________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
દર્શનમોહ દબાવાથી જીવને સમ્યજ્ઞાન તથા સમયદર્શન મળવા લાગે છે. પ્રાથમિક ભૂમિકામાં સમ્યકુજ્ઞાન પછી સમ્યક્રર્શન આવે છે, તે પછીની વિકાસ ભૂમિકાઓમાં તે બંનેનો ક્ષયોપશમ લોમવિલોમ રૂપે થતો રહે છે; એથી “જ્ઞાન, દર્શન, ચારિત્ર કે ‘દર્શન, જ્ઞાન, ચારિત્ર' નો ક્રમ રહે છે. ક્યારેક જ્ઞાન અગ્રસ્થાને હોવાથી જ્ઞાનથી દર્શનશુદ્ધિ થાય છે અને ક્યારેક દર્શન અગ્રસ્થાને આવતું હોવાથી દર્શનથી જ્ઞાન શુદ્ધિ થાય છે. અને અંતિમ શુદ્ધિ વખતે, કેવળજ્ઞાનના બીજા સમયે કેવળદર્શન પ્રગટે છે. તે પરથી લાગે છે કે મૂળ ક્રમ ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર' નો હોવો જોઈએ.
જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ્ઞાનવિશુદ્ધિ થાય છે, દર્શનાવરણના ક્ષયોપશમથી દર્શન વિશુદ્ધ થાય છે અને મોહનીયના ક્ષયોપશમથી ચારિત્ર ખીલતું જાય છે. આમ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરવા માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા મોહનીય કર્મને એક સાથે છતાં અલગ અલગ ક્ષીણ કરવાં પડે છે. કર્મનાશ કરવાની વિધિ આપ પ્રભુ બતાવી રહયા છો તે માટે અમે ઉપકાર માનીએ છીએ. આપની કૃપાને લીધે અમારા હૃદયમાં એટલી બધી પ્રસન્નતા વ્યાપી રહી છે કે આપને માટે અમે શું કરીએ તે જ સમજાતું નથી. હવે તો આપના કહયામાં રહી, અમારા ચિત્તની પ્રસન્નતા જાળવવા ચારે પ્રકારે પૂજા કરી અમે ધન્ય થવા ઈચ્છીએ છીએ.
હે પ્રભુ! આપના પ્રતિક સમાન પ્રતિમા પર કુસુમ, ધૂપ, કેસર, નૈવેદ્ય, ફળ આદિથી અંગપૂજા (અંગ પર ચડાવીને કરવામાં આવે તે અંગપૂજા કહેવાય. ઉદા. કેસર, ચંદન વગેરે) તથા અગ્રપૂજા (પ્રભુ સમક્ષ રાખીને કરવામાં આવે તે અગપૂજા ઉદા. ફળ, ધૂપ વગેરે) ભાવથી કરીએ છીએ તે સ્વીકારશો. તમે અમારા રખડતા આત્માને મોક્ષના અક્ષય સુખ તરફ વાળ્યો છે તે તમારી અત્યંત કરુણા અને કોમળતા દર્શાવે છે. આપની આ કોમળતા અમને અત્યંત સ્પર્શી ગઈ છે, તે કોમળતાના પ્રતિક રૂપ ફૂલો આપના ચરણમાં ધરીએ છીએ. આપના ઉત્તમ ગુણોની સુવાસ અમારા સુધી પહોંચી છે, તે પ્રસાદી અમને પ્રાપ્ત થઈ છે, તેની પ્રસન્નતા જણાવવા ઉપલબ્ધ ઉત્તમ સુગંધી ધૂપથી આપને વધાવીએ છીએ. આપ કલ્પવૃક્ષ સમાન છો, તેથી આપની સેવા કરવાથી અમને અનેક ગુણો તથા મોક્ષસુખ ફળ રૂપે પ્રાપ્ત થાવાનાં છે, તે સમજણ
૨૩