________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
દૃષ્ટિનો ત્યાગ કરી, સત્યના માર્ગે અમે આગળ વધીએ એવી અમારા પર કૃપા કરો. અમારા ભાવોને આત્મશુદ્ધિના માર્ગમાં પ્રગતિ થાય એવી શ્રેણિમાં લાવી મૂકો કે જેથી સંસારના દુઃખની પરંપરાથી અમે છૂટી જઈએ.
અહો! ગુણગુણના ભંડાર પ્રભુજી! અનંતકાળના પરિભ્રમણ પછી અમે અનુભવેલી એક સમયની દેહ-આત્માની ભિન્નતા વધારવામાં તમારો અનન્ય સાથ જોઈએ છે. અમને લક્ષ આવે છે કે આ ભિન્નતા વધારવામાં સમય ઘણો પસાર થઈ જાય છે, કેમકે શ્રી આદિનાથ પ્રભુ પછી, આપનું આ અવનિ પરનું અવતરણ લગભગ ૫૦ લાખ કરોડ સાગરોપમ પસાર થયા પછી થયું. અને આપ પ્રભુએ ભરતક્ષેત્રના અનેક આત્માઓને સન્માર્ગે વાળવાનું ઉત્તમ કાર્ય પણ કર્યું. આપના એ સુંદર કાર્યને અમારા કોટિ કોટિ વંદન હો. આદિનાથ પ્રભુથી શરૂ થયેલા મોક્ષમાર્ગમાં આગળ વધવા તમે ઉપકાર કરી સાથ આપો અને આત્માના વિકાસક્રમમાં પ્રવેશ કરાવી અમને આભારી કરો.
૩ શ્રી સંભવનાથ પ્રભુ! અહો શ્રી સંભવ જિન! અમારા આપને કોટિ કોટિ વંદન હો. અમારા આત્માના વિકાસને સ્પષ્ટ આકાર આપનાર શ્રી જિનપ્રભુ! આપને અમારા ભક્તિસમેતના વંદન હો. શ્રી આદિનાથ પ્રભુની અસીમ કૃપાથી અંતવૃત્તિસ્પર્શ થતાં અમારું ભવીપણું પ્રગટ થયું, શ્રી અજીતનાથ પ્રભુની છાયામાં વિકસ્યું, અને આપ પ્રભુની નિશ્રામાં તે સ્પષ્ટતા ધારણ કરે એ માગીએ છીએ.
હે જિનેશ્વર દેવ! આપની અનન્ય કૃપાથી, અનાદિ અનંત એવા આ સંસારમાં રખડતા અમારા આત્માને સન્માર્ગે જવા માટે સંભવ – અવકાશ પ્રાપ્ત થયો છે. અત્યાર સુધી અમારા આત્માએ સતત પરિણામની ચંચળતા જ ભોગવી છે, અત્યાર સુધીમાં કયારેય સ્પષ્ટ અનુભવાય એવી શાંતિ અમારા આત્માએ વેદી નથી, વળી, અન્ય જીવોની બાહ્ય સુવિધાઓ – બાહ્ય પરિગ્રહાદિ શાતાના નિમિત્તો જોઈ અમારા આત્માએ ઈષ કરી છે, અને તેથી પોતાની અશાંતિ વિસ્તૃત કરી છે, તે ઉપરાંત અમારા આત્માને