________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
યોગ્ય માર્ગદર્શન આપી, સ્વીકારેલા આપ પ્રતિના ઋણની ચૂકવણી કરી, ઋણથી મુક્ત થવાનો અમુલ્ય લાભ લેવા અમે આતુર બન્યા છીએ. પરંતુ પ્રભુજી! અમને એ તો સ્પષ્ટ ખ્યાલમાં છે કે યથાર્થ યોગ્યતા આવ્યા વિના આવું કાર્ય કરવા જતાં કંઈક નવાં બંધન બંધાઈ જાય છે, તેથી અમારે તો યથાર્થ પાત્રતા કેળવ્યા પછીથી જ ઋણની ચૂકવણીનું અમૂલ્ય કાર્ય કરવું છે. તે માટે અમને સુવતોની યથાર્થ સમજણ આપીને પાત્ર બનાવો. આ સુવ્રતોનું નિત્ય આરાધન કરીને અમે જિનદર્શનની ઉત્તમતા ફેલાવી શકીએ એ હેતુથી અમે આપને વિનંતિ કરીએ છીએ કે અંતરંગ પાત્રતા આપવા સાથે સુવ્રતોના પાલનરૂપ બાહ્ય પાત્રતા પણ આપો. અને આંતરબાહ્ય બંને પ્રકારે પાત્રતા વધારવામાં અમને સહાય કરો.
હે જગતગુરુ! જગતપિતા! આપનો સથવારો લઈ અમારે અમારા અવશ મનને વશમાં – અંકુશમાં રાખવું છે. અંતરંગથી અમારે કષાયોને વધારે ને વધારે શાંત કરતા જઈ, અંતરંગ પાત્રતા વધારવી છે. “કષાયોનો અભ્યાતિઅલ્પ ઉદય તે નિર્વિકલ્પપણું છે અને કષાયોનો સંપૂર્ણ જય – અનુદય એ નિર્વિચારપણું છે” એમ અમને સમજાયું છે. અને તે જ અંતરંગ પાત્રતા આપનાર તત્ત્વ છે, તેથી જેટલા વિશેષ પ્રમાણમાં તમારી કૃપાથી અમે કષાયજય કરી શકીએ તેટલી અમારી પાત્રતા ખીલી શકશે. આ પાત્રતાને ખીલવવાનું બાહ્યથી પોષણ આપવું, એટલે બાહ્ય વર્તના એટલી શુધ્ધ કરતા જવી કે જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થતો જાય અને આત્મપ્રદેશ પર કર્મની સંખ્યા ત્વરાથી ઓછી થતી જાય. અમને તમારી કૃપાથી સમજાયું છે કે આવી શુદ્ધ વર્તના કરવી હોય તો સુવ્રતોનું આરાધન કરવું જોઈએ. આ અંતરબાહ્ય રીતે યોગ્ય પાત્રતા કેળવવાનો શુભ સમન્વય જો અમે કરી શકીએ તો જ્યારે અમે કોઈને ઋણમુક્ત થવા અર્થે અને સામા જીવને આત્મવિકાસ કરાવવા માટે સહાયરૂપ થવાના આશયથી પ્રવૃત્તિ કરીએ ત્યારે સહાય લેનાર જીવને અમારી ધર્મપ્રાપ્તિ વિશે કે શક્તિ વિશે સંકલ્પ વિકલ્પ થાય નહિ. પરિણામે તે જીવને અમારા નિમિત્તે ખોટા કર્મબંધન થાય નહિ, બીજાપક્ષે અમારી વર્તન જો શુદ્ધ હોય તો અમે પણ ઘણા વિષમ કર્મબંધન કરતાં અટકી જઈએ. આમ અમને યોગ્ય પાત્રતાના કારણે ઉભયપક્ષે લાભ થાય, માટે