________________
કેવળી પ્રભુનો સાથ
હે સુવ્રતોના સ્વામી! પરમ કૃપા કરી અમને સાચા વ્રતોની યથાર્થ સમજણ અને તેનું પાલન કરવા માટે યથાર્થતાએ શક્તિઓ પ્રદાન કરો.
હે શક્તિદાતા! આપની કૃપાથી અમને સમજાયું છે કે પૂર્ણ નિર્વિચાર થવું એ સર્વોત્તમ સુવ્રત છે. એ વખતે આત્માની સ્થિરતા એવી અદ્ભુત હોય છે કે તે દશામાં એક પણ નવા કર્મનો બંધ આત્માને થતો નથી. ઘાતીકર્મના પૂર્ણ ક્ષયની આ દશા સર્વોત્તમ છે. પરંતુ છદ્મસ્થ જીવ માટે આ દશા આદર્શરૂપ છે. અને તે દશાના પ્રતિકરૂપ જે અપ્રમત્ત ગુણસ્થાને નિર્વિકલ્પ દશા છે તે પણ છદ્મસ્થ જીવને લાંબો સમય ટકી શકતી નથી. અલ્પકાળમાં આ નિર્વિકલ્પતાનો અનુભવ છૂટી જાય છે અને જીવ સવિચાર અવસ્થામાં પટકાઈ પડે છે. અમારો આત્મા પણ આવી સવિકલ્પ અવસ્થામાં થોડીવારમાં આવી જાય છે, અને જે રસથી પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ તે રસના પ્રમાણમાં અમે નવા બંધો સ્વીકારીએ છીએ. આવી સવિકલ્પ સ્થિતિમાં પણ અમે તમને આજ્ઞાધીન રહી, સમજણ અને વિવેકપૂર્વક વર્તી અલ્પાતિઅલ્પ બંધન સ્વીકારીએ તેવી વર્તનાવાળું સુવ્રતોનું આરાધન અમારી પાસે કરાવો, અને તે કરવા માટેની ઊંડી સમજણની સ્પષ્ટતા કરાવો એ જ વિનવીએ છીએ.
નિર્વિકલ્પ અવસ્થા છૂટે કે તરત જ અમારો આત્મા સવિકલ્પ સ્થિતિમાં અટવાઈ જાય છે, આ સ્થિતિમાં પણ અમારો આત્મા અલ્પમાં અલ્પ બંધન કરે તે માટે અમારા પર કૃપા કરો. અહો ! અમૃત જીવનના દાતા ! પ્રભુજી ! અમારા પર પહેલી એવી કૃપા કરો કે જો અમારે સવિચાર અવસ્થામાં જવાનું હોય અને રહેવાનું હોય તો અમારા કષાયો એટલી મંદતાથી પ્રવર્તો કે ફરીથી નિર્વિકલ્પ અવસ્થામાં જવું અમારે માટે સહેલું અને સુલભ હોય, તથા નિર્વિકલ્પતાના સમયની વૃદ્ધિ કરનાર અને જલદી જલદી એ દશામાં જવા માટે સહાયકારી હોય. હે દેવ! અમારા પર બીજી કૃપા એ વરસાવો કે સવિકલ્પ અને સવિચા૨ દશામાં અમે મુખ્યતાએ ‘અમારે વિચા૨૨હિત થવું છે, મોક્ષપ્રાપ્તિ ત્વરાથી કરવી છે, અન્ય જીવોને ખૂબ મદદરૂપ થવું છે, સહુ પર આપના જેવા કલ્યાણભાવને વરસાવતા શીખવું છે' ...વગેરે શુભ પરિણતિમાં રહી શકીએ, અને આપે આપેલા ઉત્તમ કલ્યાણભાવનું દાન ગ્રહણ કરતા રહીએ. અહો
૬૮