________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
મનોહર અને અદ્ભુત શાંતિ પ્રસારિત કરનાર મુખારવિંદનું સતત પાન કરવાની અમારી ભાવના નિશદિન વધતી જાય છે. શુદ્ધ આત્માની ચંદ્ર જેવી શીતળ કાંતિ એ મુખમાં એવી સુંદર રીતે પ્રતિબિંબિત થઈ રહી છે કે એ તેજ જોતાં તથા ઝીલતાં અમારી આંખો ધરાતી જ નથી. આપના મુખારવિંદના ઉત્તમ દર્શન થતાં અમારા બધાં દુઃખહંતો નાશ પામી ગયા હોય એવી હળવાશની અદ્ભુત અનુભૂતિ અમને વર્તે છે.
આપનાં દર્શન થવાથી હે પ્રભુજી! અમને અમારો જન્મ સાર્થક થયો જણાય છે, આ દર્શન મેળવવા કરેલી અનેક ભવોની તપસ્યા સફળ થઈ જણાય છે. આ દર્શન મેળવવા અમારે કેટકેટલા ભવોની તપસ્યા કરવી પડી હતી! પરંતુ સફળતા મળતાં જ અમારો આત્મા ખૂબ ધન્યતા, આનંદ, શાંતિ તથા વિશેષ પુરુષાર્થ કરવાનો ઉત્સાહ અનુભવી રહયો છે.
અહો દયાનિધિ જિન! નિત્યનિગોદમાંથી નીકળ્યા તે અરસામાં આપના દર્શન કરવાનો કોઈ અવકાશ જ નહોતો; સુક્ષ્મ નિગોદ તથા બાદર નિગોદના પૃથ્વીકાયમાં, અપકાયમાં, તેઉકાયમાં, વાયુકાયમાં કે વનસ્પતિકાયમાં અમારો આત્મા એકેંદ્રિયરૂપે અનંત કાળ સુધી રખડયો, છતાં તેવે વખતે તમારાં દર્શન થયા નહિ, દર્શન કરવાની શક્યતા પણ એક અંશે નહોતી. આમ એ સર્વ કાળ નિષ્ફળ પરિભ્રમણ કરવામાં અને દુ:ખ વેદવામાં પસાર થયો હતો. તે પછી પણ અમારો જીવ બે ઇન્દ્રિયપણે, ત્રણ ઇન્દ્રિયપણે, ચાર ઇન્દ્રિયપણે અને અસંજ્ઞીપંચેન્દ્રિયપણે જળમાં કે સ્થળમાં ઘણા કાળ પર્યત રખડયો, ત્યાં પણ તમારા મુખારવિંદના દર્શનનો અણસાર પણ અમને મળ્યો ન હતો. એ મળવાની કોઈ શક્યતા પણ ન હતી, કેમકે સંજ્ઞીપંચેન્દ્રિયપણા વિના સમ્યકજ્ઞાન તથા સમ્યક્રર્શનની પ્રાપ્તિ અસંભવિત છે. જીવ અસંજ્ઞીપણામાં છૂટવાના ભાવ જ કરી શકતો નથી, તેથી તે કાળમાં આવેલું આપનું નિમિત્ત આત્માર્થે નિષ્ફળ થયું હતું, તે કાળે આપની કૃપાથી ઇન્દ્રિય પ્રાપ્તિ વધી હતી, તે જ આપના નિમિત્તનો અમને મળેલો લાભ હતો.
અહો કલ્યાણમૂર્તિ પ્રભુ! જ્યારે આપ સમર્થ પ્રભુની કૃપાથી સંજ્ઞીપંચેન્દ્રિપણું પ્રાપ્ત થયું, ત્યારે તમારાં દર્શન કરી શકવા માટે અમારામાં અંશે પાત્રતા આવી. તે
૧૯