________________
કેવળી પ્રભુનો સાથ
તેમ તેમ ચારિત્રશુદ્ધિ કરવી જરૂરી બને છે. સંસારમાં જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તેની જવાબદારી વધતી જાય છે. જે વ્યક્તિ આ જવાબદારી સંભાળે નહિ, તે પરિણામે વધારે કષ્ટ ભોગવે છે. એવું જ પરમાર્થમાં છે. જેમ જેમ આત્મવિશુદ્ધિ અને સમજણ વધતાં જાય, તેમ તેમ તેનું વર્તન પણ સુધરીને શુધ્ધ થતું જવું જોઈએ. જો વર્તન ક્રમથી શુધ્ધ થતું ન જાય તો એક જ પ્રકારની ભૂલ માટેનો દોષ, દશાના વર્ધમાનપણી સાથે મોટો થતો જાય છે, અને તે ભવિષ્યના પરિષહ કે ઉપસર્ગ રૂપે સાકાર થાય છે, આ પરિષહ કે ઉપસર્ગ ભોગવતી વખતે જીવે અત્યંત બળવાનપણે સમતાભાવ કેળવવો પડે છે, તેમ ન કરે તો નવાં ગાઢબંધનમાં જીવ પડે છે. જો આવી પ્રક્રિયામાંથી પસાર થવું ન હોય તો વર્તમાનનું વર્તન ક્રમે ક્રમે શુદ્ધ કરતાં જવું જોઈએ. તો હે જિન! આપ કૃપા કરી અમને એવાં બળ અને શક્તિ આપો કે જેથી અમે વર્તન સુધારી, સમભાવ કેળવી ભાવિના અનેક કષ્ટો નિવારી શકીએ.
કલ્યાણમૂર્તિ પ્રભુ! પ્રયત્ન કરતાં અમને સમજાય છે કે આપની આજ્ઞાનુસારનું સંયમી વર્તન કરવું, તે તલવારની ધાર પર ચાલવા કરતાં પણ ઘણું વિશેષ કઠિન છે; કારણ કે અમારો અનાદિકાળનો અભ્યાસ અમને અસંયમી બનાવે છે, તથા સંજોગોને વશ બની અસંયમથી જ વર્તવાની ટેવના આધારે વર્તમાનમાં અમે એ રીતે દોરવાતા હોઇએ તો હે તરણતારણ પ્રભુ! અમને અટકાવી દેજો, અમને સાચા માર્ગે દોરી એમાંજ રાખજો. આવું ચારિત્રપાલન માત્ર મનુષ્ય જન્મમાં જ શક્ય છે, તેથી વર્તમાન મનુષ્ય જન્મને સાર્થક કરવાની અમારી નેમને આંબવા અમને સહાયરૂપ થજો. અમને આજ્ઞા આપતા રહેવા આપને અમારી વિનંતિ છે. વિનંતિ માન્ય કરજો.
કોઈ જીવ એમ ધારે કે જિનસેવા કરવી તે તો સાવ સહેલું કાર્ય છે, તો જીવ તેમાં ભૂલ ખાય છે. પૂર્વ દિશામાં જવું હોય અને પશ્ચિમ દિશામાં ચાલવાથી, ચાલવાની મહેનત કરવા છતાં નિયત સ્થાને પહોંચી શકાતું નથી. એવી જ રીતે વિશુધ્ધ થવા માટે અશુદ્ધ થવાય તેવી ક્રિયા કરવામાં આવે તો વિકાસ થઈ શકે નહિ. જો વિકાસ કરવો હોય તો સન્માર્ગની જાણકારી મેળવવી એ અત્યંત આવશ્યક છે. આ માટેની પાત્રતા શુદ્ધ જ્ઞાન મળ્યા પછી ત્વરાથી આવે છે; કારણ કે એ જીવ માર્ગમાં ચાલવા