________________
સમ્યક્ત્વ પરાક્રમ
આવા જીવને સત્સંગમાં રુચિપૂર્વક બેસવાનું તથા સાંભળવાનું ગમે છે. તેના સંસારથી છૂટવાના ભાવ બળવાન થતા જાય છે, તેમ તેમ તેનું દર્શનમોહ કર્મ પાતળું થતું જાય છે, તેની સાથે ચારિત્રમોહના ક્રોધ, માન, માયા તથા લોભની અનંતાનુબંધી ચોકડી પણ નાની થતી જાય છે; અને એ જીવ યથાપ્રવૃત્તિકરણની ક્રિયા કરવા સભાગી થાય છે. યથાપ્રવૃત્તિકરણ કરવું એટલે પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમ કાળથી ન્યૂન કરવી. યથાપ્રવૃત્તિકરણ યથાપ્રવૃત્તિકરણની ક્રિયામાં જીવ આયુષ્ય સિવાયની સાતે કર્મ પ્રકૃત્તિને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમ કાળની કરે છે; અને આયુષ્ય કર્મ તો સદાકાળ તેનાથી નાનું જ હોય છે; તેથી એમ કહી શકાય કે જીવ યથાપ્રવૃત્તિકરણ કરીને આઠે મુખ્ય કર્મની સ્થિતિને એક ક્રોડાક્રોડી સાગરોપમથી ન્યૂન કરે છે. આ યથાપ્રવૃત્તિકરણ કરતી વખતે જીવ પ્રતિ સમયે અનંતગુણ વધતી વિશુદ્ધિએ પેસે છે, ત્યાં શુભ પ્રકૃતિઓનો બંધ કરે છે, પરંતુ તે બંધ પણ અંત:ક્રોડાક્રોડી સાગરોપમનો જ હોય છે. આમ યથાપ્રવૃત્તિકરણમાં જીવ પોતાની વિશુદ્ધિ પ્રતિ સમયે વધારે છે ખરો, પણ તેમાં તે પૂર્વસંચિત કર્મોનાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ કે ગુણસંક્રમણ કરતો નથી. તેમાં પ્રતિસમયે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ અધ્યવસાયના સ્થાનક હોય છે તે ષટસ્થાનક પતિત હોય છે. જો તે હીન હોય તો – ૧. અનંતભાગ હીના
૪. સંખ્યાતગુણ હીન ૨. અસંખ્યાતભાગ હીન
૫. અસંખ્યાતગુણ હીન ૩. સંખ્યાતભાગ હીન
૬. અનંતગુણ હીન અને જો તે અધિક હોય તો – ૧. અનંતભાગ અધિક
૪. સંખ્યાતગુણ અધિક ૨. અસંખ્યાતભાગ અધિક ૫. અસંખ્યાતગુણ અધિક ૩. સંખ્યાતભાગ અધિક
૬. અનંતગુણ અધિક
૯૯