________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
તોડવાનો રસ્તો શ્રી સુવિધિનાથ પ્રભુએ બતાવ્યો જણાય છે, અને તે પછી આપ શ્રી શીતલનાથ પ્રભુએ જ્ઞાનાવરણ તોડવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. આપ સહુ ઉપકારીને અમારા કોટિ કોટિ વંદન હો.
૧૧ શ્રી શ્રેયાંસનાથ જિન ! શ્રી સુવિધિનાથ પ્રભુએ પરમ કૃપા કરી ત્યારે અમે હે જિન! દર્શનને વિશુધ્ધ કરવાની અગત્ય સમજી શક્યા; અને તેને વિશુદ્ધ કરવાની રીત પણ જાણી શક્યા. જો સાચી વિધિ કરતાં આવડે, યથાયોગ્ય રીતે રહેતાં આવડે તો જ દર્શનાવરણ ન બંધાય અથવા તો અલ્પતાએ બંધાય. એક થી ચાર ઇન્દ્રિયોવાળા અસંજ્ઞી જીવોની જાણતાં કે અજાણતાં થયેલી હિંસાથી દર્શનાવરણ બંધાય છે; જેટલું યત્નાપૂર્વક વર્તવામાં આવે તેટલું દર્શનાવરણનું બંધન અલ્પ થાય; યત્નારહિતપણે ગમે તેમ વર્તવાથી હિંસાદિ પ્રવૃત્તિ વધે છે અને દર્શનાવરણ ઘટ્ટ થાય છે. સાથે સાથે આ હિંસાદિ પ્રવૃત્તિ જીવ મોહને જ કારણે કરતો હોય છે તેથી દર્શનમોહ અને ચારિત્રમોહ પણ જીવ વધારે બાંધે છે. સામાન્ય રીતે જીવ પોતાની શાતાની ઇચ્છાના લક્ષથી સર્વ પ્રવૃત્તિ કરતો હોય છે, તેથી સર્વ ક્રિયામાં તે મમપણું રાખી, મોહનીય બાંધે છે અને હિંસાદિ પ્રવૃત્તિને લીધે તે દર્શનાવરણ બાંધે છે. પણ જેટલો સમય જીવ દેહલક્ષ છોડી, આત્મલક્ષે પ્રભુની પૂજા, અર્ચના આદિ કરે છે તેટલો સમય બાહ્યથી ક્રિયા થતી હોવા છતાં, તેમાનાં ભાવોનું લક્ષ અલગ હોવાથી તેને મંદગતિએ બંધ પડે છે. ભાવરહિત થવું તે ઉત્તમ છે; પરંતુ જ્યાં સુધી તે શક્ય નથી ત્યાં સુધી શ્રી પ્રભુના અવલંબનથી શુભભાવ અને શુભપ્રવૃત્તિમય રહેવાથી કર્મબંધની માત્રા ઘણી ઘટી જાય છે. તેથી ચાર પ્રકારની પૂજા દ્વારા દર્શનને શુદ્ધ કરવાની વિધિ સુવિધિનાથ પ્રભુ આપે જણાવી તે અર્થે, આપે કરેલા નિષ્કારણ ઉપકારને ઝીલવા અમે આત્મવિનયથી વંદન કરીએ છીએ.
આ કૃપામાં શ્રી શીતળનાથ પ્રભુએ વૃદ્ધિ કરી અમને જ્ઞાનાવરણ તોડવાનો ઉપાય જણાવ્યો. સાચી સમજણ આવતાં, અમને અમારી વર્તના સુધારવા માટે પુષ્કળ શ્રદ્ધાન વધ્યું. વધેલા શ્રધ્ધાનના અનુસંધાનમાં સાચી પ્રવૃત્તિ કરતાં અંતરમાં શીતળતાના રેલા