________________
કેવળી પ્રભુનો સાથ
તો તેઓ યથાર્થ દોરવણી આપી શકતા નથી, અને તેમાં ય જો અયોગ્ય કે અપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે તો માર્ગદર્શન આપનાર અને લેનાર બંને ભવસાગરમાં ગોથાં ખાય છે. તેથી શ્રી મુનિસુવ્રત સ્વામી! યથાર્થ જ્ઞાનદર્શન મેળવી શકીએ, તેનો સદુપયોગ કરી અન્ય જીવોને સહાય કરી, ઋણમુક્ત થવાનો સાચો પુરુષાર્થ અમે કરી શકીએ એવી શક્તિ આપવા કૃપા કરો.
પ્રભુ! અમે જ્યારે શુભ આશયથી આત્મધર્મની સાચી ખોજ કરવા ઈચ્છયું હતું ત્યારે જગતમાં પ્રવર્તતાં અનેક ધર્મમતે અમને વિપરિત બાજુએ ખેંચી જઈ ગુંચવાડામાં નાખ્યા હતા. આમાં ફસાઈ ઘણીવાર અમે ગેરમાર્ગે દોરવાયા હતા, અને વિકાસના નામે અધોગતિમાં ઉતરી ગયા. આપની કૃપાથી અમે આ દશાથી બહાર નીકળી ગયા છીએ, પણ તેની સ્મૃતિના કારણે અન્ય જીવોને આવી સ્થિતિમાંથી પસાર થતા જોઈએ છીએ ત્યારે પરમ કરુણાનો ભાવ સેવી આવા દુ:ખિત જીવોને સન્માર્ગે દોરવાની શક્તિ અમે તમારી પાસે માગીએ છીએ.
અમારાં મન, વચન અને કાયાની આપને સોંપણી કર્યા પછી અમે મૌન થયા છીએ, અમારે સ્વચ્છેદથી કંઈ કરવું નથી, માત્ર આપની આજ્ઞા અનુસાર, મનના સ્વચ્છંદી ભાવને અનુસર્યા વિના વર્તવા ઈચ્છીએ છીએ એ અમારું મૌનપણું છે. આવું મોનપણું જાળવવા મુનિ અવસ્થા ખૂબ જ સહાયરૂપ થાય છે. જેણે મનને મુંડયું તે મુનિ; તે મુનિ મૌન છે. અમને આવી મુનિ અવસ્થા તથા તેની સાથે સુવ્રતનો સથવારો હે મુનિસુવ્રત સ્વામી! અમને આપો. આપની આજ્ઞા તો અમારા કલ્યાણ માટે જ હોય, તેનાં પાલનમાં અમારા સ્વચ્છંદને તો કોઈ સ્થાન જ નથી, તેથી એ આજ્ઞાપાલન અમને ખૂબ ખૂબ કલ્યાણકારી થાય, તેમાં શું નવાઈ?
આમ તમારી આજ્ઞાએ વર્તવાનું શરૂ કરતાં અમને જણાતું ગયું કે આ જગતમાં આત્મા માટે અનેક જુદા જુદા મતો પ્રવર્તે છે. કેટલાક જીવો આવા અનેક મતમાનાં કોઈ એક મતને એકાંતે પકડી, તેના મમત્ત્વમાં રાચી પોતાનું અકલ્યાણ કરે છે, અનેક દોષ કરી કર્મોની વૃદ્ધિ કરે છે. ઉદા. ત. કેટલાક જીવો આત્માને એકાંતે અબંધ માને છે. તેઓ ક્રિયા કરતાં દેખાતાં આત્માની ક્રિયાનું ફળ કોણ ભોગવે તે સમજાવી શકતા
૭)