________________
કેવળી પ્રભુનો સાથ
૧૪ શ્રી અનંતનાથ જિન! શ્રી વિમલજિન પ્રભુની કૃપાથી અમારા આત્માની પવિત્રતા વર્ધમાન થઈ. શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થવાથી અમારો સંસાર ઘણો પરિમિત થઈ ગયો. સિદ્ધપ્રભુનાં વિમલ રૂપનાં દર્શન થયાં તેથી અમને એવું અભયવચન મળ્યું કે હવે ત્રણ ભવથી વધારે ભવ નથી. યોગ્ય પુરુષાર્થ કરવામાં આવશે તો એકાવતારીપણું પણ આવી શકશે. મિથ્યાદ્રષ્ટિના નાશથી અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લોભના ક્ષયથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય રૂપ અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરવાનો પરવાનો જીવને મળે છે. શ્રી વિમલનાથ પ્રભુની કૃપાથી અમને પણ એ પરવાનો મળ્યો, અને આપની કૃપાથી શક્ય તેટલા ટૂંકા ગાળામાં બાકીનાં સર્વ ઘાતી કર્મોનો ક્ષય કરવા અમારો આત્મા તત્પર રહે તે માટે આશીર્વાદ ઈચ્છી આપ સર્વને ભક્તિભર્યા વંદન કરીએ છીએ.
શ્રી અનંતનાથ પ્રભુ! આપની કૃપા અપરંપાર છે, તે કૃપા થકી જ અમને સમજાય છે કે શેષ રહેલાં ઘાતકર્મોનો ક્ષય કઈ રીતે કરવો; અને નવાં કર્મોને આવતાં કઈ રીતે અટકાવવાં. જે કર્મો અમે ભૂતકાળમાં બાંધી ચૂક્યા છીએ, તેને કાઢવા માટે પશ્ચાતાપ કરવા જેવું બળવાન બીજું કોઈ સાધન નથી, કરેલી ભૂલો માટે પશ્ચાતાપ વેદવાથી કર્મની પ્રદેશોદયથી નિર્જરવાની ગતિ ઘણી વધી જાય છે, અને ઉદયમાં આવેલા કર્મો પણ ભોગવાઈને ખરતા જાય છે. આમ અમે પ્રદેશોદય તથા વિપાકોદય એમ બે રીતે કર્મો ભોગવીને એક સાથે ખેરવતા જઇશું. સાથે સાથે અમે અમારા સ્વછંદને ત્યાગીને આપની આજ્ઞાએ વર્તીએ તો નવાં આવતાં ઘણા કર્મોને રોકી શકીશું. તમે પૂર્ણ વીતરાગી છો તથા પૂર્ણતાએ જ્ઞાતાદ્રષ્ટા છો, વળી સહુનું કલ્યાણ ઈચ્છનારા છો, તેથી આપ જે માર્ગદર્શન અમને આપો તે પૂર્ણતા અને કલ્યાણભાવથી ભરેલું જ હોય, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આથી અમે જો આપના માર્ગદર્શન પ્રમાણે વર્તીએ તો ઘણા ઘણા નવા બંધ કરતાં બચી જઈએ. અમારા બંધન વધે એવી કોઈ આજ્ઞા અમને તમારા તરફથી આવે જ નહિ, કારણકે નિબંધ હોય તે બંધનકારક પ્રવૃત્તિ કરાવે નહિ. વળી, તમે તો છૂટવાના કામીને બાંધો નહિ અને બંધાવાના કામીને છોડાવો
४४