________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
સમજણ તમે સંસારી – અસંસારી વચ્ચેનું ભેદરહસ્ય ખૂલ્લું કરીને આપો છો, અને તેમ કરવામાં અમને સુધરવા તમે ખૂબ મદદ કરી છે. આપ અંતર્યામી હોવાથી અમારા શ્રેય માટે જે જે તત્ત્વોની જાણકારી જરૂરી છે તેની સમજણ આપીને અમને ધન્ય ક્ય છે, તેથી અમે આપના ખૂબ ઋણી થઇ ભાવપૂર્વક વંદન કરીએ છીએ.
અહો, યથાખ્યાત ચારિત્રના ધર્તા વિભુ! તમે આત્મામાં સતત રમણ કરનાર છો, અને આત્માને પૂર્ણ વિશુદ્ધ કરી મુક્તિગતિને પામનાર છો. બીજી બાજુ સર્વ સંસારી જીવો પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયોમાં રાચનારા છે, દેહ તથા દેહેંદ્રિયની સુખાકારી મેળવવામાં તેમની સર્વ પ્રવૃત્તિઓનો સાર સમાઈ જાય છે. વળી, ભવોના ભવો માત્ર દેહસુખ કે ઇન્દ્રિયસુખ મેળવવા પાછળ એ જીવો ખર્ચી નાખે છે, તેમ છતાં તેઓ સુખ પામી શકતાં નથી, એટલું જ નહિ પણ દેહ કે ઇન્દ્રિયોને પોતાનાં કરી પણ શકતા નથી. જે મુનિજનો છે તેઓ તો આત્મામાં રમનારા છે. આત્મરમણતા કરનારનું મુખ્ય લક્ષણ એ છે કે તેઓ દેહ કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે નિરાસક્ત હોય છે. જે સુખ ક્ષણિક છે તેનાથી અલિપ્ત રહી તેઓ શાશ્વત સુખની ખોજમાં લાગેલા રહે છે, અને શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ એ જ અધ્યાત્મ માર્ગ છે. તેનાથી વિપરિત તે સંસાર માર્ગ છે. સંસારમાર્ગમાં જુનાં કર્મો ભોગવાઇને ખરતાં જાય છે અને સંસાર વધે તેવાં નવાં કર્મો બંધાતા જાય છે. આપની કૃપાથી અમને અધ્યાત્મ માર્ગે જવાનો બોધ તથા પ્રેરણા મળતાં, તે માર્ગની ઉત્તમતાની અમને પ્રતીતિ થાય છે. જે જ્ઞાનથી સમજણ આવી, દર્શન વિશુદ્ધિથી તેની શ્રધ્ધા થઈ, તેનું યથાર્થ પાલન કરવાનો સંદેશો તમ પાસેથી મળતાં અમારો આનંદ ખૂબ વધ્યો છે. આત્માના આનંદસ્વરૂપની સિદ્ધિ અમને મળતી જાય છે. આ ઉપકારનો બદલો અમે ક્યારે વાળી શકીશું?
શ્રેયના – કલ્યાણના અંશો આપીને તમે સ્પષ્ટ સમજાવ્યું કે માત્ર ધર્મ સમજવાથી, કે બાહ્યભાવથી ધર્મપાલન કરવાથી જીવનું સાચું કલ્યાણ થતું નથી. જે કંઈ કરીએ તે સાચી સમજણથી, સારાસાર વિવેક સાથે અને અંતરના ઊંડા ભાવથી કરીએ તો જ સાચું અને સારું ફળ પ્રાપ્ત થાય છે. સમજણ ગયા પછી તેનો ઉપયોગ કરવામાં ન આવે તો અમુક કાળ પછી તે સમજણ પણ વિલિન થઈ જાય છે. ઓઘદૃષ્ટિથી જો
૩૩