________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી મલ્લિનાથ પ્રભુના નિર્વાણ પછી, ચોપન લાખ વર્ષ વીત્યા પછી, શ્રી મુનિસુવ્રત સ્વામીએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, દેશના દ્વારા આત્મધર્મ ફેલાવ્યો. આત્મા જેમ જેમ શુદ્ધિ તરફ પ્રગતિ કરે છે તેમ તેમ એક પછી એક પગથિયે આગળ વધવામાં સમય ઓછો લાગે છે, એટલે કે મન, વચન, કાયાની સોંપણી કર્યા પછી નિર્વિકલ્પ દશા મેળવવી, એ દશાના વારંવાર ભોક્તા થવું, સવિચાર દશામાં પણ નિર્વિકલ્પ થવાની તૈયારી કરતા જવી એ આદિ વિકાસ કરવામાં જીવને ગુરુના માર્ગદર્શનથી અને પોતાનાં વધતાં વીર્યને લીધે મહેનત ઓછી લાગતી હોય એવો અનુભવ થાય છે, કેમકે, જીવ જેમ જેમ માર્ગમાં આજ્ઞાધીનપણે આગળ વધે છે તેમ તેમ સંસારરસ ક્ષીણ થતો જાય છે, આત્મરસ સતત વધતો જાય છે, તેથી રસપૂર્વક થતી ક્રિયામાં મહેનતની ગણતરી થતી નથી.
૨૧ શ્રી નમિનાથ પ્રભુ! મુનિપણે સુવ્રતોનું પાલન કરતા રહેવાથી અમને ષડ્રદર્શનનો વિવેક જાગવા લાગ્યો છે. આ વિવેકને લીધે કોઈ પણ એક મતને જ માનવાનો અર્થાત્ એકાંતવાદને સ્વીકારવાનો દુરાગ્રહ અમારામાંથી છૂટવા લાગ્યો છે, અને અનેકાંતવાદ કે સ્યાદ્વાદના આશ્રયે અમે સમગ્ર મોક્ષમાર્ગ તથા સૃષ્ટિરચનાની જાણકારી લેવી શરૂ કરી છે. આમ થતાં કોઈ અભિનિવેષના કારણથી થતા અયોગ્ય વર્તનથી અમારો આત્મા બચવા લાગ્યો છે, અને અમે સત્યના આધારે જ વર્તન કરતાં શીખતા જઈએ છીએ. આ વર્તનની જાણકારી અહો નમિનાથ પ્રભુ! આપની કૃપાથી અમને મળતી જાય છે.
સુવ્રતોના પાલન કરતાં કરતાં, થયેલા આત્માનુભવના આધારથી લખાયેલા શાસ્ત્રોનો અભ્યાસ કરવાની સુવિધા અમને મળી છે, તેથી અમારા જ્ઞાનનાં આવરણ હળવાં થતાં જાય છે, પરિણામે મોક્ષમાર્ગ અને સૃષ્ટિરચના યથાર્થ જેમ છે તેમ, તેની જાણકારી અમને આવતી ગઈ છે. આ જાણકારી અમને શ્રુતકેવળપણા સુધી દોરી જશે એવી ધારણા છે. સમ્યકુજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું આવે