________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
જીવને શાતા માટે આપે છે; ત્યારે જિનપ્રભુરૂપ કલ્પવૃક્ષ આધિભૌતિક આત્મસુખની પ્રાપ્તિ કરાવી જન્મમરણના ફેરાના દુ:ખથી જીવોને છોડાવે છે. એમાં જિનપ્રભુનું ઉત્તમપણું રહેલું છે.
શ્રી જિનદર્શન એ જિનેશ્વર પ્રભુનો પૂર્ણ દેહ ગણીએ તો સાંખ્ય અને યોગ એ બે દર્શન પ્રભુના બે પગ થાય છે. આ બંને દર્શનો આત્માના અસ્તિત્વની તથા તેના સ્વરૂપની વિગતવાર સમજૂતી આપે છે. એટલે કે જૈનદર્શનનું આત્મા હોવાનું પ્રમાણ આપવાનું મુખ્ય કાર્ય આ બે દર્શન કરે છે અને જૈનદેહના પગને મજબૂત બનાવે છે. આત્માના અસ્તિત્વના હકાર વિના કોઈ પણ આત્મવાદી દર્શન ઊભું ન રહી શકે, અને આત્માના અસ્તિત્વની ઊંડાણભરી સચોટ સમજણ આ બંને દર્શન આપતા હોવાથી તેને જિનપ્રભુના પગ તરીકે આપણે ઓળખી શકીએ.
ભેદ અને અભેદનું નિરૂપણ કરનારા અનુક્રમે બૌદ્ધ દર્શન તથા ઉત્તર મીમાંસા (વેદાંત દર્શન) એ બે જિનેશ્વરના બે હાથ છે. જૈન દર્શનમાં ભેદ અને અભેદ એ બંને તત્ત્વો ઉપર વ્યવસ્થિત અને ઊંડી વિચારણા કરવામાં આવી છે. ત્યારે બૌદ્ધ દર્શન એકાંત પર્યાયાર્થિક નયના આધારે ચાલે છે, અર્થાત્ તે દર્શન અનિત્યવાદી છે. પ્રત્યેક અવસ્થાના ભેદને કારણે તે ભેદવાદી દર્શન છે. વળી, દરેક પદાર્થ વ્યષ્ટિથી જુદા છતાં સમષ્ટિથી એકતારે પરોવાયેલા છે એ દૃષ્ટિથી જ વિચારનાર મીમાંસા દર્શન અભેદવાદી છે. મીમાંસા દર્શન દ્રવ્યાર્થિક નયની એકાંત દૃષ્ટિ ધરાવે છે, આમ મીમાંસા દર્શન એકાંત નિત્યવાદી છે. તો જૈનદર્શન આ બંને અપેક્ષાને વ્યવસ્થિત રીતે સ્વીકારે છે.
ચાર્વાક દર્શન એ પ્રભુના પેટનો ભાગ છે. ધર્મનો પ્રાથમિક અભ્યાસી સ્થળ મોટી મોટી વાતો સમજે છે અને વિચારે છે, તે પછીથી તે ઊંડા રહસ્યોવાળી તત્ત્વની વાતો સમજતો થાય છે. એ રીતે પ્રાથમિક અભ્યાસી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતના સંયોગથી ચેતનયુક્ત પ્રાણીને જોઈ પંચમહાભૂતનો વિચાર કરી ધર્મના સ્થૂળરૂપનો સ્વીકાર કરે છે. અને તે પછીથી આગળ વધી ચેતનતત્ત્વના રહસ્યોની સમજ સ્વીકારવા પાત્ર થાય છે. આમ હોવાથી નાસ્તિક એવા ચાર્વાક દર્શનમાં આત્માનાં
૭૫.