________________
કેવળી પ્રભુનો સાથ
આવી અસંગતાધારી, જિનકલ્પી જેવા આચાર પાળનાર મુનિ અનેક આત્મગુણો ખીલવતા જાય છે. સાથે સાથે તેમના આત્મામાં ‘સહુનું કલ્યાણ થાય' એ ભાવ રમતા રહેતા હોવાથી ઋજુતા અને મૃદુતાના ગુણો નોંધનીય સપાટી સુધી ખીલે છે. આ બે ગુણના વિકાસનો પ્રભાવ સૂત્ર ઓગણપચાસ તથા પચાસમાં જણાવ્યો છે.
૪૯મા સૂત્રમાં ‘ઋજુતા (સરળતા)થી જીવને શું મળે?' એ માટે જણાવ્યું છે કે “ઋજુતાથી જીવ કાયાની સરળતા, ભાવ (મન)ની સરળતા, ભાષાની સરળતા અને અવિસંવાદ (અવંચકતા) પ્રાપ્ત કરે છે. અવિસંવાદ સંપન્ન જીવ ધર્મનો આરાધક હોય છે.”
ઋજુતા એટલે સરળતા. જેમ જેમ કષાયો તૂટી ક્ષમાભાવ અને નિર્લોભતા પ્રગટતાં જાય છે તેમ તેમ જે કોઈ શુભાશુભ ઉદય હોય તેને જીવ સહેલાઇથી, સરળતાથી મન, વચન, કાયાથી સ્વીકારી શકે છે. તે ત્રણે એકપણે પ્રવર્તે છે, તેમાં વિસંવાદીપણું આવતું નથી. આત્મામાં જે કલ્યાણભાવ ઘંટાયો હોય છે તેના પ્રભાવથી તેના વર્તનમાં કાયાની, મનની, ભાષાની સરળતા રહે છે. અને પરિસ્થિતિ સાથે તેઓ સતત અવિસંવાદીપણું જાળવી શકે છે.આવી અવિસંવાદીતાને કારણે અત્યંત શિથિલ કર્મબંધ થતાં હોવાથી ઉત્તમતાએ ધર્મારાધન થાય છે.
ઋજુતાને શોભાવનારો આવો બીજો ગુણ મૃદુતા છે. મૃદુતા એટલે કોમળતા. કોઈ પણ જીવને જરા પણ દુભવતાં ખચકાય, અટકે અને સહુને શાતાકારી થાય તેવું કલ્યાણકારી વર્તન કરે તે મૃદુતાનો ગુણ છે. આવી મૃદુતાથી જીવને શું મળે છે?' એ સમજાવતા પચાસમાં સૂત્રમાં કહ્યું છે કે, “મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવ પામે છે. અનુદ્ધત જીવ મૃદુ – માર્દવભાવ યુક્ત હોય છે. તે આઠ મદસ્થાનોને નષ્ટ કરે છે.” જે આત્મામાં મૃદુતાનો ગુણ ખીલે છે, તેને પોતાની પાસે ગમે તે પ્રકારની અને ગમે તે માત્રામાં સંપત્તિ મળી હોય તો પણ માનભાવ જાગતો નથી, બલ્ક તે સંપત્તિ અન્યને પણ ખૂબ ઉપયોગી થાય તથા તેવી શુભ મનોવૃત્તિ તે ધરાવતો થાય છે, કારણ કે તે સંપત્તિમાં તેની લોભવૃત્તિ અને સ્વપણું રહેતું નથી. માટે કહ્યું છે કે મૃદુતાથી અનુદ્ધતભાવ આવે છે. ઉદ્ધત એટલે બીજાને કષ્ટકારી થાય તેવા ભાવ, તેનાથી વિરુદ્ધ
૧૭૨