________________
કેવળી પ્રભુનો સાથ
હે જિનદેવ! તમે કરેલી આ અનન્ય કૃપા માટે કયા શબ્દોથી આભાર માનીએ ? આ માટે આભાર માનવા સર્વ શબ્દો ફીકા લાગે છે. આ કૃપાના બદલામાં અમારા આત્મા તરફથી શું આપીએ?
અહો અહો શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું? આત્માથી સહુ હીન, તે તો પ્રભુએ આપીઓ, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.
શ્રીમદ્ રાજચંદ્ર (આત્મસિદ્ધિશાસ્ત્ર)
આપનો અનન્ય ભક્તિભાવે ઉપકાર માની કોટિ કોટિ વંદન કરીએ છીએ. શ્રી પદ્મપ્રભુ સ્વામીના નિર્વાણ પછી નવ હજા૨ કરોડ સાગરોપમ વીત્યે, શ્રી સુપાર્શ્વ જિને ભરતક્ષેત્રમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, યથાર્થ આત્મધર્મ પ્રવર્તાવ્યો હતો.
८
શ્રી ચંદ્રપ્રભુ સ્વામી !
અહો શ્રી ચંદ્રપ્રભુ સ્વામી! આપ સહુ તીર્થંકર પ્રભુના ઉપકારના પરિણામે અમારો આત્મા સમ્યજ્ઞાન તથા સમ્યક્દર્શન મેળવવા ભાગ્યશાળી બન્યો છે. દેહાત્માની ભિન્નતાના યોગ્ય અનુભવ પહેલાં અમારાં જ્ઞાન તથા દર્શન અસમ્યક્ હતાં, તે આપની કૃપાથી અનુભવગમ્ય બની સમ્યક્ત્વને ધારણ કરી ચૂક્યાં છે. જે જે ગુણો આપ સર્વજ્ઞ પ્રભુમાં પૂર્ણતાએ પ્રકાશ્યા છે, તે પ્રત્યેકનાં અંશો અમને પ્રાપ્ત થયાં છે; તેની પ્રતીતિરૂપે અમને આપના વીતરાગ તથા નિર્મળ સ્વરૂપનાં દર્શન થયાં છે. આ દર્શનથી અમે આપની પવિત્રતા, પ્રસન્નતા અને વીતરાગતાનો પરિચય કરી ધન્ય બન્યા છીએ, કારણ કે આપની આ સ્વરૂપસ્થિતિમાં કેટલું અદ્ભુત સુખ ભરલું છે તેની ઝાંખી અમને આવી છે. આ દર્શનનું અમને એવું આકર્ષણ થયું છે કે જેથી ચિત્તાકર્ષક,
૧૮