________________
સમ્યક્ત્વ પરાક્રમ
ઇન્દ્રિયજયના અનુસંધાનમાં કષાયજય આવે છે, એટલે કે સંસારની શાતા ભોગવવાની વૃત્તિ જેમ જેમ છૂટતી જાય છે તેમ તેમ તેનામાં શાંતિ કષાયજય વધતો જાય છે. આ એકોત્તેર સૂત્રના નિચોડરૂપ, સંસારવૃદ્ધિના મૂળ કારણરૂપ જે તત્ત્વ છે તેના નાશથી શું મળે એવો પ્રશ્ન સૂત્ર બોત્તેરમાં પૂછી તેના ઉત્તર માટે બે સૂત્ર રચાયાં છે. પ્રશ્ન છેઃ “પ્રેમ-રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને શું મળે છે?” બે સૂત્રમાં ઉત્તર આપ્યો છે કે, “પ્રેમ, દ્વેષ અને મિથ્યાદર્શન ૫૨ વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે તૈયાર થાય છે. આઠ પ્રકારનાં કર્મોની કર્મગ્રંથિ ખોલવા માટે સૌ પ્રથમ કર્મની અઠ્ઠાવીસ પ્રકૃત્તિનો અનુક્રમે ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ અને અંતરાય કર્મની પાંચ આ ત્રણે કર્મોની પ્રકૃત્તિઓનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુતર, અનંત, કૃત્સ્યસર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ, અજ્ઞાનતિમિર રહિત, વિશુધ્ધ અને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શન પામે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે ત્યાં સુધી તેને ઐર્યાપથિક કર્મનો બંધ થાય છે. તે બંધ પણ સુખસ્પર્શી છે. (સાતાવેદનીય રૂપ પુણ્યકર્મ છે.) તેની સ્થિતિ બે સમયની છે. પહેલા સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બધ્ધ થાય છે, સ્પષ્ટ થાય છે. ઉદયમાં આવે છે. ભોગવાય છે, નષ્ટ થાય છે. ફલતઃ આગળના કાળમાં અર્થાત્ અંતમાં તે કર્મ અકર્મ બને છે.”
તોંત્તેરમા સૂત્રમાં આગળની સ્થિતિ બતાવી છે, “કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુ ભોગવતો તે જ્યારે અંતર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે ‘સૂક્ષ્મક્રિયાપ્રતિપાત' નામનું શુક્લધ્યાન કરતો થકો પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. પછી વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી તે આનાપાન – શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે. શ્વાસોશ્વાસાનો નિરોધ કરીને થોડા વખત સુધી પાંચ હ્રસ્વાક્ષરોના ઉચ્ચારણ કાલ સુધી ‘અમુચ્છિન ક્રિયા – અનિવૃત્તિ' નામક શુક્લધ્યાનમાં લીન થયેલો અણગાર વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર – આ ચારે કર્મનો એક સાથે નાશ કરે છે.”
-
૧૮૩