________________
અષ્ટકમ્
પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી આત્મા ક્રિયા કરે છે, આ ક્રિયા તે પોતાની વીર્યશક્તિથી કરે છે. ઘણીવાર તે ક્રિયા જોવામાં આવતી નથી, પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ઉદા. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે, એમ સવારે ઉઠતાં જણાય છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાંઘણાં પણ ખુલ્લાં રહેલાં હોવાથી તે ક્રિયામાં પ્રવર્તી શકે છે. વીર્ય હંમેશા ચળાચળ રહ્યા કરે છે. વીર્યને સંધનાર અંતરાય કર્મના પાંચ પ્રકાર છેઃ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય અને વીર્યાતરાય.
આ અંતરાય કર્મને ભંડારી સાથે સરખાવવામાં આવ્યું છે. રાજા દાન આપવાનો હુકમ કરે પણ ભંડારી આંટા ખવરાવી દાન આપે નહિ. અને ગરીબ માણસ રાવફરિયાદ કરી શકે નહિ. તેવી જ રીતે આત્માની અનંત શક્તિનો રોધ અંતરાય કર્મ કરે છે. અને શ્રી પ્રભુનાં તથા ગુરુનાં શરણે જઇ, ક્ષમા માગતાં રહેવાથી અંતરાય કર્મ ક્ષીણ થતું જાય છે. સામાન્ય રીતે જીવે પરમાર્થની અંતરાય સ૮વ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રની અશાતના કરવાથી બાંધી હોય છે, અને સંસારની અંતરાય બીજા જીવોને સંસારની શાતા ભોગવવામાં અટકાયત કરવાથી બંધાઈ હોય છે.
દાનાંતરાય પોતાની પાસે વસ્તુ હોય, ખપ કરતાં વધારે હોય, સામા માણસને તેનો ખપ હોય, અને દાન આપવાની ભાવના હોય, છતાં દાન આપી શકે નહિ તે દાનાંતરાય કર્મ છે. કૃપણ આદિ વિશેષણને યોગ્ય આવા જીવો ધનાદિની ચોકી કરે છે પણ કોઇને ઉપયોગ કરવા આપી શકતા નથી. આને યોગ્ય શ્રેણિક રાજાની કપિલાદાસીનો દાખલો છે. (૧૫૪)
લાભાંતરાય દાનાંતરાયમાં આપવાની વાત છે, ત્યારે લાભાંતરાયમાં લાભ લેવાની વાત છે. આપનારની ઇચ્છા આપવાની હોય, લેનારની ઇચ્છા લેવાની હોય, વસ્તુ તૈયાર હોય,
૨૫૫.