________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
નથી, કેટલાક દેહ અને આત્મને એકરૂપ માને છે, અથવા આત્માને દેહરૂપ માને છે, અર્થાત્ જડ ચેતનને એકરૂપ ગણે છે. જડને સુખદુ:ખ નથી અને ચેતનને છે. આવા અલગ લક્ષણો એક પદાર્થમાં કેવી રીતે સાકાર થાય તેનું સમાધાન તેઓ આપી શકતા નથી. કેટલાક તત્ત્વવેત્તાઓ આત્માને એકાંતે નિત્ય અથવા એકાંતે અનિત્ય માને છે. આત્માને એકાંતે નિત્ય માનવાથી કૃતનાશ (કાર્ય કરવા સામગ્રી મળે છતાં કાર્ય ન થાય) અને અકૃતાગમ (કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ થાય) દોષ થાય છે, તે દોષ કેમ ટળે તે તેઓ સમજાવી શકતા નથી. આત્માને એકાંતે અનિત્ય (ક્ષણિક) માનવાથી સુખદુ:ખ, બંધ, મોક્ષની વ્યવસ્થા ટકી શકતી નથી; તેનું સમાધાન તેઓ આપી શકતા નથી. કેટલાક જીવો આત્માનું અસ્તિત્ત્વ જ મહાભૂતમાં એકરૂપ કરી દે છે. પરંતુ મહાભૂતનું જ્ઞાન કરનાર તેનાથી જુદો હોવો જોઈએ તેની સમજણ તેઓ કરી શકતા નથી. આમ માત્ર એકાંતવાદમાં રાચીને જીવો સત્યવ્રતમાં અસ્થિર થાય છે, અને બીજાને પણ અસ્થિર કરે છે. આપની અસીમ કૃપાથી અમને એકાંતવાદની નિરર્થકતા અને અનેકાંતવાદનું મહત્વ સમજાયાં છે. તેથી એકાંતવાદમાં રાચતા જીવોને પરમ કરુણાભાવથી સન્માર્ગે ચડાવવા શક્તિ માગીએ છીએ. અમને લાગ્યું છે કે જગતમાં પ્રવર્તતા બધા એકાંતવાદ કે પક્ષ ત્યાગવા ઘટે છે, અને અનેકાંતવાદ અથવા સ્યાદ્વાદશૈલીના આશ્રયે સમગ્ર રચના સમજવાથી સાચું સત્ય સમજાતું જાય છે. રાગ, દ્વેષ, મોહ આદિનો પક્ષ છોડી આત્માની રઢ લેવાથી, તેમાં લીન બનવાથી, ફરીથી સંસારની ભંગજાળમાં ફસાવાનું રહેતું નથી; સાથે સાથે આત્માના અનુભવથી લખાયેલાં શાસ્ત્રોનો આશ્રય રહે છે, તેથી આત્માનુભવ સિવાયના વાજાળથી લખાયેલા શાસ્ત્રોની પરખ કરવાની અને તેને ત્યાગવાની શક્તિ આવે છે. શુદ્ધ આત્મતત્ત્વમાં લીન થવાથી આત્માનું સાચું રૂપ પ્રકાશિત થાય છે. આ પ્રકારે સુવ્રતનું પાલન કરતાં કરતાં ધર્મનાં રહસ્યો ઊંડાણથી સમજાયાં છે તે શ્રી પ્રભુ! આપની અમૃતમયી કૃપાનું ફળ છે. તેને પૂર્ણતાથી પામી, તેનો યોગ્ય ઉપયોગ કરી, અનેકને સહાય કરી ઉપકારી થઈએ અને એ દ્વારા આપ પાસેથી ગ્રહણ કરેલાં ઋણનું નમ્રપણે ચૂકવણું કરવા ભાગ્યશાળી થઈએ એ ભાવના ભાવી આપને કોટિ કોટિ વંદન કરીએ છીએ.
૭૧