________________
અઢાર પાપસ્થાનક
ત્રીજું પાપસ્થાનક ચોરી જે વસ્તુ પોતાની નથી, તે કોઇના દીધા વિના ગ્રહણ કરવી, અથવા તો પોતાને જોઇતી ચીજ તેના માલિકને પૂછયા વિના લઈ લેવી, તે ચોરી. સ્થૂળ પૌદ્ગલિક વસ્તુ, માલિકની જાણબહાર ઉઠાવી જવી તે ધૂળ ચોરી, અને સૂમ ચોરી તે નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે કે ઉપયોગ રહિતે ચૂક કરતા જવી. કોઈનું ધન ચોરી લેવું, દાગીના ખાનગીમાં પડાવી લેવા, લોકોનો વિશ્વાસઘાત કરી થાપણ ઓળવવી, પરસ્ત્રી, પરધન હરણ કરવાં, વગેરે મોટા પ્રકારની લૌકિક વિરુધ્ધની ચોરી ગણાય. વળી, જાણતાં અજાણતાં પોતાની ફરજ ન બજાવવી, વ્યવહારશુદ્ધિ ન જાળવવી, પોતાનાં કર્તવ્યો કરવામાં ગલ્લાતલ્લાં કરવાં ઇત્યાદિ અલ્પ ચોરી કહેવાય, અને સૂક્ષ્મતમ ચોરી તે વિભાવભાવ કરી, જે પોતાનાં નથી તેવાં પુગલ પરમાણુઓને કમરૂપે ગ્રહણ કરવાં. ધૂળ ચોરી કરવામાં જીવ વચન તથા કાયાનો ઉપયોગ કરે છે, અને સૂક્ષ્મ ચોરી કરવામાં મનથી થતા ભાવોનો મુખ્યતાએ ઉપયોગ કરે છે. અસંજ્ઞી જીવોને મન હોતું નથી, પણ તે જીવો આત્માથી અવ્યક્ત ભાવ વેદે છે અને કર્મપુદ્ગલને આકષી સૂક્ષ્મ ચોરી કરે છે. અને ધૂળ ચોરી તેઓ પોતાને આકર્ષક લાગે તેવા પદાર્થ પર માલિકીભાવ જમાવી કરે છે. તે પ્રમાણે સ્થૂળથી સૂક્ષ્મ સુધીની ચોરી સર્વ સંસારી જીવ કરતા રહે છે.
પરવસ્તુ પર પોતાનો માલિકીભાવ જમાવવો, તેના પર પોતાનું આધિપત્ય રાખી, અન્ય જીવોને તેના ભોગવટાથી વંચિત કરવાથી જીવને અંતરાય કર્મ બંધાય છે. જે અન્ય જીવો અમુક પુદ્ગલ પદાર્થનો ભોગવટો કરવા લલચાય છે, ઇચ્છા ધરાવે છે તેમને તે ઇચ્છા પૂરી કરતાં અટકાવવાથી, અંતરાય આપવાથી તે જીવની દૂભવણી પણ થાય છે. આ રીતે અંતરાય કરવાથી, અંતરાય આપનારને ચોરી કરવાનું પાપકર્મ બંધાતા, તે જીવ આ પાપકર્મના ફળરૂપે જે પોતાનું છે તેવા આત્મસ્વરૂપથી વંચિત થાય છે. જે ક્ષણે જીવ વિભાવ કરી પરવસ્તુ તરફ આકર્ષાય છે તે જ ક્ષણે તે જીવનું શુધ્ધ આત્મસ્વરૂપ અંતરાયથી અવરાય છે, અને તે પોતાનાં મૂળ સ્વરૂપથી છૂટો પડી ચોરીનું ફળ ભોગવે છે. જીવ જ્યારે ધૂળ ચોરી કરે છે ત્યારે તેનાં ફળરૂપે તે ઇચ્છિત
૩૧૧