________________
કેવળી પ્રભુનો સાથ
પરાક્રમ સમાયેલું છે. આવા પરાક્રમ કરવા માટે વીર્યની ખીલવણી ખૂબ જ જરૂરી છે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, પૂર્ણ શુધ્ધ થવા સુધીનો પુરુષાર્થ કરવો એ ઘણું કઠણ કામ ગણાયું છે. સ્વેચ્છાથી કે સ્વચ્છંદથી સમ્યક્ત્વ મેળવવાનો પુરુષાર્થ કરવાથી, અનંતકાળ વહી જાય તો પણ સફળતા મળતી નથી, પણ યોગ્ય ઉત્તમ માર્ગદર્શકના સાનિધ્યમાં રહી, આરાધન કરવાથી એ જ સમ્યક્ત્વ બે ઘડીમાં પણ મળી શકે છે. આ પરથી તારણ નીકળે છે કે, સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવા માટે બે ચીજો જરૂરી છે
૧. જીવનું સંજ્ઞી પંચેન્દ્રિયપણું અને તેની સંસારથી છૂટવાની ભાવના એ મુખ્ય ઉપાદાન કારણ જરૂરી છે.
૨. છૂટવા માગતા જીવને યોગ્ય માર્ગદર્શન આપી, ઉત્તમ પુરુષાર્થ કરાવી શકે એવા સદ્ગુરુની પ્રાપ્તિ એ નિમિત્તકા૨ણ પણ જરૂરી છે.
યોગ્ય ઉપાદાન અને નિમિત્તનો મેળાપ થાય ત્યારે સાચી કાર્યસિદ્ધિ થાય.
અસંજ્ઞીપણામાં જીવ કંઈ સમજી શકતો નથી, વિચારી શકતો નથી, કંઈ નિર્ણય લઈ શકતો નથી, એ દશામાં તો જીવ, જેમ જેમ કર્મના હળવાભારે ઉદયો આવે, અને જેવા જેવા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના સંપર્કમાં આવે તેના આશ્રયે તેના જેવા ભાવ વેદી તે પરવશપણે નવા કર્મબંધનમાં જોડાતો જાય છે. તેથી તે જીવ સ્વતંત્રપણે છૂટવાના ભાવ કરી શકતો નથી. અને જ્યાં સુધી આ સંસારથી છૂટવાના ભાવ યથાર્થ રીતે જાગે નહિ, ત્યાં સુધી તેને સાંસારિક પદાર્થોનું આકર્ષણ · મોહ સંસારમાં જકડી રાખે છે; સંસારથી છૂટવા દેતો નથી. આથી છૂટવા માટે સંક્ષીપંચેન્દ્રિયપણું કે જેમાં જીવ સ્વતંત્રપણે ભાવ કરી શકે છે તે અને તેના પછી છૂટવાના સક્રિય ભાવ થવા એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. આ જરૂરિયાત જીવે પોતે પૂરી કરવાની છે. પોતે જ પોતામાં ભાવ જગાડવાના છે. બીજા સમજાવી શકે ખરા, પણ એવા ભાવ ઉત્પન્ન કરાવી શકે નહિ. ભાવ જીવે પોતે જ ઊગાડવા જોઈએ.
બીજી બાજુ, જીવે સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવી છૂટવાના ભાવ કર્યા હોય, પણ તે માટે યોગ્ય માર્ગદર્શન મળતું ન હોય તો પણ કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. માર્ગના
૯૪