________________
કેવળી પ્રભુનો સાથ
અન્ય કોઈ પ્રતિ રાગદ્વેષ કર્યા વિના અમારા આત્માને સત્ય પ્રતિ ઝોક આપવામાં સફળ થતા જઈએ છીએ. અહો નમિનાથ ભગવાન! આપની અનન્ય કૃપાથી અમને આ જાણપણાની સુલભતા થતી જાય છે, તે માટે ખૂબ ખૂબ ઉપકાર માની વાંદીએ છીએ.
હે જિનદેવ! આપની કૃપાથી અમને છ મુખ્ય દર્શનની જાણકારી આવતી જાય છે. કપિલ મુનિ પ્રણિત સાંખ્ય, પતંજલ મુનિ રચિત યોગ, ગૌતમબુદ્ધ પ્રકાશિત બૌદ્ધ, વેદાંતનો મીમાંસા ભાગ, ચાર્વાક રચિત ચાર્વાક મત અને શ્રી વીતરાગપ્રભુ બોધિત જિન માર્ગ એ છ દર્શન અમારા જાણવામાં આવ્યાં છે. શ્રુતકેવળીપણું પ્રગટવાથી આ છએ દર્શનની વાસ્તવિક સમજણ અમને મળવા લાગી છે, અને આ દર્શનો વચ્ચે બાહ્યથી જણાતો વિરોધ ઊંડાણમાં જવાથી કેવી કેવી અપેક્ષાએ શમતો જાય છે તે અમારી પાસે ખૂલ્લું થતું જાય છે, પરિણામે અમારા આત્મા મતમતાંતરની કુપ્રવૃત્તિથી વ્યાવૃત થતા જાય છે.
જૈન સિવાયના પાંચે દર્શન જૈનમાં સમાઈ જાય છે. તેથી એક જૈનદર્શનનો પૂરો અભ્યાસ કરવામાં આવે તો એ દર્શનનો સુંદર અભ્યાસ થઈ જાય એમ અમને સમજાયું છે. આ આખો લોક પુરુષના આકારે છે, અને આખા લોકમાં ધર્મ સર્વત્ર ફેલાયેલો છે. આથી જો જિનેશ્વર પ્રભુના મનુષ્ય શરીરને લોકની ઉપમા આપી કલ્પવૃક્ષ ગણીએ તો સર્વ દર્શનો પ્રભુના એક એક અંગને શોભાવતા જણાય છે. અર્થાત્ બધાય દર્શનોનો અભિપ્રાય - જિન દર્શનમાં (પ્રભુના પૂર્ણ દેહને જો જિન દર્શનનું પ્રતિક ગણીએ તો અન્ય સર્વ દર્શનો તે દેહના અંગ રૂપ બને છે) સમાવેશ પામી જાય છે. | સર્વજ્ઞ વીતરાગ એવા શ્રી જિનેશ્વર દેવે આખા લોકાલોકની જાણકારી પ્રાપ્ત કરી છે. જગતના કોઈ પણ દર્શનનો એક પણ મત કે અભિપ્રાય એવો નથી કે જેની જાણકારી અને તથ્યાતથ્યનો ખ્યાલ તેમને ન હોય. જિનપ્રભુ કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષ જીવને ઇચ્છિત વસ્ત્રો, આભૂષણો, વાજિંત્રો, ખોરાક ઇત્યાદિ આપે છે. તે જ પ્રમાણે જો ઈચ્છા કરવામાં આવે તો જિનપ્રભુ પાસેથી સર્વ દુઃખોનો ક્ષય અને ભવરહિતપણું મળે છે. દેવલોક તથા ભોગભૂમિમાં રહેલાં કલ્પવૃક્ષ ભૌતિક પદાર્થો
७४