________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
છે. આ જાણકારીમાં સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ તો શ્રી કેવળ પ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન શ્રત તથા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું કહેવાય છે. જઘન્યથી શરૂ કરી ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણાની કોઈ પણ સ્થિતિમાં જીવ આવે ત્યારે તે શ્રેણિ માંડવાની યોગ્યતા મેળવે છે, એટલે કે શ્રેણિ માંડતા પહેલાં જીવે ઓછામાં ઓછું જઘન્ય શ્રુતકેવળીપણું તો મેળવવું જ જોઈએ. તેમ છતાં કેટલાંક જીવો ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પામ્યા પછી શ્રેણિ આરંભે છે. કેટલાંક શ્રુતકેવળીની મધ્યમ દશાએ શ્રેણિ શરૂ કરે છે. જીવ શ્રેણિ ક્યારે શરૂ કરે છે તેનો આધાર તેણે સેવેલા કલ્યાણભાવને અનુસરે છે. જેમણે કલ્યાણભાવ જીવ સમસ્ત માટે સેવ્યો હોય, અને ઉત્તમ એવું કલ્યાણકાર્ય છદ્મસ્થાવાસ્થામાં કરવાનું હોય તેવા જીવો શ્રુતકેવળીપણાનું ઉત્કૃષ્ટપણું અમુક કાળ સુધી ભોગવ્યા પછી શ્રેણિનો આરંભ કરે છે, ઉદા. ત. શ્રી ગણધરજી. મધ્યમ ઉચ્ચદશાના શ્રુતકેવળી થયા પછી શ્રેણી આરંભનાર મુખ્યત્વે અન્ય છબસ્થ પરમેષ્ટિ હોય છે. અને જઘન્ય શ્રુતકેવળીપણામાં જ શ્રેણિ ચડનાર સામાન્યપણે સિદ્ધ સિવાયના પરમેષ્ઠિપદમાં ન આવનારા આત્માઓ હોય છે. જેટલા જીવોનું બહુલતાએ કલ્યાણ ઇચ્છયું હોય તેટલાને માર્ગદર્શન આપવાની શક્તિ મેળવવા શ્રુતકેવળીપણું જરૂરી છે અને તે પણ જેમ બને તેમ વહેલું પ્રગટ થાય તો સારું, એમ અમને આપની કૃપાથી સમજાતું જાય છે. આ કૃપા માટે આભાર માની વંદન કરીએ છીએ.
આપના ચરણમાં ભક્તિભાવથી વસતાં અમે જોઈ શક્યા છીએ કે અમારામાં શ્રુતકેવળીપણું આવવાથી પ્રછન્ન રીતે (ગુપ્તતાએ) પડદર્શન વિવેક જાગવા લાગ્યો છે. પ્રત્યેક દર્શનમાં શું સત્ય છે, શું ખામી છે, ક્યું દર્શન પૂર્ણ છે, ક્યા દર્શનમાં કઈ અપૂર્ણતા રહેલી છે, ઇત્યાદિ વિશેની જાણકારી અમને મળવા લાગી છે, પરંતુ અનુભવાતી જ્ઞાનની વિશાળતાને કારણે અમને કોઈ પણ દર્શન માટે રાગ કે દ્વેષ અનુભવાતો નથી. વળી, સર્વ દર્શન પ્રતિ હેય ઉપાદેયનો વિવેક રાખી, તટસ્થપણે યોગ્યનું ગ્રહણ કરી અમારો જીવ સત્ય તરફ નમતો ગયો છે. અમારે કોઈ અસત્ય તત્ત્વનો આશ્રય રહયો નથી. પરિણામે અમે અમારી ઉપયોગની તીક્ષ્ણતાને સાચવી,
૭૩