________________
કેવળી પ્રભુનો સાથ
ઝીલવી તે પરસમય છે. મનનું જોડાણ આત્મા સિવાયના કોઈ પણ પદાર્થ સાથે થાય છે ત્યારે તે પરસમયમાં રહે છે. મનને પરભાવથી છોડાવી આત્મા સાથે જોડવાથી સ્વસમય કે સ્વભાવ પ્રગટ થાય છે. જેમ તારા, નક્ષત્ર, ગ્રહ અને ચંદ્રનો શીતળ પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે, અર્થાત્ તારા આદિ પદાર્થો સૂર્ય પાસેથી પ્રકાશ મેળવી પ્રકાશિત થાય છે, તેમ સર્વ ભાવો શુદ્ધાત્મામાં વિલિન થઈ જાય છે. આવો ભાવ પ્રકાશ આત્મામાંથી પ્રકાશિત થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતારૂપ આત્માનું સ્વસ્વરૂપ છે. જ્યાં સુધી આ એકતા આવતી નથી, ત્યાં સુધી વિભાવને કારણે આત્મા અનેક પ્રકારના ભાવોમાં રમતો રહે છે. જેવો વિભાવ ભાવ વિલિન થાય છે તેવો સ્વભાવ પ્રગટે છે.
સુવર્ણનો વિચાર કરીએ તો તે ભારે, પીળું, ચીકણું, એમ અનેક રૂપે દેખાય છે, પણ તત્ત્વરૂપે તો એક સુવર્ણ જ છે. અર્થાત્ સુવર્ણ પર્યાયને લીધે અનેક રૂપે જણાય છે, પણ તત્ત્વરૂપે અભેદ છે. એ જ રીતે આત્મા પર્યાયથી અનેક સ્વરૂપે દેખાય છે, છતાં દ્રવ્યરૂપે તો તે એક જ છે. અલખરૂપ વાળો આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે જુદી જુદી અપેક્ષાથી અનેક રૂપવાળો ભાસે છે, પરંતુ જ્યારે શુધ્ધ દ્રવ્યનું ધ્યાન ધરવાનું હોય છે, નિર્વિકલ્પ સ્થાનનો રસ પીવાનો હોય છે ત્યારે તે જ આત્મા શુદ્ધ રૂપે અને નિરંજન રૂપે જણાયા વિના રહેતો નથી.
હે જિનરાજ! મનને નાથવા માટે વિચારણા કરતાં સમજાય છે કે માત્ર વ્યવહાર દૃષ્ટિથી વર્તવાથી મનને પૂરેપૂરું નાથી શકાતું નથી. જો મનને વશ કરવા માટે શુદ્ધ નયનો – નિશ્ચય નયનો આશ્રય લેવામાં આવે તો તેને સહેલાઇથી વશ કરી શકાય છે. જ્યાં સુધી અમારા જીવ અજ્ઞાની હતા અને વ્યવહારમાં ગળાબૂડ રહેતા હતા, ત્યાં સુધી અમારા જીવ માત્ર અશુદ્ધ વ્યવહાર નયથી વર્તતા હતા, તેથી અનેક નવાં કર્મો ઉપાર્જન કરી, અમારું સંસારનું પરિભ્રમણ વધારતા હતા. પરંતુ આપ સર્વજ્ઞ પ્રભુની કૃપાથી જ્યારે અમે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન મેળવ્યું, ત્યારે અમે શુદ્ધ વ્યવહાર નથી વર્તવાની શરૂઆત કરી. આ નયના આશ્રયે શુદ્ધ વ્યવહાર નયથી વર્તન સુધારતાં સુધારતાં અમે છઠ્ઠા ગુણસ્થાન સુધીનો વિકાસ કરી શક્યા એ જ નયના આશ્રયથી