________________
કેવળી પ્રભુનો સાથ
ધર્માચરણ કરવામાં આવે તો સંસારી પુણ્ય ઉત્પન્ન થાય છે, સ્વર્ગનાં સુખ મળે છે, પણ આત્માનું સુખ આવતું નથી. પરંતુ સમ્યક્ દૃષ્ટિથી, અલૌકિક ભાવથી, પોતાના ગુણો સાથેનું જોડાણ વધારતાં વધારતાં ધર્મનું આચરણ કરવામાં આવે તો સંસારનો ક્ષય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્રિવેણી સંગમનો આવો મહિમા અમને સમજાવીને અમારા ઉપર અવિસ્મરણીય ઉપકાર તમે કર્યો છે. તેથી માર્ગના સર્વ રહસ્યો, આત્મદશાની વૃદ્ધિ સાથે પામતા જવા, અને રત્નત્રયનું આરાધન યથાર્થતાએ કરીને ત્વરાથી નિર્વિકલ્પ દશા પામવા અમારો આત્મા ઉત્સાહીત બન્યો છે.
મોહનીય કર્મના નાશ કે ઉપશમ કરવા સાથે જો જ્ઞાનાવરણ કે દર્શનાવરણનો ક્ષયોપશમ જીવ કરી શકતો નથી, તો મળેલી શાંતદશાનું જાણપણું કે અનુભૂતિ જીવ જાળવી શકતો નથી. પરિણામે સાનુભવ દશાભાન જીવને આવતું નથી. તે સ્થિતિ આત્માના માર્ગ પ્રતિનું શ્રદ્ધાન નિર્બળ કરી નાખે છે. વળી કેટલાંક શાસ્ત્રો ગેરસમજને કા૨ણે અધ્યાત્મ માર્ગ બતાવે છે તેવી ભૂલભરેલી માન્યતામાં જીવને ખેંચી જઈ અવળે માર્ગે દોરે છે. હે પ્રભુ! આ સર્વથી અમને બચાવજો. અમને તો અનુભવ સહિતનો બોધ હોય તેવા જ શાસ્ત્રોના પરિચયમાં રાખજો. એટલું જ નહિ પણ અમે મોહનો નાશ કરવા સાથે જ્ઞાન-દર્શનનાં આવરણો ઘટાડતાં જઈએ અને શુદ્ધ ચારિત્ર ખીલવતા જઈએ એવી કૃપા અમારા પર કરજો.
હે જિનદેવ ! શાસન સમ્રાટ! અમને યોગ્ય સમજણ આપી, જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સાથે સાથે ખીલવણી કરવા પ્રેરણા આપી છે, તે ઉપકાર અમે ક્યારેય ભૂલીશું નહિ. અમને સન્માર્ગે આગળ વધારશો, અને અમારી સમજણ વિશદ કરાવતા જશો.
અહો જિનજી ! આપના ચરણમાં વસવાથી અમને અનુભવ થાય છે કે સમ્યક્દર્શન મેળવ્યા પછી, જીવ પુરુષાર્થ કરે તો તે મોહનીયની સાથોસાથ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ પણ ક્ષીણ કરતો જાય છે. આમ તેને ચારિત્રની ખીલવણી કરવી સહેલી
૩૪