________________
કેવળી પ્રભુનો સાથ
ચાલ્યા જ કર્યું. અનાદિકાળથી વેદાતું આવેલું અભવીપણું દૂરભવીપણામાં પલટાયું, અમે તે પરમ ઉપકારનો લાભ યથાર્થ રીતે લઈ શકયા નહિ. અમારી મૂઢમતિને કારણે ધર્મમય જીવન તરફ પ્રગતિ કરવાને બદલે અમે બાહ્યભાવથી જ ધર્મ આરાધન તરફનો દૃષ્ટિકોણ સેવતા રહયા, ધર્મને સમજવા માટે અમે ચર્મચક્ષુનો જ ઉપયોગ કરતા રહયા, અને સંસારની ભૂલભૂલામણીમાં વિશેષ વિશેષ અટવાતા ગયા. પરિણામે અમારો આત્મવિકાસ નહિવત્ રહયો હતો.
હે જિનજી ! તમે સર્વ પ્રકારના અવગુણોને જીતીને અનંત ગુણોના ભોકતા બન્યા હોવાથી ખરેખરા અજીતનાથ છો. તમને હવે કોઇ પણ અવગુણ જીતી શકે તેમ નથી. સંસારનાં કોઇ પણ પ્રલોભનો, શાતા, સમૃદ્ધિ આપને જીતી શકે તેમ નથી. તમારી સર્વ શક્તિએ એવી અદ્ભુતતાથી ખીલેલી છે, કે તમે ઉત્તમ અર્થમાં અજીત થયા છો. પૂર્ણતાએ સ્થિર છો.
પણ પ્રભુજી ! અમારી પરિસ્થિતિ તો આપનાથી સાવ જ વિપરિત છે. સંસારના પ્રત્યેક પ્રલોભનો અમને સહેલાઇથી ઠગાવી જાય છે; અમને સ્થિર થવા જ દેતા નથી. સ્થિરતા કેળવવા માટે અમે શાસ્ત્રો, તર્ક વિચા૨, લૌકિક પુરુષોની પરંપરાના વચનો આદિનો આશ્રય લીધો હતો, અને તેનાથી ખૂબ ગોથાં ખાધાં હતાં. સ્વમતિકલ્પનાને લીધે અમને શાસ્ત્રો શસ્ત્રરૂપે પરિણમ્યા હતા, ગુરુગમ તો હતી જ નહિ, તેથી સાચા અર્થ કે ગુઢાર્થનું સ્વપ્નું પણ મળ્યું ન હતું. વળી વારંવા૨ તર્ક ને બદલે કુતર્કના ફંદામાં ફસાઇ જતા હતા. સત્ અસત્નો સદ્વિવેક અમારામાં પ્રગટયો ન હોવાના કારણે લૌકિક પુરુષોએ અમને પોતાના માનાદિ કષાયને પોષવા ગેરમાર્ગે દોર્યા, અમે તેમ દોરવાયા. આમ અમે અનેક પ્રકારની વિચિત્ર સ્થિતિમાંથી પસાર થયા, ઓઘે ઓથે ધર્મ કરી કેટલીક વખત દેવલોકનાં સુખને ભોગવી આવ્યા, પરંતુ ખરી આત્મશાંતિ અનુભવી શકયા નહિ.
હે અજીત ગુણધામ ! આવી હારેલી દશામાં, અમે આપને હ્રદયથી વિનંતિ કરીએ છીએ કે અમે ત્વરાથી સન્માર્ગને પામી શકીએ એવી દિવ્યદ્રષ્ટિ અમને આપો. ઓઘ
૪