________________
અષ્ટકર્મ
બંધન કાળે આઠ અન્યથા સાત કર્મ સદાસર્વ જીવ બાંધે છે. આમ ૧, ૨, ૪, ૫, ૬, ૭ ગુણસ્થાને સાત કે આઠ કર્મ બંધાય છે. ૩, ૮, ૯ માં ગુણસ્થાને આયુ વર્જિત સાત કર્મ બંધાય છે, ૧૦ મા ગુણસ્થાને મોહ અને આયુ વર્જિત છ પ્રકારનાં કર્મ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ મા ગુણસ્થાને માત્ર શાતાવેદનીય બંધાય છે, અને ૧૪મા ગુણસ્થાને આત્મા કર્મબંધ રહિત થાય છે.
જ્ઞાનાવરણ કર્મ
જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી વસ્તુ વિશેના ધર્મની જાણકારી આવે તે ‘જ્ઞાન’ છે. ઉદા. ‘આ પુસ્તક છે’, ‘આ ગાય છે’, આદિ જાણકારી તે જ્ઞાન છે. આત્માના
આ જ્ઞાન સ્વભાવ ઉપ૨ મિથ્યાત્વ વગેરેનાં કારણે કર્મપુદ્ગલનું જે આવરણ આવે, આત્માનાં જ્ઞાન પર કર્મનું જે આચ્છાદન થાય તે જ્ઞાનાવરણ. સૂર્યના કે દીવાના પ્રકાશ આડે પડદો ધરવામાં આવે તો પ્રકાશમાં ઝાંખપ થાય છે, આ આવરણ જેમ જેમ વધારતાં જઇએ તેમ તેમ પ્રકાશ ઓછો થતો જાય છે. આ જ પ્રકારે આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો આવરણ કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ પુદ્ગલોને જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખી શકાય.
કોઈ પણ પદાર્થનો જ્યારે વિશેષ બોધ જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે, અને જ્યારે પદાર્થ માટે પહેલા સમયની સામાન્ય જાણકારી આત્મા ગ્રહણ કરે ત્યારે તે દર્શન કહેવાય છે. ગાય સામે ઊભી હોય તેને જ્યારે ‘જનાવર'પણે જાણવામાં આવે ત્યારે તે દર્શન છે, અને તેમાં ‘ગાય’ રૂપ વિશેષનું ગ્રહણ કરી આ ‘ગાય’ છે એમ જાણવામાં આવે ત્યારે તે જ્ઞાન છે. ટૂંકામાં કહીએ તો પ્રત્યેક પદાર્થની ઇન્દ્રિય કે મનથી થતી પહેલા સમયની જાણકારી દર્શન કહેવાય છે, અને તે પદાર્થની બીજા સમયથી મળતો વિશેષનો ફોડ એ જ્ઞાન કહેવાય છે.
આ પ્રકારે પદાર્થના સામાન્ય બોધને અથવા જોવાપણાને દર્શન અને વિશેષ બોધને કે જાણવાપણાને જ્ઞાન કહેવામાં આવે છે. દર્શન શબ્દ દર્શનાવરણ કર્મની પરિભાષામાં વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ ‘સામાન્ય બોધ’ કે જોવું એવો અર્થ
૧૯૫