; ખીલવવાનું ફળ, ૧૧૧, ૧૭૧, ૩૬૭ – જ્ઞાન, જુઓ જ્ઞાન ગુણસ્થાન, ૩૧૯, ૩૬૪ – અને મોહનીયનો ક્ષયોપશમ, ૩૬૪ પહેલું ગુણસ્થાન, મિથ્યાત્વ: સમજણ, ૩૨૩, ૩૬૩-૩૬૪; અને ઉપશમ સમકિત, ૧૫, ૧૦૭, ૧૦૯ - બીજું ગુણસ્થાન, સાસ્વાદન, ૧૦૯, ૩૪૧, ૩૬૩ – આઠમું ગુણસ્થાન, નિવૃત્તિબાદર, ૭૮, ૧૭૮, ૧૯૪ – નવમું ગુણસ્થાન, અનિવૃત્તિબાદર, ૧૭૮, ૧૯૪ દશમું ગુણસ્થાન, સૂક્ષ્મ સંપરાય: સમજણ, ૧૭૯-૧૮૦; ના અંતે કષાયરહિતપણું, ૩૩૨, ૩૭૦; ના અંતે નવા ઘાતી કર્મો બંધાતા અટકે, ૧૯૪, ૨૫૮, ૩૦૩, ૩૯ અગ્યારમું ગુણસ્થાન, ઉપશાંતમોહ: અને પતન, ૮૦, ૩૨૩, ૩૩૨; અને શાતાવેદનીયનો બંધ, ૧૯૪ બારમું ગુણસ્થાન, ક્ષીણમોહ: ના અંતે સદ્ગુરુનું અવલંબન છૂટવું, ૮૭; અને ઘાતી કર્મોનો નાશ, ૧૬૬, ૧૯૪, ૩૦૨૩૦૩, ૩૧૬ ૩૯૭ Page #431 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ - તેરમું ગુણસ્થાન, સયોગીકેવળી: શ્રેણિના અંતે, ૧૮૪, ચાર ઘાતી કર્મનો ક્ષય, ૧૯૪, ૨૭૯; અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, ૮૦, ૮૪, ૧૭૯-૧૮૦, ૨૨૧, ૨૫૮; માત્ર શાતાવેદનીયનો બંધ, ૧૮૩, ૨૬૨ - ચૌદમું ગુણસ્થાન, અયોગીકેવળી: અને સિદ્ધપદની પ્રાપ્તિ, ૮૬-૮૭, અઘાતી કર્મોની નિર્જરા, ૧૬૭; અને યોગનું છૂટવું, ૮૬, ૮૭, ૧૫૮, ૧૮૪, ૧૯૩ ગુરુ, જુઓ સદ્દગુરુ ક્ષય કરવા પુરુષાર્થ: સમજણ, ૧૩, ૨૧૨૨, ૭૯, ૧૮૩, ૨૮૮-૨૯૨; અનુપ્રેક્ષા, ૧૫૨-૧૫૩; ગુણોની ખીલવણી, ૨૬૭-૨૭૦; પંચ મહાવ્રતનું પાલન, ૨૮૮-૨૯૫; પશ્ચાતાપ, ૪૪; સંવરનિર્જરા, ૧૪ ચારિત્ર (ગુણ), ૩૩૨ – આવરનાર મોહનીય કર્મ, ૨૩૦ મોહનીય કર્મ, ચારિત્રમોહ પણ જુઓ - ખીલવણીનું ફળઃ ગુણસ્થાનનો વિકાસ, ૨૫૮-૨૫૯; માર્ગનું યથાર્થ પાલન, ૩૨ ૩૩; આત્મસ્થિરતા વધે, ૧૭૮ – મુનિનું, ૧૫૪-૧૬૨ ઘાતી કર્મ, ૧૩, ૨૧, ૧૯૩ – અને પાપસ્થાનકનો સંબંધ, ૩૫૬ - ચારેય કર્મ સાથે બંધાય, ૨૮૮-૨૯૨ ચારેય કર્મ બંધાવાનાં કારણો: હિંસા, ૩OO; મૃષાવાદ, ૩૦૬; ચોરી, ૩૧૨; મૈથુન, ૩૨૮; કલહ, ૩૪૬; અભ્યાખ્યાન, ૩૪૭-૩૪૮; પૈશુન્ય, ૩૫૦; રતિ-અરતિ, ૩૫૫; માયામૃષાવાદ, ૩પ૭-૩૫૯ - A . વિશુદ્ધિ: માત્ર મનુષ્યભવમાં શક્ય, ૩૮, ૪૬; દશા વધતાં સાથે જરૂરી, ૪૫-૪૬; પ્રકાર: મુખ્ય ચાર, ૧૩, ૨૭૩-૨૭૪; ; અંતરાય કર્મ, જુઓ અંતરાય કર્મ, દર્શનાવરણ કર્મ, જુઓ દર્શનાવરણ કર્મ; મોહનીય કર્મ, જુઓ મોહનીય કર્મ; જ્ઞાનાવરણ કર્મ, જુઓ જ્ઞાનાવરણ કર્મ – પ્રકૃતિઃ દેશઘાતી, ૨૬૭; સર્વઘાતી, ૨૬૭ – પ્રભાવ, ૨૮૮-૨૮૯ - બંધાવાનું કારણ, ૩૧-૩૨, ૨૬૭ – બંધાવાની પ્રક્રિયા, ૨૮૩-૨૮૫ ખીલવવાનાં સાધનો: ઇન્દ્રિયોનો સંયમ, ૧૫૬, ૧૬૪; ચારિત્ર સંપન્નતા, ૧૭૭; તપ, ૧૪૩, ૧૪૭, ૧૫૭; નવ પ્રકારનાં પ્રત્યાખ્યાન, ૧૬૪; પ્રતિક્રમણ, ૧૪૧૧૪૨; પ્રાયશ્ચિત, ૧૪૮; મનની એકાગ્રતા, ૧૫૫; શ્રુતની આરાધના, ૧૫૪; સંયમ, ૪૬, પ૬, ૧૨૦-૧૨૧, ૧૫૬; સ્તુતિ, ૧૪૧; ક્ષમાપના, ૧૪૯ ચારિત્રમોહ, ૨૩૦, ૨૨૪, ૨૯૫; મોહનીય કર્મ પણ જુઓ – ગુણને આવરે, ચારિત્ર, ચારિત્ર પણ જુઓ – પ્રકૃતિ, પચ્ચીસ, ૩૩૧ ૩૯૮ Page #432 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ – નો ઉપદેશ ગ્રંથસ્થ કરવો, ૨૦૩, ૨૦૫ - પ્રત્યે અહોભાવ (સ્તુતિ), ૧૩૮,૧૪૦, ૧૪૪ – બંધાવાનું કારણ: પરિગ્રહ, ૩૨૯-૩૩૦; પાપસ્થાનક, છ થી અઢાર, ૩૩૪-૩૩૭ – કષાય, જુઓ કષાય - નોકષાય, જુઓ નોકષાય - ક્ષય કરવાના ઉપાયોઃ અપરિગ્રહવ્રતનું પાલન, ૩૩૪-૩૩૫; વીતરાગતા, ૩૩૪ સાથ અને આત્મવિકાસ, ૮૧, ૯૭ સમ્યક્ત્વ પરાક્રમ પણ જુઓ – સમવસરણ (દશના), ૩૬, ૯૬ જ્ઞાનકલ્યાણક, ૩૬ છઠું ગુણસ્થાન, સર્વવિરતિ સમ્યક્રષ્ટિ સમજણ, ૧૨૧, ૧૩૧ દર્શન, ધર્મ શ્રધ્ધાન, (ગુણ), ૧૩૦ મેળવવા પુરુષાર્થ: સમજણ, પર-પ૩; – ગુણની સમજ, ૨૧૩-૨૧૪, ૩૨૦ આજ્ઞામાર્ગ, ૪૫-૪૭, ૧૨૦ - ૧૨૧; – આવરનાર દર્શનાવરણ કર્મ, જુઓ સ્વચ્છેદ ક્ષીણ કરવો, ૪૮, ૫૩ દર્શનાવરણ કર્મ - પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧૨૧, ૧૮૯ – આવરનાર મોહનીય કર્મ, જુઓ દર્શનમોહ પ્રાપ્તિનું ફળ: વર્ણન, ૧૨૧-૧૨૨; મૌન ખીલવવાનું ફળ, ૨૫૭ થવું, પ૫, મન વચન કાયાની સોંપણી, ૫૪ – ખીલવવાનાં સાધનોઃ શરણું, દેવ ગુરુ ધર્મનું, ૧૩૯; ચોવિસંથો, ૧૩૮; વંદના, – પ્રાપ્તિ પછી જીવની દશા, પ૫, ૫૮, ૧૪૦-૧૪૧; સ્તુતિમંગલ, ૧૪૩૧૩૧, ૨૨૬, ૨૭૮-૨૭૯ ૧૪૪; વચન સમાધારણા, ૧૭૬; દર્શન વધુ વિકાસ માટે પુરુષાર્થ : નિર્વિકલ્પ થવાની સંપન્નતા, ૧૭૭. તાલાવેલી, ૫૮; છ આવશ્યકનું પાલન, દર્શન શબ્દના વિવિધ અર્થ, ૨૨ ૧૪૩; પ્રાયશ્ચિત, ૧૪૭; ઋણમુક્તિ, દર્શનાવરણ કર્મ, ૨૧૩-૨૧૪, ૨૫૭, ૧૨૨, ૧૫૦ ૩૦૧-૩૦૩ - અને ગુણસ્થાન, ૩૦૧-૩૦૩ તીર્થકર ભગવાન, ૯૧, ૧૩૮, ૨૪૭ – અને જ્ઞાનાવરણનો સંબંધ, ૨૯૦, ૩૧૦ – ગુણો, ૧૭, ૧૯૪ – ગુણને આવરે, દર્શન, દર્શન પણ જુઓ – નામકર્મ, ૧૬૯, ૨૪૬-૨૪૭ - પ્રકાર, ૨૧૪-૨૧૮ ૩૯૯ Page #433 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દોષ, જીવના પ્રકૃતિ: દેશઘાતી અને સર્વઘાતી, ૩૦૨; ધુવબંધી અને અધુવબંધી, ૩૦૨; ઘુવોદયી અને અધુવોદયી, ૩૦૨; ધૃવસત્તા અને અધુવસત્તા, ૩૨૩ – અહંભાવ, જુઓ માન - પ્રભાવ, ૨૧૭-૨૧૮, ૩૦૦ – બંધાવાનું કારણ: સમજણ, ૨૧૮, ૨૬૭ ૨૬૮, ૨૯૦; હિંસા, ૨૯૮-૨૯૯, ૩૪૪; - માનવશરીરમાં સ્થાન, ૭૬ - સ્થિતિ, જઘન્ય તથા ઉત્કૃષ્ટ, ૩૦૨ ક્ષીણ(ક્ષય) કરવાનો ઉપાય: પ્રભુપૂજા, ૨૩-૨૪; અહિંસા, ૨૬૮-૨૬૯,૨૯૪; ક્ષમાગુણ, ૩૦૩; દયાગુણ, ૩૦૩ – ક્ષીણ થવાનું પરિણામ, ૨૪ દર્શનમોહ, ૨૨૨, ૩૨૦ મોહનીય કર્મ પણ જુઓ – જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ, ૨૩૦, ૩૨૧ - ગુણને આવરે, દર્શન, દર્શન પણ જુઓ પ્રકાર: ૨૨૨-૨૨૩, ૩૨૦; મિથ્યાત્વ, જુઓ મિથ્યાત્વ; મિશ્ર મોહનીય, ૨૨૩, ૩૨૦, ૩૨૩; સમ્યકત્વ મોહનીય, ૨૨૩, ૩૨૦, ૩૨૩ - બંધન અને ગુણસ્થાન, ૩૨૩ - બંધાવાનું કારણ: ૨૨૪; વિષય-કષાય, ૩૨૧; મૈથુન, ૨૯૫, ૩૧૯-૩૨૫ ક્ષય કરવાના ઉપાયો: બ્રહ્મચર્યવ્રતનું પાલન, ૨૯૫, ૩૨૫-૩૨૭; સત્સંગ અને સપુરુષનો બોધ, ૨૩૦, ૨૯૨, ૩૨૯, ૩૩૪, ૩૬૨ અજ્ઞાન: સમજણ, ૧૯૬, ૨૦૬, ૩૦૭; નો પ્રભાવ, ૬૦, ૩૦૬; દૂર કરવાના ઉપાયો, ૨૨, ૧૫૫ – આસક્તિ, (સંસારની): સમજણ,૨૯૧, ૩૫૪; નો પ્રભાવ, ૩૨૯, ૩૩૭, ૩૫૧; દૂર કરવાના ઉપાયો, ૧૩૦, ૧૫૦, ૧૫૬, ૧૮૧, ૨૭૮ – કર્તાભાવ, પ૩ ક્રોધ: કષાયની સમજણ, ૨૫, ૩૩૮; અને મોહનીય કર્મનાં બંધન, ૩૩૭-૩૩૮; અને દ્વેષ, ૬૫, ૩૪૩; સાથે જોડાયેલાં પાપસ્થાનક, ૩૩પ-૩૩૬; જીતવાના ઉપાયો, ૧૨૭, ૧૬૮, ૧૭૧, ૧૮૨ – ચોરી: સમજણ,૨૯૧, ૩૧૧; અંતરાય કર્મબંધન, ૨૯૧, ૩૧૧; થી છૂટવાના ઉપાયો, ૨૯૫ શ્રેષ: ક્રોધ અને માનનું મિશ્રણ, ૬૫, ૩૪૨૩૪૩; અને રાગનો સંબંધ, ૨૧૯, ૩૩૫, ૩૪૩, ૩૬૧; ચારિત્રમોહનું બંધન,૩૩૫; સાથે જોડાયેલ પાપસ્થાનક, ૩પ૨, ૩૪૫, ૩પ૦, ૩પ૨; થી મુક્ત થવાના ઉપાયો. ૧૪૮, ૧૭૦, ૧૮૩, ૩૪૪ પરિગ્રહ: સમજણ, ૩૨૯-૩૩); મોહનીય કર્મનું બંધન, ૨૯૧, ૨૯૫, ૩૨૩-૩૨૪; તોડવાના ઉપાયો, ૧૨૯, ૧૭૧, ૩૩૪ પ્રમાદ: સમજણ, ૧૯૦-૧૯૧, ૨૭૮; છોડવાના ઉપાયો, ૧૩૩, ૧૪૭, ૧૬૨, ૨૭૮ ૪OO Page #434 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ માન: કષાયની સમજણ, ૩૩૮; અને દ્વેષ, ૩૪૩; સાથે જોડાયેલાં પાપસ્થાનકો, ૩૩૫-૩૩૬; ક્ષીણ કરવાના ઉપાયો, ૫૪, ૧૩૩, ૧૪૮, ૧૪૯, ૧૫૧, ૧૭૨, ૩૪૧ માયાઃ કષાયની સમજણ, ૩૩૮; અને રાગ, ૩૪૨; સાથે જોડાયેલાં પાપસ્થાનકો, ૩૩૫-૩૩૬; નાશ કરવાનો ઉપાય, ૩૪૧ હિંસા: સમજણ, ૨૯૬-૩૦૧; થી દર્શનાવરણ કર્મબંધન, ૨૯૦; થી છૂટવાના ઉપાયો, ૩૦૦, ૩૦૩ – દોષમુક્તિનાં સાધનો, ૧૩૪-૧૩૭, ૩૫૧ નામ કર્મ,૧૩, ૨૩૫ – મૃષા: સમજણ, ૩૦૪-૩૦૫; થી જ્ઞાનાવરણ કર્મબંધન, ૨૯૦, ૩૦૫-૩૦૬; અને માયામૃષાવાદ પાપસ્થાનક, ૩૫૭ ૩૫૯, છોડવાનો ઉપાય, ૩૦૭ – મૈથુન થી થતાં કર્મબંધન, ૩૨૮; થી બચવાના ઉપાયો, ૩૨૮-૩૨૯ - રાગ: સમજણ, ૩૩૫, ૩૪૨; લોભ અને માયાનું મિશ્રણ, ૬૫, ૩૪૨-૩૪૩; અને દ્વેષનો સંબંધ, ૨૧૯, ૩૩૫, ૩૬૩, ૩૬૧; સાથે જોડાયેલાં પાપસ્થાનકો, ૩પ૨, ૩પ૬; થી મુક્ત થવાના ઉપાયો, ૩૪૪ – પ્રકાર, ૨૩૫-૨૫૨ – પ્રભાવ, ત્રણ પ્રકારે, ૨૫૩ – ગુણ આવરે, અરૂપીપણું , ૧૮૭, ૧૯૪, ૨૪૮, ૨૭૩ – પુણ્ય અને પાપ પ્રકૃતિ, ૨૬૬ – શુભનામકર્મ બાંધવાના ઉપાયો, ૨૭૦ ૨૭૧, ૩૦૧, ૩૦૭; તીર્થકર નામકર્મ, ૧૬૯ અશુભનામકર્મ બંધનનાં કારણો, ૩૦૧, ૩૦૬, ૩૧૨ નિર્વિકલ્પતા, ૬૧, ૬૩, ૬૭ નિશ્ચયનય, ૬૦, ૬૧, ૭૭ નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૯૮ - સમજણ, ૯૮, ૧૦૭ – પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૯૮ લોભ: કષાયની સમજણ, ૩૩૮-૩૩૯; ને જીતવાના ઉપાયો, ૩૪૧; અને રાગ, ૩૪૨; સાથે જોડાયેલાં પાપસ્થાનકો, ૩૩પ-૩૩૬ સ્વછંદ: પ્રભાવ, પ૩, ૫૭-૫૮; તોડવા આજ્ઞાપાલન, ૪૪, ૫૦, ૫૩-૫૫, ૭૦, ૧૨૧, ૧૩૧ સુખબુદ્ધિ, સંસારી પદાર્થોની સમજણ ૨૮: થી થતાં કર્મબંધન, ૧૫૦, ૨૧૩, ૨૯૦, ૩૦૫-૩૦૬, ૩૨૮, ૩૪૪, ૩૫૨, ૩૫૫; થી છૂટવાના ઉપાયો, ૩૦, ૧૩૩, ૧૪૪, ૧૪૬,૧૫૧, ૨૬૯, ૩૧૦ - પ્રાપ્તિનું ફળ,૭, ૯૮ – પ્રાપ્તિ પછી જીવની દશા, ૯૮-૯૯ નોકષાય, ૨૫, ૧૯૦, ૨૨૮-૨૩) – અને શુક્લધ્યાન, ૬૫ ૪૦૧ Page #435 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ - ત્રણ વેદ: સમજણ, ૩૩૧; અધુવોદયી, અધુવબંધી, દેશઘાતી પ્રકૃતિ, ૩૨૪; જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ, ૩૨૪; નાં બંધન અને ગુણસ્થાન, ૩૨૪; મિથ્યાત્વને બહેકાવનાર, ૩૨૪ હાસ્યષટક, ૩૩૧; પરિઝહબુદ્ધિને પોષનાર, ૩૩૧; અને રતિ-અરતિ, ૩૫૪૩૫૫ પંચ પરમેષ્ઠિ ભગવંત, ૯૦-૯૧ – નો કલ્યાણભાવ અને પદવી, ૯૧ - અને ઉચ્ચગોત્ર, ૨૫૪ - અરિહંત ભગવાન, તીર્થકર, જુઓ તીર્થકર ભગવાન - સિધ્ધપ્રભુ: ૧૬૮, ૧૯૪; અને અઘાતી અંતરાય, ૨૬૧, ૩૧૫, ૩૧૭; અને સિધ્ધભૂમિ, ૧૬૭, ૨૫૪; નો સાથ, ૨૪૬ - આચાર્યજી: સમજણ, ૯૧; ગણધરજી, ૭૩, ૯૧, ૧૫૦, ૨૦૩; શ્રી સુધર્માસ્વામી, ૧૮૫ પાપસ્થાનક, ૨૮૭, ૨૮૯ - અને ગુણસ્થાન, ૩૬૩-૩૬૪ – અને ઘાતકર્મોનો સંબંધ, ૩૫૬ – બચવાનો ઉપાય, ૩૬૫-૩૬૬ – ઉપાધ્યાયજી, ૯૧ – યોગથી વિશેષ પાપબંધ, ૩પ૯ -૩૬૦ - સાધુ સાધ્વીજી, ૯૧, ૨૨૪ પંચ મહાવ્રત,૧૩૯, ૧પ૬, ૩૪૨, ૩૬૬ - અહિંસાવત, પહેલું: સમજણ, ૨૯૪, ૩૦૧, ૩૩૪; દર્શનાવરણ દૂર કરવા, ૨૯૪ - વધુ ઇન્દ્રિયો સાથે વધુ પાપસ્થાનકનું સેવન , ૩૬૪-૩૬૫ પાંચમુ ગુણસ્થાન, દેશવિરતિ સમ્યદૃષ્ટિ – સમજણ, ૧૨૦, ૧૨૧, ૧૨૯ – મેળવવા પુરુષાર્થ, ૪૪-૪૯, ૧૨૦ – પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૫૧, ૧૨૦ પ્રાપ્તિનું ફળ, પ૧, ૧૨૦ – સત્યવ્રત, બીજું: સમજણ, ૨૯૫, ૩૦૭, ૩૧૦, ૩૩૪; જ્ઞાનાવરણ દૂર કરવા, ૨૯૪-૨૯૫ – અચૌર્યવ્રત, ત્રીજું: સમજણ,૨૯૫, ૩૩૫; અંતરાય તોડવા, ૨૯૫ – બ્રહ્મચર્યવ્રત, ચોથું: સમજણ, ર૯૫, ૩૨૫-૩૨૮, ૩૩૫; દર્શનમોહ ક્ષય કરવા, ૨૯૫; ની નવવાડ, ૩૨૬-૩૨૭ અપરિગ્રહવ્રત, પાંચમું: સમજણ, ૨૯૫, ૩૨૮, ૩૩૩, ૩૩૫; ચારિત્રમોહ ક્ષય કરવા, ૨૯૫, – પ્રાપ્તિ પછી જીવની દશા, પ૧, ૧૨૧, ૧૨૯, ૨૨૫, ૨૭૮-૨૭૯ પુણ્ય ફળ સંસારશાતા માટે વાપરવું, ૧૨૯, ૩૬૩; ધર્મ આરાધન અને સંસારી પુણ્ય, ૩૩-૩૪, ૪૭ ૪૦૨ Page #436 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ પ્રદેશોદય: થી નિર્જરા,૪૪; અને અઘાતી કર્મ, ૨૨૦; સમજણ, ૨૬૨; અને ઘાતી કર્મ, ૧૩, ૨૨૧ પ્રાર્થના – મહત્વ, ૧૦, ૧૧૧ પ્રથમ રત્ન, ૧૦૯ - પરમાર્થ ને લગતી પ્રાર્થનાઃ દોષમુક્ત થવા, ૬; સદ્ગુરુ પ્રાપ્તિ અર્થે, ૬,૮; પ્રભુનાં દર્શન મેળવવા, ૮; આજ્ઞામાં રહેવા માટે, ૧૨૦; પ્રભુ જેવા સુખી થવા માટે, ૧૪૦ - અને ગુણસ્થાન, ૩૨૩ - અનુદય કરવાના સાધનો, ૧૦૫-૧૦૬ – દર્શનમોહની પ્રકૃતિ, ૨૫, ૧૦૬, ૨૨૨, ૩૨૦ - પ્રકાર, ૧૮૮, ૨૭૭ - પ્રભાવઃ આત્માના અસ્તિત્વનો નકાર કરાવે, ૨૨૨; કર્મબંધનનું કારણ, ૧૧૦, ૧૮૮, ૧૯૧, ૨૭૭, ૩૧૮; પ્રમાદ કરાવે, ૨૭૮; સમકિત વસાવી શકે, ૧૧૫, ૩૨૧; સર્વ પાપસ્થાનકનું સેવન કરાવે, ૩૫૧૩૫૬; સંસારભાવ કરાવે, ૧૦૦, ૧૦૮, ૩૬૦-૩૬૨ ભ ભવીપણું: મળવામાં તીર્થંકર પ્રભુનો સાથ, ૩, ૯૭, અંતવૃત્તિસ્પર્શ પણ જુઓ મહાવ્રત, – ચાર, બીજા થી ત્રેવીસમા તીર્થંકર વખતે, ૨૯૨ – પંચ મહાવ્રત , જુઓ પંચ મહાવ્રત - પાંચ, છેલ્લા તીર્થકર, મહાવીર પ્રભુ વખતે, ૨૯૩-૨૯૪ અને પહેલા તીર્થકર, ઋષભદેવ વખતે, ૨૯૨ મિથ્યાત્વ (મિથ્યાત્વ મોહનીય), ૧૮૮-૧૮૯, ૨૨૨ દર્શનમોહ પણ જુઓ – અને અનંતાનુબંધી કષાય, ૧૧૭-૧૧૮, ૨૨૪ – અને આત્મવિકાસ, ૯૭, ૧૦૭, ૧૦૯, ૧૧૭, ૨૯૧ બંધાવાનું કારણ: દેવ-ગુરુ-ધર્મનું અશ્રધ્ધાન, ૨૨૪; ત્રણ વેદ, ૩૨૪; વિષય-કષાય,૩૨૧-૩૨૨ – સાદિ-અનાદિ મિથ્યાદૃષ્ટિ, ૧૦૭ - સ્થિતિ, જઘન્ય તથા ઉત્કૃષ્ટ, ૨૨૪, ૩૨૧ – વિભાજન, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીયમાં, ૧૦૭, ૧૧૪, ૨૨૨-૨૨૩, ૩૨૦, ૩૨૩ – ક્ષય કરવાના ઉપાયો: બ્રહ્મચર્ય પાલન, ૩૨૫; પ્રભુની સ્તુતિ, ૧૩૯; સદ્ગુરુ નો બોધ, ૧૧૧-૧૧૨, ૩૬૨; સંવેગ, ૯૫, ૧૨૮; આલોચના, ૧૩૫; – ક્ષય અને ક્ષાયિક સમ્યકત્વ, ૧૧૬-૧૧૭, ૩૨૧, ૩૩૭ ક્ષાયિક સમકિત પણ જુઓ મોહનીય કર્મ, ૨૨૧, ૨૯૧-૨૯૨, ૩૧૯ – અને ગુણસ્થાનકની રચના, ૩૧૯, ૩૬૪ ૪૩ Page #437 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ - ગુણને આવરે, ચારિત્ર, ૨૫૮-૨૫૯ – પ્રકાર: મુખ્ય બે, ૨૨૧, ૩૨૦; દર્શનમોહ, સુચક પ્રદેશો, આઠ ૩, ૧૨, ૯૬, ૧૧૦ જુઓ દર્શનમોહ; ચારિત્રમોહ, જુઓ રત્નત્રય ચારિત્રમોહ – જ્ઞાન દર્શન ચારિત્ર, ૩૪, ૪૦, ૮૬; ની પ્રકૃતિ, દેશઘાતી અને સર્વઘાતી, ૩૩૧- વિશુદ્ધિ, ૨૩, ૩૨, ૩૭, ૧૪૪, ૧૫૭, ૩૩૨; ધ્રુવબંધી અને અધુવબંધી, ૩૩૨; ૧૭૬ ધુવોદયી અને અધુવોદયી, ૩૩૨ પ્રાર્થના ક્ષમાપના મંત્રસ્મરણ, ૧૦૯– પ્રભાવ: સમજણ, ૨૨૩-૨૨૪, ૨૩૦; ૧૧૨; નો ક્રમ અને ગુણસ્થાન, ૩૬૮આઠેય કર્મબંધનું કારણ, ૨૮૮-૨૮૯, ૩૬૯; થી માર્ગનું આરાધન, ૩૬૭-૩૭); ૩૧૮ અને ક્ષાયિક સમકિત, ૧૧૬ - બંધન અને ગુણસ્થાન, ૩૩૨ - બંધાવાનું કારણ: પંદર પાપસ્થાનક (ચાર થી અઢાર), ૩૩૫-૩૩૭; પરિગ્રહબુદ્ધિ, ૩૩૩; મૈથુન, ૨૯૫ - માનવશરીરમાં સ્થાન, ૭૬ વિપાકોદય, ૪૪, ૧૪૭, ૧૯૨, ૨૧૮, ૨૨૧; અને અઘાતી કર્મ, ૧૩, ૨૩૦; અને નિકાચીત કર્મ, ૨૬૫ વીર્ય, ૮૫, ૨૫૪ – આવરનાર અંતરાય કર્મ, જુઓ અંતરાય – ક્ષય કરવાની અગત્યતા, ૩૧૯-૩૨૦ ક્ષીણ કરવાના ઉપાય: અપરિગ્રહ, ૩૩૩; વીતરાગતા, ૩૩૪; નિંદા,૧૩૫; વૈરાગ્યભાવ, ર૬૮ ૨૭૦; બ્રહ્મચર્ય, ૩૨૬, ૩૩૩; સગુરુ નો બોધ, ૩૩૪; મનથી જીતવું સહેલું, ૨૩૧ મંત્રસ્મરણ, ૧૧૨-૧૧૩, ૩૬૭-૩૬૮ ખીલવવાના ઉપાયો: સદ્ગુરુનું શરણ, ૮૯, ૯૫, ૧૧૦; શુક્લધ્યાન, ૬૬; ક્ષમાપના, ૧૧૧, ૧૧૩, ૩૬૮; પ્રાર્થના, ૧૧૩, ૩૬૮; અંતરાય કર્મનો ક્ષય, ૩૧૫, ૩૧૭; સત્યયોગ, ૩૬૭ - ખીલવણીનું ફળ: કર્મક્ષયમાં સહાય, ૬૫, ૮૪-૮૫, ૧૦૬; ધર્મ આરાધનમાં સ્વાધીનતા વધે, ૮૭, શુભ પરમાણુ ગ્રહાય, ૨૮૫, ૩૬૭; આત્મસ્થિરતા વધે, ३६८ યોગ: કર્મબંધનું કારણ, ૧૯૦; પ્રકાર, ૨૭૯ ૨૮૦; અને ઇન્દ્રિયવિકાસ, ૨૮૦-૨૮૧; બળવાન યોગ અને તીવ્ર કર્મબંધન, ૨૮૧-૨૮૨ – પ્રકાર, ૮૬, ૨૫૪ ૪૦૪ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વેદનીય કર્મ, ૧૩, ૨૧૮ - - સદુપયોગ થી સમ્યક્ત્વ પરાક્રમ, ૮૯-૯૦, ૯૧, ૯૪ સંક્ષીપંચેન્દ્રિયમાં સૌથી વિશેષ વીર્ય, ૨૮૧ શ શ્રેણિ - અશાતાવેદનીય: બંધાવાનું કારણ, ૩૦૧, ૩૦૬, ૩૧૨, ૩૪૬, ૩૪૮, ૩૫૦, ૩૫૩; ઉદય અને ભેદજ્ઞાન, ૨૨૧ ગુણ આવરે, અવ્યાબાધ સુખ, ૧૯૪, ૨૫૮-૨૫૯, ૨૭૩ પ્રકાર, ૨૧૮-૨૧૯ પ્રકૃતિ, પુણ્ય અને પા૫, ૨૬૬ પ્રભાવ, ૨૬; આઠે કર્મને લાગુ પડે, ૨૧૯૨૨૦; ઘાતીકર્મોના બંધન માટે નિમિત્તરૂપ, ૨૨૦ મનથી જીતાય નહિ, ૨૩૦- ૨૩૧, ૨૮૪ શાતાવેદનીય: બંધાવાનું કારણ, ૨૭૦૨૭૧, ૩૦૭, ૩૧૩; ની આસક્તિ આત્મવિકાસને રોકે, ૨૬, ૧૩૦, ૧૪૪-૧૪૫; કેવળજ્ઞાન પછી, ૮૪-૮૫, ૧૬૬, ૧૮૩, ૨૬૧, ૨૮૭; વ્યવહારનય, ૬૦-૬૧, ૭૭ સ્થિતિ, જઘન્ય અને ઉત્કૃષ્ટ, ૨૨૧, ૨૭૬, ૨૭૭ ઉત્તમ શ્રેણિ માટે પ્રાર્થના, ૭૮, ૮૦ — ૪૦૫ શ્રુતકેવળીપણું, ૭૨-૭૩ સ સદ્ગુરુ, સત્પુરુષ - ઉપશમ શ્રેણિ માં વર્તતો ભય, ૮૦, ૩૨૧ પ્રક્રિયા, ૧૭૮-૧૮૦; ક્ષપક શ્રેણિ: મહત્ત્વ, ૮૦; માટે પ્રાર્થના, ૭૭, ૮૦; અને ક્ષાયિક સમ્યક્ત્વ, ૩૨૧; માટે પુરુષાર્થ, ૭૩, ૭૭, ૭૯-૮૦; અને કષાયનો ક્ષય, ૩૪૧ — પરિશિષ્ટ ૨ અભાવથી જીવની દશા, ૫-૮ અંતરાય તોડવામાં સાથ, ૧૧૧, ૨૮૮ ઉપકાર, ૯૩, ૧૧૦, ૧૧૮ ઉપદેશ અને દર્શનમોહનો ક્ષય, ૩૩૪, ૩૬૨ કલ્યાણભાવ થી વિકાસ, ૯૩, ૯૭-૯૮, ૧૧૧, ૩૨૯ પદ પર એક જ વ્યક્તિની સ્થાપનાની અગત્ય, ૪૯ પાસેથી મળતું વીર્ય, ૮૯-૯૦, ૨૮૧ પ્રત્યે અહોભાવ પૂજ્યભાવ, ૧૦૦, ૧૦૮, ૧૧૧, ૧૩૨, ૧૩૯, ૩૬૫ મેળવવાની અગત્ય, ૬, ૧૦, ૯૪-૯૫ સેવા, ૧૩૨-૧૩૩ સમકિત (સમ્યક્ત્વ), ૩૨૦ મહિમા, ૧૭, ૯૧-૯૨ Page #439 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રાપ્તિ પહેલાં જીવની દશા, ૯૩, ૧૦૭, ૩૬૭; - પાત્રતા કેળવવા શું કરવું: સમજણ, ૧૪,૧૬,૯૪-૯૬,૧૧૦, ૩૬૭; આત્મશાંતિની ઝંખના, ૯૮; ઉપાદાન તથા નિમિત્તનો સુમેળ, ૯૪-૯૫; છૂટવાના ભાવની અગત્ય, ૮૯, ૯૪, ૧૩૦; પૂર્વની ભૂલોનો પશ્ચાતાપ, ૩૬૨, ૩૬૬; પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ, ૧૦૯૧૧૧, ૩૬૭-૩૬૮; સ્વદોષદર્શન, ૧૩૪; સદ્ગુરુ પ્રાપ્તિની અગત્ય, ૮-૧૦; સંજ્ઞી પંચેન્દ્રિયપણાનું મહત્વ, ૩૮, ૯૪ યથાપ્રવૃત્તિકરણ: સમજણ, ૧૫, ૯૯; થી પ્રગટ થતી લબ્ધિ, ૧૦૦-૧૦૫ સોપાન, ૯૮, નિશ્ચયથી વ્યવહાર સમકિત પણ જુઓ; ઉપશમ સમકિત, ત્રીજું સોપાન, ૧૦૯, ઉપશમ સમકિત પણ જુઓ; ક્ષયોપશમ સમકિત, ચોથું સોપાન, ૧૧૫, ક્ષયોપશમ સમકિત પણ જુઓ; ક્ષાયિક સમકિત, પાંચમું સોપાન, ૧૧૬, ક્ષાયિક સમકિત પણ જુઓ; છઠું ગુણસ્થાન, છઠ્ઠું સોપાન, ૧૨૧, છટ્ઠ ગુણસ્થાન પણ જુઓ; સાતમું ગુણસ્થાન, સાતમું સોપાન, ૧૨૨, સાતમું ગુણસ્થાન પણ જુઓ; સયોગી કેવળીપણું, આઠમું સોપાન: ૧૭૮-૧૮૦; આત્માની સિદ્ધ અવસ્થા (સિદ્ધપદ), નવમું સોપાન, ૧૬૭, ૧૮૩-૧૮૪, ૧૯૪ સમ્યક્દર્શન, ૧૮, ૨૨ સમકિત પણ જુઓ સમ્યકજ્ઞાન, ૧૮, ૨૨, ૨૬ સાતમું ગુણસ્થાન, અપ્રમત્તસંયત – મેળવ્યા પછી દોષની મોટી સજા, ૨૯૭ - પાંચ લક્ષણ, ૧૨૬-૧૨૭, ૧૩૩ - સમજણ, ૧૨૨-૧૨૩ – પ્રાપ્તિમાં નડતા વિનો, ૪૭, ૫૮ મેળવવા પુરુષાર્થ: ૫૬-૫૮; આજ્ઞાપાલન, ૪૫-૪૭, ૭૦; કષાયજય, ૫૩, ૬૪, ૬૭; નિશ્ચયનય તરફ પ્રગતિ, ૬૦-૬૧; પ્રમાદરહિતપણું, ૬૩, ૧૯૦; મન પર સંયમ, ૫૬-૫૯, ૬૧ પ્રકાર: ઉપશમ સમકિત, જુઓ ઉપશમ સમકિત; ક્ષયોપશમ સમકિત (પરમાર્થ સમકિત), જુઓ ક્ષયોપશમ સમકિત; ક્ષાયિક સમકિત, જુઓ ક્ષાયિક સમકિત, વેદક સમ્યકત્વ, ૧૧૮. – વમવું, ૧૧૫, ૩૨૧ સમ્યકત્વ પરાક્રમ, ૮૯-૯૦ - માટે વીર્યની ખીલવણી, ૮૯-૯૦, ૯૪ – અને સંજ્ઞી પંચેન્દ્રિયપણું, ૩૮ - નવ સોપાન (પગથિયાં): અંતરવૃત્તિસ્પર્શ, પ્રથમ સોપાન, ૯૭, અંતવૃત્તિસ્પર્શ પણ જુઓ; નિશ્ચયથી વ્યવહાર સમકિત, બીજું પુરુષાર્થ માટે પ્રાર્થનાઃ આજ્ઞાનુસારી બનવા, ૪૬; નિર્વિકલ્પતા વારંવાર મેળવવા, ૬૩;મનને વશ કરવા, ૫૭-૫૮; ઋણમુક્તિની પાત્રતા ખીલવવા, ૬૭. પ્રાપ્તિ વખતે પ્રક્રિયા: ૬૪-૬૬; આંશિક સ્પર્શ, ૬૨-૬૩; ઉજાગર દશા, ૬૪ ૪૦૬ Page #440 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ – શુક્લધ્યાન: સમજણ, ૬૨, ૬૫, ૬૬; નિર્વિકલ્પતા અને નિર્વિચારપણું, ૬૭-૬૮ - પ્રાપ્તિનું ફળ, ૬૫-૬૬, ૧૨૨-૧૨૩ પ્રાપ્તિ પછી જીવની દશા: વર્ણન, ૬૫, ૬૮, ૧૨૩, ૧૩૪, ૧૭૮, ૨૨૬, ૨૭૮૨૭૯; મનનું મૌનપણું, ૫૫, ૭0; શૂળ હિંસાથી છૂટવું, ૩૦૩ વધુ વિકાસ માટે પુરુષાર્થ: સમજણ, ૬૮૬૯, ૧૪૩, ૧૬૭; વિકાસને રોકનાર સંસારીભાવ, ૭૯-૮૦; શુક્લધ્યાન અને સંસારી શાતા, ૧૪૪–૧૪૫; આચાર શુદ્ધિનું મહત્ત્વ, ૧૪૭; પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ, ૩૬૮-૩૬૯; શ્રેણિની તૈયારી, ૧૭૮-૧૭૯ સંસાર: આસક્તિનો પ્રભાવ, ૧૬, ૯૦; આસક્તિ છોડવી, ૧૫૭; જળકમળવત રહેવું, ૧૪, ૧૬; પરિભ્રમણ, ૧-૨, ૧૯-૨૦;માં જીવની સ્થિતિ, ૯૦; શાતા અને આત્મશાંતિ, ૧૫-૧૬, ૮૯; શાતાનો નકાર, ૬૫ સંજ્ઞીપંચેન્દ્રિયપણું: અને સર્વ પાપસ્થાનનું સેવન, ૩૬૩-૩૬૫; ઉત્તમતા, ૧૯, ૩૮, પ૩, ૨૮૧, ૩૪૫; છ પર્યાપ્તિની પ્રાપ્તિ. ૨૪૯; દશ પ્રાણની પ્રાપ્તિ, ૧૮૭; મળવું દુર્લભ, ૨, ૯૩, ૧૯૬; સૌથી વિશેષ કર્મબંધ, ૧૯૨, ૨૮૧ સ્વચ્છંદ, જુઓ દોષ:સ્વરચ્છેદ ક્ષયોપશમ સમકિત, ૧૧૫, સમકિત પણ જુઓ – સમજણ ૨૫, ૧૧૪-૧૧૫ – મેળવવા પુરુષાર્થ ૧૪, ૧૬, ૯૪-૯૬, ૧૧૧-૧૧૩ – પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧૧૩-૧૧૫ – પ્રાપ્તિનું ફળ, ૧૧૫ - માર્ગાનુસારિતા, ૨૬, ૪૭ પ્રાપ્તિ પછી જીવની દશા, ૨૬, ૧૧૬, ૩૬૮ - અને ચોથું ગુણસ્થાન, ૨૬, ૧૧૫ - આત્માના કયા પદનું શ્રદ્ધાન, ૧૧૨ – વધુ વિકાસ માટે પુરુષાર્થ, ૩૬૮ સાયિક સમકિત, ૧૧૬, સમકિત પણ જુઓ – સમજણ, ૪૦, ૧૧૭ – મહિમા, ૧૧૯, ૧૨૮, ૩૨૧ – મેળવવા પુરુષાર્થ સમજણ,૨૧-૨૩, ૨૫, ૩૧-૩૨, ૪૦; મિથ્યાત્વ નો ક્ષય, ૧૧૬-૧૧૭, મિથ્યાત્વ પણ જુઓ; અનંતાનુબંધી નો ક્ષય, ૨૨૫ – કયા ગુણસ્થાન પર લેવાય, ૧૧૬, ૧૨૮; ચોથા ગુણસ્થાને લેવાનું મહત્ત્વ ૧૨૮ – પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૪૦-૪૧, ૧૧૬ ૧૧૮; વેદક સમ્યત્વ, ૧૧૮ - પ્રાપ્તિનું ફળ, ૪૧-૪૪, ૧૧૬, ૧૧૮ – અનુભવનું વર્ણન, ૧૮-૧૯ પ્રાપ્તિ પછી જીવની દશા, ૪૧-૪૩; ચારિત્રમોહ અને અશાતાવેદનીયનો બંધ, ૩૩૭ ક્ષમાપના, સમજણ, ૧૧૧, ૧૪૮; થી આત્મવિકાસ, ૧૦૮, ૧૧૩, ૧૧૬; થી વિશુદ્ધિ, ૧૫૮ ૪૦૭ Page #441 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ – ગુણને આવરે, જ્ઞાન, ૨૧૨ જ્ઞાન પણ પ્રકાર, ૧૯૫-૨૧૧ – પ્રકૃતિઃ દેશઘાતી અને સર્વઘાતી, ૩૦૯; ધુવબંધી અને અધુવબંધી, ૩૦૯; ધુવોદયી અને અધુવોદયી, ૩/૯ - પ્રભાવ: સમજણ, ૨૧૩; આત્માર્થે પ્રગતિ સિંધાય, ૨૬; પરપદાર્થમાં સુખબુદ્ધિ ઉપજે, ૩૦૬ જ્ઞાન (ગુણ), ૧૯૫, ૨૧૨ – અજ્ઞાન નો અર્થ, ૧૯૬ - આવનાર જ્ઞાનાવરણ કર્મ, જુઓ જ્ઞાનાવરણ કર્મ – આવરણના કારણોઃ સુખબુદ્ધિ, ૧૫૦, ૨૧૩, ૨૯૦, ૩૦૫-૩૦૬; મૃષા, ૨૯૦, ૩૦૫-૩૦૬ ખીલવણીનું ફળ, ૨૫૭ - પરોક્ષ, અપરોક્ષ અને પ્રત્યક્ષ, ૩૦૮ – પ્રકાર (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવળ), ૧૯૬-૨૦૧, ૩૦૮-૩૦૯ ખીલવવાનો પુરુષાર્થ: અનુપ્રેક્ષા, ૧૫૨; ધર્મકથા, ૧૫૩; પ્રતિપ્રચ્છના, ૧૫૧; પરાવર્તના, ૧૫ર; મન સમાધારણા, ૧૭૬; વાચના, ૧૫૦; શ્રુતનું આરાધન, ૧૫૪; સત્યવ્રતનું પાલન, ૨૯૪-૨૯૫, ૩૦૬; સુખબુદ્ધિનો ત્યાગ, ૨૬૭, ૨૬૯; સ્વાધ્યાય, ૧૪૯; જ્ઞાન સંપન્નતા, ૧૭૭ જ્ઞાનાવરણ કર્મ, ૧૯૫, ૨૧૨-૨૧૩, ૨૫૭, ૩૦૭ – અને દર્શનાવરણનો સંબંધ, ૨૯૦, ૩૧૦ બંધાવાનું કારણ: મૃષાવાદ, ૩૦૫; સુખબુદ્ધિ, પરપદાર્થની, ૨૮, ૨૧૩, ૨૬૭, ૨૯૦, ૩૦૫-૩૦૬, ૩૦૯; રાગ-દ્વેષ, ૩૪૪; રતિ-અરતિ, ૩૫૫ માનવશરીરમાં સ્થાન, ૭૬ - સ્થિતિ, જઘન્ય અને ઉત્કૃષ્ટ, ૩૦૯ ક્ષીણ(ક્ષય) કરવાનો ઉપાય: સમજણ, ૧૪૯-૧પ૩; સુખબુદ્ધિનો ત્યાગ, ૨૬૭, ૨૬૯; સત્યવ્રત, ૨૯૪-૨૯૫, ૩૧૦; ત્યાગ ગુણ, ૨૬૯, ૩૧૦ - ક્ષીણ થવાનું પરિણામ, ૨૫૭ ૪૦૮ Page #442 -------------------------------------------------------------------------- _