________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
ચરણમાં સહજાસહજ નમી પડીએ છીએ. આમ બહુલતાએ નથાયેલા અમારા મનને પૂર્ણતાએ નાથવાનું કાર્ય અમારે કરવાનું છે, તે સમજ અમને આગળ વધવા ઉત્સાહ આપે છે. પરિણામે અમે પૂર ઝડપથી આગળ વધવા અને આપની પ્રેરણા ઝીલવા તત્પર બન્યા છીએ, અને મળેલી શાંતિનો આનંદ માણીએ છીએ.
આપને અમારું મન સોંપવાથી, તેમાંથી સ્વચ્છંદ નીકળી જતાં અમે મૌન થયા છીએ. આ મૌનનો સાચો આનંદ અમે માણી શકીએ છીએ. તેથી પૂર્ણતાએ પહોંચેલા મૌનનો આનંદ માણનાર આપ કેવી અવર્ણનીય સ્થિતિમાં બિરાજો છો તેની ઝાંખી અમે હવે કરી શકીએ છીએ અને એને જ અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ.
શ્રી ધર્મનાથ પ્રભુના નિર્વાણ પછી, ત્રણ સાગરોપમમાં પોણા પલ્ય ઉણા જેટલો કાળ વ્યતીત થયા પછી શ્રી શાંતિનાથ પ્રભુ સંસાર ચક્રી તેમજ ધર્મચક્રી તરીકે પ્રવર્યા. અનેકનું કલ્યાણ કરી પરમ શાંતિપદને પ્રાપ્ત કરવાનો માર્ગ તેમણે નિરાવરણ કર્યો. ધન્ય તે શાંતિ! ધન્ય તે આનંદ! ધન્ય તે આત્મન્ ! ૧૭ શ્રી કુંથુનાથ સ્વામી ! અમારાં મન, વચન તથા કાયાની સોંપણી શાંતિદાતા શ્રી શાંતિનાથ પ્રભુની કૃપાથી વીતરાગ પ્રભુને થઈ, આ સ્વછંદ જતાં અમારા આત્મામાં અવર્ણનીય આનંદ પ્રવર્તે છે, શાતા પણ ઘણી વેદાય છે. અંદરમાંથી અમને ઘણી હળવાશ લાગે છે, અને અમારી સર્વ પ્રવૃત્તિ તમારી આજ્ઞાનુસાર જ, પૂર્વ કર્મથી નિવૃત્ત થવા માટે હવેથી થાય એવી ભાવના મજબૂત થતી જાય છે. શ્રી કુંથુનાથ પ્રભુ! આપની કૃપા ઝીલતાં અમને જણાય છે કે જો અમારે પૂર્ણતાએ તમારી આજ્ઞા અનુસાર રહેવું હોય તો અમારે અમારાં મન, વચન તથા કાયાનું એકપણું તમારી સાથે કરવું જોઈએ. જ્યાં સુધી આત્મા પરમાત્મા વચ્ચેનો ભેદ ટળતો નથી ત્યાં સુધી સંસાર વધારે તેવા ભાવોનો – મુખ્યતાએ શુભ ભાવોનો બંધ પડયા કરે છે, જે પૂર્ણપદની પ્રાપ્તિમાં અંતરાયરૂપ રહે છે.
પપ