________________
કેવળી પ્રભુનો સાથ
૪ સંવેગ, નિર્વેદ, શ્રદ્ધા, ગુરુ તથા સાધર્મિકની સુશ્રુષા – સમકિતનાં લક્ષણો
પ્રગટાવે છે. ૩ આલોચના, નિંદા, ગહણા – પોતે જે કારણથી સંસારથી છૂટયો નથી,
તેનો પશ્ચાતાપ કરી પાત્રતા તૈયાર કરે છે. સામાયિક, ચોવિસંથો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન – છ આવશ્યકના આરાધનથી સંવર તથા નિર્જરા વધે છે. સ્તુતિમંગલ, કાલની પ્રતિલેખના – ગુરુ પ્રતિનો અર્પણભાવ જાગે છે. ‘પ્રાયશ્ચિત, ક્ષમાપના – અર્પણભાવ વધારવા, દોષ નિવૃત્તિ કરવા ઉપયોગી
થાય છે. ૬ સ્વાધ્યાય, વાંચન, પ્રતિપુચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા –
જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધારવા મદદ કરે છે. શ્રુતની આરાધના, મનની એકાગ્રતા, સંયમ, તપ, વ્યવદાન – ચારિત્ર ખીલવવાનો પુરુષાર્થ વધારે છે. સુખશાતા, અનાસક્તિ, વિવિક્ત શૈયાસન, વિનિવર્તના-ચારિત્રનો વિકાસ કરવા એકાંતવાસ અને એકત્વભાવનાના દઢત્વની જરૂરત બતાવે છે. સંભોગ, ઉપાધિ આહાર, કષાય, યોગ, શરીરના પ્રત્યાખ્યાન – ઉત્તરોત્તર
અસંગતા વધારતા જવા માટેનો આદર્શ માર્ગ વ્યક્ત કરે છે. ૩ સહાય, ભક્ત, સભાવ પ્રત્યાખ્યાન – આદર્શને આચારમાં મૂકવાથી થતી
સિદ્ધિ વર્ણવે છે. ૪ પ્રતિરૂપતા, વૈયાવૃત્ત, સર્વગુણ સંપન્નતા, વીતરાગતા – આદર્શને આચારમાં
મૂકવાનો ક્રમ જણાવ્યો છે. ૨ શાન્તિ, મુક્તિ – કષાય જયનો ઉપાય છે.
૧૨૪